________________ દ દ્વિતીય પ્રસ્તાવ. વેગથી કદી ભાગી ગયે. એ અવસરે રાજાની પ્રિયા સુતારાને કુર્કટ જાતિને સપડા , એટલે તેણુએ ગાઢ સ્વરે પોકાર કર્યો કે –“હે નાથ! જલદી આવે.” તેને પોકાર સાંભળી રાજા તત્કાળ પાછે ' ફર્યો અને તેણે વિષની પીડાથી વિલાપ કરતી તેને જોઈ. તરતજ તેને માટે અનેક પ્રકારની મંત્ર તંત્રાદિક ક્રિયા કરી, પરંતુ તે સર્વ નિષ્ફળ થઈ અને ક્ષણવારમાં રાણીએ રાજાના દેખતાંજ નેત્રને બંધ કરી દીધાં, તેનું મુખ કરમાઈ ગયું અને તરત જ તે ચેતના રહિત થઈ ગઈ. તે જોઈ રાજા પણ મૂછ પામી પૃથ્વી પર પડ્યો. પછી મહા મહેનતે શુદ્ધિ પામી તે વિલાપ કરવા લાગે કે –“હે દેવીસમાન રૂપવાળી ! હે ગુણવતિ ! હે સુતારા ! હે પ્રાણવલ્લભા! તું ક્યાં છે?” આ પ્રમાણે ઘણે વિલાપ કરી તે રાજા મરવા તૈયાર થયા. તે વખતે તેના નેકરેએ આ વૃત્તાંત રાજમહેલમાં જણાવ્યું. તે સાંભળી તેની માતા સ્વયંપ્રભા અને તેને ભાઈ વિજયભદ્ર અત્યંત દુઃખી થયા. તેટલામાં આકાશ માર્ગે આવી કોઈ પુરુષ બે કે–“હે દેવી સ્વયંપ્રભા ! વિષાદ ન કરશો. મારું વચન સાંભળે. રથનુપૂર નગરના સ્વામી અમિતતેજનો માનીતે સંભિન્નશ્રોત નામને શ્રેષ્ઠ નિમિત્તિ છે, તે મારા પિતા થાય છે. હું તેનો દીપશિખ નામનો પુત્ર છું. અમે પિતાપુત્ર તિવનમાં કીડા કરવા ગયા હતા, ત્યાં તે નગરની આગળ અમરચંચપુરીના સ્વામી અશનિઘોષ રાજાએ હરણ કરેલી અને શરણ વિનાની તમારા રાજાની પ્રિયા સુતારાને અમે જોઈ, એટલે તે ખેચરને કહ્યું કે–અરે પાપી ! દુષ્ટ ! તું અમારા સ્વામીની બહેનનું હરણ કરીને ક્યાં જઈશ?” તે વખતે સુતારાએ અમને કહ્યું કે અહીં અત્યારે તમારે પ્રયાસ કરવાની જરૂર નથી, પરંતુ પોતનપુરના ઉદ્યાનમાં જઈ તાલિની વિદ્યાથી મેહ પામેલા શ્રીવિજય રાજાને તમે બોધ પમાડે. કારણ કે તે સુતારા જેવી રૂપવાળી વેકાલિનીની સાથે મરવા તૈયાર થયા છે. ' આ પ્રમાણેના સુતારાના કહેવાથી અમે ઉદ્યાનમાં આવી રાજાને બોધ પમાડ્યો છે, તેથી તરત જ તે દુષ્ટ તાલિની વિદ્યા નાશ પામી ગઈ છે. પછી દેવીના સમાચાર સાંભળીને શ્રીવિજય રાજા તેની પ્રાપ્તિને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust