________________ પ૮ શ્રી શાંતિનાથ ચરિત્ર. રાજાએ પણ તેને ઓળખી સન્માનાદિક કર્યું. માદર પણ તે સાથપતિને તથા પોતાની ભાર્યાને ઓળખી તેમને અભિપ્રાય જાણવાની ઈચ્છાથી ગુપ્ત રીતે સંતાઈને રહ્યો. તે વખતે રાજાએ સંધ્રમથી સાર્થવાહને પૂછયું કે–“હે ભદ્ર! તું કયાંથી આવે છે ? અને આ બાલિકા કોણ છે?” તે બે —“હે રાજન ! હું કટાહ દ્વીપથી આવું છું. આ બાળા સમુદ્ર મધ્યે એક દ્વીપમાંથી મને એકલી પ્રાપ્ત થઈ છે. તેને મેં શ્રેષ્ઠ વસ્ત્ર આહાર તાંબુલ અને અલંકાર વિગેરેથી સત્કાર કર્યો છે, પરંતુ જો : આપની સંમતિ થાય છે તે મારી પત્ની થાય તેમ છે. " તે સાંભળી રાજાએ તે બાળાને પૂછ્યું “હે બાળા ! તને આ વર પસંદ છે? કે આ તારા પર બળાત્કાર કરવા ઈચછે છે?” ત્યારે તે બોલી— “આ પાપિકનું નામ પણ કણ ગ્રહણ કરે? કેમકે તેણે ગુણરૂપી રત્નના નિધિ સમાન મારા પતિને સમુદ્રમાં નાંખી દીધો છે. આ દુરાત્માએ વિષયને માટે મારી પ્રાર્થના કરી, પરંતુ મેં શીયળનું રક્ષણ કરવા માટે આ જવાબ આપે હતા કે રાજાના હુકમથી હું તારી પ્રિયા થઈશ. આ પ્રપંચથી મેં આટલા કાળ સુધી શિયળનું રક્ષણ કર્યું છે, હવે હું પતિ વિયેગે અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે સાંભળી રાજા બે કે –“હે ભદ્રે ! તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, હું તને તારા પરણેલા પતિ સાથે મેળવી આપીશ” તે બોલી—“હું રાજા! આપને મારી હાંસી કરવી ચગ્ય નથી, મારા પતિને સાર્થવાહ સમુદ્રમાં નાંખી દીધા છે, તે ક્યાંથી મળી શકે ? " ત્યારપછી રાજાએ તાબુલ આપવા માટે ધનદને બેલાવીને પેલી સ્ત્રીને કહ્યું કે–“હે સુંદરી! તું તારી દષ્ટિથી તારા ભર્તારને જોઈ લે.” તે સાંભળી તિલકસુંદરી ધનદને જોઈને તેનું આવવું અસંભવિત ધારી.મનમાં આશ્ચર્ય પામી. એટલે ધનદ બેન્ચે કે–“હે સ્વામી! આનો પતિ તે છે કે જે કોઈપણ ઠેકાણેથી શૂન્ય રાજમહેલમાં આવ્યું, આ બાળાએજ રાક્ષસને વિનાશ કરવાને માટે જે પુરૂષને ખર્જી આપ્યું, તેવડે જેણે રાક્ષસને માર્યો, અને ત્યારપછી સનેહવાળી આ બાળાને જે પરો . " આ પ્રમાણે મૂળથી સર્વ વૃત્તાંત ધનદે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust