Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અનેક ગુણોમાંથી એક ગુણ પણ મળી જાય તોય કામ થઈ જાય.
ગુણરત્નોના મહાસાગર પૂજ્યશ્રી પાસે નત મસ્તકે યાચના છે :
આજે આપે જે પદ આપ્યું છે, તો તે પદ સાથે યોગ્યતા પણ આપજો. પ્રદક્ષિણા વખતે મને એમ થયું : આ ચોખા નથી, પણ શુભ ભાવો વરસે છે.
ચતુર્વિધ સંઘના આશીર્વાદ એ જ અમારું મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
પદસ્થ જ નહિ, પણ સ્વસ્થ બનીએ. “સ્વમાં વસ, પરથી બસ એટલું બસ..” આ સૂત્રને આત્મસાત્ બનાવીએ. અંતર્મુખી ચેતના પ્રગટ થાય, બહિર્મુખી ચેતના લુપ્ત થાય.... તેવી આજના દિવસે કામના છે.
“સૂર્યમુખી દિન મેં ખીલતા હૈ, પર રાતમેં નહીં, ચન્દ્રમુખી રાત મેં ખીલતા હૈ, પર પ્રભાતમેં નહીં; અન્તર્મુખી હર પલ ખીલતા હી રહતા હૈ,
ક્યોંકિ ઉસકી પ્રસન્નતા કિસીકે હાથમેં નહીં...' વિરાટ માનવ-સાગર જોઈ અપાર આનંદ થાય છે પણ સાથેસાથે સ્વમાં યોગ્યતાની ખામી પણ દેખાય છે.
સંઘ, શાસન, સમુદાયનું ગૌરવ વધે, એવી શક્તિ આ શ્રમણપ્રધાન શ્રી સંઘ પાસે પ્રાર્થ છું.
આ જિનશાસનની ગરિમા વધે, જિનશાસનની સેવામાં જીવન લીન બને. વસ્તુપાળની ભાષામાં કહું તો...
यन्मयोपार्जितं पुण्यं जिनशासन-सेवया ।। जिनशासन-सेवैव, तेन मेऽस्तु भवे भवे ॥
જિનશાસનની સેવા દ્વારા અર્જિત કરેલા પુણ્યથી ભવે ભવે મને જિનશાસન-સેવા મળે.'
* દક્ષિણમાં કેટલાય સંઘોની પદવી માટે વિનંતી હતી, પણ લાભ મળ્યો કચ્છને.
૨૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ