________________
અનુચર ગોચર :અનુભવથી જાણમાં-સમજમાં આવે તેવું. અનુચરણ :ચારિત્ર. (૨) અનુભવ વડે તન્મય થઈ જવું. અનુચરણ કરવું અનુભવ વડે, તેમાં લીન થવું. (૩) સભ્યશ્રદ્ધા -જ્ઞાનરૂપ
ચારિત્રનું પર્યાયરૂપ, પરિણમન. અનુચરિત :અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત. અનુચિત :અયોગ્ય; અઘટિત. અનુચિત :અયોગ્ય; ન શોભે એવા (૧) શોભે નહિ તેવું; (૨) રુચિ. (૩) - અયોગ્ય; અણઘટતું. અનુચિંતન :વારંવાર ચિંતન કરવું; કાળજી. અનુજ :નાનો ભાઈ. અનજીવી અને પ્રતિજીવી ગુણ : જે ગુણ ભાવરૂપ હોય છે તેમને જ અનુજીવ ગુણ
કહે છે. જ્ઞાન, સુખ, દર્શન, વીર્ય, અસ્તિત્વ વગેરે ગુણો અનુજીવી ગુણો છે. એ ગુણો પોતાની હયાતી ધરાવે છે. આજ જાતનો ગુણ વૈભાવિક પણ છે. જે ગુણ ભાવરૂપ ન હોય, કેવળ કર્મોના નિમિત્તે થયેલી અવસ્થાનો અભાવ થઈ જવાથી પ્રગટ થયા હોય, તેમને પ્રતિજીવી ગુણ કહે છે. જેમ કે ગોત્રકર્મના નિમિત્તે આત્મા ઊંચ, નીચ, કહેવાતો હતો. ગોત્ર કર્મ દૂર થઈ જવાથી, હવે ઊંચ નીચ કહેવાતો નથી. એનું જ નામ અગુરુલઘુ છે. આ અગુરુલઘુ ગુણ નથી પરંતુ ગુરુ અને લઘુપણાના અભાવને જ અગુરુલઘુ કહેવામાં આવેલ છે. આ પણ આત્માનો અભાવાત્મક ધર્મ છે. અભાવિક
આત્માનો સતરૂપ ગુણ છે તેથી તે બંધનો હેતુ થઈ શકતો નથી. અનુજીવી ગુણ :ભાવસ્વરૂપ ગુણોને, અનુજીવી ગુણ કહે છે. જેમકેઃ-સમ્યત્વ,
ચરિત્ર, સુખ, ચેતના, સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિક. અનુજીવી ગુણ :ભાવ સ્વરૂપ ગુણને, અનુજીવી ગુણ કહે છે. જેમકે જીવના ચેતના
(દર્શન-જ્ઞાન) શ્રદ્ધા (સમ્યત્વ). ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિત્વ, કર્તુત્વ,ભકતુત્વ, ક્રિયાવતી શક્તિ વગેર, અનંત ગુણોય પુદ્ગલ અનુજીવી ગુણો-સ્પર્શ, રસ, ગંધ,વર્ણવ. (૨) ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત, વૈભાવિક,
કર્તુત્વ ભોકતૃત્વ, વગેરે જીવના અનંત અનુજીવી ગુણ છે. (૩) ભાવસ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે છે, જેમ કે - સખ્યત્વ, ચારિત્ર, સુખ, ચેતના,
સ્પર્શ, રસ , ગ, વર્ણાદિ. પ્રકૃતિબંધના આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમકે તે જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે. વસ્તુમાં ભાવ સ્વરૂપ ગુણ અનુજીવી ગુણ છે અને અભાવસ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ
કહેવાય છે. અનંત કદી વિનાશ પામતો નહિ હોવાથી, અનંત છે. (૨) જેનો અંત નથી, તે
અનંત. (૩) ક્ષેત્રથી અંત રહિત અને કાળથી અંત રહિત; ભાવથી અંત રહિત. (૪) કોઈ કાળે જેનો વિનાશ થતો નથી. (૫) અવિનાશી; સમસ્ત આગામી કાળમાં કદી નાશ નહિ પામતું હોવાથી, અનંત. (૬) સિદ્ધ સ્વરૂપ. (૭) બેહદ; અમાપ. (૮) અવિનાશી. (૯) ક્ષેત્રથી અનંત નહિ, પણ પોતે પૂર્ણ શક્તિથી અનંત છે અને પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવી અખંડ છે. (૧૦) સમસ્ત આગામી કાળમાં કદી નાશ નહિ પામતું હોવાથી અનંત (અવિનાશી).
અનંત અશાન અભવ્ય જીવને,અનંત અજ્ઞાન છે. અનંત ગુણો :અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે. અનંત ચતુટ્ય :અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત ચારિત્ર, અનંત
વીર્ય. (૨) શ્રી જિન ભગવાન કેવળજ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એમ અનંત ચતુષ્ટય વડે પૂર્ણતા પ્રાપ્ત કરી. (૩) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય; આને અનંત ચતુષ્ટય કહે છે. (૪) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય-બળ સ્વરૂપ અનંત
ચતુષ્ટય કહેવાય છે. અનંત ચરિત્ર મોહનીય કર્મના અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે. અનંત શાન :જે સમ્યકત્વથી ચુત થવાનો ન હોય, એવા સમ્યત્વી જીવને અનંત
જ્ઞાન છે. અનંત દર્શન કેવળ ધ્વનિ.