________________
૩૨ આવે તો પણ પોતાના જ્ઞાનત્વને છોડતો નથી એટલે નિરંતર શુદ્ધાત્માનો જ અનુભવ કરતો રહે છે, એટલે એને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. પરંતુ ભેદવિજ્ઞાન રહિત અજ્ઞાની આત્માના સ્વભાવને ન જાણતો થકો રાગને જ આત્મા માને છે, એટલે રાગ-દ્વેષી-મોહી થતો થકો અશુદ્ધ આત્માનો અનુભવ કરે છે અને એ અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. એટલે સિદ્ધ છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિ હોવાથી રાગ-દ્વેષ-મોહરૂપી આસવનો અભાવ થવાથી નવીન કર્મોનો બંધ નથી થતો.
સંવરના કમને બતાવતા આચાર્ય કહે છે કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગનો અભાવ થવાથી જ્ઞાનીઓને આસવનો નિરોધ થાય છે. આસવ નિરોધથી કર્મોનો નિરોધ, કર્મોના નિરોધથી નોકર્મનો નિરોધ અને નોકર્મના નિરોધથી સંસારનો અભાવ થાય છે.
એટલે સ્પષ્ટ છે કે ભાવાસવરહિત ભેદવિજ્ઞાની જીવને સંવરનો અભાવ હોવાથી સંસારનો પણ અભાવ શીધ્ર થાય છે.
આ પ્રમાણે જે ભેદવિજ્ઞાની શુભાશુભ યોગોને રોકીને દર્શન-જ્ઞાનમાં સ્થિત થઈને, ઇચ્છાથી વિરત, સર્વસંગથી રહિત થયો થકો કર્મ-નોકર્મનો ધ્યાન નહિ કરતો થકો આત્માને આત્મા દ્વારા જ ધ્યાવે છે, એકત્વનું જ ચિંતન કરે છે એ દર્શન-જ્ઞાનમય અને અનન્યમય થતો થકો અલ્પકાળમાં જ કથી રહિત આત્માને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે સ્પષ્ટ છે કે આ અધિકારમાં આચાર્યને મિથ્યાત્વાદિને આસવનું મૂળ હેતુ બતાડીને, શુદ્ધાત્મતત્વની ઉપલબ્ધિ કરવા માટે સંવરનું મૂળ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે અને એને જ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતાં અધિકારની સમાપ્તિ કરી છે. નિર્જરા અધિકારઃ આ અધિકારમાં દ્રવ્યનિર્જરા, ભાવનિર્જરા, જ્ઞાનશક્તિ અને વૈરાગ્યશક્તિનું સામાન્ય તેમજ વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે.
સમગ્દષ્ટિ ઇન્દ્રિયો દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે એ બધા નિર્જરાના નિમિત્ત છે. જો કે રાગાદિના સદ્ભાવમાં આ ઉપભોગ મિથ્યાદષ્ટિને બંધનું નિમિત્ત થાય છે. તથા રાગાદિના અભાવથી આગામી બંધ ન હોવાને કારણે પણ જ્ઞાનીને તે દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે.
પદ્રવ્ય ભોગવવાના આવ્યા પ્રમાણે કર્મોદયના નિમિત્તથી જીવના સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિના રાગાદિને કારણે આ ભાવ આગામી બંધ કરીને નિર્જરીત થાય છે એટલે તેને નિર્જરીત નથી કહેવામાં આવતો. મિથ્યાષ્ટિને પરદ્રવ્યને ભોગવતા બંધ જ થાય છે અને સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વગર જ ભાવ નિર્જરીત થઈ જાય છે એટલે એને નિર્જરીત કહેવામાં આવે છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે, એટલા માટે એમ કહેવામાં