________________
અનંત પ્રદેશી :આકાશ.
અનંત પર્યાયો :અનંત કેવળજ્ઞાનની પર્યાયો, એક જ્ઞાનગુણમાં (શક્તિ રૂપે) પડી છે. શ્રદ્ધાની અનંત પર્યાયો, એક શ્રદ્ધાગુણમાં પડી છે. નિર્મળ ચારિત્રની અનંત પર્યાયો, એક ચારિત્રગુણમાં પડી છે, તથા અતીન્દ્રિય આનંદની અનંત પર્યાયો એક આનંદગુણમાં પડી છે. આમ પ્રત્યેક ગુણની અનંત પર્યાયો તેને ગુણમાં શક્તિરૂપે પડી છે. એવા જે ગુણ અને ગુણને ધરનાર ત્રિકાળી દ્રવ્ય, તેને અહીં અવ્યક્ત કહ્યું છે. અને એ દ્રવ્યને જાણનારી જે વર્તમાન પ્રગટ પર્યાય તેને વ્યક્ત કહી છે. વસ્તુ ધ્રુવ દ્રવ્ય પોતે, પોતાથી પ્રગટ જ છે પણ અહીં પર્યાય, જે વ્યક્ત છે તેનાથી તે અન્ય એ અપેક્ષાએ, તેને અવ્યકત કહ્યું છે. આ અવ્યકત ત્રિકાળી દ્રવ્યનું અને વ્યકત પર્યાયનું, એક સાથે જ્ઞાન જે પર્યાયમાં થાય, તે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. અવ્યકત, વ્યકતને સ્પર્શતો નથી. અહા ! વસ્તુ સૂક્ષ્મ અને ગંભીર છે. અહીં દ્રવ્ય અને પર્યાયને, જુદા સિદ્ધ કરે છે. જ્ઞાયક એવો આત્મા, પર દ્રવ્યથી તો ભિન્ન છે જ, પરંતુ જાણનારી. દેખનારી પર્યાયથી પણ ભિન્ન છ, એમ સિદ્ધ કરે છે. (૨) અનંત પર્યાયો દ્રવ્યને આલિંગે છે (દ્રવ્યમાં થાય છે) એવા સ્વરૂપવાળું દરેક દ્રવ્ય જણાય છે.
અનંત પર્યાયો દ્રવ્યને આલિંગે છે ઃ(દ્રવ્યમાં થાય છે) એવા સ્વરૂપવાળું દરેક દ્રવ્ય જણાય છે.
અનંત રાશિ :ઘણી મોટી રાશિ.
અનંત સત્તારૂપ કદી વિનાશ પામતો નથી, માટે અનંત છે. એ ભવિષ્યકાળની અપેક્ષાની વાત કરી. ભવિષ્યમાં પણ, નિરંતર ધ્રુવ સ્વરૂપે રહેશે. એનો ભવિષ્યમાં નાશ થશે, એમ કદીય બનવું સંભવિત નથી, તેથી અનંત છે. આમ આદિ-અંતરહિત ધ્રુવ જ્ઞાયકભાવ અનાદિ-અનંત સત્તારૂપ છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે. આ તો ત્રિકાળી જ્ઞાયકભાવ, જે ચૈતન્યપ્રકાશના નૂરથી ભરેલો ભગવાન આત્મા છે, તે અનાદિ-અનંત અવિનાશી ચીજ છે.
અન્તક થમ; કાળ.
અનુત્કંઠાથી :વિયોગ બુદ્ધિથી; ઉલ્લાસ રહિત પણાથી; સ્વખેદપણે; નીરસપણે. અનુત્કૃષ્ટ મધ્યમ (૨)
અનંતકાય જેમાં અનંત જીવો હોય તે; તેવાં શરીરોવાળાં, કંદમૂલાદિ. (૨) જેમાં અનંત જીવો રહ્યા હોય એવું (વનસ્પતિ)
અનંતકારણ કાર્યની સિદ્ધિ પૂર્વનું અંતિમ કારણ તે અનંત કારણ. અનંતકાળ :ભવિષ્યકાળ
અનંતજ્ઞાન કેવળજ્ઞાન.
૫૪
અનુત્તમ :જેનાથી બીજું કંઈ ઉત્તમ નથી એવી, સર્વશ્રેષ્ઠ. (૨) જેનાથી અધિક શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ કે જ્ઞાન નથી તે.
અનુત્તર :સ્વર્ગના એક ભાગનું નામ. (૨) નિરુત્તર; ચૂપ; મૌન, જેનો ઉત્તર આપી ન શકાય તેવું શ્રેષ્ઠ; ઉત્તમ. (૩) જવાબ આપ્યો ન હોય તેવું; જવાબ આપવાના વિષયમાં મૂંગું. (૪) જવાબ ન આપ્યો હોય તેવું; જવાબ આપવાના વિષયમાં મૂંગું. અનુત્તર જન્મ :પૂર્વ જન્મ ?
અનુત્તર ધર્મ જેનાથી ઉત્તર પર કોઈ નથી ને જે સર્વથી ઉત્તર-પર છે એવા અનુત્તર આત્માના વાસી-વસનારા થઈને વર્તતા હતા.
અનંતતા :બેહદપણું
અનંતતાને બેહદપણાને
અનંતધર્માત્મક દ્રવ્યકર્મ, ભાવકર્મ એ નો કર્મથી ભિન્ન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને સર્વજ્ઞ વિતરાગ સ્વરૂપની અનુભવશીલ વાણી સર્વજ્ઞ અનુસારિણી છે. અનંતધર્મો આત્માને અનંતધર્મોવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? ઉત્તરમાં પહેલા સામાન્ય વસ્તુની (છયે દ્રવ્યોની જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) વાત કરી છે. અને છેલ્લે આત્માની વાત લીધી છે. વસ્તુમાં અસ્તિત્વ એટલે હોવાપણું છે, વસ્તુપણું છે, પ્રમેયપણું (શેયપણું) છે પ્રદેશપણું છે, ચેતનપણું છે. મૂર્તિકપણું કહ્યું છે. વળી અમૃતિાર્કપણું છે. અમૂર્તિકપણામાં ચેતન-અચેતન બન્ને છે. ઈત્યાદિ
-