________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉદ્યમ કરે છે. તેની આજ્ઞાથી આ સમાચાર તમને જણાવવા માટે હું અહીં આવ્યો છું. " આ હકીકત સાંભળી સ્વયંપ્રભા દેવીએ તેને સત્કાર કર્યો. પછી તે ફરીને શ્રીવિજય રાજા પાસે આવ્યા અને તે સંભિન્નશ્રોત તથા દીપશિખે રાજાને રથનૂપૂર નગરમાં લઈ ગયા. ત્યાં અમિતતેજ રાજાએ શ્રીવિજય રાજાની ઘણું સ્વાગત ક્રિયા કરીને આવવાનું કારણ પૂછયું. ત્યારે તેણે પોતાને વૃત્તાંત કહ્યા. તે વૃત્તાંત સાંભળી અમિતતેજ રાજાએ અતિ કપ પામી મરીચિ નામના દૂતને સમજાવીને શીધ્ર અશનિષ પાસે મોકલ્યો. તે તે ચમરચંચા નગરીમાં જઈ અશનિઘોષને કહ્યું કે –“હે રાજા ! મારા સ્વામીની બહેન અને શ્રીવિજય રાજાની રાણે સુતારા નામની સતીને તું અજ્ઞાનતાથી અહીં લાવ્યું છે, તેને સુખેથી પાછી સેપી દે, નહીં તો અનર્થ થશે.” તે સાંભળી અશનિઘેષ બેલ્યા કે— રે દૂત ! શું હું આ સ્ત્રીને પાછી આપવા લાવ્યો છું ? જે કઈ આને મારી પાસેથી ગ્રહણ કરવા ઈચ્છતા હશે, તે મારા ખવડે મરવાની ઈચ્છાવાળે છે એમ જાણવું. " આ પ્રમાણે કહી અશનિઘોષે દૂતને ગળે ઝાલી કાઢી મૂકાવ્યો. તે દૂતે પોતાના નગરમાં આવી સર્વ હકીકત પોતાના સ્વામીને કહી. ત્યારપછી અમિતતેજ રાજાએ શ્રીવિજયને બે વિદ્યા આપી. એક પરશસ્ત્રનિવારિણી અને બીજી બંધક્ષકારિણી એટલે બંધનથી મુક્ત કરનારી. તે બંને વિદ્યાને સાત દિવસે તેના વિધિ પ્રમાણે શ્રીવિજયે સાધી. ત્યારપછી સિદ્ધવિદ્યાવાળો થઈ શ્રીવિજય શત્રુને વિજય કરવા ચાલ્યો. તેની સાથે અમિતતેજના રશિમવેગ વિગેરે સેંકડો પુત્ર ચાલ્યા, તથા બીજા પણ વિદ્યાના બળવાળા અને ભુજાના બળવાળા ઘણુ સુભટે તેની સાથે ચાલ્યા. સર્વ સૈન્ય સહિત શ્રી. વિજય રાજા અશનિષના નગરની પાસે આવ્યો. પાછળ અમિતતેજ રાજા પોતાના સહસ્ત્રરમિ નામના મોટા પુત્ર સહિત અન્યની વિદ્યાને નાશ કરનારી મહાવાળા નામની વિદ્યા સાધવા માટે હિમવાન પર્વત ઉપર ગયે. ત્યાં એક માસના ઉપવાસ ગ્રહણ કરી વિદ્યા સાધવા બેઠે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust