________________ દ્વિતીય પ્રસ્તાવ પડે હે સાર્થેશ! હું મારે ઘેર પહોંચી ત્યારે આ રત્નાદિકમાંથી છઠ્ઠો ભાગ તમને આપીશ.” તે સાંભળી સાર્થવાહ બોલ્યા કે-“હે ભાઈ! અસાર ધનથી શું ફળ છે? તમારા જેવાની ભક્તિ કરવી એજ સારભૂત છે. પછી સાર્થવાહે તેની સર્વ વસ્તુ વહાણમાં નંખાવી. વહાણ આગળ ચાલ્યા. માર્ગમાં તે દુષ્ટ ચિત્તવાળા સાર્થવાહનું ચિત્ત સ્ત્રી તથા ધનને જોઈ ચલાયમાન થયું. તેથી ધનદનું અનિષ્ટ કરવાને તે યત્ન કરવા લાગ્યા. એકદા રાત્રીએ ધનદ દેહચિંતા કરવા માટે માંચી ઉપર જઈને બેઠે, તે વખતે સર્વ લેકે સુઈ ગયા હતા, તેથી છાની રીતે ઉભા થઈ સાર્થવાહેતેને માંચીપરથી સમુદ્રમાં નાંખી દીધદર ગયા પછી તે સાર્થવાહે પોકાર કર્યો કે–“હે લકે! મારે પ્રાણપ્રિય મિત્ર ધનદ શરીરચિંતા કરવા માટે મંચકા ઉપર બેસવા ગયે હતું તે હજુ સુધી આવ્યું નહીં, તેથી શું તે સમુદ્રમાં પડી ગયા હશે?” આ પ્રમાણે કહી કૃત્રિમ દુઃખને દેખાવ કરી તેણે પોતાના માણસ પાસે ઘણા વખત સુધી શોધ કરાવી, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. ત્યાર પછી મધુર વચનોવડે તેની પ્રિયાને તે શાંતિ આપવા લાગ્યું. એકતા તે સાર્થવાહે તિલકસુંદરીને કહ્યું કે –“હે ભદ્ર! દૈવયોગે તારે પતિ મરણ પામે છે, તે હવે તું મારી પત્ની થા.”આ વચન સાંભળી ચતુર એવી તેણીએ વિચાર્યું કે–“ખરેખર, મારા અંગમાં લુબ્ધ થયેલા આ ફુટેજ મારા પતિને નાશ કર્યો જણાય છે. આ બળાત્કારથી મારા શીળનો પણ ભંગ કરશે, માટે કાંઈક ઉત્તર આપીને કાળક્ષેપ કરે એગ્ય છે. કાળને વિલંબ થવાથી સર્વ સારૂં થશે કહ્યું છે કે - क्षणेन लभ्यते यामो, यामेन लभ्यते दिनम् / दिनेन लभ्यते कालः, कालः कालो भविष्यति / / 1 / / એક ક્ષણે કરીને પહેર મળે છે, એક પહોરની મુદત મળવાથી દિવસ પ્રાપ્ત થાય છે, એક દિવસે કરીને કાળ (વધારે વખત) પમાય છે અને તે કાળજ પરિણામે દુખના કાળરૂપ થાય છે.” આ પ્રમાણે વિચારી તે સાર્થવાહ પ્રત્યે બેલી કે –“હે - સાર્થપતિ ! તમે તમારા નગરમાં પહોંચશો, ત્યારે ત્યાંના રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust