________________ શ્રી શાંતિનાથ ચરિત્ર અને અચળ નામના બે પુત્ર છે. તેઓ આ ભરતક્ષેત્રમાં વાસુદેવ અને બળદેવ થવાના છે અને તે આ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવને મારશે. વળી મેં સાધુના મુખેથી સાંભળ્યું છે અને મારા નિમિત્તશાસ્ત્રથી પણ હું જાણું છું કે તે ત્રિપૃષ્ઠ વાસુદેવ તમને વિદ્યાધરનું સ્વામીપણું આપશે. આ સ્વયંપ્રભા તેની પટરાણી થશે.” આ પ્રમાણે સાંભળી રાજા નિમિત્તિયા ઉપર પ્રસન્ન થયે, અને તેનું સન્માન કરી તેને વિદાય કર્યો. - ત્યારપછી જવલનજી વિદ્યારે પિતાને મારીચ નામને દત પિતનપુર મો . તેણે ત્યાં જઈ નમસ્કાર કરી પ્રજાપતિ રાજાને કહ્યું કે–“અમારા સ્વામી વિલનજી રાજા પોતાની સ્વયંપ્રભ પુત્રી તમારા પુત્ર ત્રિપૃષ્ઠને આપવા ઈચ્છે છે. આ કારણથી મને તમારી પાસે મોકલ્યો છે. તે સાંભળી પ્રજાપતિ રાજાએ કહ્યું કે " આ કાર્ય અમને પણ ઈષ્ટજ છે.” એમ કહી રાજાએ તે દૂતને સત્કાર કર્યો. પછી તે દૂતે જઈ પોતાના રાજાને સર્વ વૃત્તાંત કહ્યો. અહીં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ રાજાએ જેના જ્ઞાનની પ્રતીતિ પ્રથમ પોતાને થયેલી હતી એવા અબિદ નામના નિમિત્તિયાને બેલાવીને પૂછયુ કે–“હે નિમિત્તજ્ઞ ! મારું મૃયુ શાથી થશે?” તે નિમિત્તકે કહ્યું કે–“હે રાજ! તમારા ચંડવેગ નામના દૂતને જે પરાભવ કરશે તથા તમારા શાલિક્ષેત્રને વિનાશ કરનાર સિંહને જે હણશે તે તમારા નાશ કરનાર થશે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેને સત્કાર કરી તેને રજા આપી. આ અવસરે તે પ્રતિવાસુદેવે પ્રજાપતિ રાજાના અને પુત્રોને લેકોના મુખથી અતિ બળવાન અને ઉકત સાંભળ્યા, તેથી તેણે પોતાના ચંડવેગ દૂતને પ્રજાપતિ રાજાની સભામાં મોકલ્યો. તે ત પ્રજાપતિ રાજાની સભામાં જે વખતે નાટ્ય સંગીત થતું હતું તે અવસરે ગયે, તેથી સભામાં રહેલા સમગ્ર જને આકુળવ્યાકુળ થઈ ગયા. આ રીતે નાટકમાં રંગને ભંગ થયે ઈને ત્રિપૃષ્ઠ અને અચળ એ બન્ને કુમારે તે દૂત ઉપર અતિ કપાયમાન થયા, પરંતુ કેપને દબાવી મનમાં સમજીને જ રહ્યા. પછી પ્રજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust