________________ દ્વિતીય પ્રસ્તાવ. કરી શુદ્ધ વ્રતનું પાલન કરી શુભ ધ્યાનવડે મરણ પામી " દેવલેકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી ચારિત્ર ગ્રહણ કરીને તે સર્વે મેક્ષપદને પામશે. - ઈતિ મત્સ્યોદર કુમાર કથા. ચારણમુનિ બોલ્યા કે –“હે વિદ્યાધરેંદ્ર અમિતતેજ ! આ પ્રમાણે ધનદની કથા સાંભળી તમારે નિરંતર નિષ્કલંક ધર્મજ કર રોગ્ય છે.” આ પ્રમાણે ઉપદેશ સાંભળીને અમિતતેજ રાજાએ ગુરૂની આજ્ઞા મસ્તક પર ચડાવી અને બને મુનિના ચરણને નમસ્કાર કર્યા. પછી તે ચારણશ્રમણ મુનિઓ આકાશમાં ઉડી અન્યત્ર ગયા. શ્રીવિજય અને અમિતતેજ રાજા ધર્મકર્મમાં તત્પર થઈ કાળને નિર્ગમન કરવા લાગ્યા. પુણ્યવાન આત્માવાળા અને રાજાઓ દર વરસ ત્રણ યાત્રાઓ કરતા હતા. તેમાં બે યાત્રાઓ શાશ્વત તીર્થની અને એક યાત્રા અશાશ્વત તીર્થની કરતા હતા. એક ચૈત્ર માસમાં અને બીજી આવિન માસમાં એમ બે અષ્ટાબ્લિકા શાશ્વતી છેદેવે અને વિદ્યારે તે અષ્ટાબ્લિકામાં નંદીશ્વર દ્વીપની યાત્રા કરે છે, અને બીજા મનુષ્ય પોતપોતાના દેશમાં રહેલા આશશ્વત તીર્થોની યાત્રા કરે છે. અમિતતેજ ને શ્રીવિજય ભૂચર અને ખેચરના સ્વામી બે યાત્રા નંદીશ્વરદ્વીપની કરતા હતા અને ત્રીજી યાત્રા બળભદ્રના કેવળજ્ઞાનની ઉત્પત્તિને સ્થાને એટલે સીમનગ પર્વત ઉપર શ્રી આદિનાથના ચૈત્યની કરતા હતા. એ રીતે ઘણું હજાર વર્ષો સુધી તે બન્નેએ રાજ્ય કર્યું. એકદા તેઓ મેરૂ પર્વત ઉપર શાશ્વત જિનબિંબને વંદના કરવા ગયા. ત્યાં જિનબિંબને વાંદીને તે બને નંદનવનમાં ગયા. ત્યાં તેમણે વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણશ્રમણ મુનિને બેઠેલા જોયા. તેમને વંદના કરી તેમની પાસે દેશના સાંભળી તે શ્રીવિજય અને અમિતતેજે પૂછયું કે–“હે ભગવન! અમારું આયુષ્ય કેટલું શેષ છે?” મુનિઓએ કહ્યું કે –“તમારું આયુષ્ય હવે છવીસ દિવસનું બાકી છે.” તે સાંભળી તે બને વ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust