________________
ધર્મ તે ગુણ છે. ભાષામાં ધર્મ એમ કહ્યું છે પણ આ ધર્મ એટલે ગુણની વાત છે, ગુણોમાં સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે. દરેક ગુણમાં (જડ અને ચેતન બન્નેમાં) ક્ષણે ક્ષણે પર્યાય (પરિણમન-અવસ્થા) થાય છે.
દરેક ગુણની સમયવર્તી ત્રણે કાળ પર્યાયો હોય છે, તે અનંત છે. અનતન :અનાદિ. તે નવો થયો નથી. પણ તે પુરાણ પુરુષ અનાદિથી છે. છે ને છે
અનુપ :અયુક્ત, અસંગત; અઘટિત; ન બની શકે એવું. (૨) ઉત્પન્ન ન થયેલું;
પેદા ન થયેલું; નિત્ય. (૩) ધ્રુવ. (૪) નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા
યોગ્ય. (૫) અનાગત; જેની ઉત્પત્તિ થઈ નથી તેવું; ભવિષ્યનું અનંતર લગોલગ આવેલું; પછી. (૨) છેલ્લા. (૩) પરસ્પર અંતર પડ્યા વિના
એક પછી એક પ્રવર્તતા. (૪) લગોલગ આપેલું; પછી. (૫) તાત્કાલિક. (૬) પરસ્પર અંતર પડ્યા વિના, એક પછી એક પ્રવર્તતા, અનેક અંશો. (૭)
તુરત જ અંતરાય કર્મ :દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંવરાય, ઉપભોગેંતરાય અને
વીર્યંતરાય આવા પાંચ પ્રકારનાં અંતરાય કર્મ છે. અંતરાય કર્મ આત્મામાં નથી, આનંદઘન અનંત વીર્યથી ભરપૂર આત્માનું સ્વરૂપ છે, તેમ વિચારી પુરુષાર્થ કરી ક્રમે ક્રમે વીતરાગપણું પ્રગટ કરે. અતંરાય કર્મ જડ છે, તે તારામાં નથી. (૧) દાનાંતરાય = તું તૃષ્ણા ઓછી કરે તો દાનાંતરાય તને નડતું નથી. પોતે
પુરુષાર્થ કરી આત્માની યથાર્થ પ્રતીત કરીને પોતે પોતાને દાન આપ્યું, તે અત્યંતર દાન છે. લાભાંતરાય = લાભાંતરાય કર્મનો ઉદય આત્મામાં નથી. લાભાંતરાય કર્મનો ઉદય હોય તો બહારની ચીજ ન મળે, પણ અંતર આત્મામાં લાભ લેવામાં લાભાંતરાય કર્મ નડતું નથી. પણ બહારમાં પૈસા ન મળે, બહારની અનુકૂળતા ન મળે વગેરે, તે બધો લાભાંતરાય કર્મનો ઉદય છે. પણ આત્માની ઓળખાણ કરીને નિજાનંદ સ્વરૂપે પ્રગટ કરવામાં લાભાંતરાય કર્મ રોકતું નથી. લાભાંતરાય કર્મ જડ છે, આત્મામાં તે છે જ નહિ.
૫૫ (૩) ભોગવંતરાય = ભોગ એટલે એકવાર ભોગવાય તે, આત્માના ગુણની એક
પર્યાય એક વાર ભોગવાય છે તે. ભોગાંતરાય કર્મ આત્માનો પુરુષાર્થ કરવામાં નડતું નથી, આત્માનો આનંદ લેવામાં તે નડતું નથી. પણ બહારના સંયોગમાં તે નડે છે. પાંચ પચીસ લાખની મૂડી હોય પણ પોતે બે પૂરી ને થોડું દૂધ ખાઈ શકે કારણકે શરીરમાં રોગ હોય તેથી વધારે ખાઈ ન શકે, તે ભોગાંતરાય કર્મનો ઉદય છે. જે ઉદય વખતે શાંતિ રાખવામાં ભોગાંતરાય કર્મ
રોકતું નથી. (૪) ઉપભોગાંતરાય = ઉપભોગ એટલે જે વાંરવાર ભોગવાય તે, આત્માના એક
ગુણની અનંત પર્યાય થાય છે તે અપેક્ષાએ ગુણ વારંવાર ભોગવાય છે. ઉપભોગાંતરાય કર્મ છે તે આનંદ વારંવાર ભોગવવામાં રોકતું નથી. આત્માનો આનંદ વારંવાર ભોગવવો તે ઉપભોગ છે. બહારની ચીજ વારંવાર ન ભોગવી શકાય તો ઉપભોગવતાર કર્મનો ઉદય છે પણ તે ઉપભોગાંતરરાય કર્મ આત્માના સ્વરૂપને વારંવાર ભોગવવામાં રોકતું નથી.
પોતે પુરુષાર્થ ન કરે તો ઉપભોગવંતરાય કર્મને નિમિત્ત કહેવાય. (૫) વિર્યાતરાય = વીઆંતરાય કર્મ તે જડ છે. પોતે પુરુષાર્થ કરે તો તે નડતું નથી,
પણ પોતે પુરુષાર્થ ન કરે તો વીર્યંતરાય કર્મને નિમિત્ત કહેવાય. અંતરાયકર્મ તારું સ્વરૂપ નથી. આત્મા ઉપર આઠ કર્મ છે. જેની ૧૪૮ (એકસો અડતાલીસ) પ્રકૃતિ છે. એકેક પ્રકૃતિ અનંતા પરમાણુંનો પિંડ છે, આત્માને આવરણ થવામાં આત્માથી વિરુદ્ધ જાતના રજકણો જ નિમિત્ત હોય, કારણ કે આવરણમાં નિમિત્ત થવું છે માટે વિરુદ્ધ જાતે જ હોય. આચાર્ય દેવે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ કહીને આઠે કર્યો છે એમ વ્યવહાર રહયો છે. તે બધાં કમ છે ખરાં પણ તે કમાં આત્મામાં નથી. વળી તે કર્મોનાનિમિત્તે આત્મામાં થતી અનાદિ ગુણની ઊંડી અવસ્થા તે પણ છે ખરી, પરંતુ તે આત્માનું અખંડ સ્વરૂપ નથી. એમ કહીને પરમાર્થ બતાવ્યો