________________
ડેલ્બી એન્ડ સન એક વખત એક મેટાં બાનુ હતાં; બહુ સારાં હતાં અને ભલાં હતાં. તેમને એક બહુ વહાલી નાનકડી દીકરી હતી.”
હૈ ? બહુ સારાં બાનુ હતાં, અને તેમને બહુ વહાલી દીકરી હતી ?”
હા, હા; બહુ સારાં હતાં. તેથી જ ઈશ્વરે તેમને સ્વર્ગમાં પિતાની પાસે બોલાવી લીધાં; કારણ કે, ભલાં લેકને ઈશ્વર શાંતિમાં પોતાની પાસે રાખવા ઈચ્છે છે. એટલે, પેલાં ભલાં બાનુ માંદા પડયાં અને ગુજરી ગયાં, તથા તેમને ઝાડ ઊગ્યાં હોય એવી જમીનમાં દાટી દીધાં. ”
“ ઠંડી ઠંડી જમીનમાં? ”
“ના, ના, એ જમીન તે બહુ ટૂંફાળી હોય છે, ત્યાં પડેલાં નાનકડાં બી પણ સુંદર પુષ્પ બની જાય છે, અને ત્યાં પોઢાડવામાં આવેલી ભલી બાનુએ દેવદૂત બની સ્વર્ગે ઊડી જાય છે !”
બાળકે પિતાનું નીચે નાખી દીધેલું માથું અચાનક ટટાર કર્યું.
* પછી તે ભલી બાનુએ ઈશ્વર પાસે જઈને પ્રાર્થના કરી કે, તેની વહાલી દીકરી પણ મોટી થઈને બહુ ભલી થાય તથા સુંદર થાય; જેથી તે પણ જ્યારે ઈશ્વર પાસે જાય, ત્યારે ત્યાં પોતાની મમ્માને શોધી કાઢે અને પછી બંને જણ ત્યાં હંમેશાં સુખમાં ભેગાં રહે, અને કદી છૂટાં ન પડે.”
નાનકડી ફરન્સ તરત તાળી પાડીને બેલી ઊઠી, “એ જ મારી મમ્મા; તમે મારી મમ્માની જ વાત કહી છે.” એટલું કહી તે તરત ઊભી થઈને રિચાર્ડઝને ગળે વળગી પડી.
ભલી બિચારી રિચાર્ડ્ઝ તેના માથાના વાળ પસવારતી આંસુ રેલાવવા મંડી ગઈ. પણ એટલામાં બારણું બહારથી એક તીણો અવાજ આવ્યું, “હું, મિસ ફૉય ! તમારા પપ્પા જાણશે તો કેવા વઢશે ? તમને આ ધવરાવનારી બાઈ પાસે જઈ તેને પજવવાની મના છે, જાણે છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org