________________ દ્વિતીય પ્રસ્તાવ. 27 તે વ્યવસ્થા અંગીકાર કરી. ત્યારપછી રાજાએ સર્વ નગરવાસી લેઓનાં નામો જુદી જુદી ચીઠ્ઠીમાં લખી તેની ગોળીઓ વાળી. પછી તેમાંથી હંમેશાં એક ચીઠ્ઠી કાઢે તેમાં જેનું નામ આવે તે માણસને બોલાવી રાક્ષસને આપવા માંડ્યો. એમ કરવાથી બીજા માણસનું રક્ષણ થયું. આ પ્રમાણે કેટલાક દિવસે વ્યતિત થયા. એકદા પેલા બ્રાહ્મણના પુત્રનું નામ આવ્યું, ત્યારે તેની મા અત્યંત રૂદન કરવા લાગી. તેનું રૂદન સાંભળી પાસેના ઘરમાં રહેલા ભૂતોને દયા આવવાથી તેમણે તે બ્રાહ્મણને કહ્યું કે–“હે માતા! તું ખેદ ન કર. જ્યારે રાજા તારો પુત્ર રાક્ષસને આપશે ત્યારે અમે તેની પાસેથી પાછા લાવીને તને આપશું " તે સાંભળી તે હર્ષિત થઈ ત્યારપછી રાજાએ જયારે તે પુત્ર રાક્ષસને આપે ત્યારે આગળથી સંકેત કરીને રહેલા ભૂતેએ તેને રાક્ષસ પાસેથી લઈને તેની માતાને આવ્યો. તેની માતાએ મૃત્યુના ભયથી તેને એક પર્વતની ગુફામાં મૂકી તેનું દ્વાર બંધ કર્યું. તેવામાં ત્યાં રહેલો કેઈ અજગર રાત્રીને સમયે તે બ્રાહ્મણના પુત્રને ગળી ગયા. આ કારણથી જે વીજળી પડવાનું કાર્ય થવાનું છે તે થવાનું જ છે, કેઈથી અન્યથા કરી શકાય તેમ નથી. પરંતુ આ ઉપદ્રવની શાંતિ માટે તપ વિગેરે ધર્મકાર્ય કરવા યોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી ચોથે મંત્રી બોલ્યો કે –“આ મંત્રીએ સારે ઉપાય કહ્યો, પરંતુ મારા ચિત્તમાં જે વિચાર આવ્યું છે તે કહું છું.” પછી તેણે રાજાની આજ્ઞાથી કહ્યું કે–આ નિમિત્ત પિતનપુરના સ્વામીના મસ્તક પર વીજળી પડવાનું કહ્યું છે, પરંતુ શ્રી વિજય ઉપર પડવાનું કહ્યું નથી, તેથી સાત દિવસ સુધી કે બીજાને આ નગરને સ્વામી કરી તેની જ આજ્ઞા પ્રવર્તાવીએ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે નિમિત્તિઓએ પણ તેની બુદ્ધિ વખાણું કે–“ આ મંત્રીએ કહ્યું છે, તે જ પ્રમાણે કરો. હું પણ એમજ કહેવા માટે આવ્યો છું. અને શ્રીવિજય રાજા સાત દિવસ સુધી જિનમંદિરની અંદર તપ નિયમમાં તત્પર રહે, કે જેથી આ કષ્ટ નષ્ટ થાય, " આ પ્રમાણે તે બે , ત્યારે રાજાએ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust