________________
૩૧
જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કેવી રીતે છે ? એ સમજાવતાં હવે આચાર્ય કહે છે કે આત્માનો જ્ઞાનગુણ જ્યાં સુધી જઘન્ય અવસ્થામાં રહે છે, ત્યાં સુધી અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પતાથી સવિકલ્પતાને પ્રાપ્ત કરતો રહે છે. એટલે એ સમયે એ નવીનબંધને કરવાવાળો પણ હોય છે. આ કારણથી દર્શન-જ્ઞાનચારિત્રના જઘન્યભાવથી પરિણમિત કરતી વખતે જ્ઞાની પુદ્ગલ કર્મથી બંધાય પણ છે.
જ્યારે જ્ઞાનગુણનું જઘન્ય બંધનું કારણ છે તો પછી જ્ઞાની નિરાસવ કેવી રીતે છે - એ સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે સમ્યગ્દષ્ટિના સમસ્ત પૂર્વબદ્ધ પ્રત્યય સત્તારૂપમાં વિદ્યમાન છે, એ ઉપયોગના પ્રયોગાનુસાર રાગાદિ દ્વારા નવીન બંધ કરે છે, જો કે આયુકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોના તથા આયુ સહિત આઠ પ્રકારના કર્મોના બંધ કરવાવાળા હોય છે. સત્તાઅવસ્થામાં આ કર્મ નિરુપભોગ્ય છે. જેવી રીતે બાલસ્ત્રી પુરુષને માટે નિરુપભોગ્ય છે અને એ જ તરુણ અવસ્થામાં ઉપભોગ્ય હોવાથી પુરુષના રાઞાનુસાર એને બાંધી લે છે, એવી રીતે પૂર્વકૃત કર્મ ઉપભોગ યોગ્ય થાય ત્યારે જીવના રાગાનુસાર બંધના કારણ થાય
છે.
આસવ ભાવના અભાવમાં પ્રત્યયોને બંધક નથી કહ્યા, જો કે રાગ-દ્વેષ-મોહરૂપ આસવ ભાવ સમ્યગ્દષ્ટિના નથી હોતા, એટલે સમ્યગ્દષ્ટિના દ્રવ્ય પ્રત્યય કર્મબંધનના કારણ નથી થતાં, એટલે જ્ઞાનીને અબંધક કહ્યો છે. જ્યારે જ્ઞાની શુદ્ધનયથી વ્યુત થાય છે, ત્યારે પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યય જીવના રાગદિભાવના નિમિત્ત પામીને નવીન કર્મોનો બંધ કરે છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે
આ અધિકારમાં આચાર્ય બંધનું મૂળ કારણ ભાવાસવને જ કહ્યા છે, જેના સદ્ભાવમાં અજ્ઞાની બંધાય છે અને જેના અભાવ થવાથી દ્રવ્ય આસવના વિદ્યમાન હોવાથી પણ જ્ઞાનીને નવીન કર્મબંધ ન હોવાથી અબંધક કહ્યો છે.
ન
૫. સંવર અધિકાર :
આ અધિકારમાં એમ બતાવ્યું છે કે ભેદજ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. એ ભેદજ્ઞાનથી જીવ મિથ્યાત્વ અને રાગાદિ વિકાર ભાવ નથી કરતો. એટલે તેના નવીન કર્મોનો સંવર થાય છે
નિશ્ચયથી ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં ઉપયોગ નથી અને ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં ક્રોધ નથી. આ પ્રમાણે આઠ પ્રકારના કર્મ અને નોકર્મમાં પણ ઉપયોગ નથી અને ઉપયોગમાં પણ કર્મનોકર્મ નથી, કારણ કે ઉપયોગ ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ બધા જ પુદ્ગલના પરિણામ હોવાથી જડ છે. એટલે ઉપયોગ અનો ક્રોધાદિમાં પ્રદેશ ભિન્નતા હોવાથી અત્યંત ભેદ છે. આ પ્રમાણે એમના પારમાર્થિક આધારઆધેય સંબંધ નથી - આવું જ્ઞાન જ ભેદજ્ઞાન છે.
જ્યારે જીવને ઉક્ત ભેદજ્ઞાન થઈ જાય છે, ત્યારે એ ઉપયોગમય જીવ ઉપયોગથી અતિરિક્ત અન્ય ભાવોને નથી કરતો. ભેદવજ્ઞાનના દ્વારા પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યા પછી જ્ઞાની કર્મો દ્વારા સતાવવામાં