________________ શ્રી શાંતિના ચરિત્ર સિંહને ઉપદ્રવ ઘણે હતું, તેથી દર વરસે વારા પ્રમાણે એકએક રાજા તેની આજ્ઞાથી ત્યાં આવીને તે ક્ષેત્રોનું રક્ષણ કરતા હતા. આ વર્ષ અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાને વાર નહીં છતાં દૂત મોકલીને તેનેજ શાલિક્ષેત્રના રક્ષણને આદેશ કર્યો. તે સાંભળી પ્રજાપતિ રાજા ચિંતાતુર થઇ વિચાર કરવા લાગ્યો. તેટલામાં તે ઉગ્ર આજ્ઞાની વાત સાંભળી ત્રિપૃષ્ઠ અને અચળે પિતા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન્ ! ચિંતા કરશો નહીં, તે કાર્ય અમે કરશું, આપ નિશ્ચિત રહેવું.” એમ કહી તે બંન્ને બળવાન્ કુમારે જ્યાં શાલિનાં ક્ષેત્રે હતાં. ત્યાં ગયા. તે વખતે શાલિના રક્ષકપુરૂએ આશ્ચર્ય પામી તેમને કહ્યું કે -" આ શાલિક્ષેત્રને સર્વ રાજાએ પોતાના સૈન્ય અને વાહનોએ કરીને માંડમાંડ રક્ષણ કરી શકે છે, પરંતુ તમે તે કઈક નવીન શાલિરક્ષક દેખાઓ છે, કારણ કે તમે તે બખ્તર વિના અને સૈન્ય તથા પરિવાર વિનાજ આવ્યા છે. તે સાંભળી ત્રિપૃષ્ઠ બેલ્યો કે–“હે પુરૂષે ! પ્રથમ મને તે સિંહ જ દેખાડે કે જેથી સર્વ સજાઓને થતો તેના રક્ષણને ફ્લેશ મટાડી દઉં. ખેતરવાળાએએ તેને ગિરિની ગુફામાં રહેલે સિંહ દેખાડ્યો. એટલે ત્રિપૃષ્ઠ રથમાં બેસી ગુફાના દ્વાર પાસે ગયે. રથના શબ્દથી તે સિંહ જાગી ગયે. તેથી તે પોતાના મુખરૂપી ગુફાને પહેલી કરી ગુફામાંથી બહાર નીકળ્યો. તે વખતે તેને પગે ચાલતે જેઈ ત્રિપૃષ્ઠ પણ રથમાંથી નીચે ઉતર્યો, શસ્ત્ર રહિત જોઇ પોતે પણ ખરું રત્નનો ત્યાગ કર્યો. આ પ્રમાણેનું કુમારનું ચેષ્ટિત ઈસિંહે પણ આશ્ચર્ય પામી વિચાર કર્યો કે–“ અહેએક આશ્ચર્ય તે એ છે કે આ રાજપુત્ર અહીં એકલે આવ્યો છે, બીજુ આશ્ચર્ય એ છે કે તે રથમાંથી ઉતરી પાદચારી થયા, ત્રીજું આશ્ચર્ય એ કે હાથમાંથી ખ પણ મૂકી દીધું, તેથી આને મારી અવજ્ઞા કર્યાનું ફળ દેખાડું.” આમ વિચારી તે સિંહ આકાશમાં ઉછળી ક્રોધથી ત્રિપૃષ્ઠના મસ્તક પર પડ્યો. એટલે તરતજ ત્રિપૃષ્ઠ પિતાના બન્ને હાથ સિંહના મુખમાં નાંખ્યા અને બને હાથ વડે તેના બે હઠ પકડી જૂના વસ્ત્રની જેમ તે સિંહના એ ઉભા ચીરા કરી નાંખ્યા. તેનું કલેવર બે ભાગ થઈને ભૂમિપર પડ્યું, ઓએ એને થતા તે પ્રથમ અને છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust