Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ સમુદાયનું ગૌરવ વધે, પૂ. કનક-દેવેન્દ્રસૂરિજીના સમુદાયનું ગૌરવ વધે એવી અમારી વૃત્તિ-પ્રવૃત્તિ બને. લૌકિક ડિગ્રી મળે તો અહંકાર વધે પણ આ લોકોત્તર પદથી નમ્રતા વધતી જાય એ જ શુભેચ્છા.
સ્વસ્થ, ગુણસ્થ બનીએ એ જ.
... અંતે પ્રભુને પ્રાર્થના છે : હે પ્રભુ ! અમે પદસ્થ બનીએ કે ન બનીએ... પણ અમને ગુણસ્થ બનાવીને આત્મસ્થ જરૂર બનાવજે.
નૂતન મણિ શ્રી મુનિચ6ન્દ્રવિજયજી ચરમ તીર્થપતિ વર્તમાન શાસનનાયક ભગવાન શ્રી મહાવીરદેવના ચરણોમાં વંદના. ભગવાન શ્રી મહાવીરદેવની ૭૭મી પાટે બિરાજમાન, પરમ શ્રદ્ધેય, સચ્ચિદાનંદરૂપી, અધ્યાત્મયોગી, પૂજ્ય આચાર્યશ્રીના ચરણોમાં વંદના... મધુરભાષી નૂતન આચાર્ય ગુરુદેવશ્રીના ચરણોમાં વંદના...વિદ્યાદાતા નૂતન પંન્યાસ પ્રવર શ્રી કલ્પતરુ વિજયજી મ.ના ચરણોમાં વંદના... મારી જીવન નૈયાના પરમ સુકાની ગણિવર્ય પૂજ્ય ગુરુદેવશ્રી મુક્તિચન્દ્ર વિજયજી મ.ના ચરણોમાં વંદના.
સૂર્યની નજર પડે છે ને સામાન્ય દેખાતું જલબિન્દુ મોતી બનીને ચમકવા માંડે છે. કુંભારની નજર પડે છે ને સામાન્ય દેખાતી માટી, કુંભ બનીને મસ્તકે ચડે છે. શિલ્પીની નજર પડે છે ને સામાન્ય દેખાતો પત્થર પ્રતિમા બનીને મંદિરમાં બિરાજમાન થાય છે. ગુરુની નજર પડે છે ને સામાન્ય દેખાતો શિષ્ય અસામાન્ય બની જાય છે.
નહિ તો મનફરા જેવા નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા મારા માટે શ્રાવકપણે પણ દુર્લભ હોય ત્યાં મુનિપણાની... તેમાં પણ કોઈ પદ-પ્રાપ્તિની તો વાત જ ક્યાં હોય ?
- પૂજ્યશ્રીના મુખે ઘણીવાર સાંભળ્યું છે : માતા તેને કહેવાય છે સંતાનને પિતા સાથે જોડી આપે. પિતા તેને કહેવાય જે સંતાનને ગુરુ સાથે જોડી આપે. ગુરુ તેને કહેવાય, જે શાસ્ત્ર સાથે જોડી આપે. શાસ્ત્ર તેને કહેવાય જે ભગવાન સાથે જોડી આપે. ભગવાન
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૫