________________ તૃતીય પ્રસ્તાવ. तृतीय प्रस्ताव. .... * આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે રમણીય નામના વિજયમાં સુભગ નામની મોટી નગરી છે. તેમાં ગાંભીર્ય વિગેરે ગુણવાળે અને માટે પ્રતાપી સ્તિમિતસાગર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શીલરૂપી અલંકારથી શોભતી અને ઉત્તમ ગુણવાની વસુંધરી તથા અનુદ્રી નામની બે પ્રિયાએ હતી. હવે જે દિવ્યચળ નામને અમિતતેજને જીવ હતે તે આયુષ્યનો ક્ષય થયે પ્રાણત કપથી આવીને વસુંધરી રાણીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. તે વખતે તેણુએ હસ્તી, પઘસવર, ચંદ્ર અને વૃષભ એ ચાર સ્વ બળભદ્રના જન્મને સૂચવનારા જોયા. તેના પ્રભાવથી સમય પૂર્ણ થયે તે રાણએ સુવર્ણ વર્ણ સમાન કાયાવાળા પુત્રને પ્રસવ્યો. પિતાએ મહોત્સવપૂર્વક તેનું અપરાજિત નામ પાડ્યું. ત્યારપછી જે મણિલ નામને દેવ શ્રીવિજયને જીવહતે તે પણ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પ્રાણત ક૯૫થી ચવી તેજ રાજાની બીજી રાણી જે અનુરી નામે હતી તેની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે વખતે તેણીએ વાસુદેવના જન્મને સૂચવનારા સિંહ, સૂર્ય, પૂર્ણકુંભ, સમુદ્ર, શ્રીદેવી, રત્નને સમૂહ અને નિર્ધામ અગ્નિ એ સાત સ્વમ મુખમાં પ્રવેશ કરતા જોયા. પ્રભાતે હર્ષથી તે સ્વસે તેણુએ પતિને કહ્યા. તે સ્વરે સાંભળી રાજાએ સ્વમશાસ્ત્રના વિદ્વાનોને બોલાવી તે સ્વાનો વિચાર પૂક્યો. ત્યારે તેઓ બેલ્યા કિ–“હે રાજન ! આ સાત સ્વોથી તમારા પુત્ર વાસુદેવ (ત્રીખંડાધિપતિ) થશે અને પ્રથમનો પુત્ર બળભદ્ર થશે.” આ પ્રમાણે કહી તે સ્વમશાસ્ત્રના પંડિતે રાજાનું આપેલું દાન લઈ પોતાના સ્થાને ગયા. રાજા પણ રાજ્યનું પાલન કરવા લાગ્યા. અનુક્રમે સમય પૂર્ણ થયે અનુર્ધારી રાણીએ શ્યામ કાંતિવાળા પુત્રને જન્મ આપે. પિતાએ ઉત્સવપૂર્વક તેનું અનંતવીર્ય નામ પાડ્યું. તે બન્ને પુત્રો અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસને યોગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust