________________ શ્રીતિ પિતા કલામાં કે એ શાંતિનાથ ચરિત્ર. કહે, આ નગર શૂન્ય કેમ છે? અને તું કોણ છે ?" આ પ્રમાણે, સાંભળી તેના રૂપ અને ધેયથી વિસ્મય પામી તે બાળા બેલીહે સુંદર! જે તને કેતુક હેય તે આનું કારણ સાંભળ:– આજ ભરતક્ષેત્રમાં શ્રીતિલક નામનું નગર છે. તેમાં મહેંદ્રરાજ નામે રાજા હતો. તે મારા પિતા થાય. એકદા તે રાજા સીમાડાના શત્રુરાજાએથી પરાભવ પામ્યો. તેટલામાં કઈ વ્યંતરે સ્નેહ સહિત તે રાજાને કહ્યું કે –“હે રાજા ! તું મારે પૂર્વ ભવને મિત્ર છે, તેથી તે મને કાંઈ પણ કામ બતાવ, હું તારું શું શ્રેય કરું?” તે સાંભળી રાજા બેલ્યો-હે મિત્ર! મારા શત્રુઓને નાશ કરવામાં તું મને સહાય કર.” વ્યંતર –“તારા શત્રુઓ મારાથી હણું શકાય તેવા નથી, કારણ કે તેઓને મારાથી અધિક બળવાન વ્યંતરે સહાયકારક છે, તે પણ બીજી રીતે હું તને સહાય કરું.” એમ કહી વ્યંતર તે પુરના લોકો અને પરિવાર સહિત મારા પિતાને અહીં લાવ્યું. તે વ્યંતરે આ પાતાળનગર બનાવ્યું. આ નગરને જવા આવવાનો માર્ગ કુવામાં કર્યો. તે કુવાનું રક્ષણ કરવા માટે બહારના ભાગમાં બીજું નગર કર્યું. ત્યાર પછી વહાણવડે સર્વ વસ્તુઓ અહીં આવવા લાગી. આ રીતે સર્વ લેક સુખે રહેવા લાગ્યા. એમ કેટલેક કાળ ગયે, તેવામાં એક રાક્ષસ કુવાના પગથીયાંની શ્રેણીને માગે અહીં આવ્યું. તે દુષ્ટ માંસમાં લુબ્ધ હોવાથી નગરવાસી જનેને ખાવા લાગ્યા. કેટલાક દિવસે તેણે આ નગર મનુષ્ય રહિત કર્યું. ત્યાર પછી તે બહારના નગરના લોકોને પણ ખાવા લાગ્યા. ત્યારે તે લેકે વહાણમાં ચડી અન્ય સ્થાને જતા રહ્યા. આ રીતે તે રાક્ષસે બને નગર શૂન્ય કર્યા છે. હે સાહસિકા તે દુરાત્માએ કેવળ મને જ પરણવા માટે જીવતી રાખી છે. આજથી સાતમા દિવસ ઉપર તેણે મને કહ્યું હતું કે–“હે ભદ્રે ! પ્રચંડ રાક્ષસ છું. મનુષ્યના માંસના લેભથી મેં અહીં આવી સમગ્ર પૂરજનેનો નાશ કર્યો છે, માત્ર અમુક કારણને લીધે જ તને જીવતી રાખી છે. " આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મેં તેને પૂછયું કે– શા કારણથી મને જીવતી રાખી છે?” ત્યારે તે કે આજથી સાતમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust