________________
“અનંત ધર્મણઃ પ્રત્યગાત્મનઃ તત્ત્વ પરયન્તી' - અનન્ત ધર્માત્મક, દ્રવ્યકર્મ, ભાવ કર્મ- નો કર્મથી ભિન્ન, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણનાર સર્વજ્ઞ વીતરાગના સ્વરૂપની ‘પરયન્તી’ એટલે ‘અનુભવશીલ’ છે. અનુભવશીલ કહેતાં વાણી સર્વજ્ઞ અનુસારિણી છે. સર્વજ્ઞને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે, ‘પશ્યન્તી’ની વ્યાખ્યા આમ કરી છે. ગજબની વાત છે ને ! સર્વજ્ઞ વિતરાગનો એકરાર કરનારી વાણી-એને અનુભવશીલ કહી છે. સમયસારમાં પં. જયચંદ્રજી એ ‘પશ્યન્તી’નો અર્થ ભાવશ્રુતજ્ઞાન આત્માને પરોક્ષ દેખે છે, કેવળજ્ઞાન આત્માને પ્રત્યક્ષ દેખે અને દિવ્યધ્વનિ આત્માને દેખાડે છે એમ લીધું છે.
અનેકાન્તરૂપ વીતરાગ માર્ગ જડ અને ચેતન બધી વસ્તુની અવસ્થા પોતપોતાના આધારે થાય છે, પરના આધારે કોઈ વસ્તુની અવસ્થા કદી થાય નહિ, કોઈ કોઈને પ્રેરણા કે અસર પણ કરી શકે નહિ; આ માનવું તે સમ્યક અનેકાન્તરૂપ વીતરાગનો ધર્મ છે. નિમિત્તની અસરથી કોઈની અવસ્થા થાય એમ માનવામાં આવે તો વ્યવહાર પોતે જ નિશ્ચય થઈ ગયો, કારણ કે તેમાં ત્રિકાળી ટકનાર અનંત સત્ને પરાધીન અને માલ વિનાના માનવારૂપ મિથ્યારૂપ એકાંત અધર્મ થયો.
અનેકાન્તવાદ ઃઅનેક ધર્મોની સત્તાની અપેક્ષા નહિ કરતાં, વસ્તુને એક જ રૂપથી નિરૂપણ કરવી.
અનેકાન્તાત્મક અનેક ધર્મસ્વરૂપ.
અનઅકાશ ચારિત્રશા એક સમય માત્ર પણ સ્વરૂપનો વિરહ નહિ તે. અનંગ ઃઅશરીરી; અતીન્દ્રિય; આત્મિક; અંગ વિનાનું.
અનંગક્રીડા :કામસેવન માટે નિશ્ચિત અંગોને છોડીને, અન્ય અંગોથી કામસેવન કરવું.
અનુગત અનુસરનારા.
અનુગત :પાછળ ગયેલું; લગતું; લાયક; ઘટતું. (૨) અનુસરતા અર્થવાળી (૩) જે વસ્તુમાં સદા એક સરખો જ ભાવ બતાવ્યા કરે તેને અનુગત પ્રતીતિ અથવા અન્વય ભાવ કહે છે. (૪) અનુસરતા; મળતા.
પર
અનુગતાર્થ :મળતા અર્થવાળું; સમાનાર્થ; સહેલાઈથી સમજાય તેવું. અનુગમ લાયક; ઘટતું; મળતા અર્થ વાળી.
અનુગાન :પાછળ ચાલવું, તે. (૨) અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. (ગુરુઓ પ્રત્યે રસિકપણે (ઉલ્લાસથી, હોંશથી) આજ્ઞાંકિત વર્તવું, તે પ્રશસ્ત રાગ છે.)
અનુગ્રહ કૃપા; મહેરબાની; પ્રસાદ.
અનુગ્રહ કૃપા; દયા; મહેર; (૨) ઉપકાર; પાડ; આભાર. (૩) અમારી યોગ્યતા અનુસાર જ્યાં જ્યાં જેમ જેમ જોઈએ ત્યાં ત્યાં તેમ તેમ સમજાવીને પોષણ આપ્યું. અમુક વાતનો ન્યાય આનાથી કેમ પકડાય, અપૂર્વ તત્ત્વસ્વભાવની પ્રાપ્તિ કેમ થાય, તેની અસ્તિ-નાસ્તિ વડે સ્પષ્ટતા કરીને આત્મનિરોગતાનો સીધો ઉપાય બતાવ્યો છે. (૪) પરમ કૃપા (૫) કૃપા કરવી. (૬) ઉપકાર; કૃપા. (૭) શાપનું નિવારણ ફેવર (૮) ઉપકાર; રાગભાવ; કરુણા; કૃપા. (૯) સહાયરૂપ; નિમિત્તરૂપ. (ગમનમાં અનુગ્રહ કરવો, એટલે ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ (નિમિત્તરૂપ) કારણમાત્ર હોવું. અનુગ્રહ કરે છે :નિમિત્તભૂત હોય છે.
અનુગ્રહ યોગ્ય ઃમહેરબાની કરવા યોગ્ય; કૃપા યોગ્ય, આદર યોગ્ય. (૨) આદરણીય (૩) ઇચ્છવા યોગ્ય; ઉપકાર કરવા યોગ્ય.
અનુગૃહીત આભારી; જેના ઉપર કૃપા કરવામાં આવી હોય તેવું. અનુગૃહીત થાય છે કૃપાવંત થાય છે.
અનુગામિની :અનુસરણ કરવું; પાછળ જવું.
અનુગામી :અનુયાયી.
અનુગામી અવધિજ્ઞાન જે અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની માફક જીવની સાથે સાથે જાય તેને અનનુગામી કહે છે.
અનંગીકાર :અસ્વીકાર
અનુયટન તણખા; કુલીંગ. (તપાયમાન લોઢાને ઘણ આદિથી ઘાત કરતાં જે તણખા-કુલીંગ ઊડે તે અનુચટન છે.)
અનુચર સેવક; નોકર;