________________
અનઅભ્યાસથી :અપરિચયથી-ઉપશમ કરવાથી.
અનઅવકાશપણે :નિત્ય; નિરંતર; સદૈવ; (૨) ધારાવાહીપણે; અત્રુટકપણે; નિરંતર; આંતરા વિના.
અનેક :ભિન્ન. અનેકપણું-ભિન્નપણું. (૨) અનંત અનેક દ્રવ્યપર્યાય :એકથી વધારે દ્રવ્યોના સંયોગથી થતો, પર્યાય.
અનેક દ્રવ્ય પર્યાયો ઃઅનેક દ્રવ્યના પર્યાયો (એક ત્રિઅણુક સમાન જાતીય, અનેક દ્રવ્યના પર્યાયો, બીજો ચતુરઅણુક સમાનજાતીય, અનેક દ્રવ્યના પર્યાયો. તેમજ એક મનુષ્યત્વ સ્વરૂપ, અસમાન જાતીય દ્રવ્યપર્યાય અને બીજો દેવત્વસ્વરૂપ, અસમાન જાતીય દ્રવ્યપર્યાય.)
અનેક ધર્મોમાં વ્યાપક અનેક ધર્મોને કહેનાર.
અનેક પરમાણદ્રવ્યોનો એકર્ષિડપર્યાયરૂપ પરિણામાત્મક શરીર શરીર, અનેક પરમાણુદ્રવ્યોનો એક પિંડપર્યાયરૂપ પરિણામ છે.
અનુક્ત :નહિ કહેવામાં આવેલો; કહી ન શકા તેવો. (૨) નહિ કહ્યું હોવા છતાં. (૩) (નહિ કહેલ) જે વસ્તુનું વર્ણન આપ્યું નથી તેને જાણવી, જેવું વર્ણન ન સાંભળવા છતાં પદાર્થ જ્ઞાનગોચર થવો. (૪) થોડુ; ઈષત્ કહેવું કરવો જોઈએ.
અનેકઃ પ્રકાશવું :એકી સાથે અનેક વિષયોને જાણવું. અનેકઃ પ્રકાશવાને ઃએકી સાથે અનેક વિષયોને જાણવાને. અનેકપણું અનંતગુણના લક્ષણ સંખ્યાદિ ભેદથી જોવામાં આવે તો દરેક વસ્તુમાં
અનેકપણું છે. (૨) વ્યવહાર દૃષ્ટિથી અનંત ગુણપર્યાયપણે અનેકરૂપ છે. અનુકંપા ઃએ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે ‘અનુકંપા’. (૨) શમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે ‘અનુકંપા’. (૩) દુઃખી જોઈને કરુણા લાવવી. (૪) તૃષાતુર; ક્ષુધાતુર, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ અનુકંપા. (૫) તીવ્ર તૃષા, તીવ્ર ક્ષુધા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ કોઈ પ્રકારે હું આનો પ્રતિકાર કરું એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને
૪૯
નહિ પ્રાપ્ત કરતો થકો (અર્થાત્ નિજાત્માના અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે) સંકલેશના પરિત્યાગ વડે (અશુભ ભાવને છોડીને), યાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુઃખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરે છે. (૬) જીવનાં દુઃખ ઉપર કરુણા; દયા; સહાનુભૂતિ. (૭) પોતે અને પર એમ સર્વ પ્રાણી પર દયાના પ્રાદુર્ભાવ. (૮) બંધાયેલા ચિહ્ન ચમત્કાર માટે કરુણા આવવી તે અનુકંપા. (૯) દયા; કૃપા; મહેર (૧૦) સર્વ જીવોના દુઃખ ઉપર કરુણા. (૧૧) બંધાયેલા ચિત્ ચમત્કાર માટે કરુણા આવવી તે અનુકંપા. (૧૨) સર્વ જીવોમાં પોતાના આત્મા જેવી જ દૃષ્ટિ, સર્વ પ્રતિ કરુણાભાવ તે અનુકંપા. (૧૩) સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે; નિર્દેરબુદ્ધિ રાખવી તે.; કૃપા; દયા; મહેર. (૧૪) પ્રાણીમાત્ર ઉપર દયાનો ભાવ. (૧૫) શમ, સંવેગ, નિર્વેદ અને શ્રદ્ધા-આસ્થા એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. (૧૬) તૃષાતુર, શ્રુધાતુર અથવા દુઃખીને દેખી જે જીવ, મનમાં દુઃખ પામતો થકો તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, તેનો એ ભાવ અનુકંપા છે. કોઈ તૃષાદિ દુઃખથી પીડિત પ્રાણીને દેખી, કરુણાને લીધે તેનો પ્રતિકાર(ઉપાય) કરવાની ઈચ્છાથી ચિત્તમાં આકુળતા થવી, તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા, તો નીચલી ભૂમિકાઓમાં વિહરતાં પોતે, નીચેના ગુણસ્થાનોમાં વર્તતા હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી, (અર્થાત્ સંસાર સાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો, તે છે. તીવ્ર તૃષા, તીવ્ર ભ્રુક્ષા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી, અજ્ઞાની જીવ કોઈપણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું, એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને, નહિ પ્રાપ્ત કરતો થકો (અર્થાત્ નિજાત્માના અનુભવથી ઉપલબ્ધિ ન થતી હો ત્યારે), સંકલેશના પરિત્યાગ વડે (અશુભ ભાવ છોડીને), યથાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુઃખી દેખીને, વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરે છે. જય સેનાચાર્ય.
અનુકંપા (જ્ઞાનીની) જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો, (અર્થાત્ નિજાત્માની અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે), સંકલેશના