________________ દ્વિતીય પ્રસ્તાવ પામી પિતાના પુત્ર અમિતતેજને રાજ્ય આપી કઈ મુનીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનકમે ત્રિપૃષ્ઠ વાસુદેવ પરલોકમાં ગયા પછી એકદા પોતનપુરના ઉદ્યાનમાં શ્રેયાંસ જિનેશ્વરના શિષ્ય સુવર્ણકળશ નામના સૂરિ પરિવાર સહિત પધાર્યા. તેમને આવેલા સાંભળી અચળ બળદેવ તેમને વંદના કરવા ઉદ્યાનમાં ગયા, અને આચાર્યને નમન કરી ગુરૂ પાસેથી મેહને નાશ કરનારી દેશના સાંભળી. ત્યારપછી સમય જોઇ અચળે પૂછયું કે–“હે ભગવન ! ગુણે કરીને મેટે અને વયથી ના મારે ભાઈ ત્રિપૃષ્ઠ મરીને કઈ ગતિમાં ગયે છે?સૂરિ બેલ્યા કે –“તમારે ભાઈ પંચૅક્રિયાદિક અને વધ કરવામાં આશક્ત હતો, તેને આત્મા કઠોર હતું, અને તે મેટા આરંભમાં તત્પર હતે, તેથી તે મરીને સાતમી નરકે ગમે છે.” તે સાંભળી સ્નેહવડે વ્યાકુળ થયેલ અચળ અત્યંત વિલાપ કરવા લાગે –“હે વીર ! હે ધીર ! આ તારી શી ગતિ થઈ?” ગુરૂએ કહ્યું—“હે અચળ ! તું ખેદ ન કર. પૂર્વે જિનેશ્વરે કહ્યું છે કે -" તેને જીવ આ ચોવીશીમાં છેલ્લા તીર્થકર થશે.” તે સાંભળી અચળ શ્રીવિજયને રાજ્યપર બેસાડી તથા બીજા પુત્રને જૈવરાજ્યપદે સ્થાપના કરીને તે સૂરીશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીવિજય રાજા રાજ્યનું પાલન કરતા હતા, તેવામાં એકદા સભામાં આવી દ્વારપાળે વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી ! આપના મહેલને દરવાજે આપને મળવા માટે કોઈ એક નિમિત્ત આવેલો છે. તે અંદર આવે કે પાછો જાય ?" રાજાએ તેને આવવાની આજ્ઞા કરી એટલે તે સભામાં આવ્યા, અને રાજાને આશીર્વાદ આપી તે ઉચિત સ્થાને બેઠો. પછી રાજાએ તેને પૂછયું કે –“હે નિમિત્તજ્ઞ! તમારા હાથમાં પુસ્તક છે, તે જ્ઞાન કરીને તમે જે કાંઈ શુભાશુભ જાણતા હો તે કહો.” નિમિત્તજ્ઞ બોલ્યા કે “હે સ્વામી ! હું જ્ઞાને કરીને જે જોઉં છું તે કહી શકાય તેવું નથી, પણ આપની આજ્ઞાથી કહું છું કે –“આજથી સાતમે દિવસે પોતનપુરના સ્વામીના મસ્તક પર અવશ્ય વીજળી પડશે.” તે સાંભળી સમગ્ર સભા જાણે વજુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust