________________ દ્વિતીય પ્રસ્તાવ. ધનદ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય–“હે શ્રીકષભસ્વામીની શાસનદેવી! ભયંકર કોને હરનારી! અનેક ભક્ત જનેને સર્વ સંપત્તિ આપનારી! તું જય પામ. હે દેવી! આજે કષ્ટથી પીડાયેલા અને તારું દર્શન થયું છે. અત્યારે તારા ચરણનું જ મને શરણ થાઓ.” આવાં તેનાં ભક્તિનાં વચન સાંભળી દેવી પ્રસન્ન થઈને બોલી કે --“હે વત્સ! આગળ જતાં તારૂં સર્વ શ્રેય થશે, પણ હમણાં તું મારી પાસે કાંઈ માગ.” ત્યારે ધનદ બોલ્યા કે -" દેવી! તમારા દર્શનથીજ મને સર્વ મળ્યું છે, બીજું શું માગું?” આ પ્રમાણે તેણે કહ્યું. એટલે તષ્ટમાન થયેલી દેવીએ તેના હાથમાં મોટા પ્રભાવવાળા પાંચ રને આપ્યાં, અને તેને પ્રભાવ આ પ્રમાણે કહ્યો-“ એક રતન સૌભાગ્યને કરનારૂં છે, બીજું લક્ષ્મીને આપનારું છે, ત્રીજું રેગને હરણ કરનારું છે, ચોથું વિષને હરનારૂં છે, અને પાંચમું કણનું નિવારણ કરનારું છે. " આ પ્રમાણે રત્નનો પ્રભાવ કહીને તથા તે રત્નોને જૂદા જૂદા ઓળખાવીને તે દેવી અદશ્ય થઈ. ધનદ પણ તે રનના ગુણે ચિત્તમાં ધારીને આગળ ચાલ્યા, તેટલામાં તેણે એક કેકાણે વ્રણને રૂઝવનારી સંરેહિણી નામની એષધિ . તે એષધિ પણ તેણે લઈ લીધી. પછી પોતાની જઘાને ફાડી તેમાં પાંચ રને નાંખી ત્રણસંહિણી એષધિએ તે ત્રણ રૂઝવ્યું. ત્યાંથી આગળ જતાં તેણે એક પાતાળનગર જોયું, તેની અંદર તેણે પ્રવેશ કર્યો. તેમાં ભક્ષ્ય જન વિગેરે સામગ્રીયુક્ત ઘરની અને દુકાનની શ્રેણીઓ જોઈ, પરંતુ તેમાં કઈ પણ મનુષ્ય નહોતું. આગળ જતા બારીઓ, કિલ્લો અને દરવાજાઓથી સુશોભિત એક મેટો રાજમહેલ છે. તેમાં તે પેઠે. મહેલને સાતમે માળ ગયે, ત્યારે ત્યાં એક બાળિકાને જોઈ તે વિસ્મય પામ્યું. તેટલામાં તે બાળાએ તેને પૂછયું કે-“હે સત્પરૂષ! તું ક્યાંથી અહીં આવ્યું ? હે ભદ્ર! સાંભળ. અહીં તારા પ્રાણનો સંશય છે, તેથી જે જીવવાની ઈચ્છા હોય તે અહીંથી શીધ્ર અન્ય સ્થાને જતો રહે.” તે સાંભળી ધનદ બેલ્યો-“હે ભદ્રે ! તું ખેદ ન કર. મને તારૂં સર્વ વૃત્તાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust