________________ તૃતીય પ્રસ્તાવ. અજન, (મેલ). અને હળદરના રંગ સમાન છે. અનંતાનુબંધી વિગેરે ચારે. કષાયના ભેદ અનુક્રમે જન્મ પત, એક વર્ષ સુધી, - ચાર માસ સુધી અને એક પખવાડિયા સુધી રહેનારા છે અને અનુએક કમે નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિને આપ નારા છે. હે રાજન ! આ પ્રમાણે સેળ કષાયે આદરપૂર્વક કરવાથી - દીર્ધકાળ પર્યત દુ:ખને આપનાર થાય છે અને સ્વાભાવિક રીતે * કરવાથી થોડા ભવ સુધી દુઃખ આપે છે. તેથી તે પતિતમારે તે કષાયો અલ્પ માત્ર પણ કરવા લાયક નથી. કારણકે ચેડા પણ દુષ્કૃતનું પરિણામે બહુ મોટું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રાનંદ વિગેરેને તેનું ફળ પ્રાપ્ત થયું છે તેવું બીજાને પણ થાય છે.” * આ પ્રમાણે સાંભળી રાજાએ મુનિને પૂછ્યું કે –“હે પૂજ્ય મુનિ ! મિત્રાનંદ વિગેરે કેણ હતા ? અને તેઓએ થડા કષાયથી પણ અત્યંત માઠું ફળ શી રીતે મેળવ્યું? તે કૃપા કરીને કહો.” ત્યારે સ્વયંપ્રભ મુનિ બેલ્યા કે –“હે રાજન ! તે મિત્રાનંદની કથા તમે સાવધાનપણે સાંભળો.” એમ કહી અમૃત જેવી મધુર વાણીએ કરીને મુનિએ તે કથા કહેવા માંડી– મિત્રાનંદને અમરદત્તની કથા આજ ભરતક્ષેત્રમાં મોટી સમૃદ્ધિએ કરીને દેવનગરીના જેવું અને પૃથ્વી પર પ્રસિદ્ધ અરતિલક નામનું નગર છે. તેમાં મકરધ્વજ નામે રાજા રાજ્ય કરતો હતે. તેને મદનસેના નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો અને પદ્મસરોવરના સ્વમથી સૂચવેલે પકેસર નામનો તેમને પુત્ર હતા. એકદા મદનસેના રાણી રાજાના મસ્તકના કેશને ઓળતી હતી તેવામાં તેણુએ એક પળી જોઈ રાજાને કહ્યું કે–“હે સ્વામી! દૂત આવ્યો છે.” તે સાંભળી રાજા વ્યાકુળ ચિત્તે ચોતરફ જેવા લાગ્યો, પરંતુ ક્યાંઈ દૂતને જે નહીં, ત્યારે પ્રિયાને પૂછયું કે–“હે પ્રિયા ! દૂત ક્યાં છે?” તેણીએ 1 કઈ જગ્યાએ ખંજન કહેલ છે એટલે ગાડાંની મળી જેવો સમજો. 2 સફેત વાળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust