________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. કુળ થઈને બેલ્યા કે અમે વિષયની લોલુપતાને લીધે આટલા કાળ સુધી ચારિત્ર ગ્રહણ કર્યું નહીં. હવે અલ્પ આયુષ્યવાળા અમે શું કરી શકશું?” આ પ્રમાણે શેક કરતા એવા તેમને મુનિઓએ કહ્યું કે –“અહા ! હજુ તમારૂં કાંઈ વિનાશ પામ્યું નથી, હજુપણ સ્વર્ગ અને મોક્ષને આપનાર ચારિત્રને ગ્રહણ કરી આત્મકાર્ય સાધી. શકશે, માટે તે પ્રમાણે કરો.”મુનિના આવા દિલાસાથી તેમને પોતપિતાને નગરે ગયા, અને પોતપોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી અભિનંદન નામના મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તરતજ પાદપપગમ અનશન કર્યું. દુષ્કર અનશન પાળતાં શ્રીવિજય મુનિને પિતાના પિતા ત્રિપૃષ્ટ વાસુદેવના તેજ પરાક્રમનું સ્મરણ થયું, તેથી તેણે નિયાણું કર્યું કે–“આ દુષ્કર તપના પ્રભાવથી હું પણ તેજે કરીને મારા પિતા તુલ્ય થાઉં.” અમિતતેજ મુનિએ તેવું કાંઈ પણ નિયાણું કર્યું નહીં. આયુષ્યનો ક્ષય થયે તે બંને મૃત્યુ પામીને દશમા પ્રાણત કપમાં મહદ્ધિક દેવ થયા. તેમાં અમિતતેજનિો જીવ નંદિકાવત નામના વિમાનમાં દિવ્ય ચલ નામે દેવ થયો અને શ્રીવિજયનો જીવ સ્વસ્તિકાવત નામના વિમાનમાં મણિચૂલ. નામે દેવ થયો. ત્યાં રહેલા તે બંને દેવે મનવડે કરીને જ દિવ્ય વિષયસુખ જોગવતા, નંદીશ્વરાદિક તીર્થોમાં યાત્રા કરતા અને દેવપૂજા, સ્નાત્ર વિગેરે ધર્મક્રિયામાં તત્પર રહેતા સતા શુભ ભાવે કરીને પોતાના સમકિત રત્નને અત્યંત નિર્મળ કરવા લાગ્યા. હતિ આચાર્યશ્રી અજિતપ્રભસૂરિ વિરચિત ગદ્યબંધ શ્રી - શાંતિનાથ ચરિત્રના ચેથા અને પાંચમા ભવના વર્ણન" રૂપ બીજા પ્રસ્તાવનું ગુજરાતી ભાષાંતર. ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust