________________ શ્રી શાંતિનાથ ચરિત્ર રાજાને કહેત કેશ બતાવીને કહ્યું કે–“ધર્મરાજાએ જરાનું સાગમન જણાવવા માટે આ પળીના મિષથી દૂત મોકલ્યા છે, માટે હવે ધર્મકુત્ય કરે.” આ પ્રમાણેનાં રાણીનાં વચન સાંભળી વિસ્મય પામેલો રાજા વિચારવા લાગ્યું કે –“મારા પૂર્વજોએ પળી દેખ્યા પહેલાંજ ધર્મની સેવા કરી છે (ચારિત્ર લીધું છે), હું તે હજુ સુધી કાંઈ કરી શક્યો નથી, તેથી રાજ્યમાં લુબ્ધ થયેલા અને પૂર્વજોની રીતિને વિછેદ કરનારા મને ધિક્કાર છે. હું તે હજુ વિષયમાં આસક્ત છું, તેટલામાંજ જરાવસ્થા આવી પહોંચી.” આ પ્રમાણે ચિંતાતુર થયેલા પતિને જોઈ તેના અભિપ્રાયને નહીં જાણતી રાણે હસતાં હસતાં જ બોલી કે—“હે નાથ ! જે તમે વૃદ્ધાવસ્થાથી લજજા પામતા હો તે હું નગરમાં ઉફ્લેષણ કરાવું કે જે કઈ રાજાને વૃદ્ધ કહેશે તે અકાળે જ યમરાજને ઘેર જશે.” આ પ્રમાણે રાણીએ કહ્યું ત્યારે રાજા બે કે - “હે પ્રિયા ! આવું વિવેક વિનાનું વચન કેમ બોલે છે? ખરેખર અમારી જેવાને તે જરાવસ્થા મંડનરૂપ છે. તેવી જરાથી મને શામાટે લજજા આવે ?" આવું રાજાનું વચન સાંભળી રાણી બેલી કે–“હે નાથ ! ત્યારે તમે પળી જઈને શ્યામ મુખવાળા કેમ થયા? " રાજાએ પળી જેવાથી પિતાને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેથી મુખ ઉદાસીન વૃત્તિવાળું થયું એમ કહ્યું. ત્યારપછી રાજાએ પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી પ્રિયા સહિત તાપસી દીક્ષા ગ્રહણ કરી અને વનને આશ્રય કર્યો. વ્રત ગ્રહણ કરતી વખતે રાણું ગુપ્ત ગર્ભવાળી હતી, તેથી તે વાત કેાઈના જાણવામાં આવી નહીં. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યો, ત્યારે રાજાએ “આ શું ?' એમ પૂછ્યું. તે સાંભળી તેણુએ રાજા અને કુળપતિની પાસે સર્વ વૃત્તાંત યથાર્થ કહી બતાવ્યું. પછી તાપસીઓએ પાલન કરાતી તેણીએ પૂર્ણ સમયે શુભ લક્ષથવા પુત્ર પ્રસ. પ્રસૂતિ અવસ્થામાં અપથ્ય આહાર કરવાથી દેવગે તેણીના શરીરમાં ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયે. તપોવનમાં ઔષધ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust