________________
૩૩
આવે છે કે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવવામાં આવતા હોવા છતાં નિર્જરા થાય છે. જે પ્રમાણે વૈદ્ય ઝેરને ખાતો હોવા છતાં મરતો નથી અને અરતિભાવથી મદ્યપાન કરતો પુરુષ પણ મતવાલો નથી થતો, એ જ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ પુદ્ગલકર્મના ઉદયને ભોગતો થકો અને અરતિ ભાવથી દ્રવ્યનો ઉપભોગ કરતો થકો છતાં પણ બંધાતો નથી.
એટલે સ્પષ્ટ છે કે જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યમાં જ્ઞાની-વૈરાગી જીવ ઇન્દ્રિયોના વિષયોનો સેવન કરતો થકો પણ તેનું સેવન કરવાવાળો નથી કહેવાતો, કારણ કે વિષય સેવનના ફળસ્વરૂપ થવાવાળા રાગ પરિણામના બંધ જ્ઞાનીને નથી થતાં.
જ્ઞાની જીવ વિચાર કરે છે કે હું એક જ્ઞાયકભાવ છું અને અનેક પ્રકારના કર્મોદયના વિપાક મારો સ્વભાવ નથી. આ તો રાગાદિ પુલકર્મના ફળસ્વરૂપ ઉત્પન્ન થાય છે. એટલે એ રાગાદિ પુદ્ગલકર્મજન્ય ઉદયના વિપાકને છોડીને તત્ત્વને યથાર્થ જાણતો થકો જ્ઞાયકસ્વભાવને જાણે છે. આ પ્રમાણે જે સ્વ-પરને જાણે છે તે જ સમ્યગ્દષ્ટિ છે; જે સ્વ-પરને નથી જાણતો, ભલેને સર્વે આગમોને જાગતો હોય, છતાં પણ સમ્યગ્દષ્ટિ નથી.
આના પછી આચાર્ય આશ્રયભૂત પદને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતા કહે છે કે આત્માને સદા અપભૂત પરિદ્રવ્યો અને તેના ભાવોને છોડીને સ્થિર, નિશ્ચિત એક સ્વભાવનો જ અનુભવ કરવો જોઈએ.
મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન એ બધા એક જ પદ , કારણ કે જ્ઞાનના બધા ભેદજ્ઞાન જ છે. જ્ઞાન સામાન્ય જ પરમાર્થ છે જેને પ્રાપ્ત કરીને આત્મા નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનમાં લીન થવાથી જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, એટલે જ્ઞાનમાં જ રત રહીને એમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ.
ઉપદેશ આપતા આચાર્ય કહે છે કે જ્ઞાનગુણથી રહિત જન (-સમજ્ઞાનથી રહિત) અનેક પ્રકારની ક્રિયાઓ કરતો હોવા છતાં જ્ઞાનસ્વરૂપ પદને પ્રાપ્ત નથી કરતો. એટલે હે ભવ્ય! જો તું કર્મોથી સદા મુક્તિ ઇચ્છતો હોય તો જ્ઞાનને જ ગ્રહણ કર, આ જ્ઞાનમાં જ નિત્ય રત રહે, સંતુષ્ટ થા, તૃપ્ત થા ! તને અવશ્ય ઉત્તમ સુખ પ્રાપ્ત થશે.
જ્ઞાનીને પરદ્રવ્યરૂપ પરિગ્રહ નથી. જ્ઞાની જીવ તો સ્વને જ સ્વપરિગ્રહ માને છે. પરદ્રવ્યને તો તે પોતાનો પરિગ્રહ માનતો જ નથી. જ્ઞાની વિચાર કરે છે કે જો પરદ્રવ્ય મારું પરિગ્રહ હોય તો તેની સાથે સાથે હું પણ અજીવતત્ત્વને પ્રાપ્ત થઈ જાઉં, પણ હું તો જ્ઞાતા જ છું, એટલે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી. આ જ કારણથી જ્ઞાનીને પરદ્રવ્યના ટૂટવા-ફૂટવા અથવા અપહરણ હોવાથી વિષાદ નથી થતો અને મળવા પર હર્ષ નથી હોતો. એ બધાથી નિસ્પૃહ જ છે
ઇચ્છા વગરનો જ અપરિગ્રહી છે. જો કે જ્ઞાનીના ખાન-પાન, પુણ્ય-પાપ ઇત્યાદિ કોઇ પણ પ્રકારના ભાવોની ઈચ્છા ન હોવાથી તેને એનામાંથી કોઇનો પણ પરિગ્રહ નથી. એટલે જ્ઞાની ઉક્ત ભાવોને ન ઈચ્છતો માત્ર જ્ઞાયક જ રહે છે.