________________
વ્યાપનારાં (અર્થાત્ તેમને કહેનારા) અનેક ધર્મો દ્રવ્યશ્રુતમાં છે.) (૩) એક વસ્તુમાં એક-અનેક, નિત્ય-અનિત્ય, સત-અસત્ વગેરે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ હોય છે તેને અનેકાન્ત કહેવાય છે. (૪) શુભભાવ કરતાં કરતાં પુણ્ય પણ બંધાય ને ધર્મ થાય, મોક્ષ પણ થાય તેમ માનવું તે અનેકાંન્ત છે. પરંતુ શુભ ભાવથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય - મોક્ષ ન થાય તેમ માનવું તે અનેકાન્ત છે. તેવી રીતે શુદ્ધ ભાવથી આત્માનો ધર્મ થાય. મોક્ષ થાય પરંતુ પુણ્ય ન બંધાય પણ કર્મની નિર્જરા થાય તેમ માનવું તે અનેકાન્ત છે. આવું અનેકાન્તનું સ્વરૂપ અદ્ભુત છે. (૫) પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાના સિદ્ધિ (સાબિતી) કરવાવાળી અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકસાથે પ્રકાશિત થવું તે અનેકાન્ત છે. (આત્મા સદાય સ્વસ્વરૂપે છે-પરરૂપે નથી એવી જે દષ્ટિ તે અનેકાન્ત દષ્ટિ છે.) (૬) વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ (સ-અસતુ, ત-અતર્, નિત્ય-અનિત્ય, એકઅનેક વગેરે) પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક એકાન્ત. (૭) એક પક્ષ રહિત. (૮) પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી (સિદ્ધિ કરનારી) અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. આત્મા સદા સ્વ-રૂપે છે અને પર-રૂપે નથી એવી જે દષ્ટિ તે જ ખરી અનેકાન્તદષ્ટિ છે. (૯) એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. વસ્તુ તે વસ્તુની અપેક્ષાએ નિત્ય છે એ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. વસ્તુ પોતાની અપેક્ષાએ સત્ અને પરની અપેક્ષાએ અસત્ છે. અવસ્થાથી અશુદ્ધ અને સ્વભાવથી શુદ્ધ તે અનેકાન્ત છે. આત્માને પોતાના સ્વભાવનું અવલંબન છે અને પરનું અવલંબન નથી તે અનેકાન્ત છે. એક સમય પૂરતી વિકારી અવસ્થા છે અને ત્રિકાળ દ્રવ્ય વિકારી થયું નથી તે અનેકાન્ત છે. (૧૦) એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. (૧૧) સ્યાદ્ભાવ. (૧૨) એનેક જેમાં ધર્મ છે એવો ભગવાન આત્મા-ચૈતન્યતત્ત્વ-તેને બતાવનારી વાણી અને કાન્તધર્મ વાણી, આત્માના સ્વરૂપને દેખાડનાર એવી સર્વજ્ઞ વીતરાગની દિવ્યધ્વનિ
૫૧ વાણી. (૧૪) એક પક્ષ રહિત સ્યાદ્વાદ. (૧૫) એક પક્ષ રહિત સ્થાવાદ (૧૬) (અનેક + અંત) એક ધર્મો. (૧૭) અનેકાંતાત્મક વસ્તુસ્વભાવની અપેક્ષા રહિત એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે જ શબ્દ વપરાય છે તે વસ્તુ સ્વભાવ વિપરીત નિરૂપણ કરે છે તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. (અનેકાંતાત્મક વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિણિતપણું-નિયમબદ્ધપણું - નિરપવાદપણું બતાવવા માટે જે જ શબ્દ વાપરવામાં આવે છે, તેનો અહીં
નિષેધ સમજવો.) અનેકાન એટલે શું ? સત્તા જે ગુણ છે તેને અભેદપણે કહેવું તે દ્રવ્ય-સત્તા
અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય, તે જ સત્તા ભેદ અપેક્ષાએ ગુણરૂપ કહેવાય. સત્તાને વસ્તુરૂપ કહેવી, અભેદરૂપ કહેવી તે દ્રવ્યરૂપ છે. તેને ભેદથી કહેવી તે ગુણરૂપ છે. ભેદભેદ તે અનેકાન્ત છે. આ ભગવાન આત્મા-જીવ દ્રવ્ય સુખ સ્વરૂપ છે એમ અભેદથી લીધું. ભેદથી કહેવું હોય તો સુખગુણવાળો તે
આત્મા; એ ભેદનું કથન છે. અનેકાન્તમયી મતિ :પ્રત્યગાત્મન પરયન્તી = પ્રત્યગાત્મનઃ પદરયન્તી જે
આત્મતત્ત્વ અનંત ધર્મવાળું છે, જે પરદ્રવ્યોથી અને પર દ્રવ્યોના ગુણપર્યાયોથી ભિન્ન, તથા પર દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન છે એવા એકાકાર તત્વને - આત્માના નિત્ય સ્વરૂપને અર્થાત્ અસાધારણ સજાતીય કહેતાં પોતાથી ભિન્ન બીજા આત્માઓ અને વિજાતીય કહેતાં પોતાથી ભિન્ન પુલાદિ દ્રવ્યો-એનાથી વિલક્ષણ એટલે વિપરીત લક્ષણવાળું પોતાનું જે નિજસ્વરૂપ તેને સરસ્વતીની મૂર્તિ દેખે છે – અવલોકન કરે છે. અહીં નિર્મળ પર્યાયથી ભિન્નથી વાત નથી કરી, કારણકે નિર્મળ પર્યાય તો ત્રિકાળીનું લક્ષ કરે છે. એનો આશ્રય કરે છે. પરથી અને રાગથી ભિન્ન આત્મતત્ત્વ એમ લીધું છે. ત્રિકાળી ભગવાન નિત્યાનંદ ભગવાન ધ્રુવ તે આત્મતત્ત્વ છે. આત્માનું સ્વરૂપ છે. દેહ, કર્મ અને રાગથી ભિન્ન એવા આત્મતત્ત્વને શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન જાણે છે અને વાણી એને બતાવે છે. (૨) સત્ય વસ્તુને નિત્ય પ્રકાશનાર વાણી - તે કેવી છે ?