________________ દ્વિતીય પ્રસ્તાવ. દુરાત્મા સ્પષ્ટ વક્તા છે, તેથી જરૂર તે નિર્દય કાંઈ પણ વિપરીત કરશે તે તેને કેણ અટકાવશે? માટે આને કાંઈક આપવું ઠીક છે.” એમ વિચારી દેવીએ તેના હાથમાં એક ગાથા લખેલ કાગળ આપો. તે જોઈ તે પાપી બે કે– હે રાંડ! આ કાગળના કટકાને શું કરું?” ત્યારે દેવી બોલી કે—-“તારે બજારમાં જઈને આ ગાથા વેચવી, જે હજાર રૂપિયા આપે તેને તારે આ ગાથા આપવી.” તે સાંભળીને તે ધૂતકાર તે ગાથાને કાગળ લઈ બજારમાં જઈ મેટે સ્વરે મેલવા લાગ્યો કે–“હે લોકે! આ ગાથા 9. ગાથા ." તેને માણુએ પૂછયું કે–“ અરે ! એ શી વસ્તુ છે?” ત્યારે તેણે ગાથાને પત્ર દેખાડ્યો. તેને અસાર વસ્તુ જાણું આશ્ચર્ય સહિત લેકેએ તેનું મૂલ્ય પૂછ્યું. ત્યારે તેણે હજા૨ સેનામહોર કહી. આવું અસંભવિત મૂલ્ય સાંભળી કેઈએ તે ગાથા લીધી નહીં. અનુક્રમે ધનદ નામના શ્રેષ્ઠીપુત્રની દુકાને જઈ તેણે તે ગાથા તેને દેખાડી, અને તેનું મૂલ્ય પણ કહ્યું. તે શ્રેષ્ઠીપુત્રે તે પત્ર લઈ તેમાં લખેલી ગાથા વાંચી. તેમાં આ પ્રમાણે લખેલું હતું. "जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयललोयस्स / इय जाणेउण धीरा, विहुरे वि न कायरा हुंति // 1 // વિધાતાએ ( નસીબમાં ) જે લખેલું હોય છે તે જ સર્વ લોકોને પ્રાપ્ત થાય છે. એમ જાણીને ધીર પુરૂષ દુઃખમાં પણ કાયર થતા નથી. " આ ગાથા વાંચી ધનદે વિચાર કર્યો કે–“ આ ગાથા લાખ સેનામહોરો વડે પણ મળી શકે નહીં, તે હજારે મળે છે એટલે સેંઘી મળે છે, માટે લઈ લઉં.” એમ વિચારી તેણે કહેલું મૂલ્ય આપી તે ગાથાને પત્ર લીધો અને તે ગાથા વારંવાર વાંચવા લાગ્યા. એટલામાં તેના પિતા રત્નસાર શેઠ આવ્યા. તેણે પૂછ્યું કે–“હે પુત્રી તેં આજે શું વેપાર કર્યો?” તે સાંભળી પાસેની દુકાનના વાતરે હસતા હસતા બોલ્યા કે–“હે શેઠ! તમારા પુત્રે આજે મેટો વેપાર કર્યો છે. એક હજાર સેનામહોર આપીને એક ગાથા ખરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust