________________
રર
ડેલ્મી એન્ડ સન મળ્યો છે અને નહોતો ત્યારેય આ ઘરમાં છોકરીઓની કશી કિંમત જ ગણતી નથી, સમજ્યાં ?”
હું ? નવાઈની વાત ! તે શું મિડેમ્ની પત્નીના મૃત્યુ પછી એમને—”
“મૃત્યુ પછી એક વાર તો નહીં, પણ તે પહેલાંય મહિનાઓના મહિનાઓ સુધી કાણે તેના તરફ નજર પણ નાખી છે? મારવી છે શરત, બાપને જે દીકરી રસ્તામાં સાની મળે તો એ તેને એાળખે છે કે નહિ, એ વાત પર ? અરે મિસ ફલેયની દેખરેખ માટે મને નોકરીએ રાખી છે ખરી, પણ બાપને મારી હયાતીની પણ જાણ હોય તો વાહ!”
નિપર હવે ફરન્સને જોરથી ખેંચીને કમરાની બહાર લઈ જવા લાગી. ફૉરન્સે જતાં જતાં કહ્યું –
“ફરી તમને મળવા આવીશ; તમે પણ મને મળવા આવશેને ? સુસાન કંઈ વાંધો નહીં લે; હૈ સુસાન, ખરી વાત ને ? ” સુસાન આમ તે ભલી બાઈ હતી; પણ તેને એવા સંસ્કાર મળેલા હતા કે, બાળકને પણ રોકડ નાણુંની પેઠે ખખડાવતા-ફેરવતા રહીએ, તો જ તે ચળકતું રહે. તેણે તરત અદબ વાળીને જવાબ આપ્યો –
આવું તમારાથી ન પુછાય, મિસ ફૉય; તમે જાણો છો કે, હું તમને કશી વાતની ના પાડી શકતી નથી. હું અને મિસિસ રિચાર્ડઝ વિચારી જોઈશું કે, શું થઈ શકે તેમ છે. મિસિસ રિયાઝ તે મને ચીનની મુસાફરીએ મોકલવા ઈછે, પણ લંડન ડોકથી આગળ શી રીતે જવું તે રસ્તાની મને ખબર પડવી જોઈએ ને !” રિચાર્ડઝે ડોકું હલાવી સંમતિ દર્શાવી.
આ ઘર કંઈ હસવા-રમવાથી ગાજતું ઘર તો છે નહિ. એટલે આપણે પિતે થઈને એકલવાયા સોગિયા થવાની શી જરૂર ભાઈ? તમારી ટોકરીઓ અને ચિકણીઓ ભલે મારા આગળના બે દાંત કાઢી લે, પણ તેથી કરીને મારે મારી આખી બત્રીસી તેમને શા માટે ધરવી ?” સુસાને થોડો વિચાર કરી, મક્કમ નિર્ણય જણાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org