________________
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ રજે [ પ્રકરણ ખરતરગચ્છીય આ૦ જિનપ્રભસૂરિએ સહાય કરી હતી. વળી, તેમની સજજનચિત્તવલ્લભ” નામે પચ્ચીસ લોકની એક રચના પણ ઉપલબ્ધ થાય છે.
આ૦ જિનભદ્ર સં. ૧૨૯૦ માં મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયંતસિંહ, જે ખંભાતને સૂબે હતું, તેને માટે “પ્રબંધાવલી”ની રચના કરી હતી.
૩. નાગૅદ્રગચ્છીય પટ્ટાવલી ૧. આ હેમપ્રભસૂરિ. ૨. આ૦ ધર્મોષસૂરિ. ૩. આ સમપ્રભસૂરિ.
૪. આ વિબુધપ્રભસૂરિ–તેમણે સં. ૧૩૩૪ માં સાત સર્ગાત્મક “શાલિભદ્રચરિત'ની રચના કરી, જેનું આ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધન કર્યું અને જેને પ૦ પ્રભાચંદ્રગણિએ લખ્યું હતું. . ૫. આ૦ પવચંદ્રસૂરિ–તેઓ આચાર્ય થયા તે પહેલાં પં પ્રભાચંદ્રગણિ નામે ઓળખાતા હતા, ત્યારે મુનિ ધર્મકુમારે સં. ૧૩૩૪માં રચેલા “શાલિભદ્રચરિત’ની પ્રતિ તેમણે લખી હતી. તેમનું બીજું નામ આવે પ્રભાનંદ પણ મળે છે. સમરા શાહ ઓસવાલે સં. ૧૩૭૧ માં શત્રુંજય મહાતીર્થને માટે ઉદ્ધાર કરાવ્યો ત્યારે તેઓ ત્યાં વિદ્યમાન હતા.
૬. આ૦ રત્નાકરસૂરિ, છે. આ રત્નપ્રભસૂરિ.
૮ આ૦ સિંહદત્તસૂરિ–શેઠ વીરપાલ શ્રીમાળીના પુત્ર નરસિંહ, તેમના પુત્ર મેલિગે સં. ૧૪૫૫ના પિષ વદિ ૧૦ને સોમવારે પાટણમાં “પાર્શ્વનાથ ચરિત” લખાવી આ આચાર્યને વહરાવ્યું હતું. મેલિગની પત્ની મેલાદેવીએ “કલ્પસૂત્ર'ની પ્રતિ લખાવી હતી. '
(જૂઓ, જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૪૪) ' આ વિદ્યાસાગરસૂરિ–સં. ૧૩૭૧ માં થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org