________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. . પુત્ર! અહીં નગરમાં આવ્યા છતાં પણ તે તારો આત્મા પ્રગટ કર્યો નહીં, તો શું ઘણા દિવસે થયા છતાં પણ તને માબાપને મળવાની ઉત્કંઠા ન થઈ? હે પુત્ર! આટલે કાળ તું કયાં રહ્યો હતે? અને પરદેશમાં જઈ તે શું શું સુખ દુઃખ અનુભવ્યાં ?" આ પ્રમાણે પિતાના પૂછવાથી ધનદનાં નેત્રામાં અશ્રુ ભરાઈ આવ્યાં. તેણે સંક્ષેપથી પિતાને સર્વ વૃત્તાંત માતા પિતાને કહ્યો, અને માતા પિતા પાસે ક્ષમા માગી. ત્યારપછી તેને ફરીથી પિતાને કહ્યું કે “હે પિતા ! મને રાજા પાસેથી છુટા કરાવે જેથી હું તમારી વધુ સહિત ઘેર આવું. " તે સાંભળી રત્નસાર શ્રેષ્ઠીએ હર્ષ પામી. રાજસભામાં જઈ પુત્ર સહિત રાજાને ભેજનનું આમંત્રણ કર્યું. ધનદ પ્રિયા સહિત હાથી ઉપર આરૂઢ થઈ રાજાની સાથે મોટા ઉત્સવપૂર્વક પોતાને ઘેર આવ્યું. તે વખતે શ્રેષ્ઠીએ દેશાંતર ગયેલા પુત્રના આવવાથી અને રાજા પિતાને ઘેર ભેજનને માટે પધારવાથી અત્યંત હર્ષ પામી મેટો ઉત્સવ કર્યો. રાજાએ આનંદથી ત્યાં ભેજન કર્યું. એ અવસરે રાજાને પુત્ર રાજાના ઉલ્લંગમાં બેઠે બેઠે રમતો હતો, તેટલામાં કોઈક માળીએ આવીને પોતાની છાબડી માંથી ઉત્તમ પુષ્પો લઈ રાજાને ભેટ કર્યા. રાજાના ઉસંગમાં બેઠેલા કુમારે તે પુષ્પ પોતાના હાથમાં લઈ સુથા. તેટલામાં પુષ્પની અંદર રહેલો સૂક્ષમ શરીરવાળો રાજસ તેની નાસિકા ઉપર ડ, તેથી તે અત્યંત રેવા લાગ્યો અને બોલ્યા કે—“ મને કાંઈક કરડ્યું છે.” તે સાંભળી રાજાએ તે પુષેિ છુટાં કરી જોયું તે તેની અંદર એળની જે રાજસર્ષ દીઠે. તે જોઈ અત્યંત દુ:ખી થયેલો રાજા બે કે -" અરે ! ગારૂડીને બોલાવે.” તત્કાળ ગારૂડીક આવ્યા. તેઓએ ડંખ વિગેરે જોઈને કહ્યું કે–“આ રાજસ" સર્વે સર્પોમાં શિરોમણિ છે. આનું વિષ અતિ વિષમ છે. આ સર્પ જેને કરડ્યો હોય તેને માટે મંત્રાદિક સર્વ ઉપાયે નિષ્ફળ થાય છે.” તે સાંભળી રાજા ચિંતાયુક્ત થયે, તેટલામાં પુત્ર પણ વિષ વ્યાપવાથી ચેતના રહિત થશે. તે વખતે ધનદે ચકેશ્વરી દેવીએ આપેલા મણિનું જળ છાંટીને તેના પ્રભાવથી રાજપુત્રને તત્કાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust