Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/006046/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શા(સુધારસ ભાગ : 3 પ્રવચનકાર આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપતસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ.સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રુપે જન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉઘડતી જવાનીના ઉંબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ર૮ના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્વેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનુવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિજયજીના રુપે દીક્ષાજીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઇલસ્ટોન’ વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ર૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવાં ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનપર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યકિતત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે— સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન / મહારાષ્ટ્ર / તામિલનાડુ/ આન્ધ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત’ (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી - ગુજરાતી - અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વ મહારાજ તરીકે ઓળખાય છે. श्रीयुत संपतराज सो चकल्याण Ic महेरा પરમ કલન કર Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાગ – ૩ પ્રિવચન નં. ૪૯ થી ૭૪] અઢારમી સદીના સમર્થ સાહિત્યસર્જક મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત ગેય કાવ્યગ્રંથ “શાન્ત સુધારસ પર આધારિત પ્રવચનો. પ્રવચનકારઃ ૫ આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ Page #4 -------------------------------------------------------------------------- ________________ : ભાવાનુવાદઃ ડો. પ્રહલાદભાઈ પટેલ (M.A., PH.D.) વડનગર * સંકલન/સંપાદન * ભદ્રબાહુ વિજય ૦ પ્રકાશક ૦ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે, મહેસાણા ૩૮૪ ૦૦૨ (ગુજરાત) ફોનઃ (૦૨૭૬૨) ૫૦૬૪૮ પ્રથમ પ્રકાશનઃ ઑગષ્ટ, ૧૯૯૭ શ્રાવણ સુદ ૧૨ - વિ.સં. ૨૦૫૩ પ્રતઃ ૪૦૦૦ મૂલ્યઃ રૂ. ૫૦/- [પચાસ રૂપિયા 1 ટાઇપસેટિંગ મેક ગ્રાફિકસ, અમદાવાદ મુદ્રક, ચંદ્રિકા પ્રિન્ટરી, અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર આચાર્યદેવ શ્રીમદવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબના કર-કમળમાં સાદર-સબહુમાન-સવિનય સમર્પણ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશી કીથી છેલ્લા ૩૫ વરસથી અનવરત ગુજરાતી-હિન્દી-અંગ્રેજી સાહિત્ય પ્રકાશન કરતી સંસ્થા શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું નામ, આચાર્યદિવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાહિત્ય સર્જનની સાથે સાથે વધુ ને વધુ લોકપ્રિય બનતું ચાલ્યું છે. દીર્ઘકથાઓ, કથાઓ, પ્રવચનો, પત્રસાહિત્ય, તત્ત્વજ્ઞાન વિવેચના અને બાળકો માટે વિવિધ સાહિત્યના સમૃદ્ધ પ્રકાશનો એક પછી એક લોકો સુધી પહોંચતા રહ્યા છે અને સમાદર પામ્યા છે. અમારી સહયોગી સંસ્થા અરિહંત પ્રકાશનના માધ્યમથી દર મહિને અરિહંત હિન્દી માસિકપત્ર દ્વારા પૂજ્ય આચાર્યદિવનું નિત્યનૂતન સાહિત્ય બહોળા વાચકવર્ગ સુધી પહોંચે છે. મોટા ભાગનું એ હિન્દી સાહિત્ય ગુજરાતીમાં રૂપાંતરિત થઈને પુસ્તકોના રૂપમાં પ્રગટ થાય છે અને ટ્રસ્ટના આજીવન સદસ્યોને તથા અન્ય વાચકોને નિયમિત ઉપલબ્ધ થાય છે. પૂજ્ય ગુરુદેવના અન્ય સાહિત્યની જેમ પ્રવચનોનું સાહિત્ય, ખાસ કરીને સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં અત્યંત લોકપ્રિય બન્યું છે. શાંતસુધારસ' ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનો કર્યા - લખ્યા...એ આજે શબ્દસ્થ થઈને પુસ્તકરૂપે તમારા હાથમાં પહોંચે છે. મૂળભૂતરૂપે આ પ્રવચનો હિન્દીમાં લખાયા છે. ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું છે, વડનગરના વિદ્વાન પ્રોફેસર પ્રહલાદભાઈ પટેલે ! આ પહેલા શાંતસુધારસ ભા. ૧ તથા ૨ પ્રગટ થઈ ચૂકયા છે જેમાં ૧થી ૨૪તથા ૨૫ થી ૪૮ પ્રવચનો સમાવિષ્ટ છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રવચન નં. ૪૯ થી ૭૪નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવચનોનો સ્વાધ્યાય અવશ્યમેવ તમારા આત્માને-મનને પ્રસન્નતા આપશે. આધિ- વ્યાધિ અને ઉપાધિના જંગલ જેવા સંસારમાં રહીને પણ સમત્વની સાધના કરનારા યોગી બનવાના મંગલ પ્રયત્નોમાં ઉપયોગી બનશે. ટ્રસ્ટીગણ શ્રી વિ. ક. પ્ર. ટ્રસ્ટ Page #7 -------------------------------------------------------------------------- ________________ વેદના/સંવેદના "શાન્તસધારસ' એક એવો ગ્રંથ છે, જે ફરી ફરી વાંચવા-ગાવો ગમે. કારણ કે એ તરસ એક વખત પાણી પી લેવાથી છીપતી નથી. આ તરસ છે જાતને જાણવાની અને આત્માનુભૂતિને માણવાની. કેટલાક ઋષિ-મુનિઓ અને તત્ત્વજ્ઞાનીઓના એવા પ્રેરણાદાયી શબ્દો હોય છે કે જેમ વાંચતા જઈએ તેમ આપણા મનમાં સ્પંદનોની ભરતી આવે છે. પ્રેરણાના તરંગો એકધારા વહેતા રહે છે. સો ટચના શબ્દો વાંચીને એને રસાયણ બનાવવાનું હોય છે! " શાંતસુધારનું વર્ષોથી અમૃતપાન કર્યું છે. કરાવ્યું છે. વ્યક્તિગત રીતે એને પેટ ભરીને ગાયું છે, માણ્યું છે. આ સંસ્કૃત રસમય કાવ્ય ઉપર ચાર-ચાર મહિના લગાતાર પ્રવચનો આપેલાં છે. પછી વિચાર આવ્યો કે આ ગ્રંથ ઉપર લખવું, માત્ર અનુવાદ જ નહીં ગ્રંથકારશ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ગ્રંથમાં જે ગહન-ગંભીર વાતો કહી છે એનો મર્મ ઉઘડે, એવી રીતે મારી ભાષામાં લખવું. બિડાયેલી પુષ્પપાંખડીઓને ઉઘાડવા જેવી આ વાત છે. ક્યાંક દ્રષ્ટાંતો, કથાઓ, ગુજરાતી (પ્રાચીન) કાવ્યો.. અને મારા પરિશીલન કરેલા ગ્રંથોમાંથી પ્રસ્તુતમાં ઉપયુક્ત શાસ્ત્ર-પાઠોનો સહારો લઈને રંગ,રૂપ,રસ અનેમહેકનો માહોલ રચવાનો પ્રયત્ન કર્યો છે. ફૂલ ઉપરજેટલી આસાનીથી પતંગિયાં બેસે એટલી આસાનીથી ઉદાહરણો આવે...ને બંધબેસતાં હોય તો જ રાખવાં, આવો મારો અભિગમ રહેલો છે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીના વૈયક્તિક જીવનની વિગતવાર માહિતિ મારી પાસે નથી, પરંતુ એમના આંતરિક વૈભવથી હું અજાણ નથી. મેં જ્યારે જ્યારે એમને વાંચ્યા છે. ત્યારે મને એક પ્રકારનું ભાન થયા કરે છે કે એમણે જિનાગમોને આત્મસાતુ કર્યા હશે. માણ્યા હશે. ઉપાધ્યાયજી મહારાજ ખરેખર આષાઢી મોરનો કેકારવ છે! તેઓ આત્મીયતાથી પોતાના મહામૂલા અનુભવજ્ઞાનનાં પાનાં ખોલે છે. એમની પાસે ખૂટે નહીં એવો જ્ઞાનનો ખજાનો હશે! આ “શાન્તસુધારાના લખાણનાં મૂળિયાં સ્વબોધમાં છે અને એનો વ્યાપ સર્વબોધ સુધીનો છે. તેઓએ આ ગ્રંથમાં પોતાને ઉદ્દેશીને વિનય!વિભાવય... આદિ, ઉપદેશની વાતો કરી છે. જો કે આજે ચારેબાજુ વ્યાપકરૂપે હુંપદથી ફાટફાટ થતી મોટાભાગની નિરર્થક પ્રવૃત્તિઓ, સત્તાની લાલસા, પ્રસિદ્ધિનો મોહ અને સામાજિક સ્વીકૃતિની ભૂખની ભૂતાવળો છે. વળી આપણા બરડ, બટકણા, અને લટકતી સલામ જેવા સંબંધો. ઉપરછલ્લી ઝાકઝમાળ, અંદરનો વલોપાત, અતૃપ્તિ અને અધીરાઈના છાયાપડછાયાઓનું એક જંગલી ટોળું.બધા જ રઘવાયા થઈને દોડી રહ્યા છે. પલાંઠી વાળીને, શ્વાસ હેઠો મૂકીને, હાશકારો અનુભવીને સ્વસ્થ ચિત્તે બેસવાની કોઈને ફુરસદ Page #8 -------------------------------------------------------------------------- ________________ નથી. જાણે કે માણસ ભીતરમાં ઓલવાતો જાય છે. આ પરિસ્થિતિમાંઆવાજ્ઞાનયોગીઓઆપણને અટકાવે છે. પ્રેમથી પાસે બેસાડીને ભ્રમોનું નિરસન કરે છે. એક કવિએ કહ્યું છે. મન ગાળીને સંતોને મળીએ ભાત ભાંગીને ભળીએ... જેમ પાણીમાં પાણી.. હવે થોડી મારા મનની વાત કહું. આ ગ્રંથપર લખવાનું પ્રયોજન, આપણા અંતરાત્માના પ્રદેશમાં ઊંચા અને નિગૂઢ રહેલાં તત્ત્વોની થોડી-ઘણી ય ઝાંખી કરાવવી! બીજો કોઈ ઉદેશ્ય નથી. બીજી વાત, આ ગ્રંથ માત્ર મુખપાઠ માટે નથી, આને તો ઘોળીને પી જવાનો છે. ઈકબાલ' કહે છે: ખુદા તુઝેકિસી તૂસે આશના કરદે - કિતેરે બહીિ મોજમેં ઈઝતરાજ નહીં તુઝેકિતાબ સે મુમકિન નહીં ફરાગ કિત. કિતાબખાં હૈ મગર સાહિબ-કિતાબ નહીં!' (ઈશ્વર તને કોઈ તોફાનનો ભેટો કરાવી દે, કારણ કે તારા દરિયાના મોજામાં ખળભળાટનથી. તનેકિતાબમાંથી છૂટકારો મળતોજનથી. કારણ કે તુંકિતાબને મોઢે રાખે છે, ઘોળીને પી જનારો મરમી નથી!) આ ગ્રંથમાં ઈન્દ્રિયાતીત અનુભૂતિઓ પામવાની વાત છે. પરંતુ જ્યાં ઈન્દ્રિયગમ્ય અનુભૂતિઓ પામવાનાં જ ફાંફાં હોય ત્યાં આ વાત કેવી રીતે બને? સંવેદનબધિરતા. આજના માણસનો મહારોગ છે. “શાન્તસુધારસ પામવા માટે, જેમપુષ્પની પાંખડીઓ ખૂલેઅનેખીલેતેમ આપણામનને ખુલ્લું મૂકી દેવાનું છે. સંવેદનજડતાઅને બુદ્ધિજડતાને દૂર કરવી પડશે. એમ કહું તો ચાલે કે સ્વાથ્યની પ્રતિકૂળતામાં જ સમગ્ર “શાન્ત સુધારસ’ ઉપર લખવાનું ચાલ્યું. જ્યારે સ્વાચ્ય થોડો પણ સહકાર નહોતું આપતું ત્યારે લખવાનું અધુરૂ રહી જશે..’ એમ લાગતું હતું અને મારા અન્તવાસી મુનિભદ્રબાહુને કહેતોપણ હતો. પરંતુ એ તો મને હમેશા કહેતો. લખવાનું પુરુ થશે જ. પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની કૃપાથી પુરુંથશે..'અનેહું મારા એપ્યારા પ્રભુને પ્રાર્થના કરતો હે પ્રભો, જેપળમારા જીવનનું ઝરણું સુકાઈ જાય,તેપળેહે ભગવાન!તમેકણાનીધારાલઈને આવો!હજીવનનાથ, મારા હૃદયાકાશમાં આપ શાંત પગલાં પાડો.. મારા બધા રોગ, અપાય, ભય આપોઆપ દૂર થઈ જશે! રોગથી મારું અસ્વસ્થ હૃદય શાતા અનુભવશે Page #9 -------------------------------------------------------------------------- ________________ અને હું જિનવચનોની અનુપ્રેક્ષા કરી શકીશ.' જાણે કે મારી પ્રાર્થના ફળી! ત્યાં ડિલન થોમસનું એક ગીત વાંચ્યું Do not go gentle in to that Dark night Rage, Rage against the dying of the Light, ઝુકીશ ના કાળી-ઘેરી રાત સામે ઉઠાવ શર ઉજાસના અસ્ત સામે." અને મન દ્રઢ બન્યું. બે બે ત્રણ ત્રણ કલાક રોજ લખાવા માંડ્યું. અનુકૂળતાઓ સહજતાથી મળવા માંડી અને ‘શાન્ત સુધારસ’ઉપરલખવાનું કાર્ય સંપૂર્ણ થયું મનેતો પારાવાર સંતોષ થયો. જેને જેને મેં કહ્યું, તેમને પણ ખૂબ આનંદ થયો. પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથાયની અસીમ કૃપા, શાસન અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજી યક્ષરાજાનો દિવ્ય અનુગ્રહ, શાસનમાતા ભગવતી પદ્માવતી દેવીના દિવ્ય આશીર્વાદ તથા શ્રી મૃતદેવી સરસ્વતીનું અપાર્થિવ સાંનિધ્ય મારા ક્ષણેક્ષણના અનુભવજ્ઞાન માટે સંજીવની રૂપ છે. જેમના વરદહસ્તે મને દીક્ષા-શિક્ષા મળી - શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરવાનું સૌભાગ્ય સાંપડયું. મારા સંયમ, જીવન અને વ્યકિતત્વના ઘડતરમાં જેમની કૃપાકરુણા છવાયેલી છે એવા પરમ ઉપકારી વાત્સલ્યમૂર્તિ સ્વ. પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદવિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાનીતથા પૂજયપાદવર્ધમાનતપોનિધિ સ્વ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી મળેલા જ્ઞાનનો જ આ અજવાસ છે. શાંતસુધારસ'ગ્રંથના આ ત્રીજા ભાગનું આલેખન-સર્જન સાવજઅશક્ય લાગતું હતું. શારીરિક અસ્વસ્થતાના ભાર નીચે સર્જનાત્મક સંવેદનાઓ દબાતી જતી હતી. એવે વખતે ખૂબજ ભકિતભાવસભર હૈયે મારી સેવાસુશ્રુષા અને વૈયાવચ્ચ કરનાર મારા શિષ્ય મુનિશ્રી પદ્યરત્નવિજયજીને આ પ્રસંગે કેમ ભૂલી શકાય? દૂર હોય કે નજદીક હોય. મારા સ્વાથ્ય અંગે સતત સજાગ રહેનાર પંન્યાસ ઈન્દ્રજિતવિજયજીને પણ કેમ ભૂલું? અમારાશવ્યાતર (અમને રહેવાની જગ્યા ઉપરાંત તમામ સુવિધાઓ પૂરી પાડનાર) અશોકભાઈ કાપડિયા એમના ધર્મપત્ની શ્રીમતિ દેવીબેન અને એમના દીકરાઓ સૌરિન, મેહુલ...પુત્રવધુઓ સૌ. રોમા, સૌ. નીલમ....તથા નાનકડા પૌત્રો આદિત Page #10 -------------------------------------------------------------------------- ________________ શિવાંગ આ આખા પરિવારે પ્રતિપળ-પ્રતિક્ષણ મારા સ્વાથ્યની. દવાની...અનુપાનની કાળજી રાખી છે અને સેવા કરી રહ્યાા છે. મારી તબિયતની મારા કરતા પણ વધારે ચિંતા કરનાર ડો. દામાણી સાહેબ ડો. કિરીટભાઈ શાહ ડો. લલિતભાઈ ચોકસી આ ત્રિપુટીએ જ્યારે જરૂર પડી. ત્યારે સમયની પરવા કર્યા વગર દોડી આવીને મને કેમ જલ્દી સ્વસ્થતા મળે' એના જ ઉપાયો વિચાર્યા છે....ક્ય છે. આ ઉપરાંત ડો. સુધીર શાહ ડો. અરવિંદભાઈ શાહ ડો. મહેન્દ્ર દેસાઈ વગેરેના હૈયે પણ મારા સ્વાથ્યની ચિંતા સતત રહી છે. રમેશ કાપડિયા...અંજના કાપડિયા, મહેશભાઈ-વીણાબેન, ધીમંતભાઈભારતીબેન, ડૉ. રજનીભાઇ હેમાક્ષીબેન, મહેન્દ્રભાઇ કઠિયારા-ઇન્દુબેન, ધીરેન ઝવેરી, અતુલભાઇ, બિપીન શાહ-ભરત શાહવગેરેએ પણ મારા આ અસ્વસ્થ દિવસો દરમ્યાન ખૂબજ હૃદયપૂર્વકની સેવાભકિત કરી છે. યુનિવર્સિટીની સર્વિસ હોય કે ઘરનો બિઝનેસ હોય, જ્યારે પણ મારી અસ્વસ્થ તબીયત સાંભળી ત્યારે દોડી આવનાર પૂનમ મહેતા (મદ્રાસ) તથા જ્યોતિર્વિજ્ઞાનના અનુસંધાનમાં મારાતન-મનની પ્રસન્નતા માટે સદૈવ જાગરુકતા રાખનાર જયોતિવિજ્ઞ શ્રી બાબુભાઈ પાટડિયા (અમદાવાદ), શ્રી જયંતી શાસ્ત્રી (પાલનપુર)ની મારા પ્રત્યેની ભકિત મને અફસર ભાવાભિભૂત બનાવી દે છે. છેલ્લા કેટલાક સમયથી યોગાસન-પ્રાણાયમ દ્વારા મારા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો આપનાર આનંદભાઇ સાફી તો હવેનિકટના શ્રાવક બની ગયા છે. મારા પુસ્તકોનું મુદ્રણકાર્ય સુંદર રીતે કરનાર જયેશ શાહ (દુંદુભિપ્રિન્ટર્સ), ચંદ્રિકા પ્રીન્ટરી (રાકેશભાઈ તથાઇવરસથીટાઇપસેટનું કાર્યસંભાળતા મેકગ્રાફિક્સ વેતનધીરેન ઝવેરી) ને પણ ભૂલી ન શકાય! વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણાની તમામ જવાબદારીઓ પૂર્ણ સમર્પિતભાવથી અને અહં-મમ-શૂન્ય વ્યકિતત્વથી ઉઠાવનાર જયકુમાર પરીખનું ખામોશ યોગદાન મારા પ્રત્યેક સર્જનના પાયામાં છેલ્લા ૩૬ વરસથી પૂરાયેલું છે. આ બધા ઉપરાંત અનેકોના પ્રત્યક્ષ કે પરોક્ષ સદભાવોનુંસંબલમને સતત સાંપડતું રહ્યાં છે. જાણે કે કો'ક જન્મ-જન્માંતરના ઋણાબંધોનો એક સિલસિલો ચાલ્યો જતો હોય. લાગણીના કાચા દોરે જકડાયેલા આ અનુબંધોના બદલામાં હૈયામાંથી સ્નેહ નીતરતા શતશતઃ આશીર્વાદઉઠે છે!પ્રેમનીતરતામનનો પ્રમોદભાવ-ધન્યવાદભાવ નીતરે છે. એક ઔર પુણ્યાત્માનું સ્મરણ કરી લઉં. જ્યારે પણ રૂબરૂ મળે ત્યારે મને અને ભદ્રબાહુને પરાણે પણ શાંતસુધારસનાગાનમાં ખેંચી જનારાભરૂચવાળાડ વાડીભાઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ !એઓહવે નથી રહ્યા!શાંતસુધારસનીભાવનાઓમાં ડૂબીને જ એમણે પાર્થિવદેહનો ત્યાગ કર્યો. એમના વડીલ કાકા વયોવૃદ્ધ શાંતિભાઈ સાઠેબાકરની જેમ જ! એમનો આત્મા જ્યાં હો ત્યાં શાંતસુધારસના ગાન-પાનમાં મસ્ત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના! શાંતસુધારસના શ્લોકો તથા ગેય કાવ્યોનેરસમધુર શાસ્ત્રીય રાગોમાં સંગીતબદ્ધ કરનાર અને રસતરબોળસ્વરમાંગાનારકેતન-કૌશિક-કલ્પનાસંગોઈભાઈ-બહેનોએ તો શાંતસુધારસના પ્રચાર-પ્રસારમાં મહત્વનું યોગદાન આપ્યું છે. એકલા...આપમેળે..આપબળેજનથી જીવી શકાતું નથી કંઈ કરી શકાતું. ઘણા બધાનો સહયોગ, સહકાર અને મદદનો મોટો ફાળો પ્રત્યેક સર્જનમાં રહેલો હોય છે. ક્યારેક એ બધા ભિન્ન-અભિન્ન હિસ્સાઓને સંભારવાનું ટાળી ન શકાય, ન યાદ કરીએ તો મનમાં કંઈક કસક ઉઠયા કરે! સામાન્ય રીતે મારા કોઈપણ પુસ્તકની હું બહુ લાંબી પ્રસ્તાવના લખતો નથી, પણ આ વખતે હૃદયમાંની લાગણીઓ અભિવ્યકત થઈ જ ગઈ. આ લખવામાં સંપૂર્ણ કાળજી રાખવાછતાં પ્રમાદથી,મતિમંદતાથી કે અસ્વસ્થપ્રકૃતિના કારણે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે સજ્જનો, મને ક્ષમા કરજો. ૬૫/૬૬બી શ્યામલ રો હાઉસ-૩ એ. સેટેલાઈટ, અમદાવાદ. Sneglen ૧૫-૭-૯૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ જન્મ કાલધર્મ માતાનું નામ પિતાનું નામ ગુરુનું નામ શ્રદ્ધેય આચાર્યપ્રવર મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી : વિ. સં. ૧૬૬૧ની આસપાસ : વિ. સં. ૧૭૩૮ માં રાંદેર (સુરત). : રાજેશ્રી : તેજપાલ ઃ ઉપાધ્યાયશ્રી કીર્તિવિજયજી ક્રમ ગ્રંથનું નામ ૧| અધ્યાત્મગીતા ૨| અર્હન્નમસ્કાર સ્તોત્ર ૩| આદિજિન વિનંતિ ૪| આનંદ લેખ ૫| આયંબિલ ની સજ્ઝાય - ઇન્દ્દ્ભૂત કાવ્ય ૭| ‘ઇરિયાવહી’ સજ્ઝાય ૮ | ઉપધાન સ્તવન ૯| કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ૧૦| ગુણસ્થાન ગર્ભિત વીરસ્તવન શ્રી વિજયપ્રભસુરિજી (ભગવાન મહાવીરની ૬૨મી પાટે આવેલા આચાર્યશ્રી) સર્જનયાત્રા ૦ ૧૧ જિણચેઇયથવણ ૧૨ જિનચોવીશી ૧૩ જિનપૂજન ચૈત્યવંદન ૧૪|જિન સહસ્રનામ ૧૫ ધર્મનાથ સ્તવના ૧૬|નયકર્ણિકા ૧૭ નેમનાથ બારમાસી ૧૮ નેમિનાથ ભ્રમર ગીતા ૧૯ પ્રત્યાખ્યાન વિચાર શ્લોક સંખ્યા ભાષા વિષય ૩૩૦ ગુજરાતી | અધ્યાત્મ સંસ્કૃત પરમાત્મ ૫૭ ગાથા |ગુજરાતી | પરમાત્મ ૨૫૨ પદ્મ | સંસ્કૃત વિજ્ઞપ્તિ પત્ર ૧૧ ગાથા |ગુજરાતી | તપ મહત્ત્વ ૧૩૧ શ્લોક | સંસ્કૃત ૨૬ ગાથા |ગુજરાતી | ક્રિયા વિવરણ ૨૪ ગાથા |ગુજરાતી | ક્રિયા વિવરણ ૪૧૫૦ ૭૩ ૨૭ ૧૨૦ ૧૨ ૧૪૯ ૧૩૮ ૨૩ ૨૭ ૩૯ ૨૯ સ્તવના સ્તવના સંદેશમય વિવરણ સંસ્કૃત ટીકા ગુજરાતી | આત્મવિકાસનું વિવરણ કલ્પસૂત્ર ઉપર વિસ્તૃત સ્તવના પ્રાકૃત |ગુજરાતી | સ્તવના ગુજરાતી | ક્રિયા વિવરણ સંસ્કૃત પરમાત્મ પ્રભાવ ગુજરાતી | રૂપકાત્મક કાવ્ય સંસ્કૃત જૈન ન્યાય (Logic) |ગુજરાતી | બાર મહિના વિવરણ |ગુજરાતી | ફાગુ કાવ્ય |ગુજરાતી | પચ્ચક્ખાણ વિચાર Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગ્રંથનું નામ ૨૦ પાંચ સમવાય સ્તવન ૨૧ પટ્ટાવલી સજ્ઝાય ૨૨ | પુણ્યપ્રકાશ સ્તવન ૨૩ ભગવતી સૂત્ર સજ્ઝાય ૨૪ મરુદેવા માતા સજ્ઝાય ૨૫ લોકપ્રકાશ ૨૬ વિજય દેવસૂરિ લેખ ૨૭ વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ ૨૮ વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ ૨૯ વિનયવિલાસ ૩૦ વિહરમાન જિન વીશી ૩૧ વૃષભતીર્થપતિ સ્તવન ૩૨ | શાંતસુધારસ ૩૩ શાશ્વત જિન ભાસ ૩૪| શ્રીપાલ રાજા રાસ ૩૫ | ષટ્ ત્રિંશજ્જલ્ય સંગ્રહ ૩૬ | ષડાવશ્યક સ્તવન ૩૭ સીમંધર ચૈત્યવંદન ૩૮ | સૂરત ચૈત્ય પરિપાટી ૩૯| હેમ પ્રકાશ ૪૦ હેમ લઘુ પ્રક્રિયા શ્લોક સંખ્યા ભાષા ૫૮ ૭૨ ८७ ૨૧ 9 - વિષય ગુજરાતી | પંચ કારણ વિવરણ ગુજરાતી | શ્રમણ પરંપરા ગુજરાતી | આત્મ આરાધના ગુજરાતી | સૂત્ર સ્તવના ગુજરાતી મરુદેવા સ્તવન સંસ્કૃત ૨૦૦૬૨૧ ગાથા ૩૪ ગાથા | ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર ૮૨ પદ્ય મિશ્ર સંસ્કૃત વિજ્ઞપ્તિપત્ર ગુજરાતી |વિજ્ઞપ્તિપત્ર ૩૭ પદ્ય મિશ્ર હિન્દી. અધ્યાત્મ (૧૭૦ ગાથા) તત્ત્વજ્ઞાન (જૈન વિશ્વકોશ) (૩૫૦ ગાથા) ૧૧૬ ગાથા ગુજરાતી | સ્તવના સંસ્કૃત ૨૩૪ પદ્ય | સંસ્કૃત ૬ ગાથા સ્તવના ૧૬ ભાવના વિવરણ વાદવિવાદ ૨૩૪ પદ્ય | ગુજરાતી |સ્તવના ૭૫૦ ગાથા ગુજરાતી | કથા જીવનચરિત્ર ૭૫૦ ગાથા સંસ્કૃત ૪૩ ગાથા | ગુજરાતી | ક્રિયા વિવરણ ૩ ગાથા | ગુજરાતી | સ્તવના ૧૪ ગાથા | ગુજરાતી ઇતિહાસ વિવરણ (૧૨૭ પંક્તિ) ૩૪૦૦૦ સંસ્કૃત વ્યાકરણ ૨૫૦૦ સંસ્કૃત વ્યાકરણ ‘શ્રીપાલ રાસ’ની રચના દરમિયાન ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થઈ જાય છે. ત્યાર બાદ એમના સમકાલીન ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ શ્રીપાલ રાસની બાકીની ૫૦૨ ગાથાની રચના કરે છે અને એ રીતે વિનયવિજયજીની છેલ્લી કૃતિ પૂર્ણ બને છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત શ્રી શાન્ત સુધારસ કાવ્ય ભાવના શ્લોક સંખ્યા - ગેય ગાથા પ્રસ્તાવના ૧. અનિત્ય ભાવના ૨. અશરણ ભાવના ૩. સંસાર ભાવના ૪. એકત્વ ભાવના ૫. અન્યત્વ ભાવના ૬. અશુચિ ભાવના ૭. આશ્રવ ભાવના ૮. સંવર ભાવના ૯. નિર્જરા ભાવના ૧૦. ધર્મપ્રભાવ ભાવના ૧૧. લોકસ્વરૂપ ભાવના ૧૨. બોધિદુર્લભ ભાવના i મૈત્રાદિભાવ પ્રસ્તાવના ૧૩. મૈત્રી ભાવના ૧૪. પ્રમોદ ભાવના ૧૫. કરૂણા ભાવના ૧૬. માધ્યચ્ય ભાવના ઉપસંહાર – પ્રશસ્તિ uņņJ F M J J J OOOom Jono શ્લોક - ૧૦૬ થા - ૧૨૮ ૨૩૪ ગાથામય શ્રી શાંતસુધારસ કાવ્ય Page #15 -------------------------------------------------------------------------- ________________ શી]Gઊંઝુહાઉસી પ્રવચન ૪૯ લોકસ્વરૂપ ભાવના ૧ [: સંકલના : ૦ ભાવના સાત નરક અને તેની રચના ૦ નરકના વિષયમાં કેટલીક જાણકારી નરક-આયુષ્ય કોણ બાંધે છે? નરકગતિનું વિસ્તૃત સ્વરૂપ ૦ નરકભૂમિઓનાં નામની સાર્થકતા • નરકનું સંસ્થાન ૦ નરકાવાસઃ સંખ્યા ૦ લેશ્યા, પરિણામ, શરીર, વેદના, વિક્રિયા ૦ વેદનાઓની વિવિધતા ૦ પરમાધામી દેવ ૦ નરકમાંથી આવેલાં નરકમાં જનારાઓ ૦ સંઘયણ અનુસાર નરક નરકમાં સુખ ક્યારે? કોણે કઈ નરક સુધી જઈ શકે છે? આગતિ (નરકમાંથી નીકળીને શું મેળવી શકે?) Page #16 -------------------------------------------------------------------------- ________________ દર્યતાનુઢ -વિશ્વદર્શન-૧૪શબ્લોક – અનંત અલાક ઉ . s અનેાિ નમળ પાંચ அல் અલોડાકાથ મધ્યલોક વિર્ચ્યુલોક SIG∞ #sho *૪|7- વાત વાતમ to ouતિ-( ૨૫ પગ ધર Lollo ધધવચ્ચ કુંવાવવ nadot CAGES YOU you - સિધિ લા નવ વેચા еба мол In / બકર ISA:p h ------ -૧૨ વૈનિક દૈવલોક davaca ya Hiiii 4+4 ચર-અગર જાનિ જી મેરૂપર્વન -. અસંખ્ય ડ્રીપ સમ K-0725-9 નાના அஞ்சி 0128-3 ಸಕದ કા નક-૪ કા શ HEV ←$dp બ્ય વલાંક દકિ અલક sat ܘ Page #17 -------------------------------------------------------------------------- ________________ सप्ताधोऽधो विस्तृता याः पृथिव्यः छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः । . ताभिः पूर्णो योऽस्त्यधोलोकः एतौ पादौ यस्य व्यायती सप्तरज्जुः ॥ १ ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'માં અગિયારમી ભાવના લોકસ્વરૂપ'નો પ્રારંભ કરતાં કહે છે એકબીજાની નીચે આવેલી અત્યંત વિસ્તૃત છત્રાકારે જે રત્નપ્રભા વગેરે ભૂમિઓ છે. એમનાથી અધોલોક વ્યાપ્ત છે. લોકપરૂપના બે પહોળા પગની નીચે સાત રાજલોક જેટલી જગ્યામાં એ નરકભૂમિઓ સ્થિત છે.” ભાવનાઃ વિશ્વ વિરાટ છે! ચૌદ રાજલોકની દુનિયા કેટલી વિશાળ છે! સૌથી પ્રથમ જ્યારે બૃહત્સંગ્રહણી' ગ્રંથમાં આ વિરાટ વિશ્વનું શાસ્ત્રવૃષ્ટિએ દર્શન કર્યું ત્યારે આશ્ચર્ય અને કુતૂહલથી મારી આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી. અધોલોકમાં સ્થિત સાત નરક જોઈ, એ નરકોની અને નરકવાસીઓની રચનાઓ જોઈ, ગજબ છે એ રચના. એમાં વસેલા અસંખ્ય જીવાત્માઓને જોયા. તેમને ત્યાં જે કષ્ટો સહન કરવો પડે છે, જે દારણ વેદનાઓ સહન કરવી પડે છે, એ જોઈ... જોઈને હૃદય દયા અને કરુણાથી ભરાઈ આવ્યું. જો મારું ચાલે તો આ નરકઆવાસોને તોડી-ફોડી નાખીને એ તમામ જીવોને મુક્ત કરી દઉં દુઃખ, ત્રાસ અને વેદનાથી બચાવી લઉં. પરંતુ મેં જાણ્યું કે જીવોએ પોતે કરેલાં ઘોર કર્મોનાં ફળ ત્યાં ભોગવવાં જ પડે છે. સાત નરકોની ઉપર વ્યંતરદેવ અને વાણવ્યંતર દેવોની વિશાળ નગરીઓ જોઈ, અત્યંત રંગરાગ અને ભરપૂર સુખભોગમાં કરોડો વર્ષોનાં આયુષ્ય વિતાવી દેનાર એ દેવદેવીઓને જોઈ અને મધ્યલોકમાં આવેલા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો પણ જોયા. પહેલો હીપ જોયો જંબૂઢીપ અને અંતિમ સમુદ્ર જોયો સ્વયંભૂરમણ સમુદ્ર! મધ્યલોકમાં તીર્થકર ભગવંતોને સદેહે વિચરતા જોયા; ચક્રવર્તી અને વાસુદેવોને પણ જોયા, રોગ, શોક અને દારિદ્રયથી અતિ દુઃખી થઈ ગયેલા જીવોને જોયા; તો સુખવૈભવમાં રાચતા જીવોને ય જોયા. મરીને નરકમાં જતા જીવોને જોયા અને નિવણિ પ્રાપ્ત કરીને મોક્ષમાં જનારા જીવોને ય જોયા, ઘણું બધું જોયું. ઉપર જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ જોવા મળ્યા. સમગ્ર જ્યોતિષ દેવલોકમાં પરિભ્રમણ કર્યું. આ દેવોની દુનિયા ખૂબ નિરાળી છે. ઊર્ધ્વલોકના બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવલોકની દિવ્ય સૃષ્ટિની તો વાત જ શું કરું? કેટલી વાતો કરું? શ્રેષ્ઠ ભૌતિક સુખોથી એ દુનિયા | લોકસ્વરૂપ ભાવના . ૩] Page #18 -------------------------------------------------------------------------- ________________ ભરીભરી છે, પરંતુ જ્યારે મેં એ જાણ્યું કે આ ત્રણે લોકમાં સર્વત્ર જન્મ-મરણ નિશ્ચિત છે. જીવોને દેવલોકમાં જે મજા પડે છે તો નરકમાં એમને ફરી સજા પણ ભોગવવી પડે છે ગ્રંથકારોએ, તીર્થંકર દેવોએ બતાવ્યું છે કે “આ ચૌદ રાજલોકના વિરાટ વિશ્વમાં તું સર્વત્ર ઉત્પન્ન થયો છે, જીવ્યો છે અને મૃત્યુ પામ્યો છે. રજમાત્ર એવી જગા નથી કે તેં જ્યાં જન્મ લીધો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય.”. આ જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. નીચેનાં સાત નરકોથી શરૂ કરીને ઉપર સિદ્ધશિલા સુધી ભિન્ન ભિન્ન નામોમાં, ભિન્નભિન્ન રૂપોમાં હું જન્મ્યો છું, મર્યો પણ છું. અનંતકાળના અતીતમાં મેં આ વિશ્વમાં બધું જ જોયું છે. એટલું જ નહીં, આ વિશ્વના તમામ રૂપી પુદ્ગલોનો એક યા બીજા રૂપમાં ઉપભોગ કર્યો છે. પરમાણુથી લઈને અનન્તાનન્ત પુદ્ગલસ્કંધ સુધીનાં રૂપી દ્રવ્યોને મેં ભોગવ્યાં છે. મન, વચન અને કાયાના રૂપમાં આહાર અને શ્વાસોચ્છવાસના રૂપમાં બધું જ ભોગવ્યું છે. છતાં પણ હું સદાને માટે તૃપ્ત થયો નથી. મને તૃપ્તિ થઈ જ નથી. પૌદ્ગલિક-ભૌતિક ઉત્કૃષ્ટ સુખોને ભોગવ્યા છતાં પણ મને કદીય તૃપ્તિ થઈ નથી. આજે પણ અતૃપ્તિની આગ ધખધખી રહી છે. ભૂખ્યો છું તરસ્યો છું, રાગદ્વેષ કરું છું અને પાપ પણ કરું છું. ઘણી વાર હું મારા આત્માને કહું છું - હે આત્મા! આ વિરાટ વિશ્વમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં તેં શું નથી ખાધું? શું નથી પીધું? શું નથી ભોગવ્યું?પાંચ ઈન્દ્રિયોનાં તમામ વૈષયિક સુખો તેં ભોગવ્યાં છે, તો પણ તને તૃપ્તિ થઈ? ન થઈને? તો પછી હવે શા માટે મનુષ્ય લોકનાં નિકષ્ટ-ગંદાં-હલકાં અને તુચ્છ સખોમાં લલચાય છે? શા માટે એ અસાર સુખોમાં આસક્તિ રાખે છે? કરી દેએ તમામ સુખોપભોગનો ત્યાગ ! ત્યાગથી જ સાચી તૃપ્તિ મળશે. ભોગથી તો વાસના વધુ ભડકશે. આગમાં બળતણ નાખવાથી વધારે ભડકી ઊઠે છે. મનથી ય તું વૈષયિક સુખની કામના ન કર. અનંતકાળમાં, અનંત જન્મોમાં ભરપૂર દિવ્ય સુખો ભોગવ્યા છતાં પણ તને પરમ તૃપ્તિનો ઓડકાર ન આવ્યો, તો પછી પાંચ-પચાસ વર્ષના જીવનમાં તુચ્છ સુખોના ઉપભોગથી શું તૃપ્તિ મળશે?નહીં મળે. એટલા માટે ભૂલને ઘેહરાવીશ નહીં નહીંતર તારે પસ્તાવું પડશે. ત્યાગ, તપ અને તિતિક્ષા દ્વારા શુદ્ધ આત્મા તરફ વળવા પ્રયત્ન કર.' સાત નરક અને તેની રચના: લોકપુરુષ ચિત્રમાં જુઓ) પહોળા કરેલા બે પગની વચ્ચે સાત રાજલોક જેટલી જગા છે. કટિપ્રદેશની નીચે સાત નરકભૂમિઓ આવેલી છે. સાત પૃથ્વીનાં નામ છે - રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પકwભા, ધૂમપ્રભા, તમwભા અને ૪ શાન્તસુધારસઃ ભાગ ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ તમતમ પ્રભા. સાત નરકનાં નામ છે - ધમાં, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી. ચિત્રમાં જુઓ, સાત નરકભૂમિઓ એકબીજાની નીચે આવેલી છે. એ છત્રાકારે આવેલી છે. અધોલોક સાત રાજલોક ઊંચો છે, લાંબો છે અને સાતમી નરકભૂમિ સાત રાજલોક (ર) પહોળી છે. નરક અંગેની કેટલીક જાણકારી I નરકની સાતે પૃથ્વીઓ ઘવાત, તનવાત, ઘનોદધિ અને આકાશની ઉપર રહેલી છે. 1 ઘનોદધિ મધ્યભાગમાં ૨૦ હજાર યોજન છે. | ઘનવાત મધ્યભાગમાં અસંખ્ય યોજન છે. i તનવાત મધ્યભાગમાં અસંખ્ય યોજન છે. i આકાશ મધ્યભાગમાં અસંખ્ય યોજન છે. v ઘનોદધિ, ઘનવાન અને તનવાતના વલયોથી વીંટળાયેલી સાત નરક પૃથ્વી ચારે - દિશાઓમાં અલોકને સ્પર્શ નથી કરતી. તમામ ઇન્દ્રક નરકાવાસ ગોળ હોય છે. ( દિશાવિદિશામાં રહેલા નરકાવાસ ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકાર - પ્યાલાના આકારના હોય છે. પ્રત્યેક નરકાવાસ ૩ હજાર યોજન ઊંચો હોય છે. પ્રત્યેક નરકવાસ સંખ્યાત અથવા અસંખ્યાત યોજન લાંબો-પહોળો હોય છે. v પહેલો સીમંતક - ઈન્દ્રક નરકાવાસ ૪૫ લાખ યોજન પહોળો છે અને સાતમી નરકનો અપ્રતિષ્ઠાન - ઈન્દ્રક નરકાવાસ એક લાખ યોજન લાંબો-પહોળો છે. i રત્નપ્રભા નરક પૃથ્વી પર નારકોનાં શરીર આઠ ધનુષ્ય અને છ આંગળની ઊંચાઈવાળાં હોય છે. શેષ છ પૃથ્વીઓ પર ક્રમશ દ્વિગુણ - દ્વિગુણ કરતા જાઓ યાવતું સાતમી નરકમાં જીવોનાં શરીર પ૦૦ ધનુષ્યપ્રમાણ હોય છે. નરક-આયુષ્ય કોણ બાંધે છે? હવે મહત્ત્વની વાત બતાવું છું. નરકમાં લઈ જનારું આયુષ્યકર્મ જીવ કેવી રીતે બાંધે છે, એ સમજી લો. | લોકસ્વરૂપ ભાવના છે ૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ n મિથ્યાવૃષ્ટિ જીવ નરકનું આયુષ્ય બાંધી શકે છે. બાંધે જ છે એવો નિયમ નથી - બાંધી શકે છે. i બીજા નંબરે મહાઆરંભી મનુષ્ય નરકનું આયુષ્ય બાંધે છે. ત્રીજા નંબરમાં અતિ પરિગ્રહી જીવ નરકનું આયુષ્ય બાંધે છે. ચોથા નંબરે તીવ્ર, ક્રોધી માણસ નરકનું આયુષ્ય બાંધે છે. શીલરહિત વ્યભિચારી મનુષ્ય નરકનું આયુષ્ય બાંધે છે. પાપમતિ નિરંતર પાપવિચાર કરનાર નરકનું આયુષ્ય બાંધે છે. v રૌદ્રપરિણામી જીવ નરકનું આયુષ્યકર્મ બાંધે છે. નરકના વિષયમાં બીજી વાતો પછી કરીશું, પહેલાં આ સાત વાતો ઉપર કંઈક વિવેચન કરીશ. ખૂબ મહત્ત્વપૂર્ણ છે આ વાતો. ૧. મિથ્યાષ્ટિઃ એવો મિથ્યાવૃષ્ટિ જીવ નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે કે જે સ્વયં મિથ્યાત્વી હોય અને બીજાંને મિથ્યાત્વી બનાવવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. કુદેવ, કુગુરુ અને કુધર્મની સાથે પ્રતિબદ્ધ હોય અને સુદેવ, સુગુરુ અને સધર્મનો દુશ્મન હોય, દ્વેષી હોય. અતત્ત્વ પ્રત્યે તીવ્ર રાગ અને તત્ત્વ પ્રત્યે તીવ્ર દ્વેષ નરકનું આયુષ્ય બાંધવામાં નિમિત્ત બને છે. એટલા માટે બને ત્યાં સુધી એવા પ્રગાઢ તીવ્ર મિથ્યાત્વી લોકોના પરિચયમાં જ ન આવવું જોઈએ. એમની વાતો પણ ન સાંભળવી જોઈએ. ૨. મહાઆરંભઃ નરકગતિનું બીજું કારણ બતાવ્યું છે - મહાઆરંભ-સમારંભ. એવા ધંધા‘બિઝનેસ’ ન કરવા જોઈએ કે જેમાં અનેક અસંખ્ય-અનંત જીવોની હિંસા થતી હોય. જેમ કે કતલખાનાં ચલાવવાં, મોટી મોટી મિલો-કારખાનાં ચલાવવાં, મોટા મોટા ઉદ્યોગો ચલાવવા.... આ બધા ધંધાઓમાં ઘોર જીવહિંસા થાય છે. પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ સ્થાવર જીવોની હિંસા તો થાય જ છે, પરંતુ બેઇજિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની હિંસા થાય છે. મનુષ્ય સ્વયં હિંસા કરે, બીજાં પાસે કરાવે અને અનુમોદના કરે તો તે નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લે છે. એટલા માટે તીર્થકર ભગવંતોએ પંદર પ્રકારના અનર્થદંડના ધંધા ન કરવાનો શ્રાવકોને ઉપદેશ આપ્યો છે. જે કાર્યમાં ઘોર હિંસા થતી હોય એવાં કાર્યો ન કરવાં જોઈએ. | ૬ | શાન્તસુધારસઃ ભાગ ૩] Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩. પરિગ્રહ : નરકગતિમાં જવાનું ત્રીજું કારણ છે પરિગ્રહ. પરિગ્રહ એટલે કે મૂર્છા - મમત્વ. ધન-સંપત્તિ અને વૈભવનું મમત્વ વર્તમાનકાળમાં અત્યંત વધી ગયું છે. એનું ફળ છે અસંતોષ, અવિશ્વાસ અને આરંભ-સમારંભ. એનો અર્થ દુઃખ, કષ્ટ અને અશાંતિ. સમગ્ર વિશ્વને પોતાની આંગળીના ઇશારે નચાવનાર આ દુષ્ટ ગ્રહને ઉપશાંત કર્યા વગર જીવને સુખશાંતિ અસંભવિત છે. સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા ? કુચિકર્ણને ત્યાં કેટલી ગાયો હતી ? તિલક શ્રેષ્ઠીના ભંડારમાં કેટલું અનાજ હતું ? મગધ સમ્રાટ નંદ રાજાની પાસે કેટલું સુવર્ણ હતું ? પરંતુ એ બધાંને તૃપ્તિ ક્યાં હતી ? પરિગ્રહ મમત્વને કારણે મનુષ્યમાં તામસભાવ અને રાજસભાવનું પૂર આવી જાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ કહ્યું છે - दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे । પરિગ્રહને કારણે પર્વત જેવા વિશાળ અને ગંભીર દોષો પેદા થાય છે. એનાથી આવર્જિત માનવ પોતાના પિતાની હત્યા કરવામાંય પાછો પડતો નથી. મુનિહત્યા કરવામાંય ગભરાતો નથી. ધનધાન્ય, સંપત્તિ-વૈભવ, પરિવાર, ભવન અને વાહન વગેરે પરિગ્રહ છે. આત્માથી ભિન્ન પદાર્થો માટે મૂચ્છા-મમત્વ પરિગ્રહ છે. ધનસંપદા આદિ બાહા પરિગ્રહ છે. મિથ્યાત્વ - અવિરતિ આદિ આવ્યંતર પરિગ્રહ છે. આમ તો મૂર્છાથી આચ્છાદિત બુદ્ધિવાળાઓ માટે સમસ્ત જગત પરિગ્રહ છે. આ પરિગ્રહ આત્માને નરકમાં લઈ જાય છે. ૪. તીવ્ર ક્રોધ : તીવ્ર ક્રોધ મનુષ્યને નરકગતિનું આયુષ્ય બંધાવે છે. તીવ્ર ક્રોધી જલદીથી રૌદ્રધ્યાનમાં પહોંચી જાય છે. રૌદ્રધ્યાનમાં નરકગતિનું જ આયુષ્યકર્મ બાંધે છે, એટલા માટે ક્રોધનું શમન અને દમન કરતા રહો. ક્યારેય ક્રોધની તીવ્રતામાં ચાલ્યા ન જાઓ. ૫. શીલરહિતતા : શીલરહિતતા એટલે કે વ્યભિચાર. આ એક મોટું પાપ છે. નરકગતિનું આયુષ્ય બંધાવે છે. પરસ્ત્રી સમાગમ, પરપુરુષ સમાગમ શારીરિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિથી તો મોટું પાપ છે જ; પરંતુ પારલૌકિક દૃષ્ટિએ પણ એ નરકમાં લઈ જનારું છે. રાવણ નરકમાં ગયો ને ? જે કે તેણે શારીરિક દૃષ્ટિએ સીતાને સ્પર્શ કર્યો ન હતો, પરંતુ એનાં મન-વચન પતિત થઈ ગયાં હતાં. એના નિમિત્તે યુદ્ધ થયું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયું, નરકગતિનું આયુષ્યકર્મ બંધાઈ ગયું. લોકસ્વરૂપ ભાવના ७ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬. પાપમતિઃ - નિરંતર પાપવિચાર કરનારી નરકગતિનું આયુષ્ય બાંધે છે. નિરંતર હિંસાના, જૂઠના, ચોરીના, મૈથુનના, પરિગ્રહના કષાયોના વિચાર કરનાર નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે. કોઈ પણ પાપવિચાર નિરંતર ન કરવો જોઈએ. ૭. રૌદ્રધ્યાનઃ i નિરંતર હિંસા, અસત્ય, ચોરી આદિ કરવાં. હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. અજ્ઞાનથી, કુશાસ્ત્રોના સંસ્કારથી, હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી. . આમરણાન્ત, થોડોક પણ પશ્ચાત્તાપ કર્યા વગર કાલસૌકર કસાઈ વગેરેની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. નરકગતિનું વિસ્તૃત સ્વરૂપઃ નારકોનાં નિવાસસ્થાન અધોલોકમાં છે. ત્યાંની ભૂમિઓ નરકભૂમિઓ કહેવાય છે. આ ભૂમિઓની સંખ્યા સાત છે. એ સમશ્રેણીઓમાં નથી, પરંતુ એકબીજાની નીચે છે. એમની લંબાઈ અને પહોળાઈ સમાન નથી. પરંતુ નીચે નીચેની ભૂમિની લિંબાઈ-પહોળાઈ અધિક અધિક હોય છે. અતિ પહેલી ભૂમિ કરતાં બીજીની લંબાઈ-પહોળાઈ વધારે હોય છે. બીજી કરતાં ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ વધારે ને વધારે હોય છે. આ સાતે ભૂમિઓ એકબીજીની નીચે છે, પરંતુ તદ્દન જોડાયેલી નથી. એક બીજીની વચ્ચે ખૂબ અંતર છે. એ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ ક્રમશઃ નીચે નીચે હોય છે. અર્થાતુ પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે. એની નીચે ઘનવાત, ઘનવાતની નીચે તનવાત અને તનવાતની નીચે આકાશ છે. આકાશ પછી બીજી નરકભૂમિ છે. બીજી ભૂમિ અને ત્રીજી ભૂમિની નીચે ક્રમશઃ ઘનોદધિ આદિ છે. આ રીતે સાતમી ભૂમિ સુધી સર્વ ભૂમિઓની નીચે એ જ ક્રમે ઘનોદધિ આદિ છે. ઉપરની અપેક્ષાએ નીચેની પૃથ્વીનપિંડભૂમિનો વિસ્તાર અથતિ ઉપરથી લઈને નીચેના તળ સુધીનો ભાગ ઓછો ઓછો છે. પ્રથમ ભૂમિનો વિસ્તાર એક લાખ એંશી હજાર યોજન, બીજીનો એક લાખ બત્રીસ હજાર, ત્રીજીનો એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથીનો એક લાખ વીસ હજાર, પાંચમીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર, છઠ્ઠીનો એક લાખ સોળહજાર તથા સાતમીનો એક લાખ આઠ હજાર યોજન છે. | ૮ | E | શાન્તસુધારસઃ ભાગ ૩] Page #23 -------------------------------------------------------------------------- ________________ સાતે ભૂમિઓની નીચે જે સાત ઘનોદધિ વલયો છે, તેમનો વિસ્તાર સમાન હોય છે. એટલે કે વીસ-વીસ હજાર યોજન છે અને જે સાત ઘનવાત તથા સાત તનવાત. વલય છે. તેમનો વિસ્તાર સામાન્ય રૂપે અસંખ્યાત યોજનાનો હોવા છતાં પણ સમાન નથી. આ જ અસમાનતા આકાશની બાબતમાં પણ છે. નરકભૂમિઓનાં નામની સાર્થકતાઃ પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા' કહેવાય છે. બીજી શર્કરા (કાંકરા) જેવી હોવાથી “શર્કરા પ્રભાછે. ત્રીજી વાલુકા રિતી) પ્રધાન હોવાથી વાલુકાપ્રભા' છે. ચોથી પંક(કાદવ)ની અધિકતા હોવાથી “પંકપ્રભા’ છે. પાંચમી ધૂમાડાની અધિકતાને કારણે “ધૂમપ્રભા છે. છઠ્ઠી તમઃ - અંધકારના આધિક્યથી “તમપ્રભા’ અને સાતમી મહાતમઃ (ગહન અંધકાર)ની પ્રચુરતાને કારણે “મહાતમપ્રભા છે. નરકનું સંસ્થાનઃ ઉપર-ઉપરની ભૂમિ કરતાં નીચે-નીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં એનો આયામનવખંભ (લંબાઈ-પહોળાઈ) વધતી જાય છે. એટલે એ સંસ્થાન છત્રાતિછત્ર અર્થાત્ ઉત્તરોત્તર પહોળું - વધારે પહોળું વિસ્તૃત વિસ્તૃતતર) કહેવાય છે. નરકાવાસઃ સાતે ભૂમિઓનો જેટલો જેટલો વિસ્તાર ઉપર કહેવામાં આવ્યો તેની ઉપર તથા નીચેના એક એક હજાર યોજનને છોડીને શેષ મધ્યભાગમાં નરકાવાસ છે. જેમ કે રત્નપ્રભાના એક લાખ એંશી હજાર યોજન વિસ્તારમાંથી ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનનો ભાગ નરક છે. આ જ ક્રમ સાતમી ભૂમિ સુધી છે. i નરકોનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શોચન આદિ અશુભ નામો છે, જે સાંભળતાંની સાથે જ ભય ઉત્પન્ન થાય છે. રત્નપ્રભાના સીમાન્તક નામના નરકાવાસથી શરૂ કરીને મહાતમ પ્રભાના અપ્રતિષ્ઠાન નામના નરકવાસ સુધી સર્વ નરકવાસ વજના છરા જેવા તીક્ષ્ણ તળવાળા હોય છે. સંસ્થાન (આકાર) બધાંનો સમાન નથી હોતો. કેટલાક ગોળ છે, કેટલાક ત્રિકોણ, કોઈક ચતુષ્કોણ, તો કેટલાક હાંડી જેવા અને કેટલાક લોઢાના ઘડા જેવા v પ્રસ્તર (પ્રતર) જો કે મંજિલવાળા ઘરના તળ સમાન છે. એ સંખ્યા આ પ્રકારે છે - રત્નપ્રભામાં તેર અને શર્કરામભામાં અગિયાર પ્રતર છે. આ રીતે નીચેની લોકસ્વરૂપ ભાવના Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ભૂમિમાં બબ્બે ઘટતાં સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રતર છે. આ પ્રતિરોમાં નરક છે. નરકાવાસોની સંખ્યાઃ પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (નવ્વાણું હજાર નવસો પંચાણું) અને સાતમીમાં માત્ર પાંચ નરકાવાસ છે. પ્રશ્ન પ્રસ્તરમાં નરક કહેવાનું પ્રયોજન છે? ઉત્તરઃ એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ છે એમાં નરક નથી, પરંતુ પ્રત્યેક પ્રસ્તરનો ત્રણ-ત્રણ હજારનો વિસ્તાર છે તેમાં આ વિવિધ સંસ્થાનવાળાં નરક છે. પ્રશ્નઃ નરક અને નારકમાં શું અંતર છે? - શું ફેર છે.? ઉત્તરઃ નારક જીવ છે અને નરક એમનાં સ્થાન છે. નરક નામક સ્થાનના સંબંધથી જ એ જીવ નારક કહેવાય છે. પહેલી ભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી, એ રીતે સાતમી ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળાં હોય છે. એ રીતે એ નરકોમાં સ્થિત નારકોની લેશ્યા, પરિણામ દેહ, વેદના અને વિક્રિયા પણ ઉત્તરોત્તર અશુભ છે. લેશ્યાઃ રત્નપ્રભામાં કાપોત વેશ્યા છે. શકરપ્રભામાં પણ કાપોત છે, પરંતુ રત્નપ્રભાથી અધિક તીવ્ર સંક્લેશકારી છે. વાલુકપ્રભામાં કાપોત -નીલ લેગ્યા છે. પકપ્રભામાં નીલ.લેશ્યા છે. ધૂમપ્રભામાં નીલ-કુણ લેશ્યા છે. તમભામાં કૃષ્ણ લેશ્યા છે અને મહાતમપ્રભામાં પણ કૃષ્ણ લેશ્યા છે, પરંતુ તમપ્રભાથી તીવ્રતર છે. પરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ સંસ્થાન આદિ અનેક પ્રકારના પૌગલિક પરિણામ સાતે નરકભૂમિઓમાં ઉત્તરોત્તર અશુભ છે. શરીર : સાતે ભૂમિઓના નારકોનાં શરીર અશુભ નામકર્મના ઉદયથી ઉત્તરોત્તર અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ તથા અશુચિપૂર્ણ અને બીભત્સ છે. વેદના સાતે ભૂમિઓના નારકોની વેદના ઉત્તરોત્તર તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉષ્ણવેદના, ચોથીમાં ઉષ્ણ-શીત, પાંચમીમાં શીતોષ્ણ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હોય છે. આ ઉષ્ણ અને શીતવેદના એટલી તીવ્ર હોય છે કે નાટકજીવ જે મર્યલોકની ભયંકર ગરમી અથવા શીતલતામાં-ઠંડીમાં આવી જાય તો એને મહાસુખની નિદ્રા આવી શકે છે. [ ૧૦ શાન્ત સુધારણ ભાગ ૩] Page #25 -------------------------------------------------------------------------- ________________ વિક્રિયા ? એમની વિક્રિયા પણ ઉત્તરોત્તર અશુભ હોય છે. તેઓ દુઃખથી ગભરાઈને છૂટવા માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ થાય છે ઊલટું. સુખનાં સાધનો એકત્ર કરવામાં તેમને દુઃખનાં સાધનો જ પ્રાપ્ત થાય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી બનાવવા માંડે છે કંઈક શુભ, પરંતુ બની જાય છે અશુભ. ગતિ, જાતિ, શરીર અને અંગોપાંગ નામકર્મના ઉદયથી નરકગતિમાં વેશ્યા આદિ ભાવ જીવંતપર્યંત અશુભ જ રહે છે. વચ્ચે એક પળનું પણ અંતર નથી પડતું કે કદી તે શુભ નથી બનતાં. વેદનાઓની વિવિધતાઃ એક તો નરકમાં સ્વભાવથી શરદી-ગરમીનું ભયાનક દુખ છે જ. ભૂખ-તરસનું દુઃખ તો એથીય વધુ ભયંકર છે. ભૂખ એટલી પરેશાની કરે છે કે અગ્નિની જેમ સર્વભક્ષણથી પણ શાન્ત નથી થતી, પરંતુ ઊલટાની વધતી જાય છે. તરસ એટલી લાગે છે કે ગમે તેટલું જળ પીવામાં આવે છતાં ય તૃપ્તિ થતી જ નથી. આનાથીય વધારે ભારે દુઃખ તો પરસ્પરના વેર અને મારઝૂડમાં હોય છે. જેમ કે કાગડા અને ઘુવડનું તથા સાપ-નોળિયાનું જન્મજાત વેર હોય છે, એ જ રીતે નારક જીવ જન્મજાત શત્રુ હોય છે. એટલે તો એકબીજાને જોઈને કૂતરાની માફક અંદરોઅંદર લડે છે, કરડે છે, કાપે છે અને ગુસ્સામાં બળે છે. એટલા માટે તેઓ પરસ્પરજાનિત દુખવાળા કહેવાયા છે. આ નારકોમાં ત્રણ પ્રકારની વેદના હોય છે, જેમાં ક્ષેત્ર-સ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાઓનાં વર્ણન તમે સાંભળ્યાં. ત્રીજી વેદના ઉત્કટ અધર્મજન્ય છે. પ્રથમની બને વેદનાઓ સાતે ભૂમિઓમાં સાધારણ છે. ત્રીજી વેદના માત્ર પહેલી ત્રણ ભૂમિઓમાં હોય છે, કારણ કે એ ભૂમિઓમાં પરમાધાર્મિક અસુરો રહે છે. તેઓ અતિ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની અમ્બ, અમ્બરીષ આદિ ૧૫ જાતો હોય છે. તેઓ સ્વભાવતઃ એટલા નિર્દય અને કુતૂહલવાળા હોય છે કે એમને બીજાંને સતાવવામાં આનંદ આવે છે. એટલે એઓ નારકોને અનેક પ્રકારની પીડા આપીને દુઃખી કરે છે. કેટલીક વેદનાઓ સાંભળો - i અતિ ઉષ્ણ લોઢાની પૂતળી સાથે આલિંગન અપાવે છે. અતિ તપ્ત સીસાનો રસ પાય છે. શસ્ત્રોનો ઘા કરીને ઉપર ક્ષાર નાખે છે. i અતિ ઉષ્ણ તેલથી સ્નાન કરાવે છે. લોકસ્વરૂપ ભાવના | | ૧૧ | Page #26 -------------------------------------------------------------------------- ________________ : અગ્નિની ભઠ્ઠીમાં નાખે છે. : ભાલામાં પરોવે છે. 1 ઘાણીમાં નાખીને પીએ છે. કરવતથી વેરી નાખે છે. v અગ્નિ જેવી રેતી ઉપર ચલાવે છે. n સિંહ, વાઘ જેવાં ભયાનક પ્રાણીઓનાં રૂપ ધારણ કરીને ડરાવે છે. v પરસ્પર લડાવે છે. તલવારની ધાર જેવાં અસિપત્રોના વનમાં ચલાવે છે. હાથ, પગ, કાન, ઓષ્ઠ, આંખ વગેરેનું છેદન કરે છે. પરમાધામી દેવઃ પ્રશ્નઃ કયા જીવો પરમાધામી દેવો બને છે? ઉત્તરઃ પંચાગ્નિ વગેરે અજ્ઞાનપૂર્ણ કષ્ટમય તપ કરનારા મનુષ્યો મરીને અતિ નિર્દય પાપાત્મા પરમાધામી દેવ બને છે. આ પરમાધામી દુઃખી, દીન અને દર્દથી વ્યાકુળ નારકી જીવોને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને અટ્ટહાસ્ય કરે છે. નારકીના જીવોને કુંભી'માં નાખીને પકવવામાં આવે છે ત્યારે અતિ ભયાનક યાતનાથી નારકી જીવ ૫૦૦યોજન સુધી ઊંચે ઊછળે છે અને એ રીતે નીચે પડે છે. પરમાધામી સિંહ વગેરેનાં રૂપો ધારણ કરીને એ નારકોને મૃત્યુની વેદના આપે છે. જીવોની આ પ્રકારની પીડા-કદર્થના જોઈને પરમાધામી અતિ પ્રસન્ન થાય છે. પરમાધામી મરીને “અંડગૌલિક' નામના જળમનુષ્ય બને છે. તેમને તેમના ભક્ષ્યની લાલચ આપીને શિકારી કિનારા પર લાવે છે અને પકડીને યંત્રમાં નાખે છે. યંત્રમાં છ માસ સુધી એને પીલે છે. ઘોર પીડા સહન કરીને છેવટે મરીને તે નરકમાં પેદા થાય છે. નરકમાંથી આવેલા અને નરકમાં જનારા i અતિ ક્રૂર અધ્યવસાય વિચાર)વાળા જીવ. | સર્પ.. . સિંહ આદિ હિંસક પશુઓ. ગીધ જેવાં હિંસક પક્ષીઓ. | જલચર -મગરમચ્છ આદિ. [૧૨ | શાન્તસુધારસ ભાગ ૩] Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ આ જીવો નરકમાંથી આવેલા હોય છે અને નરકમાં જશે. એમાં અપવાદ પણ હોય છે. ચંડકૌશિક સાપ મરીને દેવલોકમાં ગયો હતો. સંઘયણ અનુસાર નરકઃ ૧. સેવાર્ય સંઘયણવાળો જીવ બીજા નરક સુધી પેદા થાય છે. ૨. કલિકા સંઘયણવાળા જીવ ત્રીજા નરક સુધી પેદા થાય છે. ૩. અર્ધનારા સંઘયણવાળા જીવ ચોથા નરક સુધી ઉત્પન્ન થાય છે. ૪. નારા સંઘયણવાળા જીવ પાંચમા નરક સુધી ઉત્પન્ન થાય છે. પ. ઋષભનારાચવાળા જીવ છઠ્ઠા નરક સુધી ઉત્પન્ન થાય છે. ૬. વજઋષભનારા સંઘયણવાળા જીવ સાતમા નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. નરકમાં સુખ ક્યારે?? આમ તો કહેવામાં આવ્યું છે કે નરકમાં એક ક્ષણ વાર માટે પણ સુખ હોતું નથી. પરંતુ આ સામાન્ય વિધાન છે. પાંચ વાતો એવી છે કે નારકી જીવોને સુખનો ક્ષણિક અનુભવ થાય છે. પ જેમ કે બે મિત્રો છે. એક મિત્ર મરીને દેવલોકમાં દેવ થયો છે અને બીજો મરીને નરકમાં ગયો છે. પૂર્વના સ્નેહથી મિત્ર દેવ નરકમાં ગયેલા પોતાના મિત્રને અવધિજ્ઞાનથી જુએ છે. એનામાં કરુણા ઊભરાય છે અને દૈવીશક્તિથી કેટલોક સમય મિત્ર-નારક જીવની પીડા ઉપશાન્ત કરે છે, ત્યારે એ નારક જીવને કંઈક સુખાનુભૂતિ થાય છે. સુખાનુભવ કરવાનો બીજો પ્રસંગ છે સમ્યક્તની પ્રાપ્તિનો. જેમ અંધ પુરુષને - ચક્ષુપ્રાપ્તિ થતાં સુખ થાય એ રીતે. અરિહંત આદિ પંચ પરમેષ્ઠી આદિના ગુણોની અનુમોદના કરવાથી સુખાનુભવ થાય છે. | તીર્થંકર પરમાત્માનાં પાંચ કલ્યાણક હોય છે, ત્યારે પણ નારકોને સુખ મળે છે. . અને જ્યારે શાતા વેદનીય કર્મનો ઉદય થાય છે ત્યારે સુખ થાય છે. કોણ કઈ નરક સુધી જઈ શકે છે? સાથે સાથે એ પણ જાણી લો કે કયો જીવ કયા નરક સુધી જઈ શકે છે? અસંશી - પર્યાપ્તા તિર્યંચ જીવો પહેલી નરક સુધી જઈ શકે છે. 1 ગર્ભજ ભૂજપરિસર્પ બીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. [ લોકસ્વરૂપ ભાવના Page #28 -------------------------------------------------------------------------- ________________ પક્ષીઓ ત્રીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. # સિંહ ચોથા નરક સુધી. ॥ સર્પ પાંચમી નરક સુધી. ॥ સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને # મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સારાંશ એ છે કે તિર્યંચ અને મનુષ્ય જ નરકભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારકી નહીં. કારણ એ છે કે એમનામાં એવા અધ્યવસાયોનો અભાવ હોય છે. નારક મરીને પુનઃ તત્કાલ ન તો નરકગતિમાં પેદા થાય છે કે ન તો દેવગતિમાં પેદા થાય છે. તેઓ તિર્યંચ અને મનુષ્યગતિમાં જ પેદા થઈ શકે છે. આગતિ : * પહેલી ત્રણ ભૂમિઓના ના૨ક જીવો મનુષ્યગતિમાં આવીને તીર્થંકર પદ સુદ્ધાં પ્રાપ્ત કરી શકે છે. ચાર ભૂમિઓના નારક જીવો મનુષ્યગતિમાં આવીને નિર્વાણની પ્રાપ્તિ કરી શકે છે. પાંચ ભૂમિઓના નારક જીવો મનુષ્યગતિમાં સંયમ ધારણ કરી શકે છે. છ ભૂમિઓમાંથી નીકળેલા નારક જીવ દેશવિરતિ અને સાતમી ભૂમિમાંથી આવેલો જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. આ ચિંતન-મનનનો વિષય છે. આ ભાવનામાં સંપૂર્ણ વિશ્વદર્શન કરવાનું છે. એ જ્ઞાનવૃષ્ટિથી જ સંભવ છે. એટલા માટે મનોયોગને આ ભાવનામાં જોડીને એકાગ્રતાથી વાંચજો. આજે અધોલોકનું વિવેચન કર્યું છે, કાલે મધ્યલોકનું વિવેચન કરીશું. પછીથી ઊર્ધ્વલોકનું અને પંચમ લોક મોક્ષનું વિવેચન કરશું. આ વિષયમાં વારંવાર ચિંતનમનન કરવાથી ખૂબ જ પ્રમાણમાં કર્મનિર્જરા થાય છે. આત્મભાવ નિર્મળ થાય છે. આજે બસ, આટલું જ. ૧૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ શી]G]ક્@ાટી ) પ્રવચન ૫૦ લોકસ્વરૂપ ભાવના ર T: સંકલના : • દ્વીપ અને સમુદ્રો વ્યાસ, રચના, આકૃતિ જંબૂદ્વીપનાં ક્ષેત્રો અને પર્વતો યોજનાનું સ્વરૂપ છ પર્વતો, દેવકુરુ - ઉત્તરકુર છપ્પન અન્તદ્વીપ ધાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપ • ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ, આત્માંગુલ દ્વિીપ અને સમુદ્રો. સમુદ્રોનાં જળ અને મત્સ્યપ્રમાણ મધ્યલોકમાં જ્યોતિષી દેવ, જ્યોતિષ દેવોના વિમાન ચંદ્રનો પરિવાર, રાહુ ગ્રહણ તારા વિમાનોનાં પરિભ્રમણ, સ્થિર ચંદ્ર-સૂર્ય દ્વીપ-સમુદ્રોમાં જ્યોતિષ વિમાનોની સંખ્યા અઢી દ્વીપમાં ચંદ્ર, સૂર્ય - કાળવિભાગ ૧૪ રાજલોક - જીવોનો વસવાટ લોકાન્તઃ સિદ્ધશિલાઃ મુક્તાત્માનું સુખ શુદ્ધાત્માનું સ્વરૂપ Page #30 -------------------------------------------------------------------------- ________________ तिर्यग्लोको विस्तृतो रज्जुमेकाम्, पूर्णो द्वीपैरणवान्तरसंख्यैः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलापं मध्ये काश्य श्रीविचित्रं कटित्रम् ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસમાં લોકસ્વરૂપ ભાવનાનું સ્વરૂપ બતાવતાં કહે છે? તિલોક મધ્યલોક-મર્યલોકોનો વિસ્તાર એક રજજુ (એક રાજલોક)ના માપનો છે. એમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો સમાવિષ્ટ છે. જ્યોતિષચક્રનું સ્થાન લોકપુરુષના સુંદર કટિસૂત્ર-કંદોરાના રૂપમાં છે. લોકપુરુષનો એ કટિપ્રદેશ અત્યંત પાતળો અને સુશોભિત છે. દ્વિીપ અને સમુદ્રોઃ મધ્યલોકની આકૃતિ ઝાલર સમાન છે. આ વાત દ્વીપ-સમુદ્રોના વર્ણનથી સ્પષ્ટ થાય છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે, જે દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એ ક્રમથી અવસ્થિત છે, એ બધાનાં નામ શુભ છે. દ્વીપ-સમુદ્રોના વ્યાસ, એમની રચના અને આકૃતિ સંબંધી ત્રણ વાતો વર્ણિત છે. જેનાથી મધ્યલોકનો આકાર જ્ઞાત થાય છે. વ્યાસઃ જબૂદ્વીપનો પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર એક-એક લાખ યોજન છે. લવણસમુદ્રનો એનાથી બમણો છે. એ રીતે ધાતકીખંડનો લવણસમુદ્રથી. કાલોદધિનો ધાતકીખંડ કરતાં, પુષ્કરવર દ્વીપનો કાલોદધિથી, પુષ્કરોદધિનો પુષ્કરવાર દ્વીપથી બમણો-બમણો વિખંભ ( વિસ્તાર) છે. રચનાઃ દ્વીપ-સમુદ્રોની રચના ઘંટીના પડ અને એના થાળાની જેમ છે. જંબૂદ્વીપ લવણસમુદ્રથી વેષ્ટિત છે. એ રીતે લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલોદધિ પુષ્કરવર દ્વીપથી અને પુષ્કરવર દ્વીપ પુષ્કરોદધિથી વેષ્ટિત છે. આ જ ક્રમ સ્વયંભૂરમણ’ સમુદ્ર પર્વત છે. આકૃતિ: જબૂદ્વીપ થાળીની જેમ ગોળ છે અને અન્ય બધા દ્વીપ-સમુદ્રોની આકૃતિ વલય - બંગડી જેવી છે. ૧૦ | T શાન્તસુધારસઃ ભાગ ૩] Page #31 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપનાં ક્ષેત્રો અને પ્રધાન પર્વતો : જંબૂઢીપ સૌથી પ્રથમ અને બધા દ્વીપ-સમુદ્રોની મધ્યમાં છે એટલે કે તેનાથી કોઈ દ્વીપ યા સમુદ્ર વીંટળાયેલો નથી. જંબૂદ્વીપનો વિસ્તાર એક લાખ યોજન છે. તે કુંભારના ચાકડાની જેમ ગોળ છે. લવણસમુદ્રની જેમ તે વલયાકૃતિ - ગોળ નથી. તેની વચમાં મેરુપર્વત આવેલો છે. સંક્ષેપમાં મેરુપર્વતનું વર્ણન એકાગ્રતાથી સાંભળો. મેરુની ઊંચાઈ એક લાખ યોજન છે. જેમાં એક હજાર યોજનનો ભાગ ભૂમિની અંદર એટલે કે અદ્રુશ્ય છે. મેરુપર્વત અંગે બતાવતા પહેલાં યોજન'નું માપ સમજાવી દઉં, કારણ કે અહીં સર્વ વાતોમાં યોજનથી તમામ માપ બતાવવામાં આવ્યાં છે. ૬ આંગળ = પંગનો મધ્યભાગ ( ૨ મધ્યભાગ = ૧ વેંત ૨ વેંત ' = ૧ હાથ - ૪ હાથ = ૧ ધનુષ્ય ૨ હજાર ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજન નવાણું હજાર યોજનનો ભાગ ભૂમિની ઉપર છે. જમીનની અંદરવાળા ભાગની લંબાઈ-પહોળાઈ બધી જગાએ દશ હજાર યોજન છે. બહારના ભાગનો ઉપરનો અંશ, જ્યાંથી ચૂલિકા નીકળે છે તે ૧-૧ હજાર યોજન લાંબો-પહોળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લોકમાં અવગાહિત થઈને સ્થિત છે. તે ચાર વનોથી ઘેરાયેલો છે. . પ્રથમ કાંડ એક હજાર યોજનનો છે. તે જમીનમાં છે. - બીજે કાંડ ત્રેસઠ હજાર યોજનાનો છે. ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનનો છે પ્રથમ કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા છે. બીજા કાંડમાં ચાંદી, સ્ફટિક આદિ છે અને ત્રીજા કાંડમાં સુવર્ણની પ્રચુરતા છે. ક્રમશઃ ચાર વનોનાં નામ (૧) ભદ્રશાલ (૨) નંદન (૩) સૌમનસ અને (૪) પાંડુક છે. એક લાખ યોજનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા ચોટી છે. તે ચાલીસ યોજન ઊંચી છે. મૂળમાં ૧ર યોજનવચમાં ૮યોજન અને ઉપર જયોજન લાંબી પહોળી છે. લોકસ્વરૂપ ભાવના . ૧૭ ] Page #32 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. એમાં પહેલું ભરત દક્ષિણ તરફ છે. ભરતની ઉત્તરમાં હૈમવત, હૈમવતની ઉત્તરમાં હરિ, હરિની ઉત્તરમાં વિદેહ, વિદેહની ઉત્તરમાં રમ્ય, રમકની ઉત્તરમાં હૈરમ્યવત અને હૈરણ્યવતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્ર છે. વ્યવહારસિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુપર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં છે. છ પર્વતો: સાતે ક્ષેત્રોને એકબીજાથી અલગ કરનારા છ પર્વતો છે, જે વર્ષધર પર્વત કહેવાય છે. આ બધા પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમાવાન પર્વત છે. હૈમવત અને હરિવર્ષનું વિભાજન મહાહિમવાન પર્વત કરે છે. હરિવર્ષ અને વિદેહનો વિભાજક નિષધ પર્વત છે. વિદેહ અને રમ્યકુવર્ષનો વિભાજક નીલપર્વત છે. રમ્યક અને હૈરણ્યવતનું વિભાજન રુક્ષ્મીપર્વત કરે છે. હૈરણ્યવત અને ઐરાવતનો વિભાજક શિખરી પર્વત છે. ઉપર બતાવેલાં સાતે ક્ષેત્રો થાળીની આકૃતિના જંબૂઢીપમાં પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી વિસ્તૃત લાંબા પટના રૂપમાં એક પછી એક આવેલાં છે. . દેવકુરુ- ઉત્તરકુરુઃ - વિદેહ ક્ષેત્રને રમક ક્ષેત્રથી જુદું પાડે છે નીલપર્વત અને હરિવર્ષ ક્ષેત્રને નિષધ પર્વત વિભક્ત કરે છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલપર્વતની વચ્ચેનો અર્ધચંદ્રાકાર ભાગ ઉત્તરકુરુ છે, જેની પૂર્વ-પશ્ચિમ સીમા ત્યાંના બે પર્વતો દ્વારા નિશ્ચિત થાય છે , તથા મેરુ અને નિષધ પર્વતની વચ્ચેનો એવો જ અર્ધચંદ્રાકાર ભાગ દેવકુરુ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ આ બંને ક્ષેત્રો વિદેહ - મહાવિદેહના ભાગ છે, પરંતુ એ ક્ષેત્રોમાં યુગલિકોની વસ્તી હોવાથી એને ભિન્ન ભિન્ન રૂપે ઓળખવામાં આવે છે. દેવકુરુ અને ઉત્તરકુરુના ભાગના ક્ષેત્ર છોડતાં મહાવિદેહના અવશિષ્ટ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સોળ-સોળ વિભાગો છે. એ વિભાગો વિજય' કહેવાય છે. આ રીતે મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ બધા મળીને ૩૨ વિજય છે. છપ્પન અન્તદ્વીપ જબૂઢીપના ભરતક્ષેત્રની સીમા પર આવેલા હિમવાન પર્વતના બંને છેડા પૂર્વપશ્ચિમ લવણસમુદ્રમાં ફેલાયેલા છે. એ રીતે ઐરાવત ક્ષેત્રની સીમા પર સ્થિત શિખરી પર્વતના બંને છેડા પણ લવણસમુદ્રમાં ફેલાયેલા છે. પ્રત્યેક છેડો બે વિભાગમાં વિભાજિત થતાં બંને પર્વતોના બધા મળીને આઠ ભાગ લવણસમુદ્રમાં આવે છે. ઘઢોની આકૃતિ હોવાથી તેમને “ઘઢા” કહેવામાં આવે [ ૧૮ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રત્યેક દાઢા ઉપર મનુષ્યોની વસતિવાળા સાત-સાત ક્ષેત્રો છે. આ ક્ષેત્રો લવણસમુદ્રમાં આવેલાં હોવાથી અન્તરૂદ્વીપના રૂપે પ્રસિદ્ધ છે. તેમની સંખ્યા છપ્પન છે. એમાં યુગલિક મનુષ્યો વસે છે. ઘાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપ જંબૂદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા દ્વિગુણિત છે. અર્થાત્ ત્યાં બે મેરુ, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે. પરંતુ દરેકનાં નામ જબૂદીપવર્તી મેરુ, વર્ષ અને વર્ષધરની જેમ જ છે. વલય આકૃતિના ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ એવા બે ભાગ છે. આ વિભાગ બે પર્વતોથી થાય છે, જે દક્ષિણોત્તર વિસ્તૃત છે અને બાણની જેમ સીધા છે. પ્રત્યેક વિભાગમાં એક-એક મેર, સાત-સાત વર્ષ અને છ-છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કંઈ જંબૂદ્વીપમાં છે તે બધું જ ધાતકીખંડમાં બમણું છે. ધાતકીખંડને પૂર્વાધ અને પશ્ચિમાધમાં વિભક્ત કરનાર દક્ષિણોત્તર વિસ્તૃત અને ઈક્વાકારબે પર્વતો છે તથા પૂર્વાર્ધ અને પશ્ચિમાધમાં પૂર્વ-પશ્ચિમમાં ફેલાયેલા છ-છ વર્ષધર પર્વતો છે. આ બધા એક તરફથી કાલોદધિને અને બીજી તરફથી લવણોદધિને સ્પર્શ કરે છે. પૂર્વ અને પશ્ચિમાધિમાં સ્થિત છ-છ વર્ષધર પર્વતોને પડાની નાભિમાં લાગેલા આરાઓની ઉપમા આપવામાં આવે તો એ વર્ષધર પર્વતોથી વિભક્ત થનાર ભરતાદિ સાત ક્ષેત્રોને આરાઓની વચ્ચેના અંતરની ઉપમા આપી શકાય. ધાતકીખંડમાં મેર, વર્ષ અને વર્ષધર પર્વતોની જે સંખ્યા છે, તે જ પુષ્કરાઈ દ્વિીપમાં પણ છે. ત્યાં પણ બે મેર, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર પર્વતો છે, જે ઈષ્પાકાર પર્વતો દ્વારા વિભક્ત પૂર્વ અને પશ્ચિમાર્ધમાં અવસ્થિત છે. આ રીતે અઢી દ્વીપમાં પાંચ મેરુ, ત્રીસ વર્ષધર પર્વતો અને પાંત્રીસ વર્ષ (ક્ષેત્ર) છે. ઉક્ત પાંત્રીસ ક્ષેત્રોનાં પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં પાંચ દેવકુર, પાંચ ઉત્તરકુરુ અને એકસો સાઠ વિજય છે. અન્તરૂદ્વીપ માત્ર લવણસમુદ્રમાં જ છે. એટલે છપ્પન જ છે. પુષ્કરવર દ્વીપમાં માનુષ્યોત્તર નામનો એક પર્વત છે, જે પુષ્કરવર દ્વિીપની બરાબર મધ્યમાં કિલ્લાની જેમ ગોળાકાર છે અને મનુષ્યલોકને ઘેરીને છે. જંબૂદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ - આ અઢી દ્વીપ તથા લવણસમુદ્ર, કાલોદધિ - આ બે સમુદ્રો આ જ ક્ષેત્ર મનુષ્યલોક' કહેવાય છે. હવે તમને દ્વીપ-સમુદ્રનાં માપ “અંગુલથી બતાવીશ. એની પહેલાં ત્રણ પ્રકારના અંગુલ સમજાવું છું. [ લોકસ્વરૂપ ભાવના ૧૯] Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેધાંગુલઃ અનન્ત સૂક્ષ્મ પરમાણુ = ૧ બાદર પરમાણુ I ૮ બાદર પરમાણુ = ૧ત્રસ રેણુ ૮ ત્રસ રેણુ = ૧ રથ રેણુ i ૮ રથ રેણુ = ૧ વાલાઝ | ૮ વાલાઝ = ૧ લીખ : ૮ લીખ = એક જૂ ૮ જૂ = ૧ જવ . ૮ જવ = ૧ ઉત્સધાંગુલ પ્રમાણગુલ ૪૦૦ ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ આત્માગુલ : ૨ ઉત્સધાંગુલ = ૧ આત્માંગુલ દ્વિીપ અને સમુદ્રોઃ વિશ્વમાં જેટલાં ઉત્તમ નામો છે એ નામવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. આભૂષણ, વસ્ત્ર, ચંદ્રવિકાસી કમળ, તિલકાદિ વૃક્ષ, નવનિધિરત્ન, પર્વતો, નદીઓ, પાંચ વિજય, ૧૨ દેવલોક, ઈન્દ્રભવન, શિખર, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વગેરે શ્રેષ્ઠ પદાર્થોનાં નામવાળા દ્વીપ-સમુદ્રો છે. I જંબૂદીપ અને લવણસમુદ્ર વગેરે દ્વીપ-સમુદ્રો અસંખ્ય છે. એમાં અંતિમ ‘સૂર્યવરાવભાસ સમુદ્ર છે. . જે રીતે દ્વીપોમાં “અરુણ (નવમો) દ્વીપથી ત્રિપ્રત્યાવતાર થાય છે, એ રીતે આભૂષણાદિમાં હારદ્વીપ, હારસમુદ્ર, હારવરિદ્વીપ, હારવરાવભાસ સમુદ્ર, એ રીતે જ સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી પ્રિત્યાવતાર છે. | એ પછી પાંચ દ્વિીપ અને પાંચ સમુદ્ર, એક-એક નામવાળા છે. એમનો ત્રિપ્રત્યાવતાર નથી. આમ જોતાં તે અસંખ્ય પણ નથી. એ દ્વીપ-સમુદ્રોનાં નામ આ પ્રકારે છે - - દેવદ્વીપ | દેવસમુદ્ર 1 નાગદ્વીપ 1 નાગસમુદ્ર યક્ષદ્વીપ - યક્ષસમુદ્ર . ભૂતદ્વીપ I ભૂતસમુદ્ર | ૨૦ | શાન્તસુધારસઃ ભાગ ૩ RO Page #35 -------------------------------------------------------------------------- ________________ v સ્વયંભૂરમણ દ્વીપ સ્વયંભૂરમણ સમુદ્ર v સર્વ દ્વીપ-સમુદ્ર વિજયાદિ ૪દરવાજાવાળા અને વજરત્નમય જગતીથી વેષ્ટિતા છે. એ જગતી ૮ યોજન ઊંચી છે. મૂળમાં બાર યોજન પહોળી છે, ઉપર ચાર યોજન પહોળી છે. એની ઉપર મધ્યભાગમાં ૨ ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી પાવર વેદિકા છે. એની બંને બાજુ થોડા ન્યૂન ૨ યોજન પ્રમાણ વનખંડ દૂધ જેવું જે જે ઝં રે ધું છે સમુદ્રોનાં જળ અને મત્સ્યપ્રમાણઃ | મ | સમુદ્ર મસ્યપ્રમાણ વારુણીવર | મદિરા જેવું વિવિધ પ્રમાણના ક્ષીરવર વિવિધ પ્રમાણના ધૃતવર ગાયના ઘી જેવું | વિવિધ પ્રમાણના લવણ ખારું પ૦૦ યોજનના કાલોદધિ વર્ષના પાણી જેવું ૭૦) યોજનના પુષ્કરવાર વર્ષાના પાણી જેવું વિવિધ પ્રમાણના સ્વયંભૂરમણ વર્ષાના પાણી જેવું એક હજાર યોજન | ૮ | શેષ ઈક્ષરસ જેવું | વિવિધ પ્રમાણના મધ્યલોકમાં જ્યોતિષી દેવઃ એક રાજલોક પ્રમાણ મધ્યલોકમાં સમભૂતલાથી ૭૦૦ યોજન ઉપર જ્યોતિષી દેવોનો નિવાસ છે. ૭૯૦થી ૧૧૦ યોજનમાં જ્યોતિષી દેવોનાં વિમાન છે. (૭૯૦ થી ૯૦૦ યોજનમાં) v સમભૂતલાથી ૭૦ યોજન દૂર તારાના વિમાન છે. v ૭૯૦ થી ૧૦ યોજન ઉપર સૂર્યના વિમાન છે. ૮૦૦ થી ૮૦ યોજન ઉપર ચંદ્રના વિમાન છે. - ૮૮૦ થી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાનો છે. ૮૮૪ થી ૪ યોજન ઉપર બુધનો ગ્રહ છે. . ૮૮૮ થી ૩યોજન ઉપર શુક્રનો ગ્રહ છે. ૮૯૧ થી ૩ યોજન ઉપર ગુરુનો ગ્રહ છે. | ૮૯૪ થી ૩યોજન ઉપર મંગળનો ગ્રહ છે. લોકસ્વરૂપ ભાવના ૨૧ | Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮૯૭ થી ૩ યોજન ઉપર શનિનો ગ્રહ છે. # અલોકથી ૧૧૧૧ યોજન દૂર જ્યોતિષ વિમાન સ્થિર હોય છે. # મેરુથી ૧૧૨૧ યોજન દૂર જ્યોતિષ વિમાન ચાલે છે. ' જ્યોતિષ દેવોના વિમાન * જ્યોતિષ દેવોના વિમાન (નિવાસ) અર્ધકપિત્થ ફળ જેવાં હોય છે અને સ્ફટિક રત્નમય હોય છે. વ્યંતરદેવનાં નગરોથી જ્યોતિષ વિમાન અસંખ્યાત ગણાં વધારે હોય છે. જ્યોતિષ વિમાન ઉદય-અસ્તકાળમાં તિર્યક્ પરિભ્રમણ કરે છે, એ સમયે તે અર્ધકપિત્થ ફળના આકારનાં નથી દેખાતાં, પરંતુ ગોળ - વૃત્તાકાર દેખાય છે. એની ઉપર ચંદ્રાદિ દેવોના નિવાસ - પ્રાસાદ હોય છે. – જે વિમાન લવણસમુદ્રમાં છે તે ઉદક સ્ફટિક રત્નનાં છે. જંબુદ્રીપ અને ધાતકીખંડની વેદિકાથી ૯૫ હજાર યોજન સુધી ગોતીર્થ છે. (ભૂમિના અત્યંત ઢોળાવવાળા ભાગ ગોતીર્થ કહેવાય છે.) આ બેની વચ્ચે લવણસમુદ્રની શિખા ૧૦ હજાર યોજન પહોળી અને ૧૬ હજાર યોજન ઊંચી છે. એ શિખામાં ૯૦૦ યોજન સુધી જ્યોતિષ વિમાન ચાલે છે, પરંતુ ઉદક સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી ફાટી જાય છે, એ વિમાનોમાં પાણી ભરાઈ જતું નથી. એ રીતે વિમાનોના તેજમાં ફરક નથી પડતો. – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાની ગતિ ક્રમશઃ શીઘ્ર હોય છે; જ્યારે સમૃદ્ધિ ક્રમશઃ ઓછી હોય છે. # ચંદ્રના વિમાનને વહન કરનારા ૧૬,૦૦૦ દેવો હોય છે. સૂર્યના વિમાનને વહન કરનારા ૧૬,૦૦૦ દેવો હોય છે. ગ્રહના વિમાનને વહન કરનારા ૮,૦૦૦ દેવો હોય છે. નક્ષત્રના વિમાન વહન કરનારા ૪,૦૦૦ દેવો હોય છે. તારાના વિમાન વહન કરનારા ૨,૦૦૦ દેવો હોય છે. પૂર્વમાં સિંહના રૂપમાં, દક્ષિણમાં હાથીના રૂપમાં, પશ્ચિમમાં બળદના રૂપમાં અને ઉત્તરમાં અશ્વના રૂપમાં દેવો જ્યોતિષ વિમાનો વહન કરે છે. ચંદ્રનો પરિવાર : ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ હોય છે, રત્નક્ષત્ર હોય છે અને ૬૬,૯૭૫ કોડાકોડી તારા હોય છે. જ્યોતિષ દેવોમાં બે ઇન્દ્ર હોય છે - સૂર્ય અને ચંદ્ર. ચંદ્રનો પરિવાર સૂર્યના ઉપભોગમાં આવી જાય છે, એટલા માટે સૂર્યનો અલગ પિ૨વા૨ નથી. ૨૨ શાન્તસુધારસ : ભાગ ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ રાહુ રાહુ બે પ્રકારના હોય છે - (૧) ધ્રુવ રાહુ અને (૨) પર્વરાહુ ધ્રુવ રાહુનું વિમાન અતિ શ્યામ છે. તે ચંદ્રના વિમાનની નીચે ચાર અંગુલ દૂર રહીને ચાલે છે. એનાથી ચંદ્રમાં વૃદ્ધિ-ક્ષય દેખાય છે. રાહુનું વિમાન એક યોજન લાંબું-પહોળું હોય છે અને ૩૨ ભાગ જેટલું મોટું છે. એનાથી તે ચંદ્રબિંબમાં ઢળી શકે છે. ગ્રહણઃ પર્વ રાહુ સૂર્ય યા ચંદ્રની કાન્તિને આવૃત્ત કરતાં યથોક્ત સમય પર સૂર્ય યા ચંદ્રની નીચે જાય છે, ત્યારે સૂર્ય-ચંદ્રનું ગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ ઓછામાં ઓછું છ માસથી, વધારેમાં વધારે ૪૨ માસથી થાય છે. સૂર્યગ્રહણ ઓછામાં ઓછું ૬ માસથી અને વધારેમાં વધારે ૪૮ વર્ષોથી થાય છે. તારા વિમાનોનાં પરિભ્રમણ જબૂદ્વીપમાં એક તારાથી બીજા તારાનું અંતર ૧૨,૨૪૨ યોજન છે. ૪૦૦ યોજન ઊંચા નિષધ અને નીલવંત પર્વતોની ઉપર પ00 યોજન ઊંચે ૯૯ ફૂટ છે. એ કૂટોનો વિસ્તાર મૂળમાં ૫૦૦ યોજન, મધ્યમાં ૩૭પ યોજન અને ઉપર ૨૫૦ યોજન છે. ઉપરના ભાગમાં બંને બાજુ ૮યોજન દૂર નક્ષત્રો અને તારાઓના વિમાન ચાલે છે. સ્થિર ચંદ્ર-સૂર્ય અઢી દ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય સ્થિર રહેલા છે. એમાં ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજન છે. એક ચંદ્રથી બીજા ચંદ્રનું એક લાખ યોજન અને એક લાખ યોજનના ૬૧ ભાગમાંથી ૨૪ભાગ જેટલું અંતર છે. એ રીતે એક સૂર્યથી. બીજા સૂર્યનું એક લાખ યોજન અને ૨૮/૬૧ અંતર છે. માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્ર અતિ શીતળતા નથી કરતો અને સૂર્ય અતિ તાપ નથી કરતો. બંને માત્ર પ્રકાશ આપે છે. દ્વિીપ-સમુદ્રોમાં જ્યોતિષ વિમાનોની સંખ્યાઃ i જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, ૧૭ ગ્રહ, ૫૬નક્ષત્રો અને ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાઓ છે. પણ લવણસમુદ્ર પર ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ૩પર ગ્રહ, ૧૧૨ નક્ષત્રો અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાઓ હોય છે. in ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય૧૦પ૬ ગ્રહ, ૩૩૬ નક્ષત્ર અને ૮,૦૩,૭૦૦ [, લોકસ્વરૂપ ભાવના | ૨૩] Page #38 -------------------------------------------------------------------------- ________________ કોડાકોડી તારાઓ હોય છે. પ કાલોદધિની ઉપર ૪ર ચંદ્ર, ૪૨ સૂર્ય, ૩૬૯૬ ગ્રહ, ૧૧૭૬ નક્ષત્ર અને ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાઓ હોય છે. . પુષ્કરવરમાં ૭૨ ચંદ્ર, ૭૨ સૂર્ય, ૩૩૬ ગ્રહ, ૨૦૧૬ નક્ષત્ર અને ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાઓ હોય છે. અઢી દ્વીપમાં ચંદ્રસૂર્યઃ 1 જંબૂદીપના મેરુપર્વતની પ્રદક્ષિણા કરતો એક ચંદ્ર લવણસમુદ્રના બે, ધાતકીખંડના ૬, કાલોદધિના ૨૧ અને પુષ્કરવરના ૩૬ ચંદ્ર = ૬૬ ચંદ્રોની એક પંક્તિ દક્ષિણ દિશાથી ચાલે છે. એ જ રીતે બીજી ૬૬ ચંદ્રોની પંક્તિ ઉત્તર દિશામાં ચાલે છે. એ બંને પંક્તિઓની વચમાં પૂર્વદિશામાં ૬૬ સૂર્યોની એક પંક્તિ ચાલે છે અને પશ્ચિમમાં ૬૬ સૂર્યોની એક પંક્તિ ચાલે છે. આ રીતે બધા મળીને ૧૩ર ચંદ્રો અને ૧૩૨ સૂર્યો અઢી દ્વીપમાં હોય છે. કાળ (સમય) વિભાગઃ મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, આદિ, અતીત, વર્તમાન ઈત્યાદિ અને સંખ્યયે - અસંખ્યય આદિના રૂપમાં અનેક પ્રકારનો કાળવ્યવહાર મનુષ્યલોકમાં હોય છે, એની બહાર નથી હોતો. મનુષ્યલોકની બહાર જો કોઈ કાળવ્યવહાર કરનાર હોય અને વ્યવહાર કરે તો તે મનુષ્યલોક પ્રસિદ્ધ વ્યવહાર અનુસાર જ હશે. કારણ કે વ્યાવહારિક કાળવિભાગનો મુખ્ય આધાર નિયત ક્રિયામાત્ર છે. એવી ક્રિયા સૂર્યચંદ્ર આદિ જ્યોતિષ્ઠોની ગતિ જ છે. આ ગતિ પણ જ્યોતિષ્ઠોની સર્વત્ર નથી, માત્ર મનુષ્યલોકમાં વર્તમાન જ્યોતિષ્ઠોમાં જ મળે છે. એટલા માટે માનવામાં આવ્યું છે કે કાળનો વિભાગ જ્યોતિષ્ઠોની વિશિષ્ટ ગતિ પર જ નિર્ભર છે. દિન-રાત. પક્ષ આદિ ધૂળ કાળવિભાગ સૂયાદિ જ્યોતિષ્કોની નિયત ગતિ પર અવલંબિત હોવાને કારણે એને લીધે જાણી શકાય છે. સમય આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જ્ઞાત થઈ શકતા નથી. સ્થાનવિશેષમાં સૂર્યના પ્રથમ દર્શનથી લઈને સ્થાનવિશેષમાં સૂર્યનું અદર્શન થાય છે, એ ઉદય અને અસ્તની વચ્ચે સૂર્યની ગતિક્રિયાથી જ દિનનો વ્યવહાર થાય છે. એ રીતે સૂર્યના અસ્તથી ઉદય સુધીની ગતિક્રિયાથી રાત્રિનો વ્યવહાર થાય છે. દિવસ અને રાત્રિનો ત્રીસમો ભાગ મુહૂર્ત કહેવાય છે. પંદર દિન-રાતનું પક્ષ બને છે. બે પક્ષનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન, બે અયનનું વર્ષ, પાંચ વર્ષનો યુગઈત્યાદિ અનેક પ્રકારના લૌકિક કાળવિભાગ સૂર્યની ગતિક્રિયાથી ૨૪ : આ શાન્ત સુધારસઃ ભાગ ૩| Page #39 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ, જે થવાની છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીત કાળ છે. જે કાળગણનામાં આવી શકે છે તે સંખ્યય છે. જે ગણનામાં ન આવતાં માત્ર અનુમાનથી જાણવામાં આવે છે તે અસંખ્યય છે. જેમ કે પલ્યોપમ, સાગરોપમ આદિ અને જેનો અન્ત નથી તે અનંત છે. આ રીતે મધ્યલોકનો પરિચય કરાવ્યો. હવે ઊદ્ગલોકનું પણ વિવેચન કરવાનું છે. ત્રીજા શ્લોકમાં ઊર્ધ્વલોકની વાત અને સિદ્ધ જ્યોતિ-મોક્ષની વાત કહી છે. लोकोऽथोघे ब्रह्मलोके धुलोके यस्य व्याप्तौ कर्पूरौ पञ्चरज्जुः । लोकस्यान्तो विस्तृतो रज्जुमेकां .. सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ॥ ३ ॥ ઊર્ધ્વલોકમાં, બ્રહ્મ-દેવલોકની પાસે લોકપુરુષની બે કોણીઓનો વિસ્તાર પાંચ રાજ પ્રમાણ છે. એની ઉપર એક રાજલોક પછી લોકાન્ત આવે છે, જેના શીર્ષસ્થાન પર સિદ્ધ પરમાત્માની જ્યોતિ બિરાજમાન છે. ચૌદ રાજલોકઃ બંને પગ પહોળા કરીને અને કટિપ્રદેશ ઉપર બે હાથ ટેકવીને ઊભા રહેલા મનુષ્ય જેવી આકૃતિવાળો “લોક છે. આ લોક કોઈના દ્વારા ઉત્પન થયો નથી તેમ જ કોઈના દ્વારા ધારણ કરવામાં આવ્યો નથી. આ લોક નિરાધાર છે. લોકાકાશમાં સ્થિત છે, સ્વયંસિદ્ધ છે. . આ લોકમાં અધોલોકનો આકાર ઊંધા રાખવામાં આવેલા શરાવ (શકોરા)ના. આકાર જેવો છે. (ઉપર સંક્ષિપ્ત, નીચે વિશાળ) પ તિય લોકનો આકાર થાળીના આકાર જેવો છે અને ઊર્ધ્વલોકનો આકાર ઊભા રાખવામાં આવેલા શરાવ ઉપર ઊંધા મૂકવામાં આવેલા શરાવના આકાર જેવો છે. (શરાવસંપુટ જેવો). 1 આ લોક સાતમી નરક પૃથ્વીના તલભાગથી ઉપર છેક સિદ્ધશિલા પર્વત છે. આ લોક ૧૪ રાજલોક પ્રમાણ ઊંચો છે. સાતમી નરકના તલભાગમાં આ લોક ૭ રાજ પ્રમાણ પહોળો છે. 1 મધ્યલોક – તિર્યગુલોક એક રાજ પ્રમાણ પહોળો છે. - બ્રહ્મદેવલોકની પાસે પાંચ રાજ પ્રમાણ પહોળો છે. પ સિદ્ધશિલાની પાસે એક રાજ પ્રમાણ પહોળો છે. | લોકસ્વરૂપ ભાવના ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવોનો વસવાટ નારકી અને ભવનપતિ દેવ અધોલોકમાં હોય છે. - વ્યંતર, મનુષ્ય તિર્યંચ, જ્યોતિષ્ક દેવ, વનસ્પતિકાય, અગ્નિકાય અને અસંખ્ય દ્વિીપ-સમુદ્ર તિલોકમાં હોય છે. i વૈમાનિક દેવ અને સિદ્ધાત્મા ઊદ્ગલોકમાં હોય છે. લોકાન્ત - સિદ્ધશિલાલ સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન દૂર સિદ્ધશિલા આવેલી છે. એ ૪૫ લાખ યોજન વિસ્તૃત છે. મધ્યભાગમાં આઠ યોજન મોટી છે. એ પછી દિશાવિદિશામાં ઓછી થતી જાય છે એટલે કે પાતળી થતી જાય છે. સિદ્ધશિલાનાં આમ તો બાર નામ છે - ઈષતુ, ઈષ~ાગુભારા, તન્વી, તનુતત્વિકા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાઝ, સ્તુપિકા, લોકાપ્રતિવાહિની અને સર્વપ્રાણભૂત - જીવ સત્ત્વસુખાવહા. જન્મ-જરા-મરણ રોગથી સર્વથા અને સર્વદા મુક્ત થયેલ આત્મા લોકના અગ્રભાગમાં ગયેલ વિમલ એવા સિદ્ધ ક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધ બને છે. I લેશ્યામુક્ત, યોગમુક્ત, કર્મમુક્ત અને દેહમુક્ત બનેલ આત્મા જન્મ, જરા, મૃત્યુ અને રોગથી મુક્ત છે. હવે ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં એનો જન્મ નહીં. થાય. જન્મ જ ન હોય તો પછી રોગ તો થશે જ કેવી રીતે? વૃદ્ધત્વનો સવાલ નહીં અને મોતનો તો કોઈ ડર જ નહીં! I સિદ્ધશિલાના કેવળજ્ઞાનને સાકારોપયોગ’ કહેવાયું છે. તમામ લબ્ધિઓની પ્રાપ્તિ “સાકારોપયોગમાં માનવામાં આવી છે. સિદ્ધ થવું એ પણ એક પ્રકારની લબ્ધિ જ છે. આથી પ્રથમ સમયમાં મુક્તાત્મા સાકારોપયોગ (જ્ઞાનોપયોગ)માં હોય છે. બીજા સમયમાં મુક્તાત્મા અનાકારોપયોગ (દર્શનોપયોગ)માં હોય છે. મુક્તાત્માનું સુખઃ' જો કે મુક્તાત્માના સુખનું વર્ણન કરવું શક્ય જ નથી. છતાં પણ ‘નમો સિદ્ધાણં'નો જાપ કરનાર આત્મા પોતાની તોતડાતી વાણીમાં એનું વર્ણન કર્યા સિવાય રહી શકતો નથી. મુક્ત આત્માનાં ત્રણ વિશેષણો આપવામાં આવ્યાં છે - (૧) સાદિ અનન્ત, (૨) અનુપમ (૩) અવ્યાબાધ. (૧) આદિ એટલે પ્રારંભ. સહ-આદિ એટલે પ્રારંભયુક્ત. મુક્ત આત્માનું સુખ પ્રારંભયુક્ત હોય છે. એના સુખની શરૂઆત થાય છે. એનું સુખ અનાદિ નથી. સર્વ કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં સુખની ઉત્પત્તિ થાય છે. એટલા માટે ૨૬. શાન્ત સુધારસઃ ભાગ ૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ એને ‘સાદિ કહેવામાં આવે છે. સાદિ છે પરંતુ અનંત છે. અમર આત્માનું સુખ અનંત જ હોય છે. (૨) દુનિયામાં એવી કોઈ ઉપમા-તુલના નથી કે જે મુક્ત આત્માના સુખને આપી ન શકાય! આથી મુક્તાત્માનું સુખ “અનુપમ’ છે. (૩) મુક્ત આત્માનું સુખ અવ્યાબાધ છે. ત્યાંના સુખમાં કોઈ વિબ હોતું નથી, રુકાવટ હોતી નથી. પીડાનું નામોનિશાન હોતું નથી. સંઘર્ષ નથી હોતો. જો અમૂર્ત આકાશને આઘાત પહોંચાડી શકાય તો અમૂર્તિ - અરૂપી આત્માને બાધા પહોંચી શકે. કોઈ પણ પ્રકારના દુઃખરહિત, કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરનું - નિર્ભેળ સુખ હોય છે એ. શુદ્ધાત્માનું સ્વરૂપ ગ્રંથકારે ત્રીજા શ્લોકમાં કહ્યું છે? સિક્યોતિત્રિો વચ્ચે ત્રિા | સિદ્ધ આત્માઓ જ્યોતિ સ્વરૂપ છે. સિદ્ધાત્માના વિષયમાં કહેવામાં આવ્યું છે: आकाशवदरूपोऽसौ चिदूपो नीरुजः शिवः । . सिद्धिक्षेत्रगतोऽनन्तो नित्यः शं परमश्नुते ॥ (યોગાસરે ૨/૧૨ ) આકાશની જેમ અરૂપી, જ્ઞાનસ્વરૂપી, નીરોગી, મંગલકારી, સિદ્ધક્ષેત્રમાં રહેલો, અનંત અને નિત્ય પરમ સુખ સિદ્ધ પરમાત્મા ભોગવે છે. अहमिक्को खलु सुद्धो दंसण-णाणमइओ सदारुवी । णवि अस्थि मज्झ किंचि विअण्गं परमाणुमित्तं वि ॥ (સમયસર/રૂ૮) અવિદ્યાથી મુક્ત આત્મા પોતાને પુદ્ગલથી ભિન્ન સમજતાં વાસ્તવમાં હું એક છું શુદ્ધ છું દર્શન-જ્ઞાનમય છું અને નિરાકાર છું બીજો કોઈ પરમાણુ પણ મારો નથી.' એવું વિચારે છે. મોક્ષે રહેલ અનન્ત આત્માઓ આ રીતે શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને અરૂપી-અનામી હોય છે. લોકાન્તમાં રહેલ અનન્ત સિદ્ધોનું ચિંતન આ રીતે કરતા રહેવાનું છે. આજે બસ, આટલું જ. | લોકસ્વરૂપ ભાવના દૂ [ ૧૭ ] Page #42 -------------------------------------------------------------------------- ________________ વીર ધારા પ્રવચન ૫૧ લોકસ્વરૂપ ભાવના ૩ : સંકલના : દ્રવ્યની પરિભાષા આ ષડ્ દ્રવ્ય છ દ્રવ્યોનું અવસ્થાન લોક અને અલોક છ દ્રવ્યોની સંખ્યા અને કર્તૃત્વ ધર્મ - અધર્મ અને આકાશનાં કાર્યો પુદ્ગલનાં કાર્યો કાળ અને જીવનાં લક્ષણો ૧૪ રાજલોક - નાટ્યશાળા પાંચ કારણો મનની સ્થિરતા માટે આ ચિંતન ધ્યાનાનલ પ્રગટાવવો પડશે મનની સ્થિરતા પ્રાપ્ત કરો. Page #43 -------------------------------------------------------------------------- ________________ यो वैशाख स्थानकस्थायिपादः श्रोणिदेशे न्यस्तहस्तद्वयश्च । कालेऽनादौ शश्वदूर्ध्वदमत्वात्, बिभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः॥४॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથમાં લોકસ્વરૂપ ભાવનાને ગાતાં બતાવે છે કે લોકપુરુષે પોતાના બંને પગ પહોળા કરીને જમીન ઉપર મજબૂતાઈથી રાખ્યા છે અને પોતાના બંને હાથ કમર ઉપર મૂક્યા છે. અનાદિકાળથી આ રીતે એકદમ સીધા ઊભા રહેવાથી મુખ ઉપર થાકનાં ચિહ્નો હોવા છતાં પણ તે પોતાની જાતને નિયંત્રિત રાખવાને લીધે ત્રસ્ત યા ખિન દેખાતો નથી.' આ વિષયને મેં કાલે જ બતાવી દીધો છે, એટલા માટે આજે ફરીથી આ વિષયનું વિવેચન કરતો નથી. પાંચમો શ્લોક જુઓ. सोऽयं ज्ञेयः पुरुषो लोकनामा षड्दव्यात्माऽकृत्रिमोऽनाद्यनन्तः।। . धर्माधर्माकाशकालात्मसंज्ञैः द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ॥ ५ ॥ “એને લોકપુરુષ સમજવો, એ છ દ્રવ્યરૂપ છે, અકૃત્રિમ છે, આદિ અન્તરહિત છે. તે ચારે તરફથી ધર્મ, અધર્મ, આકાશ, કાલ, આત્મા અને પુદ્ગલ દ્રવ્યોથી પૂર્ણ રીતે ભરેલો છે.” ષડૂ દ્રવ્ય - દ્રવ્યની પરિભાષા ષ દ્રવ્યોની વિવેચના કરતા પહેલાં દ્રવ્યની પરિભાષા બતાવી દઉં. ૧. "સત્તાક્ષi દ્રવ્ય - સત્તા જેનું લક્ષણ છે એને દ્રવ્ય કહે છે. આ પરિભાષા દ્રવ્યાર્થિક નયથી કરવામાં આવી છે. ૨. “તા-વ્યય-ધ્રૌવ્ય-સંયુક્ત દ્રવ્યમ્ " - જે ઉત્પત્તિ, વિનાશ તથા ધ્રુવતાથી યુક્ત હોય એ દ્રવ્ય' કહેવાય છે. આ વ્યાખ્યા પયયાર્થિક નયથી કરવામાં આવી છે. ૩. "પર્યાયવ૬ વ્ય{ i’ – ગુણપયિનો જે આધાર છે તે દ્રવ્ય છે. શ્રી તસ્વાર્થ સૂત્રમાં આ વ્યાખ્યા આપવામાં આવી છે. (અ.પ.સૂ-૩૭) અનાદિનિધન ત્રિકાલાવસ્થાથી દ્રવ્યની ઉત્પત્તિ યા વિનાશ થતો નથી. ઉત્પત્તિ અને વિનાશ દ્રવ્યના પર્યાયો છે. જેમ સોનાના કડાને તોડીને એનો હાર બનાવી શકાય છે, તેમાં સોનાનો નાશ થતો નથી. પરંતુ સોનાનો જે કડાના રૂપમાં પથયિ છે એનો નાશ થાય છે. એ રીતે સોનાની ઉત્પત્તિ નથી થતી, પરંતુ હારરૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. સોનું (દ્રવ્ય) તો કાયમ રહે છે. લોકસ્વરૂપ ભાવના ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી હોતું અને દ્રવ્યથી ભિન્ન પર્યાય નથી હોતો. બંને અનન્યભૂત હોય છે. અર્થાત્ પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ દ્રવ્યની ઉત્પત્તિ અને દ્રવ્યનો વિનાશ કહેવાય છે. હવે પદ્રવ્યોનાં નામ સાંભળી લોઃ (૧) ધમસ્તિકાય (૨) અધમસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) કાળ “અસ્તિકાયનો અર્થ સાંભળો. “અસ્તિ' એટલે પ્રદેશ અને કાય' એટલે સમૂહ = અસ્તિકાય, એટલે પ્રદેશોનો સમૂહ. છ દ્રવ્યોનું અવસ્થાનઃ लोकालोकव्यापकमाकाशं, मर्त्य लौकिक कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेक जीवो वा ॥ * (પ્રશમતિ, ર૨૩) આકાશદ્રવ્ય લોક અને અલોકમાં વ્યાપક છે. કાલનો વ્યવહાર મનુષ્યલોકમાં જ છે. બાકીનાં ચારે દ્રવ્યો લોકવ્યાપી છે. એક જીવ પણ લોકવ્યાપી બની શકે છે - કેવલી સમુદ્દઘાત કરતી વખતે. લોક અને અલોક': આ બંને શબ્દો ક્ષેત્રની અપેક્ષાએ જૈનદર્શનમાં પ્રયોજિત છે. આ લોક અને અલોક છ દ્રવ્યોનાં આધારભૂત ક્ષેત્રો છે. ‘આકાશદ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપક છે. (લોકની બહારનું ક્ષેત્ર “અલોક' કહેવાય છે.) અલોકમાં માત્ર આકાશદ્રવ્ય જ હોય છે, જ્યારે લોકમાં છ દ્રવ્યોનું અસ્તિત્વ હોય છે. કાળ દ્રવ્યનું અસ્તિત્વ સમગ્ર લોકમાં નથી હોતું. તેનું અસ્તિત્વ કેવળ મર્યલોકમાં જ છે અથતિ અઢી દ્વીપમાં જ છે, કારણ કે કાળકત વ્યવહાર સૂર્ય-ચંદ્રના પરિભ્રમણ પર આધારિત છે અને સૂર્ય-ચંદ્રનું પરિભ્રમણ અઢી દ્વીપમાં જ હોય છે. (૧) જંબૂદ્વીપ (૨) ધાતકીખંડ અને અડધો પુષ્કરદ્વીપ-આને અઢી દ્વીપ કહે છે. આ અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે અને ત્યાં કાળનો વ્યવહાર થાય છે. પ્રશ્નઃ એક જીવ પણ લોકવ્યાપી બની શકે છે, એવું જે કહેવામાં આવ્યું છે, એ કઈ અપેક્ષાએ? ઉત્તરઃ કેવલી સમુદ્યાત'ની વિશિષ્ટ ક્રિયામાં જીવ લોકવ્યાપી બને છે. કેવલી સમુદ્દઘાત’નું વર્ણન કાલે કરીશ. “કેવલી સમુદ્દઘાતની વિશિષ્ટ ક્રિયા માત્ર કેવળજ્ઞાની આત્માઓ જ કરે છે. આ ક્રિયા દરમ્યાન આત્માના પ્રદેશો સમગ્ર લોકમાં ફેલાઈ જાય છે. એ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કે “એક જીવ પણ [ ૩૦ છે શાન્ત સુધારસ : ભાગ ૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ લોકવ્યાપી બની શકે છે.” ધમસ્તિકાય, અધમસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - આ ચારે દ્રવ્ય લોકમાં જ હૉય છે. એટલા માટે એમને લોકવ્યાપી કહેવામાં આવે છે. છ દ્રવ્યોની સંખ્યા અને કર્તુત્વઃ સમગ્ર લોકમાં ધમસ્તિકાય એક જ છે, અધમસ્તિકાય પણ એક છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણે દ્રવ્યો એક-એકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે, જ્યારે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ - આ ત્રણ દ્રવ્ય અનંત-અનંત છે. જીવ અનંત છે, પુદ્ગલ અનંત છે અને કાળ પણ અનંત છે. પ્રશ્નઃ કાળ દ્રવ્ય અનંત કેવી રીતે હોઈ શકે? ઉત્તર ઃ ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાથી કાળ અનંત છે. ભૂતકાળ અનંત વીતી ચૂક્યો છે અને ભવિષ્યકાળ પણ અનંત સામે છે. વર્તમાનકાળ કેવળ એક સમયનો હોય છે. કાળના ‘સમય’ અનંત છે. આ અપેક્ષાથી કાળને અનંત કહી શકાય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને ‘સમય’ કહેવામાં આવે છે. આ છ દ્રવ્યોમાં કાળ' સિવાય પાંચ દ્રવ્યો ‘અસ્તિકાય'માનવામાં આવે છે. જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશ-સમૂહના રૂપમાં હોય એને “અસ્તિકાયની સંજ્ઞા આપવામાં આવી છે. જીવ અસંખ્ય પ્રદેશાત્મક છે. ધમસ્તિકાય અને અધમસ્તિકાય અસંખ્ય પ્રદેશાત્મક છે. આકાશ અનંત પ્રદેશાત્મક છે અને પુદ્ગલ પણ અનંત પ્રદેશાત્મક છે. એટલા માટે તે “અસ્તિકાય છે. કાળ પ્રદેશ પ્રચયરૂપ ન હોવાથી એને ‘અસ્તિકાય' કહ્યો નથી. કાય’ શબ્દ પ્રદેશોની બહુલતા બતાવવા માટે જ પ્રયુક્ત કરવામાં આવ્યો છે. कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च । (તસ્વાર્થ માથે મ. પ/ફૂ-૨) પ્રશ્નઃ અસ્તિકાય શબ્દમાં કાય’ શબ્દ દ્રવ્યના પ્રદેશોની બહુલતાની અપેક્ષાથી પ્રયુક્ત છે, આ તો ઠીક છે, પરંતુ ‘અસ્તિ’ શબ્દ કોના અસ્તિત્વનો સૂચક છે? ઉત્તરઃ એ એ દ્રવ્યોના શાશ્વત સ્વભાવના અસ્તિત્વનો નિર્દેશ કરે છે. જીવનો સ્વભાવ છે ચૈતન્ય, પુદ્ગલનો સ્વભાવ છે મૂર્તત્વ, ધર્મ - અધર્મ - આકાશનો. સ્વભાવ છે અમૂર્તતા અને સકલ લોક વ્યાપ્તિત્વ. આ ધ્રુવ - નિશ્ચિત સ્વભાવ છે. આ છ દ્રવ્યોમાં કર્તા માત્ર જીવદ્રવ્ય જ છે. કારણ કે આ ચેતન છે. ચેતનદ્રવ્યમાં જ કર્તુત્વની સંભાવના રહેલી છે. અચેતન દ્રવ્યમાં કતૃત્વ સંભવી શકતું નથી. અજીવમાં ચૈતન્યમય અનુભૂતિ સંભવિત નથી. “કર્તા અને ભોક્તા આત્મા જ છે એ લોકસ્વરૂપ ભાવના આ ૩૧ | Page #46 -------------------------------------------------------------------------- ________________ વાતને વધુ પુષ્ટ કરતાં પંચાસ્તિકાય’ ગ્રંથમાં કહ્યું છે કે एवं कत्ता भोत्ता होज्झं अप्पा सगेहिं कम्मेहिं । हिंडती पारमपारं संसारं मोह संछण्णो ॥ ९९ ॥ ' મોહથી મુગ્ધ આત્મા પોતાના કર્મોના ઉદયથી કર્તા અને ભોક્તા બને છે અને તે અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. ધર્મ - અધર્મ અને આકાશનાં કાર્યો: धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता । स्थित्युपकुच्चाधर्मोऽवकाशदानोपकृद् गगनम् ॥ ( प्रशम. २१५ ) ધર્માસ્તિકાય, અધમસ્તિકાયું અને આકાશાસ્તિકાય - આ ત્રણ દ્રવ્યો અરૂપી છે, અમૂર્ત છે. એટલે કે ઇન્દ્રિયોથી આ દ્રવ્યોનું પ્રત્યક્ષીકરણ સંભવિત બનતું નથી. આ દ્રવ્યોના અસ્તિત્વમાં અને સ્વરૂપનિર્ણયમાં આગમ જ પ્રમાણભૂત છે. આગમમાન્ય યુક્તિઓ દ્વારા આ દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. એક એવો સર્વસંમત સિદ્ધાંત છે કે કોઈ કાર્ય કારણ વગર થતું નથી. કારણને જૈનદર્શનમાં બે રૂપમાં વહેંચવામાં આવ્યું છે ઃ ૧. ઉપાદાન કારણ ૨. નિમિત્ત કારણ વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ દ્રવ્યો છે - જીવ અને પુદ્ગલ. ગતિસ્થિતિનાં ઉપાદાન કારણ તો જીવ અને પુદ્ગલ જ છે, પરંતુ એનાં નિમિત્ત કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. કાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ અવશ્ય રીતે અપેક્ષિત હોય છે. આ નિમિત્ત કારણ ઉપાદાન કારણ કરતાં ભિન્ન હોય છે. એ રીતે જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્ત કારણના રૂપમાં ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને સ્થિતિમાં નિમિત્ત કારણ અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ગતિપરિણત જીવોની અને પુદ્ગલોની ગતિમાં સહજ રૂપે જ ધર્મદ્રવ્ય સહાયક બને છે. જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્ય ગતિશીલ ન હોય ત્યારે જબરજસ્તીથી ધર્મદ્રવ્ય ગતિ નથી કરાવતું. એ રીતે જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્ય ગતિશીલ હોય ત્યારે અધર્મ દ્રવ્ય સ્થિતિ કરાવવા માટે દબાણ કરતું નથી. જ્યારે પાણીમાં માછલી ગતિશીલ હોય છે ત્યારે ધર્મદ્રવ્ય એની ગતિમાં માત્ર સહાયક થાય છે; એ સમયે અધર્મ દ્રવ્ય માછલીને ઊભી રાખતું - સ્થિર કરી દેતું નથી. એ રીતે આકાશદ્રવ્ય સાહસિક રૂપે જીવ, પુદ્ગલ વગેરે દ્રવ્યોને અવકાશ આપે છે. અથવા તો કહો કે જીવ વગેરે દ્રવ્યોને સહજતાથી અવકાશ પ્રાપ્ત થાય છે, શાન્તસુધારસ : ભાગ ૩ ૩૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ આધાર મળે છે. જેમ મેઘગર્જના સાંભળીને બગલીને ગભિધાન રહે છે યા પ્રસવ થઈ જાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો વાદળોનો ગડગડાટ બળપૂર્વક એને પ્રસવ કરવા માટે મજબૂર કરતો નથી. જેમ જાતે ખેતી કરતા ખેડૂતોને વરસાદ સહાય કરે છે, પરંતુ ખેતી ન કરનારા ખેડૂતોને વરસાદ બળપૂર્વક ખેતી કરાવતો નથી. ॥ જેમ ધર્મનો ઉપદેશ સાંભળીને મનુષ્ય પાપોનો ત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ કરતો ન હોય તો ધર્મોપદેશ જોરજુલમથી પાપત્યાગ કરાવતો નથી. સારાંશ એ છે કે ધર્મ-અધર્મ અને આકાશપ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. એમનું અસ્તિત્વ જ કાર્ય કરાવે છે. પુદ્ગલનાં કાર્યો પુદ્ગલનાં કાર્યો બતાવતાં ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે f- रस- गन्ध वर्णाः शब्दो बन्धश्च सूक्ष्मता स्थौल्यम् । संस्थानं भेदतमंच्छायोद्योतातपश्चेति ।। ૬ ।। कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छवासदुःख-सुखदास्युः । जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कंधाः ॥ २१७ ॥ પુદ્દગલ દ્રવ્યનાં અનેક કાર્યો છે. આ બે શ્લોકોમાં પુદ્ગલનાં કેટલાંક કાર્યો બતાવ્યાં છે. પુદ્ગલનાં કાર્યોને પુદ્ગલનો 'ઉપકાર' કહેવામાં આવ્યો છે. જો કે પુદ્ગલ દ્રવ્ય અચેતન છે, તે અકર્તા છે, છતાં પણ ‘એ ઉપકાર કરે છે.’ એવો વાક્યપ્રયોગ માત્ર ઔપચારિક છે. જીવાત્મા મૃદુ-કઠોર આદિ સ્પર્શનો જે અનુભવ કરે છે; ખાટા, મીઠા, તીખાતમતમતા સ્વાદ વગેરેનો જે અનુભવ કરે છે; સુગંધ, દુર્ગંધ અનુભવે છે; લાલ-પીળો આદિ જે રંગ જુએ છે; તીવ્ર-મંદ વગેરે શબ્દો સાંભળે છે એ બધા પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. સ્પદ પણ પુદ્ગલના જ ગુણો છે. કર્મ-પુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીર-ન્યાયથી જે બંધ થાય છે તે પણ પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે. અનન્ત પ્રદેશી પુદ્ગલ સ્કંધોનું સૂક્ષ્મ હોવું અને સ્થૂળ હોવું એ પુદ્ગલનું જ કાર્ય છે. આકાશમાં વાદળો થાય છે, વીજળી ચમકે છે, ઇન્દ્રધનુષ્ય વેરાય છે ઇત્યાદિ પુદ્ગલ દ્રવ્યનાં જ કાર્યો છે. સમચતુરસ્ર આદિ સંસ્થાન-આકાર પણ પુદ્ગલનું સર્જન છે. અંધકાર અને છાયા પણ પુદ્ગલનું કાર્ય છે. ચંદ્ર-તારા વગેરેનો પ્રકાશ-ઉદ્યોત પુદ્ગલનો ઉપકાર છે અને સૂર્યનો તાપ પણ લોકસ્વરૂપ ભાવના ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલનો ઉપકાર છે. જ્ઞાનાવરણ આદિ કર્મ, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ શરીર આ પુદ્ગલ દ્રવ્યનું સર્જન છે. જીવાત્માની દરેક ક્રિયા અને શ્વાસોચ્છવાસ પુદ્ગલનાં કાર્યો છે. જેમને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ તે પણ પુદ્ગલોનાં પરિણામો છે. જીવ ઉપર અનુગ્રહ કરનાર ઘી, દૂધ વગેરે પુદ્ગલ અને મૃત્યુના કારણભૂતદ્રવ્ય ઝેર આદિ પણ પુદ્ગલનાં કાર્યો છે. આ તમામ પુદ્ગલ દ્રવ્યનાં કાર્યો સ્કંધના રૂપમાં પરિણત પુદ્ગલ દ્રવ્યનાં જ કાયો છે-પરમાણુ દ્રવ્યનાં નહીં. પુદ્ગલ દ્રવ્ય પણ જીવ દ્રવ્યની સાથે જ્યારે જોડાય છે ત્યારે જ એ કાર્ય કરી શકે છે. કાળ અને જીવનાં લક્ષણોઃ परिणामवर्तनाविधिः परापरत्वगुणलक्षणः कालः । सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणाः जीवाः ॥ (પ્રશમતિ / ર૬૮) પરિણામ, વર્તનાનો વિધિ પરત્વ, અપરત્વ ગુણ કાળનાં લક્ષણો છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને શિક્ષા જીવના ગુણો છે.” શ્રીમદ્ ઉમાસ્વાતી ભગવંત કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને એના ઉપકાર બતાવે પોતાની જાતિને છોડ્યા વગર દ્રવ્યમાં થનારી પૂવવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ એનું નામ પરિણામ. i પોતપોતાનાં પયયોની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન પાંચે દ્રવ્યોને નિમિત્ત રૂપમાં પ્રેરણા કરવી એનું નામ છે વર્તના. - પરત્વ એટલે કે જ્યેષ્ઠત્વ, અપરત્વ એટલે કનિષ્ઠત્વ (લઘુત્વ), સ્ત્રી ઉચિત સમયે ગર્ભધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે. એ કાળનો પ્રભાવ છે. દૂધમાંથી દહીં બને છે, દહીમાંથી માખણ બને છે, ઘી બને છે. આ કાળનું કાર્ય છે. જમીનમાં અંકુર ઉત્પન્ન થાય છે, પાંદડાં પેદા થાય છે, એની ઉપર ફળ આવે છે, નવું વસ્ત્ર જૂનું-પુરાણું બને છે - આ કાળનું પરિણામ છે. છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળનું જ પરિણામ છે. અતીત, અનાગત અને વર્તમાનનો વ્યવહાર પણ કાળને લીધે જ થાય છે. નાના મોટાનો વ્યવહાર પણ કાળકૃત છે. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ વગેરેના પરિવર્તનમાં કાળદ્રવ્ય પ્રેરક માનવામાં આવ્યું છે. જીવમાં જ્ઞાન, દર્શન વગેરેના ઉપયોગનું ૩૪ શાન્ત સુધારસ : ભાગ ૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તન પણ કાળકૃત છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર સંસાર ઉપર છવાયેલું છે. હવે ગુણો દ્વારા જીવનું લક્ષણ બતાવું છું. ૧. સમ્યક્ત (તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂ૫) ૨. જ્ઞાન (મતિ-મુતાદિ રૂ૫) ૩. ચારિત્ર (ક્રિયાનુષ્ઠાન રૂ૫) ૪. વીર્ય (શક્તિવિશેષ રૂપ) પ. શિક્ષા (લિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપ) જીવના આ પાંચ મુખ્ય ગુણો જીવમાં જ ઉત્પન થાય છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે “જીવ આ ગુણોને પેદા કરે છે. એ રીતે જીવને ઉપકારી કહેવામાં આવે છે. આ રીતે લોકપુરુષ સર્વત્ર ધર્મ - અધર્મ - આકાશ, કાળ, જીવ અને પુદ્ગલ દ્રવ્યોથી પૂરી રીતે ભરેલો છે. હવે આગળ વધીએ છીએ. છઠ્ઠો શ્લોક સાંભળો. रंगस्थानं पुद्गलानां नटानां नानास्पैर्नृत्यतामात्मनां च । कालोद्योग-स्वस्वभावादिभावैः कर्मातोद्यैर्नर्तितानां नियत्या ॥ ६ ॥ પોતાનાં ભિન્ન ભિન્ન રૂપ લઈને કાળ, ઉદ્યોગ, સ્વભાવ, નિયતિ અને કર્મરૂપ વાજિંત્રોના તાલ પર નાચતાં પુદ્ગલ અને નાટક કરતા જીવાત્મા માટે આ લોક રંગમંડપ છે, નાટ્યશાળા છે. ૧૪ રાજલોક-નાટ્યશાળાઃ અહીં ગ્રંથકારે ૧૪ રાજલોકને એક નાટ્યશાળાની ઉપમા આપી છે. એ નાટ્યશાળામાં અનંત જીવાત્માઓ નાટક કરે છે અને કાળ સ્વભાવાદિ પાંચ કારરૂપ વાજિંત્રોના તાલ પર પુદ્ગલ નાચે છે. જે અમૂઢ આત્મા, સમગ્ર લોકમાં ઊર્ધ્વ, અધો અને તિર્યલોકમાં પરદ્રવ્યોનું નાટક જોતો રહે છે એ કદી ખિન્ન થતો નથી. અહીં ઉપાધ્યાયે પાંચ પ્રકારનાં વાજિંત્રો બતાવ્યાં છે, એ પહેલાં સમજાવું છું. કારણ કે એના તાલ ઉપર પુદ્ગલને સંગ જીવાત્માઓ નાચે છે, નાટક કરે છે. પાંચ કારણોઃ કારણ વગર કાર્ય થતું નથી. જેટલાં કાર્યો દેખાય છે. એમનાં કારણો હોય જ છે. જ્ઞાનીઓએ વિશ્વમાં એવાં પાંચ કારણો શોધ્યાં છે, જે સંસારના પ્રત્યેક કાર્યની | લોકસ્વરૂપ ભાવના | Page #50 -------------------------------------------------------------------------- ________________ પાછળ હોય છે જ. આ કારણોનાં નામ આ પ્રકારે છે : (૧) કાળ (૨) સ્વભાવ (૩) ભવિતવ્યતા (૪) કર્મ અને (૫) પુરુષાર્થ. હવે એક-એક કારણ સમજાવું છું. કાળઃ વિશ્વમાં એવા પણ કેટલાય કાર્ય દેખાય છે કે જેમાં કાળ જ કાર્ય કરે છે. પરંતુ ત્યાં ‘કાળ’ને મુખ્ય કારણ સમજવું જોઈએ અને બાકીનાં ચાર કારણોને ગૌણ સમજવાં જોઈએ ઃ (૧) સ્ત્રી ગર્ભવતી થાય છે અને તે નિશ્ચિત કાળ-સમયે જ બાળકને જન્મ આપે છે. (૨) દૂધમાંથી અમુક સમયે જ દહીં જામે છે. (૩) તીર્થંકર પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી અને નિશ્ચિત સમયમાં જ એમનું નિર્વાણ થાય છે. (૪) છ ઋતુઓ પોતપોતાના સમયે જ આવે છે અને બદલાય છે. આ બધામાં કાળ પ્રમુખ કારણ હોય છે. સ્વભાવઃ સ્ત્રીને મૂછ કેમ આવતી નથી ? આ સ્વભાવ છે. હથેળીમાં વાળ કેમ ઊગતા નથી ? લીમડાના ઝાડ ઉપર કેરી કેમ નથી આવતી ? મોરનાં પીંછાં એવાં રંગબેરંગી અને કલાત્મક કેમ હોય છે ? બોરના કાંટા એવા અણીદાર કેમ હોય છે ? ફળફૂલના આવા વિવિધ રંગ શા માટે ? પર્વત સ્થિર અને વાયુ ચંચળ શા માટે ? આ તમામ પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દ છે - સ્વભાવ. ભવિતવ્યતા : આંબાના વૃક્ષ ઉપર ફળ આવે છે, કેટલાય નીચે પડી જાય છે. કેટલીક કેરીઓ મીઠી તો કેટલીક ખાટી શા માટે ? જેને સ્વપ્નમાંય આશા ન હોય એવી વસ્તુ એને મળી જાય છે, કેમ ? એક મનુષ્ય યુદ્ધમાંથી જીવતો આવે છે જ્યારે બીજો ઘરમાં જ મરી જાય છે, એવું કેમ ? આ બધાં કારણોમાં મુખ્ય કારણ ‘ભવિતવ્યતા’ હોય છે. કર્મ * જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, એ કર્મને કારણે જ. રામને વનવાસ રહેવું પડ્યું અને સતી સીતા ઉપર કલંક આવ્યું, એ કર્મને કારણે જ થયું. ભગવાન મહાવીર દેવના કાનોમાં ખીલા ઠોકાયા - આ બધું કર્મને કારણે જ થયું. ભૂખ્યો ઉંદર ટોપલી જોઈને કાપે છે, એની અંદર ઘુસી જાય છે. અંદર બેઠેલો સાપ એ ઉંદરને ગળી જાય છે - આ બધું કર્મને કારણે જ બને છે. આ તમામ કાર્યોમાં મુખ્ય કારણ કર્મ જ છે. ૩૬ શાન્તસુધા૨સ : ભાગ ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થ : રામે પુરુષાર્થથી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તલમાંથી તેલ કેવી રીતે નીકળે છે? વેલ મકાન ઉપર કેવી રીતે ચડી જાય છે?પુરુષાર્થથી ! કહેવત છે કે “ટીપે ટીપે સરોવર ભરાઈ જાય છે.” પુરુષાર્થ વગર વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ પ્રાપ્ત થતાં નથી. અહીં એક વાત મહત્ત્વપૂર્ણ છે - આ પાંચ કારણોમાંથી કોઈ એક કારણ કાર્યને પેદા કરી શકતું નથી. હા, એક કારણ મુખ્ય હોય છે. બીજાં ચાર ગૌણ કારણો હોય છે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે - આ પાંચ કારણોનો સમુદાય મળ્યા વગર કાર્ય પૂર્ણ થતું નથી. ઉદાહરણ દ્વારા આ વાત સમજાવું છું.. તંતુઓથી કપડું બને છે, આ સ્વભાવ છે. કાલક્રમથી તંતુ બને છે. ભવિતવ્યતા હોયતો કપડું તૈયાર થાય છે, નહીં તો વિઘ્ન આવે છે અને કામ અધૂરું રહી જાય છે. કાંતનારનો પુરુષાર્થ અને ભોગવનારનું કર્મ જોઈએ. આ રીતે જીવના વિકાસમાં પાંચ કારણો કામ કરે છે. ૧. ભવિતવ્યતાના યોગથી જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. ૨. પુણ્યકર્મના ઉદયથી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. . ૩. કાલ ભવસ્થિતિ) પરિપક્વ થતાં એનું વીર્ય ૪. (પુરુષાર્થપ્રયત્ન) ઉલ્લસિત થાય છે અને ૫. ભવ્ય સ્વભાવ હોય તો તે મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયએ સમકિતની સઝાયમાં કહ્યું છે - નિયતિવશે હળુકર્મી થઈને, નિગોદ થકી નિકળીયો. પુણ્ય મનુષ્યભવાદિ પામી, સદ્ગુરુને જઈ મળિયો. ભવસ્થિતિનો પરિપાક થયો તબ, પંડિત વીર્ય ઉલ્લેસીયો. ભવ્યસ્વભાવે શિવગતિ પામી શિવપુર જઈને વસીયો. પ્રાણી! સમકિત -મતિ મન આણો નય એકાંત ન તણો રે પ્રાણી. ૧૪ રાજલોકમાં આ પાંચ કારણો અનુસાર જીવ પુદ્ગલની સંગે નાચતો રહે છે. ગ્રંથકારે આ કારણોને વાજિંત્રોની ઉપમા આપી છે. વાજિંત્રોના તાલ ઉપર એ નૃત્ય કરતો જાય છે. જીવાત્મા જો નાટકના રૂપમાં લોકને જોતો રહે તો તે રાગ-દ્વેષ મોહ આદિથી બચતો રહે છે, માત્ર નાટક છે ! વાસ્તવિકતા કશી જ નથી. જે રીતે રંગભૂમિ ઉપર જન્મનું દ્રશ્ય હૂબહૂ ઊભું કરવામાં આવે છે, મૃત્યુનો સાક્ષાત્ અભિનય કરવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિક નથી. એ તો માત્ર પાત્રોના લોકસ્વરૂપ ભાવના Page #52 -------------------------------------------------------------------------- ________________ કૌશલ્યની વિશેષતા છે. દૃષ્ટા સ્વયં એ તથ્યને સારી રીતે જાણે છે, સમજે છે એટલે નાટ્યશાળામાં જન્મ થતાં પ્રસન્ન થતાં નથી અને મૃત્યુથી શોકવિવળ બનતા નથી. બરાબર એ જ રીતે ૧૪ રાજલોકની ભૂમિ ઉપર જન્મ-જરા-મૃત્યુના પ્રસંગ ઉપસ્થિત થતાં જ્ઞાની પુરુષો રજમાત્ર વિચલિત થતા નથી. વ્યર્થ શોક કરવાથી શો લાભ ? મનની સ્થિરતા માટે આ ચિંતન : ભવસ્વરૂપ - લોકસ્વરૂપ ભાવનાની પ્રસ્તાવના પૂર્ણ કરતાં એ ગાય છે - एवं लोको भाव्यमानो विविक्त्या विज्ञानां स्यात् मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूति ॥ ७ ॥ “આ રીતે લોકપુરુષનું ચિંતન જો વિવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવે તો મનની સ્થિરતામાં એ સહાયક થાય છે અને મનની સ્થિરતા જો મળી ગઈ, પછી અધ્યાત્મ સુખનો પ્રાદુર્ભાવ સરળતાથી થઈ શકશે.” શું તમે ઇચ્છો છો કે આ જીવનમાં અધ્યાત્મ સુખ પ્રાપ્ત થાય ? જો ઇચ્છતા હો તો સર્વ પ્રથમ મનની સ્થિરતા પ્રાપ્ત કરવી પડશે. મનને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત રાખવાનો પ્રયત્ન કરવો પડશે. મનઃ સ્થિરતાના અનેક ઉપાયો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે; એમાં એક ઉપાય છે - લોકપુરુષનું વિવિધ દૃષ્ટિકોણથી ચિંતન. ‘સંસ્થાન વિચય’ નામનું આ એક ધર્મધ્યાન છે. ધ્યાનાનલ પેટાવવો પડશે : 'લોકસ્વરૂપ' ભાવનાની સજ્ઝાયમાં કહેવામાં આવ્યું છે કે - મન દારૂ, તન નાલ કરી, ધ્યાનાનલ સલગાવ, કર્મ કટક ભેદણ ભણી ગોલા જ્ઞાન ચલાવ ॥ ૧ ॥ મોહરાજ મારી કરી, ઊંચા ચઢી અવલોય, ત્રિભુવન મંડપ માંડણી, જિમ પરમાનંદ હોય ॥ ૨ ॥ - · જય સોમમુનિ કવિએ અહીં કહ્યું છે : ‘‘હે જીવ, જો તેં પરમાનંદસ્વરૂપ મોક્ષ માન્યો હોય તો તારે મોહરાજની સાથે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવાનો ઉપાય બતાવતાં કહે છે ઃ ‘“મનરૂપી દારૂને તનરૂપી તોપમાં ભરીને અને ધ્યાનરૂપ (સંસ્થાન વિચય) અગ્નિથી એને સળગાવવો પડશે. આ રીતે કર્મોની સેનાને છિન્ન ભિન્ન કરવી પડશે. મોહરાજને મારીને ‘ક્ષપક-શ્રેણી’ માંડીને કેવળજ્ઞાની બનીને ત્રિભુવન (૧૪ રાજલોક)ને જોવું પડશે.” ૩૮ શાન્તસુધારસ : ભાગ ૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ મનની સ્થિરતા પ્રાપ્ત કરો ઃ લોકસ્વરૂપનું ચિંતન મનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે છે. સ્થિરતાના વિષયમાં ‘જ્ઞાનસાર’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ ૧. હે વત્સ ! તું ચંચળ પ્રવૃત્તિનો બનીને ભટકી-ભટકીને શા માટે વિષાદ કરી રહ્યો છે ? તારી પાસે રહેલા ભંડારને તો સ્થિરતા બતાવશે. ૨. જ્ઞાનરૂપી દૂધ, અસ્થિરતારૂપી ખાટા પદાર્થથી (લોભના વિકારોથી) બગડી જાય છે, એ સમજીને સ્થિર બન. ૩. જો ચિત્ત સર્વત્ર ભટકતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર, આકૃતિ અને વેષાદિનું ગોપન કરવારૂપ ધર્મક્રિયાઓ દુષ્ટા સ્ત્રીની જેમ કલ્યાણકારિણી બની શકતી નથી. ૪. જો મનમાં રહેલી મહાશલ્યરૂપ અસ્થિરતા દૂર ન કરી, એને મૂળમાંથી ઉખાડીને ફેંકી ન દીધી, તો પછી ક્રિયારૂપ ઔષધિ જો લાભ નથી કરતી તેનો શો દોષ ? ૫. જે મહાપુરુષને સ્થિરતા મન-વચન-કાયાના એકાત્મભાવથી પ્રાપ્ત થઈ છે, એવા મહાયોગી ગામ-નગર અને અરણ્યમાં રાત-દિવસ સમભાવવાળા હોય છે. ૬. જો સ્થિરતારૂપ રત્નદીપ સદાસર્વદા દેદીપ્યમાન હોય તો ભલા, સંકલ્પરૂપ દીપશિખાથી ઉત્પન્ન વિકલ્પોના ધૂમ્રવલયોનું શું પ્રયોજન ? બરાબર એ જ રીતે અતિમલિન એવા પ્રાણાતિપાતાદિક આસ્રવોની પણ શી જરૂર છે ? ૭. જો અંતઃકરણમાં અસ્થિરતારૂપી આંધી પેદા કરશો તો નિઃસંદેહ ધર્મ-મેઘ સમાધિ'ની શ્રેણીને તે વિખેરી નાખશો. ૮. યોગની સ્થિરતા જ ચારિત્ર છે અને એ હેતુથી સિદ્ધિ અંગે પણ કહેવામાં આવ્યું છે. આથી હે યોગીજનો ! આ સ્થિરતાની પરિપૂર્ણ સિદ્ધિ માટે સમુચિત પ્રયત્ન કરો. સ્થિરતાના રત્નદીપકના શીતલ પ્રકાશમાં આધ્યાત્મિક માર્ગનું અનુસરણ ચાલુ રાખ, પૂર્ણતાની મંજિલ અવશ્ય પ્રાપ્ત થશે. આજે બસ, આટલું જ. લોકસ્વરૂપ ભાવના ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ શીGસ્@ારી પ્રવચન પર લોકસ્વરૂપ ભાવના ૪ : સંકલના : શાશ્વતનું ચિંતન કરો. અલોક કેવલી સમુદ્યાત કેવલી સમુદ્યાતની પ્રક્રિયા સમુદ્દઘાતમાં યોગ સમુદ્યાતમાં આહાર - અનાહાર ૧૪ રાજલોક - મંદિરસ્વરૂપ લોકપુરુષનું ચિંતન મનુષ્ય શરીરમાં લોકનું ચિંતન લોકમાં વિષમતાનું દર્શન કરો. કિલ્વિષિક દેવ કોણ બને છે? દેવલોકમાં પણ યુદ્ધો થાય છે. દેવોનો ઉન્માદ ક્યાંક પ્રકાશ - ક્યાંક અંધકાર ક્યાંક જયજયકાર - ક્યાંક શોક-વિષાદ મનુષ્યલોકમાં જુઓ. સંબંધો જોડવા અને તોડવા. ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો. Page #55 -------------------------------------------------------------------------- ________________ विनय विभावय शाश्वतं हृदि लोकाकाशम् । । सकल-चराचर धारणे, परिणमदवकाशम् ॥ १ ॥ વિનય ! વિભાવય શાશ્વત लसदलोकपरिवेष्टितं गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः सुघटित सीमानम् ॥ २ ॥ विनय. પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી લોકસ્વરૂપ ભાવનાને કાવ્યમાં ગાતાં કહે છે કે - “ઓ વિનય, તારા હૃદયમાં તું શાશ્વત લોકાકાશનું ચિંતન કર. એ લોકાકાશ તમામ ચલ-અચલને ધારણ કરનાર હોવાથી દ્રવ્યના રૂપમાં આશ્રય આપે છે.” ૧. અલોકથી આવેષ્ટિત આ લોક દીપ્તિમાન છે અને એના વિસ્તારની સીમાને માપવી અસંભવ છે. છતાં પણ ધમસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યોને સહારે એની સીમા નિશ્ચિત તો છે જ.’ ૨. શાશ્વતનું ચિંતન કરોઃ - ગ્રંથકાર કહે છે : શાશ્વતનું ચિંતન કરો. પ્રસ્તુતમાં શાશ્વતનો અર્થ છે - લોકાકાશ ! લોકાકાશમાં પણ ત્રસનાડી - ૧૪ રાજલોક ઊંચી અને ૧૪ રાજલોક પહોળી ! એમાં સર્વ છ દ્રવ્યો રહેલાં છે. લોકાકાશ છ દ્રવ્યોનો આધાર છે. એટલા માટે ચિંતનની અતિ વિશાળ સામગ્રી એમાં રહેલી છે. એટલા માટે મેં આ પ્રસ્તુત ભાવનાને વિવેચનમાં સરળ અને વ્યાપક રૂપથી છ દ્રવ્યો સમજાવ્યાં છે. કારણ કે તમે લોકો આ વિષયમાં ચિંતન કરી શકો. શું તમે આ વિષય ઉપર ચિંતન કરશો? અર્થ અને કામના વિચારોથી તમારા લોકોનાં દિમાગ ભરેલાં છે. તમે કેવી રીતે શાશ્વત લોકાકાશનું ચિંતન-મનન કરશો?મારું એ કહેવું છે કે જે ક્ષણિક છે, જે પાપકર્મ બંધાવે છે, એવું જોવું, સાંભળવું અને ચિંતન કરવું વ્યર્થ છે. મનુષ્ય જીવનનો દુરુપયોગ છે. મનુષ્ય મનનો દુર્વ્યય છે. હવે એવી પ્રવૃત્તિ બંધ કરો અને શાશ્વતનું ચિંતન-મનન કરવાનું શરૂ કરો. આત્માનું, પરલોકનું, ૧૪ રાજલોકનું, સિદ્ધશિલાનું ચિંતન કરતા રહો. એનાથી અનંત-અનંત કર્મોની નિર્જરા થશે. ૧૪ રાજલોક અલોકથી આવેષ્ટિત-ઘેરાયેલું છે. અલોક ૧૪ રાજલોકની ચારે બાજુ અલોક છે, એને અલોકાકાશ પણ કહે છે. અલોકમાં માત્ર આકાશાસ્તિકાય હોય છે. બાકીનાં પાંચ દ્રવ્યો અલોકમાં નથી હોતાં. અલોકની સીમા નથી, લોકની સીમા છે. અલોકમાં ધમસ્તિકાય નથી, એટલા માટે લોકસ્વરૂપ ભાવના ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવ અને પુદ્ગલની અલોકમાં ગતિ હોતી નથી. ઉપર સિદ્ધશિલા સુધી જ ગતિ થાય છે અને અધમસ્તિકાયને લીધે સ્થિરતા થાય છે. હવે એક આત્મા સમગ્ર લોકાકાશમાં ક્યારે અને કેવી રીતે વ્યાપ્ત થાય છે, કેટલા સમય પછી તે લોકવ્યાપી બને છે એ વાત ત્રીજા શ્લોકમાં બતાવવામાં આવી છે. समवघात समये जिनैः परिपूरितदेहम् । મસુમ પુવિવિઘક્રિયા-પુરવણમ છે રૂ . . . કેવલી સમુદ્વ્રાતઃ કેવલી સમુદ્યાતની પૂર્વભૂમિકા સમજી લો. કેવળજ્ઞાનીનું આયુષ્યકર્મનિરૂપક્રમ હોય છે. આયુષ્યકર્મને ઘટાડવાની (ઓછું કરવાની) ગમે તેટલી કોશિશ કરે, તો પણ એ ઘટતું નથી. જેટલું આયુષ્યકર્મ બાંધ્યું હોય, એટલું ભોગવવું જ પડે છે. જ્યારે જે જીવોનું આયુષ્યકર્મ ‘સોપક્રમ હોય છે એમનું આયુષ્યકર્મ વિશેષ પ્રયત્નો દ્વારા ઓછું કરી શકાય છે. જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો આયુષ્યની સાથે વિશેષ સંબંધ હોતો નથી. પરંતુ વેદનીય', 'નામ’ અને ‘ગોત્ર' કમનો આયુષ્યકર્મની સાથે ગાઢ સંબંધ હોય છે. વેદનીય આદિ ત્રણ કમ આયુષ્યકર્મ ઉપર નિર્ભર રહે છે. આયુષ્યની સમાપ્તિની સાથે વેદનીયાદિ કર્મોની સમાપ્તિ થઈ જાય છે. અર્થાત્ જેટલી સ્થિતિ (વર્ષ) આયુષ્યકમની હોય છે એટલી જ સ્થિતિ વેદનીયાદિ ત્રણ કર્મોની હોવી જોઈએ. પરંતુ એવું નક્કી નથી કે જીવાત્મા જ્યારે આયુષ્યકર્મની સ્થિતિ બાંધે છે, જેટલાં વર્ષોની બાંધે એટલી જ સ્થિતિ વેદનીયાદિ કર્મોની બાંધે! વધારે પણ બાંધી શકે છે ! ત્યારે શું કરવું? જે જીવોનો પુનર્જન્મ થવાનો હોય, એ જીવો માટે તો આ સવાલ જ રહેતો નથી. કારણ કે જે વેદનીયાદિ કર્મો ભોગવ્યા વગરનાં જ રહી ગયાં હોય (આયુષ્યકમ સમાપ્ત થઈ ગયું હોય અને વેદનીયાદિ કમ બાકી રહી ગયાં હોય) એ આગામી જન્મોમાં ભોગવી શકાય છે. પરંતુ જે જીવોનો પુનર્જન્મ નથી થવાનો, જે જીવો એ જ ભવમાં મોક્ષ પામવાના હોય અને વેદનીય આદિ ત્રણ કમ ભોગવ્યા વગરનાં રહી ગયાં હોય તો એમનું શું કરવું? એ કર્મો શુક્લધ્યાનમાં બળી શકતાં નથી અને એમને મોક્ષમાં સાથે લઈ જઈ શકાતાં નથી, તો શું કરવું? એટલા માટે કેવળજ્ઞાની મહાત્માઓને વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યકર્મની સ્થિતિની બરાબર કરવી પડે. બેશક, કેટલીક વિશેષ પ્રક્રિયાઓ દ્વારા વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડી શકાય છે. આ પ્રયોગ માત્ર કેવળજ્ઞાની જ કરી શકે છે. આ પ્રયોગ કરવાની ક્ષમતા - સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનીમાં જ હોય છે. [૪૨ [ શાન્ત સુધરસઃ ભાગ ૩] Page #57 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રશમરતિ’ ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતિએ કહ્યું છે - यस्य पुनः केवलिनः कर्मभव्यायुषोऽतिरिक्त तरम् । सः समुद्घातं भगवानथगच्छति तत् समीकर्तुम् ॥ २७३ ॥ સમુદ્યાત’ શબ્દની પરિભાષા સાંભળો. "M = 7ષ્ટ, ઇન = મને સમુદ્યાતિઃ | આત્માનું ઉત્કૃષ્ટ ગમન (લોકવ્યાપી) એનું નામ છે - સમુદ્ગાત. આગમોમાં “સમુદ્યાત’ સાત પ્રકારના બતાવવામાં આવ્યા છે - ૧. વેદનીય ૨. કપાય ૩. મારણાન્તિક ૪. વૈક્રિય છે. તેજસ્ ૬. આહારક અને ૭. કેવલી. આમાં પ્રથમ છ (વેદનીયથી આહારક) સમુદ્યાત છદ્મસ્થ આત્મા કરી શકે છે. આ છ સમુઘાતના પુદ્ગલ પ્રાણભૂત જીવ અને સત્ત્વનો ઘાત કરે છે, ઘર્ષણ કરે છે. સંઘટ્ટો કરે છે. પરિતાપ પેદા કરે છે, ઉપદ્રવ કરે છે, કિલામણ કરે છે. જેના શરીરમાંથી આ પુદ્ગલ નીકળે છે, એમને ત્રણ, ચાર યા પાંચ “ક્રિયાઓ” લાગે છે. પરંતુ કેવલી સમુદ્યાતમાં તો કેવળજ્ઞાનીના શરીરમાંથી આત્મપ્રદેશ બહાર નીકળે છેશરીરનો ત્યાગ કર્યા વગર, આત્મપ્રદેશ જ્યારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે અલગ-અલગ પ્રકારની આકૃતિઓ બને છે અને વિખેરાય છે. કેવલી સમુદ્રઘાતની પ્રક્રિયાઃ કેવળજ્ઞાની જ્યારે પોતાનું આયુષ્ય એક અન્તર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે આ સમુદ્યાતની વિશિષ્ટ પ્રક્રિયા કરે છે. આ પ્રયોગમાં કર્મબંધ થવાનો સવાલ જ નથી. પરંતુ કમની નિર્જરા થાય છે. કેવળ આઠ સમયનો જ આ સમુઘાતનો પ્રયોગ હોય છે, પરંતુ હોય છે અભુત અને આશ્ચર્યજનક! v પ્રથમ સમયમાં પોતાના શરીર જેવડી પહોળી અને ઊર્ધ્વલોક, અધોલોક જેવડી ઊંચી પોતાના આત્માની દંડાકૃતિ બનાવે છે. . બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં આત્માની કપાટાકૃતિ બનાવે છે. પ ત્રીજા સમયમાં આત્માની મંથાન - આકૃતિ બનાવે છે. 1 ચોથા સમયમાં સમગ્ર લોકવ્યાપી થઈ જાય છે. . પાંચમા સમયમાં મંથાનરૂપ થઈ જાય છે. - છઠ્ઠા સમયમાં કપાટરૂપમાં થઈ જાય છે. | સાતમા સમયમાં દારૂપ બને છે. i આઠમા સમયમાં આત્મા શરીરસ્થ થઈ જાય છે. લોકસ્વરૂપ ભાવના ૪૩ | Page #58 -------------------------------------------------------------------------- ________________ આ સમુદ્દાત પ્રયોગ દ્વારા કેવળજ્ઞાની મહાત્મા વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મની સ્થિતિ (વર્ષ, મહિનો, દિન, કલાક, પળ, સમય) ઘટાડીને આયુષ્યકર્મની સ્થિતિની બરાબર કરી દે છે. આ ત્રણે કર્મોની સ્થિતિ કયા ક્રમે ઘટે છે એનું સવિસ્તર વિવેચન પંચસંગ્રહ’, ‘કર્મપ્રકૃત્તિ’ આદિ ગ્રંથોમાં મળે છે. વેદનીય, નામ, ગોત્રકર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય છે. કલ્પનાથી જ એના અસંખ્ય ભાગ કરે. એ અસંખ્ય હિસ્સાઓમાંથી એક જ હિસ્સો બાકી રાખી અને શેષ હિસ્સાઓના પ્રથમ સમયમાં જ (દંડકૃતિ બનાવીને) નષ્ટ કરે. આ રીતે સ્થિતિનો નાશ કરીને, ત્રણે કર્મોના રસનો ક્ષય કરે છે. ત્રણે કર્મોમાં સ્થિતિ, રસના મનોમન કલ્પનાથી અનંત હિસ્સાઓ કરે. એક અનંતમો હિસ્સો બાકી રાખીને શેષ તમામ હિસ્સાઓનો નાશ કરે છે. શેષ રહેલ - બચેલ સ્થિતિનો અસંખ્યાતમો ભાગ અને રસનો એક અનંતમો ભાગ, એના ક્રમશઃ અસંખ્ય અને અનંત હિસ્સા કલ્પનાથી જ કરે. એનો એક-એક હિસ્સો શેષ રાખીને બાકીના તમામ હિસ્સાઓને સમુદ્દાતના બીજા સમયમાં (કપાટાકૃતિ બનીને) નષ્ટ કરે છે. ૫-૬-૭-૮ સમયમાં સ્થિતિઘાત અને રસઘાતની પ્રક્રિયા ચાલતી રહે છે. અસંખ્યવાર સ્થિતિઘાત - રસઘાત થતા રહે છે. એમ કરતાં કરતાં વેદનીય વગેરે ત્રણ કર્મો, આયુષ્યની સ્થિતિ જેટલાં થઈ જાય છે, અન્તર્મુહૂર્ત પૂરું થઈ જાય છે, આયુષ્યકર્મ પૂરું થઈ જાય છે. સાથે સાથે વેદનીયાદિ કર્મ પણ પૂરાં થઈ જાય છે અને આત્મા વિદેહ બની જાય છે. સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની જાય છે. પ્રશ્ન ઃ ભોગવ્યા વગરનાં કર્મોનો નાશ કેવી રીતે માની લેવામાં આવે ? કરેલાંબાંધેલાં કર્મ તો અવશ્ય ભોગવવાં જ પડે છે. એવો શું સિદ્ધાંત નથી ? ઉત્તર ઃ કરેલાં યા બાંધેલાં કર્મો તો જીવને ભોગવવાં જ પડે છે, પરંતુ ભોગવવાની રીત એક જ નથી. જો કે તમે લોકો જાણો છો, અન્ય પદ્ધતિઓ પણ છે. (રસોદયનું બીજું નામ ‘વિપાકોદય’ પણ છે) જેમ કે અશાતા વેદનીયનો ઉદય વિપાક' થયો, શરીરમાં તાવ ચડ્યો, એ દુઃખ ભોગવવું પડે. પરંતુ કોઈ અશાતા વેદનીયકર્મ એમ ને એમ પણ ઉદયમાં આવી શકે છે; આત્મા એમ ને એમ અવ્યક્તરૂપે પણ ભોગવતો હોય છે કર્મને, કે જેમાં સુખદુઃખ પ્રગટરૂપે અનુભૂત ન હોય. એ પ્રકારના ઉદયનું નામ છે - ‘પ્રદેશોદય.’ તમામ કર્મોને ‘વિપાકોદય'થી ભોગવવામાં આવતા નથી. જો એવું માનીએ કે બાંધેલાં તમામ કર્મો વિપાકોદયથી ભોગવવાં પડે છે અને ભોગવીને જ નષ્ટ કરવાનાં હોય છે, તો તે શક્ય જ નહીં બને. દરેક જીવ પોતાના અસંખ્ય જન્મોમાં વિવિધ મનનાં પરિણામોથી, વિચારોથી નરક વગેરે ગતિઓમાં જે કર્મ બાંધ્યાં હશે એ શાન્તસુધારસ : ભાગ ૩ ૪૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ કર્મોનો મનુષ્યજન્મમાં કેવી રીતે નાશ થશે ? એ કમને ભોગવવા માટે એ ગતિઓમાં જવું પડે, ત્યારે જ વિપાકોદયથી ભોગવી શકશે. એ ગતિઓને યોગ્ય કર્મોનો વિપાકોદય એ ગતિઓમાં જ હોય છે. આ રીતે તો આત્માનો મોક્ષ થઈ જ ન શકે. એટલા માટે પ્રદેશોદયથી કેટલાંક કમને ભોગવીને એમનો નાશ કરી શકાય છે એવું માનવું પડે. સમુદ્દઘાતમાં યોગઃ સમુઘાતની આઠ સમયની સૂક્ષ્મ ક્રિયામાં કયા સમયે ક્યો યોગ થાય છે એ પણ બતાવી દઉં. પ્રથમ સમયમાં ‘ઔદારિક કાયયોગ થાય છે. કેમ કે ત્યાં શરીરમાંથી આત્મપ્રદેશ નિરિત થાય છે. આત્મપ્રદેશ દંડાકૃતિ ધારણ કરે છે. આ ક્રિયામાં “ઔદારિક કાયયોગનું પ્રાધાન્ય હોય છે. પ્રથમ સમયમાં આત્મા “આહારી હોય છે અને આહાર ગ્રહણ કરવામાં “ઔદારિક કાયયોગ નિતાન્ત આવશ્યક છે. બીજા સમયમાં કાર્મહયોગથી મિશ્ર ઔદારિક યોગ થાય છે. બીજા સમયમાં આત્મપ્રદેશ કપાટાકૃતિમાં બદલાઈ જાય છે. આ ક્રિયામાં સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ શરીર પણ પ્રયત્નશીલ બને છે. ત્રીજા સમયમાં કેવળ સૂક્ષ્મ શરીર જ પ્રયત્નશીલ બને છે. આત્મપ્રદેશમંથનાકૃતિ બની જાય છે. આ પ્રક્રિયામાં કેવળ કામણ શરીર જ સક્રિય બને છે. v ચોથા સમયમાં જ્યારે આત્મા સમગ્ર લોકવ્યાપી બને છે, તે સમયકામણયોગવાળો હોય છે. . પાંચમા સમયમાં જ્યારે આત્મપ્રદેશ સંકોચાઈ જાય છે, મંથાનરૂપમાં બદલાઈ જાય છે, ત્યારે પણ કામણ કાયયોગ હોય છે. . છઠ્ઠી સમયમાં પણ આત્મપ્રદેશ જ્યારે કપાટરૂપ બને છે ત્યારે પુનઃ ઔદારિક કાયયોગની સાથે કામણ શરીર કાર્યશીલ બને છે. v સાતમા સમયમાં જ્યારે આત્મપ્રદેશ વધારે સંકુચિત થાય છે અને દંડાકૃતિ બને છે ત્યારે પણ સ્થળ અને સૂક્ષ્મ બંને શરીર સક્રિય બને છે. આઠમા સમયમાં જ્યારે આત્મપ્રદેશ શરીરસ્થ બની જાય છે ત્યારે કેવળ ઔદારિક કાયયોગ હોય છે. કામણ શરીર હોય છે ખરું, પણ તે સક્રિય રહેતું નથી. સમુઘાતમાં આહાર - અનાહારઃ कार्मणशरीरयोगी चतुर्थक पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥ २७७ ॥ (પ્રશમતિ) લોકસ્વરૂપ ભાવના [ | ૫ | Page #60 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાતના આઠમા સમયમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં આત્મા અનાહારી હોય છે. કારણ કે એ સમયમાં કેવળ સૂક્ષ્મ શરીર જ સક્રિય રહે છે. આહારની આવશ્યકતા સ્થૂળ શરીરને રહે છે. આ ત્રણ સમય સિવાય પાંચ સમયમાં ઔદારિક શરીર સક્રિય બને છે, એટલા માટે ત્યાં આત્મા આહારી હોય છે. આહાર ગ્રહણ કરે છે, પરંતુ કર્મ-પુદ્ગલ ગ્રહણ નથી કરતો. ૧૪ રાજલોક-મંદિરસ્વરૂપઃ સમુદ્યાતના વિષયમાં પર્યાપ્ત વિવેચન કરીને હવે ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે જીવ અને પરમાણુઓની અનેક પ્રકારની ક્રિયાઓ અને એમના ગુણોને માટે ૧૪ રાજલોક મંદિરરૂપ છે. મંદિર એટલે ગૃહ, નિવાસ, આલય. કહેવાનો અર્થ એ છે કે સમગ્ર રાજલોક જીવોથી અને પુદ્ગલ પરમાણુઓથી ભરેલો છે. જીવોની અને પુદ્ગલોની વિવિધ પ્રકારની ક્રિયાઓ અને વિવિધ ગુણો જોવા મળે છે. ચાર ગતિઓમાં જીવોનાં જન્મ-જીવન અને મૃત્યુ... પરિવર્તનશીલ જીવસૃષ્ટિને જ્ઞાનવૃષ્ટિથી જુઓ. પુદ્ગલોનું પરિવર્તન પણ જોતા રહો. લોકપુરુષનું ચિંતન यो वैशाखस्थानकस्थायिपादः श्रोणिदेशेन्यस्तहस्तद्वयश्च । कालेऽनादौशश्वदूर्ध्वदमत्वाद् बिभ्राणोऽपिश्रान्तमुद्रामखिन्नः॥ “જેણે પોતાના બંને પગ પહોળા કરીને જમીન ઉપર મજબૂતીથી રાખ્યા છે, જેણે ' પોતાની કમર ઉપર બંને હાથ મૂક્યા છે અને અનાદિકાળથી આ રીતે એકદમ સીધો ઊભા રહેવાથી મુખ ઉપર થાકનાં ચિહનો જણાતા હોવા છતાં પોતાની જાતને નિયંત્રિત રાખવાને કારણે ત્રસ્ત યા ખિન દેખાતો નથી.” . મનુષ્ય શરીરમાં લોકનું ચિંતનઃ મનુષ્યાકૃતિમાં લોકપુરુષ બનાવીને કેવળજ્ઞાની મહાપુરુષોએચિંતનમાં સરળતા લાવી દીધી છે. તમે તમારા શરીમાં જ ૧૪ રાજલોકનું ચિંતન કરી શકો છો. તમે તમારા ઓરડામાં જ જમીન ઉપર બે પગ પહોળા કરીને અને તમારા બંને હાથ તમારી કમર ઉપર જમાવી -ગોઠવી દો. એકદમ સીધા ઊભા રહો. - કમરની નીચે બે પગોની વચ્ચે સાત નરકને જુઓ. 1 પહેલી “રત્નપ્રભા' નરકની ઉપર ૧૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦/૧૦ યોજન છોડીને ૮૦ યોજનમાં વાણવ્યંતર' દેવોને જુઓ. આ વાણવ્યંતર દેવો પહાડોની ખીણોમાં રહે છે. જંગલોમાં ફરતા રહે છે. આ રત્નપ્રભા નરક પૃથ્વીનો પિંડ ૧,૮૦,000 યોજન મોટો સ્થૂળ હોય છે. ૪૬ શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #61 -------------------------------------------------------------------------- ________________ એમાં ઉપર-નીચે હજાર હજાર યોજન છોડી દઈને ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવોના ભવનો છે - આવાસ પણ હોય છે - આવાસ ક્રીડાસ્થલી હોય છે. અસુરકુમાર નામના ભવનપતિ વધારે પ્રમાણમાં આવાસોમાં રહે છે અને શેષ નાગકુમાર આદિ ભવનપતિ વધારે પ્રમાણમાં ભવનોમાં રહે છે. ભવનપતિ નિકાયમાં જે ઉપર એક હજાર યોજન છોડ્યા હતા એમાં ઉપર-નીચે ૧૦૦/૧૦૦ યોજન છોડી દો, બાકીના ૮૦૦ યોજનમાં ‘યંતરદેવ’ રહે છે. કલ્પનાવૃષ્ટિથી આ બધું જુઓ. . મનુષ્યક્ષેત્ર - અઢી દ્વીપ -ની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રની પછી વ્યંતરદેવોનાં અસંખ્ય નગરો છે. એમનાં નગરો પૃથ્વીકાયનાં હોય છે, રમણીય હોય છે. I પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ - આ આઠ વ્યંતરોની નિકાયો હોય છે. 1 વ્યંતરદેવો ગીત ગાતા રહે છે, સંગીત વગાડતા રહે છે. તેઓ નિરંતર સુખી હોય છે. i નીચે સાત નરકો જુઓ. v મધ્યલોકમાં મેરુપર્વત જુઓ... પછી જબૂદ્વીપથી શરૂ કરીને અસંખ્ય દ્વીપ-સમુદ્રો જોતા જાઓ. આઠમા દ્વીપ ઉપર નંદીશ્વર તીર્થમાં શાશ્વત જિનમંદિરોનાં અને જિનપ્રતિમાઓનાં દર્શન પણ કરો. v સમભૂતલાથી ઉપર ૭૯0 યોજન ઉપર જ્યોતિષ-ચક્ર જુઓ. ૭૯૦ થી ૧૧૦ યોજનમાં જ્યોતિષ દેવોનાં વિમાનો હોય છે. એમાં ઉપર બાર વૈમાનિક દેવલોક છે. એની ઉપર નવરૈવેયક દેવલોક છે. એની ઉપર પાંચ અનુત્તર દેવલોક છે. i એની ઉપર સિદ્ધશિલા આવેલી છે, ત્યાં અનંત સિદ્ધ ભગવંતો છે. પોતાના જ શરીરમાં બે પગ પહોળા કરીને બે હાથ કમર ઉપર રાખીને લોકપુરષ બનાવવાનો છે અને એમાં નીચેથી ઉપર સુધી ચિંતન કરવાનું છે. લોકપુરુષના મુખ ઉપર ખિન્નતા નથી, ત્રાસ નથી, પરંતુ થાક જોવા મળે છે - અનાદિ કાળથી ઊભો રહેલો છે ને? પૂરું વિશ્વ, સમગ્ર જીવસૃષ્ટિ અને પુદ્ગલ સમૂહ એમાં ભરેલો છે. તમે લોકો દરરોજ અચૂક આ લોકપુરુષનું ચિંતન કરતા રહો. ખૂબ આનંદ પામશો અને વિપુલ કમનિર્જરા કરશો. લોકસ્વરૂપ ભાવના ૪૭ ] Page #62 -------------------------------------------------------------------------- ________________ एकस्पमपि पुद्गलैः, कृतविविधविवर्तम् । कांचन शैलशिखरोन्नतं क्वचिदवनतगर्तम् ॥ ४ ॥ तविषमणिमंदिरैरुदितोदितरूपम् । क्वचन घोरतिमिर नरकादिभिः क्वचनाऽतिविरूपम् ॥ ५ ॥ क्वचिदुत्सवमयमुज्ज्वल, जयमंगलनादम् । क्वचिदमन्दहाहारवं पृथुशोकविषादम् ॥ ६ ॥ बहुपरिचितमनन्तशो निखिलैरपि सत्त्वैः । जन्ममरण परिवर्तिभिः कृतमुक्तममत्वैः ॥ ७ ॥ इह पर्यटनपराङ्गमुखाः प्रणमत भगवन्तम् । शान्तसुधारसपानतो धृतविनयमवन्तम् ॥ ८ ॥ “આ લોકાકાશ એકરૂપ છે, છતાં પણ પુદ્ગલો દ્વારા એના વિભિન્ન આકારપ્રકારો બને છે. તે ક્યાંક મેરુપર્વતની જેમ ઉન્નત છે, તો ક્યાંક ઊંડી ખાઈમાં પણ ઊતરેલું છે.” - ૪ ‘ક્યાંક દેવતાઓનાં મણિમંદિરોને લીધે સુંદર અને ચમકતું છે, તો ક્યાંક ઘોર અંધકારથી વ્યાપ્ત નરક વગેરેને લીધે અત્યંત બીભત્સ, ખરાબ પણ લાગે છે.’ - ૫ " , ‘કોઈ પ્રદેશમાં ઉત્સવના રંગમાં ઉત્સવોની મસ્તી છે, ક્યાંક જય મંગળના નાદોની વસ્તી છે. ક્યાંક મોટી-ભયંકર-ગર્જના-અવાજ, ચિત્કાર, ભારે શ્વાસ અને હૃદયના ઉદ્ગાર, શોક અને વિષાદની ઘટાઓ વરસે છે.’ - ૬ ' ‘જન્મ-મરણના ચકરાવામાં ફસાયેલાં પ્રાણીઓએ અનંત વાર પરસ્પર જાતજાતના સંબંધો જોડ્યા છે - બાંધ્યા છે અને એમને તોડ્યા છે, મરોડ્યા છે.’ “જો તને આ ભવભ્રમણમાં થાક લાગ્યો હોય તો જે ભગવાન શાન્તસુધારસનું પાન કરાવીને વિનયવાન જીવોનું રક્ષણ કરે છે એ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કર.’- ૮ ૪૮ લોકમાં વિષમતાનું દર્શન કરો ઃ લોક એક જ છે. પરંતુ પુદ્ગલોના માધ્યમથી પુદ્ગલોને કારણે ત્યાં વિવિધ ક્ષેત્રકૃત આકાર-પ્રકાર બને છે. જેમ કે ક્યાંક મેરુપર્વતની જેમ ઉન્નત છે, તો ક્યાંક ક્યાંક ઊંડી ખાઈઓ પણ હોય છે. કોઈક સ્થળે સમતલ ભૂમિ હોય છે, તો ક્યાંક વાંકીચૂકી જમીન પણ હોય છે. ક્યાંક પૃથ્વી છે, તો ક્યાંક જળ છે. હવે જુઓ દેવલોકનાં વિમાનોને, આવાસોને, ભવનોને. શાન્તસુધારસ : ભાગ ૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ : દેવાંગનાઓનાં ગીત અને વાઘોથી વ્યંતર-વાણવ્યંતર દેવ નિરંતર સુખી હોય છે. એ અતીતને જાણતા નથી. | બીજી બાજુ લાન્તક દેવલોકની નીચે સનકુમાર દેવલોકની નીચે અને સૌધર્મઈશાન દેવલોકની નીચે કિલ્વિષિક' નામના દેવો રહે છે. એ દેવો હોવા છતાં દેવલોકમાં ચાંડાલ જેવા દેવો છે. નિંદનીય કર્મ કરનારા એ દેવોને દેવલોકમાં અસ્પૃશ્ય માનવામાં આવે છે. બીજા દેવો દ્વારા એ ધિકકાર અને તિરસ્કાર પામે એ કિલ્વિષિક દેવોને અષ્ટાનિકા મહોત્સવ, જિનજન્મમહોત્સવ વગેરેમાં સ્થાન નથી મળતું. એથી તેઓ ભારે શોક અને વિષાદનો અનુભવ કરે છે. એ કિલ્વિષિક દેવ કોણ બને છે? . જેમનુષ્ય આચાર્યાદિમુનિવરોનો ગચ્છનો-સંઘનો અવર્ણવાદઅપકીર્તિ કરે છે. in જે લોકો અસનું ઉદ્ભાવન કરીને આત્માને ગૂઢ મિથ્યાત્વ કરે છે. ચારિત્રનું પાલન કરતાં પણ જે અતિચારોનું આલોચન નથી કરતા, પ્રતિક્રમણ નથી કરતા એ જીવો ‘કિલ્વિષિક દેવ’ બને છે. દેવલોકમાં પણ આવી વિષમતાઓ હોય છે. . જ્યોતિષદેવ અને વૈમાનિક ઇન્દ્રોને વૃષભોનું સૈન્ય હોય છે. ભવનપતિ અને વ્યંતરને પાડાનું સૈન્ય હોય છે. વાસ્તવિકતા એ છે કે દેવોમાં પશુ હોતાં જ નથી, પરંતુ નોકર-ચાકર દેવોને પોતાના માલિકને બેસવા માટે એવા પશુઓનાં રૂપ ધારણ કરવાં પડે છે. છે ને દેવોમાં પણ પરાધીનતા !! એ રીતે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનોને દેવોએ પશુ રૂપ ધરીને વહન કરવો પડે છે. પૂર્વમાં સિંહના રૂપમાં, દક્ષિણમાં હાથીના રૂપમાં, ઉત્તરમાં ઘોડાના રૂપમાં, પશ્ચિમમાં બળદના રૂપમાં વિમાનો વહન કરવાં પડે છે. દેવલોકમાં પણ યુદ્ધો થાય છે? સૌધર્મ અને ઈશાન દેવલોકનાં વિમાનોના વિવાદમાં પરસ્પર શસ્ત્રાદિથી યુદ્ધો. થાય છે. એમાં શરીર ઉપર જે ઘા પડે છે, પીડા થાય છે, તે જિનેશ્વરોની દાઢાના નાત્રજળથી શાન્ત થાય છે. ક્રોધ પણ શાન્ત થાય છે. દેવોનો ઉન્માદઃ કેટલાક દેવો તીવ્ર કામવાસનાથી ઉત્તેજિત થાય છે ત્યારે સ્વદેવીની સાથે કામભોગ કરે છે, છતાં પણ તૃપ્ત નથી થતા ત્યારે અપરિગૃહિતા (વેશ્યાદેવી)ની સાથે કામક્રીડા કરે છે. આ કામોન્માદ બે પ્રકારે થાય છે - (૧) યક્ષાવેશથી અને (૨) [ લોકસ્વરૂપ ભાવના ના ૪૯ ] Page #64 -------------------------------------------------------------------------- ________________ મોહનીય કર્મના ઉદયથી. જ્ઞાનવૃષ્ટિથી દેવલોકની દુનિયા બતાવું છું. ધ્યાનથી સાંભળો. ॥ જ્યારે મહર્દ્રિ દેવ, અલ્પ ઋદ્ધિવાળા દેવ પર ક્રોધાયમાન થાય છે ત્યારે એની ઉપર દુષ્ટ પુદ્ગલ ફેંકીને પરવશ બનાવી દે છે અને એ અલ્પ ઋદ્ધિવાળો દેવ પાગલ બનીને વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. # ઉન્માદને કારણે તે અતત્ત્વને તત્ત્વ માને છે, તત્ત્વને અતત્ત્વ માને છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી તીવ્ર વિકારની વ્યથાનો અનુભવ કરે છે. એવી કામવિડંબણા ભવનપતિ, વ્યંતર જ્યોતિષી અને સૌધર્મ - ઈશાન દેવલોક સુધી જ હોય છે. (આ તમામ વાતો ‘ક્ષેત્રલોક પ્રકાશ’ના ૨૬મા સર્ગમાં છે.) ક્યાંક પ્રકાશ - ક્યાંક અંધકાર ઃ દેવોની દુનિયામાં સર્વત્ર રત્નોનો પ્રકાશ ફેલાયેલો છે, તો નરકમાં સાતે નરકોમાં ઘોર અંધકાર વ્યાપ્ત છે. મધ્યલોકમાં પણ ક્યાંક અંધકાર હોય છે, તો ક્યાંક પ્રકાશ હોય છે. જ્ઞાનવૃષ્ટિથી જોશો તો દેખાશે. ક્યાંક જયજયકાર - ક્યાંક શોક-વિષાદ : ૧૪ રાજલોકમાં વિષમતાનાં દર્શન કરીને વિષયોથી, ભૌતિક સુખોથી વિરક્ત બનવાનું છે. ॥ સમગ્ર દેવલોકમાં, મધ્યલોકમાં પણ ક્યાંક ક્યાંક ઉત્સવોની મસ્તી જુઓ... જય મંગળના નાદ સાંભળો. ખુશી અને એશઆરામ જુઓ, તો નરકમાં.... # પરમાધામીકૃત વેદનાઓને સહન કરતા નારકોને જુઓ. # નારકોની અરસપરસાનિત વેદનાઓ જુઓ. – શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખણજ, પરવશતા, જ્વર, દાહ, ભય અને શોક - આ દશ પ્રકારની વેદનાઓ જુઓ. # કોઈક સ્થળે ભારે ગર્જનાઓ થાય છે, તો કોઈક સ્થળે ચિત્કાર-બૂમ પડે છે. ક્યાંક હાય હાયના ઉદ્ગાર સાંભળવા મળે છે, તો ક્યાંક શોક-વિષાદ-ગમગીની છવાયેલાં જોવા મળે છે. મનુષ્યલોકમાં જુઓ : મનુષ્યસૃષ્ટિ અઢી દ્વીપની છે. ૫ મહાવિદેહ, ૫ ઐરવત અને ૫ ભરતક્ષેત્રો છે. આ પંદર ક્ષેત્રોમાં દૃષ્ટિપાત કરો. મહાવિદેહમાં તીર્થંકર - ગણધરોના સમવસરણ જુઓ. જિનેશ્વરની વાણી સાંભળો. ત્યાં સદૈવ ઉત્સર્પિણી કાળનો વિશિષ્ટ સુખવૈભવ જુઓ. શાન્તસુધારસ : ભાગ ૩ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ અને જ્યાં અવસર્પિણી કાળ છે એવા ભરતક્ષેત્રમાં જુઓ. ક્યાંક મહેલ, ક્યાંક ઝુંપડી, ક્યાંક સુખ, આનંદ અને ઉમંગ તો કોક સ્થાને ઘોર દુઃખ, અસહ્ય ત્રાસ અને ઘોર નિરાશા ! કોક જગાએ વિવિધ ઉત્તમ ખાધ પદાર્થોના ઢગલા તો કોઈક સ્થળે સૂકી રોટલી ય ખાવા મળતી નથી ! કોક જગાએ પરમ અહિંસાનું પાલન તો કોઈક સ્થળે પ્રતિદિન હજારો-લાખો પશુઓનો વધ ! કોક જગાએ ન્યાયનીતિ, તો કોક જગાએ અન્યાય અને અનીતિ ! ક્યાંક નીરોગિતા તો અન્યત્ર લાખો લોકો વિવિધ રોગોમાં ફસાયેલા છે. કેન્સર, ટી.બી., બ્રેઇન હેમરેજ, પેરેલીસીસ, એઇડ્સ જેવા અસંખ્ય રોગોમાં ઘેરાયેલા લાખો લોકો ! આવો છે ૧૪ રાજલોક ! કરવું છે જ્ઞાનવૃષ્ટિથી ચિંતન ? સંબંધો જોડવા અને તોડવા : એક નવી વિષમતા બતાવતાં ગ્રંથકાર કહે છે : જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલાં પ્રાણીઓએ અનંત વાર અનંત જીવો સાથે વિવિધ સંબંધો બાંધ્યા-તોડ્યા છે. જેની સાથે દોસ્તી હોય છે, એને દુશ્મન માને છે, દુશ્મનોને દોસ્ત માને છે. જન્મ-જન્માન્તરની દૃષ્ટિથી તો એક ભવની માતા બીજા ભવમાં પુત્રી-પત્ની બની શકે છે. બહેન બની શકે છે. પુત્ર મરીને પિતા બની શકે છે. પિતા મરીને શત્રુ બની શકે છે. અનાદિ-અનંત સંસારમાં સંબંધો બદલાતા રહે છે. ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો : આ રીજે ૧૪ રાજલોકમાં જ્ઞાનવૃષ્ટિથી જોતાં જોતાં જો તમને લોકોને ભવભ્રમણથી થાક લાગ્યો હોય તો જિનેશ્વર દેવને ભાવપૂર્વક નમસ્કાર કરો. એમણે જવિનીત જીવોને શાન્તસુધારસનું પાન કરાવ્યું છે. ૧૪ રાજલોકરૂપ સૃષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. આ સૃષ્ટિમાં જે વિસંવાદિતા છે એ બતાવી છે. હવે આ લોકમાં પરિભ્રમણ કરવા કરતાં લોકાંત ઉપર રહેલી સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થિર થઈ જવાનો ઉપદેશ આપ્યો અને પથદર્શન કર્યું છે. ભાવપૂર્વક નમસ્કા૨ ક૨વાનો અર્થ છે - તીર્થંકર-પ્રદર્શિત મોક્ષમાર્ગની આરાધના કરવી એ છે. શાન્ત-પ્રશાન્ત આત્મા જ મોક્ષમાર્ગની સુચારુ આરાધના કરી શકે છે. અશાન્ત અને સંતપ્ત જીવ ભાવપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરી શકતો નથી. આ રીતે આજે આપણે લોકસ્વરૂપ ભાવનાનું સમાપન કરીએ છીએ. તમે આ ભાવનાને ઓછામાં ઓછી ત્રણ વાર તો અવશ્ય વાંચજો. વધારે અવકાશ હોય તો સાત વાર વાંચજો. એનાથી વિપુલ કનિર્જરા થશે. આજે બસ, આટલું જ. લોકસ્વરૂપ ભાવના ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ શિllભ @ારસી પ્રવચન ૫૩ બોધિદુર્લભ ભાવના ૧ : સંકલના : • ભાવનાનું ચિંતન • બોધિરત્નનો પ્રભાવ ૦ સમ્ય દર્શન - બોધિપ્રાપ્તિનો ક્રમ ૦ ત્રણ કરો યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ • બોધિ - નિસર્ગથી અને અધિગમથી • બોધિપ્રાપ્તિનાં પાંચ લક્ષણો • નિગોદાને જ્ઞાનવૃષ્ટિથી જુઓ • दुर्लभं मानुषत्वम् ૦ છ પર્યાપ્તિઓ • પયપ્તિ અને સમય • દૃષ્ટાંતઃ બે સ્ત્રીઓ, બે શિલ્પીઓ • કયા જીવને કેટલી પર્યાપ્તિઓ? • ઉપસંહાર Page #67 -------------------------------------------------------------------------- ________________ यस्माद् विस्मापयितसुमनः स्वर्गसम्पद्विलासाः, प्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपलं, तदुष्प्रापं भृशमुरुधियः । सेव्यतां बोधिरत्नम् ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધા૨સ'ની બારમી બોધિદુર્લભ ભાવનાનો પ્રારંભ કરતાં કહે છે ઃ - ‘ઓ વિશાળ બુદ્ધિવાળા જીવો ! જેના પ્રભાવે દેવલોકની વિસ્મિત કરનારી સુખસંપત્તિ મળે છે, અનેક પ્રકારનો ઉલ્લાસ, આનંદ પ્રાપ્ત થાય છે અને આગામી જન્મોમાં ભાગ્યશાળી - ઉત્તમ કુળમાં જન્મ મળે છે, અદ્વૈત બ્રહ્મની ઉત્કૃષ્ટ પદવી પ્રાપ્ત થાય છે અને જે અદ્વિતીય છે, દુષ્પ્રાપ્ય છે એ બોધિરત્નની તમે ઉપાસના કરો. આ ભાવનાનું ચિંતન : અનંત-અપાર જીવસૃષ્ટિમાં આજે હું મનુષ્યના રૂપમાં છું. મને મનુષ્ય જીવન મળ્યું છે, એ મારું કેટલું મહાભાગ્ય છે ? કેવી મારી ખુશનસીબી છે ? હું નરકમાં નારકરૂપમાં હોત તો ? જો હું કદાચ તિર્યંચગતિમાં પશુ-જાનવરના રૂપમાં હોત તો ? કેટલી ઘોર વેદનાઓ સહન કરવી પડત ? પ્રગાઢ અજ્ઞાનમાં મારે ભટકવું પડત. દેવલોકમાં કદાચ દેવ હોત તો પણ શું ? વૈષયિક સુખોમાં લીન બનીને ધર્મપુરુષાર્થથી વંચિત રહી જાત. મને માનવજન્મ મળ્યો છે. આ જીવનમાં ન તો એવાં તીવ્ર દુઃખો છે કે ન તો ભરપૂર સુખ છે. એટલે કે આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરવાનો મોકો મને મળ્યો છે. જો હું ‘અકર્મભૂમિ’માં પેદા થયો હોત તો ? ત્યાં મારું શું થાત ? અકર્મભૂમિમાં ન તો કોઈ તીર્થંકર જન્મ લે છે, ન ત્યાં ધર્મશાસન હોય છે, ન ત્યાં કશું સુખ મળી શકે છે. મારો જન્મ આ ભરતક્ષેત્રમાં થયો કે જે ભરતક્ષેત્ર કર્મભૂમિ છે. જો કે આવાં તો પાંચ ભરતક્ષેત્રો છે આ વિશ્વમાં. પાંચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો છે. આ દુનિયામાં - અઢી દ્વીપમાં, આ ક્ષેત્રોમાં યથાયોગ્ય સમયે તીર્થંકર હોય છે. તેઓ ધર્મશાસનની સ્થાપના કરે છે. એમના ધર્મશાસનમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા હોય છે. બધાં પરસ્પર મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક હોય છે. મારું કેવું સદ્ભાગ્ય છે કે મારો જન્મ કર્મભૂમિમાં થયો, એટલું જ નહીં, મારો જન્મ ઉત્તમ કુળમાં થયો. માતા સંસ્કારી મળી, પિતા દયાળુ મળ્યા. ચારે કોર અહિંસક, દયાર્દ્ર વાતાવરણ મળ્યું. પરિવાર યા પાડોશમાં ન કોઈ હિંસા, યા ન કોઈ પ્રકારની મારફાડ, ન કોઈ ચોરી, ન દુરાચાર, પરમાર્થ અને પરોપકારનું વાતાવરણ મળ્યું. એને પણ હું મારું મહામૂલ્યવાન ભાગ્ય સમજું છું. બોધિદુર્લભ ભાવના ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ મને શરીર પણ કેટલું નીરોગી મળ્યું છે! શરીર નીરોગી હોય તો જ મોક્ષમાર્ગની આરાધના સારી રીતે થઈ શકે છે ને? શરીર સ્વસ્થ હોવાથી જ હું સંયમ યોગોની. સાધના કરી શકે છે. જ્ઞાન-ધ્યાન, તપ, ત્યાગ. પરમાર્થ પરોપકાર આદિની આરાધના શરીર સ્વસ્થ હોય ત્યારે જ કરી શકાય છે. સાચું પૂછો તો મારા નિરામય શરીરે તો મને ઘણી જ સહાય કરી છે. તે આરાધનાના માર્ગ ઉપર મને ઘણી સહાય આપી રહ્યું છે. આનાથી ય મારું વિશેષ સૌભાગ્ય તો એ છે કે મારું આયુષ્ય પૂરું થયું નથી. ભલેને નિરોગી દેહ હોય, પરંતુ આયુષ્ય પૂર્ણ થઈ જાય તો મૃત્યુ નિશ્ચિત બની જાય છે. અથવા તો આયુષ્ય અલ્પ હોત તો બાળપણમાં જ મૃત્યુ આવી ગયું હોત અને તેમ થતાં આરાધના કરવાનો અવસર જ ન મળી શકત. દીઘાયુષ્યની સાથે જ ધર્મતત્ત્વ પ્રત્યે મારી જિજ્ઞાસા જાગી, આ શું ઓછી વાત છે? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જઈશ? આ સૃષ્ટિ શા માટે છે? સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિમાં આવી વિષમતાઓ કેમ છે? આવી ઘણી બધી બાબતોમાં જિજ્ઞાસા જન્મી અને એટલામાં........... મને ધર્મતત્ત્વનું રહસ્ય સમજાવનારા પરમ ઉપકારી ગુરુદેવ મળી ગયા. પ્રમાદ ખંખેરીને, મદ-માન છોડી દઈને, ભય-શોકની ભાવનાઓનો ત્યાગ કરીને અને બીજાં ઘણાં કાર્યો છોડી દઈને મેં ગુરુદેવને ચરણે બેસીને ધર્મશ્રવણ કર્યું. એવા ચારિત્રવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવંત ઉપકારી ગુરુદેવ મળવા એ પણ મહાન પુણ્યોદય દ્વારા જ બની શકે છે. મળી ગયા છતાં પણ એમના ચરણોમાં વિનયપૂર્વક બેસીને ધર્મશ્રવણ કરવાનું કામ અતિ દુર્લભ છે. ઘરનાં કાર્યોની વ્યસ્તતા, આળસ, મોહ, અવજ્ઞા, અભિમાન, પણતા, ભય, શોક, અજ્ઞાન, કુતુહલ ઈત્યાદિ કારણો ધર્મમાં બાધક બને છે. મારો પરમ પુણ્યોદય કે મને આમાંનું એક પણ કારણ બાધક બન્યું નથી. મેં ધર્મશ્રવણ કર્યું. જેમ જેમ ધર્મશ્રવણ કરતો ગયો, તેમ તેમ અજીવાદિ તત્ત્વોનું જ્ઞાન થતું ગયું અને સર્વજ્ઞભાષિત તત્ત્વ જ સાચું હોઈ શકે એવી શ્રદ્ધા મારી અંદર ઉત્પન્ન થઈ. ધર્મશ્રવણ તો કેટલાયજીવો કરે છે, પરંતુ દરેકને બોધિ પ્રાપ્ત થતી નથી. સમ્યગુ દર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ સર્વ જીવોને થતી નથી. સેંકડો જન્મોની આરાધના પછી જ બોધિ' મળે છે. મને એ બોધિલાભ થઈ ગયો. મને જિનોક્ત તત્ત્વોમાં કોઈ શંકા નથી. મારું મન નિઃશંક બની ગયું છે. હવે મને બીજા કોઈ અ-સર્વશના તત્ત્વનું જરાયે આકર્ષણ રહ્યું નથી. અતિ મૂલ્યવાન બોધિલાભ મને પ્રાપ્ત થઈ ગયો છે. હે પરમાત્મા! મારી આ ૫૪T | શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #69 -------------------------------------------------------------------------- ________________ બોધિ કદીય ચાલી ન જાય, બસ આટલી જ કૃપા મારી ઉપર કરજે.” આ જ ભાવના પ્રતિદિન ભાવવાની છે. એટલા માટે ભાવનાનું પ્રારૂપ બતાવી દીધું. હવે ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં “બોધિનો જે મહિમા બતાવ્યો છે, પ્રભાવ અને ફળ બતાવ્યાં છે, એ હવે બતાવું છું. બોધિરત્નનો પ્રભાવ બોધિનો પ્રભાવ સાંભળતા પહેલાં બે વાતો સાંભળી લો - બોધિતત્ત્વ બહારથી આવતું નથી. એ આત્માનો ગુણ છે. આત્મામાંથી આવે છે. આત્મામાંથી જ પ્રકટે છે. દર્શન-મોહનીય કર્મના ઉપશમ - ક્ષયોપશમ-ક્ષયથી પ્રકટ થાય છે. બોધિનો અર્થ છે - સમ્યગુ દર્શન - સમકિત - એ શ્રદ્ધારૂપ છે. એ શ્રદ્ધા બે પ્રકારની જોઈએ? (૧) તત્ત્વાર્થ પર શ્રદ્ધા (૨) સુદેવ, સુગુરુ, સદ્ધર્મ ઉપર શ્રદ્ધા. આટલી વાત ધ્યાનમાં રાખીને હવે બોધિનો પ્રભાવ સાંભળો - બોધિથી દેવલોકની દિવ્ય સુખસંપત્તિ મળે છે. આત્મામાં બોધિ હોય અને ત્યારે જો જીવાત્મા આયુષ્યકર્મ બાંધે તો તે અવશ્ય દેવલોકનું જ બાંધે. હા, બોધિ પ્રાપ્ત થવાની પૂર્વે જો નરકગતિનું યામનુષ્ય કેતિયંચગતિનું આયુષ્યકર્મ બંધાઈ ગયું હોય તો પછી પાછળથી ભલે ક્ષાયિક ભાવની બોધિ પ્રકટ થઈ જાય, પરંતુ જીવને નરક આદિ ગતિમાં જવું જ પડે છે. જેમ કે મગધ સમ્રાટ શ્રેણિકે બોધિ પ્રાપ્ત થવાની પૂર્વે નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું, એટલા માટે એને મરીને નરકમાં જવું પડ્યું. ભલેને પછીથી ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. એ જ રીતે કષ્ણ મહારાજાએ બોધિ પ્રાપ્ત કરવા પૂર્વે જ નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું એટલા માટે તેમને નરકમાં જવું પડ્યું. બોધિ પાછળથી પ્રાપ્ત થઈ, તીર્થકર નામકર્મ પાછળથી બાંધ્યું હતું. આનો અર્થ એ છે કે બોધિ પ્રાપ્ત થયા પછી જીવ આયુષ્યકર્મ બાંધે છે તો દેવલોકનું જ બાંધે છે. એને ત્યાં દિવ્ય સુખોની પ્રાપ્તિ થાય છે. u બોધિથી જીવને અનેક પ્રકારના આનંદ-ઉલ્લાસ પ્રાપ્ત થાય છે. આ આનંદ આત્માનંદ હોય છે, આ ઉલ્લાસ ભાવોલ્લાસ હોય છે. ભીતરનો ઉલ્લાસ હોય છે. કષ્ટ અને સંકટમાં પણ આ આનંદોલ્લાસ ટકી રહે છે. આગામી જન્મમાં ઉત્તમ કુળમાં જન્મ મળે છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત છે. બુદ્ધિમાન અને દીર્ઘદ્રષ્ટિ મનુષ્ય આગામી જન્મનો વિચાર અવશ્ય કરે છે. એ | બોધિદુર્લભ ભાવના | પપ | Page #70 -------------------------------------------------------------------------- ________________ વિચારે છે કે મારું એક પણ કાર્ય એવું ન હોવું જોઈએ કે મને આવનાર જન્મોમાં હીન, જઘન્ય કુળમાં જન્મમળે. આમ તો સમ્યગુષ્ટિ જીવદેવલોકનું જ આયુષ્ય બાંધે છે. ચોથો પ્રભાવ બતાવ્યો છે અદ્વૈત બ્રહ્મની ઉત્તમ પદવી પ્રાપ્ત થાય છે. એટલે કે સમકિત દ્રષ્ટિ જીવ બોધિના પ્રભાવે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અલબત્ત, આ બોધિ પ્રાપ્ત કરવી સરળ નથી, દુષ્માપ્ય છે. છતાં પણ ભવ્યાત્મા કદી ને કદી બોધિ પ્રાપ્ત કરે છે. ક્યારે અને કેવી રીતે બોધિ - સમ્યગુ દર્શન જીવ પ્રાપ્ત કરે છે એ વાત પહેલાં સમજાવું છું. સમ્યગુ દર્શન - બોધિપ્રાપ્તિનો ક્રમઃ જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. જીવ સંપૂર્ણતયા કર્મોથી પ્રભાવિત છે. એની દરેક પ્રવૃત્તિ અને વૃત્તિ કર્મપ્રેરિત છે, પરંતુ સંસાર-પરિભ્રમણનો કાળ જ્યારે મર્યાદિત થાય છે અને જીવમાં કંઈક હોશ જેવું આવે છે ત્યારે એને આંતરબાહ્ય અનુકુળ સંજોગો પ્રાપ્ત થાય છે. એ સંજોગોમાં જે તે કમનો નાશ કરવા માટે ભારે પુરુષાર્થ કરી લે તો તે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સૌથી પહેલી આત્મશુદ્ધિ હોય છે સમ્યગ્દર્શનની, બોધિની ! એ એને પ્રાપ્ત થઈ જાય છે. આંતરબાહ્ય અનુકૂળતાઓ કેવી મળવી જોઈએ એ આપણે પહેલા જાણી લઈએ. જીવાત્મા પર્યાપ્ત હોવો જોઈએ, એટલે કે છ પયપ્તિઓથી યુક્ત હોવો જોઈએ. પયપ્તિઓ અંગે આગળ સમજાવીશ. - પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ હોવી જોઈએ. v સંજ્ઞીપણું જોઈએ. એટલે કે મન જોઈએ. મન વગરની પંચેન્દ્રિયો પણ અયોગ્ય છે. શુભલેશ્યા જોઈએ. એટલે કે તેજેશ્યા, પવલેશ્યા, શુક્લલેક્ષામાંથી કોઈપણ - એક વેશ્યા જોઈએ. : પરાવર્તમાન શુભ કર્મપ્રવૃત્તિ બાંધનાર જીવ હોવો જોઈએ. in નિરંતર વધનારો અધ્યવસાય હોવો જોઈએ. અશુભ કર્મપ્રવૃત્તિના રસને અનંત ગુણહીન અને શુભ કર્મપ્રવૃત્તિના રસને અનંત ગુણવૃદ્ધિથી બાંધનાર જોઈએ. (રસબંધ) આયુષ્ય-કર્મબંધ કરનારો ન હોવો જોઈએ. | ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગમાં ન્યૂનથી ન્યૂન કર્મબંધ કરતો હોવો જોઈએ. [ પs _ શાનસુધારસ : ભાગ ૩] Page #71 -------------------------------------------------------------------------- ________________ સાકારોપયોગમાં પ્રવર્તમાન ભવ્ય જીવ હોવો જોઈએ. પર્યાપ્તિના વિષયમાં, પરાવર્તમાન પ્રકૃતિના વિષયમાં ‘પલ્યોપમ’ના વિષયમાં અને ભવ્ય જીવ’ના વિષયમાં આગળનાં પ્રવચનોમાં વિવેચન કરીશ. ચાર ગતિમાં દિવ, નારક, મનુષ્ય, તિર્યંચ) રહેલો કોઈ પણ જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો સવપશમ કરવામાં સમર્થ થઈ શકે છે. આ કર્મનો ઉપશમ થાય ત્યારે જ સમ્ય દર્શન-બોધિરૂપ આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણ કરણોઃ એ ઉપશમ કરનારી પ્રક્રિયાઓના મુખ્ય ત્રણ ચરણ છે - (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ આ ત્રણ કરણોથી મિથ્યાત્વ મોહનીય કર્મની જે ઉપશમના થાય છે, એ કરણકત ઉપશમના' કહેવામાં આવે છે. “અ-કરણ ઉપશમના પણ હોય છે. અર્થાતુ. ત્રણ કરણ કર્યા વગર પણ મિથ્યાત્વનું ઉપશમ થઈ શકે છે. જેમ કે પર્વતીય નદીના પથ્થરો સ્વયમેવ ગોળ થઈ જાય છે. એ રીતે સંસારમાં ભટકતા જીવોનું વેદન, અનુભવ વગેરે કારણોથી પ્રશસ્ત અધ્યવસાય ઉત્પન્ન થાય છે અને એ અધ્યવસાયોથી મિથ્યાત્વનું ઉપશમ થાય છે. આજે આપણે કિરણકત ઉપશમ'નો વિચાર કરીશું. કરણ એટલે પળેપળ - પ્રતિસમય, ક્રમિક અનંત-અનંતગણો વધતો આત્મપરિણામ. વિશુદ્ધિનો ક્રમ અને વિશુદ્ધિના પ્રમાણની અપેક્ષાથી કરણના ત્રણ પ્રકારો બતાવવામાં આવ્યા છે. સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રેષ્ઠ પુરુષોએ પોતાની પૂર્ણતૃષ્ટિમાં આ આત્મપરિણામોને, આત્માના અધ્યવસાયોના ક્રમ અને એનું પ્રમાણ પ્રત્યક્ષ જોઈને જે કહ્યું છે અને જેને આગમગ્રંથોમાં સંગ્રહિત કરી લેવામાં આવ્યું છે, એના આધારે આ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. યથાપ્રવૃત્તિકરણઃ જ્યારે જીવાત્મા યથાપ્રવૃત્તિકરણ કરવાનો આરંભ કરે છે ત્યારે કાળની અપેક્ષાએ પ્રથમ સમયમાં અધ્યવસાયોની જે જઘન્ય વિશુદ્ધિ (ઓછામાં ઓછી) હોય છે, એને બદલે બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી પણ અનંતગણી વિશુદ્ધિ ત્રીજા સમયમાં હોય છે. આ રીતે સંખ્યાતીત સમય સુધી વિશુદ્ધિનો ક્રમ અને પ્રમાણ વધતાં જાય છે. એના પછી આ ક્રમ બદલાઈ જાય છે. અંતિમમાં અંતિમ સમયની (સંખ્યાની દ્રષ્ટિથી) જે જઘન્ય આત્મવિશુદ્ધિ થાય છે, એનાથી પણ અનંતગણી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ, યથાપ્રવૃત્તિકરણના પ્રારંભના સમયની બોધિદુર્લભ ભાવના | ૫૭] Page #72 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આ ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી પણ સંખ્યાની દૃષ્ટિથી અંતિમ સમયની પછીના પહેલાં સમયની જઘન્ય આત્મવિશુદ્ધિ અનંતગણી હોય છે. આ આત્મશુદ્ધિથી પણ પ્રારંભિક બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણી હોય છે. આ ક્રમથી આત્મશુદ્ધિ અનંતગણી વધતી જાય છે. સંખ્યાની દૃષ્ટિએ અંતિમ સમયની વિશુદ્ધિ અનંતગણી થઈ જાય એની પછી ક્રમ બદલાઈ જાય છે. સંખ્યાની દૃષ્ટિથી અંતિમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી સંખ્યાતીત પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી પણ, એની પછીના સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણી...... આ ક્રમથી અસંખ્ય સમય સુધી વિશુદ્ધિ વધતી રહે છે. ‘યથાપ્રવૃત્તિકરણ’નો કાળ પણ એક અન્તર્મુહૂર્તનો હોય છે. એક અન્તર્મુહૂર્તમાં અસંખ્ય સમય સમાવિષ્ટ હોય છે. અપૂર્વકરણ : અપૂર્વકરણમાં આત્મવિશુદ્ધિનો ક્રમ અલગ છે. પ્રમાણ ‘અનંતગણો’ સમાન છે. યથાપ્રવૃત્તિકરણના અંતિમ સમયમાં જે ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ થાય છે, એનાથી પણ ‘અપૂર્વકરણ’ના પ્રથમ સમયમાં જીવાત્માની જઘન્ય વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી ય ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ અનંતગણી થાય છે. એક જ સમયમાં જઘન્ય આત્મવિશુદ્ધિથીય ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ અનંતગણી હોય છે. ‘સમય’ એટલો તો સૂક્ષ્મ કાળ છે કે જેના બે ભાગ થઈ શકતા નથી. આવા સૂક્ષ્મ કાળમાં પણ કેવળજ્ઞાનીની દૃષ્ટિ વિશુદ્ધિના બે ભેદ જોઈ શકે છે - જઘન્ય અને ઉત્કૃષ્ટ. અર્થાત્ કાળ કરતાં ય ભાવ ઘણો વધારે સૂક્ષ્મ છે. જ્યાં કાળ વિભાજિત નથી થઈ શકતો ત્યાં ભાવ વિભાજિત થાય છે. પ્રથમ સમયમાં જે ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ થાય છે એનાથી બીજા સમયમાં જઘન્ય વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી પણ અનંતગણી ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ બીજા સમયમાં જ થાય છે. આ ક્રમથી ‘અપૂર્વકરણ’નો સમય પૂરો થાય છે. ચાર સૂક્ષ્મ ક્રિયાઓ અપૂર્વકરણમાં આ રીતે આત્મવિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. એની સાથે સાથે જીવાત્મા ‘અ-પૂર્વ’ એટલે કે પહેલાં કદી ન કરેલી ચાર સૂક્ષ્મ ક્રિયાઓ કરે છે - (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણશ્રેણી (૪) અપૂર્વ સ્થિતિબંધ. આ ચાર અપૂર્વ ક્રિયાઓ કર્યા પછી જીવાત્મા ‘અનિવૃત્તિકરણ’ કરે છે. અનિવૃત્તિકરણ - અંતરકરણ : અનિવૃત્તિકરણ કરનારા જીવાત્માની ઉત્તરોત્તર સમય દરમ્યાન અનંતગણી શાન્તસુધારસ : ભાગ ૩ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશદ્ધિ થાય છે. અનિવૃત્તિકરણના સમયમાં પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વ સ્થિતિબંધની પ્રક્રિયાઓ તો થાય છે. પરંતુ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ ક્રિયા થાય છે - “અંતરકરણ'ની. આ અંતરકરણ'ના સમયમાં મિથ્યાત્વનો ઉદય નથી થતો. એટલે કે જીવ , *ઉપશમ સમ્યત્વ' પ્રાપ્ત કરે છે. વિશેષાવશ્યક ભાષ્ય'ની ટીકામાં કહેવામાં આવ્યું છે કે ઘાસ વગરની ભૂમિ પર જંગલની આગ જેમ સ્વયમેવ હોલવાઈ જાય છે, એ રીતે અંતરકરણમાં મિથ્યાત્વની આગ શાન્ત થઈ જાય છે. એટલા માટે જીવાત્મા ઉપશમસમકિત પ્રાપ્ત કરે છે. જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થાય છે, ત્યારે જીવાદિ નવ તત્ત્વોમાં - આ જ તત્ત્વો સાચાં છે - એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. બોધિ - નિસર્ગથી અને અધિગમથીઃ - સમ્યગુદર્શન પ્રકટ થાય છે - નિસર્ગથી અને અધિગમથી. કોઈ આત્માને સમ્યગદર્શનના આવિભવમાં બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, તો કોઈ આત્માને બાહ્ય નિમિત્તની અપેક્ષા રહેતી નથી. બાહ્ય નિમિત્તની અપેક્ષાથી જે સમ્યગુદર્શન પ્રકટ થાય છે એને ‘અધિગમ’ સમ્યગુ દર્શન કહે છે અને બાહ્ય નિમિત્તની અપેક્ષા વગર જે સમ્યગુદર્શન પ્રકટ થાય છે એને નિસર્ગ સમ્યગુદર્શન' કહેવામાં આવે છે. બાહ્ય નિમિત્તો અનેક પ્રકારનાં હોય છે. વીતરાગ પરમાત્માની પ્રતિમા જોઈને કોઈનું આધ્યાત્મિક જાગરણ થઈ જાય તો કોઈની આધ્યાત્મિક ચેતના સદુગરના દર્શનથી જાગી ઊઠે! કોઈને શાસ્ત્રોનું અધ્યયન કરતાં, તો કોઈને સદ્ગુરુનો ઉપદેશ સાંભળીને સમ્યગ્દર્શન પ્રકટ થઈ જાય છે. બાહ્ય નિમિત્તો વગર પણ કોઈ વાર આત્મપરિણામ શુદ્ધ થતાં જાય, રાગદ્વેષની તીવ્રતા મંદ-મંદતર થતી જાય અને સત્યનું પ્રથમ કિરણ મળી જાય! તત્ત્વનિશ્ચય થઈ જાય. પરંતુ તત્ત્વરુચિ અને તત્ત્વનિર્ણય કેવળ આત્મતૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસ માટે જ હોવાં જોઈએ. કોઈને ધન-પ્રતિષ્ઠા વગેરે માટે, ભૌતિક વાસનાઓ માટે જો તત્ત્વજિજ્ઞાસા જાગે તો એ સમ્યગુદર્શન ન બની શકે. બોધિપ્રાપ્તિના પાંચ લક્ષણોઃ उवसम संवेगोऽवि य, निव्वेओ तहय होइ अणुकंपा । अत्थिक्कं चिय एए संमत्ते लक्रवणा पंच ॥ ३६ ॥ . (પ્રવચનસારી) ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પ - આ પાંચ બોધિપ્રાપ્તિનાં [ બોધિદુર્લભ ભાવના ૫૯ ] Page #74 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તનાં લક્ષણો છે. (૧) ઉપશમ અપરાધ કરનારાઓ પ્રત્યે પણ ક્રોધ ન કરવો. કોઈનો એવો સહજ ઉપશાન્ત સ્વભાવ થાય છે, તો કોઈને કષાયનાં કવિપાક-ફળોઈને ઉપશમ ભાવ આવે છે. (૨) સંવેગ ઃ દેવ અને મનુષ્યનાં ઉત્કૃષ્ટ સુખોનો મોહ નહીં અને મોક્ષસુખની ઈચ્છા. (૩) નિર્વેદઃ નારક, તિયચ, મનુષ્ય અને દેવોનાં સાંસારિક સુખોથી વિરક્તિ - વૈરાગ્ય. (૪) અનુકંપા દુખી જીવોનાં દુઃખ દૂર કરવા માટેની નિષ્પક્ષ ઇચ્છા એ અનુકંપા. આ અનુકંપા દ્રવ્ય અને ભાવથી હોવી જોઈએ. (૫) આસ્તિયઃ જિનકથિત તત્ત્વોનો નિરાકાંક્ષ ભાવથી સ્વીકાર કરવો, એ આસ્તિકતા છે. આ તો બોધિરત્ન જીવાત્મા કેવી રીતે પામે છે, એનું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે. વિસ્તારથી બતાવવું હોય તો ત્રણ ચાર માસ લાગી જાય. એટલા માટે હવે તમને આ બોધિદુર્લભ ભાવનાનો બીજો શ્લોક સમજાવું છું. अनादौ निगोदान्धकूपे स्थितानामजसं जनुर्मुत्युदुःखार्दितानाम् । परिणामशुद्धिः कुतस्तादृशी स्यात् यया हन्त तस्मादिनिर्यान्ति जीवाः ॥ २ ॥ નિગોદના અંધારા કૂવામાં પડેલા અને જન્મ-મરણના ચક્કરમાં ફસાઈને દુઃખી દુખી થઈ ગયેલા જીવાત્માના ભાવોની એવી શુદ્ધિ ક્યાંથી થશે કે જેના દ્વારા એ નિગોદમાંથી બહાર નીકળી શકે? નિગોદને જ્ઞાનદ્રષ્ટિથી જુઓ ગ્રંથકાર આપણને આપણી મૂળભૂત જગા બતાવે છે કે જ્યાં આપણે અનાદિકાળથી હતા. એને “અવ્યવહાર રાશિ' કહેવામાં આવે છે. અનાદિ વનસ્પતિ એટલે અવ્યવહાર રાશિ છે. એ અવ્યવહાર રાશિમાં કેટલાક જીવો અનાદિ-અનંત કાળ સુધી ત્યાં રહે છે, જનમે છે અને મારે છે. એ જીવો કદીય વ્યવહાર રાશિમાં નથી આવતા. પ્રશ્ન : અવ્યવહાર રાશિના નિગોદના) જીવો ક્યારે વ્યવહાર રાશિમાં આવે [] | શાન્તસુધારસ : ભાગ ૩] Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ જેમ જેમ વ્યવહાર રાશિમાંથી જીવો સિદ્ધ બને છે, જેટલા જીવો સિદ્ધ બને છે, એટલા જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. જે જીવ અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળે છે અને અન્ય જીવનિકાયમાં ઉત્પન્ન થાય છે તે જીવ પૃથ્વીકાય...આદિ વિવિધ વ્યવહાર પામે છે. એટલા માટે એ જીવ વ્યવહાર રાશિના કહેવાય છે. પરંતુ જે જીવ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેતા હોવા છતાં, તેમના પૃથ્વીકાય, અપૂકાય ઇત્યાદિ વ્યવહાર ન થયો હોવાને લીધે તેઓ અવ્યવહાર રાશિના જીવ કહેવાય છે. ગ્રંથકારે નિગોદને અંધકારપૂર્ણ કૂવો કહ્યો છે. તેઓ માત્ર એક જ સ્પર્શેન્દ્રિયવાળા જ હોય છે. બાકીની ચાર ઇન્દ્રિયો અને મન એમને હોતાં નથી. જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાયેલા એ જીવો દુઃખી... અતિ દુઃખી હોય છે. એવા જીવોની એવી આત્મવિશુદ્ધિ કેવી રીતે થશે કે જેના દ્વારા તેઓ નિગોદમાંથી (સૂક્ષ્મ નિગોદમાંથી, બાદર નિગોદમાંથી) બહાર નીકળી શકે? ત્યાંથી બહાર નીકળવાનું તો ત્યારે જ સંભવિત બની શકે કે જ્યારે એક મનુષ્ય મોક્ષમાં જાય! નિગોદમાંથી બહાર નીકળવા છતાં પણ એ જીવ સ્થાવરત્વ એટલે કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ આદિમાં ઉત્પન્ન થાય છે! આ વાત એટલા માટે બતાવવામાં આવે છે કે આપણો જીવ ક્યાં ક્યાં જન્મ-મૃત્યુ પામેલો છે.. અને આજે મનુષ્ય બન્યો છે ! મનવાળો મનુષ્ય બન્યો છે ! ततो निर्गतानामपि स्थावरत्वं त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् । त्रसत्वेऽपि पंचाक्षपर्याप्तिसंज्ञि-स्थिरायुष्यवद् दुर्लभं मानुषत्वम् ॥ ३ ॥ માનો કે જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળ્યો, તો પણ એ પ્રાણીને બાદરત્વ, સ્થાવરત્વ પ્રાપ્ત થાય છે. ત્રસત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે. ત્રણત્વમાં પણ પંચેન્દ્રિયત્ન અને તે પણ “છ પયપ્તિથી પૂર્ણ પ્રાપ્ત થવું મુશ્કેલ હોય છે. સંજ્ઞી અવસ્થા મળી તો પણ આયુષ્યસ્થિરતા અને મનુષ્યજીવન, મનુષ્ય શરીર મળવું ભારે મુશ્કેલ છે.’ दुर्लभं मानुषत्वम् । આ શ્લોકમાં ગ્રંથકારે અતિ મહત્ત્વની વાત કરી છે. જીવ સૂક્ષ્મ નિગોદમાંથી કદાચ બહાર નીકળ્યો, બીજી જીવનિકાયોમાં ઉત્પન્ન પણ થઈ ગયો, તો પણ બીજી જીવનિકાયોમાંથી નીકળીને ફરીથી એ નિગોદમાં ઉત્પન્ન થઈ શકે છે. ભલે ને એ વ્યવહાર રાશિનો જ જીવ કહેવાય, પરંતુ ફરીથી એને નિગોદમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ રહેવું પડે છે. એ પુદ્ગલ પરાવર્તનનો સમય આવલિકાના અસંખ્યાત ભાગ જેટલા સમયોનો હોય છે. પૃથ્વીકાય, અપકાય. તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય-આ તમામ સ્થાવર બોધિદુર્લભ ભાવના ૬૧] Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવો હોય છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ ‘ત્રસ’ કહેવાય છે. પરંતુ ત્રસ જીવોમાં પણ પંચેન્દ્રિય જીવ થવું અતિ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે સ્થાવર જીવોનાં આયુષ્ય અને કાયસ્થિતિ વધારે પ્રમાણમાં હોય છે. પહેલાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાંભળી લો - પૃથ્વીકાય - ૨૨ હજાર વર્ષ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી # અકાય - ૭ હજાર વર્ષ – વાયુકાય - ૩ હજાર વર્ષ – અગ્નિકાય - ૩ દિવસ – બેઇન્દ્રિયાદિ- ૧૨ વર્ષ, ૪૯ દિવસ, ૬ માસ... કાયસ્થિતિ - અસંખ્યાત હજાર વર્ષ – વનસ્પતિકાય - ૧૦ હજાર વર્ષ .... કાયસ્થિતિ - અનંત ઉત્સર્પિણી. પંચેન્દ્રિય જીવ થવું એ કેટલું કપરું છે એ વાત સમજ્યાને ? પંચેન્દ્રિય જીવોમાં નારક, દેવ, પશુ, પક્ષી અને મનુષ્યો હોય છે. મનુષ્યમાં પણ સંશી (મનવાળા) અને અસંશી (મન વગરના) હોય છે. સંશી મનુષ્ય ઃ છ પર્યાપ્તિઓ પૂર્ણ હોવી સૌથી પ્રથમ તો પર્યાપ્તિની પરિભાષા જાણી લો - पर्याप्तिर्नाम पुद्गलोपचयजः पुद्गलपरिणमनहेतुः शक्तिविशेषः । પુદ્ગલ સમૂહમાંથી ઉત્પન્ન અને પુદ્ગલના ગ્રહણપરિણમનમાં કારણભૂત શક્તિને પર્યાપ્તિ' કહે છે. (પ્રથમ કર્મગ્રંથ-ટીકા) એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી દરેક જીવ. પોતપોતાની યોગ્યતા અનુસાર પોતાના શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ નિર્માણ ન તો બ્રહ્મા કરે છે, ન કોઈ ઈશ્વર કરે છે. હા, આત્માને જ બ્રહ્મા કહો યા ઈશ્વર કહો તો કોઈ વિરોધ નથી. શરીર વગેરેનું નિર્માણ કરવા માટે જીવાત્મામાં શક્તિ જોઈએ. જીવની સાથે અનાદિકાળથી ‘તૈજસ’ શરીર અને કાર્મણ શરીર (સૂક્ષ્મ શરીર) તો હોય જ છે. એ ઉપરાંત ઇન્દ્રિયસાપેક્ષ યોગ્યતા અનુસાર પ્રત્યેક જીવમાં એક શક્તિ પ્રકટ થાય છે. જો કે આ શક્તિની પ્રાપ્તિમાં ‘કર્મ’ તો સૂક્ષ્મરૂપે કારણભૂત હોય છે. આ શક્તિનું નામ છે - પર્યાપ્તિ. આ પર્યાપ્તિઓ છ પ્રકારની છે - (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્ત (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત (૫) ભાષા પર્યાપ્તિ (૬) મનઃ પર્યાપ્તિ. કર શાન્તસુધારસ : ભાગ ૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ હવે ક્રમશઃ એક-એક પયપ્તિનું સંક્ષિપ્ત વિવેચન કરું છું (૧) આહાર પયપ્તિ ઃ ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ જીવ શરીર માટે યોગ્ય - ઉપયુક્ત, ઈન્દ્રિયો માટે ઉપયુક્ત, શ્વાસોચ્છવાસ માટે ઉપયુક્ત, ભાષા માટે યોગ્ય અને મન માટે યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. જે શક્તિને સહારે તે પુદ્ગલ ગ્રહણ કરે છે, એ શક્તિનું નામ છે - આહાર પર્યાપ્તિ. (૨) શરીર પયાપ્તિઃ શરીર માટે યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને શરીરની રચના કરવામાં આવે છે. જે શક્તિથી શરીર-રચના કરે છે, એ શક્તિનું નામ છે - શરીર પર્યાપ્તિ. (૩) ઈન્દ્રિય પયાપ્તિ ઇન્દ્રિયો માટે યોગ્ય ગ્રહણ કરેલાં પુગલોથી સ્પર્શન, રસન ઘાણ, ચલું અને શ્રોત્ર પાંચ ઈન્દ્રિયોની રચના કરે છે, એ શક્તિ છે - ઇન્દ્રિય પયપ્તિ. (૪) શ્વાસોચ્છવાસ પયપ્તિ શ્વાસોચ્છવાસ માટે યોગ્ય ગ્રહણ કરેલાં પગલોથી. શ્વાસ લેવા-મૂકવાની શક્તિનું નિર્માણ કરે છે. જે શક્તિથી આ નિર્માણ થાય છે એ શક્તિનું નામ છે - શ્વાસોચ્છવાસ પયપ્તિ. (૫) ભાષા પયપ્તિ ભાષા માટે યોગ્ય ગ્રહણ કરેલાં પુદ્ગલોથી ભાષાવર્ગણાનાં આ પગલોને લેવા-મૂકવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. જે શક્તિ દ્વારા આ સામર્થ્ય ઉત્પન્ન થાય છે, એ શક્તિનું નામ છે - ભાષા પયપ્તિ. (૬) મનઃ પયપ્તિ મન માટે યોગ્ય ગ્રહણ કરેલાં પુદ્ગલોથી મનોવગણના યુગલોને છોડવા-લેવાનારુપ સામર્થ્ય ઉત્પન્ન કરે છે. જે શક્તિથી આ સામર્થ્ય પ્રકટ થાય છે એ શક્તિનું નામ છે મનઃ પયાપ્તિ. પયપ્તિ અને સમય: . આ શરીર વગેરે છ પદાર્થોનું નિર્માણ સાથે સાથે જ થાય છે, પરંતુ સમાપ્તિ ક્રમિક રૂપમાં થાય છે. આહાર વગેરે ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મ છે. ધૂળ વસ્તુના નિમણિમાં ઓછો સમય લાગે છે જ્યારે સૂક્ષ્મ વસ્તુ બનાવવામાં વધારે સમય લાગે છે. આહાર સૌથી વધુ સ્થળ છે, એનાથી શરીર સૂક્ષ્મ છે. શરીર કરતાં ઈન્દ્રિયો, સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોથી શ્વાસોશ્વાસ સૂક્ષ્મ છે. એનાથી ભાષા સૂક્ષ્મ છે. ભાષા કરતાં મન વધારે સૂક્ષ્મ છે. એટલા માટે ઔદારિક શરીરવાળા જીવની આહાર પયાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થઈ જાય છે. એની પછીની દરેક પયાપ્તિને પૂરા થવામાં અન્તર્મુહૂર્તનો સમય લાગે છે. | બોધિદુર્લભ ભાવના ૩ | Page #78 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંત ઃ બે મહિલાઓ - બે શિલ્પીઓ બે સ્ત્રીઓ છે. બંનેને સૂતર કાંતવું છે. બંને સાથે સાથે જ કાંતવાનો પ્રારંભ કરે છે. પરંતુ જે સ્ત્રીને સૂતર જાડું કાંતવું છે તે જલદી જલદી કાંતી લેશે. પરંતુ જે મહિલાને બારીક કાંતવું છે એને વાર લાગશે. એ રીતે બે શિલ્પી છે. બંનેને પથ્થર ઘડવાના છે. બંને સાથે જ કોરવાનું ચાલુ કરે છે. પરંતુ જેને થાંભલો બનાવવાનો છે તે જલદી બનાવી દેશે, જ્યારે જેને કલાત્મક મૂર્તિ બનાવવાની છે એને વધારે સમય લાગશે. આ નિયમ શરીર ઇત્યાદિ નિર્માણમાં લાગુ પડે છે. કયા જીવને કેટલી પર્યાપ્તિઓ ?: દરેક જીવને છ પર્યાપ્તઓ નથી હોતી. એનું સ્પષ્ટીકરણ સમજી લો. – એકેન્દ્રિયને ૧થી ૪ ૫ર્યાપ્તિઓ હોય છે. – બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય જીવોને ૧થી ૫ પર્યાપ્તિઓ હોય છે. – સંશી પંચેન્દ્રિય જીવોને ૧ થી ૬ ૫ર્યાપ્તિઓ હોય છે. એવો કોઈ નિયમ નથી કે દરેક જીવ પોતપોતાની તમામ પર્યાપ્તિઓ પૂરી કરે છે. પર્યાપ્તિ પૂરી કર્યા વગર પણ જીવ મરી શકે છે. પ્રશ્ન ઃ એવું કેમ હોય છે ? કોઈ જીવ પોતાની તમામ પર્યાપ્તઓ પૂરી કરે છે જ્યારે કોઈ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જ મરી શકે છે ? ઉત્તર ઃ એમાં નિયામક હોય છે જીવોનું પોતપોતાનું કર્મ. ‘નામકર્મ’ની એક અવાંતર પ્રકૃતિનું નામ છે પર્યાપ્ત’. આ પર્યાપ્ત નામકર્મનો ઉદય થાય છે તો જીવ પોતાની તમામ પર્યાપ્તિઓ પૂરી કરી શકે છે. પરંતુ જો “અપર્યાપ્ત નામકર્મ’નો ઉદય થાય છે તો એ પૂરી કરી શકતો નથી અને મરી જાય છે. ઉપસંહાર : આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે છ પર્યાપ્તિઓ પૂર્ણ કરી છે, આપણે સંશી - મનવાળા બન્યા છીએ. હજુ આપણું આયુષ્યકર્મ પૂર્ણ થયું નથી, આવું મનુષ્યજીવન... દુર્લભ મનુષ્યજીવન મળ્યું છે. એવા જીવનમાં અજ્ઞાની જીવ શું કરી રહ્યો છે. એ વાત આગળ પર કરીશું. આજે બસ, આટલું જ. ૬૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૫૪ બોધિદુર્લભ ભાવના ર : સકલના : મહામોહમાં લીન મિથ્યાત્વમાં ફસાય છે. માયા-કપટની જાળ મતમતાંતરોનું જંગલ સત્ય કોને પૂછીએ? શરીરઃ બીમારીઓથી ઘેરાયેલું શરીર અને વૃદ્ધત્વ કવિ રૂપવિજયજીનું એક કાવ્ય જીવન અને મૃત્યુ મૂઢતા સમજવા દેતી નથી. બોધિદુર્લભ' પર એક સક્ઝાય એક વાત ક્ષુલ્લકકુમારની ૦ ઉપસંહાર Page #80 -------------------------------------------------------------------------- ________________ तदेतन्मनुष्यत्वमाम्यापिमूढो, महामोहमिथ्यात्वमायोपगूढः । भ्रमन् दूरमग्नो भवागाधगर्ने पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ॥ ४॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ'માં બારમી બોધિદુર્લભ ભાવનાનું સ્વરૂપ બતાવતાં કહે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત થવું અતિ મુશ્કેલ છે. છતાં પણ મહાન પુણ્યોદયથી મનુષ્યત્વ પ્રાપ્ત કરીને મૂમૂઢ પ્રાણી મહામોહ, મિથ્યાત્વ અને કપટજાળમાં ફસાઈ જાય છે. છેવટે અથડાતો-કૂટાતો સંસારના અગાધ કૂવામાં - ખૂબ ઊંડે ઊંડે ગબડી પડે છે. મહામોહમાં લીનઃ મનુષ્યજન્મ પામીને પણ સંસાર-સ્વરૂપથી અનભિજ્ઞ જીવ સંસારને એક મદિરાલય માને છે. સુભગ, સુંદર અને સુખદ મોહમદિરા છે. વિકલ્પ મદિરાપાનનું પાત્ર છે. અનાદિકાળથી જીવાત્મા પૌગલિક સુખ અને મોહમાયાના વિકલ્પોમાં આકંઠ ડૂબીને મદોન્મત્ત બની ગયો છે. નશામાં મત્ત છે. તે ક્ષણાર્ધમાં તાળીઓ પાડીને નાચે છે, તો પલકારામાં તાળીઓનો અવાજ કરતો ભાન ભૂલી બેસે છે. સૂધબૂધ ખોઈ બેસે છે. ક્ષણમાં ખુશીથી પાગલ બની જાય છે, તો ક્ષણમાં શોકમગ્ન બનીને રૂદન કરે છે. ક્ષણાર્ધમાં મૂલ્યવાન વસ્ત્રો પહેરીને બજારમાં ઘૂમે છે, તો ક્ષણાર્ધમાં વસ્ત્રવિહીન નંગ-ધડંગ બનીને ધૂળ ચાટતો નજરે પડે છે. મોહમદિરાનો નશો! વૈષયિક સુખોની તમન્ના! એમાં ફસાયેલો જીવ ન જાણે કેવો ઉન્મત્ત, પાગલ બનીને મસ્તી કરતો નજરે પડે છે. જ્યાં સુધી મહામોહની મદિરામાંથી તેની ચુંગાલમાંથી મુક્ત ન થવાય વિકલ્પનું મદિરાપાત્ર ફેંકી દેવામાં ન આવે, ત્યાં સુધી નિર્વિકાર જ્ઞાનાનંદમાં સ્થિરભાવ અસંભવ છે. જ્યાં સુધી જ્ઞાનાનન્દમાં સ્થિર ન બને ત્યાં સુધી પરબ્રહ્મમાં મગ્ન થવું તો દૂર રહ્યું તેનો સ્પર્શ પણ કઠણ છે. ન તો તે પરબ્રહ્મમાં મગ્ન બની શકે છે, ન આત્મસ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, ન તે શાન્તસુધારસનું પાન કરી શકે છે. મિથ્યાત્વમાં ફસાય છે: મનુષ્યજીવનમળવા છતાં પણ કેમબોધિલાભપ્રાપ્ત થતો નથી?એનું બીજું કારણ છે મિથ્યાત્વ મિથ્યાત્વનો અર્થ છેમિથ્યાદર્શન,જે સમ્યગદર્શન કરતાં વિપરીત હોય છે. વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છેઃ (૧) વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનનો અભાવ અને (ર)વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાના પહેલા અને બીજામાં એટલું જ અંતરછે કે પહેલુંબિલકુલમૂઢદશામાં પણ થઈ શકે છે, જ્યારે બીજુવિચારદશામાં જઈ શકે છે. અભિનિવેશને કારણે વિચારશક્તિનો વિકાસ થવા છતાં પણ જ્યારે કોઈ એક દ્રષ્ટિને પકડી લેવામાં આવે છે ત્યારે અતત્ત્વમાં પક્ષપાત થવાથી એદ્રષ્ટિમિથ્યાદર્શન કહેવાય | | શાન્તસુધારસ ભાગ ૩] Page #81 -------------------------------------------------------------------------- ________________ છે, જે ઉપદેશજન્ય હોવાથી ‘અભિગૃહિત’ કહેવામાં આવે છે. આ જ્યારે વિચારદશા જાગૃત ન થઈ હોય તો અનાદિકાલીન આવરણને કારણે કેવળ મૂઢતા હોય છે. એ સમયે તત્ત્વનું શ્રદ્ધાન ન હોય તો અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી હોતું. આ દશામાં માત્ર મૂઢતા હોવાથી તેને તત્ત્વનું અશ્રદ્ધાન કહી શકાય છે. એ નૈસર્ગિક અથવા ઉપદેશનિરપેક્ષ હોવાથી “અનભિગૃહિત’ કહેવામાં આવે છે. વૃષ્ટિ યા પંથસંબંધી બધા એકાન્તિક કદાગ્રહ અભિગૃહિત મિથ્યાદર્શન છે. એ મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હોઈ શકે છે. મોટા ભાગના માણસો આ મિથ્યાત્વમાં મોહિત હોય છે અને તેઓ બોધિલાભથી વંચિત રહે છે. માયા-કપટની જાળઃ મહામોહ, મિથ્યાત્વ અને માયાજાળમાં ફસાયેલ મનુષ્ય બોધિરત્ન તો નથી પામી શકતો, પણ ગહન સંસારસાગરમાં ડૂબી જાય છે. માયા પોતે જ એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં સમગ્ર આંતરગુણસંપત્તિ બળીને રાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. આંતરવિકાસના દ્વાર બંધ થઈ જાય છે. એટલા માટે કહેવાયું છે કે વર્તમાનપતિ શુદ્ધાત્મા / અશુદ્ધ આત્મા ધર્મની આરાધના કરી શક્તો નથી. અશુદ્ધ આત્મા ભલે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને સંતોષ માની લે કે હું ધર્મ આચરું છું. પરંતુ વાસ્તવમાં તે ધર્મ નથી હોતો, પણ ધર્મનો આભાસમાત્ર છે. માયા-કપટ કરીને તમે શું સુખ મેળવવા માગો છો? કોઈને કોઈ સુખની કલ્પનાથી પ્રેરિત થઈને માયા આચરવા માટે તૈયાર થઈ જાઓ છો ને? શું એ સુખ અક્ષય હશે? એ સુખ અનંત હશે? નહીં ને? એ સુખ હશે ક્ષણિક અને કલ્પનાનું, એ સુખ હોય છે માત્ર બાહ્ય દેખાવનું. માયાવી માણસ, કપટી વ્યક્તિ કદીય આંતરિક સુખ પામી શકતો નથી. માયાની સાથે અશાન્તિ જોડાયેલી હોય છે. ચિત્તની ચંચળતા સંલગ્ન હોય છે. માયાવી મનુષ્ય કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં એકાગ્રતા યા તલ્લીનતા પામી શકતો નથી. પરમાત્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી. તમે લોકો પણ આ અભિગમથી તમારી જાતને તપાસજો. જો તમે જાણીબૂજીને કોઈ ભૂલ છુપાવી રાખશો, તો તમે શાન્તિનો અનુભવ કરી શકશોનહીં. ગુપ્ત રહેલો કોઈક સંતાપ તમને સતાવતો રહેશે. જો બોધિરત્ન પામવું હોય, પરમસુખ પામવું હોય, તો માયાને તિલાંજલિ આપવી જ પડશે. નહીંતર ભટકતા, આથડતા-પટકાતા સંસારના અગાધ કૂવામાં વધુ ઊંડા ઊતરી જશો. विभिन्नाः पन्थानः, प्रतिपदमनल्पाश्च मतिनः कुयुक्तिव्यासंगैनिजनिजमतोल्लासरसिकाः । બોધિદુર્લભ ભાવના ૬૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ न देवाः सान्निध्यं विदधति, न वा कोऽप्यतिशयस्तदेवं कालेऽस्मिन्, य इह दृढधर्मा स सुकृती ॥ ५ ॥ મતમતાન્તર અને અલગ અલગ રસ્તાઓનું જંગલ ઊગી નીકળ્યું છે. ડગલે ડગલે પોતાની જાતને બુદ્ધિશાળી માનનારા લોકો જીવોને ભિન્ન ભિન્ન તર્ક-વિતર્ક કરીને પોતાની માન્યતાના ફેંદામાં ફસાવી લે છે. આ દિવસોમાં ન તો દેવોનું સાનિધ્ય છે, ન કોઈ વિશેષ અતિશય યા ચમત્કારોની સંભાવના છે. આવા વિષમ સમયમાં તો જે આત્મા ધર્મપર સુદ્રઢ શ્રદ્ધાવાન હશે, તે જ ભાગ્યશાળી, પુણ્યશાળી હશે.” મતમતાંતરોનું જંગલઃ મનુષ્ય જીવનમાં મોક્ષમાર્ગની આરાધના કરવી કેટલું મુશ્કેલ છે, બોધિ પામવી અને એને સુરક્ષિત રાખવી કેટલું દુષ્કર કાર્ય છે, એ વાત જણાવતાં કહે છે કે “મતમતાંતરોનું જંગલ ઊગી નીકળ્યું છે. કેટલાક વધારે બુદ્ધિશાળી પુરુષ પોતાની તર્કશક્તિનો દુરુપયોગ કરે છે અને કુયુક્તિઓ દ્વારા સરળ-ભદ્રિક જીવોને સાચા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે અને પોતપોતાનાં આશ્રમોના વાડામાં બાંધી લે છે - પોતાની કંઠી બંધાવી દે છે. અંતિમ શતાબ્દીમાં તો મત-પંથો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયા છે. ગ્રંથકારના સમયમાં પણ આવા મત-પંથો ઊગ્યા જ હશે. હવે વર્તમાનમાં પ્રવર્તમાન કેટલાક પંથ-સંપ્રદાયો અંગે જણાવું છું. નામનિર્દેશ નથી કરતો. કોઈને દુઃખ થાય એવું ન કરવું જોઈએ. એવો પ્રગાઢ મિથ્યાત્વનો અંધકાર હજારો સૂર્યોના પ્રકાશથી પણ દૂર ન થાય. . . આજથી આશરે ૫૦૦ વર્ષો પૂર્વે એકમત સંપ્રદાય એવો ચાલ્યો કે પરમાત્માની મૂર્તિ અને મંદિરને છોડી દેવામાં આવ્યાં. પરમાત્માની મૂર્તિનાં દર્શન-પૂજન છોડી દેવામાં આવ્યાં ! અનેક કુયુક્તિઓનાં સહારે સરળ જીવોને ભ્રમિત કરવામાં આવ્યા.. 1 ૨૦૦-૨૫૦ વર્ષો પૂર્વે આ સંપ્રદાયમાંથી ૧૩ સાધુઓ અલગ થયા અને મૂર્તિ મંદિરના વિરોધની સાથે દાન-દયાનો નિષેધ કર્યો. તેમણે પણ કુયુક્તિઓની જાળ બિછાવી દીધી. ભલાભોળા જીવો એમાં ફસાઈ ગયા. પછી તો કેટલાક ગૃહસ્થોએ પણ પોતપોતાની બુદ્ધિ અનુસાર પોતપોતાના પંથો ચલાવ્યા. એકે કહ્યું - આ કાળમાં ભરતક્ષેત્રમાં સાધુ થઈ જ ન શકે! સાધુઓની પાસે ન જાઓ. તપ કરવું જરૂરી નથી, માત્ર સ્વાધ્યાય કરો! અલગ અલગ જગાએ પોતાનાં પાંચ-સાત આશ્રમો સ્થાપી દીધા અને પોતાનો મત ચલાવ્યો ! ૬૮ : શાન્તસુધારસઃ ભાગ ૩] Page #83 -------------------------------------------------------------------------- ________________ બીજાએ કહ્યું - વ્યવહારમાર્ગ ખોટો છે, નિશ્ચયમાર્ગ જ સાચો છે. ન તપ કરવું, ન ત્યાગ કરવો. ન પરીષહ સહન કરવા ન દીક્ષા લેવી ! જે ઈચ્છા હોય તે ખાઓ, પીઓ. શરીર જડ છે, આહારના પુદગલો જડ છે. જડ જડને ભોગવે છે. આત્મા તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે! લોકોને તો મજા પડી ગઈ! કોઈ પણ ધર્મક્રિયા કર્યા વગર ધમત્મિા બનવાની - કહેડાવાની તક મળી ગઈ. | એકે વળી બ્રહ્મચર્ય ઉપર જ પ્રહાર કર્યો. સદાચાર-દુરાચારનો ભેદ મિટાવી દીધો. “સેક્સને ઉત્તેજના આપવા લાગ્યો. લોકોને નચાવવા લાગ્યો. આશ્રમો બનાવ્યા. ભોગવિલાસમાં લોકોને ડુબાડ્યા. 1 એક બુદ્ધિશાળી વ્યક્તિએ કમરહિત વિજ્ઞાનની નવી વાત કહીને ક્રમિક મોક્ષમાર્ગનો ઉપહાસ કર્યો. યોગ્ય-અયોગ્યનો ભેદ ન રાખ્યો. પણ આવા મતવાળાનેય આ દુનિયામાંથી અનુયાયીઓ મળી ગયા! . કેટલાકે નાની નાની વ્યવહારમાર્ગની ધમક્રિયાઓમાં મતભેદ ઊભા કરીને પોતપોતાના ગચ્છ-સંપ્રદાયો અલગ બનાવ્યા. સત્ય કોને પૂછીએ?? - કોને જઈને પૂછીએ કે કોણ સાચું છે અને કોણ જૂઠું છે?મહામુનિ ચિદાનંદજીએ સાચું જ કહ્યું છે - મારગ સાચા કૌન બતાવે? જાકુ જઈ કે પૂછીએ તે તો અપની અપની ગાવે. મારગ તમામ મતવાળા, સંપ્રદાયવાળા, ગચ્છવાળા, પોતાને જ સાચા માને છે. - “અમે જે કહીએ છીએ એ જ સાચું છે.'- એટલા માટે ગ્રંથકાર કહે છે - આ દિવસોમાં દેવો પણ અહીં આવતા નથી, જો આવતા હોત તો એમને પૂછત! દેવો તો જૂઠું નથી બોલતા. દેવદેવીઓ આવતાં નથી. એ રીતે કોઈનવિશેષ અતિશય છે કોઈની પાસે કે જેને પૂછવાથી ઉત્તર મળે. શું કરીએ? સમય વિષમ છે. ન કોઈ કેવળજ્ઞાની છે, ન કોઈ અવધિજ્ઞાની છે, ન તો કોઈ ચૌદપૂર્વધર મહર્ષિ છે. કોને સાચો માર્ગ પૂછીએ? કોઈને પૂછવાનું નથી, તમે ધર્મ પર વૃઢ શ્રદ્ધા ધારણ કરો. વૃઢ શ્રદ્ધાવાન બનો. તમારી ધર્મઆરાધના નિશ્ચિત મનથી કરતા રહો. બોધિરત્નને સુરક્ષિત રાખો. નવતત્ત્વો પર, સુદેવ, સુગુરુ અને સદ્ધર્મ પર શ્રદ્ધા ટકાવી રાખો. यावद्देहमिदं गदै मृदितं, नोवाजराजर्जरम् यावत् आयुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां । | બોધિદુર્લભ ભાવના ] Page #84 -------------------------------------------------------------------------- ________________ यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षम् कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ? ६ ॥ ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ છઠ્ઠા શ્લોકમાં કહે છે - જ્યાં સુધી આ શરીર બીમારીઓથી આક્રાન્ત થયું નથી, જ્યાં સુધી વૃદ્ધત્વનો પંજો શરીર ઉપર પડ્યો નથી, જ્યાં સુધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયમાં સક્ષમ છે મોતની છાયા જિંદગીની ધરતી ઉપર ઊતરી નથી, ત્યાં સુધી સમજદાર અને વિવેકી પુરુષે પોતાના હિત માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. સરોવરનું પાણી જોરશોરથી વહી જાય પછી પાળ બાંધવી યા પથ્થરની દીવાલ બાંધવી, એનો કોઈ અર્થ નથી. શરીર બીમારીઓથી આક્રાન્ત આ માનવશરીર વાસ્તવમાં ધર્મપુરુષાર્થનું સાધન છે. આ શરીરનો ઉપયોગ આત્મકલ્યાણ માટે જ કરવો જોઈએ. એક વાત સમજી લેવી કે આ શરીર માત્ર રોગોથી ભરેલું છે. અશુદ્ધિથી ભર્યું ભર્યું છે. અનેક વ્યાધિઓથી ભરેલું છે. કહેવામાં આવ્યું છે કે सर्वाशुचिमये काये नश्वरे व्याधिपीडिते । को हि विद्वान् रतिं गच्छेद् यस्यास्ति श्रुतसंगमः ॥ चिरं सुपोषितः कायो भोजनाच्छादनादिभिः । . विकृतिं याति सोऽप्यन्ते कास्था बाह्येषु वस्तुषु ॥ કયો બુદ્ધિશાળી મનુષ્ય, જ્ઞાની મનુષ્ય, આ અશુચિમય અને રોગગ્રસ્ત શરીર ઉપર મમત્વ કરશે? આ શરીરની તમે લોકો ભોજન, સ્નાન, વસ્ત્રાદિથી ગમે તેટલી સેવા કરો, પરંતુ તે એક દિવસે વિકૃત બની જશે જ! શરીર ઉપર વિશ્વાસ જનકરો. આત્મહિતમાં આ શરીરનો જેટલો ઉપયોગ થઈ શકે તેટલો કરો. શરીરમાં જ્યારે રોગ ફૂટી નીકળશે, ત્યારે તમે કશું નહીં કરી શકો. ગમે ત્યારે કેન્સર થઈ શકે છે. બ્રેઇન હેમરેજ થઈ શકે છે. અશક્તિ, કમજોરી આવી શકે છે. લોહીનું પાણી થઈ જઈ શકે છે. એટલા માટે જ્યાં સુધી શરીર સશક્ત છે, રોગમુક્ત છે, ત્યાં સુધીમાં ધર્મ પુરુષાર્થ કરી લો, બોધિની પ્રાપ્તિ કરી લો. શરીર અને વૃદ્ધત્વઃ ગ્રંથકારે બીજી વાત કરી છે વૃદ્ધત્વની. યાદ રાખો કે યૌવન શાશ્વત નથી. યૌવને ગણેવ - યૌવન જલરેખા જેવું છે. પાણીમાં દોરેલી રેખા કેટલો સમય સુધી ટકી શકે? યૌવન આવું જ છે. યૌવન ચાલ્યું જાય છે. વૃદ્ધાવસ્થા આવી જાય છે. શરીર અશક્ત બની જાય છે. પછી વ્રત, નિયમ અને તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન અને સેવા૭૦ છેશાન્તા સુધારસઃ ભાગ ૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ વગેરે નહીં બની શકે. વૃદ્ધાવસ્થાને ગુજરાતીમાં “ઘડપણ' કહે છે. આ વિષયમાં ઉપાધ્યાય વિનયવિજયજીના શિષ્ય રૂપવિજયજીએ એક કાવ્ય બનાવ્યું છે. કાવ્ય તો શરૂઆતનાં પ્રવચનોમાં બતાવ્યું છે. આજે તો પ્રાસંગિક એનો ભાવ સંક્ષેપમાં જણાવી દઉં છું... I વૃદ્ધાવસ્થામાં મનુષ્ય પ્રાયઃ ઘરમાં અપ્રિય બને છે. | ચાલવું મુશ્કેલ બને છે. પુરુષાર્થ થઈ શકતો નથી. પ દાંત પડી જાય છે. મુખમાંથી લાળ પડવા લાગે છે. I આંખે ઓછું દેખાય છે, કાન ઓછું સાંભળે છે. . શરીરની રોમરાજી શ્વેત થઈ જાય છે. I કમર દુખવા લાગે છે. ઢીંચણ દુઃખે છે. શ્વાસ ચડવા લાગે છે. મુખ પર કરચલીઓ પડે છે. રૂપ ઓછું થઈ જાય છે. : બોલતી વખતે જીવ થોથવાય છે. ઘરનાં માણસો કહ્યું કરતાં નથી. કોઈ એની સલાહ કે રાય લેતાં નથી. . છોકરાઓ જુદા થઈ જાય છે. પુત્રવધૂઓ તોછડા શબ્દોમાં વ્યવહાર કરવા માંડે છે. 1 છોકરીઓ વૃદ્ધ પિતા પાસે જલદી જતી નથી. . ઘરની બહાર નીકળવું અને મહોલ્લામાં જવું પરદેશ જવા બરાબર છે. . પાણી પીવા ઘડાની પાસે જવું ગંગાની પાસે જવા બરાબર લાગે છે. આવી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આત્મકલ્યાણ માટે દુર્લભ મનુષ્ય જીવનનો સદુપયોગ કરી લો. જીવન અને મૃત્યુઃ જીવનની સાથે મૃત્યુ નિશ્ચિત હોય છે. મોત ગમે ત્યારે આવી શકે છે, એટલા માટે ગ્રંથકાર સાવધાન કરે છે - મૃત્યુ આવે તે પહેલાં આત્મકલ્યાણ સાધી લો. મહાન યોગી આનંદઘનજી કહે છેઃ બેર બેર નહીં આવે અવસર બેર બેર નહીં આવે! ન્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે... અવસર. [ બોધિદુર્લભ ભાવના T S TT TT ૭૧ | Page #86 -------------------------------------------------------------------------- ________________ તન ધન જોબન સબ હી જૂઠા, પ્રાણ પલકમાં જાવે... અવસર. તન છૂટે ધન કૌન કામ કો ? કાહે કુ કૃપણ કહાવે... અવસર. જાકે દિલ મેં સાચ બસત હૈ, તાકુ જૂઠ ન ભાવે... અવસર. આનંદઘન પ્રભુ ચલત પંથ મેં, સિમર સિમર ગુણ ગાવે... અવસર. મનુષ્ય જીવનનો અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી. એટલા માટે આ જીવનમાં જ બની શકે તો સારાં કાર્યો - ભલાઈ - કરી લે, જેથી આવનારા જન્મોમાં તું સુખ પામી શકે. તન-ધન અને યૌવન – આ બધું જ જૂઠું છે, સ્વપ્નવત્ છે. ક્ષણમાં મોત આવી શકે છે અને ધન પડ્યું રહે છે. તનને તો બાળી નાખવામાં આવે છે. તો પછી જ્યાં સુધી મોત નથી આવ્યું ત્યાં સુધી તું દાન કરી દે ! શા માટે પોતાની જાતને કૃપણ કહેવડાવે છે ? હૃદયમાં સત્યને બરાબર ધારણ કર. કયું સત્ય ? ‘તન-ધન-યૌવન બધું જૂઠું છે’ એ સત્ય ! આ જ સત્ય છે. એ સત્યને આત્મસાત્ કરીને પરમાત્માના ગુણ ગાતો રહે. विविधोपद्रवं देहमायुश्च क्षणभंगुरम् । कामालम्ब्य धृतिं मूढैः स्वश्रेयसि विलम्ब्यते ॥ ७ ॥ આ શરીર વિવિધ પ્રકારના ઉપદ્રવોનું ઘર છે, આયુષ્યનો કશો જ ભરોસો નથી. છતાં પણ કોણ જાણે કયું આશ્વાસન પ્રાપ્ત કરીને મૂઢ જીવ પોતાના હિતની બાબતમાં વિલંબ કરે છે ? અહીં ગ્રંથકારે માત્ર બે જ વાતો કરી છે - - (૧) આ શરીર વિવિધ ઉપદ્રવોનું ઘર છે. (૨) આયુષ્ય ક્ષણભંગુર છે. મૂઢતા સમજવા દેતી નથી : મૂઢ જીવાત્મા આ બે બાબતો સમજતો નથી અને આત્મકલ્યાણમાં વિલંબ કરે છે. આત્મકલ્યાણ પ્રત્યે ઉદાસીન રહે છે. કશું સમજમાં નથી આવતું કે મનુષ્ય શા માટે આવડી મોટી ભૂલ કરે છે ? શા માટે વાસ્તવિકતા પ્રત્યે ઉપેક્ષા કરે છે ? જો કે કારણ તો મૂઢતા જ છે, મોહમૂઢ મનુષ્ય ન તો શરીરનો વિચાર કરે છે, ન આયુષ્યનો વિચાર કરે છે. સ્વયં પોતાની આંખોની સામે જ નાનાં બચ્ચાંને કેન્સરનો શિકાર, પોલિયાનો શિકાર થતો જુએ છે, કેટલાય યુવકોનાં ફેફસાંને સડી જતાં જુએ છે, દમની વ્યાધિથી વ્યાકુળ થતા જુએ છે, છતાં પણ સ્વયં પોતાના શરીરનો વિચાર નથી કરતો કે જ્યાં સુધી મારું શરીર રોગોથી ઘેરાયું નથી, ત્યાં સુધી હું મારું આત્મકલ્યાણ સાધી લઉં.' ના, આવો વિચાર આવતો જ નથી. ૭૨ શાન્તસુધારસ : ભાગ ૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઘણી વાર નાના મોટા યુવાન માણસોના મૃત્યુના સમાચાર સાંભળે છે, છાપાઓમાં વાંચે છે. પરંતુ “મારું પણ મોત, ગમે ત્યારે આવી શકે છે, એટલા માટે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી મારે આત્મકલ્યાણ કરી લેવું જોઈએ.’ આવો વિચાર નથી આવતો ! આ જ તો મૂઢતા છે ! આ જ તો અજ્ઞાન છે. જે પિતાના બળે નવજવાન પુત્રો મરી ગયા એ પિતાને સંસાર પ્રત્યે વૈરાગ્ય નથી આવતો, ન તો આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરે છે. બે-ચાર દિવસ રોઈને, શોક મનાવીને પૂર્વવત્ રંગરાગની પ્રવૃત્તિમાં ડૂબી જાય છે. દેહમાં ગમે ત્યારે રોગ ઉત્પન્ન થઈ શકે છે અને ગમે ત્યારે મોત આવી શકે છે. એટલે પ્રમાદ છોડીને ધર્મપુરુષાર્થ કરી લેવાનો છે. બોધિબીજ આત્મક્ષેત્રમાં વાવી દેવાનું છે. બોધિદુર્લભ' પર એક સઝાયઃ હવે બોધિદુર્લભ ભાવનાની જયસોમ મુનિ-રચિત સક્ઝાય સંભળાવું છું - દશ વૃષ્ટાંતે દોહિલો, લાધે મણુ-જનમારો રે. દુલ્લાહો અંબર ફુલ ક્યું રે, આરજ ઘર અવતાર રે. મોરા જીવનરે! બોધિ ભાવના બારમી રે. ભાવે હદય મજારો રે..૧ ઉત્તમ કુળ તિહાં દોહિલો, સદ્ગુરુ ધર્મ સંયોગો રે. પાંચે ઈન્દ્રિયો પૂર્ણ છે રે. દુલ્લાહો દેહ નીરોગો રે... મોરા. ૨ સાંભળવું સિદ્ધાંતનું રે દોહિલે તસ ચિત્ત ધરવું રે સુધી સદ્ગુહણા ધરી, દુક્કર અંગે કરવું રે... મોરા. ૩ સામગ્રી સઘળી લહી રે મૂઢ! મુધા મત હારી રે ચિંતામણિ દેવી દઓ, હાર્યો જિમ ગમાર રે, મોરા ૪ લહ-કલકને કારણે યાન જલધિમાં ોિડે રે. દોરાકારણ કોણ નવલખો હાર હિયાનો તોડે રે... મોરા ૫ બોધિરણ ઉવેખીને. કોણ વિષયારસ દોડે રે કાંકર મણિ સમોવડ કરે રે ગજ વેચે ખર હોડે રે.. મોરા. 5 ગીત સુણી નટની કહી રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે કુમારાદિક પણ સમજીયા રે બોધિરયણ સંભાળ્યું રે... મોરા. ૭ શાસ્ત્રોમાં મનુષ્ય-જન્મની દુર્લભતા ૧૦ વૃષ્ટાંતો દ્વારા બતાવવામાં આવી છે. અહીં હું માત્ર દશ વૃષ્ટાંતોનો નામનિર્દેશ જ કરીશ. કથાઓ તો ખૂબ મોટી મોટી છે. પહેલું દ્રષ્ટાંત છે ચુલુકનું બીજું દ્રષ્ટાંત છે પાસકનું ત્રીજું છે ધાન્યરાશિનું ચોથું છે બોધિદુર્લભ ભાવના આ ૭૩ ] Page #88 -------------------------------------------------------------------------- ________________ જુવટનું પાંચમું છે રત્નરાશિનું, છઠું છે સ્વપ્નનું, સાતમું છે ચક્રરાધાવેધનું, આઠમું છે કૂર્મચંદ્રદર્શનનું નવમું છે યુગધૂંસરીનું અને દશમું દ્રષ્ટાંત છે પરમાણુનું. મનુષ્ય-જન્મની દુર્લભતા આ દશ દ્રષ્ટાંતોથી કવિએ બતાવી છે. આ મનુષ્ય જીવનમાં આકાશકુસુમની જેમ આદિશમાં જન્મ પામવો વધારે દુર્લભ છે. ઉત્તમ કુળ મેળવવું, સુંદર પાંચ ઈન્દ્રિયો પામવી, નીરોગી દેહ પામવો, એમાં પણ સદ્ગુરુ અને ધર્મ પામવો દુર્લભ છે. સદ્દગુરથી ધર્મશ્રવણ પામવું, એના ઉપર શ્રદ્ધા હોવી અને શ્રદ્ધાને અનુરૂપ આચરણ કરવું અતિ દુર્લભ છે. મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, અખંડ પાંચેય ઇન્દ્રિયો. નીરોગી શરીર, દેવ-ગુરુ-ધર્મનો સંયોગ, ઈત્યાદિ સામગ્રી પ્રાપ્ત કરીને રે મૂઢ! આ માનવજીવનને વેડફી ન દે. આવા અનુકૂળ સંજોગોમાં પણ જો તું હારી જઈશ તો મહામૂખી કહેવાઈશ. એક કથા છે. દેવીએ એક મૂખને ચિંતામણિ રત્નનો હાર આપ્યો. એ મૂખ ખેડૂતે રત્નોને પથ્થર સમજીને ખેતરમાં પક્ષીઓ ઉડાડવા માટે તેનો ઉપયોગ કર્યો. બીજી વાત. એવી આવે છે કે એ ખેડૂતે એ હારને પોતાના બળદના ગળામાં બાંધી દીધો. જ્યારે એ ગામમાં આવ્યો અને એક ઝવેરી-વેપારીએ બળદના ગળામાં હાર જોયો, તો કેટલાક રૂપિયા આપીને એ હાર લઈ લીધો! એટલે કે મૂખે મનુષ્ય ઉત્તમ વસ્તુનું મૂલ્યાંકન કરી શકતો નથી. સદુપયોગ નથી કરી શકતો. આ દ્રચંતનું તાત્પર્ય એ છે કેમનુષ્ય-જન્મનો મૂર્ખ માણસ સદુપયોગ નથી કરી શકતો. એ તો પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં, એશઆરામમાં અને રાગદ્વેષમાં પોતાનો મૂલ્યવાન - દુર્લભ મનુષ્ય ભવ વેડફી નાખે છે. કવિ કહે છે - લોઢાના એક ખીલા માટે સાગરમાં જહાજમાં બેઠેલો માણસ છું જહાજને તોડી નાખશે? એક ઘેરા માટે માણસ પોતાનો રત્નહાર તોડી નાખશે? એ રીતે ઇન્દ્રિયોનાં વૈષયિક સુખો મેળવવા માટે કયો ગમાર બોધિબીજની ઉપેક્ષા કરશે? આ મનુષ્ય જીવન ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થવા માટે નથી, પરંતુ બોધિરત્ન પ્રાપ્ત કરીને એની સુરક્ષા માટે છે. જે મનુષ્ય વિષયાસક્ત હોય છે, એ મનુષ્ય-જન્મ આદિ ઉત્તમ સામગ્રીનો દુરપયોગ કરે છે. કાંકરાને મણિ સમજે છે અને હાથી આપીને બદલામાં ગધેડો ગ્રહણ કરે છે. એક વાર્તા- શુલ્લકકુમારની એક રાજકુમારે બાલ્યાવસ્થામાં જ ચારિત્રધર્મગ્રહણ કર્યો હતો. એનું નામ હતું ક્ષુલ્લકકુમાર મુનિ ૧૨ વર્ષ સુધી સંયમનું પાલન કર્યા પછી એમનું મન સાધુજીવનથી કંટાળી ગયું. હવે એમને ગૃહસ્થ જીવન જીવવું હતું. તે પોતાની માતાની [ ૭૪ ] | શાનસુધારસ ભાગ ૩] ૭૪ ' Page #89 -------------------------------------------------------------------------- ________________ અનુમતિ લેવા માટે માતા પાસે ગયા. માતાએ એમને ખૂબ વાત્સલ્યથી સમજાવ્યા અને બીજાં બાર વર્ષ વધારે સંયમપાલન માટે સમજાવ્યા. એ બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. તે ફરીથી ગૃહસ્થ જીવન પ્રત્યે આકર્ષાયા. તે રજા લેવા પ્રવતિની - સાધ્વીજી પાસે ગયા. સાધ્વીજીએ એમને સમજાવીને બીજાં બાર વર્ષ વધારે સાધુજીવન જીવવા સંમત કર્યા. એ ૧૨ વર્ષ પણ પૂરાં થઈ ગયાં. પછી તે ઉપાધ્યાયજી પાસે ગયા, તેમણે પણ ૧૨ વર્ષ સાધુજીવનનાં વધાય. પછી આચાર્ય પાસે ગયા, તો તેમણે પણ બાર વર્ષ સાધુજીવનનાં વધાય. આ રીતે ૬૦ વર્ષ સુધી સાધુજીવનમાં રહ્યા, તો પણ એમનું મન સાધુતામાં ન લાગ્યું. 'તે પોતાની રત્નકંબલ અને અંગુઠી લઈને તેમના ઘર તરફ ચાલ્યા. એ રાજમહેલ આગળ પહોંચ્યા. હજુ તો એક ઘટિકા રાત્રિ બાકી હતી. રાજમહેલમાં નાટક ચાલી રહ્યું હતું. આમ તો રાત્રિના પ્રારંભથી નાટક ચાલી રહ્યું હતું. નૃત્યાંગના થાકી ગઈ હતી. એની માતા. ત્યાં જ બેઠી હતી. તેણે પુત્રીને કહ્યું: “ બહોત ગઈ થોડી રહી થોડી બી અબ જાય, થોડી દેર કે કારણે તાલ મેં ભંગ ન થાય.” બેટી, તેં રાતભર નૃત્ય કર્યું છે, ગીત ગાયાં છે. હવે માત્ર બે-એક ઘડી રાત્રિ બાકી છે. રાજા હવે ઈનામ આપવાનો છે. એટલા માટે તારા પગ ઢીલા પડવા ન દે. ઉમંગથી તારું કાર્ય પૂર્ણ કર. ક્ષુલ્લકકુમાર મુનિ પણ ત્યાં જ ઊભા હતા. તેમણે આ વાત સાંભળી...બહુત ગઈ થોડી રહી થોડી ભી અબ જાય...” મુનિએ વિચાર કર્યો. મેં ૬૦ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. હવે તો મારું આયુષ્ય પણ ઓછું થઈ ગયું. તો પછી શા માટે મારે સંસારમાં આસક્ત થવું જોઈએ?” આવું વિચારીને તે સંયમ ભાવમાં સ્થિર બન્યા અને રત્નકંબલ તેમજ અંગુઠીનૃત્યાંગનાને દાન કરીને ફરીથી પોતાના ગુરુની પાસે પહોંચી ગયા. એ નાટકમાં રાજકુમાર પણ ઉપસ્થિત હતો. એના મનમાં રાજ્યનો લોભ હતો. પિતાને મારીને રાજ્ય લેવાનું પયંત્ર બનાવ્યું હતું. તે પણ નૃત્યાંગનાની માતાનાં વચન સાંભળીને વિચારવા લાગ્યો “મારા વૃદ્ધ પિતા હવે વધારે વર્ષ જીવવાના નથી. બે-પાંચ વર્ષમાં જ એ મરણને શરણે થઈ જશે. તો પછી એમની હત્યા શા માટે કરું? આટલાં વર્ષ રાહ જોઈ છે તો હવે બે-ચાર વર્ષ વધારે! તેણે રાજાની હત્યા કરવાનું ષડ્રયંત્ર છોડી દીધું. ત્યાં એક સ્ત્રી પણ ઉપસ્થિત હતી. એનો પતિ ૧૨ વર્ષથી પરદેશ ગયો હતો. પતિની રાહ જોવામાં તેણે બાર વર્ષ સુધી શીલધર્મનું પાલન કર્યું હતું. તેણે પણ નૃત્યાંગનાની માતાનાં વચન સાંભળીને વિચાર કર્યો - હવે તો મારો પતિ અવશ્ય પરદેશથી આવી જશે. મારે શીલભંગ ન કરવો જોઈએ.” બોધિદુર્લભ ભાવના ૭૫ | Page #90 -------------------------------------------------------------------------- ________________ એણે પણ નૃત્યાંગનાને જે આપવું હતું તે આપી દીધું અને પોતાને ઘેર ગઈ. આ રીતે જેને જેને આ સ્ત્રીની વાત પોતાના જીવન સાથે બંધબેસતી લાગી, તે ઉન્માર્ગ છોડીને સન્માર્ગે આવી ગયા. ક્ષુલ્લકકુમાર મુનિ ગુરુદેવની પાસે ગયા, વિનમ્ર ભાવથી, પશ્ચાત્તાપપૂર્વક આલોચના કરી, ક્ષમાયાચના કરી અને પ્રાયશ્ચિત્ત લઈને એ પોતાના સંયમધર્મમાં સ્થિર થયા. ઉપસંહારઃ બોધિરત્ન એટલે કે સમ્યગુ દર્શન પ્રાપ્ત કરીને એની સુરક્ષા કરવી જોઈએ. સ્વાર્થી, લોભી કુગુરુની પાસે કદી જવું નહીં. કુતર્ક કરનારા મિથ્યાત્વી લોકોનો સંગ ન કરવો. સદ્ગુરુ સાથે નિરંતર પરિચય રાખીને સમ્યગુદર્શનને દ્રઢ બનાવી લેવું જોઈએ. સંકટ આવે...કષ્ટ પડે, તો પણ સમ્યગુદર્શન પર દ્રઢ રહેવું જોઈએ. સંકટો તો આવે છે અને ચાલ્યા જાય છે. કષ્ટ-આપત્તિ આવે છે, ચાલી જાય છે. પરમાત્મા શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા, સદ્ધર્મ શ્રદ્ધા - અખંડ રાખવાની છે. જરા પણ વિચલિત થવાનું નથી. એટલા માટે શ્રદ્ધાને જ્ઞાનમૂલક બનાવી દેવી જોઈએ. દુનિયા છે ! દુનિયામાં હર સમયે મિથ્યા ધર્મો પણ ચાલે છે. મીઠી મીઠી વાતોમાં એમિથ્યાત્વી ધર્મગુરુ તમારી શ્રદ્ધાને સમૂળ ઉચ્છેદી શકે છે. જો તમે જ્ઞાની ન બન્યા તો! તમારું બોધિરત્ન સુરક્ષિત રહે, ભવિષ્યમાં ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ થાય એ જ શુભ કામનાની સાથે પ્રવચન સમાપ્ત કરું છું. - આજે બસ, આટલું જ. '', E ૭૬. શાન્ત સુધારસઃ ભાગ ૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ શિશLOGીસુધારી પ્રવચન ૫૫ બોધિદુર્લભ ભાવના ૩ - સંકલના : રત્નરાશિનું દ્રષ્ટાંત બોધિરત્નની આરાધના આરાધનાના બાર ઉપાયો ૦ બ્રાહ્મણે ચક્રવર્તી પાસે શું માગ્યું? શ્રીમદ્ ચિદાનંદજીનું એક પદ શ્રી ઉદયમુનિનું એક પદ શ્રી લલિતમુનિનો એક કાવ્યાંશ શ્રી વિજયદેવસૂરિનો એક કાવ્યાંશ શ્રી અભયમુનિનો એક કાવ્યાંશ અનાર્ય દેશમાં માનવજન્મ અનાદિકાળથી ચાર સંજ્ઞાઓ ૦ આહારસંશા કંડરિક મુનિનું પતન ભયસંજ્ઞા મનની ચંચળતા મૈથુન સંજ્ઞાઃ ધર્મજિજ્ઞાસા નહીં પરિગ્રહ સંજ્ઞાઃ ધર્મજિજ્ઞાસા નહીં. Page #92 -------------------------------------------------------------------------- ________________ बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा जलधिजलपतितसुररलयुक्त्या सम्यगाराध्यतां स्वहितमिह साध्यता बाध्यतामघरगतिग्रत्मशक्त्या ॥१॥ તું બોધને પ્રાપ્ત કર ઉદ્દબુદ્ધ બન, જાગૃત થા, બોધિ અત્યંત દુર્લભ છે. સમુદ્રના અતલ ઊંડાણમાં, ઊંડા પાણીમાં પડેલા દૈવી રત્નની જેમ દુર્લભ એવી બોધિની તું સારી રીતે આરાધના કર, ઉપાસના કર. પોતાના હિતની સાધના કરી લે અને તારી આત્મશક્તિથી, નરકાદિ ગતિઓનાં દ્વાર બંધ કરી દે.’ રત્નરાશિનું દૃષ્ટાંતઃ તાપ્રલિપ્તિ નગરનો સાગરદત્ત શ્રેષ્ઠી રત્નોનો મોટો વેપારી હતો. એક દિવસે તે પોતાનાં વહાણ લઈને રદ્વીપ જાય છે. જહાજમાં રત્ન ભરીને તે પાછો ફરે છે અને સમુદ્રની વચ્ચે જ એનું વહાણ તૂટી જાય છે. તમામ રત્નો સાગરમાં પડી જાય છે. શ્રેષ્ઠી અતિ દુઃખી થઈ જાય છે. આ વૃષ્ટાંત આપીને ગ્રંથકાર કહે છે કે બોધિરત્નની દુર્લભતા આ રત્નો જેવી છે. તું બોધિરત્નની ઉપાસના સારી રીતે કર. બોધિરત્નની આરાધના બોધિરત્નની આરાધના અને એની સુરક્ષાના અનેક ઉપાય જ્ઞાનીપુરુષોએ બતાવ્યા છે. એવા કેટલાક ઉપાયો તમને બતાવું છું. પહેલો ઉપાયઃ જીવ-અજીવાદિ નવતત્ત્વોનું બહુમાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ. બીજો ઉપાયઃ નવતત્ત્વોના જ્ઞાતા અને ઉપદેશક એવા આચાર્ય-ઉપાધ્યાય આદિની યથાશક્તિ સેવા-વૈયાવચ્ચ કરવી જોઈએ. ત્રીજો ઉપાયઃ મિથ્યા-એકાન્તવાદી દર્શન-ધર્મનો સંપર્ક ન રાખવો. ચોથો ઉપાયઃ ધર્મશાસ્ત્ર સાંભળવાની અભિલાષા રાખવી. અત્યંત પ્રેમ અને આદરથી ધર્મશ્રવણ કરતા રહો. પાંચમો ઉપાય હૃદયમાં ચારિત્રધર્મનો રાગ હોવો જોઈએ. છઠ્ઠો ઉપાય ગુરુદેવના તન-મનની સમાધિ રહે એવી રીતે તેમની વૈયાવચ્ચે કરવી જોઈએ. સેવા-વિશ્રામણા આદિ કરતા રહો. સાતમો ઉપાયઃ તીર્થકર, સિદ્ધ, જિનપ્રતિમા શ્રુતજ્ઞાન, ૧૦ પ્રકારના યતિધર્મ, સાધુસમુદાય, આચાર્ય, ઉપાધ્યાય, સંઘ અને સમ્યગુ દષ્ટિ - આમની (૧) ભક્તિ ૭૮ . શાન્તસુધારસ ભાગ ૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ કરો (૨) પૂજા કરો (૩) પ્રશંસા કરો (૪) નિંદા ન કરો (૫) આશાતના ન કરો. આઠમો ઉપાયઃ જિનેશ્વર પરમાત્મા, જિનભાષિત જીવ-અજીવાદિ તત્ત્વરૂપ ધર્મ અને જિનપ્રવચનના ધારક સાધુ - આ ત્રણ જ વિશ્વમાં સારરૂપ છે, એના સિવાયનું તમામ - બધું જ - અસાર છે એવું ચિંતન કરતા રહો. નવમો ઉપાયઃ આ ઉપાયમાં પાંચ વાતો આવે છે - (૧) સર્વજ્ઞ વચનમાં શંકા ન કરવી. (૨) મિથ્યા દર્શન, મિથ્યા ધર્મોની ઇચ્છા ન કરવી. (૩) સદાચાર અને સાધુ વગેરેની નિંદા ન કરવી. (૪) અન્ય દર્શનવાળાંની પ્રશંસા ન કરવી. (૫) મિથ્યા દર્શનની સંન્યાસી વગેરેની સાથે સંભાષણ ન કરવું. દશમો ઉપાયઃ આ ઉપાયમાં પણ પાંચ બાબતો આવે છે - (૧) જિનશાસનમાં નિપુણતા પ્રાપ્ત કરો. બીજાંને જિનશાસન પ્રત્યે અભિમુખ કરતા રહો. (૨) બીજના હૃદયમાં જિનશાસન પ્રત્યે આદર-અહોભાવ પ્રકટ કરો. (૩) જિનમંદિર, જિનતીર્થ આદિ સ્થાનોમાં યાત્રાર્થે જવું. ત્યાં રહેવું, સાધુ સાધ્વીની પર્યાપાસના કરતા રહો. (૪) જે લોકો જિનધર્મમાં અસ્થિર ચિત્તવાળા બન્યા હોય, એમને જિનધર્મમાં સ્થિર કરી. સ્વયં બીજા ધર્મોના ચમત્કાર યા સમૃદ્ધિ જોઈને અસ્થિર ન બનો. (૫) જિનશાસન એટલે કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો વિનય કરતા રહો અને સમયોચિત સેવા-ભક્તિ કરતા રહો. અગિયારમો ઉપાયઃ આ ઉપાય પણ પાંચ પ્રકારનો છે - (૧) ઉપશમ કોઈ વ્યક્તિ આપણો અપરાધ પણ કરે, છતાંયે એના ઉપર ક્રોધ ન કરો, કષાયોની પરિણતિનું, એનાં વિપાકોનું ચિંતન કરો. (૨) સવેગ : મોક્ષસુખને જ સુખ માનવું. દેવમનુષ્યનાં ઉત્કૃષ્ટ ભૌતિક સુખોની ઈચ્છા પણ ન કરવી. (૩) નિર્વેદ સાંસારિક સુખો પ્રત્યે વિરક્ત રહેવું. સંસારમાં પાપકર્મોના ઉદયથી જે દુઃખો આવે છે, એ દુખો દીનતા ધારણ કર્યા સિવાય સહન કરી લેવાં. (૪) અનુકંપા દુખી જીવોનાં દુઃખોને, નિષ્પક્ષ ભાવથી, નિરપેક્ષ ભાવથી દૂર કરવાની તીવ્ર ઈચ્છા થવી. [ બોધિદુર્લભ ભાવના | , | ૭૯ ] Page #94 -------------------------------------------------------------------------- ________________ (૫) આસ્તિકતા જિનકથિત ધર્મ ઉપર અવિચળ શ્રદ્ધા હોવી એ આસ્તિકતા છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પ્રત્યે સ્નેહભાવ હોવો એ આસ્તિકતા છે. બારમો ઉપાયઃ આના અવાંતર છ ભેદ બતાવ્યા છે - (૧) તીર્થંકર ભગવંતોએ જે બાર પ્રકારના ગૃહસ્થ ધામ બતાવ્યા છે, બાર વ્રતો બતાવ્યાં છે, એ ગૃહસ્થ ધર્મનું મૂળ બોધિરત્ન છે, સમ્યક્ત છે. (૨) ધર્મને એક નગરની ઉપમા આપવામાં આવે તો એ નગરનું પ્રવેશદ્વાર એબોધિ છે - સમ્યગુદર્શન છે. (૩) જેની ઉપર પ્રાસાદ, મહેલ, મકાન ટકે છે, તે પીઠ-પ્લીંથ કહેવાય છે. તે ધર્મરૂપી મહેલની પીઠ છે બોધિ-સમ્યક્ત. (૪) જે રીતે પૃથ્વીના આધાર વગર, ધમસ્તિકાયાદિ દ્રવ્યોના આધાર વગર આ સૃષ્ટિ ટકતી નથી, એ રીતે સમ્યત્વના આધાર વગર ધર્મ ટકતો નથી. સમ્યક્ત જ ધર્મનો આધાર છે. (૫) જે રીતે ભાજનના આધાર વગર આહાર દ્રવ્યો રહી શકતાં નથી એ રીતે ધર્મતત્ત્વ, સમ્યક્તના, બોધિના ભાજનમાં જ રહે છે. (૬) ખાણ-ખોદકામ કર્યા સિવાય સોનું-રત્ન આદિ પ્રાપ્ત થતાં નથી, એ રીતે બોધિ-સમ્યક્તરૂપ મહાનિધાન પ્રાપ્ત કર્યા સિવાય નિરૂપમ સુખ આપનાર ચારિત્રધર્મ પ્રાપ્ત થતો નથી. આ રીતે જો તમે બોધિને આત્મામાં સુદ્રઢ કરી લેશો, તો એક વાત નિશ્ચિત છે કે તમે નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં નહીં જાઓ. દુર્ગતિમાં ન જવું હોય તો આ બાર પ્રકારની બોધિની આરાધના કરતા રહો. સમ્યક્તને નિર્મળ કરતા રહો. તમારે તમારી આત્મશક્તિથી જ આ કામ કરવું પડશે. चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो, भ्राम्यतां घोर संसारकक्षे । बहुनिगोदादि कायस्थिति व्यायते મોહ-મિથ્યાત્વપુરો | ૨ | મહાભયંકર સંસારરૂપ જંગલ, નિગોદ વગેરે કાયસ્થિતિથી ઘણું વિસ્તૃત છે. એ જંગલમાં મોહનમિથ્યાત્વ આદિ લક્ષાવધિ લુટારાઓ વસે છે. એમાં ભટકતાં ભટકતાં ચક્રવર્તીના ભોજનની જેમ મનુષ્યનો જન્મ મળવો અતિ દુર્લભ છે.' બ્રાહ્મણે ચક્રવર્તી પાસે શું માગ્યું? આ શ્લોકમાં ગ્રંથકારે મનુષ્ય-જન્મની દુર્લભતા બતાવતાં ચક્રવર્તીના ભોજનનું [ ૮૦ . શાન્ત સુધારસ ભાગ ૩] Page #95 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટાંત આપ્યું છે. મનુષ્ય જીવનની દુર્લભતા સમજાવવા માટે જ્ઞાની પુરુષોએ ૧૦ દ્રષ્ટાંતો બતાવ્યાં છે. એમાં પ્રથમ દ્રષ્ટાંત ચક્રવર્તીનું ભોજન કર્યું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો પૂર્વપરિચિત એકૈ દરિદ્ર બ્રાહ્મણ ચક્રવર્તીને મળવા આવ્યો. ચક્રવર્તીએ એના ઉપર પ્રસન્ન થઈને તારે જે જોઈએ તે માગી લે એમ કહ્યું. બ્રાહ્મણે કહ્યું : મારી પત્નીને પૂછીને આવું, પછી માગીશ.” તે પોતાની પત્ની પાસે ગયો અને ચક્રવર્તીની વાત જણાવી. બ્રાહ્મણીએ કહ્યું “રાજાના રાજ્યમાં પ્રતિદિન એક-એક ઘેર ભોજન મળે અને દક્ષિણારૂપ એક સોનામહોર મળે - બસ, આટલું માગો.” બ્રાહ્મણે જઈને રાજા પાસે વચન માગી લીધું ! ચક્રવર્તીએ વચન આપી દીધું, પરંતુ ચક્રવર્તીને બ્રાહ્મણની માનસિક સ્થિતિ ઉપર દયા આવી. બ્રાહ્મણે ૧૦૦ - ૨૦૦ ગામનું રાજ્ય ન માગ્યું, રાજ્યમાં કોઈ પદ ન માગ્યું, ૫ - ૨૫ લાખ રૂપિયા ન માગ્યા, ૧૦૦-૨૦૦ એકર જમીન ન માગી ! જ્યારે આપનારો હું ચક્રવર્તી રાજા છું. પરંતુ તે મને સમજી શક્યો નથી. એ રીતે મનુષ્ય જીવનમાં જે ઉચ્ચતમ સુખ - આત્મકલ્યાણ પામવાનું છે, એ ન પામતાં અજ્ઞાની જીવ સંસારનાં ભૌતિક સુખ માગતો ફરે છે. યાદ રાખો, આ સંસાર જંગલ છે અને એમાં મોહ, મિથ્યાવાદિ લાખો લુટારાઓ વસે છે. એકેન્દ્રિયથી 'પંચેન્દ્રિય સુધી અસંખ્ય યોનિમાં જન્મ પામતાં પામતાં આ માનવ-જન્મ મળ્યો છે. અહીં પણ જો એ જ કામ, ક્રોધ, લોભ, મદ, માન, માયા, કપટ આદિ શત્રુઓની શરણાગતિ લઈ લીધી તો પુનઃભવ ભ્રમણ શરૂ થઈ જશે. ફરીથી નિગોદમાં પહોંચી જશો, એટલા માટે મનુષ્ય ભવની કિંમત સમજો. શ્રીમદ્દ ચિદાનંદજીનું એક પદઃ શ્રીમચિદાનંદજી એક સમર્થ યોગી હતા. તેમણે વૈરાગ્યજનક અનેક પદ રચ્યાં છે. આજે એક પદ સાંભળો - બિરથા જનમ ગમાયો મૂરખ! બિરથા જનમ ગમાયો. રચક સુખરસ-વશ હો ચેતન ! અપનો મૂલ ન સાયો. પાંચ મિથ્યા ધાર હો આજ હું સાચ ભેદ નવિ પાયો.. મૂરખ. કનક કામિની અરુએહથી, નેહ નિરંતર લાયો. તાહથી તું ફિરત સુરાનો. કનકબીજમાનું ખાયો. મૂરખ જનમ-જરા મરણાદિક દુખ મેં કાલ અનંત ગમાયો. અરહટ ઘટિકા, જિમ કહો યાકો, અંત અજહુનવિ પાયો.. મૂરખ. લખ ચોરાશી પહેર્યા ચોલના, નવનવ રૂપ બનાયો. બિન સમકિત સુધારસ ચાખ્યો, ગિનતી કોઉ નગિનાયો. મૂરખ. | બોધિદુર્લભ ભાવના ણ છે ૮૧] Page #96 -------------------------------------------------------------------------- ________________ એતી પર નવિ માનત મૂરખ! એ અચરિજ ચિત્ત આયો, ચિદાનન્દ તે ધન્ય જગતમેં જિણે પ્રભુશું મન લગાયો... મૂરખ શ્રી ચિદાનન્દજી જીવાત્માને મૂરખ કહે છે, કારણ કે એ વ્યર્થ જ મનુષ્ય જીવન ગુમાવે છે. ઈન્દ્રિયોના ક્ષણિક વિષયસુખોમાં પરવશે હોય તે પોતાનું મૂળ આત્મસ્વરૂપ ભૂલી ગયો છે. પાંચ મિથ્યાત્વના ચકકરમાં ફસાઈને સત્ય-અસત્યનો ભેદ સમજી શક્યો નથી. કનક અને કામિની સાથે નિરંતર પ્રેમ કરતો રહ્યો, ઉન્મત્ત થઈને ફરતો રહ્યો. મનુષ્ય જીવન કે જે કનકબીજ સમાન છે, એને ખોઈ બેસે છે. જન્મ-જરા અને મૃત્યુનાં દુખમાં અનંતકાળ વિતાવ્યો, કૂવા ઉપર જેમ પાણી માટે રહેંટ ઘૂમે છે-ફરે છે એમ હજુ સુધી જન્મમરણનો અંત નથી આવ્યો. ૮૪ લાખ જીવ યોનિમાં નવાં નવાં રૂપ બનાવ્યાં. પરંતુ સમ્યક્ત-સુધારસ મળ્યું નહીં. આટલું સાંભળીને જો તારી જ્ઞાનવૃષ્ટિન ખૂલે તો આશ્ચર્ય થાય છે. એ પુરુષને ધન્ય છે કે જે પોતાનું મન પ્રભુમાં લીન કરે છે. • મનુષ્ય જીવનના વિષયમાં ભિન્ન ભિન્ન કવિવરોએ જે પ્રેરણા આપી છે, એના કેટલાક અંશો બતાવું. શ્રી ઉદયમુનિનું એક પદઃ શ્રી ઉદયમુનિ કહે છે: ભર દરિયાથી પાર ઉતરવા નરભવ છેલ્લું બારું છે, નહીં ચેતે તો ગાજી રહ્યું છે, માથે મોત નગારે છે.... વખત ગયો તે ફરી નહીં આવે, આયુષ્ય નથી લંબાતું જ, દાન-પુણ્ય સત્કર્મ કરીને લે પરભવનું ભાતું જી જોબન જોર છે ચાર દિવસનું, જતાં પલટી જાણે છે, જરા રાક્ષસી જોઈ રહી છે, પછી પસ્તાવો થાશે જી. જિંદગી જલતરંગના જેવી, આયુષ્ય જલપરપોટો છે, માટે ચેતન ! ચેતો. નહીં તો રહેશે દોરીને લોટો જી... પતંગરંગ પ્રભુતા લક્ષ્મી વીજળીનો ઝબકારો જી. વિણસી જતાં વાર ન લાગે. જેમ નેત્ર પલકારોજી વિષયવિલાસ જણાતો મોહક, ઈન્દ્રધનુષ્યના જેવાંજી, ક્ષણમાં નાશક જાણી અનંગની. કેમ કરો છો સેવા? જુઠી કાયા જુઠી માયા, જુઠા જગતના ખેલોજી, ક્ષણિક વસ્તુનો નહીં ભરુસો, જડનો કેડો મેલોજી. આયુષ્ય ક્ષણની કિંમત આંકી, કાંઈક સુકત કીજી, ધર્મ સાધનમાં વખત વધારી માનવભવ-ઉલ લીજે... | ૮૨ શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #97 -------------------------------------------------------------------------- ________________ મન-મર્કટને ધ્યાનના ખીલે, જ્ઞાનની સાંકળે બાંધોજી, નીતિનિયમનો ઉદય વધારો, પછી રહે શું વાંધોજી ?... હવે સંક્ષેપમાં આ કાવ્યનો અર્થ સમજી લો. સંસારસાગરની પાર ઊતરવા માટે મનુષ્ય-જન્મ જ અંતિમ દ્વા૨ છે. જો તમે સાવધાન નહીં રહો તો તમારા માથા ઉપર મોતનાં નગારાં વાગી રહ્યાં છે. જે સમય વીતી ગયો તે પાછો નહીં આવે, આયુષ્ય વધતું નથી, એટલા માટે દાન, શીલ, તપ, ભાવ આદિ સત્કર્મ કરીને જન્મજન્માન્તરનું પાથેય બાંધી લો. આ યૌવનનું જોર ચાર દિવસનું છે, પછી પરિવર્તનમાં વાર નહીં લાગે. વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી તમારી રાહ જોઈ રહી છે, એ સમયે તમારે પસ્તાવું પડશે. ‘જલતરંગ જેવી આ જિંદગી છે. આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. એટલા માટે ચેતન ! ચેતી જા ! આ કીર્તિ, પ્રભુતા અને લક્ષ્મી વીજળીના ચમકારા જેવી છે. આંખના પલકારામાં નષ્ટ થઈ જાય છે. આ કાયા... આ માયા... બધું જ જૂઠું છે. આખા જગતનો ખેલ જૂઠો છે. ક્ષણિક વસ્તુનો ભરોસો ન કંરો. ન આયુષ્યની એક-એક ક્ષણનું મૂલ્ય કરો. કેટલાંક સુકૃતો પણ કરતા રહો. ધર્મઆરાધનાનો સમય વધારી દો. મન-મર્કટને ધ્યાન'ના ખીલે બાંધી લો અને જ્ઞાનના પિંજરે પૂરી દો. આટલું કરી લો, પછી કોઈ ચિંતા નહીં. શ્રી લલિતમુનિનો એક કાવ્યાંશ શ્રી લલિતમુનિ કહે છે - આવો માનવજન્મ તું પામ્યો છે, પુણ્યપ્રભાવે જાણ, આવો ઉત્તમ કુળે જન્મ મળ્યો તો સુણ લે વીરની વાણ...... મિથ્યાત્વ-સઉ છોડી અંતરથી ધારી લે જિનવર મનથી, ખટપટ પ્રમાદ છોડી દે જીવ, પામીશ આતમ લ્હાણ... દાન-શીયલ-તપ-સમતા ધરજે દયા-સમા-સંતોષ મેલવજે, દેવગુરુ સુધર્મ માંહી રહીશ નહીં અણજાણ, શાસ્ત્રશ્રવણ તુ નિત્યે કરજે, જિનવચને શ્રદ્ધા અનુસર... કવિ કહે છે : “પુણ્યકર્મના પ્રભાવથી જ આવો મનુષ્યભવ તને મળ્યો છે અને આવા ઉંત્તમ કુળમાં જન્મ મળ્યો છે, તો મહાવીર પ્રભુની વાણી સાંભળી લે. મિથ્યાત્વ આદિ દોષોનો ત્યાગ કર. અંતઃકરણથી જિનવરને માની લે. દુનિયાની ખટપટો છોડી દે, પ્રમાદનો ત્યાગ કર, તો હે જીવ ! તું આત્માની લક્ષ્મી પામીશ. દાન-શીલ-તપ, સમતા, દયા-ક્ષમા-સંતોષ આદિ ગુણ પ્રાપ્ત કરી લે; દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરી લેજે અને પ્રતિદિન સદ્ગુરુ પાસે શાસ્ત્રનું શ્રવણ કરજે. જિનવચનો પર શ્રદ્ધાવાન બની રહેજે.” બોધિદુર્લભ ભાવના ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂરિનો એક કાવ્યાંશઃ કવિશ્રી વિજયદેવસૂરિ કહે છે? સુરતની પરે દોહિલો જી, લાધી નરભવ સાર, આલસ, મૂઢ, મહાજો રે તુમ કરજો ધર્મ વિચાર રે. ચેતો રે ચેતો પ્રાણીયા.... અરિહંત દેવને આદરો રે ગુરુ બિરુઆ શ્રીરાધ ધરમ કેવલીનો ભાખીયો રે, સમકિત સુરત લાધ. તહત્તિ કરી તમે સડ્રહો છે. જે ભાખ્યો જગનાથ. પાંચે આસવ પરિહરી રે જિમ લહો શિવપુર સાથ... અલ્પ દિવસનો પ્રાણુણો રે, સહુ કો ઇણ સંસાર, ઈક દિન ઊઠી જવેગો રે. કુણ જાણે કેવો અવતાર વ્યાધિ જરા જ્યાં લગે નહીં રે ત્યાં લગે ધર્મ સંભાલ, મેઘ ધનાધન વરસતા રે કોણ સમરથ બાંધવા પાલ હેમૂઢ જીવ! કલ્પવૃક્ષ જેવું દુર્લભ મનુષ્ય જીવન તેં મેળવ્યું છે. હવે આળસ કરીને આ મનુષ્ય-જન્મ હારી ન જા. ધર્મધ્યાન, ધર્મચિંતન કરતો રહે. સદેવ સાવધ રહે. અરિહંત દેવને, સાધુગુરુને અને કેવલીભાષિત ધર્મનો આદર કર. સુરતરુ સમાન સમકિતની પ્રાપ્તિ કર. સદ્ગહણા કર. પાંચ આસવો ત્યજી દે અને મોક્ષમાર્ગ ઉપર ચાલતો રહે. આ સંસારમાં સર્વ જીવો થોડાક દિવસના મહેમાન છે - એક દિવસ જવું જ પડશે. શું ખબર નવો જન્મ કેવો મળશે? એટલા માટે જ્યાં સુધી વ્યાધિઓ અને વૃદ્ધાવસ્થા આવે નહીં ત્યાં સુધી ધર્મ આચરી લે. જ્યારે મુશળધાર વષ થશે ત્યારે એ સમયે કોણ પાળ બાંધી શકશે? કોઈ નહીં. શ્રી અભયમુનિનો એક કાવ્યાંશઃ કવિરાજ અભયમુનિ કહે છેઃ આ ભવ રત્નચિંતામણિ સરિખો, વારે વારે ન મળશે. જી, ચેતી શકે તો ચેતજે જીવડા, આવો સમય નહીં મળશે જી ગુરુ ઉપદેશ સદા સુખકારી. સુણી અમૃતરસ પીજે છે, જેમ અંજલિમાં નીર સમાણુ ક્ષણ ક્ષણ ઓછું થાય છે... દેવગુર તમે દ્રઢ કરી ધારો. સમકિત શુદ્ધ આરાધોજી, પકાય જીવની રક્ષા કરીને મુક્તિનો પથ સાધો જી... ચિંતામણિ રત્ન સમાન આ મનુષ્યભવ વારંવાર નહીં મળે. હે આત્માનું ! | ૮૪ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #99 -------------------------------------------------------------------------- ________________ સાવધાન થઈ જા, આવો મનુષ્યભવ વારેવારે નહીં મળે. આ જન્મમાં ગુરુ ઉપદેશ અવશ્ય સાંભળવો. એ અમૃતરસ છે, સુખદાયી છે અને તારું આયુષ્ય ક્ષણક્ષણ ઓછું થતું જાય છે - જેમ અંજલિમાંથી પાણી ! દેવ-ગુરુ-ધર્મમાં શ્રદ્ધા દૃઢ કરો, શકાય જીવોની રક્ષા કરી અને મુક્તિમાર્ગ પર આગળ વધતા રહો. હવે આપણે આગળ વધીએ. लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः स भवति प्रत्युतानर्थकारी । जीवहिंसादि पापाश्रवव्यसनिनां माघवत्यादिमार्गानुसारी ॥ ३ ॥ बुध्यतम्० મનુષ્ય-જન્મ પણ જો અનાદેશમાં મળે તો ઊલટાનો તે નુકસાન કરનારો બને છે. કારણ કે હિંસા વગેરે અનેક પ્રકારનાં પાપો કરીને એ લોકો છેવટે માઘવતી - નરકભૂમિના યાત્રી બને છે.” અનાર્ય દેશમાં મનુષ્ય-જન્મઃ - દેશોના બે ભાગ બતાવ્યા છે - આદિશ અને અનાર્ય દેશ. ‘આ’ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે છે -મન યાતિઃ સર્વેિગ રતિ માર્ચ - સર્વહેય-ત્યાજ્ય ધર્મો (કાય)થી નીકળી ગયો છે તે આર્ય - આવા આયે જ્યાં રહે છે તે આયદિશ કહેવાય છે. પરંતુ વર્તમાન વિશ્વની સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે કયા દેશને આર્ય કહેવો અને કોને અનાર્ય કહેવો એ અતિ મુશ્કેલ છે. એશિયાના રશિયાના, યુરોપના, અમેરિકાના, આફ્રિકાના સર્વદેશોમાં સર્વ પ્રકારના લોકો વસે છે! ભારતમાં પણ સર્વ પ્રકારના આર્ય-અનાર્ય લોકો વસે છે. મુખ્ય રૂપે જે દેશમાં માંસાહાર, શરાબ, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પાપો થાય છે - વ્યાપક રૂપે થાય છે -એ અનાર્યદેશ કહેવાય છે. આ પાપોને પાપ ન માનતાં આનંદપ્રમોદનાં સાધન માને છે. આમ તો ભારતમાં પણ અનાય આચારોની-દુરાચારોની વ્યાપક અસર દેખાય છે. આ દેશમાં પણ શરાબ, માંસાહાર, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન.આદિ મહાપાપ સર્વત્ર ચાલે છે. એવા પરિવારોમાં કે જે માત્ર દેખાવે જ “આર્યકહેવાય છે, પણ વાસ્તવમાં અનાય છે, ત્યાં જન્મ લેવો એ પુણ્યનો ઉદય નથી થતો. એ તો વધારે અનર્થકારી બને છે. માંસાહાર આદિ પાપોનું આચરણ કરીને તે લોકો નરકમાં જ જાય છે. દેશ ભલે આ કહેવાતો હોય, ત્યાં જો અનાયની વિકૃતિ ફેલાયેલી હોય, તો તે દેશ અનાય | બોધિદુર્લભ ભાવના ૮૫] Page #100 -------------------------------------------------------------------------- ________________ દેશ જ કહેવાય છે. વર્તમાન યુગમાં તો મોટાં મોટાં શહેરો મુંબઈ, કલકત્તા, મદ્રાસ, અમદાવાદ વગેરેને કોસ્મોપોલિટિન સિટી કહેવાય છે. આવાં શહેરોમાં સર્વ પાપાચાર કરવાની સુવિધા ક્લબો' નામથી પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારની ક્લબો હોય છે. ત્યાં વધારે પ્રમાણમાં તો પાપસેવન જ થતું હોય છે. જે પાપ ન્યૂયોર્કમાં થાય છે, એ જ પાપ દિલ્હીમાં પણ થતું હોય છે. જે પાપ મોસ્કોમાં થતું હોય છે, એ મુંબઈમાં પણ થઈ શકે છે. જે પાપ લંડનમાં આચરી શકાતું હોય છે એ જ મદ્રાસમાં, બેંગલોરમાં થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય-જન્મ પામવો એ દુર્લભ તો છે જ, પરંતુ અનાય દેશ, અનાર્યનગર, અનાર્ય પરિવારમાં જન્મ મળતાં સામેથી અનર્થકારી બને છે. આવા મનુષ્ય-જન્મનો કોઈ વિશેષ અર્થ નથી. મહાપાપોનું સેવન - આચરણ કરીને જીવ નરકગતિમાં ચાલ્યો જાય છે. ત્યાં હજારો-લાખો, અસંખ્ય વર્ષ દુઃખ અને ત્રાસ પામે છે. એનો મનુષ્ય-જન્મ નિષ્ફળ જાય છે. ગ્રંથકાર આગળ ચોથી કારિકામાં કહે છે? आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा, धर्मतत्त्वे । પતિ-પગ્રહ-યાહાર સંજ્ઞાત્તિમ હંત ! મને વસ્થિતત્ત્વ | ૪ " આદિશમાં જન્મેલા, ઉચ્ચ કુળમાં પેદા થયેલા જીવને પણ ધર્મજિજ્ઞાસા થવી અતિમુશ્કેલ છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-સંજ્ઞાઓની પીડામાં પરેશાન થતું આ વિશ્વ વિચિત્ર સ્થિતિનો શિકાર બની જાય છે. ભલેને તમારો જન્મ ઉચ્ચ કુળમાં થયો હોય, આદિશમાં થયો હોય, તો પણ ધર્મતત્ત્વની જિજ્ઞાસા થવી કપરું કામ છે. ધર્મતત્ત્વની જિજ્ઞાસા પ્રકટ ન હોવાનાં ૪ કારણો અહીં ગ્રંથકારે બતાવ્યાં છે (૧) આહારસંશા (૨) ભયસંશા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા અનાદિકાળથી ચાર સંજ્ઞાઓઃ જ્ઞાની પુરુષ, સર્વજ્ઞ વીતરાગ પ્રભુ વિશ્વને કહેતા આવ્યા છે - બોધ પ્રાપ્ત કરો, ઉલ્લુદ્ધ થઈ જાઓ, જાગૃત થાઓ... આ માનવજીવન દુર્લભ છે. પરંતુ મનુષ્યના -કાનને આ જ્ઞાની પુરુષોનાં વચનો ક્યાં સ્પર્શ કરે છે? અનાદિકાળથી જીવાત્મા ચાર સંજ્ઞાઓમાં રમમાણ છે. ચાર સંજ્ઞાઓમાં જ એ સુખ, આનંદ અને વૈભવ માને છે. | ૮૦ શાન્તસુધારસ: ભાગ ૩] Page #101 -------------------------------------------------------------------------- ________________ દેશ આર્ય હો યા અનાર્ય હો, કુલ સુકુળ હોય યા અનાર્ય હોય, આ ચાર સંજ્ઞાઓ દરેકને હોય છે. કોઈને વધુ તો કોઈને ઓછી. વાસ્તવમાં સમજવું કે ખાવાની ઇચ્છા થવી એ સંજ્ઞા નથી. ભય લાગવો એ સંજ્ઞા નથી, મૈથુનની ઈચ્છા થવી, પરિગ્રહની ઇચ્છા થવી એ સંજ્ઞા નથી. ઈચ્છા જ્યારે પ્રબળ બને છે, વારંવાર થાય છે, એના વગર કશું પસંદ પડતું નથી, ત્યારે તે ‘સંજ્ઞા’ બને છે. આહારસંશા - કંડરિક મુનિનું પતન? ધર્મગ્રંથોમાં પુંડરિક-કંડરિક બે ભાઈ - રાજકુમારોની વાત આવે છે. કદાચ તમે લોકોએ સાંભળી પણ હશે. કંડરિક સાધુ બન્યો હતો. અતિશય તપશ્ચર્યા કરતાં કરતાં એનું શરીર રોગગ્રસ્ત બની ગયું હતું. રાજા પુંડરિકે ગુરુદેવ પાસે અનુજ્ઞા લઈને કંડરિક મુનિને પોતાના મહેલમાં એક ખૂણામાં નિવાસ કરાવ્યો, વૈદ્યોનો ઉપચાર શરૂ કરાવ્યો. રોગ દૂર થતાં શરીરની અશક્તિ દૂર કરવાની દવા અને અનુપાન આપવા લાગ્યા. ખાવાપીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. કંડરિક મુનિનું શરીર સ્વસ્થ થવા લાગ્યું, છતાં પણ તે વિહાર કરવાની વાત કરતા ન હતા. આહાર હવે અનુપાન માત્ર ન રહેતાં તે ‘સંજ્ઞા' બની જાય છે. શરીરને પુષ્ટ કરનારા ભોજ્ય પદાર્થોમાં કંડરિક મુનિનું મન લુબ્ધ બની ગયું હતું. પુંડરિકના સમજાવવાથી ત્યાંથી વિહાર તો કર્યો, પરંતુ મન તો મહેલના શ્રેષ્ઠ મનભાવતા આહારમાં જ હતું. પરિણામ શું આવ્યું તે જાણો છો? કંડરિકે દીક્ષા છોડી દીધી! પરંતુ જ્યારે રાજા પંડરિકે આ વાત જાણી, તો તેમણે દિક્ષા લઈ લીધી. એક ભાઈ સાધુપદ છોડીને સંસારી બની ગયો. બીજો ભાઈ સંસારીમાંથી સાધુ બની ગયો ! કંડરિકે રાજમહેલમાં આવીને પોતાનાં પ્રિય ભોજનો ક્યાં. તેણે ખૂબ ખાધું. પરસ ભોજનો ખાઈખાઈને એ અજીર્ણનો રોગી બની ગયો. આર્તધ્યાનરૌદ્રધ્યાનમાં મરીને નરકમાં ઉત્પન્ન થયો. આહારસંશાએ એનો સંયમધર્મ છોડાવી દીધો. મનુષ્ય-જન્મ વ્યર્થ ગુમાવી દીધો અને નરકમાં પહોંચી ગયો. તો પછી એને, આહારસંજ્ઞામાં મગ્ન જીવને ધર્મતત્ત્વની જિજ્ઞાસા કેવી રીતે થઈ શકે? એ તો પ્રિય ખાદ્ય પદાર્થોનું જ ચિંતન કરતો રહે છે, એની જ વાતો કરતો રહે છે. ધર્મતત્ત્વની વાતો એને પ્રિય લાગતી નથી. ભયસંજ્ઞાથી મનની ચંચળતાઃ ભય કોઈ એક વાતનો નથી હોતો. મનુષ્યને સંસારમાં અનેક વાતોનો ભય હોય છે. કેટલાંક દ્રષ્ટાંતો - ૧ શરીરમાં કોઈ મહાવ્યાધિનો ભય. - ધનચોરીનો ભય. [ બોધિદુર્લભ ભાવના . છે [ ૮૭] Page #102 -------------------------------------------------------------------------- ________________ | પત્નીના દુરાચારનો ભય. v પુત્રીના શીલની રક્ષાનો ભય. . છોકરાની ઉડાઉગીરીનો ભય. અપકીર્તિનો ભય. દુશ્મનોનો ભય. સરકારનો ભય, ટેક્ષનો ભય. પૈસાની લેવડદેવડનો ભય. i વિશ્વાસઘાતનો ભય. આવા ભયોમાં ગ્રસ્ત મનુષ્યમાં તત્ત્વજિજ્ઞાસા કેવી રીતે થઈ શકે? ભયાકાન્ત મનુષ્ય તત્ત્વજિજ્ઞાસુ ન જ બની શકે. એટલા માટે તો મહાયોગી આનંદઘનજીએ ધર્મની ભૂમિકા બતાવતાં ત્રણ ગુણ બતાવ્યા છે - (૧) અભય (૨) અષ અને (૩) અખેદ અભય-નિર્ભય બનવાની વાત પહેલી છે. અભય મનુષ્ય જ ધર્મની જિજ્ઞાસા. કરી શકે છે તેને જ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ શકે છે. ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય, પરંતુ ભયભીત હશે તો એનામાં ધમજિજ્ઞાસા ઉત્પન નહીં થઈ શકે. મનમાં ખિન્નતા જ ભરી હશે, તો પણ ધમજિજ્ઞાસા ઉત્પન્ન નહીં થાય. મૈથુન સંજ્ઞાથી ધર્મજિજ્ઞાસા નહીં આમ તો જેનું મન કામવિકારોથી ગ્રસ્ત હોય છે, જે વાસનામય હોય છે, તે પણ ધર્મજિજ્ઞાસાથી વિમુખ હોય છે. ધર્મતત્ત્વની રમમાણતા એના મનમાં નથી હોતી. ભલેને તે વ્રત, જપ તપ કરે પરંતુ એ ધર્મચિંતન કરી શકતો નથી. ગૃહસ્થ મૈથુનસેવન કરે છે, પરંતુ પોતાની પત્નીમાં જ સંતોષ માને છે. પત્ની સાથે પણ વિવેકથી મૈથુનસેવન કરે છે. પંચમી, અષ્ટમી, ચતુર્દશી જેવા પવિત્ર દિવસોમાં એ મૈથુનસેવન કરતો નથી, પણ મૈથુન સંજ્ઞાવાળો મનુષ્ય પરસ્ત્રીગમન, વેશ્યાગમન અને કન્યાગમન પણ કરે છે. એ સજાતીય વ્યવહાર પણ કરે છે. પ્રબલ પુરુષવેદના ઉદયથી પુરુષ મૈથુન સંજ્ઞાથી આક્રાન્ત થાય છે. એવી રીતે સ્ત્રી પણ સ્ત્રીવેદના (મોહનીય કમ)ના પ્રબલ ઉદયથી મૈથુનવાસનાથી વિલાસિની બની જાય છે. જે સમયે નંદીષેણ મુનિ ભિક્ષા માટે ભૂલમાં વેશ્યાને ઘેર જઈ ચડ્યા, ત્યારે એમનું મન શાન્ત હતું, પરંતુ જ્યારે એમણે પોતાની તપસિદ્ધિથી સુવર્ણ વર્ષ કરી દીધી અને વેશ્યાએ નંદીષેણ મુનિનો હાથ પકડી લીધો. ત્યારે મુનિવરની અંદર મૈથુન સંજ્ઞાની આગ પ્રકટી ઊઠી, એ વેશ્યાગામી બની ગયા. [ ૮૮ : ' શાનસુધારસ ભાગ ૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ રાણીવાસમાં મંદોદરી જેવી રાણીઓ હોવા છતાં પણ રાવણની મૈથુન સંજ્ઞાએ સીતાનું અપહરણ કરાવ્યું. સીતા વગર એ પ્રતિવાસુદેવ તડપવા લાગ્યો. મૈથુન સંજ્ઞાએ એને દીન-હીન બનાવી દીધો. ક્યાંથી ધર્મજિજ્ઞાસા પેદા થઈ શકે? પરિગ્રહ સંજ્ઞાથી ધમજિજ્ઞાસા નહીં: પરિગ્રહ અથતિ મૂચ્છ ગૃદ્ધિ, આસક્તિ. એનું ફળ છે અસંતોષ. ત્રિભુવનને પોતાની આંગળીને ઈશારે નચાવનારી આ પરિગ્રહ સંજ્ઞાને ઉપશાંત કર્યા વગર જીવાત્મા માટે સુખશાંતિ અસંભવ છે. સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા? કુચિકર્ણ પાસે કેટલી ગાયો હતી? તિલક શ્રેષ્ઠીના ભંડારમાં કેટલું અનાજ હતું?મગધ સમ્રાટ નંદરાજા પાસે કેટલું સુવર્ણ હતું?તો પણ એમને તૃપ્તિ ક્યાં હતી? માનસિક શાન્તિ ક્યાં હતી? ધર્મજિજ્ઞાસા, ધર્મચિંતન ક્યાં હતું? આમ તો પરિગ્રહ સંજ્ઞા, દ્રવ્યોપાર્જન, એનું યથોચિત સંરક્ષણ અને સંવર્ધન કરાવવાની પ્રવૃત્તિ કરે છે. એનાથી પરપદાર્થો પ્રત્યે મમત્વ દ્રઢ થતું જાય છે. તામસભાવ અને રાજસભાવમાં એકદમ વધારો થઈ જાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે - હોવાનુ પર્વત પ્રાન્તિ કહે : - પરિગ્રહ સંજ્ઞાને કારણે પર્વત જેવડા ગંભીર દોષો પેદા થાય છે. પરિગ્રહ સંજ્ઞાથી આવર્જિત મનુષ્ય પિતાની હત્યા કરવામાં પણ કચવાટ અનુભવતો નથી. સદ્ગુરુ અને પરમાત્માની અવગણના કરવામાંથી પણ પાછો પડતો નથી. મુનિહત્યા કરવામાં પણ ગભરાતો નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - આ પરિગ્રહ નામનો કયો ગ્રહ છે કે જેણે ઊર્ધ્વલોક, મધ્યમલોક અને અધોલોકને વિડંબિત - ત્રસ્ત કર્યો છે? આ રીતે ચાર પ્રકારની સંજ્ઞાઓની પીડામાં પરેશાન થતું આ વિશ્વ વિચિત્ર સ્થિતિનો શિકાર બની જાય છે. આ ભાવનાના શેષ ચાર શ્લોકોનું વિવેચન આગળ ઉપર કરીશું. આજે બસ, આટલું જ. [ બોધિદુર્લભ ભાવનાથી , ૮૯ ], Page #104 -------------------------------------------------------------------------- ________________ શિllGG@ારુ0). પ્રવચન પ૬ બોધિદુર્લભ ભાવના ૪ : સંકલના : | ગુરુમુખથી શાસ્ત્રશ્રવણ. ચાર વિકથાઓ. ચિત્તની એકાગ્રતા નષ્ટ થાય છે. ધર્મમાર્ગમાં બાધક આંતરશત્રુઓ. કોઈ ન કરશો પ્રીત- કાવ્ય. પ્રમાદઃ દ્વેષ, આળસ, પરિશ્રમ, નિદ્રા. • ચોરાશી લાખ યોનિઓ. ૦ ત્રણ ગારવમાં ડૂબેલી દુનિયા. ૦ સકલ ગુણનિધાન બોધિરત્ન. સમકિત વૃષ્ટિ જીવનું સ્વરૂપ - કાવ્ય. ૧૦ પ્રકારનાં સમ્યક્તો. • બોધિસુધાનું પાન કરો - કાવ્ય. Page #105 -------------------------------------------------------------------------- ________________ विविदिषायामपि श्रवणमतिदुर्लभं धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्ररसावेशतो, विविध विक्षेप मलिनेऽवधाने ॥ ५ ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે ? કદાચ ધર્મતત્ત્વ સમજવાની ઈચ્છા જાગી તો પણ ગુરુચરણોમાં બેસીને ધર્મશાસ્ત્રોનું શ્રવણ ક્યાં એટલું સુલભ છે ? ખોટી ધારણાઓના શિકાર બનીને વિકથાઓના પાશમાં ફસાઈને જીવાત્મા વિષયકષાયના આવેશમાં ચિત્તની એકાગ્રતાને મલિન કરી દે છે.” ગુરુમુખથી શાસ્ત્રશ્રવણ ગ્રંથકાર કહે છેઃ ધર્મતત્ત્વ શ્રવણ કરવાની ઈચ્છા થવા છતાં પણ ગુરુચરણે બેસીને શાસ્ત્રશ્રવણ કરવું ક્યાં સુલભ છે? શાસ્ત્રાધ્યયન કરાવનારા ગીતાજ્ઞાની ગુરુ મળવા સરળ નથી. ગુરુએ પણ ગુરુપરંપરાથી જ અધ્યયન કરેલું હોવું જોઈએ. બીજી વાત છે – શાસ્ત્ર-અધ્યયન કરાવવાની ક્ષમતા જોઈએ. શાસ્ત્ર ભણવું સરળ છે, ભણાવવું મુશ્કેલ છે. ભણાવનાર ગુરુની અનુકૂળતા અનુસાર શાસ્ત્રાધ્યયન કરવામાં આવે છે. શાસ્ત્રોનું આગમગ્રંથોનું અધ્યયન કરવાની યોગ્યતા અને ક્ષમતા શિષ્યમાં હોવી જોઈએ. ગુરુ પણ ગુરગમથી શાસ્ત્ર ભણેલા હોવા જોઈએ. માત્ર સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાનથી જ શાસ્ત્ર ભણાવી શકાતાં નથી. ગુરુગમ જોઈએ. ગુરુપરંપરાથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જરૂરી છે. શાસ્ત્રોનું, ધર્મગ્રંથોનું અધ્યાપન કરાવવાની પણ કળા છે. વિશિષ્ટ ક્ષયોપશમ જોઈએ જ્ઞાનાવરણનો. એવા વિશિષ્ટ ક્ષયોપશમવાળા ગુરુ મળવા મહાન પુણ્યોદયને લીધે જ સંભવ છે. એવા જ્ઞાની ગુરુ દૂરના પ્રદેશમાં હોય તો એમની પાસે જઈને એમની ઈચ્છા - અનુકૂળતા આદિ જોઈને શાસ્ત્રાધ્યયન કરવું જોઈએ. આ રીતે શાસ્ત્રાધ્યયન કરાવનારા ગુરુ મળવા છતાં પણ જો જિજ્ઞાસાવાળો મનુષ્ય ચાર વિકથાઓથી પ્રતિબદ્ધ હશે તો એ ગુરૂમુખેથી શાસ્ત્રાધ્યયન કરી નહીં શકે. ચાર વિકથાઓમાં ફસાયેલા માણસનું મન એકાગ્રતા ખોઈ નાખે છે. એનું ચિત્ત ચંચળ બની જાય છે. ચાર વિકથાઓઃ * ચાર પ્રકારની વિકથાઓ કરનારો માણસ એમાં જ આનંદ પામે છે. સદ્ગુરુ ગામમાં હોવા છતાં એમની પાસે જઈને ધર્મશ્રવણ કરતો નથી. વિકથાઓ મુખ્યરૂપે ચાર બતાવી છે: બોધિદુર્લભ ભાવના . ૯૧ | Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧. સ્ત્રીકથા. ૨. ભોજનકથા ૩. દેશકથા ૪. રાજકથા પહેલી વિકથા છે -ત્રીકથા. કેટલાંક વર્ષોથી સ્ત્રીકથા વધારે વ્યાપક બની છે. ફિલ્મની એન્ટેસો - મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ. આવી અનેક સ્ત્રીઓની ચર્ચા યુવાન વર્ગમાં, પ્રૌઢ વર્ગમાં ચાલે છે. એ રીતે છોકરા માટે છોકરીની પસંદગીના. વિષયમાં પણ સ્ત્રીકથા થાય છે. દેશમાં વિદેશમાં પણ કોણ સ્ત્રી રાજ્યના પ્રધાન પદે છે? કેવાં વસ્ત્રો પહેરે છે? કેવું રૂપ છે? કેવી બુદ્ધિ છે? એનામાં કયા દુર્ગુણો છે? આવી અનેક વાતો છાપાઓમાં આવે છે. ધૃણાસ્પદ - અર્ધનગ્ન ફોટા છપાય છે. લોકો આ વિષયમાં ચર્ચા કરે છે. વસ્ત્ર અને અલંકારના વિષયમાં પણ સ્ત્રીકથા ચાલતી રહે છે. રૂપ, યૌવન અને નૃત્યાદિ કલાઓના વિષયમાં પણ સ્ત્રીકથા ચાલતી હોય છે. આ બધામાં ડૂબેલા લોકો ગુરુજનોની પાસે જઈને ધર્મશ્રવણ કથા કરી શકે? બીજી કથા છે - ભોજનકથા. ઘરમાં, પાટમાં, ભોજન સમારંભોમાં ભોજનની ચર્ચા થતી હોય છે. સારા-ખરાબ ભોજનની ચર્ચા થતી હોય છે. કોઈ કોઈ વાર તીવ્ર રાગદ્વેષ થાય છે, લડાઈ-ઝઘડા પણ થાય છે. કેટલાક લોકોના મનમાં તો પ્રિય ભોજનના જ વિચારો ચાલતા હોય છે. શું શું ખાઉં? કઈ હોટલમાં ખાઉં? ક્યારે જઈને ખાઉં? આવા વિચારોમાં એઓ ફસાતા રહે છે. એમને ગુરુની પાસે જઈને ધર્મશ્રવણ કરવાના વિચારો કેવી રીતે આવે? આ રીતે દેશકથા અને રાજકથા તો પ્રતિદિન છાપાઓમાં કેટલાય લોકો વાંચતા જ હોય છે. પોતપોતાના પ્રિય-અપ્રિય અભિપ્રાયો પણ આપતા જ હોય છે. ભલેને તમારા અભિપ્રાયોનું કોઈ મહત્ત્વ ન હોય, તો પણ કોકની સામે તમે તમારો અભિપ્રાય સંભળાવવાના જ. કોઈ વાર ભારત અંગે, કોઈ વાર પાકિસ્તાન અંગે, તો વળી કોઈ વાર અમેરિકા કે યુરોપના દેશોના વિષયમાં! તો કોઈક વાર ગલ્ફના દેશો અંગે. તમે જાણો છો કે તમારા અભિપ્રાયોનું મહત્ત્વ દિલ્હીના દરબારમાં નથી, છતાં પણ તમે રાજકથા, દેશકથા પ્રિય હોવાને લીધે તમારો અભિપ્રાય આપતા રહો છો. રાગદ્વેષ પણ કરતા રહો છો. ચિત્તની એકાગ્રતા નષ્ટ થાય છે . વિકથાઓ સાંભળવાથી યા બોલવાથી વિષય-કષાયો મનમાં ઊભરાઈ આવે છે. વિષય-કષાયના આવેગો અનર્થકારી હોય છે. આજકાલ તો રાજનીતિમાં અનેક પક્ષો હોય છે. પક્ષોમાં લડાઈ-ઝઘડા હોય છે, એવી સ્થિતિમાં મનની એકાગ્રતા કેવી [૯૨LL E શાન્તસુધારસઃ ભાગ ૩] Page #107 -------------------------------------------------------------------------- ________________ રીતે રહી શકે? ગુરુદેવની જ્ઞાનની વાતો તમારા હૃદયમાં પ્રવેશી શકતી જ નથી. માથા ઉપર થઈને ચાલી જાય છે. પોતપોતાની પ્રિય સંજ્ઞાઓમાં તેમના વિચારોમાં તમે લયલીન થઈ જાઓ છો. શાસ્ત્રોના અધ્યયનમાં મનની એકાગ્રતા હોવી જોઈએ. એકમાત્ર અધ્યયનમાં જ મનની એકાગ્રતા હોવી જોઈએ. અધ્યયન સમયે કોઈ વિકથા આપણા મનમાં ન હોવી જોઈએ. ન સ્ત્રીનો વિચાર, ન ભોજનનો વિચાર કે ન તો દેશ યા રાજ્યનો. વિચાર. ગુરુચરણે બેસીને શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે. દુનિયાને ભૂલી જવાની છે. આત્માને યાદ રાખવાનો છે. આત્માને જ વિશુદ્ધ કરવાનો છે. વિશુદ્ધ આત્મા જ મોક્ષમાર્ગ પર આગળ વધે છે. એટલા માટે આત્માને આર્તધ્યાનથી યા રૌદ્રધ્યાનથી અશુદ્ધ ન થવા દો. વિકથાઓમાં કોઈ કોઈ વાર જીવ રૌદ્રધ્યાનમાં પણ પહોંચી જાય છે. મેં એવા માણસોને જોયા છે કે જે વિકથાઓ વાંચતાં યા સાંભળતાં આવેશમાં આવી જાય છે અને પછી તેઓ રૌદ્રધ્યાનમાં ચાલ્યા જાય છે. ગ્રંથકારે બોધિને પામવા, મેળવેલી બોધિને સુરક્ષિત રાખવા માટે આ સૂચના આપી છે કે વિકથા ન કરો. . . धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम - . कुर्वतो वैरिवर्गोऽन्तरंगो .. रागद्वेष-श्रमालस्यनिद्रादिको बाधते निहतसुकृतप्रसंगः ॥ ६ ॥ बुध्यतां. ગ્રંથકાર છઠ્ઠી કારિકામાં કહે છે: “ધર્મ સાંભળીને સમજીને એનાથી પ્રબુદ્ધ થઈને આત્મા જ્યારે ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે રાગદ્વેષ, આળસ, શ્રમ, નિદ્રા વગેરે આંતરશત્રુઓ એનો રસ્તો રોકે છે અને સારાં કાર્યો કરવાનો અવસર હાથમાંથી સરકી જાય છે.” ઘર્મમાગમાં બાધક આંતરશત્રુઓ: ધર્મતત્ત્વને સાંભળી લીધું, સમજી પણ લીધું, આત્મા પ્રબુદ્ધ બન્યો અને તે ધર્મઆરાધનામાં પ્રવૃત્ત પણ થઈ ગયો, પરંતુ જો આંતરશત્રુઓ જાગૃત થઈ જાય છે તો ધર્મઆરાધનામાં વિક્ષેપ આવે છે એટલા માટે આંતરશત્રુઓથી સાવધાન રહેવાનું છે. પહેલો આંતરશત્રુ છે રાગ - અનુરાગ - આસક્તિ કોઈ પણ જડ-ચેતન પદાર્થ ઉપર રાગ રાખવાનો નથી. રાગનું બંધન બ્રેષના બંધન કરતાં પણ વધારે દુષ્ટ છે. કોઈ ન કરશો પ્રીતઃ પહેલો આંતરશત્રુ છે - રાગ. એટલા માટે રાગના વિષયમાં એક પ્રાચીન કાવ્ય બોધિદુર્લભ ભાવના , લ્ટ | Page #108 -------------------------------------------------------------------------- ________________ સાંભળોઃ કોઈન કરશો પ્રીત, ચતુર નર! કોઈન કરશો પ્રીત. પ્રીતિ વસે ત્યાં ભીતિ, ચતુર નર ! , પ્રીતિ ભવદુઃખ મૂળ છે. પ્રીતિનું ફળ છે શોક, પ્રીતિ કરતાં પ્રાણીને રે, વાધે રોગ-વિયોગ - ચતુર નર સ્વારથમાં અંધા બનીને, પ્રીત કરે નરનાર, પરપુદગલની લાલચે રે, વૃદ્ધિ કરે સંસાર - ચતુર નર. સ્વારથની જે પ્રીતડી રે. તેનો અંતે નાશ અનુભવીએ આ દાખવ્યું રે ઘર તેનો વિશ્વાસ-ચતુર ના મૂરખ સાથે પ્રીતડી રે, કરતાં નિશદિન દુખ પંડિત સાથે પ્રીતડી રે કરતાં નિશદિન સુખ - ચતુર નર. કવિએ કહ્યું છે જો તું બુદ્ધિમાન હોય તો કોઈની સાથે પ્રીત ન બાંધ, જ્યાં પ્રીતિ ત્યાં ભીતિ ! જ્યાં પ્રેમ ત્યાં ભય! ભવદુઃખનું મૂળ છે પ્રીતિ-રાગ. પ્રીતિનું પરિણામ વિરહ છે, શોક છે. પ્રીતિથી રોગ અને વિયોગ નિશ્ચિત હોય છે. પ્રીતિ-રાગ વાસ્તવમાં સ્વાર્થ માટે જ હોય છે. પરપુગલથી રાગ કરનારા પોતાનું સંસારભ્રમણ પેદા કરે છે - વધારી દે છે. એમાં પણ મૂસાથે કરેલો રાગ નિશદિન દુલ્મ આપે છે. વિદ્વાનપ્રાશ સાથેની પ્રીતિ સુખ આપે છે. રાગદશા પહેલો પ્રમાદ છે. દ્વેષ પણ પ્રમાદ છે. દ્વેષ બીજો પ્રમાદ છે. દ્વેષનાં ! અનેક નામો છે. -શેષો-તોપો-વાદ-અનસૂયા ! वैर-प्रचंडनाद्यानके देषस्य पर्यायाः ॥ प्रशमरति. દ્વેષને ઈષ્ય કહે છે. રોષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વેર પ્રચંડન કહે છે. આ બધા ધર્મપુરુષાર્થમાં બાધક છે. માત્ર પ્રભાવ “શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં આઠ પ્રકારના પ્રમાદ બતાવ્યા છે. પ્રમાદની પરિભાષા કરતાં કહ્યું છે કે મોક્ષમાર્ગની આરાધનામાં જે શિથિલતા આવે છે, મંદતા આવે છે એ પ્રમાદ છે. આઠ પ્રમાદોમાં પહેલો પ્રમાદ છે- અજ્ઞાનતા. એટલે કે મૂઢતામૂર્ખતા. બીજો પ્રમાદ છે - સંશય, સંદેહ એટલે કે આ પદાર્થ તત્ત્વજ્ઞાન સાચું છે કે નહીં? એવો સંદેહત્રીજો પ્રમાદ છે -મિથ્યાજ્ઞાન. ચોથો પ્રમાદ છે -આસક્તિ. પાંચમો પ્રમાદ છે - દ્વેષ-અપ્રીતિ - છઠ્ઠો પ્રમાદ છે - સ્મૃતિવંશ એટલે કે યાદ ન રહેવું. સાતમો પ્રમાદ છે-આહત ધર્મ પ્રત્યે અનાદર અને આઠમો પ્રમાદ છે-મન, વચન, કાયાની શાન્ત સુધારસઃ ભાગ ૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ પ્રવૃત્તિ એટલે કે યોગ-દુપ્રણિધાન, પરિશ્રમ : સંસારનાં કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાથી ધર્મઆરાધનામાં આળસ આવી જાય છે. બીજાં કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાથી થાકી જવાય છે, પછી ધર્મકાર્યમાં મન લાગતું નથી નિદ્રા ઃ નિદ્રા પણ આંતરશત્રુ છે. હા, ઓછી નિદ્રા પ્રમાદ નથી. પરંતુ ધર્મશ્રવણ કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં જે નિદ્રા આવે છે, એ પ્રમાદ છે. કેટલાંય સ્ત્રીપુરુષોને ધર્મસ્થાનોમાં નિદ્રા આવી જાય છે. આ પ્રમાદને કારણે મનુષ્ય સાચો ધર્મ કરી શકતો નથી અને આમ ને આમ મનુષ્ય જીવન વ્યર્થ ચાલ્યું જાય છે. चतुरशीतावहो योनिलक्षेष्वियं क्व त्वया कर्णिता धर्मवार्ता ? प्रायशो जगति जनता मिथो विवदते હિ-સ-શાતનુનરવાતાં || ૭ || પહેલાં આ સાતમી કારિકાનો અર્થ સાંભળી લો - ‘ચોરાશી લાખ યોનિઓમાં ફેરા ફરતાં કઈ જગાએ તને સારી વાત સાંભળવા મળી છે ? મોટા ભાગે તો દુનિયામાં માનપાન - ખાનપાન અને આરામની વાતોમાં જ સમય વીતતો હોય છે. ચોરાશી લાખ યોનિઓ : આપણા આત્માએ ચોરાશી લાખ યોનિઓમાં જન્મ લીધો છે ! કઈ કઈ યોનિઓમાં આપણે જન્મ લીધો છે, તે સમજવું આવશ્યક છે. એનાથી ભવભ્રમણની ભયાનકતા સમજાશે અને ‘હવે મારે ૮૪ લાખ યોનિઓમાં ભટકવું નથી અને બહુ જલ્દી...બસ, ૩-૪ ભવમાં જ મોક્ષ પામવો છે,' એવો વિચાર આવશે. 'યોનિ' શબ્દ 'યુ-મિશ્રને’ધાતુમાંથી બન્યો છે. બીજા જન્મના પરિવર્તનના સમયે જીવ ‘તૈજસ-કાર્મણ' શરીરવાળો હોય છે. જ્યાં ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલસ્કંધની સાથે મિશ્ર થઈ જાય એ સ્થાનને યોનિ કહે છે. અથવા જીવોનું ઉત્પત્તિસ્થાન ‘યોનિ’ કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની સાત-સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ યોનિઓ છે. અનંત વનસ્પતિકાયની ૧૪ લાખ યોનિઓ છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની ૨-૨ લાખ યોનિઓ છે. નારકોની ચાર લાખ યોનિઓ છે. દેવોની ચાર લાખ યોનિઓ છે. બોધિદુર્લભ ભાવના ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ-પંચેન્દ્રિયની ચાર લાખ યોનિઓ છે. . મનુષ્યની ૧૪ લાખ યોનિઓ છે. આમ બધી મળીને ૮૪ લાખ યોનિ છે. ગ્રંથકાર કહે છે - પૂછે છે કે આ ૮૪ લાખ યોનિઓમાં ભટકતા જીવે ક્યાં ધર્મની વાતો સાંભળી છે? કારણ કે બહુધા તો દુનિયામાં ત્રણ પ્રકારની વાતો જ થતી હોય ૧. રસગારવની ૨. ઋદ્ધિગારવની ૩. શાતાગારવની ! ત્રણ ગારવમાં ડૂબેલી દુનિયા રસ, દ્ધિ અને શાતાગારવના ઊંડા કાદવમાં જીવ ફસાતા જ જાય છે. મીઠો અને ખાટો, તીખો અને તૂરો...તમામ રસો જીવને પ્રિય હોય છે. કોઈક વાર મીઠો રસ પ્રિય લાગે છે તો કોઈ વાર ખાટો રસ, કોઈ વાર કડવો તો કોઈ વાર તૂરો રસ પ્રિય લાગે છે. આવા રસોને લીધે કેટલા પ્રબળ રાગદ્વેષ થાય છે, એ સમજવાનું છે. આવા રાગદ્વેષની પરિણતિમાં વૈરાગ્યભાવ ભલા ટકી પણ કેવી રીતે શકે? ઋદ્ધિગારવ એટલે માન-પાન-વૈભવવિલાસની ઈચ્છા થતી હોય છે. માણસ પોતાના વૈભવનું, સંપત્તિનું અભિમાન કરતો ફરે છે. પોતાની સંપત્તિની સુરક્ષા કરવાના વિચારો કરે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરતો રહે છે. પોતાના વૈભવના પ્રદર્શનમાં જ એ પોતાની જાતને ગૌરવશાળી માને છે. એવા જીવોમાં વૈરાગ્ય અથવા શાન્તિ કેવી રીતે ટકી શકે? શાતાગારવ એટલે “સુખશીલતા'! ‘આપણને એવું ઘર જોઈએ, એવું ફર્નિચર જોઈએ, એવું ‘એરકુલર’ જોઈએ. ઘરની આગળ સરસ લાગ જોઈએ. કોઈ પણ પ્રતિકૂળતા ન જોઈએ. સુખચેનથી જીવવાનું છે. સુંદર અને નવી ફેશનનાં વસ્ત્રો જોઈએ. ઊંચી જાતની કીમતી કાર જોઈએ.’ આ રીતે ત્રણ ગારવની વાતોમાં મનુષ્ય જીવનનો મૂલ્યવાન સમય વ્યર્થ પસાર થઈ જાય છે. એ ન તો દેવ-ગુરુદર્શનની વાતો કરે છે, ન તો શ્રદ્ધા - આસ્તિકતા - સમ્યગુદર્શનની ચર્ચા કરે છે કે નથી તો તે દયા, અનુકંપાની વાતો કરતા. મોક્ષની વાતો કરવાનું તો આવડતું જ નથી!મોક્ષસ્વરૂપનું જ્ઞાન જ ક્યાં છે?ભવવૈરાગ્યની વાતો પણ કદાચ ભાગ્યે જ કરતા હશે. શાન્તસુધારસની શાન્તિ-સમતાની વાતો ક્યારે કરો છો? કંઈક વિચારો, આ મનુષ્યજીવનમાં બોધિરત્ન પ્રાપ્ત કરીને એને વૃઢતાથી સુરક્ષિત રાખો. [ ૯૬ : શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #111 -------------------------------------------------------------------------- ________________ एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरलं सकलगुणनिधानम् । कुरु कुरु प्राज्य विनय प्रसादोदितं શાન્તરમ-સરસ-પીયૂષાનમ્ | ૮ || ‘આ રીતે દુર્લભથી ય દુર્લભ એવા ગુણસંપન્ન બોધિરત્નને પ્રાપ્ત કરીને તને વિનયના અનુગ્રહથી જે શાન્તરસનું પીયૂષપાન મળ્યું છે, એનો યથાર્થ ઉપયોગ કર. ’ આ બોધિદુર્લભ ભાવનાની અંતિમ કારિકા છે. આજે આ ભાવનાનું વિવેચન પૂર્ણ કરીશ. હવે કેટલીક વાતો વિચારો. પોતાની જાતને પૂછજો. તને મનુષ્યગતિ પ્રાપ્ત થઈ છે ? તેં આર્યભૂમિમાં જન્મ ધારણ કર્યો છે ? તને શારીરિક આરોગ્ય મળ્યું છે ? તારી પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ છે ? તને ચિંતન-મનન માટે મન મળ્યું છે ? તને સુદેવ, સુગુરુ અને સદ્ધર્મનો સંયોગ મળ્યો છે ? બસ, તો અતિદુર્લભ ‘બોધિરત્ન’પ્રાપ્ત કરીને શાન્તસુધારસનું પાન કરવાનું છે. એટલે કે પરમ આંતરિક શાન્તિનો અનુભવ કરવાનો છે. સકલ ગુણનિધાન બોધિરત્ન ઃ ગ્રંથકાર કહે છે - અતિ અતિદુર્લભ બોધિરત્ન પ્રાપ્ત કરીને શાન્તરસનું, પ્રશમરસનું પીયૂષપાન કરી લે, બોધિરત્નની પ્રાપ્તિ થઈ કે સકળ ગુણોનો ભંડાર પ્રાપ્ત થઈ ગયો એવું સમજી લો. બોધિ એટલે કે સમકિત. આ સમકિત ગુણ આત્મામાં કેવી રીતે પ્રકટ થાય છે અને સમકિતી આત્મામાં કેવા સુંદર પરિવર્તન આવે છે, એ વાત એક સજ્ઝાયમાંકાવ્યમાં બતાવી છે. દેવવિમલજીના શિષ્ય ચરણકુમારની આ રચના છે. તમે એકાગ્ર મનથી સાંભળજો. સમકિત કિણવિધ પામે પ્રાણી, પૂછે ગૌતમ સ્વામી રે, ત્રિશલાનંદન ઇણવિધ ભાખે, ભવિયણને હિતકામી રે... ૧ જીવ જે વારે સહજ સ્વભાવે, આવે ઉપશમ ભાવ હૈ, મોહદ્રોહ સંતિ દૂર ગમાવે, સમકિત ચઢતે દાવ ...૨ સમકિત સૂર ઉઠે જબ આવે નાશે તિમિર મિથ્યાત રે, જ્ઞાનકિરણ કરી જ્યોતિ પ્રકાશે, પ્રકટે સહજ સ્વભાવ છે..૩ બોધિદુર્લભ ભાવના ૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ-વેદક ને ક્ષયોપશમ ક્ષાયક દીપક જેમ રે, પાંચ ભેદે મિથ્યાત્વ નિવારે, પામે નિશ્ચય તેમ .....૪ તત્ત્વજ્ઞાનનો ભેદ વિચારી, આગમશું ધરે પ્રીત રે, ન્યાયમાર્ગ તણે અનુસરે, સાધે તે સવિ નીત રે....... ગુણરાગી, અવગુણનો ત્યાગી, સહેજે સાહસ ધીર રે, વિષય વિકાર તજે મન હું તો, સમકિત શું કરે સીર ....... વાદવિવાદ અને પરિનંદા, ન કરે સમકિતવંત રે, રાગદ્વેષ મનમાં નવિ આણે. શાન્ત, દાન્ત ગુણવંત રે..... સ્યાદ્વાદ સમજે ચિત્ત ચોખે, જાણે તે જિનધર્મી રે, કુમતિ-કાગ્રહ મૂકે કોરે, જાણે ધર્મનો મર્મ રે....૮ નિત્ય, અનિત્ય અને અવિનાશી, પ્રકટ તેમ પ્રસન્ન રે, એક-અનેક ને કર્તા-અકર્તા, માને તે ધન્ય ધન્ય રે....૯ ભોગી-અભોગી, યોગી-અયોગી, સંસારી ને સિદ્ધ રે, ‘ઠાણાંગે’ છે એહ આલાવો નવતત્ત્વ મેં પ્રસિદ્ધ રે.... ૧૦ સમકિત વૃષ્ટિ જીવનું સ્વરૂપ ઃ જે સમ્યક્ત્વને, જે બોધિને, ગ્રંથકારે સકલ ગુણનિધાન કહ્યું, એ સમકિત કેવા આત્મામાં ઉત્પન્ન થાય છે અને સમ્યક્ દૃષ્ટિ બનેલો જીવ કેવો હોય છે, એ વાત આ સજ્ઝાય - કાવ્યમાં સારી રીતે બતાવી છે. કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં છે. એની વિગતો સમજાવું છું ઃ જે સમયે સહજ સ્વભાવથી આત્મામાં ઉપશમ પેદા થાય છે ત્યારે મોહાદિ દોષ દૂર થાય છે અને સમ્યક્ત્વ પ્રકટે છે. ॥ સમ્યક્ત્વ-સૂર્યનો જ્યારે ઉદય થાય છે, ત્યારે મિથ્યાત્વ અંધકાર નષ્ટ થઈ જાય છે. જ્ઞાનજ્યોતિ પ્રકટ થાય છે. સહજ સ્વભાવ પ્રકટ થાય છે. – ઉપશમ સમકિત, વૈદક સમકિત, ક્ષયોપશમ સમકિત અને ક્ષાયિક સમકિતમાંથી કોઈ એક સમકિત પ્રકટ થાય છે. પાંચ પ્રકારનાં મિથ્યાત્વ દૂર થાય છે. સમકિત સૃષ્ટિ જીવ તત્ત્વજ્ઞાનનું રહસ્ય પામે છે. આગમગ્રંથો પ્રત્યે પ્રીતિ-શ્રદ્ધા ધરાવે છે. ન્યાયમાર્ગથી એ પોતાનું જીવન યાપન કરે છે. એ ગુણાનુરાગી હોય છે, અવગુણોનો ત્યાગી હોય છે, એટલે કે બીજાંના અવગુણો જોતો નથી. એ શ્રદ્ધાબળયુક્ત અને સાહસિક હોય છે. તે પોતાના મનથી વિષયવિકારોને દૂર કરવાનો ઉપાય કરે છે અને મનમાં સમકિતને દૃઢ કરે છે. શાન્તસુધારસ : ભાગ ૩ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ એ વ્યર્થ વાદવિવાદ નથી કરતો, પરનિંદા નથી કરતો, તીવ્ર રાંગદ્વેષ કરતો નથી. એ શાન્ત, દાન્ત (ઇન્દ્રિયોનું દમન કરનાર) અને રૂપવાન હોય છે. એ સ્યાદ્વાદ-અનેકાન્તવાદ સમજે છે અને એનાથી એ ધર્મનો મર્મ પામે છે. કુમતિ-કદાગ્રહ છોડી દે છે...ત્યારે જ તે જિનધર્મને સાચા સ્વરૂપમાં ઓળખે છે. # આત્મસ્વરૂપનું ચિંતન કરતાં એ આત્માને સાપેક્ષવૃષ્ટિથી... અનેકાન્ત દૃષ્ટિથી... – નિત્ય-અનિત્ય – એક-અનેક – કર્તા-અકર્તા – ભોગી-અભોગી – યોગી-અયોગી – સંસારી-સિદ્ધ માને છે. આમ તો આ કાવ્ય મોટું છે, પરંતુ જેટલું સંભળાવવું હતું, તેટલું સંભળાવ્યું અને સમજાવી દીધું. ૧૦ પ્રકારનાં સમ્યક્ત્વો: રાજગૃહીમાં આચાર્ય મુનિચંદ્રસૂરિજી પધાર્યા હતા. રાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમારની સાથે દર્શન-વંદન ક૨વા ગયા અને ઉપદેશ સાંભળવા બેસી ગયા. આચાર્યદેવે ઉપદેશમાં કહ્યું : ‘હે ભવ્ય જીવો ! જે રીતે ન્યગ્રોધ વૃક્ષનું પુષ્ય અને સ્વાતિ નક્ષત્રનું પાણી દુર્લભ હોય છે, એ રીતે માનવજન્મ અને જિનશાસનની પ્રાપ્તિ દુર્લભ હોય છે. એમાં પણ કલ્પવૃક્ષ, પારસમણિ અને દક્ષિણાવર્ત શંખની જેમ આંતરિક તત્ત્વશ્રદ્ધાન અતિ દુર્લભ હોય છે. સંસારસાગરના કિનારાની જેમ સમ્યક્ત્વ - બોધિ, શ્રી જિનેશ્વરદેવોએ નિસર્ગાદિ દશ પ્રકારના ગણાવ્યા છે निसग्गुवएसरुई आणरुई सुत्तबीजरुइमेव । અભિગમ-વિસ્થાડું, વિાસંણેવ ધમ્મતું | : નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચ, સૂત્રરુચિ, બીરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ અને ધર્મચિ - આ રીતે સમ્યક્ત્વના ૧૦ પ્રકારો છે. હવે સંક્ષેપમાં એક-એક સમ્યક્ત્વ સમજાવું. -- ૧. નિસર્ગચિ ઃ જિનેશ્વરોએ કહેલાં તત્ત્વોને જે સ્વભાવથી માને છે અને એમની ઉપર શ્રદ્ધા રાખે છે. ૨. ઉપદેશચિ : ગુરુના ઉપદેશથી જે બુદ્ધિમાન પુરુષ નિર્દોષ ધર્મમાર્ગ ઉપર શ્રદ્ધા રાખે છે. ૩. આજ્ઞારુચિ રાગદ્વેષ અનેમોહના ક્ષયથી નવતત્ત્વોનેજિનાજ્ઞાના બળથી માને છે. બોધિદુર્લભ ભાવના ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪. સૂત્રરુચિ અંગ-ઉપાંગ આદિ આગમશાસ્ત્રોનો અભ્યાસ કરતાં જે સમ્યક્તનું અવગાહન કરે છે. ૫. બીજરુચિ શ્રદ્ધાપૂર્વક એક પદને જ ધારણ કરતાં પોતાની પ્રતિભાના બળે જે અનેક પદોમાં વિસ્તાર પામે છે. ક અભિગમરુચિ જે મહાત્માએ અર્થથી સમગ્ર શ્રુત જોયું છે. ૭. વિસ્તાર રુચિ નય અને પ્રમાણથી જે પદ્રવ્યોનું સમ્યક રૂપે પ્રરૂપણ કરે છે. ૮. ક્રિયારુચિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય અને ગુપ્તિની ક્રિયામાં જે પ્રયત્નશીલ હોય છે. ૯. સંક્ષેપરુચિઃ જિનવચન જ મને માન્ય છે. એ રીતે હૃદયમાં દૃઢ માન્યતા રાખતાં અન્ય કુધર્મો પર શ્રદ્ધા નથી રાખતો. ૧૦. ધર્મરુચિ શ્રુત અને ચારિત્રરૂપ ત્રિવિધ ધર્મને અનંધમસ્તિકાયાદિષદ્રવ્યોને માને છે. શ્રદ્ધા રાખે છે. કહેવામાં આવ્યું છે કે આ દશ ભેદોમાંથી દોષરહિત એવા એક પણ ભેદને સમ્ય દ્રષ્ટિ જીવ ધારણ કરે છે, તે અવશ્યશિવસુખ પામે છે. આ રીતે આચાર્યદેવની ધમદશના સાંભળીને મંત્રી, શ્રેષ્ઠી વગેરે કેટલાક ભવ્ય જીવોએ સંયમધર્મનો, શ્રાવકધર્મનો અને સમ્યક્તનો સ્વીકાર કર્યો. બોધિસુધાનું પાન કરોઃ એક કવિએ બોધિદુર્લભ ભાવના અંગે સરસ કાવ્ય બનાવ્યું છે. એકાગ્રતાથી સાંભળોઃ દાનાદિક તપ-જપ-ક્રિયા જેથી સફળ ગણાય. શુદ્ધ તત્ત્વ શ્રદ્વા થકી. આ ભવસિંધુ તરાય. મિથ્યાત્વે ઘેર્યો થકો, ભવમાં ભ્રમણ કરત. બોધિબીજ નિજ તેજથી અંતર તિમિર હરત. બોધિદુર્લભ ભાવના ભવિ આંતર ભાવો. દુર્લભ દશ દ્રષ્ટાંતથી મલ્યો નરભવ આવો.૧ આરજ ક્ષેત્ર ઉત્તમ કુલે પચેન્દ્રિય તનધારી, દેહ નીરોગી પામિયો. કેમ જાય તું હારી જિનશાસન અતિ દોહવું, દુર્લભ ગુરુમુખવાણી. દુર્લભ શ્રીકૃત-શ્રવણ ને આદર મન આણી....૩ ૧૦૦ આ શાન્ત સુધારસઃ ભાગ ૩ ' ' ' ::: Page #115 -------------------------------------------------------------------------- ________________ સદુહણા જિનધર્મની, બહુ દુર્લભ જાણો, ઉત્તરોત્તર એ સામગ્રી, બહુ પુણ્ય પ્રમાણો....૪ ચિંતામણિ સમ સામગ્રી પામીને મત હારી પારસમણિ સમ બોધિને થિર હૃદયે ધારો..૫ ગજ સાટે ખર કાંકરો મણિ સાટે ન લીજે.. બોધિસુધાના પાનથી, ભવભાત્તિ હરીએ.. નટી ગીતથી બૂઝીયો, ક્ષુલ્લક બોધિ સંભાલે, કુશલદીપ ગુમથી, દેહ ભાવ વિસારે..૭ દાન-શીલ, તપ, જપ આદિ ક્રિયાઓ ત્યારે જ સફળ માની શકાય. જ્યારે શુદ્ધ તત્વની શ્રદ્ધા હોય. આ શ્રદ્ધાથી જ ભવસાગર તરી શકાય છે. મિથ્યાત્વથી ઘેરાયેલો જીવ ભવમાં ભ્રમણ કરે છે અને બોધિબીજના તેજથી અંદરનો અંધકાર દૂર થાય છે. . એટલા માટે બોધિદુર્લભ ભાવના અવશ્ય ભાવતા રહો. દશ દ્રષ્ટાંત જેવો દુર્લભ આ મનુષ્યજન્મ મળ્યો છે. આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પંચેન્દ્રિય શરીર, નીરોગી દેહ. આ બધું પામીને શા માટે હારી જાય છે! શા માટે એ ગુમાવે છે? અતિદુર્લભજિનશાસન મળ્યું છે, દુર્લભ ગુરુવચન મળ્યાં છે. એ રીતે દુર્લભ શ્રુત શ્રવણ કરીને ભાવથી એનો આદર કરવો જોઈએ. જિનધર્મ પર શ્રદ્ધા - સદ્દતણા - અતિદુર્લભ ભાવના - ક્રમશઃ આ બધી સામગ્રી મળવી અતિ પુણ્યનો ઉદય છે એમ માનો. ચિંતામણિ રત્ન સમાન આ બધું પ્રાપ્ત કરીને હવે ગુમાવો. પારસમણિ સમાન બોધિને હૃદયમાં સ્થિર કરો. હાથી આપીને ગદર્ભન લો. મણિના બદલામાં કાંકરો ન લો. બોધિસુધાનું પાન કરીને ભવભ્રાન્તિ દૂર કરો. 1 કુલ્લકકુમાર મુનિ નૃત્યાંગનાના ગીતથી જેમ સંયમી બન્યા - સંયમમાં સ્થિર થયા, તેમ બોધિબીજને યાદ કરતા રહો.. ભગવાનને પ્રાર્થના કરો - सामिय ! तुहप्पसाया हवेऊ सम्मत्त संपत्ति । હે નાથ! આપની કૃપાથી અમને સમ્યક્તની સંપત્તિ પ્રાપ્ત થાઓ. . આજે બસ, આટલું જ. બોધિદુર્લભ ભાવના ક ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ શિlઝુલ્લારી પ્રવચન પA મૈત્રી ભાવના ૧ [: સંકલના: ૦ ચારે ભાવનાઓની પ્રસ્તાવના. • ધર્મધ્યાનની સ્તુતિ. ૦ ધર્મધ્યાનનાં ચાર લક્ષણો. • ધર્મધ્યાનનાં ચાર આલંબનો. • ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ. • ધર્મધ્યાનના ચાર પ્રકારો. • ધર્મધ્યાનનું અનુસંધાન મૈત્રાદિ ભાવનાઓ સાથે. • ધર્મધ્યાની કેવો હોવો જોઈએ? - ચાર ભાવનાઓની પરિભાષા. ' ચાર ભાવનાઓ કોણ ભાવી શકે છે? • કેટલાક પ્રશ્નો કંઈક વિચારવાનું છે. મૈત્રી ભાવનાઃ કાશી-કોશલનરેશ. જિંદગી કેટલી સ્થિર? એક કાવ્ય. • સર્વ જીવાત્માઓ બંધુ છેઃ જગત એક પરિવાર. • બીજાના મનની ચિંતાઃ ભગવતીદેવી. R Page #117 -------------------------------------------------------------------------- ________________ सद्धर्मध्यानसंधानहेतवः श्री जिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ १ ॥ मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ २ ॥ मैत्रीपरेषां हितचिन्तनं यद् भवेत्प्रमोदोगुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीर्चेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ - આ ચારે ભાવનાઓની પ્રસ્તાવના કરતાં ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે: - તીર્થકર ભગવંતોએ મૈત્રી વગેરે ચાર સુંદર ભાવનાઓ ધર્મધ્યાનનું અનુસંધાન કરવા માટે નિદર્શિત કરી છે. – “મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય - આ ચારે ભાવનાઓને ધર્મધ્યાનની પ્રસ્તુતિ માટે નિયોજિત કરવી જોઈએ. કારણ કે ભાવનાનો પુટ પામીને જ ધર્મધ્યાન રસાયણ બને છે.” - મૈત્રીનો અર્થ છે બીજાંના હિતની ચિંતા. પ્રમોદનો અર્થ છે ગુણ પ્રત્યે આદર - અહોભાવ. કરુણાનો અર્થ છે દુખી જીવોના દુઃખ દૂર કરવાની ભાવના અને ઉપેક્ષા (માધ્યય્ય)નો અર્થ છે દુષ્ટ બુદ્ધિવાળા જીવો પ્રત્યે સમભાવ - ઉદાસીનભાવ. ચારે ભાવનાઓની પ્રસ્તાવના: આત્મતત્ત્વનું નૈકટ્ય પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન અપેક્ષિત છે અને ધર્મધ્યાનની પવિત્ર ધારા આત્મામાં વહેતી રાખવા માટે આ ચારે ભાવનાઓ બતાવવામાં આવી . છે. મૈત્રી વગેરે આ ચાર ભાવનાઓનો પ્રતિદિન ધર્મધ્યાનને પુટ મળવાથી, ભાવનાઓને વારંવાર ધર્મધ્યાનમાં ભેળવવાથી ધર્મધ્યાન રસાયણ-સિદ્ધ રસાયણ બની જાય છે. રસાયણ આત્માને પરિપુષ્ટ કરે છે. તમારા મનને લગાતાર ધર્મધ્યાનમાં જોડલું રાખવાનું છે, એટલે કે n જિનાજ્ઞાનું ચિંતન - પાપાચરણનાં કટુ પરિણામોનો વિચાર શુભાશુભ કર્મોના વિપાકનું ચિંતન અને . સમગ્ર રાજલોકમાં રહેલી જીવસૃષ્ટિનું અલગ-અલગ દ્રષ્ટિકોણથી ચિંતન કરવું જોઈએ. મૈત્રી ભાવના | " T૧૦૩] Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનની સ્તુતિઃ મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ ધર્મધ્યાનની સ્તુતિ કરતાં કહ્યું છેઃ - સેંકડો જન્મોમાં ઉપાર્જિત કરેલાં અનંત-અનંત કમનાં જંગલોને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે. - તપના સર્વ પ્રકારોમાં ધર્મધ્યાન શ્રેષ્ઠ છે. - ધર્મધ્યાન આંતર તપ ક્રિયારૂપ છે. આવો ઉત્તમ ધ્યાનયોગ જે મહાત્માઓ પાસે હોય, એમનામાં ચાર લક્ષણો વત્તાઓછા પ્રમાણમાં પ્રકટે જ છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણોઃ ૧. પ્રથમ લક્ષણ છે - આજ્ઞારુચિ. શ્રી જિનેશ્વરદેવની અનુપમતા, કલ્યાણકારિતા, | સર્વ તત્ત્વોની પ્રતિપાદકતા જાણીને એની ઉપર શ્રદ્ધા ઊપજે છે. ૨. બીજું લક્ષણ છે - નિસરુચિ. આત્મપરિણામ જ્ઞાન-દર્શનચારિત્રમય બની, જાય છે. ૩. ત્રીજું લક્ષણ છે - ઉપદેશ રુચિ. જિનવચનનો ઉપદેશ શ્રવણ કરવાનો ભાવ જાગૃત થાય છે અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ આપવાની ભાવના જાગે છે. ૪. ચોથું લક્ષણ છે - સૂત્રરુચિ. દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપનની ભાવના- તમન્ના જાગે છે. ધર્મધ્યાનનાં ચાર આલંબનોઃ ધર્મધ્યાનનાં જેવાં ચાર લક્ષણો બતાવવામાં આવ્યાં છે એવાં ચાર આલંબનો પણ બતાવ્યાં છે - (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૪) ધર્મકથા. સદ્ગુરુ પાસે વિનયપૂર્વક આગમગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. એમાં કોઈ વાર શંકા યા જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો વિધિપૂર્વક ગુરુદેવ પાસે જઈને પૃચ્છા કરવી જોઈએ. નિશંક બનેલા સૂત્રાર્થને ભૂલી ન જવાય એટલા માટે વારંવાર એનું પરાવર્તન-પુનરાવર્તન કરવું જોઈએ અને આ રીતે આત્મસાત થયેલાં સૂત્રોના અર્થનો સુપાત્રો સામે ઉપદેશ આપવો જોઈએ. એવું કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. હવે “ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ બતાવું છું. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓઃ પહેલી અનુપ્રેક્ષા છે - અનિત્ય ભાવનાનું ચિંતન, બીજી અનુપ્રેક્ષા છે - અશરણ ૧૦૪ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું ચિંતન, ત્રીજી અનુપ્રેક્ષા છે - એકત્વ ભાવનાનું ચિંતન અને ચોથી અનુપ્રેક્ષા છે - સંસાર ભાવનાનું ચિંતન. દિનપ્રતિદિન આ ચારે ભાવનાઓનું ચિંતન કરતાં કરતાં ધર્મધ્યાન સ્થિર થાય છે. ધર્મધ્યાનના ચાર પ્રકારોઃ (૧) આજ્ઞા વિચય (૨) અપાય વિચય (૩) વિપાક વિચય અને (૪) સંસ્થાન વિચય. હવે ક્રમશઃ આ ચારેયને સમજાવું છું. આજ્ઞા વિચયઃ “આપ્તપુરુષનું વચન જ પ્રવચન છે આ આજ્ઞા છે. એ આજ્ઞાના અર્થનો નિર્ણય - એને કહે છે વિચય.” અપાય વિચયઃ મિથ્યાત્વ વગેરે આસવોમાં સ્ત્રીકથા વગેરે વિકથાઓમાં રસઋદ્ધિ- શાતાગારવમાં, ક્રોધાદિ કષાયોમાં પરિસહાદિન સહવામાં આત્માની દુર્દશા છે, નુકસાન છે, એવું ચિંતન કરીને એવો વૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવાનો છે. વિપાક વિચય : અશુભ અને શુભ કર્મોનો વિપાક (પરિણામ) ચિંતવીને પાપકર્મથી દુઃખ અને પુણ્યથી સુખ એવો નિર્ણય કરવો. સંસ્થાન વિચય : પદ્રવ્ય, ઊર્ધ્વલોક-અધોલોક, મધ્યલોકનાં ક્ષેત્રો, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન-મનન કરીને વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો. ઘર્મધ્યાનનું અનુસંધાન મથ્યાદિ ભાવનાઓથી ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે જો તમારે તમારું મન ધર્મધ્યાનમાં લગાડવું હોય, ધર્મધ્યાનમાં લીન કરવું હોય તો મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યચ્ય ભાવનાઓ ભાવતા રહો. આ ચારેય ભાવનાઓથી આત્માને રંગી દો. આ ભાવનાઓથી જ્યારે ધર્મધ્યાન ઓતપ્રોત થઈ જશે ત્યારે એ ધર્મધ્યાન આત્મપુષ્ટિ માટે રસાયણ બની જશે. અમોઘ રસાયણ સાબિત થશે. પરંતુ એવું ધર્મધ્યાન ગમે તે મનુષ્ય નથી કરી શકતો. ધર્મધ્યાની યોગ્યતાવાળો જોઈએ. ધર્મધ્યાની કેવો હોવો જોઈએ? ધર્મધ્યાન કરનારો મનુષ્ય કેવો હોવો જોઈએ, એ વિષયમાં “શ્રી આવશ્યકસૂત્રમાં આ રીતે બતાવવામાં આવ્યું છેઃ બિન સાઇ વિરા–સંસા-વાય-લા–સંપનો सुअ-शील-संजमरओ धम्मज्झाणी मुणेयव्यो ॥ ધર્મધ્યાની પુરુષ (૧) શ્રી જિનેશ્વરદેવના ગુણોનું કીર્તન અને એમની પ્રશંસા કરનારો હોવો જોઈએ. (૨) નિગ્રંથ મુનિજનોના ગુણોનું કીર્તન અને એમની પ્રશંસા કરનારો હોવો જોઈએ. (૩) શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં સદૈવ રત, પ્રાપ્ત [ પૈત્રી ભાવના ૧૦૫] Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાના લક્ષ્યવાળો હોવો જોઈએ. (૪) શીલ સદાચારના પાલનમાં સદા તત્પર હોવો જોઈએ અને (૫) ઈન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ કરવામાં પ્રયત્નશીલ હોવો જોઈએ. આ રીતે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવનાર વ્યક્તિ કેવી હોવી જોઈએ, તેની કેવી યોગ્યતા હોવી જોઈએ, એ વાત યોગબિંદુ ગ્રંથમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી બતાવે છે , મરી-મો-થાઈ –માધ્યશ્ક-વિત્તનમ્ ! ' सत्त्वगुणाधिक-क्लिश्यमानाऽप्रज्ञाप्यगोचरम् ॥ ४०२ ॥ विवेको विशेषेण भवत्येतद्यथागमम् । तथा गंभीर चित्तस्य सम्यग् मार्गानुसारिणः ॥ ४०३ ॥ ચારે ભાવનાઓની પરિભાષાઃ ' આ ગ્રંથની પ્રસ્તાવનામાં અને યોગબિંદુ ગ્રંથમાં ચાર ભાવનાઓની જે પરિભાષા કહી છે તે પહેલાં સમજાવું. ગ્રંથકારે કહ્યું છેઃ અન્યના હિતની ચિંતા એ મૈત્રી છે. ગુણો પ્રત્યે આદર - અહોભાવ એ પ્રમોદ છે. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવના એ કરુણા છે. દુષ્ટ બુદ્ધિવાળા જીવો પ્રત્યે ઉદાસીન રહેવું એ ઉપેક્ષા છે. - યોગબિંદુ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે- સર્વ જીવો પ્રત્યે મૈત્રી જોઈએ. ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદ જોઈએ. દુખી જીવો પ્રત્યે કરણા અને અપ્રજ્ઞાપ્ય-અવિનીત પ્રત્યે માધ્યચ્ય ભાવના જોઈએ. આજે તો મૈત્રી ભાવનાનું વિવેચન કરવું છે, પરંતુ આ ચાર ભાવનાઓ ભાવનારની યોગ્યતાના વિષયમાં પહેલાં કેટલુંક બતાવી દેવા ઈચ્છ ચાર ભાવનાઓ કોણ ભાવી શકે છે? મૈત્રાદિ ચાર ભાવનાઓને એ માણસ જ ભાવી શકે કે જે વિવેકી હોય. વિવેકીની પરિભાષા છપાઈવિમર્શ કરવામાં આવી છે. એટલે કે જે માણસે પરમાર્થનું ચિંતન કર્યું છે. પરમાર્થ એટલે આત્મા, પરમાર્થ એટલે મોક્ષ. આત્મવૃષ્ટિ અને મોક્ષદ્રષ્ટિ જેની ખૂલી ગઈ હોય છે. આ પારમાર્થિક ચિંતન પણ આગમાનુસારી હોય છે વિવેકી પુરુષનું. પ્રાયઃ વિવેકી પુરુષ મૈત્રાદિ ચાર માનસિક પરિણામો સિવાય બીજો કોઈ વિચાર જ નથી કરતો. એની ચિત્તવૃત્તિ બીજા વિચારોમાં જનથી જતી. કેટલી ગંભીર વાત કરી છે આચાર્યદવ હરિભદ્રસૂરિજીએ.. બીજી વાત એમણે એ કરી છે - મૈચાદિ ભાવનાઓને ભાવનાર વ્યક્તિ ગંભીર [ ૧૦૬ શાન્તસુધારસઃ ભાગ ૩| Page #121 -------------------------------------------------------------------------- ________________ હોવી જોઈએ. એટલે કે હર્ષ-શોક વગેરે વિકારોને લક્ષ્યમાં લેનારી ન હોવી જોઈએ. આનો અર્થ એ છે કે મૈત્ર્યાદિ ભાવનાઓના વિષયભૂત લોકો ભલે હર્ષ-શોક-વિષાદ આદિ વિકારોથી ગ્રસ્ત હોય, પરંતુ આ મહામનયુક્ત પુરુષ એમના વિકારોને અણદેખ્યા કરીને એમના પ્રત્યે ઉચિત ભાવના જ રાખશે. ત્રીજી વાત છે - મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું ચિંતન કરનારો મનુષ્ય સમ્યગ્ માનુસારી હોવો જોઈએ. એટલે કે શુદ્ધ નિર્વાણપથ ઉપર ચાલનારો હોવો જોઈએ. બસ, આ ત્રણ વાતો મૈત્યાદિ ચાર ભાવનાઓનું ચિંતન કરવાની યોગ્યતા છે. હવે ક્રમશઃ એક-એક યોગ્યતાની બાબતમાં હું તમને પૂછું છું, જેથી તમે તમારી જાતને માપી શકો. તમે જાણી શકો કે તમારી યોગ્યતા કેટલી છે ? ભાવનાઓ દ્વારા ધર્મધ્યાનને રસાયણ બનાવવાનું છે અને એ રસાયણથી આત્માને પુષ્ટ બનાવવાનો છે ને ? એટલા માટે ધર્મધ્યાન કરનારાઓની યોગ્યતા અને મૈત્ર્યાદિ ભાવનાઓનું ચિંતન કરનારાઓની યોગ્યતા સમજવી જ પડશે. કેટલાક પ્રશ્નો - કંઈક વિચારવાનું છે : પહેલો પ્રશ્ન ઃ શું તમે જિનેશ્વર પરમાત્માના બાર ગુણો જાણો છો ? એ ગુણોનું કીર્તન કરો છો ? ગુણગાન કરો છો? શું બીજાંની સામે તીર્થંકર પરમાત્માની પ્રશંસા કરો છો? બીજો પ્રશ્ન ઃ મુનિજનોના ૩૬-૨૫-૨૭ ગુણોને જાણો છો ? એમના ગુણોનું કીર્તન કરો છો ? એમની પ્રશંસાનાં ગીતો ગાઓ છો ? અવસર પર એમનો વિનય કરો છો ? એમને ભાવપૂર્વક આહારપાણી વહોરાવો છો ? એમની ઉચિત સેવાચાકરી કરો છો ? ત્રીજો પ્રશ્ન ઃ શું તમને શ્રુતજ્ઞાન પ્રિય છે ? શ્રુતજ્ઞાન પામવાનો પ્રયત્ન કરો છો ? પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાનું તમારું લક્ષ્ય છે ખરું ? ચોથો પ્રશ્ન ઃ શીલ-સદાચાર તમને પ્રિય છે ને? એમનું પાલન દૃઢતાથી કરો છો ? દુરાચાર - વ્યભિચાર તરફ મન જતું તો નથી ને ? પાંચમો પ્રશ્ન ઃ તમારી પાંચે ઇન્દ્રિયોને સંયમમાં રાખો છો ને ? તે અસંયમમાં જવા માટે લાલાયિત તો નથી થતી ને ? આ પાંચે પ્રશ્નો ઉપર આત્મસાક્ષીએ વિચારો. પ્રશ્ન છઠ્ઠો : આત્મા, મોક્ષ આદિ પારમાર્થિક વિષયો ઉપર ચિંતન કરો છો ? પ્રશ્ન સાતમો : આગમોમાં નિરૂપિત ભાવનાઓનો ક્રમ નભાવો છો ? એટલે કે તમારા મનમાં આ ચાર ભાવના - પરિણામ સિવાય બીજો કોઈ વિકલ્પ - વિચાર ઉદ્ભવતો નથી ને ? અર્થાત્ શત્રુતા, ઈર્ષ્યા, કઠોરતા, તિરસ્કાર જેવી તામસી મૈત્રી ભાવના ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓ મનમાં જાગતી નથી ને ? આઠમો પ્રશ્ન ઃ તમે ગંભીર છો ને ? ક્ષણમાં તુષ્ટ, ક્ષણમાં રુષ્ટ નથી થતા ને ? ક્ષણમાં હર્ષ અને ક્ષણમાં શોક નથી કરતા ને ? પ્રશ્ન નવમો - શું તમે વિશુદ્ધ મોક્ષમાર્ગ ઉપર ચાલો છો ને ? સમ્યગ્ માનુસારી છો ને ? મોક્ષમાર્ગ પ્રત્યે શંકા... કાંક્ષા, વિચિકિત્સા આદિ દોષ નથી રહ્યા ને ? આ નવ પ્રશ્નો છે. તમારે જાતે જ આ નવ પ્રશ્નોના ઉત્તરો શોધવાના છે. જાતે જ ધર્મધ્યાનનું અને મૈત્ર્યાદિ ભાવનાઓનું ચિંતન-મનન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. આટલી પ્રસ્તાવના કરીને હવે મૈત્રી ભાવનાના વિષય ઉપર પ્રવચન આપવાનું છે. મૈત્રી ભાવનાનો પ્રાસ્તાવિક શ્લોક ગ્રંથકારે લખ્યો છે, તે સાંભળો : सर्वत्रमैत्रीमुपकल्पयात्मन् चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियद् दिनस्थायिनि जीवितेऽस्मिन् किंखिद्यसे वैरिधियापरस्मिन् ? હે આત્મન્ ! તું ચારે કોર તારી મૈત્રીનો વિસ્તાર કર. દુનિયામાં કોઈની સાથે શત્રુતા ન રાખ - કોઈને શત્રુ ન માન. અહીં તારી જિંદગી સ્થિર કેટલી છે ? એ તો અસ્થિર જ છે, પછી શા માટે દ્વેષબુદ્ધિમાં ડૂબીને સંતપ્ત થાય છે ? મૈત્રી ભાવના ગ્રંથકાર ઉપાધ્યાયજીએ મહત્ત્વપૂર્ણ વાત કરી છે - કોઈને તારો શત્રુ ન માન. આમ તો સાચા અને સારા માણસ માટે આ કામ મુશ્કેલ નથી. પશ્ચિમના તત્ત્વચિંતક ‘મેનસિયસ’ કહે છે - સાચા મનુષ્યમાં સા૨૫ (કોઈને શત્રુ ન માનવો) એ એના સ્વભાવનું સહજ અંગ હોય છે. કાશી-કૌશલનરેશ સાંકડા રસ્તા ઉપર સામસામેથી બે રથ આવતા હતા. બંને રથોમાં રાજાઓ હતા. એકમાં કોશલનરેશ હતો, તો બીજામાં કાશીનરેશ. બંનેના રથો એકબીજાની સામે અટકી ગયા. બંને રથ ચાર-ચાર અશ્વોથી ચાલતા હતા. સારથિ પણ અનુભવી, હોશિયાર અને કુશળ હતા. અશ્વો મજબૂત અને ચંચળ હતા. બંને રાજાઓ પણ પોતપોતાના રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય, શૂરવીર, પરિપક્વ, પ્રજ્ઞાવાન અને માનવતાવાદી હતા. માર્ગ એટલો પહોળો ન હતો કે બે વિશાળ રથ સમાન્તર એક સાથે વિરુદ્ધ દિશામાં જઈ શકે. સારથિઓએ પહેલો કોણ જઈ શકે એ અંગે પરામર્શ શરૂ કર્યો. તેમણે નક્કી કર્યું કે ‘જે ઉત્તમ વ્યક્તિ હોય એ પહેલાં જઈ શકે.’ કોશલરાજના સારથિએ કહ્યું : મારા મહારાજા સારા લોકો સાથે સારો વ્યવહાર શાન્તસુધારસ : ભાગ ૩ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ કરે છે, ખરાબ લોકો સાથે ખરાબ.’ કાશીનરેશના સારથિએ કહ્યું : “મારા મહારાજા તો ખરાબ લોકો સાથે પણ સારો વ્યવહાર કરે છે. આ એમનો સ્વભાવ છે.' બંને સારથિઓએ કાશીનરેશના રથને પહેલાં જવા દેવા નિર્ણય કર્યો, કારણ કે કાશીનરેશ નિઃશંક રૂપે ઉત્તમ પુરુષ હતા. કોઈનેય એ શત્રુ માનતા જ ન હતા. જિંદગી કેટલી સ્થિર ? : ગ્રંથકાર જિંદગીને અસ્થિર - અલ્પકાલીન માને છે. નાનકડી જિંદગીમાં - અનિશ્ચિત જિંદગીમાં શા માટે કોઈની સાથે વેર બાંધવું ? શા માટે દ્વેષ અને ઝઘડા કરવા ? આ બધું કરીને શા માટે ખેદ-ઉદ્વેગ ઊભો કરવો ? એટલા માટે સમગ્ર જીવસૃષ્ટિમાં તારી મિત્રતાનો વિસ્તાર કર. ‘સર્વ જીવ મારા મિત્રો છે, કોઈ શત્રુ નહીં !' નાનકડી જિંદગીમાં કોઈની સાથે શા માટે શત્રુતા કરવી ? શા માટે કોઈની સાથે બગાડવું ? કોઈને કોઈ સમયે તમારે આ જિંદગીમાંથી વિદાય લેવાની જ છે. આ તો એક મુસાફરખાનું છે. સૌની સાથે મૈત્રીભાવ રાખો. સર્વના હિતની, કલ્યાણની કામના કરો. ‘સૌનું કલ્યાણ થાઓ’ આ જ ભાવના ભાવતા રહો. હવે હું મારું એક પ્રિય કાંવ્ય સંભળાવું છું : કોનાથી બગાડું હું કોનાથી બગાડું ? મારે જીવવું થોડું ને જગમાં કોનાથી બગાડું ? દુનિયા તો જાણે મુસાફિર ખાનું. વહેલા કે મોડા તો સહુએ જવાનું. વાત-વાતમાં ખોટું નહિ રે લગાડું...માટે. પંખીડાં તમે સહુ સાથે જ રહેજો. વડલાની ડાળે તમે વિસામો રે લેજો. ડરશો ના દિલમાં, તમને નહીં રે ઉડાડું...માટે. સંધ્યાના રંગો જેવા આપણા સંબંધો જનમોજનમના આ ૠણાનુબંધો શબ્દોનાં તીર તમને નહીં રે વગાડું...માટે. માણસ છીએ આપણે ભૂલ ભરેલા ક્યારેક ઉજળા તો ક્યારેક મેલા થઈ જાયે ક્યારેક થોડું અવળું ને આડું...માટે. હળવે હળવે હાંકુ જીવતરનું ગાડું...માટે. આ ખૂબ જ મર્મસ્પર્શી કાવ્ય છે. કવિનું કહેવું છે ઃ હું કોની સાથે સંબંધ બગાડું? જ્યારે મારે થોડુંક જીવવું છે, જીવન અલ્પ છે ત્યારે કોની સાથે શત્રુતા કરું ? આ દુનિયા એક મુસાફરખાનું છે. વહેલું કે મોડું - સૌને જવાનું જ છે. એટલા માટે મૈત્રી ભાવના ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ વાતવાતમાં કોઈની સાથે ખોટું નહીં લગાડું. મારી મિત્રતાને અખંડ રાખીશ. જગતના જીવોને કવિ કહે છે - ઓ પંખીઓ! તમે સૌ સાથે મળી પ્રેમથી રહેજો. વટવૃક્ષની ડાળીઓ પર વિશ્રામ લેજો. મારાથી તમે ડરશો નહીં. હું તમને ઉડાડીશ. નહીં. આમ તો આપણા સંબંધો પણ સંધ્યાના રંગ જેવા ક્ષણિક છે. જેમ જિંદગી નાની-ટૂંકી તેમ સંબંધો પણ અલ્પકાલીન જ હોય છે. જ્યાં સુધી ત્રણાનુબંધ હોય છે ત્યાં સુધી સંબંધ રહે છે. હું તમારી ઉપર શબ્દોનાં તીર નહીં મારે. છેવટે તો આપણે મનુષ્ય છીએ ને? ભૂલોથી ભરેલા! કોઈક વાર ઉજળા તો કોઈ વાર કાળા ! ક્યારેક કંઈ આડુંઅવળું થઈ પણ જાય. એટલા માટે પ્રેમથી જીવતરનું ગાડું ચલાવવાનું છે ! સર્વ જીવાત્માઓ બંધુ છેઃ सर्वेऽप्यमी बन्धुतयानुभूताः सहस्रशोऽस्मिन् भवताभवाब्दी। जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥२॥ “સંસારસાગરના સફરમાં સર્વ પ્રાણીઓની સાથે હજારો વાર બંધુતાના સંબંધો બાંધ્યા છે. એટલા માટે સર્વે જીવો તારા બંધુઓ છે. કોઈ પણ શત્ર નથી. એટલા માટે તું વિચાર કર, આ પ્રમાણે ચિંતન કર.” ગ્રંથકાર ઉપાધ્યાયજીએ કેટલી સરસ વાત કરી છે? તાત્ત્વિક વાત કરી છે ! અનાદિ - અનંતકાળના સંસાર-પરિભ્રમણના ચકકરમાં સૃષ્ટિના એક-એક જીવ સાથે આપણા જીવે હજારો વાર ભાઈ-ભાઈના સંબંધ બાંધ્યા છે, એટલા માટે સર્વ જીવ આપણા ભાઈઓ જ છે. એક પણ જીવ શત્રુ નથી. દરેક જીવમાં બંધુત્વની ભાવના આરોપિત કરીને એને મિત્ર માનો, શત્રુ નહીં. શત્રુતાપૂર્ણ વ્યવહાર રાખનાર પ્રત્યે પણ બંધુત્વની ભાવનાને અખંડ રાખો. ખંડિત ન થવા દેશો. એટલા માટે જ્યારે પણ તમે કોઈની સાથે મૈત્રી કરો, પ્રેમ કરો તો તમે સંપૂર્ણ હૃદયથી કરો અને તમારો પ્રેમ પ્રદર્શિત કરતાં ડરો નહીં. તમારો પ્રેમ Open Bookખુલ્લી કિતાબ જેવો બનવા છે, જેથી બધા લોકો વાંચી શકે. પ્રેમ, મૈત્રી દુનિયાની સૌથી શ્રેષ્ઠ - અભુત વસ્તુ છે. એટલા માટે તમારી અંદર રહેલા એ દિવ્ય પ્રેમને સૃષ્ટિમાં વહેવા દો. કોની સાથે પ્રેમ કરવો અને કોની સાથે ન કરવો, એવી ગુંચવણમાં ન પડો. તમે તમારા હૃદયને Open - ખુલ્લું રાખો અને સર્વ જીવો પ્રત્યે સમાનરૂપથી પ્રેમને, મૈત્રીને વહેવા દો. આ પ્રેમ સૂર્ય જેવો છે. સર્વની ઉપર સમાન રૂપે પ્રકાશિત થાય છે. નળની જેમ મૈત્રીને ચાલુ બંધ ન કરવી જોઈએ. મૈત્રી કોઈને બાદ કરતી નથી, કોઈની ઉપર પોતાનો હકક નથી જમાવતી. જે હકક કરવા જશો તો પ્રેમ ગુમાવી દેશો. એને તો વહેવા દો. એ પ્રેમ વધતો જશે અને ૧૧૦ શાન્તસુધારસઃ ભાગ ૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ સૌને માટે આનંદરૂપ અને આશીર્વાદરૂપ બનશે. તમે તમારા હૃદયને ઉત્સાહથી ભરી લો. ગ્રંથકારની આ વાત કૃતજ્ઞતાસભર હૃદયથી સ્વીકારો. આ અદ્ભુત વચનોને આત્મસાત્ કરવાં પડશે. . सर्वे पितृभ्रातृपितृव्यमातृ-पुत्राङ्गजा-स्त्री-भगिनी स्नुषात्वम् । जीवाः प्रपन्ना बहुशस्तदेतत्कुटुम्बमेवेति परो न कश्चित् ॥ ३ ॥ સર્વ જીવો સાથે તારો અનેક વારનો સંબંધ પિતા, ભાઈ, કાકા, માતા, પુત્ર, પુત્રી, પત્ની, બહેન, પુત્રવધૂ વગેરે રૂપમાં થયો છે. આ તમામ જીવોનું જગતુ તારો એક પરિવાર જ છે, પછી તારો શત્રુ કોણ હશે? કોઈ પણ નહીં આવી પ્રતીતિ રાખ. જગત - એક પરિવારઃ ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે કે આપણા પરિવારજનોની સાથે શત્રુતા ન રાખવી જોઈએ અને એ અભિપ્રાયથી એ કહે છેઃ આખું વિશ્વ તારો પરિવાર છે. અનાદિ સંસારમાં સૌ જીવો સાથે તેં સર્વ પ્રકારના સંબંધો બાંધ્યા છે. એક વાર નહીં. અનેક વાર! કોઈક ભવમાં તું કોઈનો પિતા બન્યો છે તો વળી માતા, ભાઈ બન્યો છે, બહેન બન્યો છે. પુત્ર-પુત્રી...પત્ની... પુત્રવધૂ બન્યો છે. સંસારમાં જેટલા સંબંધો છે, એ તમામ સંબંધો તેં બાંધ્યા છે. તો પછી સમગ્ર સંસાર તારો બન્યો કે નહીં? અને પરિવાર સાથે તો શત્રતા ન રાખવી જોઈએ ! આપણા સ્વાર્થ ખાતર પરિવારના માણસોને કષ્ટ ન આપવું જોઈએ! કોઈને કોઈ રૂપમાં પ્રત્યેક જીવે તારી ઉપર નાનો મોટો ઉપકાર પણ કર્યો હશે. આ અનાદિ સંસારમાં. આમ તો આખા જગતના જીવોને આપણા ઉપકારીના રૂપમાં જોવા જોઈએ. ઉપકારી પ્રત્યે દ્વેષ કરવામાં આવતો નથી. પ્રશ્ન વર્તમાનમાં તો પરિવારના લોકો પરસ્પર લડતા-ઝઘડતા હોય છે, કોઈક વાર હિંસા પણ કરી બેસે છે. ઉત્તરઃ આવા લોકો આ મૈત્રી વગેરે ભાવનાઓ માટે યોગ્ય જ હોતા નથી. એટલા માટે તો આજે જ મેં આ ભાવનાઓ કોણ ભાવી શકે એ અંગેની યોગ્યતાનાં લક્ષણો બતાવ્યાં. જે વ્યક્તિ યોગ્યતા સંપન નથી, તે આ ભાવનાઓનું મહત્ત્વ નહીં સમજી શકે. * હું તો તમને લોકોને કહું છું કે બીજાંને જોયા વિના તમે જાતે જ સારામાં સારું શું કરી શકો તેમ છો એ શોધી કાઢીને એ કરવા લાગો. તમને આનંદ મળશે, સંતોષ મળશે. બીજું કંઈક કરવાની ઇચ્છામાં અથવા તો બીજી જગાએ બીજા અવસરોચાન્સ' પ્રાપ્ત કરવાની ઇચ્છામાં સમય અને શક્તિનો દુર્વ્યય ન કરો. તમે મનમાં | મૈત્રી ભાવના : ૧૧૧] Page #126 -------------------------------------------------------------------------- ________________ એવું નક્કી જ કરી લો કે તમે યોગ્ય જગાએ, યોગ્ય સમયે અને યોગ્ય રીતે જ છો. તમે તમારી સપ્રવૃત્તિઓ કરતા જ રહો. એ પ્રવૃત્તિ પ્રેમ અને આનંદથી કરો. જો જો પછી, જિંદગીમાં મજા આવશે. માત્ર તમારે માટે નહીં પણ તમારી આસપાસના લોકો માટે કાર્ય કરો. તમે તમારું જે ઉત્તમ છે તે સમગ્ર જીવસૃષ્ટિને આપી દો; જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી તમે સમગ્ર સૃષ્ટિના અંશરૂપ નહીં બની શકો. તમે પરિવારને પ્રેમ આપો, તેમનું હિત વિચારો અને મૈત્રીસભર વ્યવહા૨ કરો. એવો જ વ્યવહાર એ લોકો તમારી સાથે કરશે. તમે સમસ્ત સૃષ્ટિ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો અને ત્યારે કહેજો કે તમને કેવો ઉત્કૃષ્ટ સંતોષ મળે છે ! એક કાવ્યની કેટલીક પંક્તિઓ સંભળાવું ઃ વ્યોમવૃક્ષો અને તારા, તત્ત્વો પ્રકૃતિનાં બધાં, તેમની સ્થિતિ અને તારી, દીસે છે સમ સર્વદા । તેમની જેમ તારો યે અધિકાર ધરા પરે સમગ્ર વિશ્વ કેરું છો, તું યે સંતાન, વત્સ હૈ ॥ સકળ વિશ્વ મારો પરિવાર છે, તો હું પણ વિશ્વનું જ સંતાન છું.' - આ સત્ય સમજી જશો તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ... પશુ, મનુષ્ય સૌની સાથે તમારો વ્યવહાર દયાપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહેશે. એટલા માટે તમારા પ્રેમને, મૈત્રીને સૃષ્ટિમાં સર્વત્ર વહેવા દો. બીજાંના મનની ચિંતા - ભગવતીદેવી : મૈત્રીની પરિભાષા... પ્રચલિત પરિભાષા છે - ‘પહિતચિન્તા મૈત્રી’। બીજાંના હિતની ચિંતા કરવી એ મૈત્રી છે. એ રીતે બીજાંના મલિન મનની ચિંતા કરવી - ‘એમના મનની શત્રુતા નષ્ટ થાઓ' એ તો શ્રેષ્ઠ મૈત્રી છે. આ બાબતમાં એક સત્ય ઘટના સંભળાવું અને પ્રવચન પૂર્ણ કરું. વાત છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની માતાજી ભગવતીદેવીની. એમની દયા, કરુણા અને મૈત્રી ભાવના જોઈને લોકો એમને ‘દયાની દેવી' કહીને સંબોધતા હતા. એ સ્ત્રી દીન, અનાથ, અપંગ અને ગરીબ લોકોની સેવામાં રત રહેતી હતી. લોકોમાં પણ એમના પ્રત્યે અપાર વિશ્વાસ હતો, એટલા માટે કષ્ટના સમયમાં લોકો એમની પાસે જતાં હતાં. ભગવતીદેવીનો એવો પરોપકારી સ્વભાવ હોવા છતાં કેટલાક ઈર્ષ્યાગ્રસ્ત લોકો વિના કારણે એમના વિરોધી હતા. વધારે પ્રમાણમાં તો એમનાં પાડોશીઓ જ હતાં. એ લોકો ભગવતીદેવીની નિંદા કરતાં અને દરરોજ રાત્રિના સમયે એમના ઘરની ૧૧૨ શાન્તસુધારસ : ભાગ ૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ આગળ કાદવ-કચરો નાખી જતાં. સવારે ભગવતીદેવી કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર શાંતિથી સાફ કરી દેતાં. પછી તો લોકોએ મરેલાં જીવજંતુ નાખવાની શરૂઆત કરી, છતાં પણ ભગવતીદેવી મૌન રહીને સફાઈ કરતાં રહ્યાં. પુત્રે એક દિવસે તો પૂછવું મા, આ બધું ક્યાં સુધી સહન કરતી રહીશ?” માએ જવાબ આપ્યો. ‘મારા દીકરા! જ્યાં સુધી એમની મારા તરફની શત્રુતા છે, એ નષ્ટ નહીં થાય ત્યાં સુધી! હું એ લોકોને સારા મિત્રો બનાવવા માગું છું.’ મૈત્રી ભાવનાના વિષયમાં આજે આટલું કહીને પ્રવચન પૂર્ણ કરું છું. તમે લોકો આ બાબતે ગંભીરતાથી વિચારજો અને મૈત્રી ભાવનાને આત્મસાત્ કરજો. આજે બસ, આટલું જ. [ મૈત્રી ભાવના ન |૧૧૩ | Page #128 -------------------------------------------------------------------------- ________________ શિllઊંસ્કૃદ્ધિારી પ્રવચન ૫૮ મૈત્રી ભાવના ર : સંકલના : | • સર્વ જીવો ભવભ્રમણના ભયથી મુક્ત થાઓ. • તમે સ્વયં પ્રબુદ્ધ બન્યા છો? સર્વત્ર સર્વે જીવો સુખી થાઓ. ધ એલિફન્ટ મેનઃ એક ફિલ્મ. એક ગીધ પક્ષી એક રાજા. મૈત્રી ભાવનાના ચાર પ્રકાર. ઉપકાર મૈત્રી. પાક-કિતાબમાંથી ‘શેતાન' છેકી દીધું. સ્વજન મૈત્રી. • રામની ઉપકાર મૈત્રી. • મૈત્રીનું એક ગીત. Page #129 -------------------------------------------------------------------------- ________________ एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पंचेन्द्रियत्याद्यधिगत्य सम्यक् । बोधिं समाराध्य कदा लभन्ते, भूयोभवभ्रान्तिभियां विरामम् ॥ ४॥ या रागद्वेषादिरुजो जनानां शाम्यन्तु वाक्कायमनोदुहस्तुः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ५ ॥ એકેન્દ્રિયાદિ જીવો પણ પંચેન્દ્રિયત્વ પ્રાપ્ત કરીને સુંદર રીતે બોધિધર્મની આરાધના કરીને, ભવભ્રમણની ભીતિથી ક્યારે મુક્ત થશે ?' આવી ભાવના ભાવતા રહો. | પ્રાણીઓનાં મન-વચન-કાયાને અશુભ પ્રવાહમાં ભરપૂર ખેંચનાર રાગદ્વેષ વગેરે વ્યાધિઓ – બીમારીઓ શાન્ત થઈ જાઓ. સર્વે પ્રાણી ઉદાસીન ભાવના રસાસ્વાદને પ્રાપ્ત કરો. સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ. સર્વે જીવો ભવભ્રમણના ભયથી મુક્ત થાઓઃ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો....ક્યારે તે પંચેન્દ્રિયત્ન પ્રાપ્ત કરશે?” ક્યારે આદિશમાં મનુષ્યત્વ પ્રાપ્ત કરશે? ક્યારે તેઓ અનુકૂળ પરિવાર, નીરોગી દેહ, વિશુદ્ધ દેવ-ગુરનો સંયોગ પ્રાપ્ત કરશે ? ક્યારે તેઓ “બોધિધર્મની આરાધના કરશે અને ભવભ્રમણના ભયથી મુક્ત બનશે?” બીજા જીવો માટે આવી ઉન્નતિની ભાવના ભાવવાની છે, ત્યારે જ સર્વ જીવોની સાચા અર્થમાં હિતચિંતા કરી કહેવાય. આ પારમાર્થિક મૈત્રીની વાત છે. આ આધ્યાત્મિક મૈત્રીની વાત છે. જ્ઞાની પુરષોનો આ નિર્ણય છે કે જીવ જ્યાં સુધી રાગદ્વેષ અને સુખદુઃખનાં દ્વન્દ્રોની ઉપર જઈને ઉદાસીન ભાવનાનો રસાનુભવ ન કરે, ત્યાં સુધી એ સુખી થતો નથી. આધ્યાત્મિક ઉત્થાન થાય છે બોધિધર્મની પ્રાપ્તિથી! શ્રદ્ધાથી ! દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. સર્વજીવ આવો બોધિધર્મપ્રાપ્ત કરે તો?એમનું ભવભ્રમણ સીમિત થઈ જાય અને તે નિર્ભય બની જાય! તમે સ્વયે પ્રબુદ્ધ બન્યા છો? પ્રથમ વાત તો એ છે કે જે વાત મનુષ્યને પોતાને પ્રિય હોય, એ વાત એ બીજાં માટે પણ ઈચ્છી શકે છે. બોધિધર્મની આરાધના કરીને તમે જાતે જ ભવભ્રમણના ભયથી મુક્ત બન્યા છો? તમારો અંતરાત્મા મુક્તિના આનંદનો અનુભવ કરે છે ખરો? તો તમે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે આ ભાવના ભાવી શકો કે સર્વ જીવો બોધિધર્મ પ્રાપ્ત કરીને, ભવભ્રમણના ભયથી મુક્ત થઈ જાય અને મારી માફક પરમાનંદનો અનુભવ કરે ! [મૈત્રી ભાવના ૧૧૫ | Page #130 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ, ઈર્ષ્યા, અસૂયા, કલહ અને અભ્યાખ્યાન આદિ દોષો શાન્ત થઈ ગયા છે ખરા ? તમે એ પરમ શાન્તિનો થોડોક પણ રસાસ્વાદ કર્યો છે ખરો ? તો તમે આવો રસાસ્વાદ સર્વ જીવો પ્રાપ્ત કરે એવી ભાવના ભાવી શકો છો. રાગદ્વેષાદિ વ્યાધિઓ છે. બીમારીઓ છે. એ ઉપશાંત થવી જોઈએ. ભાવના - વિચારોની ભૂમિકા ઉપર તો ઉપશાન્ત થવી જ જોઈએ. એમાં મન પ્રસન્ન રહેશે. પ્રસન્ન અને ઉદાર મન પછી એ પ્રસન્નતા સર્વે જીવોને પ્રાપ્ત થવાની કામના કરી શકે છે, પ્રભુ પાસે પ્રાર્થના કરી શકે છે. સર્વત્ર સર્વે જીવો સુખી થાઓ : મને દુઃખ પ્રિય નથી તો કોઈ જીવને પ્રિય નથી; એટલા માટે કોઈ જીવને દુઃખ ન આપવું જોઈએ. મને સુખ પ્રિય છે તો સર્વ જીવોને સુખ પ્રિય છે ! એટલા માટે તો સર્વ જીવોને સુખ આપવું જોઈએ - આવી ભાવના ટકી રહે કે-સર્વે જીવો સુખી થાઓ... તો સ્વયં કષ્ટ વેઠીને ય બીજાંને સુખ આપશો. જાણીજોઈને કોઈ પણ નાના મોટા જીવને દુઃખ આપવાનું નથી. જે બાળકોને સારા સંસ્કારો મળ્યા નથી, એ બાળકો નાનાં નાનાં દેડકાં આદિ પશુપક્ષીઓને પથ્થર મારીને આનંદ મનાવે છે. વગર કારણે ગાય-ભેંસોને ઠંડા મારે છે. આવા જડબુદ્ધિવાળા લોકોમાં ‘સર્વે જીવો સુખી થાઓ... સૌનું કલ્યાણ થાઓ...' એવી ભાવના હોતી જ નથી. ધ એલિફન્ટ મેન - એક ફિલ્મ ઃ મેં એક પુસ્તકમાં આ ફિલ્મની વાર્તા વાંચી છે. અતિ રોમાંચક છે આ વાર્તા. આ ફિલ્મનું નામ જ એવું છે કે આપણને વિચાર આવે જ કે એમાં શું હશે ? આ વાર્તામાં એવું છે - એક મેળો ભરાયેલો છે. એક પિંજરામાં વિચિત્ર આકૃતિવાળો એક મનુષ્ય ઊભો રાખ્યો છે. એ પિંજરાનો માલિક ટિકિટો વેચીને પૈસા કમાઈ રહ્યો છે. એક હોસ્પિટલનો ડૉક્ટર જ્યારે પિંજરામાં પુરાયેલા વિચિત્ર મુખવાળા મનુષ્યને જુએ છે, તો એની આંખોમાંથી ધીરે રહીને આંસુનાં બે બિંદુઓ ટપકી પડે છે. ગમે તેમ કરીને ડૉક્ટર એ પિંજરાના માણસને હોસ્પિટલમાં લઈ આવે છે. એ માણસે તેના માલિકનો ખૂબ જ માર ખાધો હોય છે. માલિક ક્રૂર હોવાથી અનેક વાર એ મનુષ્યને લાકડીથી મારતો હતો. વિચિત્ર મુખવાળો એ માણસ માત્ર અવાજ કાઢી શકતો હતો, બોલવું પડે તો મુશ્કેલીથી બે અસ્પષ્ટ શબ્દો બોલતો હતો. ડૉક્ટર એને હોસ્પિટલમાં પ્રેમથી રાખે છે. એ હાથી જેવા મુખવાળો માણસ બોલવા લાગે છે. સૌની સાથે વાત કરે છે. પુસ્તકો વાંચે છે. શેક્સપિયરનું નાટક વાંચે છે, વાંચતાં વાંચતાં એને નાટકના સંવાદો યાદ રહી જાય છે. કોઈ કોઈ વાર એકલો-એકલો સંવાદ બોલે છે. એ બાઈબલના પેરેગ્રાફ બોલે છે. ડૉક્ટરની સાથે શાન્તસુધારસ : ભાગ ૩ ૧૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ વાત કરતાં એ કહે છે કે તે જ્યારે પોતાની માતાના પેટમાં હતો ત્યારે હાથીએ એને રસ્તા ઉપર પછાડી દીધી હતી. માતા મરીન ગઈ, પરંતુ પેટમાં જે બાળક હતું તેનું મુખ આવું - હાથી જેવું વિચિત્ર બની ગયું. ડૉક્ટરને એણે કહ્યું મારા મુખને કારણે લોકો મને સતાવવા લાગ્યા, લોકોને આનંદ આવતો હતો. પરિણામસ્વરૂપ હું બોલતો બંધ થઈ ગયો. મારી ક્રિયાઓ પણ વિચિત્ર બનવા લાગી. લોકો મને વધારે સતાવવા લાગ્યા. પરંતુ ડૉક્ટરના હૃદયમાં એને સ્વસ્થ-સુખી બનાવવાની ભાવના જાગી. એણે પ્રેમથી એ મનુષ્યને મનુષ્યના રૂપમાં માની લીધો, એને બોલતો કર્યો અને એનો તમામ વ્યવહાર મનુષ્ય જેવો નોર્મલ થઈ ગયો. માનસિક રીતે તે પૂર્ણતયા સ્વસ્થ બની ગયો. ડૉક્ટરને કેટલો આનંદ અને સંતોષ થયો હશે? સર્વ જીવોને સુખી કરવાની ભાવના ભાવતાં જ્યારે પણ કોઈ પણ જીવને દુઃખમાંથી મુક્ત કરવાનો, સુખ આપવાનો સમય સામે આવે ત્યારે પ્રાણ આપીને પણ સુખ આપવું જોઈએ. બચપણમાં એક ઉપનયકથા સાંભળી હતી. પક્ષી જેવા પક્ષીમાં પણ બીજાંનાં દુઃખ દૂર કરવાની અને સુખ આપવાની કેવી પ્રબળ ભાવના હોય છે, એ વાત આ કથામાં બતાવવામાં આવી છે. એક ગીધ પક્ષી - એક રાજાઃ એક રાજા અને એક સંન્યાસી એક ભયંકર જંગલમાં પહોંચી ગયા. સંન્યાસીએ કહ્યું “આજની રાત અહીં આ વિશાળ વૃક્ષની નીચે જ રોકાઈ જઈએ. સવારે આગળ વધીશું.' રાજાને તીવ્ર ભૂખ લાગી હતી. પરંતુ રાત્રિના અંધકારમાં એ જંગલમાં શું કરી શકે? આ બાજુ ઠંડી હવા પણ જોરથી ચાલતી હતી. સંન્યાસીએ કહ્યું “રાજનું! તને ખૂબ ઠંડી લાગતી હશે, પરંતુ જંગલમાં કયાંયે આગ મળશે નહીં. એટલે ઠંડી સહન કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી.' રાજાએ કહ્યું: ‘તમારી વાત સાચી છે, પરંતુ એક રાતનો તો સવાલ છે. રાત પૂરી થઈ જશે.' સંન્યાસી અને રાજાએ ત્યાં આરામ કર્યો. વૃક્ષની ઉપર પોતાના માળામાં એકગીધ પક્ષી પોતાની પત્ની અને બચ્ચાં સાથે રહેતું હતું. ગીધની પત્નીએ રાજા અને સંન્યાસીની વાત સાંભળી, તેણીએ ગીધને કહ્યું : “આપણા મહેમાનને સખત ભૂખ લાગી છે. રાજાને ભૂખ અને ઠંડી સહન કરવાની આદત હોતી નથી. એ પરેશાન થઈ રહ્યો છે. આપણે અહીં માળામાં સૂઈ જઈએ એ યોગ્ય નથી. તમે ગમે ત્યાંથી મહેમાન માટે આગની વ્યવસ્થા કરો.” ગીધે કહ્યું: ‘તારી વાત સાચી છે. અત્યારે હું ગમે ત્યાંથી આગ લઈ આવું છું.” મૈત્રી ભાવના : [૧૧૭] Page #132 -------------------------------------------------------------------------- ________________ ગીધ ઊડી ગયું અને ક્યાંકથી સળગતું લાકડું લઈ આવ્યો અને તેણે રાજાની પાસે ફેંક્યું. જો કે સંન્યાસી પક્ષીની ભાષા જાણતો હતો, પરંતુ તેણે રાજાને કહ્યું નહીં. રાજાએ સળગતા લાકડાથી આગ પેટાવી, ઠંડીનો ઇલાજ તો થઈ ગયો. સંન્યાસીએ કહ્યું “રાજનું, ભૂખ તો લાગી હશેને?” રાજાએ કહ્યું “અત્યાર સુધી ઠંડીમાં ભૂખ યાદ આવી નહીં, પરંતુ હવે ભૂખ સખત લાગી છે.' સંન્યાસીએ કહ્યુંઃ રાજન્ ! દિવસ હોત તો ગમે ત્યાંથી ફળ વગેરે આહાર લઈ આવત, પરંતુ રાત્રિમાં સંભવ નથી, સવારે અવશ્ય કંઈક કરીશું. પરંતુ રાજાને ભૂખ ખૂબ સતાવતી હતી. તેણે કહ્યું આ ઝાડના પાન ખાઈ લઉં તો? અસહ્ય ભૂખ લાગી છે.' સંન્યાસીએ મના કરી. ઝાડ ઉપરના તેમના માળામાં ગીધ અને એની પત્નીએ સંવાદ સાંભળ્યો. ગીધપત્નીએ કહ્યું: “આપણા મહેમાનને ખૂબ ભૂખ લાગી છે અને રાજાને ભૂખતરસ સહન કરવાની આદત હોતી નથી. એટલા માટે તમે આ બચ્ચાંને સંભાળજો. હું આગમાં કૂદી પડું છું. મને આગમાં શેકીને રાજા ખાઈ લેશે. આપણે ગૃહસ્થ છીએ. આપણે ત્યાંથી અતિથિ ભૂખ્યો જાય એ કેવી રીતે ચાલી શકે? અને હું નીચે પડતાંની સાથે જ જીભ કચડીને મરી જઈશ, એટલા માટે રાજા મને બચાવવા પ્રયત્ન પણ નહીં કરે. આપણે આરામથી આપણા માળામાં સૂતાં રહીએ અને મહેમાન ભૂખથી દુઃખી થાય તો આપણો ગૃહસ્થાશ્રમ લાજે.' ગીધે કહ્યું “તારી વાત સાચી છે, પરંતુ મા વગરનાં બચ્ચાં તડપી-તડપીને મરી જશે, એટલા માટે હું આગમાં કૂદી પડું એ વધારે ઉચિત છે. હું પણ નીચે પડતાંની સાથે જ જીભ કચડીને મરી જઈશ.'ગીધે એ પ્રમાણે જ કર્યું. એ આગમાં કૂદી પડ્યો. પડ્યો તેવો જ રાજાએ એને બહાર કાઢ્યો, પરંતુ એ તો મરી ગયો હતો. સંન્યાસીએ કહ્યુંઃ રાજ!તું ભાગ્યેશાળી છે. પક્ષી તો મરવાનું હતું તે મરી ગયું. તું એને શેકીને ખાઈ લે, તારી ભૂખ શાન્ત થશે.” રાજાએ પક્ષીનું ભક્ષણ કરી લીધું. સંન્યાસીએ કહ્યુંઃ રાજ! હવે તો ભૂખ શાન્ત થઈને?” રાજાએ કહ્યું: “ના, હવે તો ભૂખ વધારે જોરથી લાગી છે. ગીધપત્ની માળામાં આ સાંભળતી હતી. તેણીએ વિચાર કર્યો મારે ત્યાં આવેલો મહેમાન ભૂખ્યો રહે એ કેવી રીતે ચાલી શકે?મારે પણ મારા પતિના માર્ગે જવું પડશે. હે પ્રભુ!બચ્ચાંને સંભાળનારી હું કોણ?પ્રભુ! તું જ એમની રક્ષા કરજે.' તેણે બચ્ચાંને સારી રીતે સુવાડ્યાં. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું અને તે નીચે આગમાં કૂદી પડી, મરી ગઈ રાજાએ એને પકવીને આહાર કર્યો. સાંભળ્યું ને? સુખ કેવી રીતે અપાય છે? સુખ આપવા માટે સ્વાર્પણ કરવું પડે [૧૧૮ | શાનસુધારસ ભાગ ૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ છે ઃ ઃ સ્વજન હોય કે શત્રુ હોય, સુખ આપવા માટે કંઈક ત્યાગવું જ પડે છે. સર્વત્ર સર્વે સુહિનોમવન્તુ - આ વાત માત્ર બોલવાની નથી, સમય આવતાં બીજાંને સુખ આપવું પણ જોઈએ. દુઃખ દૂર ક૨વામાં પ્રયત્ન કરવો જ જોઈએ. મૈત્રી ભાવનાના ચાર પ્રકાર : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘ષોડષક’ નામના ગ્રંથમાં મૈત્રી ભાવનાના ચાર પ્રકારો બતાવ્યા છે - (૧) ઉપકાર મૈત્રી (માધ્યમ ઉપકાર) (૨) સ્વજન મૈત્રી (ઉપકાર ન હોય તો પણ) (૩) પરિજન મૈત્રી (સ્વજન સંબંધ નિરપેક્ષ) (૪) પરહિત ચિંતારૂપી મૈત્રી (સંબંધ નિરપેક્ષ, સર્વ પરિચિતો પ્રત્યે) ઉપકાર મૈત્રી : કોઈ પણ સ્ત્રીપુરુષે આપણા ઉપર નાનો-મોટો ઉપકાર કર્યો હોય, તો સજ્જન અને સાત્ત્વિક પુરુષ એ ઉપકારને કદી ભૂલતો નથી. અબ્રાહમ લિંકન પોતાની ચૂંટણીના કાર્યમાં અતિ વ્યસ્ત હતા. પ્રત્યેક દિવસ અને દરેક જાહેર સભા મહત્ત્વની હતી. એનું લક્ષ્ય હતું યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ થવાનું. એક દિવસ એ જ રીતે ચૂંટણીસભામાં જવાની તૈયારી કરી રહ્યા હતા એ સમયે એક વૃદ્ધ સ્ત્રીનો અગત્યનો - અર્જન્ટ તાર મળ્યો. અબ્રાહમ ગરીબ હતા ત્યારે એ સ્ત્રીના ઘરમાં તેમણે આશ્રય લીધો હતો. પત્ર એનો હતો. લિંકન વકીલ બન્યા - પ્રસિદ્ધ વકીલ બન્યા. પેલી સ્ત્રીએ પોતાના પુત્રનો કેસ લડવા માટે લિંકને પોતાની પાસે બોલાવ્યા હતા. એ માટે પત્ર લખ્યો હતો. એ વૃદ્ધાના પુત્ર વિરુદ્ધ ગુનાઈત માનસ, શરાબી અને નિષ્ઠુર...ખૂન કરનાર તરીકેના આરોપ હતા. લિંકન પત્ર મળતાં જ પોતાની ચૂંટણીસભામાં ન જતાં એ સ્ત્રીની પાસે પહોંચી ગયા અને એના પુત્રનો કેસ લડ્યા. વૃદ્ધાના આનંદની સીમા ન રહી. ચિંતક ડિઝરાયેલી કહે છે - સૌની સાથે પ્રેમ-મૈત્રી કરવા માટે જ આપણો જન્મ થયો છે. અસ્તિત્વનો આ જ નિયમ છે, આ જ લક્ષ્ય છે. પાક - પુસ્તકમાંથી ‘શેતાન' છેકી નાખવામાં આવ્યું : મુસ્લિમ સાધ્વી રાબિયાની વાત છે. એક પુસ્તક વાંચતાં-વાંચતાં તેણે વાંચ્યું ઃ ‘શેતાનનો તિરસ્કાર કરો.’ એને આ કથન ગમ્યું નહીં. એ સાધ્વી વ્યથિત થઈ ગઈ. ૧૧૯ મૈત્રી ભાવના Page #134 -------------------------------------------------------------------------- ________________ એ વાક્યને એણે છેકી દીધું. કેટલાક દિવસો પછી એક મુસ્લિમ સંત રાબિયાની ઝૂંપડીમાં આવ્યા અને રોકાયા. એમણે વાંચવા પવિત્ર પુસ્તક માગ્યું. રાબિયાએ આપ્યું. વાંચતાં-વાંચતાં તેમણે જોયું કે એક વાક્ય છેકી નાખવામાં આવ્યું છે. તેમણે પૂછ્યું : ‘આ વાક્ય કોણે છેક્યું છે ?’ રાબિયાએ કહ્યું ઃ મેં છેક્યું છે, કારણ કે એ વાક્ય આપણને શેતાનનો તિરસ્કાર કરવાની વાત કરે છે, હું તો સર્વ જીવોને મિત્ર માનું છું. શેતાન પણ મિત્ર છે. હું એનો તિરસ્કાર કરી ન શકું.' સંતે કહ્યું : “પરંતુ તું આ પવિત્ર પુસ્તકમાં દખલ કેવી રીતે કરી શકે ? આ ખોટું છે, પાપ છે.' : રાબિયાએ કહ્યું ઃ ‘જે હોય તે ’ તેણીએ નમ્રતાથી પણ દૃઢતાથી કહ્યું : “એ કથન હું સહન નથી કરી શકતી, મારું સમગ્ર અસ્તિત્વ એ વાક્યની સામે પોકારી ઊઠ્યું; મારા પ્રિય સાહેબ ! મારું હૃદય તો પ્રેમથી જ પરિપૂર્ણ ભરેલું છે, ત્યાં તિરસ્કારની ભાવનાને ક્યાં જગા આપું ?’ સંત બોલ્યા : ‘તું સત્ય કહે છે. રાબિયા !' તે પ્રસન્ન થયા. રાબિયાના હૃદયમાં તિરસ્કારને ગા જ ન હતી. શેતાન પ્રત્યે પણ ન હતી. આ છે- મિત્તિ મે સબમૂષુ - સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના આને કહે છે. સ્વજન મૈત્રી : સ્વજન મૈત્રીની એક ઘટના, હૃદયસ્પર્શી ઘટના હમણાં જ વાંચવામાં આવી; સાથે સાથે ઉપકાર મૈત્રીના પણ પ્રસંગમાં હૃદયસ્પર્શી વાત કહેવામાં આવી છે. એ વાત ઐતિહાસિક છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નવાબી રાજ્ય હતું. નવાબે પોતાના બેલાગામને રા’ વંશના ભાયાત-ફટાયાને ભેટમાં આપી દીધું હતું. એક દિવસે દશ-બાર માણસોએ આવીને દરબાર-બાપુને ફરિયાદ કરી, “બાપુ ! કાળા પગીના છોકરા રામલાએ રાજકુમારને માર્યો.’ ‘પરંતુ શા માટે માર્યો ?’ ઠાકુરે પૂછ્યું. દર વર્ષની જેમ માટીના શ્રીકૃષ્ણ બનાવીને ગામના ચોકમાં રાખ્યા હતા. શણગાર કરવામાં આવ્યો હતો. બધાં ત્યાં ગાતાં હતાં, નાચતાં હતાં અને રાસ રમતાં હતાં. ત્યાં રાજકુમારે મૂર્તિને સ્પર્શ કર્યો, તો મૂર્તિનો કાન તૂટીને જમીન ઉપર પડી ગયો. એ સમયે ગ્રામરક્ષક કાળાનો પુત્ર રામ રમવાનું છોડી દઈને ત્યાં ગયો. અને કુમારને એક થપાટ લગાવી દીધી. એક ધોલ મારી દીધી !, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ૧૨૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ અડધી ઉંમર વીત્યા પછી રાજકુમારનો જન્મ થયો હતો, એટલે તે ખૂબ લાડકોડમાં ઊછર્યો હતો. ધીરેધીરે રાજકુમારમાં અપલક્ષણો પ્રવેશી ગયાં. એક જ પુત્ર હતો. ઠાકોર તો મૌન થઈ ગયા. રાણીજીના પુત્ર ઉપર ચારે હાથ હતા, “મારા પુત્રને સૌની વચ્ચે મારનાર એ રામલાને મારી સામે જ મારી નાખો. શરીર ઉપરથી મસ્તક જુદું કરો.” રાજાએ આશ્વાસન આપ્યું અને કહ્યું “આજે આઠમ છે, કોઈના પ્રાણ ન લેવાય, કાલે વાત.' બીજે દિવસે રાજસભા ભરવામાં આવી. દરબારે એક તલવાર મંગાવી અને પોતાની નવી પાઘડી પણ મંગાવી. રામ અને એના પિતા કાળા પગીને બોલાવવામાં આવ્યા. લોકો સમજતા હતા કે પિતાપુત્ર બંનેને આજે દરબાર મારી નાખશે. પરંતુ એ સૌને આશ્ચર્ય થયું, જ્યારે કાળા પગીને ઠાકોરે પાઘડી બંધાવી અને રામની ભેટમાં તલવાર ભરાવી. દરબારે રામલાની પીઠ થાબડી, એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું “શાબાશ રામ! તેંધર્મને માટે પોતાનું મસ્તક કસોટી પર ચડાવ્યું. ધર્મની સાથે ખેલ કરનાર દરબારના પુત્રને તેંબોધપાઠ આપ્યો ! ધન્ય છે તને! મેં તને તલવાર વિશ્વાસથી બાંધી છે. જ્યારે પણ ગામ ઉપર આફત આવે તો તે ગામની રક્ષા કરજે.” - જ્યારે રામ અને તેના પિતા મોતના દરવાજામાંથી સુરક્ષિત પાછા ફરે છે ત્યારે આખું ગામ હર્ષથી નાચવા લાગે છે. બધાં જ બાપુની પ્રશંસા કરવા લાગ્યાં. રામને ધન્યવાદ આપવા લાગ્યાં. ઠાકોરની પોતાના પુત્ર પ્રત્યે આ મૈત્રી હતી! ઠાકોરને કુમારના હિતની ચિંતા હતી. એની ઉદ્ધતાઈ, પ્રજા સાથે દુર્વ્યવહાર અને અનાથોને સતાવવાની દુષ્ટ પ્રવૃત્તિથી ઠાકોર ચિંતિત હતા. આજે રામે કુમારને પાઠ ભણાવ્યો હતો. એનાથી એ પ્રસન્ન હતા. તેમને લાગ્યું કે હવે કુમાર સુધરી જશે. ગ્રામજનોથી ડરશે. એને સ્વજન મૈત્રી કહે છે. ત્યાર પછી તો રામે પણ ઉપકાર મૈત્રીનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. એ જાણતો હતો કે “ઠાકોરે મારો વધ ન કરતાં મારું સન્માન કર્યું છે. મારો અપરાધ ક્ષમ્ય ગણીને નવું જીવન આપ્યું છે. ઉપકારનો બદલો મારે ચૂકવવો પડશે.” અને એ સમય આવી પણ ગયો. પરંતુ એ વાત કહેતા પહેલાં ઠાકોર અને ઠકરાણી વચ્ચે જે સંવાદ થયો તે રોચક છે. જ્યારે ઠાકોર ભોજન કરવા ઘરમાં ગયા ત્યારે તેમનાં રાણી ક્રોધાયમાન હતાં. તેમણે ઉગ્ર સ્વરમાં કહ્યું “છોકરાને મારનારને એમ સજા કર્યા વગર જવા દીધો, એ તો ઠીક, પરંતુ એને તલવાર પણ બંધાવી? શા માટે? હજુ પણ કુમાર જો કોઈ ભૂલ કરે તો તેનું માથું કાપવા માટે જ ને?” | મૈત્રી ભાવના ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ઠાકોરે કહ્યું ઃ ‘રાણી તમે ઠાકોરપત્ની છો, રજપૂતાણી છો, આટલાં ઉગ્ન ન થાઓ. રાજકુમારની જે ફરજ હતી. તે કોળીના છોકરાએ પૂર્ણ કરી ! ધર્મ માટે, ધર્મસ્થાનોની રક્ષા માટે રાજપૂત તલવાર બાંધે છે અને અધર્મીને તલવારથી પાઠ ભણાવે છે. ભગવાન કૃષ્ણની મૂર્તિને ખંડિત કરવાનું પાપ કરનાર આપણો કુમાર આમ શિક્ષાને પાત્ર હતો. ધર્મનું જ્યારે આવું ઘોર અપમાન થાય છે, ત્યારે રાજપૂતો પોતાનું મસ્તક ઉતારી દે છે, એને બદલે કુમારે ભગવાનની મૂર્તિ ખંડિત કરી ! દેવી, આપણા રાજકુમારે તો તમારું દૂધ લજવ્યું છે ! તમે રાજપૂતપુત્રી હોવા છતાં આવા પુત્રનો પક્ષ લો છો ? રંગ છે એ કોળી રામને ! જે ફરજ મારી હતી તે તેણે પૂર્ણ કરી. કુમારને પાઠ ભણાવી દીધો. એની હિંમત કેવી ? રાણી ! આવો મર્દ અને નિર્ભય જવાન જ સમય આવતાં ગામની રક્ષા કરવા માટે માથું પણ આપી દઈ શકે. એટલા માટે મેં રામને તલવાર ભેટ આપીને ધન્યવાદ આપ્યા.' ઠકરાણીને વાત ગળે ઊતરી ગઈ અને તેમનો રોષ ચાલ્યો ગયો. આ બાજુ રામના શૌર્યની, નિર્ભયતાની પ્રશંસા ગામમાં અને આસપાસનાં ગામોમાં થવા લાગી. રામ વધારે નિર્ભય બન્યો. તે ગંભીરતાથી વિચારવા લાગ્યોઠાકોરના ઉપકારનો બદલો તો ચૂકવવાનો જ છે, અવસર આવતાં વાત ! રામની ઉપકાર મૈત્રી આ ઘટનાને પાંચ વર્ષ થઈ ગયાં. એક દિવસે બેલાગામની જાગીર ઉપર શત્રુઓનો હુમલો થયો. ગામની બહાર શત્રુ ટોળીએ હંગામો મચાવી દીધો. ગામ ધ્રૂજવા લાગ્યું. કાયર અને ડરપોક લોકો ઘરમાં છુપાઈ ગયાં. જાગીર દુશ્મનોના હાથમાં જવાની સ્થિતિ આવી પહોંચી. પરંતુ એ સમયે ગામના ઠાકોરે દુશ્મનોનો સામનો કરવા માટે નગારું વગડાવ્યું. ઠાકોર જાતે ઘોડે ચડ્યા, શસ્ત્રો સજ્યાં, અનેક સૈનિકો દુશ્મનોને ભગાડી મૂકવા આગળ આવ્યા. એ સમયે હાથમાં તલવા૨ લઈને રામ ઠાકોરની સામે ઉપસ્થિત થયો. ‘આજે તો મારા માલિક ! આપે જે તલવાર બંધાવી છે, તેનો ઉપયોગ કરીશ. આપ ઊભા રહો અને મારી રમત જુઓ.' રામ વીજળીની જેમ દુશ્મનો ઉપર તૂટી પડ્યો. કેટલાય શત્રુઓને મારીને તે શત્રુઓના સરદાર પાસે પહોંચી ગયો અને પલવારમાં એક જ પ્રહા૨થી સરદારનું મસ્તક વાઢી નાખ્યું ! ઠાકોરના મુખમાંથી પ્રશંસાનો ધોધ ફૂટી નીકળ્યો, ધન્ય છે રામ !...મારા કુમાર, લાખ લાખ ધન્યવાદ ! ધન્ય છે તારી જનેતાને !’ શત્રુઓ ભાગ્યા, પણ રામે એમનો પીછો કર્યો અને પાંચ-સાત શત્રુઓને મારીને એ જમીન ઉપર ઢળી પડ્યો. વીર મૃત્યુ પમ્યો. ૧૨૨ શાન્તસુધારસ : ભાગ ૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ બેલાગામનો ઠાકોર અને પ્રજા ત્યાં પહોંચી, તો રામ મરી ચૂક્યો હતો. બધાં નતમસ્તકે ત્યાં ઊભાં રહ્યાં. રામની રક્તરંજિત કાયા પર પોતાનો ખેસ ઓઢાડીને ઠાકોર અનરાધાર આંસુઓ વહાવી રડવા લાગ્યા. બોલ્યાઃ “ધન્ય બેટા રામ ! મારા हीरा....तें तो भारी साथ राजी !' આજે પણ શેળીગા ડુંગરની તળેટીમાં રામનો પથ્થર-પાળિયો ઊભો છે. હવે એક ગીત ગાઈને આજનું પ્રવચન પૂર્ણ કરું. મૈત્રીનું એક ગીત : करो भाई मैत्री का विस्तार...... हृदय में हो श्रद्धा का संचार.... हृदय हो शत्रुता से मुक्त, हृदय हो मैत्रीभाव संयुक्त, दृष्टि हो ज्ञानी-सी अनुकूल, खिले हो मैत्रीभाव के फूल । कर सकें सबसे निश्चल प्यार ! हृदय में हो श्रद्धा का संचार....१ हमारी वाणी हो रसखान, और हो अधरों का मुस्कान । सदा ही हो परहित - प्रवीण, और व्यक्तित्व सभ्यशालीन । सभी से हो समुचित व्यवहार, हृदय में हो श्रद्धा का संचार.... २ साधना एक मैत्री निर्माण, इसका रखे समुचित ध्यान, करें भावनाओं का विकास जगाए सुप्त आत्मविश्वास । मैत्री आदर्श हो जीवनसार, हृदय में हो श्रद्धा का संचार....३ सदा हो परहित का भाव, सभी जीवों के प्रति सद्भाव, शत्रु के प्रति भी नहीं हो द्वेष, ऐसा बनना हो सबका उद्देश । लगे सारा ही जग-परिवार, हृदय में हो श्रद्धा का संचार....४ खाने जस, खाटसुं ४ મૈત્રી ભાવના ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ શિllGીસ્@ાચિઠ્ઠી પ્રવચન ૫૯ મૈત્રી ભાવના ૩ * સંકલના : | શત્રુતાનું કારણ કર્મોની વિચિત્રતા. કર્મોની ગતિ ન્યારી. મનને બગાડો નહીં. એક કાવ્યઃ મનની કટુતાનું. મનોવિકારોથી બચો. ગુસ્સાની ગુલામી ન કરો. ડૉ. રામમનોહર લોહિયા. સજ્જન રહો. કષ્ટના સમયે કોપ ન કરો. ખરાબ સમયને વાદળોની છાયા સમજો. ખરાબ સ્થિતિમાં શરમાવું ન જોઈએ. તમારી જાતને ઉન્નતિશીલ બનાવતા રહો. આત્મવિશ્વાસ અને દ્રઢ ચરિત્ર. સજ્જનતાનાં બે દ્રષ્ટાંતો. દુર્જનતાનાં બીજ વાવવાથી. આનન્દની દેવી. સુખની દેવી. હરક્યુલિસ, Page #139 -------------------------------------------------------------------------- ________________ विनय ! विचिन्तयमित्रतां त्रिजगति जनतासु । कर्मविचित्रतयागतिं विविधां गमितासु ॥ १ ॥ विनय. सर्वे ते प्रियबान्धवा न हि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो निज सुकृतविलोपि ॥ २ ॥ विनय. यदि कोपं कुरुते परो, निजकर्मवशेन । अपि भवता किं भूयते हृदिरोषवशेन ॥ ३ ॥ विनय. अनुचितमिह कलहं सतां त्यज समरसलीन । भज विवेककलहंसतां गुणपरिचयपीन ॥ ४ ॥ विनय. ૧. ઓ વિનય ! કમની વિચિત્રતાનો શિકાર બનીને અલગ-અલગ ગતિઓમાં ભટકતા ત્રણે લોકના જીવો પ્રત્યે તું મિત્રતાનું ચિંતન કર. ૨. બધાં પ્રાણીઓ તારા મિત્રો છે. દુનિયામાં કોઈપણ તારાંશત્રુ નથી. નાહક ફ્લેશ અને કટુતાને વશ થઈને મનને બગાડ નહીં. બગડેલું મન તારાં તમામ કાર્યો ઉપર પાણી ફેરવી દેશે. ૩. ઠીક છે, કોઈ માણસ પોતાનાં કર્મોને વશ રહીને તારી ઉપર ગુસ્સો કરતો હોય, તો તે વખતે તારે શા માટે ગુસ્સાની ગુલામી સ્વીકારીને સામે ગુસ્સો કરવો જોઈએ? ૪. આ દુનિયામાં ભલા-સારા માણસો માટે ક્લેશ કરવો એ ઉચિત નથી લાગતું. તું તો સમતાભાવના નીરમાં ખેલનારો મીન છે. ક્લેશને છોડી દે. ગુણોના સંસર્ગથી સમૃદ્ધ બનેલ ઓ ચેતન! તું માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિથી યુક્ત બન. શત્રુતાનું કારણ - કમની વિચિત્રતા? ગ્રંથકાર ઉપાધ્યાયજીએ મૈત્રી ભાવનાના કાવ્યના પ્રારંભમાં કહ્યું: “તું ત્રણે લોકના જીવો પ્રત્યે મિત્રતાનું ચિંતન કર.” એટલે કે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મિત્રતાનું ચિંતન કરવાનું કહ્યું. પરંતુ શ્રોતાઓના મનમાં પ્રશ્ન ઊઠે જ છે કે જે લોકો અમારી સાથે, અમારા પરિવાર સાથે, સ્વજન મિત્રોની સાથે શત્રુતાપૂર્ણ દુર્વ્યવહાર કરતા હોય, તેમના પ્રત્યે મૈત્રીભાવનું ચિંતન કેવી રીતે કરે? ન થાય એવું ચિંતન ! આપણા મનની આ ટિંધાને સમજીને ગ્રંથકારે દ્વિધાને દૂર કરવા માટે સર્વ જીવ કર્મવશ છે ! એ જીવો ખરાબ નથી, એમનાં કર્મ-પાપકર્મો એવાં છે, જે એમને અનુચિત-શત્રુતાપૂર્ણ વ્યવહાર કરાવે છે. નવાં પાપકર્મો બાંધીને એ ચારે ગતિઓમાં [ પૈત્રી ભાવના . ૧૨૫] Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિભ્રમણ કરતા રહે છે, ભટકતા રહે છે. આવા ભીષણ ભવસંસારમાં દીન-હીન અને અપરાધી રૂપે ભટકતા જીવો એમનાં પાપકર્મોના ઉદયથી અનુચિત બોલે છે, અનુચિત કરે છે. કર્મોની ગતિ ન્યારીઃ - એક મનુષ્ય ક્રોધ કરે છે, કેમ? એના ક્રોધ મોહનીય કર્મના ઉદયથી ! - એક માણસ અભિમાન કરે છે, કેમ? એના માનમોહનીય કર્મના ઉદયથી. - એક માણસ માયા-કપટ કરે છે, કેમ? એના માયા મોહનીય કર્મના ઉદયથી ! - એક માણસ લોભ કરે છે, કેમ? એના લોભ મોહનીય કર્મના ઉદયથી. લોકો આ ચારે કષાયોને પરવશ થઈને દુર્વ્યવહાર કરે છે. તેઓ પરવશ, પરાધીન છે, એટલા માટે એવું કરે છે. એમના પ્રત્યે શત્રુતા રાખવાની નથી. મૈત્રીભાવ રાખવાનો છે કે ક્યારે એ જીવો કમની પરાધીનતા તોડે અને એમનો આત્મા નિર્મળ, વીતરાગ.. સર્વજ્ઞ બને ! એમના હિતની ચિંતા કરવાની છે.' બીજી વાત છે આપણી. આપણે પણ કર્મપરવશ જીવ છીએ. આપણાં એવાં પાપકર્મો ઉદયમાં આવે તો કોઈ પણ માણસ આપણું અપમાન કરશે, આપણને સન્માન નહીં આપે. આપણો તિરસ્કાર કરશે. આપણું કહ્યું નહીં માને. એવા કેટલાક કર્મો બતાવું છું. પ્રથમ છે અનાદેયનામકર્મ, બીજુંછે અપયશનામકર્મ, ત્રીજું છે દુર્ભાગ્ય નામકર્મ. આ અનાદેય, અપયશ અનેદુર્ભાગ્યકર્મ આદિ સાથે ઉદયમાં આવે તો તમારે બીજાંના અપમાન,તિરસ્કાર, ધૃણાનું ભાજન બનવું જ પડે. કોઈ સ્વજન પણ તમારે કહેવું નહીં માને તમને તમારાં સારાં કાર્યોનો યશ પણ નહીં મળે. તમારી નિંદા થશે. તમારો પરાભવ થશે. લગભગ બધા જીવાત્માઓમાં આ કમ હોય છે. કોઈમાં ઓછા અને અલ્પ સમય માટે તો વળી કોઈમાં વધારે અને વધુ સમય માટે હોય! આવી સ્થિતિમાં આત્મભાવમાં સ્થિર રહીને, ધૈર્યધારણ કરીને મનમા સ્વસ્થતા ટકાવી રાખવાની છે. ક્રોધની સામે ક્રોધ નથી કરવાનો. માન-અભિમાનની સામે અભિમાન નથી કરવાનું. માયા-કપટની સામે માયા-કપટ નથી કરવાનું. નિંદાની સામે નિંદા નથી કરવાની. તમારે તો એ સર્વે કર્મવશ જીવોના માટે હિતકામનારૂપ મૈત્રી ભાવના જ ભાવવાની છે. કોઈ તમારી સામે ક્રોધ કરે તો તમારા મનમાં એના પ્રત્યે શત્રુતાનો ભાવ આવે છે ને? પરંતુ તમે ક્રોધનો સ્વીકાર ન કરો તો ?એ જેની ઉપર ક્રોધ કરે છે તે હુંનથી. હું તો અરૂપી-અનામી છું. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ છે. ભગવાન બુદ્ધ પાસે એક વિદ્વેષી માણસ ગયો અને પુષ્કળ ગાળો બોલવા લાગ્યો. [૧૨૬ શાન્તસુધારસ ભાગ ૩] Page #141 -------------------------------------------------------------------------- ________________ બોલતો જગયો... તે થાકી ગયો અને ચાલ્યો ગયો. બુદ્ધતો મૌન રહ્યા-ધ્યાનસ્થ રહ્યા. પાછળથી જ્યારે એ મનુષ્યનો આવેશ ઊતરી ગયો ત્યારે ક્ષમા માગવા બુદ્ધની પાસે આવ્યો. તેણે બુદ્ધને કહ્યું : “મને ક્ષમા આપો... મેં મોટી ભૂલ કરી છે.’ ‘મહાનુભાવ ! મેં તારી ગાળો ગ્રહણ જ કરી ન હતી, પછી ક્ષમા કઈ વાતની ? હું તો મારા ધ્યાનમાં લીન હતો.’ ‘હું ક્ષમા નહીં આપું.’ બુદ્ધે કહ્યું. હું આપને પગે પડું છું, મને ક્ષમા આપો.' ‘હું તને ક્ષમા નહીં આપું.' બુદ્ધ શાન્તિથી બોલ્યા. ‘આપ તો ક્ષમાના સાગર છો. કૃપા કરો... ક્ષમા આપો.’ તે ઘણું કરગર્યો. ભલે કોઈ ગુસ્સો કરે, પરંતુ તમે ગ્રહણ ન કરો. ભલે કોઈ અપમાન કરે, તમે ગ્રહણ ન કરો. ભલે કોઈ નિંદા કરે, તમે ગ્રહણ ન કરો. તમે તો એવા જીવોની પણ હિતચિંતા કરતા રહો. મિત્રતા નભાવતા રહો. મનને બગાડો નહીં :: – મૈત્રીભાવ ટકાવી રાખવા માટે બીજું ચિંતન બતાવ્યું છે - સર્વ જીવોને પ્રિય બંધુ માનવાનું. ‘સર્વ જીવો મારા પ્રિય બંધુ છે. કોઈ પણ શત્રુ નથી.’ જો આવું જ્ઞાનમૂલક ચિંતન નહીં કરો, તો તમારું મન ક્લેશ અને કટુતાથી ભરાઈ જશે અને બગડેલું મન તમારાં સર્વ સત્કાર્યો પર પાણી ફેરવી દેશે. કોઈ તમારું થોડું પણ નુકસાન કરે, કંઈક બગાડે, તો તમે તમારા મૂલ્યવાન મનને બગાડો છો ! ક્લેશ કરો છો ને ? ક્રોધ અને ઝઘડો કરો છો ને ? એમાં તમને જ નુકસાન થાય છે. તમારું મન કટુતાથી ભરાઈ જાય છે. આવી ભૂલ શા માટે કરવી? ન કરવી. આનો પ્રારંભ પરિવારથી કરવો. - પત્ની તમારું કહ્યું નથી માનતી. સમજાવવા શાન્તિથી પ્રયત્ન કરો. ન સમજે તો એની ઉપર ક્રોધ ન કરો. એની ઉપેક્ષા કરવી. એને મિત્ર જ માનવી. ‘હજુ મારા અનાદેય નામકર્મનો ઉદય છે, એટલે તે મારી વાત માનતી નથી. આઠેય કર્મનો ઉદય થતાં તે માનશે.’ આવું વિચારીને આપણું મન શાંત કરવું. કોઈ વાર એવું પણ બને છે કે કોઈ સંસ્થાવાળા, ટ્રસ્ટવાળા ફાળો લેવા માટે આવે છે, તમે ફાળો આપો છો. પરંતુ ત્રણ-ચાર ફાળાવાળા આવે પછી બીજા પણ આવે છે, તો તમને ગુસ્સો આવે છે ને ? તમે આવનારા સેવાભાવી મહાનુભાવોનું અપમાન મૈત્રી ભાવના ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ પણ કરીદોછો. ગુસ્સોકરીને જવાબ પણ આપી છે, એ લોકો ચાલ્યા જાય છે. પરંતુ, આનાથી તમારું બે-ચાર વાર કરેલું સત્કાર્યપણ વ્યર્થ ચાલ્યું જાય છે. એટલા માટે હર પરિસ્થિતિમાં જીવોને પ્રિય બાંધવ સમજતા રહો અને એમની સાથે સમુચિત વ્યવહાર કરતા રહો. તમારા મનને ક્લેશથી અને કટુતાથી બચાવતા રહો. છતાં પણ મન બગડતું જાય તો તરત જ ક્ષમાથી એને ઠીક કરી લો. સારું બનાવી દો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સાચા અથવા જૂઠા કારણથી તમે કોઈની સાથે શત્રુતા કરો છો. દુશ્મનાવટ કરો છો, તો તમે જાતે જ સંતપ્ત અને વિહ્વળ, વિચલિત થઈ જાઓ છો. હાથે કરીને તમારા મનને વ્યથાગ્રસ્ત કરી દો છો. મનની કટુતા અને આક્રોશને એક કવિ (હેમરાજ સુંદર)એ કાવ્યમાં ઉતાર્યા છે, વિચારજો, એનું મન કેવું બની ગયું હશે! इसलिए तुमने मुझे कुचला, मेरी भावनाओं को रौंदा, प्रतिभाओं को छुरे-चाकू, बंदूक अणुओं-परमाणुओं के बीच किया मुझे सताया और मेरा हक छीना !! फिर भी मैं टूटा नहीं, मैं कभी झुका नहीं, मेरे कथ्य कभी सोए नहीं, और अब जब भी तुम मंच से नई सभ्यता की बात करते हो मुझे तुम्हारी कोई नई चाल लगती है ! वह हर प्राणी आहत होगा, जो तुम्हारी जुबान रोकेगा !! इसी डर से, तुम्हारे इर्द-गिर्द के कुत्ते अपनी दुम हिलाते रहते हैं, तुम्हें मालिक जानकर तुम्हारे तलवे चाटते फिरते हैं! और बेहया नटों की तरह यहाँ-वहाँ तमाशा दिखाते रहते हैं। अब मैं भी तुम्हें पहचान गया हूँ और यह जान गया हूँ कि तुम कितने पानी में हो ! मैं यह भी जान गया हूँ कि मांगने से कुछ भी प्राप्त नहीं होता है ! इसलिए मैं गढ रहा हूँ अपने हाथों को मजबूत - ताकि सुलगती मशाल लेकर तुम्हें नंगा कर सकूँ बीच सड़क पर !! | १२८ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #143 -------------------------------------------------------------------------- ________________ મનોવિકારોથી બચોઃ મનોવિકારોના બે સ્તર છેઃ એક એ, જેમને નૈતિક ક્ષેત્ર સંબંધિત કહેવામાં આવે છે. છલ, પ્રપંચ, દ્વેષ, અપહરણ જેવા કુટિલ ચિંતનથી જ વ્યભિચાર, અનાચાર, ચોરી, ઠગાઈ, આક્રમણ, આઘાત આદિ અપરાધોના રૂપમાં પ્રકટ થાય છે. બીજો સ્તર છે - આચરણના આવેશનો, ચિંતા, ભય, આશંકા, અવિશ્વાસ, ઉદ્વેગ, કામુક દ્રષ્ટિ,વિક્ષોભ,નિરાશા, ચીડ જેવી અનેક કુકલ્પનાઓ છે, જેમને કોઈને કોઈ બહાને ઊપજાવીને, વધારીને અને છાતીએ લગાડીને જીવે છે. વાસ્તવિક કારણ તો અલ્પ જ હોય છે, પરંતુ વર્તનને-આચરણને સ્થાયી બનાવીને એની પર એવો રંગ લપડે છે કે એમને સ્વયં વસ્તુસ્થિતિ જેવું પ્રતીત થાય છે. ભલેને તે નિરર્થક અને ઉપહાસાસ્પદ લાગતી હોય - આવા મનોવિકારોમાં એક છે ઉદાસીનતા. પોતાને એકાકી અનુભવનારા, બીજા પ્રત્યે ઉદાસી-ઉપેક્ષાથી વર્તનારા અને સાથે સાથે રાઈનો પહાડ બનાવીને રજમાત્ર કઠણાઈઓને ભારે સંકટ સમજે છે અને તનાવગ્રસ્ત રહે છે. આ દિવસોમાં બંને પ્રકારના મનોરોગીઓની ભરમાર છે. જાણીજોઈને યા તો અજાણતાં લોકો આના સકંજામાં ફસાય છે. તનાવગ્રસ્ત લોકોમાં વધારે પ્રમાણમાં માણસોને દરરોજ ચિત્ર-વિચિત્ર રોગ થતા રહે છે. નિરાશા, આશંકા, ચિંતાની પરિસ્થિતિ સકારણ હોય યા અકારણ હોય, એનો પ્રભાવ માનસિક તનાવના રૂપમાં નિશ્ચિત સ્વરૂપે હોય છે. આ બધાના લીધે જ અનિદ્રા, સ્વલ્પ નિદ્રા જેવી અનેક વ્યથાઓ ઊભી થાય છે. એટલું જ નહીં અપચો પણ રહેવા માંડે છે. રક્તસંચાર અને શ્વાસ-ઉચ્છવાસમાં શિથિલતા આવી જાય છે. એને કારણે બીજા છૂટાછવાયા. રોગો ઉત્પન્ન થાય છે. એટલા માટે મનને સ્વસ્થ અને પરિક્ત રાખો. સ્વસ્થ અને પરિષ્કૃત મન મૈત્રી ભાવનાથી બને છે. સર્વ જીવો મારા પ્રિય બંધુઓ છે, કોઈ પણ જીવ મારો શત્રુ નથી, આ વાત અંતઃકરણમાં સ્થિર કરવાની છે. વેરભાવથી મનને મુક્ત રાખવાનું છે. આધ્યાત્મિક પ્રગતિમાં પરિષ્કૃત-નિર્વિકાર મનનું પ્રભાવક યોગદાન છે, એટલા માટે મનને પરિષ્કૃત, પરિમાર્જિત અને જાગૃત રાખો. ગુસ્સાની ગુલામી ન કરોઃ મૈત્રી ભાવનાના વિકાસમાં અવરોધભૂત છે ક્રોધ, રોષ, ગુસ્સો. કોઈ મનુષ્ય કર્મવશ તમારી સામે ક્રોધ કરતો હોય તો કરવા દો. તમે ક્રોધના ગુલામ બનીને એની સામે ગુસ્સો ન કરો. કોઈ જરૂરી નથી કે સામાવાળો ક્રોધ કરે તો આપણે ક્રોધ કરવો જ જોઈએ! મૈત્રી ભાવના ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ એક વાત સમજી લો - ક્રોધ કરવાથી, વેર બાંધવાથી, શત્રુતા કરવાથી નરકતિર્યંચ ગતિમાં જીવને જન્મ ધારણ કરવો પડે છે. અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. એટલા માટે કદી કોપના, ગુસ્સાના ગુલામ ન બનો. એક કવિએ કહ્યું જો કોવારે કો દયે છે, આપણ પહેલી રે ગાળ, તે ઉપર ઉપશમ ધરી છે, વલતું વચન ન વાળ. પ્રાણી. આણ રે ઉપશમ સાર! . વિરુઓ વૈરી શું કરે છે? મારે એક જ વાર, ક્રોધરૂપ રિપુ જીવને જી, દીયે અનંત સંસાર...રે પ્રાણી. ક્ષમા ખગ નહીં જે કરે છે, તે દુઃખિયા સંસાર. ક્રોધ-મોધ શું સુઝતા. કિમ નવિ પામે પાર પ્રાણી. તમે આ કાવ્યનો અર્થ સમજ્યા ને? જ્યારે પણ આપણને કોઈ ગાળદે, એ સમયે એની ઉપર ઉપશમભાવ ધારણ કરી, એને ઉત્તર જ ન આપવો! મૌન રહેવું! શત્રુ વધારેમાં વધારે શું કરશે ? એક જ વાર મારી નાખશે ને? પરંતુ આ ક્રોધ-શત્રુ તો જીવને સંસારમાં અનેક વાર મારે છે, મોતને ઘાટ ઉતારે છે. એટલા માટે ક્ષમાની તલવાર જો પાસે નહીં રાખો તો સંસારમાં દુઃખી થઈ જશો. એટલા માટે ક્રોધરૂપી યોદ્ધાથી યુદ્ધ કરીને, એને પરાજિત કરીને ભવ પાર ઊતરી જાઓ. મૈત્રીભાવને જીવંત રાખવા માટે મનને ઉપશાંત બનાવવું જ પડશે. ક્રોધ ઉપર વિજય પામવો જ પડશે. નહીંતર મૈત્રી ભાવના ખંડિત થવામાં વાર નહીં લાગે. શત્રુતા આત્માને અધોગતિમાં લઈ જશે. ડૉ. રામમનોહર લોહિયાઃ ભારત સ્વતંત્ર થયું ત્યારથી લોહિયાજી પાલામેન્ટમાં સદસ્ય હતા. એઓ ખૂબ સારા પાલમેન્ટેરિયન ગણાતા હતા. જવાહરલાલ નેહરુના એ કટ્ટર વિરોધી હતા. એમના જીવનનો એક પ્રસંગ છે. એ હાઈવે પર ગાડી ચલાવતા હતા અને આગળની ગાડી સાથે એક્સીડન્ટ થઈ ગયો. એ ગાડીનો ડ્રાયવર બહાર આવ્યો અને ક્રોધમાં બોલ્યોઃ “અરે મૂર્ખ! અંધ! તારી ગાડીની આગળ કોઈ છે, તને દેખાતું નથી? જાણે જંગલી કૂતરો પાછળ પડ્યો. હોય એમ તું ગાડી ચલાવી રહ્યો છે. દુષ્ટ... જડબુદ્ધિ...' એ ટ્રક ડ્રાયવર હતો. એ લોહિયાજીને ગાળો બોલતો હતો. ડૉ. લોહિયાએ ક્ષમા માગી, છતાં પણ તેનો રોષ ઓછો ન થયો. એ જોરજોરથી બૂમો પાડવા લાગ્યો અને તેણે કહ્યું હું પોલીસ બોલાવી લાવું છું તે અહીં જ રહેજે, અહીંથી ખસતો નહીં.' તે ડ્રાયવર પોલીસ બોલાવવા ગયો. લોહિયા એની રાહ જોતા ત્યાં જ ઊભા [૧૩૦ શાન્તસુધારસ ભાગ ૩ ૧૩૦ શાસ્તસુધારસ : ભાગ ૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ રહ્યા. ત્યાં આવતા-જતા લોકોએ તેમને ચાલ્યા જવા કહ્યું, પરંતુ તે ખસ્યા નહીં. એક કલાક પછી એ ડ્રાયવર એકલો પાછો આવ્યો. પોલીસવાળાઓને ગાળો બોલતો હતો. લોહિયાજીએ કહ્યું: “દોસ્ત ! પોલીસને ગાળો ન દે. તારી ઇચ્છા મને સજા કરવાની હતી ને?” “હા, ચોકકસ.' “તો પછી મને સજા કર, દોસ્ત ! હું દંડ ભરવા તૈયાર છું.’ અરે, તમે તો ભલા આદમી છો, સાચે જ તમે તો મારે માટે એક કલાક રાહ જોઈ, એ જ સજા થઈ ગઈ. મારા પ્રિય ભાઈ! મને તો કલ્પના જ નહતી કે તમે અહીં રોકાશો.” લોહિયાએ ઇછ્યું હોત તો તે પોતાનો પરિચય આપીને એને ધમકાવી શક્યા હોત. એ પોતે પણ બે-ચાર ગાળો બોલી શકતા હતા, પરંતુ તેઓ વિદ્વાન હતા, સમજદાર હતા. તેમણે ગાળોની સામે મૌન ધારણ કર્યું. ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે - ભલા-સજ્જન લોકો માટે ક્લેશ કરવો, ઝઘડો કરવો સારું નથી લાગતું. સજ્જન લોકો તો સમતારસનાં નીરમાં રમનારાં મીન છે. ગુણોના સંસર્ગથી સમૃદ્ધ બનેલા તમે માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિવાળા બનો. સજજન રહોઃ 'ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે તમે સજ્જન છો, સમારસમાં રહેનારામન છો. તમને કોઈ પણ પ્રકારનો ઝઘડો કરવો, શત્રુતા કરવી એ સારું નથી લાગતું. તમે ગુણસમૃદ્ધ છો. તમે માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિવાળા બનો. અપ્રિય, અરુચિ અને અસંતુષ્ટ કરનારી પરિસ્થિતિઓ ન્યૂનાધિક માત્રામાં દરેકની સામે આવે છે. એનાથી કોઈ પણ પૂર્ણતયા સુરક્ષિત નથી રહી શકતું. પૂરી રીતે બચી શકતું નથી. પરંતુ એ વાત અવશ્ય છે કે જો સજ્જન પુરુષ ઈચ્છે તો એ વિપત્તિઓની પાછળ આવનાર ભયંકર અને વિનાશક આપત્તિની જંજાળોથી સહજ રીતે બચી શકે છે અને સહેલાઈથી એ આપત્તિની થોડાક સમયમાં જક્ષતિપૂર્તિ કરી શકે છે. કઠણાઈ સામે લડવું અને એને પરાસ્ત કરી પોતાના પુરુષાર્થનો પરિચય કરાવવો એ મનોવૃત્તિ સજજન એવા વીર પુરુષોને શોભારૂપ છે. સજ્જનોને કોઈનો ડર નથી હોતો. એમને તો પોતાનું ભવિષ્ય સદાય માટે સોનેરી દેખાય છે. મૈત્રીભાવના એમના મનમાં સદાય ઉત્સાહ અને આશાની જ્યોત મૈત્રી ભાવના છે. ૧૩૧] Page #146 -------------------------------------------------------------------------- ________________ દીપ્ત રાખે છે. જીવનમાં ત્રણ સાચા સાથી છે - સમતા, સાહસ અને પ્રયત્ન. જે સજ્જન આ ત્રણેને સાથે રાખે છે એ શાન્ત, નિર્ભય અને જીવંત રહે છે. એનું કોઈ કશું જ બગાડી શકતું નથી. સજ્જનોએ મુશ્કેલીના સમયમાં પોતાની માનસિક સમતુલા સદેવ ટકાવી રાખવાનું મહત્ત્વ સમજી લેવું જોઈએ. ખરાબ સમયમાં પણ દ્રઢ રહેવાનું છે. અંધકારમાં રહીને પણ પ્રકાશપૂર્ણ પ્રભાતની પ્રતીક્ષા કરતા રહેવાનું છે. આવો સજન પુરુષ સહજતાથી દુર્ગમતાને પાર કરી જાય છે. કષ્ટના સમયે કોપ ન કરો: માનસિક સંતુલન કાયમ રાખવાથી ન તો શારીરિક સ્વાચ્ય નષ્ટ થાય છે કે ન તો માનસિક ગડબડ થાય છે. નતો એનાથી મિત્રો ઉદાસીન બને છે અને ન શત્રુઓ ઊકળી ઊઠે છે. હવે માત્ર આકસ્મિક વિપત્તિની ક્ષતિપૂર્તિનો પ્રશ્ન રહે છે. અત્યધિક ઉગ્ર આકાંક્ષા અને પૂર્વ અનુભવના આધારે તે પોતાની વિવેકબુદ્ધિથી એવાં સાધનો એકત્ર કરે છે, એવો માર્ગ શોધી કાઢે છે કે જેથી તે સુખદાયી પરિસ્થિતિ પ્રાપ્ત કરી લે છે. જે ખરાબ સંજોગોમાં સમતા, સાહસ અને પુરુષાર્થને ટકાવી રાખે છે એ ભાગ્યવંત સજ્જન પુરુષ જીવનભર કદીય દુર્ભાગ્યની ફરિયાદ કરતો નથી. કષ્ટનો સમય એને કર્મોનો કોપ નહીં પરંતુ સમતા, સાહસ અને પુરુષાર્થની પરીક્ષા કરવાનો પડકાર દેખાય છે. એ પડકારને સ્વીકારવાનું ગૌરવ લેવા સદાય તૈયાર હોય છે.. ખરાબ સમયને વાદળોની છાયા સમજોઃ એક વ્યક્તિને એક ઘટના વજપાત સમાન અસહ્ય લાગે છે. પરંતુ સજ્જન અને સાહસિક માણસ ઉપર જ્યારે એ જ ઘટના આવી પડે છે, તો તે બેપરવાહીથી કહે છે: “અરે, શું ચિંતા છે, જે થવાનું છે તે થશે ત્યારે જોયું જશે.' આવા લોકો માટે એ દુર્ઘટના “સ્વાદપરિવર્તનની જેમ એક સામાન્ય વાત હોય છે. વિપત્તિ પોતાનું કામ કરતી રહે છે. એ લોકો પોતાનું કામ કરતા રહે છે. વાદળોની છાયાની જેમ ખરાબ ઘડી આવે છે અને સમયાનુસાર ટળી જાય છે. સજ્જન-બહાદુર આદમી દરેક નવી પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. વીતેલા દિવસોમાં કદાચ એ એશઆરામનાં સાધનોનો ઉપભોગ પણ કરતો હતો અને અત્યારે જ્યારે એને મુશ્કેલીભય દિવસો - અભાવનો સમય વિતાવવો પડતો હોય છે, તો તે માટે તે તૈયાર હોય છે. આ પ્રકારનું સાહસ ધરાવનારો સજ્જન પુરુષ જ આ સંસારમાં સુખી જીવન વ્યતીત કરી શકે છે. [૧૩ર ડો. શાન્તસુધારસ ભાગ ૩] Page #147 -------------------------------------------------------------------------- ________________ ખરાબ સ્થિતિમાં શરમાવું ન જોઈએ ઃ પહેલાં સમૃદ્ધ સ્થિતિમાં રહીને પાછળથી જે વિપત્તિની સ્થિતિમાં આવી પડે છે, તેઓ વિચારે છે : 'લોકો આપણી મશ્કરી કરશે.' આ ઉપાસ-મશ્કરીની શરમથી લોકો ખૂબ દુઃખી થાય છે. વાસ્તવમાં તો આ પોતાના મનની માત્ર કમજોરી છે. લોકોની ટીકા યા ઉપહાસના ભયથી પોતાની જાતને શરમમાં ડૂબેલી રાખવી. એ માણસની મોટી ભૂલ છે. ચોરી કરવામાં, ખોટું કરવામાં, દુષ્ટતા, નીચતા યા પાપકર્મ યા તો અધર્મ કરવામાં લાજ-શરમ આવવી જોઈએ. આ કોઈ શરમની વાત નથી કે કાલે દશ રૂપિયા હતા અને આજે બે જ રહ્યા ! કાલે સમૃદ્ધ સ્થિતિ હતી, આજેવિપન્ન સ્થિતિ છે. પાંડવો એક દિવસે રાજગાદી ઉપર શોભિત હતા, તો એક દિવસ એમને મહેનત-મજૂરી કરી અજ્ઞાતવાસમાં પેટ ભરીને દિવસો વ્યતીત કરવા વિવશ બનવું પડ્યું ! રાણા પ્રતાપ અને રાજા નળનું ચરિત્ર જેમણે વાંચ્યું છે; તેઓ જાણે છે કે એ પ્રતાપી સજ્જન મહાપુરુષો એક સમયે અતિ દીન-હીન દશામાં રહી ચૂક્યા હતા, પરંતુ એને માટે કોઈ સુજ્ઞ પુરુષ એમનો ઉપહાસ નથી કરતો ! મૂર્ખ અને બુદ્ધિહીનોના ઉપહાસનું તો કોઈ મૂલ્ય નથી. તેમનું મુખ તો કોઈ બંધ નથી કરી શકતું. તે તો દરેક સ્થિતિમાં ઉપહાસ કરે છે. એટલા માટે મશ્કરી થશે’ એવા ખોટા ભયને કલ્પનામાંથી દૂર કરી દેવો જોઈએ અને જ્યારે વિપત્તિની સ્થિતિમાં જીવવાની સ્થિતિ આવી જાય, તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. તમારી જાતને ઉન્નતિશીલ બનાવતા રહો કોઈ મોટું કામ, મોટી યોજના નિર્ધારિત કરવાની સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નિશ્ચિત કાર્ય કરવામાં વિઘ્નો ટપકી શકે છે : શ્રેયાંસિ વૈવિઘ્નાનિ સારા કાર્યમાં સો વિઘ્નો-અડચણો આવી શકે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફ્ળતાનો માર્ગ ખતરાઓનો માર્ગ છે. જે ખતરાઓથી ડરે, જેને કષ્ટ સહન કરવામાં ભય લાગે છે, કઠોર પરિશ્રમ કરવો જેને નથી ફાવતો, તેણે પોતાને ઉન્નતિશીલ બનાવવાની કલ્પના છોડી દેવી જોઈએ. અદમ્ય ઉત્સાહ, અતૂટ સમતા, અવિચલ ધૈર્ય, નિરંતર પરિશ્રમ અને ખતરાથી લડવાનો પુરુષાર્થ જ શાણાસમજુ માણસને સફળ બનાવી શકે છે. આ તત્ત્વોની સહાયતાથી લોકો ઉન્નતિના ઉચ્ચ શિખર ઉપર ચડે છે અને મહાપુરુષ બને છે. આત્મવિશ્વાસ અને દૃઢ ચરિત્રઃ સજ્જન પુરુષે આત્મવિશ્વાસ અને દૃઢ ચરિત્રનો પાયો પોતાની મનોભૂમિમાં મૈત્રી ભાવના ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ નાખી દેવો જોઈએ. ખરાબ લોકોની દુષ્ટતા એની સાથે ટકરાઈને એ રીતે નિષ્ફળ થઈ જાય છે, જેમ ગેંડાની ઢાલ ઉપર અથડાયેલી તલવાર નિષ્ફળ જાય છે. વિવેકશીલતા અને આત્મગૌરવનું ધ્યાન રાખતાં સર્વ દુષ્પ્રભાવોને નિરસ્ત કરતા રહેવું જોઈએ. તમારી સત્પ્રવૃત્તિઓને વિકસિત કરતા રહો અને સાથે સાથે દુષ્પ્રવૃત્તિઓથી આત્મરક્ષા કરવામાં પણ સમર્થ બનો. સજ્જનતાનાં બે દૃષ્ટાંતો એક શેઠનો નોકર બેપરવા અને કામચોર હતો. ઘરના લોકો કહેતાઃ ‘આને કાઢી મૂકવો જોઈએ.’ શેઠની પત્નીએ કહ્યું : “એને કાઢી ન મૂકીએ, સુધારીએ.’ બીજે દિવસે ગરમ પાણી અને નાહવાનો રૂમાલ લઈને ઉપસ્થિત થઈ અને નોકરને જગાડતાં શેઠાણી બોલી : 'સ્નાન કરી લો, ત્યાં સુધીમાં તો હું ચા બનાવીને લાવું છું.' નોકર તો પાણી પાણી થઈ ગયો. શેઠાણીની આ સજ્જનતાને જોઈને એ બીજે દિવસથી બધાં કામ સમયસર કરવા લાગ્યો, એને કાઢી મૂકવાનો પ્રશ્ન ન આવ્યો. પછી તો તે ઘરના સભ્ય જેવો જ થઈ ગયો. - સંત તુકારામની પત્ની અતિ કર્કશ સ્વભાવની હતી. એક વાર એને માટે કોઈ ખેડૂતે શેરડીનો ભારો મોકલ્યો. રસ્તામાં જે કોઈ સંબંધીનાં બાળકો મળ્યાં તેમને તુકારામે એક-એક કરીને બધી શેરડી આપી દીધી. ઘર માટે એક શેરડી બચી, એ તેમણે પત્નીને આપી દીધી. પત્ની શેરડીની રાહ જોતી હતી. એક જ શેરડી મળતાં તેણે કારણ પૂછ્યું. તુકારામે કહ્યું, તો તે ખૂબ ક્રોધિત થઈ અને એ શેરડીનો સાંઠો તેણે તુકારામની પીઠ પર એટલા જોરથી માર્યો કે તે તૂટીને બે ટુકડા થઈ ગયા. તુકારામને જોરથી વાગેલું, આટલું બન્યું છતાં સંતનું મન સંતુલન ખોઈ ન બેઠું. ઊલટાનું મારનાર હાથની પ્રશંસા કરવા લાગ્યા - હાથ કેવા સાધેલા છે કે શેરડી બરાબર મધ્યમાંથી જ તૂટી. શેરડીના ટુકડાનો સારો નરમ ભાગ પત્નીને આપ્યો અને કઠણ ભાગ પોતે લઈ લીધો. ન ક્રોધ કર્યો, ન ઠપકો આપ્યો. દુર્જનતાનાં બીજ વાવવાથી સિંધુરાજના રાજ્યમાં ‘બકમુઆર’ નામનો એક ભયંકર દસ્યુ થઈ ગયો. એણે યુવાવસ્થાનાં ૨૦ વર્ષોમાં હજારોની કતલ કરી અનેપ્રચુર સંપત્તિ લૂંટી, પકડાઈ જતાં એને મૃત્યુદંડ મળ્યો. એ સમયે એને એનાં સંબંધી મળવા ગયાં; તેણે તેની માતાને મળવાનો ઇન્કાર કર્યો. કારણ પૂછતાં તેણે કહ્યું : ‘બચપણમાં મેં એક સુવર્ણમુદ્રા ચોરી હતી અને મારી માતાને આપી દીધી હતી ત્યારે તેણે મારી હોશિયારીની પ્રશંસા કરી હતી એટલું જ નહીં, મને પ્રેમથી પુરસ્કાર પણ આપ્યો હતો. એ દિવસથી બદલાયેલું જીવન આ ૧૩૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિના રૂપમાં છે. એ માતાના પ્રોત્સાહનનું આ ફળ છે કે હું એટલો નીચ બન્યો અને મૃત્યુદંડનો ભાગીદાર થયો.’ આનંદની દેવી : આજે હું તમને યૂનાનના હરક્યૂલિસની એક કથા - જે ઉપનયયુક્ત છે એ સંભળાવું છું. એ દિવસોમાં એ ઠીકઠીક અસમંજસમાં હતો. એની સમજમાં આવતું ન હતું કે જીવન માટે કયા માર્ગને પસંદ કરવો ? એના મિત્રો, સંબંધીઓ, કુટુંબીઓ બધા જ પોતાની ચતુરાઈથી ભરપૂર ઐશ્વર્ય-વિલાસનો ઉપભોગ કરી રહ્યા હતા. સુખભોગમાં નિમગ્ન સૌની સલાહ હતી કે એ પણ એ માર્ગનું જ અનુસરણ કરે કે જેના ઉપર એ બધાં ચાલતાં હતાં. મિત્રોએ સલાહ આપી : ‘તુ યુવાન છે. તારામાં ભરપૂર સાહસ છે. શારીરિક દૃષ્ટિથી પણ તું દેવકુમાર લાગે છે. યૂનાનની સુંદરીઓમાં પણ તારા વિશે અનેક લોકવાયકાઓ છે. એ બધી જ તને વરવા ઇચ્છે છે. તારી પાસે પૂર્વજોની અપાર સંપત્તિ છે. યશ, સન્માન અને વૈભવવિલાસ ભર્યા ભર્યા જીવનનો ભરપૂર ઉપયોગ કર.’ પરંતુ કોણ જાણે કેમ, એને આ બધાંની સલાહ પસંદ ન આવી. એનું મન કોઈક અજાણ્યા ભયથી કંપી ઊઠ્યું. એને લાગતું હતું કે સૌના દ્વારા બતાવવામાં આવેલો માર્ગ જીવનને નષ્ટ કરી દેનારો માર્ગ છે. માનવજીવન સુખભોગથી ઊંચેરું છે. પરંતુ કેમ એ એની સમજમાં આવતું ન હતું. એક અણઉકલ્યો કોયડો એની સામે હતો; જેનો ઉકેલ એ શોધતો હતો, પણ કોઈ માર્ગ એને મળતો ન હતો. ઉદ્વેગ, પરેશાની અને ઊંડા અસમંજસની આ મનોદશામાં એ ઘર છોડીને એકાન્તમાં ચાલ્યો ગયો. એકાન્તમાં તે દૈવી તત્ત્વોની આરાધનામાં તલ્લીન થઈ ગયો. સુખની દેવી પ્રસન્ન ઃ દિવસો વીતતાં તલ્લીનતા પણ વધી ગઈ. એક રાત્રે તેની સામે બે જ્યોતિપુંજ પ્રકટ થયા, જે થોડીક જ ક્ષણોમાં બે દેવીઓમાં બદલાઈ ગયા. બંને દેવીઓ એકએકથી ચડિયાતી સુંદર હતી. જ્યોતિર્મય હતી. બંને એક બીજીને પાછળ ધકેલતી આગળ આવી અને કહેવા લાગી. પહેલી દેવી બોલી : 'તું કઈ દુશ્ચિંતામાં પડ્યો છે ? તું મારું અનુસરણ કર. હું તને સંસારની તમામ ચિંતાઓથી મુક્ત કરીશ. હું તને એશ-આરામની દુનિયામાં લઈ જઈશ, જ્યાં કોઈ વસ્તુની કમી નહીં હોય. ખાવા માટે એક-એકથી ચડિયાતા વ્યંજનો હશે. પહેરવા અસાધારણ વસ્ત્રાલંકારો હશે. રહેવા ભવ્ય મહેલ હશે. સૂવા માટે મખમલ ગાદી અને રત્નજડિત પલંગ હશે. મહેલની ચારે બાજુ સુંદર બાગબગીચા હશે. વાતાવરણ સુંદર-સુગંધિત અને લોભાવનારું હશે. તું મારું અનુસરણ કર. હું તને સાંસારિક દુઃખદારિદ્રયથી મુક્ત રાખીશ.’ મૈત્રી ભાવના ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ દેવીની સલાહ ઉપર હરક્યૂલિસ ધીરેથી મલકી ઊઠ્યો. આ એ જ સલાહ હતી કે જે એના મિત્રો, કુટુંબીઓ એને આપતાં હતાં. થોડીક વાર ચુપ રહીને તેણે એ દેવીને એનું નામ પૂછ્યું. દેવીએ કહ્યું ઃ “ઐશ્વર્યના અભિલાષી તો મને ‘સુખની દેવી’ કહે છે. પરંતુ કેટલાક માથાના ફરેલા દાર્શનિકો અને કંગાલ ફકીરો મને વિલાસની દેવી” કહે છે.” આનંદની દેવી પ્રસન્ન એટલામાં બીજી દેવી પણ આવી. તેના જ્યોતિર્મય સૌન્દર્યમાં માતૃત્વનો પ્રકાશ ઝળકી રહ્યો હતો. વાત્સલ્ય અને પોતાપણાથી સભર સ્વરમાં તેણે એને કહ્યું ઃ ‘બેટા, હું જાણું છું કે તું જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક ઉપર ઊભો છે અને પોતાને માટે રસ્તો શોધી રહ્યો છે. તું મારું અનુસરણ કર. હું તને જીવનની સાચી અને આધ્યાત્મિક આનંદની દુનિયામાં લઈ જાઉં છું.' આ પછી પહેલી દેવીએ કહ્યું : ‘સાવધાન યુવક ! આ દેવીની મધુર વાતોમાં ફસાઈ ન જતો. એનો માર્ગ અત્યંત દુર્ગમ અને સુદીર્ઘ છે. મુશ્કેલીઓ અને પડકારોથી ભર્યોભર્યો છે. એની અપેક્ષાએ મારો માર્ગ અત્યંત સરળ અને ટૂંકો છે.’ બીજી દેવીએ કહ્યું : ‘બેટા હરક્યુલિસ !' બીજી દેવીએ તેને નામથી સંબોધિત કર્યો. પ્રેમપૂર્ણ શબ્દોમાં એ કહી રહી હતી : ‘વાસ્તવિક સુખ માટે સંસારનો કોઈ માર્ગ નાનો યા મોટો હોતો નથી કે ન તો સરળ હોય છે. પીડા વગર અને સરળતાથી મળનારી વસ્તુનું મૂલ્ય નથી હોતું. વાસ્તવિક સુખ અને આનંદની કીમત દુનિયામાં નિશ્ચિત છે.’ મનુષ્યે પરિશ્રમ, કષ્ટ, સહિષ્ણુતાના રૂપમાં કીમત ચૂકવવી પડે છે. જે કોઈ ક્ષેત્રમાં તું ઉન્નતિ કરવા ઇચ્છતો હોય, એમાં તારે સજ્જનતાથી, ઇમાનદારીથી પ્રાણપૂર્વક જોડાવું પડશે. તારા માર્ગમાં મુશ્કેલીઓ આવશે, અડચણો પણ આવશે. પરંતુ તારે ધૈર્ય અને સાહસથી સૌનો મુકાબલો કરવો પડશે. વાસ્તવિક સુખ હું તને એ શરતે પ્રાપ્ત કરાવી શકું.' ‘હરક્યૂલિસ ! તું કયું સુખ પામવા ઇચ્છે છે ? ભૂખ વગર ભોજન, તૃષા વગર પાણી, થાક્યા વગર આરામ, નિદ્રા વગર સૂવાનું અને ઇચ્છા વગરના ભોગ - આ બધાથી શું સુખની અનુભૂતિ કરી શકીશ ? તારી યુવાપેઢી સુખના સ્વપ્નમાં બેઠાબેઠમાં આયુષ્ય વિતાવી દે છે. તે પરિશ્રમ વગર, કટ વગર બધું પ્રાપ્ત કરવા માગે છે; પરંતુ શું મળે છે ? વિફળતા, નિરાશા, હતાશા, પીડા અને યાતના ! હું સજ્જનોની પરમ મિત્ર, સાચા મિત્રોની સહયોગિની, અધિષ્ઠાત્રી અને રક્ષા કરનારી છું. મારા અનુયાયીઓના ભોજન સમારંભો-નિમંત્રણો ખર્ચાળ નથી હોતાં, પરંતુ સ્વાદિષ્ટ હોય છે. કારણ કે તે ભૂખ લાગતાં જ ખાય છે. પાણી પણ તરસ લાગતાં શાન્તસુધારસ : ભાગ ૩ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ જ પીએ છે, એમને પથ્થરની શિલાઓ ઉપર પણ ગહન નિદ્રા આવે છે. એ જાગે ત્યારે તેમની પ્રફુલ્લિતતા ઈષ્યનું કારણ બની જાય છે. આત્મસંતોષ અને ગુણસમૂહ એમની સ્વાભાવિક સંપત્તિ હોય છે.' આ દેવીની વાતોમાં હરક્યુલિસને પોતાનું સમાધાન જણાતું હતું. દેવીના માતૃત્વ અને વાત્સલ્યભર્યા કથનની નિર્મળતામાં ઉદ્વિગ્નતા, પરેશાની અને દ્વિધા દૂર થઈ જતી લાગતી હતી. એણે બીજી દેવીને તેનું નામ પૂછ્યું. દેવીએ કહ્યું: “લોકો મને આનંદની દેવી કહે છે.” દેવીના એ ઉત્તરથી હરક્યુલિસને એનો જીવનમાર્ગ મળી ગયો. તેણે આનંદની દેવીનું અનુગમન કર્યું. અનેક સત્કાર્યો કરીને તે સંસારમાં અમર બની ગયો. આજે પણ યૂનાનમાં માન્યતા છે કે હરક્યુલિસ ઉપર દેવતાઓની પરમ કૃપા હતી. આજે પણ અસાધ્ય-શ્રમસાધ્ય કાર્યને હરક્યુલિસ ટાસ્ક' કહેવામાં આવે છે. એનામાં ગુણસમૂહ હતો, એ સમતાશીલ હતો, એટલા માટે તેણે અનેક સત્કાર્યો કર્યા હતાં, કલહાદિ એનાથી સો યોજન દૂર રહેતાં હતાં. આજે બસ આટલું કહીને પ્રવચન સમાપ્ત કરું છું. એક ગીત આપણે સૌ સાથે ગાઈશું. મૈત્રી ભાવના - એક ગીતઃ - મો યહ પ્રાર્થના કરી, भरो मैत्री प्रभो ! मुझ में, भरी शत्रुता मुझ में, मिटा दो उसे भगवन, इतना ही चाहूँ मैं, मिटा दो, मिटा दो उसे भगवन्...१ उछलता क्रोध भीतरमें, उबलता क्रोध भीतर में, प्रभो ! समता मुझे देना, सहज सहना भीतर में...२ अहो यह प्रेम भीतर का फलीभूत हो जीवन में, प्रभो ! शक्ति मुझे देना, करूँ मैत्री सभी जन से...३ कभी ना तिरस्कारूँ, जगत के रंक लोगों को, सदा मानें कि कर्मवश हैं, सभी जीव दुनिया में..४ निरर्थक क्षुद्र बातों में, कभी उलझ नहीं, देव ! स्वजन हो सभी जीव, दुश्मन न हो दुनिया में...५ करना नहीं झगडा किसी से, रहे सर्वदा समता, सभी प्राणी सुख पाये, शाश्वत गुणनिधि पाये...६ । આજે બસ, આટલું જ. [, મૈત્રી ભાવના [૧૩૭] Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૬૦ મૈત્રી ભાવના ૪ શત્રુ પણ સુખી થાઓ. મત્સરભાવ દૂર થાઓ. મહાન દાર્શનિક રામાનુજાચાર્ય. સૂફી સંત શત્રુ પણ સુખી થાઓ. એક વાર પણ સમતારસનો આસ્વાદ કરો. શાન્તભાવઃ પ્રશમભાવની આરાધના. કાળનો પ્રભાવ. મન-વચન-કાયામાં સમતા યોગસાર'. સમત્વની સાધના જ શ્રેષ્ઠ. શાણ્યશતકમાં સમતાનો ઉપદેશ. પરમાત્મભાવમાં ડૂબેલા રહો. એક રાજાના ત્રણ રાજકુમારો. • મૈત્રી ભાવનાઃ એક સક્ઝાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ शत्रुजनाः सुखिनः समे, मत्सरमपहाय । મનુ ાનુમનસાડધ્વની, શિવસાવ્યા હાય | ક્॥ વિનય. सकृदपि यदि समतालवं हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिं, स्वत एव वहन्ति ॥ ६ ॥ विनय. किमुत कुमतमदमूर्च्छिता दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा ! न रसादुपयन्ति ॥ ७ ॥ विनय. परमात्मनि विमलात्मनां परिणम्य वसन्तु । विनयसमतामृतपानतो जनता विलसन्तु ॥ ८ ॥ विनय. ૫. શત્રુ લોકો પણ વેર વિરોધ છોડીને સમતાભાવ પ્રાપ્ત કરો અને સુખી બનો. એ પણ શાશ્વત સુખના ઘર તરફ જવાની રુચિવાળા બનો. ૬. એક વાર જો આત્મા, ભાવથી સમતારસનું આસ્વાદન કરે, પછી તો એનો રસ અનુભવીને એ જાતે જ સમત્વમાં ડૂબી જશે. ૭. સમજમાં નથી આવતું, પ્રાણી શા માટે ખોટી ધારણાઓ બાંધીને પાપકર્મોની ઊંડી ખીણમાં ગબડી પડે છે ? એમને તીર્થંકર ભગવંતોની વાણીમાં રુચિ કેમ પેદા થતી નથી ? ૮. શુદ્ધ આત્માઓ પરમાત્મભાવમાં ડૂબ્યા રહો. વિનયસભર સમતાનું પાન કરીને જગત આનંદિત રહો. પ્રસન્ન અને પ્રમુદિત રહો. શત્રુ પણ સુખી થાઓ : જે મનુષ્ય આપણી સાથે મૈત્રી-પ્રેમ રાખે છે, એના સુખની કામના કરવી સર્વજન સાધારણ વાત છે, પરંતુ જે માણસ આપણી સાથે શત્રુતા રાખતો હોય, શત્રુતાપૂર્ણ વ્યવહાર કરતો હોય, એને માટે સુખની કામના કરવી સરળ વાત નથી. કારણ કે શત્રુ કદાચ મત્સરવાળો થઈ જાય છે, એટલે કે બીજાંનું સારું-ભલું જોઈ શકતો નથી. તે મનમાં બળતો રહે છે, પોતાની જાત ઉપર ધિક્કાર વરસાવે છે. પોતે જ પોતાનો તિરસ્કાર કરે છે. પોતાની જાત ઉપર ઘૃણા અને નફરત કરે છે - એવા શત્રુ પ્રત્યે મૈત્રી ભાવના ભાવવી એ સરળ નથી. મત્સરભાવને છોડીને શત્રુ પણ સુખી થાઓ, સમતાભાવ પ્રાપ્ત કરો અને શાશ્વત સુખ-મોક્ષની પ્રાપ્તિ કરવાની રુચિવાળો થાઓ.. મત્સરભાવ દૂર થાઓ : શત્રુમાં રહેલો મત્સરભાવ દૂર થશે તો જ એ સુખશાન્તિ પામી શકશે. મત્સર એ દ્વેષનો જ પર્યાય છે. પ્રશમતિ”માં કહેવામાં આવ્યું છે - મૈત્રી ભાવના ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ईर्ष्या रोषो दोषो देषः परिवादमत्सरासूयाः । કર પ્રાઇડનારા-ન દેવચ પવાર | ૨૨ છે શત્રના હૃદયમાં ઈષ્ય ન રહો, રોષ, દ્વેષ ન રહો, પરિવાદ-મત્સર અને અસૂયા (ક્ષમાનો વિરોધી) વેર અને પ્રચંડન ન રહો અને આ તમામ દોષો દૂર થાય ત્યારે એમનામાં સમતાભાવ આવે. સમતા કહો યા શાન્તિ કહો. ઉપશમ કહો યા પ્રથમ કહો વૈરાગ્ય કહો યા માધ્યચ્ય કહો! દોષક્ષય કહો યા કષાય વિજય કહો - આ. તમામ સમતાના પર્યાયવાચી શબ્દો છે. શત્રુતાભરેલા હૃદયમાં આ ભાવાત્મક પરિવર્તન, મૈત્રી ભાવના હાર્દિક ચિંતનથી સંભવિત છે. શત્રુના હૃદયમાં મોક્ષપ્રીતિ પણ ભાવનાના બળથી જગાડી શકાય છે. મહાન દાર્શનિક રામાનુજાચાર્યઃ ગુરૂઆશ્રમમાં એક દિવસે પ્રસન્ન થઈને ગુરુએ કહ્યું હું તારા ઉપર પ્રસન્ન છું રામાનુજ! આજે હું તને મંત્ર આપું છું. આ મંત્ર તને અપૂર્વ આનંદ અને સુખ આપશે. રામાનુજની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ ગઈ. તે ગુરુના ચરણે નમી પડ્યા. ગુરુએ કહ્યું: “વત્સ!આ કલ્યાણ મંત્ર છે. આ મંત્રને છેવટે તો મોક્ષ તરફ લઈ જશે. દુનિયાની ચિંતાઓ અને જન્મમૃત્યુની ચિંતાઓથી મુક્ત કરીને તેને સંપૂર્ણ આનંદ અને મુક્તિની સ્થિતિ તરફ લઈ જશે.' રામાનુજ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી જોતો રહ્યો. ગુરુએ ચેતવણીના સ્વરમાં કહ્યું: “વત્સ ! એટલું યાદ રાખજે, આ મહામંત્ર તારે કોઈને બતાવવાનો નથી, કહેવાનો નથી, તારી પાસે જ રાખજે.' રામાનુજનો આનંદ અવર્ણનીય હતો. એનું સમગ્ર અસ્તિત્વ અગમ્ય આનંદથી ઊભરાવા લાગ્યું. તેણે વિચાર્યું: “મારે આ મંત્ર સમગ્ર વિશ્વને આપવો જોઈએ. શત્રુ હોય કે મિત્ર, સૌને મોક્ષ મળવો જોઈએ. સર્વ જીવો પરમ સુખી કેમ ન બને? રામાનુજ મંદિરે ગયો, મંદિરના શિખર ઉપર ચડ્યો. લોકોને બોલાવવા લાગ્યો અને મોક્ષ મંત્ર ગાવા લાગ્યો. પરંતુ ગુરુએ વચનભંગ માટે નરકમાં જવાનો અભિશાપ આપ્યો. રામાનુજે કહ્યું “ગુરુદેવ, જો લોકોને મોક્ષસુખ મળતું હોય તો મને નરકમાં જવાનું પણ માન્ય છે. રામાનુજની મૈત્રી ભાવનાથી પ્રસન્ન ગુરુદેવે એને ક્ષમા આપી અને આશીર્વાદ આપ્યા. પછીથી રામાનુજ - રામાનુજાચાર્ય' નામથી પ્રસિદ્ધ બન્યા. સૂફી સંતો - શત્રુ પણ સુખી થાઓ: એક ટોળી હતી સૂફી સંતોની. એ બધા અલ્લાને કેન્દ્રમાં રાખનારી વૈશ્વિક [૧૪૦ ૧૪૦ . છે. શાનસુધારસ ભાગ ૩] Page #155 -------------------------------------------------------------------------- ________________ ચાહનામાં, વૈશ્વિક મૈત્રીમાં માનનારા હતા. સામાન્ય અપરાધીની જેમ એ બધાના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતા. એમને ખલીફાની સામે હાજર કરવામાં આવ્યા હતા. એ સમયના મૌલવી-ધર્મગુરુ સૂફી માન્યતાઓ અને વ્યવહારોથી વિરુદ્ધ હતા. સૂફી સંતો દેશમાં પ્રેમ-મૈત્રીનો પ્રચાર કરી રહ્યા હતા. જે રીતે કૃષ્ણભક્તો ગોપી બનીને કૃષ્ણને ચાહતા હતા, એ રીતે સૂફી સંત અલ્લાના આશિક બનીને અલ્લાને ચાહતા હતા. મુલ્લાની કપટબુદ્ધિથી એ સૂફી સંતોને મારી નાખવાનો હુકમ ખલીફાએ કરી દીધુ. સૂફી સંતોની ટોળીમાંથી એક-એકને આગળ આવવાનું કહેવામાં આવ્યું. એક આગળ આવ્યો. જલ્લાદની સામે તેણે પોતાનું મસ્તક નમાવ્યું. જલ્લાદે પોતાની તલવાર ઉપાડી, એ સમયે અચાનક બીજો સંત આગળ આવ્યો... ત્રીજો સંત વેગથી આગળ આવ્યો... જલ્લાદનું ખડ્ગ હવામાં ઉપર જ રહી ગયું. ખલીફાએ આશ્ચર્યથી પૂછ્યું : ‘શું તમને તમારી જિંદગીનું કોઈ મૂલ્ય નથી ?’ છે ને ખુદાવિંદ ! મેં એનું સ્થાન લીધું એનું એક નિશ્ચિત કારણ છે - મારે બદલે મારા મિત્રને એક-બે ઘડી વધારે જીવવા દો.' બીજાએ કહ્યું : ‘સ્વાર્પણ એ પ્રેમ છે, ઓ ખલીફા ! અલ્લા તારી ઉપર, આ મૌલવીઓ ઉપર અને વિશ્વના તમામ જીવો ઉ૫૨ દુઆ કરે.’ પેલો ખલીફા એ સૂફી સંતોના ચરણોમાં પડી ગયો. માનપૂર્વક સર્વ સૂફી સંતોને બંધનમાંથી મુક્ત કર્યા. સૂફી સંતે હત્યાનો આદેશ આપનાર ખલીફા પ્રત્યે, ખલીફાને ભડકાવનાર મૌલવીઓ પ્રત્યે અને સંસારના સર્વ જીવો પ્રત્યે અલ્લાની દુઆ માગી - એ સર્વે જીવો સુખી બને ! એમના મનમાંથી રોષ-દ્વેષ દૂર થઈ જાય અને તેઓ પરમ સુખ તરફ ગતિ કરે. એક વાર પણ સમતારસનો આસ્વાદ કરો એક વાત ન ભૂલો કે મૈત્રી ભાવનાને હૃદયમાં દૃઢ કરવાની આ તમામ વાતો છે. કોઈ જીવને શત્રુ ન માનો. સર્વ જીવોને આપણા સ્વજનો માનવા. બીજાંના દુર્વ્યવહારમાં એમનાં પાપોનો દોષ જોવો. શત્રુ પ્રત્યે પણ સુખશાન્તિની કામના કરવી, એ પણ મોક્ષસુખ પામે એવી ભાવના ક૨વી. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે એક વાર પણ સમતારસનો, પ્રશમરસનો આસ્વાદ કરી લો. પ્રશમનું સુખ, ભોગસુખોથી આગળ છે. ‘પ્રશમરતિ’માં કહેવામાં આવ્યું છે - – મૈત્રી ભાવના ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ भोगसुखैः किमनित्यैर्भयबहुलैः कांक्षितैः परायत्तः । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्रयतितव्यम् ॥ १२२ ॥ ભગવાન ઉમાસ્વાતિજી પૂછે છે : ॥ શું તને અનિત્ય, વિનાશી, ક્ષણિક સુખ પસંદ છે ? શું તને ભયગ્રસ્ત-ભયભર્યું સુખ પસંદ છે ? શું તને પરાધીન-પરતંત્ર સુખ પસંદ છે ? સંસારના બજારમાં મળનારાં સુખ એવાં છે. ભલે તે સુખ મીઠા મધુર શબ્દનું હોય, ભલેને એ સુખ સૌન્દર્ય-રૂપનું હોય, ભલે તે મનગમતી સુવાસનું હોય કે પછી ભલેને પ્રિય રસનું હોય કે પછી મખમલથી ય મુલાયમ સ્પર્શનું સુખ હોય - આ તમામ વૈષયિક સુખો અનિત્ય છે, વિનાશી છે, ક્ષણિક છે. તમારી પાસે એ સુખો સદાને માટે રહેશે પણ નહીં. તમારી પાસે સુંદર નીરોગી શરીર છે. તમારી પાસે ઘણી બધી સંપત્તિ છે. તમારી પાસે તમામ અઘતન સુખસગવડોથી સજ્જ બંગલો છે. તમારી પાસે વિદેશી મૂલ્યવાન કાર પણ હોય - પરંતુ આ તમામ વસ્તુઓની સાથે-સાથે તમારી પાસે અનેક ભય પણ છે. # આ તમામ બગડી જવાનો ભય. # આ બધું ચોરાઈ જવાનો ભય. # આ બધું લૂંટાઈ જવાનો ભય. આ બધું નષ્ટ થઈ જવાનો ભય. ‘આ બધું અન્યાય-અનીતિ અને દગાબાજીથી એકઠું કર્યું છે’ એવો આરોપ આવવાનો ભય. – સરકાર દ્વારા પકડાઈ જવાનો ભય. આમ અનેક પ્રકારનાં સુખસુવિધાપૂર્ણ સાધનો હાજર હોવા છતાં પણ એ ભય તમને એ સુખોનો યથેચ્છ ઉપયોગ કરવામાં બાધક બને છે; એટલું જ નહીં એ સુખસાધર્નોનો ઉપયોગ કરવા માટે તમે સ્વયં સ્વતંત્ર પણ નથી. સ્વાધીન પણ નથી. તમે તમારા પોતાના શરીરથી પરાધીન છો. જો તમારું શરીર નીરોગી નથી, સ્વસ્થ નથી, તો તમે પાંચે ઇન્દ્રિયોનાં સુખ ભોગવી નહીં શકો. જો તમારા પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય સંજોગો અનુકૂળ ન હોય તો તમે તમારા સુખોનો ઉપયોગ નહીં કરી શકો. તમે તમારી જાતને પરાધીન છો ! તમે સંગોને પરાધીન છો ! તમે પરિસ્થિતિઓને પરાધીન છો ! તમે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાધીન છો. શાન્તસુધારસ : ભાગ ૩ ૧૪૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે એવાં સુખોની અભિલાષા છોડી જ દો. અનંત અનંત જન્મોથી એ સુખો પામીને, ભોગવીને, છેવટે તો કશું જ પામ્યા નથી. મળ્યું છે માત્ર નર્યું દુખ ! કેવળ ત્રાસ! અને નરી વિડંબણા ! હવે તો રસ્તો બદલવો જ પડશે. હવે તું આવ મારી સાથે એક નવા-નવલા બજારમાં - એ છે આત્માનું બજાર! તારી અંદર જ આ બજાર ભરાયેલું છે. ત્યાં સુખ મળે છે - અપાર સુખ મળે છે. એ બધાં સુખોની ત્રણ વિશેષતાઓ છે. એ સુખ 1 નિત્ય (ચિરસ્થાયી) હોય છે. - અભય (ભયરહિત) હોય છે. - સ્વાધીન (સ્વતંત્ર) હોય છે. આ સુખો ઈન્દ્રિયાતીત હોય છે, એ જ રીતે તેમની અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે. આ અનુભવ તમારું મન કરી શકે છે. તમારો આત્મા કરી શકે છે. પહેલાં તમે શાન્તિનું પ્રશમસુખ પ્રાપ્ત કરી. એ સુખનિત્યં છે, અભયપ્રદ છે અને સ્વાધીન છે. પ્રશમભાવ-ઉપશમભાવની એવી પ્રાપ્તિ કરો, પ્રાપ્ત કરીને એને એ રીતે સાચવી-સંભાળીને રાખો કે તે કદી જાય જ નહીં. આ ભાવ જેવો જ આત્મસાતુ થયો કે ત્યાં આત્મામાં સુખનો સાગર લહેરાયો જ સમજો. ભયની ડરાવનારી માયામરીચિકા તો ઊભી પૂંછડીએ નાસી જશે. કોઈ પણ પ્રકારનો ડર તમને ડરાવી નહીં શકે, તમે નિર્ભય બની જશો અને બીજાંને ય નિર્ભય બનાવી દેશો. - પ્રશમભાવજન્ય સુખના ઉપભોગમાં તમે સ્વાધીન છો. ત્યાં કોઈ પરાધીનતા યા પરાશ્ચિતતા નથી. પ્રશમભાવમાંથી ક્ષમાનું સુખ, નમ્રતાનું સુખ, સરળતાનું સુખ અને નિલભતાનું સુખ પ્રકટ થાય છે. દુખી જીવો પ્રત્યે કરુણાનો ભાવ પેદા થશે, ઉત્તમ જીવો પ્રત્યે પ્રમોદનું સુખ પેદા થશે. આ તમામ સુખોને તે નિર્ભયતાથી ભોગવી શકીશ. આ નિત્ય, સ્વાધીન અને અભયપ્રદ સમતાસુખનો, પ્રશમસુખનો એક વાર પણ આસ્વાદન કરી લેવાનો ગ્રંથકાર ઉપદેશ આપે છે. આ જીવનમાં જો એક વાર પણ શાન્તસુધાનું પાન કરી લીધું તો પછી તમે સ્વયે જ સમત્વમાં, શાન્તસધામાં, ઉપશમભાવમાં ડૂબી જશો. આ પ્રયાસમાં સફળતા થોડીક પણ મળી ગઈ તો જીવન ધન્ય બની જશે. શાન્તભાવ - પ્રશમભાવની આરાધના પ્રશાન્તાત્મા જ નિજાનંદની મસ્તીમાં ડૂબી શકે છે. પ્રશાન્ત મનુષ્ય જ અગમઅગોચર સુખની મધુર અનુભૂતિ કરી શકે છે. પછી ભલેને એની પાસે સૂક્ષ્મ બુદ્ધિ | મૈત્રી ભાવના આ ૧૪૩] Page #158 -------------------------------------------------------------------------- ________________ ન હોય યા ગહન શાસ્ત્રજ્ઞાન ન હોય, ભલે તે ધ્યાન કરતો હોય યા ન કરતો હોય, તીવ્ર તપશ્ચર્યા ન કરતો હોય. દોરી ઉપર ચડીને નૃત્ય કરનાર ઈલાચીકુમાર પાસે શું હતું ? શું સમ્યગ્દર્શન હતું ? શાસ્ત્રજ્ઞાન હતું ? તપશ્ચર્યા હતી ? ના. છતાં પણ તે ઉપશાન્ત બની ગયા અને તેમણે વીતરાગતા પ્રાપ્ત કરી. ‘મા રૂષ, મા તુષ’ આટલા થોડાક શબ્દો પણ યાદ ન રાખી શકનાર માષતુષ મુનિ પાસે કયું મોટું શાસ્ત્રજ્ઞાન હતું ? છતાં પણ એ પ્રશાન્તભાવની પૂર્ણતાને પામી ગયા. એક-એક વર્ષથી લગાતાર ધ્યાનસ્થ દશામાં ઊભા રહેલા બાહુબલીને ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું, જ્યાં સુધી માન કષાયે તેમનો પીછો ન છોડ્યો. એમનો આત્મા પૂર્ણરૂપે પ્રશાંત ન બન્યો. ॥ સંવત્સરી મહાપર્વના દિવસે નાનકડી પણ તપશ્ચર્યા ન કરી શકનાર ‘કૂરગડું’ મુનિ વીતરાગ સર્વજ્ઞ બની ગયા, જાણો છો કોના પ્રભાવે ? એ પ્રભાવ ઉપશમભાવનો જ હતો. પ્રશમભાવની આરાધના એટલે કે ક્રોધ વગેરે કષાયોને ઉપશાન્ત કરવાની આરાધના. પ્રશમગુણની આરાધના એટલે કે વિષયજન્ય વાસનાઓને પ્રશાંત કરવાની આરાધના. આ આરાધના સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાને વિશેષ ઉજ્વળ બનાવે છે. આ આરાધના ચિત્તની ચંચળતાને, ઉત્સુકતાને . નિર્મૂળ કરે છે. આત્મગુણોમાં રમમાણ રાખવા માટે અને અન્ય બાહ્ય ભાવોની રમણતાથી બચાવનારા આ પ્રશમગુણને અંતરતમથી નમન કરો. સમતારસનું પાન પરમાનંદ આપનાર હોવા છતાં પણ મનુષ્યને એ કેમ પસંદ આવતું નથી ? ગ્રંથકાર ઉપાધ્યાયજી આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે ઃ કાળનો પ્રભાવ ઃ किमुत कुमतमंदमूर्च्छिता दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा ! न रसादुपयन्ति ॥ ७ ॥ विनय. સમજાતું નથી કે પ્રાણીઓ શા માટે ખોટી ધારણાઓ બાંધીને પાપકર્મોની ખાઈમાં કૂદી પડે છે ? એમને તીર્થંકર ભગવંતની વાણીમાં કેમ રુચિ પેદા થતી નથી ? આ સમસ્યાનું સમાધાન ‘યોગસાર’માં મળે છે ઃ असदाचारिणः प्रायो लोकाः कालानुभावतः । द्वेषस्तेषु न कर्तव्यं संविभाव्य भवस्थितिम् ॥ २८ ॥ (તૃતીય પ્રસ્તાવ) ૧૪૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ આ કાળના પ્રભાવથી લોકો પ્રાયઃ સદાચાર રહિત હોય છે. તેથી સંસારની સ્થિતિનો વિચાર કરીને તે લોકો પ્રત્યે દ્વેષ ન કરવો જોઈએ. આ “અવસર્પિણી કાળ છે, એમાં પણ પાંચમો આરો છે. આ સમયે આ ભરતક્ષેત્રમાં કોઈ વીતરાગ કેવળજ્ઞાની નથી કે નથી કોઈ મન:પર્યવજ્ઞાની યા. અવધિજ્ઞાની. ન તો મનુષ્યનું શ્રેષ્ઠ સંઘયણ બળ છે, ન ઉચ્ચતમ માનસિક શુદ્ધ અવસ્થા છે. આવી સ્થિતિમાં વધારે પ્રમાણમાં લોકોને જિનવચનોમાં રૂચિ કેવી રીતે હશે? નહીં હોય! નહીંતર શાન્તરસમાં, પ્રશમરસમાં નિમગ્ન થવું હોય તો આજે. પણ માણસ થઈ શકે છે. મન-વચન-કાયાથી સમતા ધારણ કરો. યોગસારમાં કહેવામાં આવ્યું છેઃ साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा ॥ १६ ॥ स्वापता जाग्रता रात्री दिवा चाखिलकर्मसु । कायेन वचसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥ १७ ॥ મન-વચન-કાયામાં સમતાઃ ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનોના તરંગોમાં, કાયાની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રત્યેક સ્થાન ઉપર પ્રતિક્ષણ જાગતાં યા સૂતાં, દિવસે યા રાત્રે - સર્વ કાયમાં મન-વચન-કાયાથી સમતાનું સેવન કરવું જોઈએ. यदि त्वं साम्यसंतुष्टो, विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं स्वमेवेकं समं कुरु ॥ १८ ॥ જો તું સામ્યભાવમાં સંતુષ્ટ હોય તો તારે માટે આખું જગત સંતુષ્ટ છે, એટલે કે તારા પરિચયમાં આવનાર બધાં જ પ્રાયઃ સંતુષ્ટ થઈ જાય છે. એટલા માટે લોકોને ખુશ કરવાનું છોડી દે, તું જાતે જ સમભાવમાં લીન થઈ જા. શાન્તરસમાં નિમગ્ન થઈ જા. સમત્વની સાધના જ શ્રેષ્ઠ યોગસારમાં આગળ કહ્યું છે - श्रुतश्रामण्यंयोगानां प्रपंचः साम्यहेतवे । तथापि तत्त्वतः तस्माज्जनोऽयं प्लवते बहिः ॥ १९ ॥ શાસ્ત્ર, સાધુતા અને યોગોનો વિસ્તાર સામ્યભાવના ઉત્કર્ષ માટે જ છે. છતાં પણ લોકો સમતાભાવના તત્ત્વથી બહાર સંસારમાં ઊછળકૂદ કરે છે. | મૈત્રી ભાવના ૧૪૫] Page #160 -------------------------------------------------------------------------- ________________ स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमंदिरम् ।। મવાથી પર મૂઢ ! સમીવાનું વિમા | ૨૦ | હેમૂઢ! તું સ્વયં દોષોનું ઘર છે અને સમભાવ વગરનો છે. તારી જાતને સુધારવી તારા હાથમાં છે, છતાં પણ ન સુધરતાં, બીજાંને સમભાવવાળા બનાવવાનો શા માટે આગ્રહ કરે છે? કે જે તારા વશમાં નથી. वृक्षस्यच्छेदमानस्य भूष्यमाणस्य वाजिनः । यथा न रोषस्तोषश्च भवेद् योगी समस्तथा ॥ २१ ॥ જેવી રીતે વૃક્ષ કપાય છે, તો પણ રોષ નથી કરતું અને ઘોડાને સજાવતાં ઘોડો રાગ નથી કરતો - એ રીતે સુખદુઃખમાં યોગીએ સમતાભાવમાં રહેવું જોઈએ. सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः । मैत्र्यादि-अमृतसंमग्नः क्व क्लेशांशमपिस्पृशेत् ॥ २४ ॥ મૈત્રી વગેરે ભાવનારૂપ અમૃતરસમાં પૂર્ણમગ્ન અને પોતાને સર્વ જીવોથી અભિન્ન દેખતા મુનિને ક્લેશનો અંશ પણ સ્પર્શતો નથી. अज्ञानाद् बालकोवेत्ति, शत्रुमित्रादिकं यथा । તથા વેષ્ટતે રાની દિલ પર સુહમ્ . રહે છે જેમ અજ્ઞાનને કારણે બાળક શત્રુ મિત્ર વગેરેને શત્રુ મિત્રરૂપ નથી જાણતું, એ રીતે જ્ઞાની-સજ્જન પુરુષ પણ શત્રુ-મિત્રને સમાનરૂપે જાણે છે. એટલે જ્ઞાની પુરુષ આ લોકમાં પરમ સુખ પામે છે. પરંતુ આ સમત્વભાવ, શાન્તભાવ, પ્રશમભાવ ત્યારે જ આવે છે, જ્યારે મનુષ્ય સંગરહિત, મમતારહિત, શાન્ત અને ઈચ્છામુક્ત થાય છે - સંયમમાં લીન થાય છે. “શાણ્યશતકમાં સમતાનો ઉપદેશઃ શામ્યશતક આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીની દિવ્ય રચના છે. એમાંથી કેટલાક શ્લોકો અને અર્થ સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો - सूते सुमनसां कंचिदामोदं समतालता । यदशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणा ॥ ९४ ॥ સમતા એક લતા છે. એમાં કોઈ અભુત-અપૂર્વ સુગંધ ઉત્પન્ન થાય છે. એ સુગંધના પ્રભાવથી હંમેશાં વેરભાવ-શત્રુભાવ રાખનારા જીવ પણ મૈત્રીની સુવાસ પામે છે. એમનો વેરભાવ ચાલ્યો જાય છે. [૧૪s | ૧૪૬ | શાન્તસુધારસ : ભાગ ૩] શાન્ત સુધારસ: ભાગ ૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ साम्य ब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षुवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥ १५ ॥ મુમુક્ષુ મનુષ્ય સામ્યરૂપ બ્રહ્માસ્ત્રથી મોહરૂપ રાક્ષસ-રાજની માયાવી સેના ઉપર વિજય પામે છે. એટલે કે સમતાભાવ બ્રહ્માસ્ત્ર બરાબર છે. योगग्रंथमहांभोधिमवमथ्य मनोमया । साम्यामृतं समासाद्य सद्य प्राप्नुहि निवृत्तिम् ॥ ९७ ॥ હે આત્મન્ ! યોગગ્રંથોના મહાસાગરને મનરૂપ મંથનથી મથીને સમતારૂપ અમૃતને પામીને તત્કાલ સુખનો અનુભવ કર. मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं धुवमायान्ति सिद्धि गांगना स्वयम् ॥ १८ ॥ જે પુરુષે મૈત્રી આદિ ભાવનાઓની વાસનારૂપ સુવાસથી ચારે દિશાઓને સુવાસિત કરી છે, એવા પુરુષની પાસે સિદ્ધિરૂપ ભમરીઓ સ્વયમેવ આવે છે. એટલે કે મૈત્રી આદિ ભાવનાઓ વૃઢ થતાં વાસનારૂપ બની જાય છે અને સર્વત્ર એની સુવાસ ફેલાય છે. औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचति स्वयं कर्माणि पुरुषम् ॥ ९९ ॥ મૈત્રી, સામ્યગુણથી ઉલ્લસિત હોય છે. એવામૈત્રીગુણથી પવિત્ર અને સંજમાદિ દોષોથી મુક્ત પુરુષને કર્મ સ્વયે મુક્ત કરે છે. પરમાત્મભાવમાં ડૂબેલા રહોઃ ગ્રંથકાર કહે છે શુદ્ધ આત્માઓ પરમાત્મભાવમાં ડૂબીને રહે અને વિનયસભર સમતારસનું પાન કરતા રહે. એ રીતે જગત આનંદિત રહો, પ્રસન્ન રહોપ્રમુદિત રહો. પરમાત્મભાવમાં શુદ્ધ આત્માઓ જ ડૂબી શકે છે, નિમગ્ન થઈ શકે છે. આપણો આત્મા જેમ જેમ પવિત્ર-નિર્મળ ભાવોથી શુદ્ધ થતો જશે, મૈત્રી આદિ ભાવનાઓથી વિશુદ્ધ બનતો જશે. ત્યારે પરમાત્મભાવમાં પરમ વિશુદ્ધ ભાવમાં ધ્યાનસ્થ બની જશે,નિમગ્ન થઈ જશે. આવા વિશુદ્ધ બનેલ આત્માઓ સમતારસનું પાન કરી શકે આત્મા વિશુદ્ધ બને છે ત્યારે તે | વેદ (વાસના)ને શાન્ત કરે. [ ત્રિી ભાવના રાખી છે. ૧૪૭] Page #162 -------------------------------------------------------------------------- ________________ કષાયોને પ્રશમિત કરે. હાસ્ય-રતિ-અરતિ અને શોકમાં સ્વસ્થ રહે. જે ભય અને નિંદાથી પરાશ્તિ ન થાય. આવા વિશુદ્ધ આત્માને પરમ સુખ પ્રાપ્ત થાય છે. એં સદૈવ આનંદિત રહે છે - પ્રમુદિત રહે છે અને જગતને પણ એ આનંદ અને પ્રમોદ આપે છે. પ્રસન્નતા અને આહ્લાદ આપે છે. એક રાજાના ત્રણ રાજકુમારો : મૈત્રીભાવમાં પરહિતની ચિંતા તો કરવાની જ છે. શત્રુ પ્રત્યે પણ મૈત્રી ભાવના ટકાવી રાખવાની છે. આ બાબતમાં એક વાર્તા સંભળાવું. એક બાદશાહ હતો. એને ત્રણ પુત્રો હતા. ત્રણે યોગ્ય અને આજ્ઞાધારી હતા. વૃદ્ધાવસ્થા આવતાં બાદશાહે મોટા પુત્રને રાજ્ય સોંપી દીધું, પરંતુ ખૂબ વિચાર કરીને એક અતિ મૂલ્યવાન મોતી પોતાની પાસે રાખી લીધું. એ મોતીની કીમત એટલી વધારે હતી કે એના બદલામાં રાજ્યો ખરીદી શકાતાં હતાં. મનોમન એણે નિશ્ચય કરી લીધો કે - આ મોતી મારા એ પુત્રને આપીશ કે જે સૌથી વધારે નેકદિલ હોય, જેના વિચારો મહાન હોય. સમયે સમયે તે પોતાના પુત્રોની પરીક્ષા લેતા રહેતા હતા. હજુ સુધી એ પૂરી રીતે સંતુષ્ટ થયા ન હતા. મોટો શાહજાદો રાજકાજમાં પૂર્ણતયા નિપુણ હતો. બંને ભાઈઓ એને મદદ કરતા હતા. પ્રજા પહેલાં કરતાં પણ વધારે સુખી હતી. કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય એનું એ સ્વયં ધ્યાન રાખતા હતા. પરંતુ હવે બાદશાહની ઇચ્છા હતી કે બધું બરાબર ચાલતું રહે તો એ વધારે ને વધારે સમય ખુદાની બંદગીમાં ગુજારી શકે, પરંતુ મોતીની ચિંતા એમાં સૌથી મોટું વિઘ્ન હતું. એક દિવસ સૂતાં સૂતાં એ વિચાર કરી રહ્યા હતા. અચાનક એમના ચહેરા ઉપર સ્મિત ઊપસી આવ્યું. કંઈક વિચારતાં તેમણે પોતાના મોટા દીકરાને સવાલ કર્યો : ‘બેટા, હું જાણવા ઇચ્છું છું કે પાછલા ત્રણ મહિનામાં તેં સૌથી મોટું કામ કર્યું કર્યું?” થોડીક વાર વિચાર કરીને તેણે જવાબ આપ્યો - પાછળના મહિને જ્યારે હું બીજા શહેરમાં જતો હતો તો એક ઓળખીતાએ હીરાની થેલી આપીને મને કહ્યું કે એ થેલી. એના નાના ભાઈને આપી દેવી. ખરું કહું છું – મારા મનમાં જરા પણ લાલચ ન થઈ અને એ થેલી મેં એના નાના ભાઈને આપી દીધી. હું સમજું છું કે એનાથી સૌને ખુશી થઈ હશે. એ દિવસે મને પણ ખુશી થઈ હતી. હું વિચારું છું - લાલચમાં ન પડવું એમાં માનવતાની મહાનતા છે અને મેં એ કાર્ય ઇમાનદારીથી કર્યું. ૧૪૮ શાન્તસુધારસ : ભાગ ૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ દીકરાના ઉત્તરથી સુલતાન ઇબ્રાહીમના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. બીજા દીકરા તરફ ફરીને તેણે તેને પૂછ્યું: દીકરા ! તેં કર્યું મોટું કામ કર્યું છે છેલ્લા ત્રણેક માસમાં?” કંઈક યાદ કરવાની ચેષ્ટા કરતાં તેણે ય બતાવવાની શરૂઆત કરી. “વાત છે ગયા સપ્તાહની! સવારે હું ફરવા માટે નદીકિનારે જતો હતો, ત્યાં પહોંચ્યો એવામાં એક સ્ત્રીના રડવાનો અવાજ મારે કાને પડ્યો. તેની પાસે ગયો, ખબર પડી કે એનો દીકરો નદીમાં ડૂબતો હતો અને ત્યાં બચાવનાર કોઈ ન હતું. હું તરત જ નદીમાં કૂદી પડ્યો અને એને વાળથી પકડીને બહાર લઈ આવ્યો. થોડી વારના ઈલાજ પછી એનો દીકરો હોશમાં આવ્યો. એ સ્ત્રીએ મને લાખો દુવાઓ આપી. મારા એ કામથી મને પણ ઘણો આનંદ થયો.” બાદશાહે કહ્યું: ‘માણસની જિંદગી બચાવીને તેં સાચે જ ખૂબ સારું કામ કર્યું.' બાદશાહે દીકરાની પીઠ થાબડીને શાબાશી આપી. હવે ત્રીજા નંબરના દીકરાનો વારો આવ્યો. એ જ સવાલ તેણે દીકરાને પૂછ્યો. નાની ઉંમરના દીકરાએ ધીમે-ધીમે પોતાની વાત સમજાવવાની શરૂઆત કરી. અબ્બા હજૂર! એક દિવસે હું જંગલમાં થઈને પસાર થઈ રહ્યો હતો. જોયું તો એક માણસ ચટ્ટાનને કિનારે ગહન નિદ્રામાં સૂતો હતો. પાસુ ફેરવતાંની સાથે જ પર્વત. ઉપરથી નીચે પડી જવાની બીક હતી અને પડતાંની સાથે જ એનું મૃત્યુ નિશ્ચિત હતું. મેં નજદીક જઈને જોયું તો એ મારો જૂનો દુશમન જાવેદ હતો. છતાં પણ મેં એને જાગૃત કરવાના ઈરાદાથી એને ગાડ્યો. એ હાંફળો-ફાંફળો થઈને જાગ્યો. ઊડ્યો. એણે જ્યારે જાણ્યું કે હું એનો જીવ બચાવવા આટલે સુધી આવ્યો છું. તો એણે પ્રેમથી મારા ગળામાં હાથ નાખીને જૂની દુશમનાવટ ખતમ કરી નાખી. અમે બે દોસ્ત બની ગયા. બસ, મેં આ જ નાનકડું કામ કર્યું છે.' નાના દીકરાની વિનમ્રતા અને એણે કરેલા એ કામથી ખુશ થતાં બાદશાહે તેને કહ્યું : “શાબાશ દીકરા ! માણસની મોટાઈ એની ભાવનાઓમાં છે અને ભાવનાઓની પરાકાષ્ઠા દુશ્મનને પણ મદદ કરીને એનો જીવ બચાવવામાં છે. દુશ્મનનો જીવ બચાવવો એ વાસ્તવમાં ખૂબ મોટું કામ છે.’ આમ કહેતાં બાદશાહના ચહેરા પર સંતોષ ચમકી ઊઠ્યો, એ જે મહાનતા અને નેકદિલી શોધી રહ્યો હતો એ એના નાનાં શાહજાદામાં જોવા મળી. બાદશાહે કીમતી મોતી નાના પુત્રને સોંપી દેવાનો નિશ્ચય કર્યો. બંને મોટા ભાઈઓએ પણ એની ખૂબ પ્રશંસા કરી. મોતી નાના શાહજાદાને આપી દેવામાં આવ્યું. મૈત્રી ભાવના - એક સઝાયઃ આમ તો મૈત્રી આદિ ચાર ભાવનાઓના વિષયમાં વધારે કાવ્યરચનાઓ નથી s મૈત્રી ભાવના છે રીતે ૧૪૯] Page #164 -------------------------------------------------------------------------- ________________ મળતી; છતાં પણ ‘કુશલદીપ' ગુરુના શિષ્ય દેવે એક કાવ્ય લખ્યું છે. સરસ છે, ધ્યાનથી સાંભળો - પરહિત ચિંતાથી વધે મૈત્રીભાવ વિશાળ, તત્ત્વવિચારે સુજ્ઞજન આગમ અર્થ રસાલ વસ્તુ સ્વરૂપ વિચારતાં, શત્રુ ન કો જગમાંય, રાગ-દ્વેષ-પરિણામથી ચેતન ગોથાં ખાય. મૈત્રી ભાવના તેરમી રે, ભાવીએ હૃદય મઝાર રે, જગત કુટુંબ કરી લેખવો રે, વૈર ન ધરીએ લગાર રે... મૈત્રી. ગુણ વિવેક વધારીએ રે, દ્વેષ તજી ગુણધાર, ક્ષીરનીરના ભેદથી રે, હંસનો ગુણ મનોહર રે... મૈત્રી, સર્વ જગતના જંતુઓ રે, માત તાત ને બાત રે, નારી, સુત, ભગિનીપણે રે, વાર અનંતી વિખ્યાત રે... મૈત્રી. કુણ વેરી કુષ્ણ બાંધવા રે, સંબંધી સર્વ સમાન, આર્ત-રૌદ્ર નિવારીએ રે, ભાવો ન ક્લેશ-નિદાન રે... મૈત્રી. કર્મવશે બહુ પ્રાણીઓ રે, શત્રુ-મિત્રપણે થાય રે, રાગ-દ્વેષને ન પોષીએ રે, સમરસ ગુણ સુખદાય ... મૈત્રી. જિનવચનામૃત પાનથી રે, કરીએ કુમત વિનાશ હૈ, કુશલદીપ-ગુરુબોધથી હૈ, દેવહૃદય સુપ્રકાશ રે... મૈત્રી, કાવ્યનો અર્થ સમજી લો ! પરહિત ચિંતનરૂપ મૈત્રીથી મૈત્રીભાવ વિશાળ-વ્યાપક થાય છે. એટલા માટે સુજ્ઞ પુરુષે આગમાનુસારી તત્ત્વ (મૈત્રી)નો વિચાર કરવો જોઈએ. જો વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં આવે તો વિશ્વમાં કોઈ પણ જીવ શત્રુ નથી, આ તો રાગદ્વેષના દુષ્ટ પરિણામથી આત્મા ભૂલ કરે છે. મૈત્રી ભાવનાને હૃદયમાં સ્થાન આપો, સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માનો. કોઈની સાથે શત્રુતા-વેર ન રાખો. બીજાંના દોષ ન જુઓ, ગુણ જુઓ. આ વિવેક બતાવવાનો છે. જે રીતે હંસ ક્ષીરનીર વિવેક કરે છે, એ રીતે ગુણદોષનો વિવેક રાખો. સંસારમાં સર્વ જીવો સાથે અનંતવાર માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર, પત્નીનો સંબંધ કર્યો છે. # પછી કોણ શત્રુ ? કોણ ભાઈ? સર્વ જીવો આપણા સંબંધી છે. આર્તધ્યાન અને ૧૫૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ રૌદ્ર ધ્યાન ન કરો. મનમાં ક્લેશ ન કરો. v સર્વજીવ કર્મવશ છે. શત્રુ મિત્ર બને છે, મિત્ર શત્રુ બને છે. એટલા માટે રાગદ્વેષ ન કરો. સદેવ પ્રશમરસમાં રહો. તે જ સુખદાયી છે. 1 જિનવચનનાં અમૃતપાનથી કુમતિ (શત્રુતા)નો વિનાશ કરો. આ રીતે આજે મૈત્રી ભાવનાનું વિવેચન પૂર્ણ થયું. સારાંશ: दुःखैन तप्येन्न सुखैः प्रहृष्येत । समेन वर्तेति सदैव धीरः ॥ દુઃખમાં જે તપતો નથી. સુખમાં જે હસતો નથી. સમભાવમાં રહેતો સદા, એ જ ધીર સદા-સર્વદા. આજે બસ, આટલું જ. મૈત્રી ભાવના ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ શિT]Gીસ્@ાગ્નિન્સી પ્રવચન ૬૧ પ્રમોદ ભાવના ૧ [: સંકલના : વીતરાગ પરમાત્મા. પરમાત્મ ગુણોમાં પ્રમોદ સર્વ જીવોને સર્વ દુઃખોમાંથી મુક્ત કરું. સમવસરણ તીર્થંકરના ૧૨ ગુણ. પ્રમોદ ભાવનાથી જીભને પવિત્ર કરો. ફાલતું ગપસપ છોડી દો. ૦ કીર્તિધર મુનિ સુકોશલ મુનિ. • શાલિભદ્ર મુનિ ધન મુનિ. • ગજસુકુમાલ મુનિ અવન્તીસુકુમાલ મુનિ. જ્ઞાની શાસનપ્રભાવક - શ્રતધર આચાર્ય જંબૂકુમાર શય્યભવસૂરિજી. સ્થૂલભદ્ર સ્વામી સિદ્ધસેન દિવાકરજી. આર્ય વજસ્વામી આચાર્ય રક્ષિતસૂરિજી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી. પંચપરમેષ્ઠીની અનુમોદના. Page #167 -------------------------------------------------------------------------- ________________ धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोर्पार्जितार्हन्त्यलक्ष्मीम् ॥१॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'માં પ્રમોદ ભાવનાનો મંગલ પ્રારંભ કરતાં સૌથી પ્રથમ વીતરાગ પરમાત્માના ગુણોની સ્તુતિ કરે છે. પ્રમોદ ગુણ પક્ષપાત. આ પરિભાષા યાદ રાખજો. પ્રમોદ ભાવનાના ગુણકીર્તનની જ ભાવના છે. આમ તો પ્રમોદ ભાવનાની બીજી પરિભાષા પણ આવી જ છે 'પરસુષ્ટિવિતા - બીજાંનાં સુખ જોઈને આનંદિત થવું, સંતુષ્ટ થવું એ પ્રમોદ-મુદિતા ભાવના છે. આ બે પરિભાષાઓના આધારે પ્રમોદભાવની આપણે વિવેચના કરશું. વીતરાગ પરમાત્મા ધન્ય ધન્ય વીતરાગ પરમાત્મા !” ક્ષપક શ્રેણીના માર્ગ ઉપર ચાલીને એમણે કર્મ-મળને ધોઈ નાખ્યો છે. તે વીતરાગ પ્રભુ ત્રણે લોકમાં ગંધહસ્તિ સમાન છે. એમનામાં સહજતયા સ્થિત જ્ઞાનથી વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો અને પૂર્ણિમાના ચંદ્રની કળાની જેમ નિર્મળ ધ્યાનધારામાં આત્મશુદ્ધિ કરી. આત્મશુદ્ધિ દ્વારા આરોહણ કરીને સેંકડો સુકૃતોનું સેવન કરીને અરિહંત પદની શ્રેષ્ઠ શોભા પ્રાપ્ત કરી અને મુક્તિના સાનિધ્યમાં પહોંચી ગયા. तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै यं गायं पुनीम स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौरवर्यमग्नाम् ॥ २॥ “કર્મક્ષય થયો, અનેક ગુણો ઉત્પન્ન થયા, નિર્મળ સ્વભાવ દ્વારા એ ગુણોનું વારંવાર ગાન કરતાં આપણે આપણા આઠે ઉચ્ચારોને પવિત્ર કરીએ. પરમાત્માના સ્તોત્રોનું ગાન કરનારી જીભ જ ભક્તિરસને જાણે છે. બાકી, ફાલતું ગપસપ અને પારકી પંચાયત કરનારી જીભ રસજ્ઞ બની શકતી નથી એવું હું (ગ્રંથકાર) માનું છું.” પરમાત્મ ગુણોમાં પ્રમોદઃ ગ્રંથકાર ઉપાધ્યાયજીએ બે સ્ત્રગ્ધરા છંદમાં પરમાત્મ ગુણો પ્રત્યે પ્રમોદ ભાવના ભાવી છે ગુળપક્ષપતિ પ્રમોદ - ગુણોનો પક્ષપાત જ પ્રમોદ ભાવના છે. સર્વશ્રેષ્ઠ પ્રમોદ ભાવના ૧૫૩] Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુણસંપત્તિ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મામાં જ હોય છે. જે આત્મા તીર્થંકર થવાનો હોય છે, એ આત્મામાં અન્ય જીવોની અપેક્ષાએ વિશિષ્ટ ગુણવૈભવ હોય છે અને સુકૃતોનો સંચય હોય છે. સહજભાવે જ્ઞાન અને વૈરાગ્ય પ્રકટ થાય છે. પછી એ ગુણો પૂર્ણચંદ્રની કલાની જેમ વૃદ્ધિ પામતા જાય છે. નિર્મળ ધ્યાનધારામાં (ક્ષપક શ્રેણીમાં) આત્મશુદ્ધિ કરતાં અરિહંત તીર્થંકરપદ પ્રાપ્ત કરી લે છે. પછી મુક્તિ મોક્ષ-નિવણ તો નિશ્ચિત થાય જ છે. સર્વ જીવોને સર્વ દુઃખોમાંથી મુક્ત કરું? તીર્થકર બનનાર વિશિષ્ટ આત્માઓમાં આ ભાવના - હું સર્વ જીવોને સર્વ દુખોમાંથી મુક્ત કરું.' - અવશ્ય પેદા થાય છે. આ ઉત્કૃષ્ટ કોટિની કરુણા હોય છે. આ ભાવનાને ફળીભૂત કરવા માટે એ ૨૦ સ્થાનક તપની આરાધના કરે છે. ભાવના અને આરાધનાનું સંમિશ્રણ થતાં તેમનામાં તીર્થકરત્વ ઉત્પન્ન થાય છે. તીર્થકર થવાના ભવમાં પોતાની ભાવનાને અનુરૂપ સર્વપ્રથમ દ્રવ્યદયાના રૂપમાં તે વરસીદાન આપે છે. એક વર્ષ સુધી તે કરોડો રૂપિયાનું દાન આપે છે - કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર! જે મનુષ્ય આ દાન પામે છે તે અચૂક ભવ્ય જીવ હોય છે. ભવ્ય જીવ કોઈકને કોઈક કાળે અવશ્ય મુક્તિ પામે છે! સમવસરણ -તીર્થકરના ૧૨ ગુણઃ એક વર્ષ સુધી વરસીદાન આપ્યા પછી આ મહાન આત્મા ચારિત્રધર્મ સ્વીકારે છે. રાજ્યવૈભવ અને સંસારનો પ્રપંચ ત્યાગીને અણગાર બને છે. ઉગ્ર તપ કરીને ઘાતી કર્મોનો ક્ષય કરીને તે વીતરાગ-કેવળજ્ઞાની બની જાય છે. તરત જ દેવો તીર્થંકરની દેશના માટે સમવસરણની રચના કરે છે. ત્રણ ગઢ બનાવે છે. ઉપર ત્રીજા ગઢ ઉપર (૧) સિંહાસન હોય છે. એની ઉપર તીર્થકર બિરાજે છે. સિંહાસન ઉપર (૨) અશોકવૃક્ષ હોય છે. સિંહાસનની બંને બાજુ દેવો (૩) ચામર લઈને ઊભા રહે છે. તીર્થકરને ધીરે ધીરે ચામર ઢોળતા હોય છે. તીર્થકર બંને પગ પાદપીઠ ઉપર રાખીને બેસે છે. એમના મસ્તકની પાછળ તેજપૂંજ જેવું (૪) ભામંડળ હોય છે. મસ્તક ઉપર (૫) ત્રણ છત્ર હોય છે. આકાશમાંથી દેવો () પુષ્પવૃષ્ટિ કરતા રહે છે. (૭) દુભિ વગાડતા હોય છે અને પરમાત્માની દેશનાને વિશેષ કર્ણપ્રિય બનાવવા માટે (૮) દિવ્યધ્વનિ કરે છે. આ આઠ ગુણ તો પ્રત્યક્ષ દેખાતા હોય છે. બીજા ચાર ગુણો કે જે ‘અતિશય’ કહેવાય છે, તે આંતરિક હોય છે. . (૯) પ્રથમ જ્ઞાનાતિશય હોય છે. એટલે કે અનંતજ્ઞાન હોય છે. . (૧૦) બીજો વચનાતિશય હોય છે. તેમનાં વચન દિવ્ય પ્રભાવશાળી હોય છે. દેવ, મનુષ્ય, પશુપક્ષી સર્વ જીવો પોતપોતાની ભાષામાં તીર્થંકરનો ઉપદેશ [૧૫૪ " શાન્તસુધારસઃ ભાગ ૩] Page #169 -------------------------------------------------------------------------- ________________ સમજી શકે છે. (૧૧) ત્રીજો અતિશય પૂજાતિશય’ હોય છે. તીર્થંકર ત્રણે લોકમાં પૂજનીય હોય છે. દેવ-દેવેન્દ્ર, મનુષ્ય-માનવેન્દ્ર, સૌ તીર્થંકરના ભક્ત હોય છે. (૧૨) ચોથો અતિશય ‘અપાયાપગમ’ હોય છે, તીર્થંકર જે પ્રદેશમાં હોય છે, જે જે પ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાં કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. અપાયોનો-અપગમનો નાશ થઈ જાય છે. આ ૮ + ૪ = ૧૨ ગુણોનું વારંવાર અહોભાવથી સ્મરણ કરવું જોઈએ. આ એમનું તીર્થંકરત્વ છે, અર્હત્વ છે. વારંવાર એની ભાવપૂર્વક અનુમોદના કરવી એ ‘પ્રમોદ ભાવના’ છે. પ્રમોદ ભાવનાથી જીભને પવિત્ર કરો ઃ કદાચ તમે લોકો તમારી જીભનું જેટલું સમજવું જોઈએ એટલું મહત્ત્વ સમજતા નહીં હો. એટલા માટે જીભનો જેટલો સદુપયોગ કરવો જોઈએ એટલો નહીં કરતા હો. પરમાત્માના ગુણ ગાવાથી, પરમાત્માનાં ગીત ગાવાથી, ૫રમાત્માનાં વચન બોલવાથી જીભનો સદુપયોગ થાય છે. જીભ પવિત્ર બને છે. પુણ્યકર્મ બાંધે છે. પવિત્ર જીભ સૌભાગ્ય અને યશ વધારે છે અને પરમાત્માનો પક્ષ લેનાર એક દિવસે પરમાત્માની જ્યોતમાં લીન બની જાય છે. પરમાત્માનાં અનેક સ્તોત્રો છે - સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ. હજારો સ્તવનો છે પ૨માત્માના ગુણગાન કરવા માટે. તમે ગાતા રહો, ઘરમાં ગાઓ, મંદિરમાં પણ ગાઓ. ફાલતું ગપસપ છોડી દો જ્યાં સુધી તમને ફાલતું ગપસપ કરવામાં મજા આવે છે, પારકી પંચાયત કરવામાં મજા પડે છે, ત્યાં સુધી તમે પરમાત્માના ગુણોનું ગાન નહીં કરી શકો. આદત પડી ગઈ છે ને ? આ આદત છોડી દેવી પડશે. ફાલતું ગપસપ કરવાથી : આપણી મૂલ્યવાન જીભનો દુરુપયોગ થાય છે. બીજાંની નિંદા કરવાનું મોટું પાપ થાય છે. કોઈની સાથે શત્રુતા થાય છે. જૂઠ્ઠું બોલાઈ જાય છે. કોઈને કોઈ મદ-અભિર્માન થઈ જાય છે. સ્વપ્રશંસા થઈ જાય છે. પ્રમોદ ભાવના ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ . કોક વાર જિનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ જાય છે. | આપણું આત્મનિરીક્ષણ નથી થતું. | સત્સંગ થતો નથી. - ધર્મક્રિયાઓ નથી થતી. આ તમામ નિરર્થક ગપસપ અને પારકી પંચાયત પ્રમોદ ભાવનામાં અવરોધરૂ૫ છે. દોષગાન કરનારા હોય છે. જેમ કે . તમે કહેશો પેલો ભાઈ સારું દાન આપે છે, તો પંચાયત કરનારો કહેશે - ઠીક છે, પરંતુ એની દ્રષ્ટિ બરાબર નથી. | તમે કહેશો પેલો ભાઈ પરોપકારી છે, પંચાયતિયો કહેશે તે અભિમાની છે. તમે કહેશો એ ભાઈ સદાચારી છે, તો પંચાયતિયો કહેશે તે મોટો લોભી છે. ' - તમે કહેશો એ જ્ઞાની છે, તો પંચાયતિયો કહેશે એ તો પોથી-પંડિત છે. | તમે કહેશો એ ભાઈ દયાળુ છે, તો એ કહેશે ધંધામાં તો તે કસાઈ છે. પંચાયત કરનારા, ફાલતું ગપસપ કરનારા, પ્રમોદ ભાવના’ નામની વાત જ જાણતા નથી. એમને મૈત્રી આદિ ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. એટલા માટે એવા લોકોથી બચીને રહો. નહીંતર તમે પણ પ્રમોદ ભાવના ભાવી શકશો નહીં હવે ગ્રંથકાર મુનિજનોના ગુણોની, ઉપકારોની અને સાધનાની અનુમોદના કરતાં કહે છે - निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तर्निविष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥३॥ આશરે બે હજાર વર્ષો પૂર્વે શ્રમણ સમુદાયમાં એવી સાધના-આરાધના હતી કે સુયોગ્ય મુનિ જો કે જે ઈન્દ્રિયવિજેતા હોય, શાન્ત હોય, જ્ઞાની હોય, પરીષહ સહન કરવામાં સમર્થ હોય એ ગુરુદેવની આજ્ઞા પામીને એકલા જ પર્વતોની ગુફામાં જઈને, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વનપ્રદેશમાં, નદીના કિનારે, કૂવાના કિનારે જઈને ધર્મધ્યાનમાં નિમગ્ન બની જતા હતા. પક્ષના, મહિનાના, ચાર-છ માસના ઉપવાસ કરતા હતા, સમરસમાં લીન રહેતા હતા. એવા વિશિષ્ટ સાધક મુનિઓ પ્રત્યે પ્રમોદભાવના ભાવવાની છે. એવા શ્રેષ્ઠ મુનિઓના કેટલાંક દ્રષ્ટાંતો સંક્ષેપમાં બતાવું છું. ૧૫૬ શાન્ત સુધારસ : ભાગ ૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ કીર્તિધર મુનિ - સુકોશલ મુનિ શ્રીરામના પૂર્વજોના ઇતિહાસમાં એક કથા આવે છે - અયોધ્યાના રાજા કીર્તિધર અને એમના પુત્ર સુકોશલની. રાજા કીર્તિધરની રાણી હતી સહદેવી. રાજા કીર્તિધર વૈરાગી બને છે. બાલપુત્ર સુકોશલનો રાજ્યાભિષેક કરીને તે વિજયસેન મુનિની પાસે દીક્ષા લે છે. તે તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. અનેક ઉપસર્ગ-પરીષહો સહન કરવા લાગ્યા સમતાભાવથી, ગુરુઆજ્ઞા પામીને એ એકલા વિહાર કરવા લાગ્યા. એક વાર કીર્તિધર મુનિવરે એક માસના ઉપવાસ કર્યા. પારણાના દિવસે તે અયોધ્યામાં ગયા. અયોધ્યાના રાજમાર્ગ પરથી પસાર થતા મુનિરાજને સહદેવીએ જોઈ લીધા. તેણીએ વિચાર કર્યો - ‘હું પતિરહિત તો થઈ જ ગઈ છું. હવે પિતા મુનિને જોઈને સુકોશલ પણ દીક્ષા લઈ લેશે, તો હું પુત્રરહિત થઈ જઈશ. રાજ્ય અનાથ થઈ જશે. આ મુનિરાજ છે, મારા પતિ છે, વ્રતધારી છે, નિરપરાધી છે, છતાં રાજ્યની કુશળતા ટકાવી રાખવા એમને નગરની બહાર કાઢી મૂકવા જોઈએ' અને નોકરો દ્વારા કાઢી પણ મુકાવ્યા. પરંતુ ધાવમાતા દ્વારા પુત્ર સુકોશલને ખબર પડી ગઈ. એ નગરની બહાર પહોંચી ગયો. પિતા મુનિને તેણે હર્ષથી વંદન કર્યાં. વિરક્ત બનીને તેણે પણ દીક્ષા લઈ લીધી. પુત્રવિયોગી રાણી સહદેવી અત્યંત ખિન્ન અને સંતપ્ત થઈ ગઈ. પતિ અને પુત્ર પ્રત્યે તે ખૂબ જ રોષાયમાન થઈ અને મરીને તે એક પર્વતીય ગુફામાં વાઘણ બની. કીર્તિધર મુનિ અને સુકોશલ મુનિ શાન્ત હતા, દાન્ત હતા, નિઃસ્પૃહી હતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં રત હતા. તેઓ ચાતુર્માસ કરવા માટે એક પર્વતીય ગુફામાં ગયા. ચાર માસના ઉપવાસ અને કાયોત્સર્ગમાં લીન ! ચાર માસ પૂરા થઈ ગયા. બંને મુનિઓ માસખમણનાં પારણાં કરવા ગુફામાંથી બહાર આવ્યા અને પહાડ ઊતરવા લાગ્યા. ત્યાં પેલી વાઘણ - સહદેવીએ બંનેને જોયા. તત્કાલ દોડીને તે સામે આવી. બંને મુનિઓ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી ગયા. સમાધિમૃત્યુ માટે તત્પર થઈ ગયા. એ વાઘણ સીધી જ સુકોમલ મુનિ ઉપર વીજળી વેગે તૂટી પડી, મુનિને પૃથ્વી ઉપર પાડી નાખ્યા. તેમનાં શરીરને તીક્ષ્ણ નખોથી ચીરી નાખ્યું અને શરીરનું માંસ ખાવા લાગી, રક્ત પીવા લાગી. મુનિવરે ચિંતન કર્યું : “આ વાઘણે કર્મક્ષય કરવામાં મને સહાય કરી છે. મારી ઉપર ઉપકાર કર્યો છે.” મુનિરાજે ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો અને કેવળજ્ઞાન પામી તે જ ક્ષણે મોક્ષમાં ચાલ્યા ગયા. પ્રમોદ ભાવના ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર મુનિ-ધન મુનિ તમે શાલિભદ્ર મુનિની વાત જાણતા જ હશો. અપાર વૈભવ અને રૂપવતીગુણવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને બંનેએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. દિક્ષાના બીજા દિવસે ઉપવાસનું પારણું કરીને ભગવાનની અનુજ્ઞા લઈને બંને મુનિઓ વૈભારગિરિ ઉપર ચાલ્યા ગયા હતા અને પર્વતની શિલા ઉપર સૂતાં જ અનશન વ્રત લઈ લીધું હતું અને આત્મધ્યાનમાં લીન બન્યા હતા. એ સમયે શાલિભદ્રની માતા અને તેમની ૩ર પત્નીઓ દર્શન કરવા આવી. બંને મુનિઓને પર્વત ઉપર ધ્યાનમગ્ન દશામાં જોઈને માતા અને પત્નીઓનાં મન ખિન્ન થઈ ગયાં. તે રડવા લાગ્યાં. માતાએ બોલવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ બંને મુનિઓ ધ્યાનમગ્ન જ રહ્યા. માતાએ બોલવા ખૂબ જ આગ્રહ કર્યો છતાં ન સાંભળ્યું. શાલિભદ્ર મુનિ કાળધર્મ પામીને અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયા, ધન્ય મુનિ મુક્તિ પામ્યા. ગજસુકુમાલ મુનિ ગજસુકમાલ શ્રીકૃષ્ણના નાના ભાઈ હતા. માતા દેવકીના પ્રિય પુત્ર હતા. ભગવાન નેમનાથના ઉપદેશથી તેમને વૈરાગ્ય થયો અને દીક્ષા લેવા તત્પર થયા. જ્યારે તે દીક્ષા લેવા ચાલ્યા ત્યારે માતા દેવકીએ તેમને કહ્યું: દેવકી કહે છે જાયા મોરા, સંયમે ચિત્ત સ્થાપો રે, મુજને તજીને વીરા મોરા, અવરમાત મત કીજે રે. કર્મ ખપાવી ઈરભવ વીરા, હેલો મુક્તિ વરજે રે. ચિરંજીવો કુંવર તમે. ગજસુકુમાલ રે. દેવકી માતાએ કહ્યું: “મારા પુત્ર! હવે સંયમમાં ચિત્ત સ્થિર કરો. મારો ત્યાગ કરીને હવે તારે અન્ય માતા -નવી માતા કરવાની નથી. કર્મક્ષય કરીને આ ભવમાં તું મુક્તિ પામી જજે.' . ગજસુકુમાલ મુનિ દીક્ષા લીધા પછી ગુરુદેવની આજ્ઞા પામીને સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. બીજે દિવસે ગજસુકુમાલના સસરા ત્યાં પહોંચ્યા. તેમને અતિરોષ ઊપજ્યો: ‘મારી પુત્રીને અનાથ બનાવીને તું સાધુ બની ગયો? તેમણે મુનિના મસ્તક ઉપર અંગારા ભરી દીધા. આગ લાગી. મુનિરાજે શાન્ત સુધારસનું પાન કર્યું. અનંત વેદના સહન કરવા છતાં પણ કોઈનેય દોષ ન દીધો. તેમણે વિચાર્યું: “સસરાએ મને મોક્ષ પાઘડી બંધાવી !' કર્મક્ષય થયો. મુનિરાજે તો મુક્તિ પ્રાપ્ત કરી લીધી. આવા મુનિરાજ પ્રત્યે પ્રમોદ ભાવના ભાવીને ચિત્તને ઉલ્લસિત કરવાનું છે. [૧૫૮ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #173 -------------------------------------------------------------------------- ________________ અવંતીસુકુમાલ મુનિ : ગ્રંથકાર એવા મુનિવરોને ધન્યવાદ આપે છે, એમના ગુણગાન ગાય છે, એમના પ્રત્યે પ્રમોદભાવ રાખે છે કે જે પર્વતનાં શિખરો ઉપર, ગુફામાં, એકાન્ત ભયાનક વનમાં બેસીને ધર્મધ્યાનમાં લીન રહે છે. આજે તમને એવા કેટલાક મુનિવરોનાં દૃષ્ટાંતો એ દૃષ્ટિએ સંભળાવું છું. માલવદેશમાં ઉજ્જયિની નગરી છે, ત્યાં ભદ્રા નામની સાર્થવાહી રહેતી હતી. એની પાસે ૩૨ કરોડ સ્વર્ણ રૂપિયા હતા. એક પુત્ર હતો, નામ હતું અવંતીસુકુમાલ. ૩૨ કન્યાઓ સાથે એનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. ૩૨ પત્નીઓ સાથે તે યથેચ્છ ભોગસુખ ભોગવતો હતો. એક દિવસે એ ભદ્રા શેઠાણીને ત્યાં એ સમયના પરમજ્ઞાની અને શાસનપ્રભાવક આચાર્યશ્રી સુહસ્તિ પોતાના શિષ્યપરિવાર સાથે પધાર્યા. રાત્રિવિશ્રામ એને ત્યાં એની પટશાળામાં કર્યો. રાત્રિના સમયે એક મુનિરાજ શાસ્ત્રાધ્યયન કરી રહ્યા હતા. એમાં દેવલોકના ‘નલિનીગુલ્મ’વિમાનનું વર્ણન હતું. અવંતીસુકુમાલ એ વિમાનમાંથી જ આયુષ્ય પૂર્ણ થતાં ભદ્રા માતાના ઉદરમાં આવ્યો હતો. આજે મુનિરાજના મુખેથી એ ‘નલિનીગુલ્મ’ વિમાનનું વર્ણન સાંભળીને એને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એની કલ્પનામાં નલિનીગુલ્મ વિમાન સાકાર થઈ ગયું. એ જોયા પછી એને મનુષ્યનાં સુખ તુચ્છ-અસાર લાગ્યાં. એને ફરીથી એ દેવ વિમાનમાં જવાની પ્રબળ ભાવના જાગી. એ ગુરુદેવની પાસે ગયો. તેણે પોતાના પૂર્વજન્મની સ્મૃતિની વાત કરી, “મારે ફરીથી ત્યાં જવું છે. મારે શું કરવું જોઈએ ગુરુદેવ !’ ગુરુદેવે કહ્યું ઃ ‘વત્સ ! ચારિત્ર ગ્રહણ કરીને, એનું પાલન કરીને તું દેવવિમાનમાં જઈ શકે છે.' અવંતીસુકુમાલે ચારિત્ર સ્વી કારી લીધું. પંચમુષ્ઠિ લોચ કર્યો; મુનિવેશ ધારણ કરી લીધો અને ગુરુદેવની આજ્ઞાથી સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. રાત્રિનો સમય હતો. ત્યાં એક શિયાળણી પોતાના બચ્ચાં સાથે આવી. પૂર્વજન્મનું વેર હતું અવંતીસુકુમાલની સાથે અને નવપ્રસવા હોવાથી તે અત્યંત ભૂખી હતી. તેણે મુનિ ઉપર કૂદકો માર્યો અને મુનિના શરીરને ચીરી નાખ્યું ! રુધિરની ધારા વહેવા લાગી. શિયાળણી અને એનાં બચ્ચાંઓએ માંસ ખાધું અને રુધિર પીધું. મુનિરાજ તો શુભ ધ્યાનમાં જ રહ્યા. એમનું મૃત્યુ થઈ ગયું - એ ‘નલિનીગુલ્મ’ વિમાનમાં દેવ બન્યા. આ રીતે પર્વતની ગુર્રમાં, એકાન્ત વનમાં અને ગીચ પ્રદેશમાં જઈને ત્યાં કાયોત્સર્ગ ધ્યાનમાં ધર્મધ્યાનમાં લીન બનેલા, મહિનો, ચાર મહિના ઉપવાસ પ્રમોદ ભાવના ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ કરનારા અને સમભાવમાં ઉપસર્ગોને સહન કરનાર કેટલાક શ્રેષ્ઠ મુનિવરોનાં દ્રષ્ટાંત બતાવ્યાં. જ્ઞાની શાસનપ્રભાવક-શ્રુતધર આચાર્ય येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः । शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥ ગ્રંથકાર એ મહાનુભાવો પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરે છે કે જે જ્ઞાની છે. શ્રુતજ્ઞાનથી જેમની પ્રજ્ઞા પવિત્ર બની છે, જે લોકો ધર્મોપદેશ આપીને જિનશાસન વધારે છે. જે શાન્ત-પ્રશાન્ત છે, મન અને ઈન્દ્રિયોના વિજેતા છે. પૂર્વકાળમાં જે મહાન આચાર્યો થઈ ગયા એમાંથી કેટલાક આચાદવોનો પરિચય આપું છું. બૂકુમાર - અંતિમ કેવલીઃ વિર નિવસિ પૂર્વે ૧૬ વર્ષે જંબૂકુમારનો જન્મ રાજગૃહીમાં થયો હતો. પિતાનું નામ ઋષભદત્ત અને માતાનું નામ હતું ધારિણી. ૧૬ વર્ષની ઉંમરે તેમણે ગણધરશ્રી સુધમસ્વિામી પાસેથી બોધ પ્રાપ્ત કર્યો. તેમણે આઠ પત્નીઓને પણ પ્રતિબુદ્ધ કરી. બધી દીક્ષા લેવા માટે તૈયાર થઈ. રાત્રિના સમયે પ્રભવ’ નામનો ચોર ૪૯૯ સાથી. ચોરોની સાથે ચોરી કરવા આવ્યો. એ બધાંને જંબૂકમારે પ્રતિબદ્ધ કર્યા. એ ૫૦૦ જણા દીક્ષા લેવા તૈયાર થયા. ૧૬ વર્ષની ઉંમરમાં, વીર સંવત ૧માં એ બધાંએ ચારિત્રધર્મ ગ્રહણ ક્ય. જંબૂસ્વામી કેવળજ્ઞાની બનીને મોક્ષે ગયા. એ અંતિમ કેવળજ્ઞાની થયા. માતાપિતાએ પણ પુત્રની સાથે જ ચારિત્ર સ્વીકારી લીધું હતું. એમને ભાવપૂર્વક વંદના કરો, એમના ગુણોની અનુમોદના કરો. શÀભવસૂરિજી: વીર સંવત ૩પમાં રાજગૃહીમાં શäભવ ભટ્ટનો જન્મ થયો હતો, યુવાનીમાં આવ્યા અને સારા વિદ્વાન બન્યા હતા. આ બાજુ જંબૂસ્વામીના ઉત્તરાધિકારી પ્રભવસ્વામી પોતાના ઉત્તરાધિકારીની શોધમાં હતા. તેમણે પોતાની જ્ઞાનદ્રષ્ટિથી જોયું. પોતાના સાધુસમુદાયમાં કોઈ સાધુ ઉત્તરાધિકારી બનવા માટે લાયક જોયો નહીં. તેમણે જ્ઞાનદ્રષ્ટિથી બ્રાહ્મણ સમાજમાં જોયું. યજ્ઞમંડપમાં બેઠેલા શયંભવ ભટ્ટને જોયા. એ ઉત્તરાધિકારીના રૂપમાં તેમને યોગ્ય લાગ્યા. તેમણે તરત જ બે પ્રજ્ઞાવંત સાધુઓને યજ્ઞમંડપના દ્વાર ઉપર મોકલ્યા. ગુરુદેવના નિર્દેશ અનુસાર તેઓ તારસ્વરમાં બોલ્યા - अहो कष्टं अहो कष्टं ! तत्त्वं न ज्ञायते परम् । [૧૬૦ Lu ... શાન્તસુધારસઃ ભાગ ૩] ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ વાર બોલ્યા. સાંભળીને શય્યભવ ભટ્ટને આશ્ચર્ય થયું. જૈન મુનિ અસત્ય નથી બોલતા' એ એમનો વિશ્વાસ હતો. તે ઊભા થયા અને જ્યાં પ્રભવસ્વામી ઊતર્યા હતા ત્યાં ગયા. “અહો વર્ણ..” નું રહસ્ય પૂછ્યું. પ્રભવસ્વામીએ કહ્યુંઃ યજ્ઞના યૂપની નીચે શ્રીજિનપ્રતિમા છે. એના પ્રભાવથી યજ્ઞ સફળ થાય છે.' શäભવે યજ્ઞનો ધૂપ કઢાવીને ત્યાં ખોદકામ કરાવ્યું, તો જિનપ્રતિમા નીકળી. શય્યભવ ફરીથી પ્રભવસ્વામી પાસે ગયા. દીક્ષા લઈ લીધી. એ સમયે શäભવની પત્ની સગર્ભા હતી. જ્યારે પુત્રનો જન્મ થયો તો તેનું નામ મનકી રાખવામાં આવ્યું. જ્યારે મનક આઠ વર્ષનો થયો તો પિતાને શોધવા એ ચંપાપુરી પહોંચ્યો. નગરના દ્વાર ઉપર જ શäભવ સ્વામી એને મળી ગયા. તેમણે પુત્રને ઓળખ્યો. મનકને લઈને તે ઉપાશ્રયે આવ્યા. જ્ઞાનબળથી તેમણે મનકનું આયુષ્ય જોયું, એ તો સ્તબ્ધ જ થઈ ગયા. આયુષ્ય માત્ર છ માસ જ બાકી હતું. તેમણે મનકને દીક્ષા આપી અને એ જ દિવસે સાયંકાળે મનક માટે દશવૈકાલિક સૂત્ર'ની રચના કરી. મનકને ભણાવતા રહ્યા. ૬ માસ પૂર્ણ થતાં મનક મુનિનો સ્વર્ગવાસ થઈ ગયો. શઠંભવસૂરિજી ૨૮ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. ૩૪ વર્ષ ચારિત્રપયયનું પાલન કર્યું હતું. ૬૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, વીર સંવત ૯૭માં એમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. એ “મનકપિતા'ના નામે પણ પ્રસિદ્ધ છે. સ્થૂલભદ્ર સ્વામી ૮૪ ચોવીસી સુધી જેમનું નામ સંસારમાં લેવામાં આવશે, એ સ્થૂલભદ્ર સ્વામી વીર સંવત ૧૧૬માં પાટલીપુત્ર (પટણા)માં જન્મ્યા હતા. પિતા શકટાલ નંદરાજાના મહામંત્રી હતા. માતા હતી લાછલદે. યૌવનમાં તે મગધનતંકી કોશાના પરિચયમાં આવ્યા હતા. પાછળથી તે કોશાના ઘરમાં જ રહેતા હતા. પિતાની હત્યા થતાં તે વિરક્ત બની ગયા. ૩૦ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લઈ લીધી હતી. એમની સાત બહેનો પણ સાધ્વી બની હતી. સ્થૂલભદ્રજીએ તત્કાલીન મહાન મૃતધર મહર્ષિભદ્રબાહુ સ્વામીની પાસેથી ૧૪ પૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દીક્ષા લીધા પછી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યા. સ્વયં નિર્વિકાર, શાન્ત, દત્ત રહ્યા અને કોશાને બાર વ્રતધારિણી શ્રાવિકા બનાવી દીધી હતી. તેમણે વૈભારગિરિ ઉપર ૧૫ દિવસના ઉપવાસ કર્યો. વીર સંવત ૨૧૫માં એમનો સ્વર્ગવાસ થયો હતો. સ્થૂળભદ્ર સ્વામી દક્ષા પછી મન-વચન અને કાયાથી બ્રહ્મચારી રહ્યા હતા. આજે પણ એમના નામમંત્રની માળા ફેરવવાથી મનુષ્ય બ્રહ્મચારી બનવામાં સફળ રહે છે. આવા મહાન ઋષિને પ્રતિદિન યાદ કરીને એમને વંદન કરીએ અને એમના મહાન ગુણોની અનુમોદના કરીએ. [ પ્રમોદ ભાવના ES U ૧૬૧] Page #176 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન દિવાકરજી ઃ સિદ્ધસેન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. પિતાનું નામ હતું દેવર્ષિ અને માતાનું નામ હતું દેવશ્રી. એમનો જન્મ ઉજૈનમાં થયો હતો. જ્યારે તે યુવાવસ્થામાં આવ્યા હતા ત્યારે તે સમર્થ વિદ્વાન અને વાદી બન્યા હતા. પરંતુ એક દિવસે નગરની બહાર જૈનાચાર્ય વૃદ્ધવાદસૂરિજી સાથે વાદવિવાદમાં હારી ગયા. તો તેમણે સંસારનો ત્યાગ કર્યો અને વૃદ્ધવાદીસૂરિના શિષ્ય બની ગયા. તેમણે પોતાની અપ્રતિમ કાવ્યપ્રતિભાથી રાજા વિક્રમાદિત્યનું હૃદય જીતી લીધું હતું. રાજાએ એક કરોડ સોનામહોરો સિદ્ધસેન દિવાકરને આપવા ઇચ્છા કરી, તો તેમણે ના પાડી દીધી! એ સોનામહોરોથી સિદ્ધસેન દિવાકરજીએ નૂતન જિનમંદિર બંધાવ્યાં અને પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ રીતે તેમણે કુમારપ્રામના રાજા દેવપાળને પણ પ્રતિબદ્ધ કર્યો હતો. સંમતિતર્ક નામનો અદભૂત દાર્શનિક ગ્રંથ એમની અમર રચના છે. કલ્યાણમંદિર' સ્તોત્ર પણ તેમની રચના છે કે જે મહાપ્રભાવિક છે. એમને યાદ કરી ભાવપૂર્વક વંદના કરીએ. આર્ય વજસ્વામી આર્ય વજસ્વામીનો જન્મ વીર સંવત ૪૯૬માં તુંબવન(માલવ)માં થયો હતો. પિતાનું નામ ધનગિરિ હતું, માતાનું નામ હતું સુનંદા. જ્યારે વજકુમાર માતાના ઉદરમાં હતા ત્યારે ધનગિરિએ આચાર્યશ્રી સિંહગિરિની પાસે દીક્ષા લઈ લીધી હતી. પુત્રનો જન્મ થયા પછી છ માસનો પુત્ર થયો અને તેને પણ પિતા મુનિને આપી દીધો. સાધ્વીજીના ઉપાશ્રયમાં પારણું બાંધવામાં આવ્યું અને વજકુમારને ત્યાં રાખવામાં આવ્યો. સાધ્વીજીના મુખેથી ૧૧ અંગ (આગમશાસ્ત્ર) સાંભળી સાંભળીને યાદ કરી લીધાં! નાની ઉંમરે જ તેને દિક્ષા આપવામાં આવી. અવન્તીમાં દેવોએ વજસ્વામીની પરીક્ષા લીધી. દેવોએ પ્રસન્ન થઈને વૈક્રિય લબ્ધિ’ અને ‘આકાશગામિની લબ્ધિ' પ્રદાન કરી. તેમણે ભદ્રગુપ્તાચાર્યજીની પાસે રહીને ૧૦ પૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ વિશિષ્ટ કોટિના વિદ્વાન હતા. જ્યારે તેઓ પાટલીપુત્ર(પટણા)માં ગયા હતા ત્યારે ત્યાંના કરોડપતિ ધનદેવની પુત્રી રૂક્ષ્મણીએ વજસ્વામીના અપૂર્વ સૌંદર્યનું વર્ણન સાંભળીને નિર્ણય કર્યો હતો કે હું વજસ્વામી સાથે લગ્ન કરીશ.' એને ખબર પડી કેવજસ્વામીએના નગરમાં આવ્યા છે તો પિતા ધનદેવની સાથે તેજસ્વામીની પાસે ગઈ. ધનદેવે કહ્યું: “મારી પુત્રીનો સ્વીકાર કરો અને કરોડો રૂપિયાનો પણ સ્વીકાર કરો.” વજસ્વામીએ રુક્ષ્મણીને પ્રતિબોધ આપ્યો અને દીક્ષા આપી. શાન્તસુધારસઃ ભાગ ૩| ૧૬૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પ્રદેશમાં દુષ્કાળ પડ્યો હતો. વજસ્વામી જૈનસંઘને ત્યાંથી આકાશમાર્ગે જગન્નાથપુરીમાં લઈ ગયા. ત્યાંના બૌદ્ધરાજાને પ્રતિબદ્ધ કર્યો. પાલીતાણા (શત્રુંજય)માં કપર્દી યક્ષનો ઉપદ્રવ હતો, એ દૂર કર્યો અને નવા યક્ષની સ્થાપના કરી. શ્રેષ્ઠી જાવડશાહને ઉપદેશ આપીને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. જાવડશાહે વીર સંવત પ૭૦માં પ્રતિષ્ઠા કરાવી. જાવડશાહ અને તેની પત્ની મંદિરમાં આનંદવિભોર થઈને નાચવા લાગ્યાં, હર્ષોલ્લાસ મનાવવા લાગ્યાં. આયુષ્ય પૂર્ણ થયું અને બંનેનો સ્વર્ગવાસ થઈ ગયો. આવા ઉત્તમ, શ્રેષ્ઠ આચાર્યદેવને ભાવપૂર્વક વંદના-અનુમોદના કરીએ. આચાર્યશ્રી રક્ષિતસૂરિજી ઃ આચાર્યશ્રી રક્ષિતસૂરિજીનો જન્મ દશપુર(મંદસોર-માળવા)માં વીર સંવત પર૨માં થયો હતો. પિતાનું નામ સોમદેવ હતું, માતાનું નામ રુદ્ર સોમા હતું. બે પુત્રો હતા - રક્ષિત અને ફલ્યુ. રક્ષિત પાટલીપુત્રમાં ૧૨ વર્ષ સુધી વેદ-વેદાંગ ભણ્યો, ષડદર્શનનો વિદ્વાન બન્યો. દશપુરના રાજાએ આર્ય રક્ષિતનું સન્માન કર્યું. માતા જૈનધર્મી હતી. માતાએ આર્ય રક્ષિતને દ્રષ્ટિવાદ' ભણવાની પ્રેરણા આપી હતી. આર્ય રક્ષિતના મામા તોસલીપુત્ર હતા. તે મામાની પાસે જવા નીકળ્યો. રસ્તામાં શેરડીના સાડા નવ સાંઠા લઈને એક સંબંધી મળ્યો. શુભ શુકન થયા. તે ઉપાશ્રયમાં ગયો. ત્યાં ઢક્કર નામનો શ્રાવક વંદન કરી રહ્યો હતો. જોઈને, સાંભળીને તેણે તે પ્રકારે વંદન કર્યાં. આચાર્ય તોસલીપુત્રે આર્ય રક્ષિતને દીક્ષા આપી અને વજસ્વામી પાસે દૃષ્ટિવાદ' ભણવા માટે મોકલ્યા. રસ્તામાં અવન્તીનગરીમાં આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિજીને વીર સંવત પ૬૩માં અનશન કરાવી અંતિમ આરાધના કરાવી. પોતાના ભાઈ ફલ્ગ-રક્ષિતને દીક્ષા આપી. સાડા નવ પૂર્વોનું અધ્યયન કર્યું અને તે દશપુરમાં પધાર્યા. પોતાનાં માતા-પિતાને દિક્ષા આપી. પછી અનશન કરીને દશપુરમાં જ સ્વર્ગવાસી થયા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીઃ ૧૪ વિદ્યાઓના પારગામી હતા પંડિત હરિભદ્ર. ચિતોડના રાજા જિતારિના તે રાજપુરોહિત હતા. એમની એક પ્રતિજ્ઞા હતી કે “જેનું વચન હું સમજું, તેનો શિષ્ય બની જઈશ.” એક દિવસે પ્રભાતમાં જૈન સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા. તેમના કાને પ્રાકૃત ભાષાનો એક શ્લોક પડ્યો. તેનો અર્થ તેઓ સમજી ન શક્યા. તેઓ ઉપાશ્રયમાં ગયા. ત્યાં યાકિની મહત્તરા’ સાધ્વીજીના પરિચયમાં આવ્યા. સાધ્વીજીએ તેમને આચાર્યશ્રી જિનભટ્ટસૂરિજી પાસે મોકલ્યા. તેમણે પ્રમોદ ભાવના ૧૬૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો અર્થ બતાવ્યો. હરિભદ્ર આચાર્યશ્રીના શિષ્ય બની ગયા. ગુરુદેવ પાસે તેમણે વિદ્યાઅધ્યયન કર્યું. તેમના બે ભાણેજો - પરમહંસ અને હંસ વિરક્ત બન્યા અને હરિભદ્રસૂરિજીના શિષ્ય બની ગયા. બંને શિષ્યો બૌદ્ધ દર્શનનો વિશેષ અભ્યાસ કરવા માટે ગુપ્ત રીતે બૌદ્ધ મઠમાં ગયા. પછીથી બંનેનું મૃત્યુ થઈ જાય છે, તો હરિભદ્રજી પ્રચંડ ક્રોધમાં રાજા સુરપાળની રાજસભામાં બૌદ્ધોની સાથે વાદવિવાદ કરે છે. ૧૪૪૪ બૌદ્ધ ભિક્ષુઓની હત્યાનો સંકલ્પ કરે છે. ગુરુદેવને ખબર પડે છે, ‘સમરાદિત્ય કેવલી’ના નવભવની ત્રણ ગાથાઓ આપીને બે સાધુઓને તેમની પાસે મોકલે છે. ત્રણ ગાથાઓ વાંચીને તેઓ ઉપશાન્ત થઈ જાય છે. ગુરુદેવની પાસે જાય છે. ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત્ત માગે છે. ગુરુ ૧૪૪૪ નવા ગ્રંથોની રચનાનું પ્રાયશ્ચિત્ત આપે છે. હરિભદ્રસૂરિ શિષ્યવિરહથી વ્યથિત હતા. અંબિકાદેવી પ્રકટ થઈને કહે છે - ‘તમારા ભાગ્યમાં હવે શિષ્ય નથી. ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ કરો.’ # હરિભદ્રસૂરિજીને ઉપદેશ આપીને ૮૪ જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું. હંસ-પરમહંસના કાકા પરમ શ્રાવક લલ્લિગ એવું રત્ન લઈ આવ્યા હતા કે રાત્રિના સમયે એ રત્નના પ્રકાશમાં હરિભદ્રસૂરિજી ગ્રંથરચના કરતા હતા. બપોરે ગોચરી કરવા પૂર્વે સર્વ ભિક્ષુઓને, ભૂખ્યાજનોને ભોજન કરવાની લલ્લિગ દ્વારા ઘોષણા કરાવતા હતા. હિરભદ્રસૂરિ ‘ભવવિરહસૂરિ’ અને ‘યાકિની મહત્તરાસૂનુ’ના નામથી પ્રસિદ્ધ હતા. વિ. સં. ૭૮૫માં એમનો સ્વર્ગવાસ થયો. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી : વિક્રમ સંવત ૧૧૪૫માં ધંધુકા ગામ(ગુજરાત)માં હેમચંદ્રસૂરિજીનો જન્મ થયો હતો. પિતાનું નામ હતું ચાચગ શ્રેષ્ઠી, માતાનું નામ હતું પાહિણીદેવી. તેમનું નામ હતું ચંગદેવ. વિ. સં. ૧૧૫૪માં ગંગદેવે ગુરુદેવશ્રી દેવચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી અને એમનું નામ સોમચંદ્ર મુનિ રાખવામાં આવ્યું. સોમચંદ્ર મુનિ ઉપર શાસનદેવી પ્રસન્ન થઈ હતી. ગિરનારના પહાડ ઉપર એમને મંત્ર આપ્યો હતો. એક મંત્રથી દેવોને બોલાવી શકાતા હતા, તો બીજા મંત્રથી રાજા-મહારાજાઓ વશ થતા હતા. ગુરુદેવે સોમચંદ્ર મુનિને આચાર્યપદ પ્રદાન કર્યું અને તેમનું નામ રાખવામાં આવ્યું - ‘આચાર્ય હેમચંદ્રસૂરિ' હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમ વ્યાકરણ'ની રચના કરી. રાજા સિદ્ધરાજ જયસિંહ તેમનો પરમ ભક્ત હતો, પછી કુમારપાળ તેમનો ભક્ત બન્યો હતો. આચાર્યદેવે સંપૂર્ણ ગુજરાતમાં જીવહિંસા બંધ કરાવી હતી. પોતાના ૧૬૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ જીવનકાળમાં સાડા ત્રણ કરોડ સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોની રચના કરી હતી. વિક્રમની બારમી શતાબ્દીમાં તે ભારતના પુરાતન - ઉત્કર્ષકાળના સર્વશ્રેષ્ઠ શાસ્ત્રકાર હતા. જ્ઞાનજ્યોતિ સ્વરૂપ હતા, કલિકાલમાં સર્વજ્ઞ સમાન હતા. એમનું વ્યક્તિત્વ અદ્ભુત હતું. તેમનું સમગ્ર જીવન તેજસ્વી હતું, એમનામાં અપૂર્વ ઉપદેશ શક્તિ હતી. આધ્યાત્મિક ઉજ્વળતાની સાથે એમનામાં અપૂર્વ માનવતા હતી. એમનો સ્વર્ગવાસ પાટણ(ગુજરાત)માં વિ. સં. ૧૨૨૯માં થયો હતો. તેમનું સંપૂર્ણ આયુષ્ય ૮૪ વર્ષનું હતું. આમ અનેક આચાર્ય ભગવંતો થઈ ગયા. કે જેઓ પરમજ્ઞાની હતા, જિનશાસનના પ્રભાવક હતા, અનેક ગુણોના ભંડાર હતા. આચાર્યશ્રી જગચંદ્રસૂરિજી, આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજી, આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી, આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી, ઉપાધ્યાર્યશ્રી યશોવિજયજી, ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી... વગેરે ઉચ્ચ પ્રમોદપાત્ર મહાપુરુષ થઈ ગયા. તમારે એવા મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાં જોઈએ. તમારા હૃદયમાં પ્રમોદ ભાવનાની ઊર્મિઓ ઊઠશે. તમે ગુણાનુરાગી, ગુણપક્ષપાતી, ગુણાનુમોદક બનશો. હવે પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણોની અનુમોદના કરીને પ્રવચન પૂર્ણ કરીશ. • अणुमोएमि सव्वेसिं अरहंताणं अनुट्ठाणं । હું સર્વ અરિહંત-તીર્થંકરોની તીર્થસ્થાપનારૂપ અનુષ્ઠાનની અનુમોદના કરું છું. सव्वेसिं सिद्धाणं सिद्धभावं । હું સર્વ સિદ્ધ ભગવંતોની અક્ષય સ્થિતિની અનુમોદના કરું છું. सव्वेसि आयरियाणं आयारं । હું સર્વ આચાર્યોના પંચાચાર પાલનની અનુમોદના કરું છું. • सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं । હું સર્વ ઉપાધ્યાયોના સૂત્ર પ્રદાનની અનુમોદના કરું છું. ♦ સન્થેસિ સાદાં સાઇનિયં હું સર્વે સાધુપુરુષોની સાધુક્રિયાની અનુમોદના કરું છું. આજે બસ, આટલું જ. પ્રમોદ ભાવના ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ શબિલ@ારી. પ્રવચન ૨ પ્રમોદ ભાવના ૨ સંકલના : • દાન આપનારાઓ પ્રત્યે પ્રમોદભાવ.. ૦ સમ્રાટ સંપ્રતિ, રાજા કુમારપાળ, શ્રેષ્ઠ જગડુશાહ. • શીલપાલન કરનારાઓ પ્રત્યે પ્રમોદભાવ. ૦ મુનિ રથનેમિ અને સાધ્વી રાજીમતી. • સોળ મહાસતીઓ. ૦ તપધર્મની અનુમોદના કરો. o ભાવધર્મની અનુમોદના કરો. • ઉદયરત્નની એક કાવ્યરચના. • જીરણ શેઠ ભાવથી દેવલોકમાં. • વેદનીય કમનિવારણ પૂજામાં જીરણ શેઠ. • “ભાવછત્રીસી'માં જ્ઞાનસાર મુનિ. Page #181 -------------------------------------------------------------------------- ________________ दानं शीलं तपो ये विदधति, गृहिणो भावनां भावयन्ति, धर्मधन्याश्चतुर्धा श्रुतसमुपचित श्रद्धयाराधयन्ति । साध्व्यः श्राद्धयश्चधन्याः श्रुतविशदधियाशीलमुद्भावयन्त्यस्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ॥ ४ ॥ ‘જે ગૃહસ્થ લોકો દાન કરે છે, શીલનું પાલન કરે છે, સુંદર ભાવનાઓથી ભાવિત રહે છે, જ્ઞાનયુક્ત શ્રદ્ધાપૂર્વક ચારે પ્રકારના ધર્મની આરાધના કરે છે, તે ધન્ય છે. સાધ્વીજી અને શ્રાવિકાઓ કે જે નિર્મળ જ્ઞાનયુક્ત શીલની શોભા ધારણ કરે છે, એમને પણ ધન્ય છે. ભાગ્યશાળી વ્યક્તિ પ્રતિદિન આ બધાંની સ્તવના વિનમ્ર થઈને કરે છે.’ દાન આપનારાઓ પ્રત્યે પ્રમોદભાવ : હવે ગ્રંથકાર ગૃહસ્થવર્ગના વિષયમાં પ્રમોદ ભાવનાની વાત બતાવે છે. જે દુનિયામાં, જે નગરમાં, જે સમાજમાં તમે રહો છો; ત્યાં કોઈ દાન આપે છે, કોઈ શીલ પાલન કરે છે, કોઈ તપ કરે છે, તો કોઈ શુભ પવિત્ર ભાવના ભાવે છે. તમે એમના પ્રત્યે સદ્ભાવવાળા બનો, એમના પ્રશંસક બનો. એમના ગુણોનો અનુવાદ કરો. એમની પ્રશંસા સાંભળીને પ્રસન્નચિત્ત બનો. એમના દોષ ન જુઓ. એક વાત અવશ્ય યાદ રાખો કે સંસારમાં કોઈ જીવાત્મા સર્વગુણસંપન્ન નથી હોતો. તમે પોતે જ સર્વગુણસંપન્ન નથી અને હું પણ સર્વગુણસંપન્ન નથી. ગુણવાનોના ગુણ જોઈને, પુણ્યશાળીનું સુખ જોઈને રાજી થવાનું છે, પ્રસન્ન થવાનું H• હવે સૌથી પ્રથમ હું તમને કેટલાક મહાન દાનેશ્વરી મહાપુરુષોનાં દૃષ્ટાંત બતાવું છું. પ્રાચીન કાળમાં કેવા મહાન દાનેશ્વરી થઈ ગયા એ જાણીને તમારા મનમાં અહોભાવ જાગશે અને દાન કરવાની તમને પણ ભવ્ય પ્રેરણા મળશે. સમ્રાટ સંપ્રતિ : વીર સંવત ૨૭૫માં સંપ્રતિ રાજાનો જન્મ થયો હતો. એ મહાન અશોકના પુત્ર કુણાલનો પુત્ર હતો. સંપ્રતિને અવન્તી દેશનું રાજ્ય મળ્યું હતું. એક દિવસે શોભાયાત્રામાં એણે આચાર્યશ્રી સુહસ્તિસૂરિજીને જોયા. પૂર્વજન્મ યાદ આવી ગયો. પૂર્વજન્મના આચાર્યનો ઉપકાર યાદ આવી ગયો. મહેલમાંથી નીચે ઊતરીને આચાર્યદેવના ચરણોમાં વંદન કરીને બોલ્યો ઃ ‘ગુરુદેવ ! મને ઓળખ્યો ? હું આપનો શિષ્ય હતો... હું ભિક્ષુક હતો. મને દીક્ષા આપીને ભરપેટ ખવડાવ્યું હતું. અંતિમ આરાધના કરાવી હતી. હું આ જન્મમાં રાજા બન્યો છું. પ્રમોદ ભાવના ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ! આપની કૃપાનું જ આ ફળ છે. હું આપને મારું રાજ્ય સમર્પિત કરું છું.' ગુરુદેવે કહ્યું “રાજનું! આ તારો મહાન કૃતજ્ઞતાનો ગુણ છે. પરંતુ અમે સાધુ છીએ. અમે રાજ્ય લઈ ન શકીએ. રાજ્ય તો તારે જ કરવાનું છે, પરંતુ જે સુકૃત કરવાનું છે તેનો તને ઉપદેશ આપું છું. તારે એ પ્રકારે સુકૃત કરવાં.' | સંપ્રતિ રાજાએ ૧૨ વ્રત સમ્યક્ત સહિત સ્વીકાય. સવા લાખ જિનમંદિરો બંધાવ્યાં. સવા કરોડ જિનપ્રતિમાઓ બનાવડાવી. I ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 1 900 દાનશાળાઓ બંધાવી - “મારા રાજ્યમાં કોઈ જીવ ભૂખ્યો ન રહેવો જોઈએ એ ભાવનાથી દાનશાળાઓ ચલાવી અને અનેક સૂકત્યો કરીને જીવન : સફળ બનાવ્યું. રાજા કુમારપાળ વિ. સં. ૧૧૯૯થી ૧૨૨૯ સુધી ગુજરાતમાં મહારાજા કુમારપાળનો રાજ્યકાળ રહ્યો. પિતા હતા ત્રિભુવનપાળ અને માતા હતી કાશ્મીરાદેવી. કુમારપાળનો જન્મ ૧૧૫૦માં થયો હતો. આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીએ રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળને પ્રતિબોધ આપીને તેમણે જૈનધર્મનો અપૂર્વ પ્રસાર કર્યો હતો. એમની ઉપર જેમના જેમના ઉપકાર હતા. તે સૌને યાદ કરીને પ્રતિ-ઉપકાર કર્યો હતો. ઉદયન અને આલિંગનેમહામંત્રીપદ આપ્યાં હતાં. સજ્જન શ્રીમાળીને માલવદેશનોદડનાયક બનાવ્યો હતો. વીસરી બ્રાહ્મણને લાટદેશ અને મહીનદીનો મધ્ય ભાગ આપ્યો હતો. આલિગ કુંભારને ૭૦૦ગામો સાથે ચિત્તોડ આપ્યું હતું. આ રીતે તેમણે ઉપકારનો બદલો ચૂકવ્યો હતો. અન્યવિશેષ ગુણ પણ સાંભળી લોI કચ્છ-ભદ્રાવતીમાં એક મોટું તળાવ બંધાવ્યું. - બાપડ મંત્રીને આજ્ઞા કરીને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. વિ. સં. ૧૨૧૩માં આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના પાવન કરકમળ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. એક કરોડ સાઠ લાખ રૂપિયાનો વ્યય કર્યો. દિન-અનાથ શ્રાવકોને ૧૪ વર્ષમાં ૧૪ કરોડ સ્વર્ણમુદ્રાઓનું દાન આપ્યું. v ૯૮ લાખ સ્વર્ણમુદ્રાઓથી સાધર્મિક ભક્તિ કરી. - સાધર્મિકોનો ૭૨ લાખ રૂપિયાનો કર માફ કર્યો. : ૧૬૦૦ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. [૬૮ ] . . . શાન્તસુધારસઃ ભાગ ૩] Page #183 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિમાં એ પૌષધદ્રત કરતા હતા અને અનશનવ્રત (ઉપવાસ) કરતા હતા. સવાર-સાંજ મૌન ધારણ કરીને સામાયિક કરતા હતા. i ચાતુર્માસમાં પાટણની બહાર જતા ન હતા. ચાતુર્માસમાં પાંચ વિગઈઓનો ત્યાગ કરતા હતા. v પ્રત્યેક નિર્ધન શ્રાવકને ૧૦૦ સોનામહોરો દાન કરતા હતા. શ્રેષ્ઠી જગડુશાહઃ જ્યારે દાનધર્મની વાત કરીએ છીએ ત્યારે જગડુશાહને કેવી રીતે ભૂલી શકીએ? જગડુશાહ કચ્છમાં જન્મ્યા હતા. એ શ્રીમાળી કુળમાં દીપક સમાન હતા. એ ભદ્રેશ્વરમાં રહેતા હતા. એક મુનિરાજના પરિચયમાં એ આવ્યા. મુનિરાજ જ્ઞાની હતા. ભવિષ્ય જોતા હતા. એમને ભારતમાં દુકાળ દેખાયો. સં. ૧૨૧૫માં દુકાળ પડશે. એમણે શુભ દિવસ જોઈને જગડુશાહને મંત્ર આપ્યો અને જગડુશાને જમીનમાંથી સુવર્ણમુદ્રાઓથી ભરેલા ૨૧ કળશ મળ્યા. ગુરુદેવે કહ્યું બની શકે તેટલું અનાજ એકત્ર કરો. દુકાળમાં પ્રજાને આપવાનું છે.” પછી તો પરદેશમાં જગડુશાહ કરોડો રૂપિયા કમાયા. એમણે ધાન્યના મોટામોટા ભંડારો ભય. દુકાળનો સમય આવ્યો. જગડુશાહ દીન-હીન રંક સર્વને અન્નદાન આપવાની શરૂઆત કરી. | ગુજરાતના રાજા વિશલરાજને ૮ હજાર મૂડા (એ સમયનું એક મોટું માપ) ધાન્ય દાનમાં આપ્યું. રાજા હમીરને ૧૨ હજાર મૂડા ધાન્ય આપ્યું. ગીઝનીના સુલતાનને ૨૧ હજાર મૂડા ધાન્ય આપ્યું. માલવપતિને ૧૮ હજાર મૂડા ધાન્ય આપ્યું. i રાજા પ્રતાપને ૩૨ હજાર મૂડા ધાન્ય આપ્યું. I શત્રુંજય અને ગિરનારમાં દાનશાળાઓ શરૂ કરાવી. શીલપાલન કરનારાઓ પ્રત્યે પ્રમોદભાવઃ દાનધર્મની આવી સુંદર અને શાસનપ્રભાવક આરાધના કરનારાઓની યાદી લાંબી છે. પરંતુ આજે આપણે શીલ, તપ અને ભાવધર્મની આરાધના કરનારાઓને - શ્રાવક-શ્રાવિકાઓને યાદ કરવાના છે. દાનની તથા શીલરક્ષા કરવાની વાત કરે છું. સૌથી પહેલાં સાધ્વી રાજીમતીજીને યાદ કરીએ. [ પ્રમોદ ભાવના ] Page #184 -------------------------------------------------------------------------- ________________ મુનિ ૨થનેમિ અને સાધ્વી રાજીમતી વાત છે ભગવાન નેમિનાથના સમયની. ગિરનારના પહાડ ઉપર સહસાવનમાં ભગવાન નેમિનાથનું સમવસરણ રચવામાં આવ્યું હતું. એ,સમયે સાધ્વી રાજીમતી ભગવંતનો ઉપદેશ સાંભળવા પહાડ ઉપરથી જઈ રહી હતી, પરંતુ રસ્તામાં વર્ષ થઈ - બધાં વસ્ત્રો ભીંજાઈ ગયાં. પાસે જ એક ગુફા દેખાઈ. રાજીમતીએ ગુફામાં આશ્રય લીધો. એમણે ત્યાં શરીર ઉપરથી તમામ વસ્ત્રો ઉતારીને, શિલાઓ ઉપર સુકવવા મૂકી દીધાં. શરીર નિર્વસ્ત્ર થઈ ગયું. આમ તો તે રાજકુમારી હતી. ભગવાન નેમિનાથ સાથે એમનું લગ્ન થવાનું હતું. પરંતુ ભગવાન નેમિનાથે લગ્ન ન કર્યાં, દીક્ષા લઈ લીધી ! અણગાર બન્યા અને ઘાતીકર્મોનો ક્ષય કરીને તે વીતરાગસર્વજ્ઞ-તીર્થંકર બન્યા. રાજીમતીને ખબર ન હતી કે જે ગુફામાં એમણે આશ્રય લીધો હતો, એ ગુફામાં મુનિ રથનેમિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. એ ભગવાન નેમિનાથના મોટા ભાઈ હતા. ગુફાના અંધકારમાં રાજીમતીએ એમને ન જોયા. પરંતુ રથનેમિએ રાજીમતીને જોઈ લીધાં. નિર્વસ્ત્ર સ્ત્રીને જોઈને, પૂર્વપરિચિત રાજીમતીને જાણીને તેમનું મન વિચલિત થયું, મનમાં વિકાર પેદા થયો અને તેમણે કહ્યું ઃ ‘હે સુંદરી ! આજે અહીં આપણું કેવા એકાન્તમાં મિલન થયું છે ?' પુરુષનો અવાજ સાંભળીને રાજીમતીએ ભીનાં વસ્ત્રો પહેરી લીધાં અને કહ્યું : “જે મિલનને ભૂલી ગયા છો એ મિલનને શા માટે યાદ કરો છો ?’ રાજીમતીએ ૨થનેમિને એમના અવાજ ઉપરથી ઓળખી લીધા હતા. રથનેમિએ કહ્યું ઃ ‘રાગી પુરુષને પૂર્વ પ્રીતિ યાદ આવે છે. એ ભૂલી નથી શકતો. પ્રીત કરીને જે દૂર રહે છે તે તો મૂર્ખ છે. ચતુર નરને ચતુરાની યાદ આવે જ છે. એટલા માટે કહું છું કે આપણે સંસારમાં લગ્ન કરી લઈએ, સંસારનાં વૈષયિક સુખો ભોગવીએ. વૃદ્ધાવસ્થામાં ફરીથી સંયમ લઈશું.’ રાજીમતીએ કહ્યું : “મહાવ્રતોનો ભંગ કરીને નરકગામી બનવું છે ? પરમાધામીને વશ થવું છે ? તમે તમારા ઉત્તમ કુળની લાજ શું છોડી દીધી ? વિષયભોગની વાત કરો છો ? આપનું યદુકુળ લજ્જિત થાય છે. જે વૈષયિક સુખોનો ત્યાગ કર્યો, થૂંકી નાખ્યાં. તે કૂતરાની માફક ફરીથી ચાટવાં છે ? અગંધન કુળના નાગ વિષ બહાર કાઢ્યા પછી, વમન કર્યા પછી ફરી પાછું ચૂસતા નથી; બળીને મરી જવું પસંદ કરે છે. રથનેમિની વાસના શાન્ત થઈ. તેમણે રાજીમતીનો ઉપકાર માન્યો. ભગવાન નેમિનાથ પાસે જઈને આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યું. પાછળથી ઘાતીકર્મ ક્ષય કરીને વીતરાગ-સર્વજ્ઞ બન્યા. રાજીમતી પણ વીતરાગ-સર્વજ્ઞ બની, ૫૦૦ વર્ષ સુધી કેવળજ્ઞાનીના રૂપમાં વિચરતાં રહ્યાં. અનેક જીવોને ભવસાગરમાંથી પાર ઉતાર્યા. પછી અઘાતી કર્મક્ષય કરીને તેઓ મોક્ષે ગયાં. ૧૭૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ આવી અનેક મહાસતી-સાધ્વીજીનાં દૃષ્ટાંતો છે, જેમના શીલપાલનની આપણે અનુમોદના કરી શકીએ. હવે કેટલીક શ્રાવિકાઓ કે જેમણે કષ્ટ સહન કરીને પણ પોતાના શીલની રક્ષા કરી હતી. એમનાં માત્ર નામ જ બતાવું છું. એમનાં ચરિત્રો છપાયાં છે, તમારે વાંચવાં જોઈએ અથવા કોઈ વાર સદ્ગુરુ પાસેથી સાંભળવાં જોઈએ. સોળ મહાસતીઓ : મહાસતી સુભદ્રા, મદનરેખા, મૃગાવતી, પદ્માવતી (અંજના), નર્મદાસુંદરી, રતિસુંદરી, રુક્મિણી, ઋષિદત્તા, કમલાવતી, કલાવતી, શીલવતી, દમયન્તી, રોહિણી, દ્રૌપદી, સીતાજી અને ધનશ્રી. આ સોળ મહાસતીઓનાં નામ છે. મહાસતીઓની યાદીમાં બ્રાહ્મી, સુંદરી, કૌશલ્યા, શિવામાતા, કુંતી, પ્રભાવતી, ગુણસુંદરી, મનોરમા, જયન્તી આદિનાં નામો પણ આવે છે. આ સતીઓનાં નામસ્મરણ માત્રથી શું લાભ થાય છે, તે એક કવિએ બતાવ્યું છે - અષ્ટસિદ્ધિ નવનિધિ મિલે, નામે સુખવિલાસ । નાસે ડાકિન-શાકિની, ભૂતપ્રેત વિનાશ ॥ સોલહ મહાસતી તણાં, નામ જપે નિત્યમેવ । કામકાજ જો કો કરે, સફલ હોઈ તસ સેવ ॥ દિન સંધ્યા-અહોનિશિ, મહાસતી સમરંત । તસ ઘર વાંછિત વેલડી, ક્રોડ કલ્યાણ કરંત ॥ સર્વ તીર્થંકરોની માતાઓ અવશ્ય મહાસતી હોય છે. તીર્થંકરોની પત્નીઓ પણ મહાસતીઓ હોય છે. એ સર્વેને યાદ કરતા રહો. એમના શીલધર્મની અનુમોદના કરતા રહો. જ્ઞાનવિમલસૂરિજી કહે છે - દુરિત ઉપદ્રવ ઉપશમે, હોવે મંગલમાલ, જ્ઞાનવિમલ ગુણસંપદા, પામીએ સુવિશાલ. પ્રમોદ ભાવનાથી સર્વ પાપ-ઉપદ્રવો ઉપશાન્ત થઈ જાય છે. મંગલ જ મંગલ થાય છે. સુવિશાળ ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળમાં પણ જે સ્ત્રી-પુરુષો જ્ઞાનપૂર્વક શીલધર્મનું પાલન કરે છે, એમના પ્રત્યે પણ પ્રમોદ ભાવના રાખવાની છે. ભલેને એમાં બીજા દોષ-દુર્ગુણો હોય. આપણે તો ગુણદર્શન જ કરવાનાં છે. શીલવાનોની પ્રશંસા સાંભળીને રાજી જ થવાનું છે. ઇર્ષ્યાથી સદૈવ બચવાનું છે. ભલેને શત્રુ હોય, પરંતુ તે શીલવાન હોય તો તે પ્રશંસનીય છે. પ્રશંસા હાર્દિક હોવી જોઈએ, ગતાનુગતિકા નહીં. એક પ્રસંગ સંભળાવું છું. પ્રમોદ ભાવના ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ પાડોશમાં એક વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું. ગામના અનેક લોકો એકત્ર થયા અને બધા રડવા લાગ્યા. એમાંથી કેટલાકે કહ્યું: “ભાઈ ! રડો છો શા માટે? આત્મા તો અમર છે!' તે વખતે કોઈકે સંસારની નશ્વરતાનું વર્ણન કર્યું. આ રીતે કહેવામાંસાંભળવામાં વાત પૂરી થઈ ગઈ. હવે બીજી વાર ગામમાં મૃત્યુ થયું. આ વખતે આત્માને અમર બતાવનારને ઘેર મરણ થયું હતું. આ જ રીતે ગામના લોકો એકઠા થઈને રોવા લાગ્યા અને વાત ફરીથી દોહરાવા લાગી કે - આત્મા અમર છે, શરીર નાશવંત છે, ત્યારે તેમાંથી કોઈ સમજદાર આદમીએ કહ્યું - જ્યારે તમે બધા જાણો છો કે આત્મા અમર છે, સંસાર નશ્વર છે, તો પછી રડો છો શા માટે ?' બીજા લોકો બોલ્યા - અમને તો માત્ર એટલી જ ખબર છે કે આ વાતો કોઈના મરણપ્રસંગે કહેવામાં આવે છે. અમે તો આ રીતે એકબીજાનો વ્યવહાર પાર પાડીએ છીએ. સમજુ આદમીને ખબર પડી ગઈ કે પોપટિયું જ્ઞાન કેટલું બેકાર હોય છે! એ રીતે શીલવાનોની પ્રશંસા, માત્ર વ્યાવહારિક પ્રદર્શનમાત્ર ન બની જવી જોઈએ. ‘શીલ’ એક મહાન ગુણ છે. જે સ્ત્રી-પુરુષમાં એ હોય છે, એ અનુમોદનીય જ છે. ગુણપ્રમોદની સાથે સાથે દોષાનુવાદ ન હોવો જોઈએ. શીલધર્મની પ્રશંસા તીર્થંકર દેવોએ પણ કરી છે. શીલવંતો પ્રત્યે પ્રમોદભાવ રાખવાનો છે. વર્તમાનકાળ અતિ વિષમ છે. આ કાળમાં શીલધર્મની રક્ષા કરનાર અવશ્ય ધન્યવાદને પાત્ર છે. . તપધર્મની અનુમોદના કરોઃ જે રીતે દાનધર્મની અને શીલધર્મની અનુમોદના કરવાની છે, એ રીતે દાન આપનાર પ્રત્યે અને શીલપાલન કરનારાઓ પ્રત્યે પ્રમોદભાવ - પ્રશંસાનો ભાવ રાખવાનો છે. એ જ રીતે તપધર્મ કરનારાઓ પ્રત્યે પણ પ્રમોદભાવ રાખવાનો છે. જેઓ જ્ઞાનપૂર્વક તપધર્મની આરાધના કરે છે, તેમની મુક્તમને પ્રશંસા કરતા રહો. તપ કરનારાઓ માટે બ્રહ્મચર્યનું પાલન અને જિનપૂજા અવશ્ય કરવાનાં હોય છે. નિરાશસભાવથી, પ્રસિદ્ધિની કામના વગર કરવામાં આવેલું તપ દોષમુક્તિ અને કર્મમુક્તિ અપાવે છે. મહાન અકબર બાદશાહને આચાર્યદિવશ્રી હીરસૂરિજીના પરિચયમાં લાવનાર ચંપા શ્રાવિકાનો વૃત્તાંત તમે જાણો છો. ચંપા શ્રાવિકાએ દિલ્હીમાં છ માસના ઉપવાસ કર્યા હતા. જ્યારે ઉપવાસ પૂરા થવા આવ્યા ત્યારે તેની તપશ્ચર્યાનું ગૌરવ કરવા માટે દિલ્હીના જૈનોએ ચંપા શ્રાવિકાની શોભાયાત્રા કાઢી હતી ત્યારે અકબરને ખબર પડી કે ચંપાએ માસનાં દિન-રાતનાં રોજાં રાખ્યાં હતાં! એ ચંપાને મળ્યો, નતમસ્તક થઈ ગયો. ચંપાએ કહ્યું “આ શક્તિ મને મારા ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થઈ છે. અકબરે પૂછ્યું “કોણ છે તારા ગુરુદેવ ?' ૧૭૨ શાન્તસુધારસ ભાગ ૩] Page #187 -------------------------------------------------------------------------- ________________ ચંપાએ જવાબ આપ્યો : ‘અત્યારે ગુજરાતના ગાન્ધારનગરમાં બિરાજે છે તે હીરવિજયસૂરિજી એમનું નામ છે. અકબર બાદશાહે પછી તો આચાર્યદેવને દિલ્હી પધારવા આમંત્રણ મોકલ્યું. આચાર્યદેવ પધાર્યા અને અકબરના જીવનમાં અહિંસાનાં બી વાવ્યાં ! ભારતમાં અહિંસા ધર્મનો પ્રચાર કરાવ્યો. જિનશાસનની અદ્ભુત પ્રભાવના થઈ. સંભવ છે કે તપ કરનારા દાન ન આપતા હોય, દાન દેનારા તપ ન કરતા હોય, તપ કરનારાઓ, સંભવ છે કે ક્રોધી હોય, અભિમાની હોય, તો પણ તપની અનુમોદના જ કરવાની છે, દોષ જોવાના નથી, ગુણ જ જોવાના છે. એટલા માટે સૃષ્ટિ જ ગુણદૃષ્ટિ બની જવી જોઈએ. દોષોની ઉપેક્ષા કરો, ગુણોની પ્રશંસા કરો. ભાવધર્મની અનુમોદના કરોઃ હવે આપણે ભાવધર્મના વિષયમાં વાત કરીશું. સૌથી પ્રથમ એક વાત સમજી લો કે ભાવધર્મનો સંબંધ જીવાત્માના હૃદય સાથે છે. ઐની શારીરિક, વાચિક ક્રિયાઓની સાથે નહીં. આ વિષયમાં શ્રી ઉદયરત્નજીની એક નાનકડી કાવ્યરચના છે; સાંભળો - રે ભિવ ! ભાવ હ્રદય ધરો જે છે ધર્મનો ધોરી, એકલમલ્લ અખંડ જે, કાર્પે કર્મની દોરી... રે ભવિ ! દાન, શિયળ, તપ ત્રણ એ પાતક મલ ધોવે, ભાવ જો ચોથો વિ મલે, તો તે નિષ્ફળ હોવે... ૨ વેદ પુરાણ સિદ્ધાંતમાં, ષડ્દર્શન ભાખે, ભાવ વિના ભવસંતતિ, પડતા કુણ રાખે ?... ૩ તારક રૂપ એ વિશ્વમાં, જંપે શ્રી જિનભાણ, ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ નિર્વાણ... ૪ ઔષધ અન્ય ઉપાય જે મંત્ર-યંત્રને મૂલ, ભાવે સિદ્ધિ હોવે સદા, ભાવ વિના સબ ધૂલ... ૫ ઉદયરત્ન કહે ભાવથી, કુણ કુણ નર તરિયા, શોધી લેજો સૂત્રમાં, સજ્જન ગુણ દરિયા... ૬ - સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે ભાવધર્મ. ભાવધર્મને હૃદયમાં સ્થિર કરવાનો છે. એ એકલો અખંડ ધર્મ કર્મોનો નાશ કરવા સમર્થ છે. દાન, શીલ અને તપની સાથે ભાવધર્મ મળે છે ત્યારે પાપનાશ થાય છે. જો ભાવધર્મ સાથ ન આપે તો દાન-શીલતપ વ્યર્થ થાય છે. વેદોમાં, પુરાણોમાં તથા છ દર્શનોમાં આ જ ભાવધર્મની શ્રેષ્ઠતા બતાવી છે. ભાવ વગર ભવપરંપરા અટકી શકતી નથી. ભાવ વગર જીવનું પ્રમોદ ભાવના ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ભવકૂપમાં પતન જ થાય છે. ભાવ જ તારક છે. ભરત ચક્રવર્તી વગેરે ભાવથી જ નિવણિ પામ્યા છે. ઔષધ, મંત્ર, તંત્ર, યંત્ર ભાવથી જ સિદ્ધ થાય છે. કવિ કહે છે? ભાવથી કેટલા જીવો ભવસાગર તરી ગયા એ શાસ્ત્રોમાં જોઈ લેજો - સજ્જન પુરુષો ગુણોના સમુદ્ર જેવા હોય છે. જીરણ શેઠ -ભાવથી દેવલોકમાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનકાળમાં ભાવધર્મનું એક ભવ્ય ઉદાહરણ વાંચવા મળે છે. એ દ્રષ્ટાંત છે જીરણ શ્રેષ્ઠીનું. ભગવાન મહાવીર છવસ્થ કાળમાં હતા. ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. એક વાર ચાર માસના ઉપવાસનું પારણું હતું. પારણું કરવા જીરણ શ્રેષ્ઠીએ પોતાને ઘેર પધારવા નિમંત્રણ આપ્યું. ભગવાન મૌન રહ્યા. મૌનનો અર્થ અનુમતિ સમજીને જીરણ શ્રેષ્ઠી ઘેર આવ્યા. પોતાની પત્ની પુત્ર વગેરેને વાત કરી. બધાં વાત સાંભળીને ઉલ્લાસ પામ્યાં : “આજે આપણે ઘેર ભગવાન મહાવીર પધારશે’ આ વાતે તો જીરણ શેઠને અત્યધિક આનંદિત કરી દીધા. વેદનીય કર્મ-નિવારણ પૂજામાં શ્રી શુભવીરે ગાયું છે - ઊભી શેરીયે જ છંટકાવે, જાઈ, કેતકી ફૂલ બિછાવે, નિજ ઘર તોરણ બંધાવે, મેવા મીઠાઈ થાલ ભરાવે રે. મહાવીર પ્રભુ ઘર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે..મહાવીર-૧ અરિહાને દાન જ દીજે, દેતાં દેતાં દેખીને રીઝે, ષડૂમાસી રોગ હરી જે. સીઝે દાયક ભવ ત્રીજે રે, મહાવીર-૨ તે જિનવરને સનમુખ જાવું, મુજ મંદિરીયે પધરાવું, પારણું ભલી ભક્ત કરાવું, જુગતે જિનપૂજા રચાઉં રે..મહાવી-૩ પછી પ્રભુને બોલાવા જાઈશું, કર જોડી સામા રહીશું, નમી વંદીને પાવન થાઈશું, વિરતિ અતિ રંગે વરીશું રે...મહાવીર-૪ દયા, દાન-ક્ષમા, શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું, સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે...મહાવીર-પ એમ જીરણ શેઠ વદતા, પરિણામની ધારે ચઢતા, શ્રાવકની સીમે ઠરતા, દેવદુદુભિ-નાદ સુર્ણતા રે..મહાવીર-૬ કરી આયુ પૂરણ શુભભાવે, સુરલોક અશ્રુતે જાવે, શાતાવેદની સુખ પાવે, શુભ વીર વચનરસ ગાવે રે..મહાવીર-૭ જીરણ શેઠે કેવી અનુપમ ભાવના ભાવી છે. જે શેરીમાં તે રહેતા હતા ત્યાં પાણી છંટાવ્યું. જુઈ, કેતકી આદિ પુષ્પોની પુષ્પમાળાઓ બાંધી. પોતાના ઘરના દ્વાર ઉપર [ ૧૭૪ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #189 -------------------------------------------------------------------------- ________________ સુંદર તોરણ બાંધ્યાં અને ભગવાનને દાન આપવા મેવા મીઠાઈના થાળ ભરાવ્યા. ‘અરિહંત પરમાત્માને દાન આપીશું... આપતાં આપતાં હર્ષિત થઈશું... મારા હર્ષની સીમા નહીં રહે ! ત્રીજા ભવે તો મારો મોક્ષ થઈ જશે. અરે, અરિહંતને હર્ષિત મનથી દાન આપતાં રોગ-શોક દૂર થઈ જાય છે. હું પ્રભુની સન્મુખ જઈશ. એમને લઈને આવીશ. મારે ઘેર પ્રભુ પધારશે... ખૂબ ભાવથી પારણું કરાવીશ... સારી રીતે એમની પૂજા કરીશ. પછી તેમને વળાવવા જઈશું. ત્યાં જઈને બે હાથ જોડીને એમની સામે ઊભો રહીશ. નમન-વંદન કરીને પાવન થઈશ અને દેશવિરતિ - શ્રાવકધર્મ સ્વીકારીશ, દયા, દાન, ક્ષમા, શીલ આદિ ધર્મોનું પાલન કરીશ; સજ્જનો સાથે ધર્મકથા કરીશ.’ આ પ્રકારની ઉચ્ચ ધર્મભાવનામાં વહેતા રહ્યા... પરંતુ ભગવાને પારણું બીજી જગાએ કર્યું ! દેવોએ દુંદુભિનાદ કર્યો... એ સમયે જીરણ શેઠનું આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ બારમા અચ્યુત દેવલોકમાં દેવ થયા. આ છે ભાવધર્મની આરાધનાનું ફળ ! ભાવછત્રીસીમાં ‘જ્ઞાનસાર’ મુનિ શ્રી રત્નરાજ ગણીના શિષ્ય જ્ઞાનસાર મુનિએ ભાવછત્રીસીની સુંદર રચના વિ. સં. ૧૮૬૩માં કિસનગઢમાં ચાતુર્માસ સમયે કરી હતી. પ્રાચીન ભાષામાં આ રચના છે. કેટલાક અંશો સંભળાવું છું. તેઓ કહે છે - ક્રિયા અશુદ્ધતા કછુ નહીં, ભાવ અશુદ્ઘ અશેષ, મર સત્તમ નરકે ગયો, તંદુલ-મચ્છ વિશેષ. સ્વયંભૂરમણ સમુદ્રમાં તંદુલ નામનું એક નાનકડું માછલું થાય છે. એ કોઈ પાપક્રિયા નથી કરતું, છતાં તે મરીને સાતમી નરકે જાય છે. કારણ ? ભાવની અશુદ્ધિ ! હિંસાના ભાવને કારણે તે નરકમાં જાય છે ! ભાવશુદ્ધિતા જબ ભઈ, કહાં ક્રિયા કા ચાર ? દૃઢપ્રહારી મુગતે ગયો, હત્યા કીની ચાર દૃઢપ્રહારી કે જેણે ચાર-ચાર હત્યાઓ કરી હતી, એણે કઈ ધર્મક્રિયા કરી હતી ? ભાવશુદ્ધિથી જ એ મુક્તિ પામ્યો હતો. સાધુક્રિયા કબુ નવ કરી, ઋષભદેવ કી માંય, ભાવ શુદ્ધ સે સિદ્ધ હૈં, સિદ્ધ અનંત સમાય ॥ ભગવાન ઋષભદેવની માતા મરુદેવાએ ક્યાં કોઈ ધર્મક્રિયા કરી હતી ? પરંતુ ભાવની શુદ્ધિથી જ એ અનંત સિદ્ધોમાં સમાઈ ગયાં. મોક્ષે ચાલ્યાં ગયાં. પ્રમોદ ભાવના ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ સાઠ સહસ વરસેં કરી કિરિયા અતિ હી અશુદ્ધ, ભરત અરિસા ભવનમાં, ભાવશુદ્ધ તેં સિદ્ધ | ભરત ચક્રવર્તીએ સાઠ હજાર વર્ષ સુધી અતિ અશુદ્ધ ક્રિયા - યુદ્ધની ક્રિયા કરી હતી, પરંતુ અરિસા ભવનમાં ભાવશુદ્ધિથી તે કેવળજ્ઞાની બની ગયા. નમુકારસી વ્રત નહીં કરતો દૂર-આહાર, ભાવશુદ્ધિ સે સિદ્ધ કૂરગડુ-અણગાર. કૂરગડુ મુનિ કે જે નવકારશીનું પચ્ચખાણ કરી શકતા ન હતા, તે એક ઘડો ભરીને દૂર -ચોખા ખાતા હતા, એ ભાવશુદ્ધિને કારણે જ મોક્ષ પામ્યા હતા. ક્રિયાભાવ અશુદ્ધતા મેલ્યો નરક સમાજ, ભાવશુદ્ધ કેવલ ભયો, પ્રસન્નચંદ્ર ઋષિરાજ. પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુદ્ધ ભાવથી નરકગતિના કર્મ બાંધી લીધાં હતાં, પરંતુ ભાવશુદ્ધિ થતાં જ એમને કેવળજ્ઞાન થયું હતું. વંસ ખેલ કિરિયા કરી, સાધુક્રિયા નહીં લેશ, ઈલાપુત્ર કેવલ ધરે, કારણ ભાવ-વિશેષ. ઈલાચીકુમાર વાંસ ઉપર નૃત્ય કરતો હતો, કોઈ ધર્મક્રિયા કરી ન હતી, છતાં પણ વિશિષ્ટ શુદ્ધ ભાવથી તે કેવળજ્ઞાની થયો હતો. ચરણ-કરણ કિરિયા કરી, ગુરુકું બંધ ચઢાય, ભાવશુદ્ધ કેવલ ભજે, નવદીક્ષિત મુનિરાય. શ્રી ચંડરુદ્રાચાર્યના નવદીક્ષિત સાધુને માત્ર ભાવશુદ્ધિને કારણે જ કેવળજ્ઞાન થયું. અંધારામાં ગુરુને પોતાના ખભા ઉપર ઉપાડીને ચાલતા હતા. રસ્તામાં સારી રીતે ચાલી શકાતું ન હતું. કોઈ વાર પગ ખાડામાં પડી જતો તો કોઈ વાર પગ લંગડાતો ત્યારે ગુરુ ક્રોધથી નવા શિષ્યના માથા ઉપર દડાનો પ્રહાર કરતા....છતાં શિષ્ય સમભાવમાં આગળ ચઢતો ગયો... અને એને કેવળજ્ઞાન થઈ ગયું. કપિલ બ્રહ્મ અતિ લોભવશ, લાલચ મેં લયલીન. શુદ્ધભાવ જબ હી ભજ્યો - આતમપદ - રસલીન. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ કેવલીની કથા આવે છે. કપિલરાજ સભામાં રાજાના દ્રવ્યની યાચના કરવા ગયા હતા. માગતાં માગતાં રાજાનું રાજ્ય માગી લીધું. પરંતુ અટકી ગયા, આત્મચિંતન લાગી ગયું. ત્યાં રાજસભામાં ઊભા ઊભા જ શુભ ભાવમાં ચડવા લાગ્યા. ધર્મધ્યાન... શુક્લધ્યાન લાગી ગયું. એ કેવળજ્ઞાની થઈ ગયા. [૧૭૬LLLL શાન્ત સુધારસ ભાગ ૩] Page #191 -------------------------------------------------------------------------- ________________ નાચ-નયન કિરિયા કરી, સાધુ ક્રિયા નહીં કીધું, આષાઢભૂતિ ભાવશુદ્ધ, સિદ્ધ સુધારસ પીધ ! આષાઢભૂતિ ભરત ચક્રવર્તીનું નાટક કરતા હતા, અભિનય કરતા હતા અને ભાવશુદ્ધિ થઈ ગઈ. કેવળજ્ઞાની બની ગયા ! કોઈ સાધુક્રિયા વગર એઓ સર્વજ્ઞ - કેવળજ્ઞાની - વીતરાગ બની ગયા. ગુણસાગર કેવળ લહ્યો, સાંભલ પૃથવીચંદ, પોતે કેવલપદ લહે, શુદ્ધભાવ શિવસંગ. પૃથ્વીચંદ્રનો વૃત્તાંત સાંભળતાં સાંભળતાં ગુણસાગર કેવળજ્ઞાની બની ગયા. પૃથ્વીચંદ્ર પણ કેવળજ્ઞાની બન્યા હતા - શુદ્ધભાવને કારણે. ‘જ્ઞાનસાર’ મુનિ કહે છે. भवपरिणति - परिपाकविण, भावशुद्ध नहीं होत । ભવપરિણતિના પરિપાક વગર ભાવશુદ્ધિ થતી નથી. એટલા માટે ભવપરિણતિનો પરિપાક કરવો જોઈએ. આ પરિપાકના ત્રણ ઉપાય પંચસૂત્રમાં બતાવ્યા છે. 'तस्य पुण विवाग साहणाणि - चउसरणगमणं, दुककडगरिहा सुकडाणासेवणं।' અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મનું શરણ લેતા રહો. ત્રિકાલ લેતા રહો. પોતાનાં દુષ્કૃત્યોની ગહિ-નિંદા કરતા રહો અને પંચપરમેષ્ઠીનાં સુકૃત્યોની અનુમોદના કરતા રહો. એનાથી ભવપરિણતિનો પરિપાક અને ભાવ શુદ્ધિ પ્રાપ્ત થશે. જ્ઞાન ધરો કિરિયા કરો, મન શુદ્ધ ભાવોભાવ, તો આતમમાં સંપજે, આતમ શુદ્ધ સ્વભાવ. ધ્યાનપૂર્વક ધર્મક્રિયાઓ કરતા રહો અને મનમાં - શુદ્ધ મનમાં ભાવનાઓને ભાવતા રહો, તો આત્મામાં શુદ્ધ સ્વભાવ પ્રકટ થશે. આ રીતે ભાવછત્રીસી'માંથી કેટલાક અંશો તમને સંભળાવ્યા. ભાવધર્મની અનુમોદના-પ્રશંસા કરતા રહેવું. સુંદર ભાવનાઓ ભાવનારા પણ પ્રમોદને પાત્ર છે. વિનમ્રભાવથી દાન-શીલ-તપ અને ભાવ ધર્મની આરાધના કરનારાઓની પણ આપણે પ્રશંસા કરીએ છીએ. આજે બસ, આટલું જ. પ્રમોદ ભાવના ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ શલીમુધારા પ્રવચન 3 પ્રમોદ ભાવના ૩ સંક્લના : ♦ પાર્શ્વગાયક મુકેશનો પરોપકાર. એક પાડાની ક્ષમા-સહનશીલતા. અબ્રાહમ લિંકનની કૃતજ્ઞતા. મૈસુર-મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયાર. ♦ એક રાજાનો ગુણપક્ષપાત. ♦ માર્ક્સ ટુલિયસ સિસેરો. ♦ગુણોની પ્રશંસા કરતા રહો. જેમાં ભવરાગ નહીં, એની પ્રશંસા કરો. ♦ અંગ્રેજ કવિ ‘જેરેમી ટેલર'. પોતાની ખુશી વહેંચતા ચાલો. મારી વાત પણ કહી દઉં.. ! જીભની સાર્થકતા સમજો. કાનની સાર્થકતા સમજો. નેત્રની સાર્થકતા સમજો. Page #193 -------------------------------------------------------------------------- ________________ मिथ्यादृशामप्युपकारसारं संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यता-वैनयिकप्रकारं मार्गानुसारीत्यनुमोदयामः ॥ ५ ॥ ‘ મિથ્યાદ્રષ્ટિ લોકોમાં પણ પરોપકાર, દયા વગેરે ગુણો હોય; સંતોષ, સત્ય વગેરે ગુણોનો વિસ્તાર હોય, ઉદારતા હોય, વિનય હોય-એ તમામ માગનુસારી ગુણોની આપણે અનુમોદના-વખાણ કરીએ છીએ.” આ વાત મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ ‘અમૃતવેલીની સક્ઝાયમાં ગાયું છે અન્યમાં પણ દયાદિક ગુણા, જેહ જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનમોદીએ, સમકિત બીજ નિરધાર રે..૨૦ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગે રે..૨૧ થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજામતા જાણ રે..૨૨ કેટલી સરસ વાત કરી છે અહીં? મિથ્યાવૃષ્ટિ જીવોમાં પણ ગુણ જોવાની અને અનુમોદનાની વાત કરી છે. એ આત્માઓમાં પણ દયા, ઉપકાર, સત્ય, સંતોષ, ઉદારતા, વિનય આદિ ગુણોને જોઈને મનમાં હર્ષ થવો જોઈએ. આમ તો વત્તાઓછા પ્રમાણમાં સર્વે જીવો પાપ તો કરે છે, પરંતુ જે જીવ તીવ્ર ભાવથી પાપ નથી કરતો અને જેના મનમાં ભવરાગ સંસાર-આસક્તિ ન હોય તથા જે સર્વત્ર ઉચિત કર્તવ્યોનું પાલન કરતો હોય એની અનુમોદના કરતા રહો. બીજાંમાં રહેલો નાનકડો પણ ગુણ જોઈને, સાંભળીને હર્ષિત બનો. આનંદિત બનો. પોતાનો નાનકડો દોષ-પાપ જોઈને એને દૂર કરવા પ્રયત્ન કરો. પોતાના આત્માને નિર્ગુણ માનો. , પાર્શ્વગાયક મુકેશનો પરોપકારઃ આજે હું તમને એવા ગુણવાન વ્યક્તિઓના ગુણ - વિશિષ્ટ ગુણ બતાવી શકે છે જૈનધર્મી ન હતા. પરંતુ જૈનધર્મ જે ગુણોને મહત્ત્વ આપે છે એવા ગુણોથી તેઓ અલંકૃત હતા. એક નાની બાળકી ભારતીય સિનેગૃષ્ટિના પ્રસિદ્ધ ગાયક મુકેશને પ્રત્યક્ષ સાંભળવા માગતી હતી. એ બાળકી મૃત્યુશધ્યા પર હતી. બીમારીને કારણે તે અત્યંત બેચેન રહેતી હતી. એ પોતાની માતાને કહેતી હતીઃ “મા, મને મુકેશજીનો અવાજ ખૂબ પસંદ છે, પ્રિયંછે. જો તે અહીં આવે અને મારી સામે જો તે ગીત ગાશે, તો હું સારી થઈ જઈશ.” પ્રમોદ ભાવના ૧૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ મા કહેતી “તું મૂર્ખતા ન કર. તું પાગલ તો નથી થઈ ગઈને, મારી દીકરી ? એ તો ખૂબ જ મોટા માણસ છે. તને ખબર છે? એ એક ગીત ગાવા માટે કેટલા રૂપિયા લે છે? અને એ તો અતિવ્યસ્ત રહે છે. છોકરીએ રડતાં રડતાં કહ્યું પરંતુ એ મારે માટે ગાય એવી ઈચ્છા રાખું છું. તે દિનપ્રતિદિન ગંભીર થતી ગઈ. તેનું સ્વાથ્ય અત્યંત બગડી ગયું. છોકરી સુંદર હતી. તેની બોલી મોહક હતી. તેની સારવાર કરનારા ડૉક્ટરના મનમાં કરુણા ઊભરાઈ આવી. ડૉક્ટરે મુકેશજીને ફોન કર્યો અને છોકરીની ઇચ્છા બતાવી. મુકેશજીએ કહ્યું: ‘મારું ગીત સાંભળવાથી ડૉક્ટર! એ શું સારી થઈ જશે?' ડૉક્ટરે કહ્યું હતું. સંભવ છે કે તે સાજી થઈ જાય.’ મુકેશજીએ કહ્યું “તો સારું. હું આજે જ આવું છું. થોડીક વાર થશે, મને સરનામું આપો.” ડૉક્ટરે સરનામું આપ્યું. મુકેશજીની કાર હૉસ્પિટલના દરવાજે આવીને ઊભી રહી. તેઓ એના ખંડમાં પહોંચ્યા, જ્યાં છોકરી પ્રેમપૂર્વક એમની રાહ જોઈ રહી હતી. મુકેશજીએ એના માથે હાથ ફેરવીને કહ્યુંઃ બેટી! હુંમુકેશ છું... તને એક સુંદર ગીત સંભળાવું છું. તેમણે ગાયું, છોકરી અતિ પ્રસન્ન થઈ ગઈ. બીજે દિવસે મુકેશજીએ પોતાના મિત્રને કહ્યું: “એ છોકરી કરતાં વધારે પ્રસન્નતા મને થઈ છે! કેટલી પ્યારી હતી એ બચ્ચી?” એક પાડાની ક્ષમા-સહનશીલતાઃ આ એક જાતક કથા છે. ભગવાન બુદ્ધના પૂર્વજન્મોની આ કથા છે. એક જન્મમાં તેઓ પાડાના રૂપમાં જન્મ્યા હતા. એ અતિશય બળવાન હતો, પરંતુ સહનશીલતાની મૂર્તિ હતો. એક ઉપદ્રવી વાંદરો પાડાને પરેશાન કરતો હતો. અનેક ઉપદ્રવ કરતો હતો. પરંતુ એ પાડો અને ક્ષમા કરી દેતો હતો. વાંદરો અનેક વાર પાડાની પીઠ ઉપર કૂદતો, નખો દ્વારા ચામડીમાં ઘા કરતો, છતાં પણ પાડો એ સહન કરતો હતો. એક યક્ષે પાડાને કહ્યું “આ ઉપદ્રવી વાંદરાને તું શિક્ષા શા માટે નથી કરતો? તારી શક્તિ અપાર છે. એક ક્ષણમાં તે ભોંયભેગો થઈ શકે છે.' પાડાએ કહ્યું: ‘એ કારણે હું એને સહન કરું છું કે એ મને ક્ષમા અને અહિંસાની શિક્ષા આપે છે. એ દ્રષ્ટિએ એ મારો ગુરુ છે. યક્ષે કહ્યું પરંતુ જ્યારે બીજે પાડો અહીં આવશે ત્યારે આ વાનરને તે એક ક્ષણમાં પોતાના પગ નીચે કચડી નાખશે.” ત્યારે એ વાનરો મારી સાથે કરેલા દુર્વ્યવહારનો પશ્ચાત્તાપ કરશે અને ક્ષમા તથા અહિંસાનું શિક્ષણ પામશે.” પાડાએ જવાબ આપ્યો. આ જાતક કથા છે. પશુમાં પણ ક્ષમા. અહિંસા આદિના ગુણો હોય છે, તો એ ગુણોની પણ અનુમોદના કરવી જોઈએ. (૧૮૦ પછી " | શાન્તસુધારસ ભાગ ૩ શાન્તસુધારસ : ભાગ ૩ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ અબ્રાહમ લિંકનની કૃતજ્ઞતાઃ કૃતજ્ઞતા” એક મહાન ગુણ છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનમાં આ વિશિષ્ટ ગુણ હતો. એક પ્રસંગ સંભળાવું છું. લિંકન પોતાની ચૂંટણીના કાર્યમાં અતિવ્યસ્ત હતા. એક એક ક્ષણ એમને માટે મહત્ત્વપૂર્ણ હતી. એમને અમેરિકાના પ્રમુખ બનવાનું હતું. એક દિવસે તે એક મહત્ત્વપૂર્ણ ચૂંટણીસભામાં જઈ રહ્યા હતા. એ સમયે એક વૃદ્ધ મહિલાનો અરજન્ટ પત્ર મળ્યો. લિંકન અતિ ગરીબ હતા ત્યારે એ વૃદ્ધ મહિલાએ તેમને ઘરમાં આશ્રય આપ્યો હતો. જ્યારે તે સ્ત્રી જંગલમાં લાકડાં કાપવા જતી ત્યારે લિંકન એને સહાય કરતા હતા. પાછળથી લિંકન વકીલ બન્યા હતા. પ્રસિદ્ધ વકીલ! એ વાત એ સ્ત્રી જાણતી હતી. એણે પત્રમાં લખ્યું હતું: “મારા પુત્ર ઉપર કોઈક શરાબીની હત્યા કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે એને બચાવવા માટે તમે તત્કાલ અહીં આવો.' - લિંકન પોતાની ચૂંટણી કામગીરીને ભગવાનને ભરોસે છોડી દઈને એ ઉપકારી સ્ત્રી પાસે પહોંચી ગયા અને એના પુત્રનો કેસ લડીને છોકરાને નિર્દોષ સાબિત કર્યો. લિંકનમાં કેટલો ઉત્તમ કૃતજ્ઞતાનો ગુણ હતો! એ વૃદ્ધાના ઉપકારને એ ભૂલ્યા ન હતા. અવસર આવતાં જ પોતાના સ્વાર્થપરક કાર્યને છોડીને ઉપકારનો બદલો વાળવા તે દોડી ગયા હતા. આવા ગુણોની અનુમોદના કરવાથી આપણામાં પણ એવા ગુણો પ્રકટ થાય છે. હવે હું એક આશ્ચર્યજનક અને આનંદપ્રદ કિસ્સો સંભળાવું છું. પોતાના પ્રજાજનની પ્રશંસા સાંભળીને રાજા હર્ષિત થઈ જાય છે. હૃદય ગદ્ગદ્ થઈ જાય છે. મૈસુર-મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયારઃ ભારત સ્વતંત્ર થયું તે પહેલાંની આ ઘટના છે. એ સમયે મૈસુર રાજ્યના મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયાર હતા. એ પોતાના અંગત કામ માટે જર્મની ગયા. હતા. તે પોતે અધ્યયનરચિવાળા હોવાથી તેમણે જર્મનીના કેટલાક પ્રસિદ્ધ અધ્યયન કેન્દ્રોમાં જઈને ત્યાંની પ્રવૃત્તિની જાણકારી મેળવી. જર્મનીમાં તો કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું વિશિષ્ટ મહત્ત્વ છે. એકવિદ્ધદુ પરિષદમાં મહારાજા એક પ્રસિદ્ધ વિદ્વાનને મળ્યા. કોઈ એક મિત્રએ વિદ્વાન સાથે મહારાજાનો પરિચય કરાવ્યો. એ વિદ્વાને કહ્યું: “ઓહ, આપ ડો. રામશાસ્ત્રીના મૈસુરથી પધાર્યા છો! બરાબર છે ને? રામશાસ્ત્રી કેવા વિદ્વાન છે? કૃપા કરીને એમને મારી શુભકામનાઓ પહોંચાડશો.' મહારાજાએ કહ્યું: “અવશ્ય, હું એમને વ્યક્તિગત રૂપે ઓળખું છું. તેમણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર શોધપ્રબંધ ૧૮૧] પ્રમોદ ભાવના છે કરી Page #196 -------------------------------------------------------------------------- ________________ લખ્યો છે.” મહારાજા મૈસુર આવ્યા બાદ ડૉ. રામશાસ્ત્રીને મળ્યા અને ગૌરવથી કહ્યુંઃ ડૉ. રામશાસ્ત્રી! મારા મિત્ર! અહીં મૈસુરમાં તમે મારા પ્રજાજન છો, પરંતુ જર્મનીમાં હું તમારો પ્રજાજન છું અને તમે મારા રાજા છો ! ત્યાં તમારી પ્રશંસા સાંભળીને હું હર્ષથી ગદ્ગદિત બન્યો હતો.' મહારાજાની નમ્રતા કેવી હશે? પોતાના જ પ્રજાજનની પ્રશંસા સાંભળીને હર્ષિત થવું એ સામાન્ય વાત નથી. શું તમે તમારા ઘરના નોકરની પ્રશંસા, તમારા ભાઈની પ્રશંસા, પોતાની પુત્રવધૂની પ્રશંસા સાંભળીને હષવિત થયા છો? કદી તમારું મુખ પુષ્પની જેમ ખીલ્યું છે? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે. પરદેશમાં પોતાની પ્રશંસા ન થઈ. પોતાના રાજ્યના એક વિદ્વાનની પ્રશંસા સાંભળી, તો પણ મહારાજા હર્ષવિભોર થઈ ગયા! કેટલો મોટો ગુણ ! કેવો ઉત્તમ પ્રમોદભાવ! એક રાજાનો ગુણપક્ષપાતઃ જો માણસ ગુણોને મહત્ત્વ આપતો હશે તો તે બાહ્ય દેખાવોને ગૌણ કરે છે. કુરૂપતાને એ મહત્ત્વ નથી આપતો. એ સમજે છે કે કુરૂપ વ્યક્તિમાં - બેડોળ મનુષ્યમાં પણ મહાન ગુણ હોઈ શકે છે. વૈદિક પરંપરામાં અષ્ટાવક્રજીનું દ્રષ્ટાંત આ વિષયમાં પ્રસિદ્ધ છે. પરંતુ આજે અહીં હું એક રાજાની વાત કરીશ. એક કોષાધ્યક્ષની નિયુક્તિ કરવાની હતી. એક વ્યક્તિ કોષાધ્યક્ષ પદ માટે ઉપસ્થિત થયો હતો. રાજાએ પોતાના વૃદ્ધ અને વિશ્વાસુ મંત્રીને કહ્યું: “આ વ્યક્તિ કોષાધ્યક્ષ પદ માટે સંપૂર્ણ રૂપે સુયોગ્ય લાગે છે. મંત્રીએ કહ્યું હા મહારાજ, મારા મતે પણ તે યોગ્ય છે. રાજાએ કહ્યું પણ આ ખૂબ કુરૂપ છે. કોઈ પણ મનુષ્ય એને બીજી વાર જોવાની ઈચ્છા કરશે નહીં.' વૃદ્ધ મંત્રીએ પોતાના યુવાન રાજાને હસતાં હસતાં કહ્યું “આપણે શા માટે એના કુરૂપ મુખની અને બેડોળ શરીરની પરવા કરવી જોઈએ?” રાજાએ કહ્યું: “પરંતુ દરરોજ બે વાર એને મારી પાસે દરબારમાં તો આવવું પડશે? ઠીક છે, આજે નહીં આપણે કાલે એની નિયુક્તિની બાબતમાં વિચાર કરીશું.” બીજે દિવસે રાજા અને મંત્રી મળ્યા. મંત્રીએ નોકરને સોનાની સુરાહીમાં પાણી લાવવા કહ્યું. એ પાણી ગરમ હતું. રાજાએ કહ્યું: “આ પાણી ગરમ છે, પીવા યોગ્ય નથી. મંત્રીએ નોકરને કહ્યું: “ચાંદીની સુરાહીમાંથી પાણી લાવો.' નોકર પાણી લાવ્યો. રાજાએ પાણી મોઢે અડાડ્યું અને બોલ્યો “આ પાણી પણ ગરમ છે, ઠંડું પાણી લાવો.” | ૧૮૨ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #197 -------------------------------------------------------------------------- ________________ મંત્રીએ કહ્યું ઃ ‘ક્ષમા ચાહું છું મહારાજ !' નોકરને તેણે કહ્યું : ‘માટીના ઘડામાંથી પાણી લાવો. નોકર પાણી લાવ્યો. પાણી ખૂબ જ શીતળ હતું, રાજા પ્રસન્ન થયો, સંતુષ્ટ થયો. મંત્રીએ કહ્યું : “મહારાજ, આ શીતળ જળ તો બેડોળ માટીના વાસણનું છે !’ રાજાએ હસતાં હસતાં કહ્યું : ‘હું તમારો આશય સમજી ગયો, મંત્રીજી !' તમે એ કુરૂપ પરંતુ ગુણવાન વ્યક્તિને કોષાધ્યક્ષપદે નિયુક્ત કરી દો.' કહેવાનું તાત્પર્ય એ છે કે સામેની વ્યક્તિનાં બાહ્ય રૂપરંગ ગમે તેવાં હોય, શરીર ઊંચાઈવાળું કે નીચું હોય, પરંતુ તે ગુણવાન હોય તો તેના ગુણોનો આદર કરો. ગુણોનું મૂલ્ય કરતા રહો. સૌન્દર્ય પણ ગુણોથી જ શોભે છે. ગુણહીન સૌન્દર્યનો કદી વિશ્વાસ ન કરવો. ગુણહીન સુંદર રૂપવાળી વ્યક્તિ પ્રાયઃ દગાબાજ, માયાવી, ક્રૂર અને વિશ્વાસઘાતી હોય છે. સુંદર, શ્રીમંત, ધીમંત અને પ્રસિદ્ધ મનુષ્ય જ ગુણવાન હોય છે, એવું ન સમજો. મંદિરમાં અને ધર્મસ્થાનોમાં જનારાઓ જ ગુણવાન હોય છે એવો વિશ્વાસ ન રાખો. ગરીબ, મહેનતુ અને સામાન્ય માણસ પણ ગુણવાન હોય છે અને એના ગુણોની પ્રશંસા કરશો તો એ લોકો દૃઢ ગુણપક્ષપાતી બની જશે. આવી જ એક પરદેશની વાત કહું છું. માર્ક્સ ટુલિયસ સિસેરો : ઈસાની એક શતાબ્દી પૂર્વે રોમન રાજપુરુષ અને મહાન વક્તા માર્ક્સ ટુલિયસ સિસેરો થઈ ગયા. તે લોકપ્રિય શિક્ષક હતા, સમાજના ઉચ્ચ વર્ગમાં માનનીય વ્યક્તિ તરીકે સ્વીકૃત પણ હતા. લોકોને એમનું સાન્નિધ્ય પ્રિય પણ હતું, એટલા માટે વારંવાર એમને ભોજન માટે નિમંત્રણ મળતાં હતાં. એક વાર એમને એક પ્રિય વિદ્યાર્થીએ ભોજન માટે નિમંત્રણ આપ્યું. સામાન્ય રીતે તે એવા ભોજન-સમારોહમાં જવાનું ટાળી દેતા હતા, પરંતુ પોતાના વિદ્યાર્થીનો વિશિષ્ટ પ્રસંગ માનીને એ ગયા. શિષ્ય અને તેનો પરિવાર સિસેરોના આગમનથી ખૂબ જ હર્ષિત થયા. જ્યારે ભોજન-સમારંભ પૂર્ણ થયો તો સિસેરોએ ઘરની પ્રત્યેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો. પછી તે ભોજન પીરસનાર પાસે ગયા અને બોલ્યાં : ‘આભાર તમારો, ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું, તમારી સારી સેવાથી ભોજન વધારે સ્વાદિષ્ટ લાગ્યું.’ પીરસનાર છોકરાની આંખો આંસુથી ભરાઈ ગઈ. બધાં જ સિસેરો પ્રત્યે અનુત્તર રહ્યાં. આ રીતે કોઈએ કદીય તેમનો આભાર માન્યો ન હતો. પ્રમોદ ભાવના ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ ગુણોની પ્રશંસા કરતા રહોઃ સારાં કાર્યો કરનારાઓની પ્રશંસા કરવી જ જોઈએ. કોઈના સારા ગુણોની, સારાં કાર્યોની, સાચી સિદ્ધિની પ્રશંસા કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિને અન્યાય કરે છે, સાથે સાથે તે પોતાની જાતને પણ અન્યાય કરે છે. કોઈમાં પણ અનન્ય, અપૂર્વયા અસાધારણ તત્ત્વ જોતાં તમે વહી જાઓ. પ્રશંસા કરો. જો કશું પણ સુંદર પ્રકટ થાય તો તેનો સ્વીકાર-સન્માન કરવું જોઈએ. કોઈની સારપ, ગુણવૈભવ, સુખશાન્તિ જોઈને તમારો આનંદ ઉદધિ ઊછળતો હોય તો ઊછળવા છે અને એ વ્યક્ત કરીને કોઈના આનંદને વધવા દો. મનનાં પ્રપંચોની પાર જઈને જે હૃદયને અનુમોદના કરવા દઈએ તો ગુણોનો ગુણાકાર થતો રહેશે. કદીય બીજાંનો ગુણવૈભવયા સુખવૈભવ જોઈને બળવું નહીં નહીંતર તમે અંધકારમાં ભટકાઈ પડશો. કોઈ પણ હોય, તેના સારા કાર્યોની, નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરવી જ જોઈએ. એને ધન્યવાદ આપવા જ જોઈએ. જો ધન્યવાદ ન આપીએ તો આપણે કતબ કહેવાઈશું. અલબત્ત, બધા લોકો સરખા નથી હોતા, કેટલાક લોકો જોધપુરી પથ્થર જેવા હોય છે. તે કદી કોઈની સામે પોતાનું મન ખોલતા જ નથી. કદીય પોતાની પસંદગી-નાપસંદગી બતાવતા નથી કે નથી કદી કોઈનીય પ્રશંસા કરતા. આવા લોકો કદરદાનીની મહત્તા સમજતા નથી. આ રીતે સંસારમાં એવા પણ લોકો હોય છે કે જેઓ સરળ અને ગુણાનુરાગી હોય છે. તેઓ કોઈમાં પણ કશુંક સારું જુએ છે, તો પોતાની ખુશીની ભાવના વ્યક્ત પણ કરે છે. આવા ગુણગ્રાહી સજજન હંસની જેમ દૂધ-પાણી અલગ કરીને દૂધની ધારામાં વહી જાય છે. વચનોમાં દરિદ્ર ન બનો. પ્રિય અને વાસ્તવિક વચને બોલતા રહો. જેને ભવરાગ નથી એની પ્રશંસા કરોઃ જે વ્યક્તિમાં સંસાર અને સંસારનાં ભૌતિક સુખ-સાધનો પ્રત્યે રાગ ન હોય, આસક્તિ ન હોય, એવા લોકો ભલેને ગમે તે ધર્મના હોય તેમની પ્રશંસા કરવી જોઈએ - અનુમોદના કરવી જોઈએ. આપણા ધર્મમાં સુવ્રત શ્રેષ્ઠીની વાત આવે છે તેવી કેટલાક અંશોમાં મળતી આ વાત છે - અંગ્રેજ કવિ “જેરેમી ટેલરની. તે મહાન કવિ અને લેખક તો હતા જ, સાથે સાથે તે સંતપુરુષ હતા. - એક વાર ટેલરના ઘરમાં ચોરી થઈ ગઈ. ચોર બધું જ લઈ ગયા. સવારે ખબર પડતાં જ એમના મિત્રો-શુભેચ્છકો તેમને ઘેર આવ્યા. તે બધાંએ ટેલરને આશ્વાસન [૧૮૪| O | શાન્તસુધારસ ભાગ ૩] Page #199 -------------------------------------------------------------------------- ________________ આપ્યું, પરંતુ તેમણે જોયું કે કવિ જરા પણ વ્યથિત-દુઃખી ન હતા. એમના મુખ પર આનંદદેખાતો હતો. એક મિત્રે પૂછ્યું- “અરે મારા મિત્ર! તું આ દુર્ઘટનાથી પ્રસન્ન દેખાય છે.” ટેલર હસ્યા, શાન્તિથી જવાબ આપ્યો: જે કંઈ મૂલ્યવાન હતું તે ચોર લઈ ગયા. જે મૂલ્યવાન ન હતું તે પણ ચોર લઈ ગયા. પરંતુ જે સાચું - સાચે જ મૂલ્યવાન હતું, તે તો અહીં રહી ગયું, પછી શા માટે દુઃખી થવું જોઈએ? વાસ્તવમાં હું આજે ફાલતું ભારથી મુક્ત થયો. મિત્રને કશું સમજાયું નહીં. તેણે કહ્યું “તું શું કહેવા માગે છે?” – “આ શરીર, પ્રતિભા, શક્તિ, મન અને મારો આત્મા ! આ બધું સલામત અને સુરક્ષિત છે. શેષ જે નિરર્થક હતું, તે ચાલ્યું ગયું! વાસ્તવમાં મારે ચોરો પ્રત્યે આભાર માનવો જોઈએ. એમણે મારો નિરર્થક બોજો ઓછો કરી દીધો.” પોતાની ખુશી વહેંચતા ચાલોઃ વાત છે જ્ઞાનવૃષ્ટિની. દુખમાં સુખ જોવું, વિરૂપતામાં રૂપ જેવું, યાતનામાં સમતાનો અનુભવ કરવો ! જ્ઞાનવૃષ્ટિ નહીં હોય તો પ્રમોદભાવની જગાએ ઈષ્ય, અરુચિ, અસંતોષ, ક્રોધ, શંકા સ્થાન લેશે. મનુષ્ય દુઃખી થઈ જશે. યાદ કરો, મનની અંદર કોઈને માટે ધિકકાર યા તિરસ્કાર રાખવાથી યા તો કોઈની સતત નિંદ્ય કરવાથી તમે અમૃતનો આસ્વાદ મેળવ્યો છે ખરો? અરે, આ ધિકકારાદિ બધાં ઝેર છે. ઝેરનાં પારખાં ન કરો. ભલે તમે કોઈને ધિકકારો, તેને તો ખબર નથી હોતી, તે તો પોતાના માર્ગે આગળ વધતો જાય છે, તમે ઈર્ષ્યા કરતા રહો, તો તમારી પ્રગતિ અટકી જશે. પેલો તો સતત કાર્યરત રહેતો પ્રગતિના માર્ગ પર સફળતા પ્રાપ્ત કરતો જાય છે. જ્યારે ઈષ્ય કરનાર નિષ્ફળતા પ્રાપ્ત કરતો જાય છે. આપણે કોઈ પણ વ્યક્તિની સાચી પ્રશંસા નથી કરતા તો તે આપણી પામરતાકાયરતા છે. અલબત્ત, પ્રશંસા સાચી હોવી જોઈએ. ખુશામત કરવા નથી કહેતો. પરંતુ પ્રશંસાથી અનુમોદનાના બે પ્રિય શબ્દોથી બીજાંના મન પ્રસન્ન કરવાથી તમારી અશાંતિ દૂર થશે. તમારી ખુશી બીજાંમાં વહેંચતાં ચાલો તમારું જીવન ધન્ય બની જશે. પરંતુ આ ક્યારે સંભવ છે? તમારા દિલમાં ભરપૂર પ્રેમ હોય, સ્નેહ અને સહાનુભૂતિ હોય. તમે પ્રયોગ કરીને જોજો. તમારા પ્રેમનો, નિરપેક્ષ પ્રેમનો શો પ્રતિભાવ મળે છે! મારી વાત પણ કહી દઉં? મારા મનની વાત કરું છું. બીજી વ્યક્તિ માટે કોઈ વાર ખરાબ અભિપ્રાય મનમાં સતત રહેવાથી મારું મન ચેન અનુભવતું નથી. મને લાગે છે કે મારામાં કોઈક એવું [ પ્રમોદ ભાવના આ ૧૮૫] Page #200 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ પડ્યું છે કે જે મને શાન્તિથી બેસવા દેતું નથી. શાન્તિથી સૂવા દેતું નથી. કોઈના પ્રત્યે અપ્રીતિ, અભાવ મારે માટે આનંદની વાત નથી હોતી. એક મનુષ્ય બીજા મનુષ્યની નિંદા કરે છે એ સાંભળીને મારું મન દુઃખી થઈ જાય છે અને કદાચ એનિંદામાં સામેલ થઈ જાઉં છું તો અસ્વસ્થ થઈ જાઉં છું. એટલા માટે હું સતર્ક રહું છું. બની શકે તેટલું હું નિંદાથી પર રહું છું. કદાચ સાથે રહેવું પડે તો મૌન રહું છું. મને જ્યારે કોઈના ગુણની યા તો પુણ્યોદયની પ્રશંસા કરવાનું નિમિત્ત મળી જાય છે તો પ્રસન્ન થઈ જાઉં છું. મારી જીભ ગુણોની અને પુણ્યોદયની પ્રશંસા કરે છે અને પવિત્ર બને છે. આ મારી મનઃ કામના રહે છે. ગ્રંથકાર પણ કહે છે - जिहवे ! प्रह्वीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्यान्यप्रौढलक्ष्मीं दुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ ६ ॥ હે જીભ / તું સારી રીતે પ્રસન્ન થઈને ભાગ્યશાળી પ્રાણીઓનાં સુંદર ચરિત્રની પ્રશંસા કરવામાં તત્પર બન. ... મારા કાન અન્યના યશને સાંભળવામાં આનંદિત થનારા બનો. મારાં નેત્રો અન્યોની સુખસાહ્યબી, સમૃદ્ધિ જોઈને પ્રફુલ્લિત થાઓ. આ સંસારમાં આવા પ્રમોદભાવથી જીવવું એ જ જીવનની સફળતા છે સાર્થકતા છે. જીભની સાર્થકતા સમજો : તમે કદી જીભની બાબતમાં વિચાર કર્યો છે ? બીજી બધી ઇન્દ્રિયો એક-એક કામ કરે છે, જીભ બે કામ કરે છે - બોલવાનું અને સ્વાદ ચાખવાનું. પૂર્વજન્મના સંચિત પુણ્યનો ઉદય થાય છે ત્યારે સારી નીરોગી જીભ મળે છે. જેમનો એવો પુણ્યોદય નથી હોતો એ મૂંગા જનમે છે. અથવા તો પાછળથી મૂંગા બની જાય છે. અથવા કોઈકની જીભ તોતડી બની જાય છે. તે તોતડા બની જાય છે. તમે એવા માણસોને જોયાં હશે ત્યારે આવું વિચાર્યું હતું કે આ લોકોને આવી જીભ શા માટે મળી હશે ? મને સારી જીભ શા માટે મળી. ? સભામાંથી નથી વિચાર્યું ગુરુદેવ ! : આચાર્યશ્રી વિચારવું પડશે. ગત જન્મોમાં જીભનો દુરુપયોગ કર્યો હશે તો આ જનમમાં મૂંગો જનમે છે અથવા જીભ તોતડાતી હોય છે. જીભનો દુરુપયોગ બે રીતે ૧૮૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ થાય છે - (૧) અસત્ય બોલવું, બીજાંની નિંદા કરવી, ખોટું-ખરાબ.બોલવું અને (૨) બીજો દુરુપયોગ છે અભક્ષ્ય ખાવું અને અપેય પીવું. જે લોકો માંસ ભક્ષણ કરે છે, શરાબ પીએ છે અને બીજા પણ અભક્ષ્ય-અપેય પદાર્થો ખાય છે, પીએ છે તેઓ એવાં પાપકર્મો બાંધે છે કે બીજા જન્મમાં જીભ જ નથી મળતી ! મળે છે તો પણ તેઓ બોલી શકતા નથી. બોલતા હોય તો તોતડાય છે. કાં તો જીભ સ્વાદરહિત અથવા કેન્સર રોગવાળી બની જાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો જીભનો સદુપયોગ કરવાનો ઉપદેશ આપે છે. ક્યારેય કોઈની પણ નિંદા ન કરો. ગુણવાનોની અને ભાગ્યશાળી જીવોની પ્રશંસા કરતા રહો. કાનની સાર્થકતા સમજોઃ તમારે કાન છે તો તમે પંચેન્દ્રિય છો ! કાન સારા છે ને? બહેરા તો નથી ને? કસ્તબ્ધ તો નથી થઈ ગયા ને? તમે બહેરા લોકોને જોયા તો હશે? તે બહેરા શા માટે થયા એ અંગે વિચાર્યું પણ હશે. સભામાંથી ના સાહેબ ! નથી વિચાર્યું! આચાર્યશ્રી એટલા માટે કાનનો દુરુપયોગ કરી રહ્યા છો! પરનિંદા સાંભળો છો ને? ગંદી વાતો ય સાંભળો છો ને? સેક્સી ગીતો સાંભળો છો ને? બીજાંની ગુપ્ત વાતો પણ સાંભળો છો ને? જો કાનનો આ રીતે દુરુપયોગ કરતા રહેશો, તો એવાં પાપકમ બાંધશો કે જ્યારે તે પાપકર્મ ઉદયમાં આવશે ત્યારે તમને કાન નહીં મળે. યા તો મળી ગયા તો બહેરા અથવા રોગગ્રસ્ત થશો. એટલા માટે આ જન્મમાં કાનોથી બીજાંના ગુણાનુવાદ સાંભળતા રહો. બીજાનાં યશોગાન ગાઈને આનંદિત બનો. પરમાત્માની, સજ્જનોની, સંતોની સ્તવના સાંભળતા રહો. નેત્રની સાર્થકતા સમજોઃ ત્રીજી વાત છે આંખોની. અંધજનોને જોઈને તમે આંખોના મહત્ત્વ અંગે ચિંતન કર્યું છે? આપણા દેશમાં લાખો અંધજનો છે. એમને અંધાપો કેમ આવ્યો? આપણી આંખો કેમ સારી છે? એક જ કાનૂન છે - કર્મનો. જે ઇન્દ્રિયનો જીવ દુરુપયોગ કરે છે, તેને બીજા જન્મમાં એ ઈન્દ્રિય નથી મળતી, મળે છે તો ક્ષતિગ્રસ્ત મળે છે - રોગગ્રસ્ત મળે છે. . આંખોથી ખરાબ ન જુઓ. આંખોથી સારું જ જુઓ. બીજાંનો સુખવૈભવ જોઈને તમારાં નેત્રો પ્રફુલ્લિત થવાં જોઈએ. બીજાંના ગુણ જોઈને તમારી આંખો હર્ષ-પ્લાવિત થવી જોઈએ. | પ્રમોદ ભાવના અને ૧૮૭ | Page #202 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર કહે છે ઃ प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिर्मज्जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो गुणास्तथैते विशदीभवन्ति ॥ ७ ॥ ‘અન્યના ગુણોથી આનંદિત થઈને જેમની પારદર્શી પ્રશા સમતાસાગરમાં લીન થઈ ગઈ છે, એમના મનની પ્રસન્નતા ભારે ચમકવાળી છે. એમનામાં રહેલા તમામ ગુણો વિશદ થાય છે - નિર્મળ થાય છે.’ બીજા લોકોના ગુણ જોઈને આનંદિત થવાનું ફળ શું છે ? ગુણદૃષ્ટાની પ્રજ્ઞા-મતિ સમતાસાગરમાં લીન થઈ જાય છે. મનઃપ્રસન્નતા અતિશય ઉલ્લસિત થાય છે. ગુણોનો વિકાસ થાય છે. ગુણ દૃઢ થાય છે. ‘પ્રમોદ ભાવના’ના પ્રાસ્તાવિક શ્લોકોનું વિવેચન આજે પૂર્ણ કરું છું. હવે પ્રમોદ ભાવનાનું કાવ્યગાન કરવાનું છે અને એની ઉપર વિવેચન કરવાનું છે. આજે બસ, આટલું જ. ૧૮૮ શાન્તસુધારસ : ભાગ ૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૪ પ્રમોદ ભાવના ૪ : સંકલના : ઈષ્યને છોડી દો. ઈષ્યઃ સર્વનાશી ભાવના. પરસુખ સંતુષ્ટ બનો. યુધિષ્ઠિરઃ ઔચિત્યપાલન. સહનશીલતા મુક્તિનું પરમ સાધન. એક કાવ્ય પ્રભુ મુઝે માધ્યમ કર દે તેરા.' • • પરસ્ત્રીત્યાગી શ્રેષ્ઠ શીલવંત પુરુષ શ્રી રામચંદ્રજી વંકચૂલ • સચ્ચરિત્રી મહિલાઓનાં દર્શન. • મહાપુરુષોનું નામસ્મરણ કરો. ૦ જીવનને સાર્થક કરો. ૦ પ્રમોદ ભાવનાઃ એક સઝાય. Page #204 -------------------------------------------------------------------------- ________________ विनय ! विभावय गुणपरितोषं, विनय विभावयं गुणपरितोषम् । निजसुकृताप्तवरेषु परेषु परिहर दूरं मत्सरदोषम् ॥ १ ॥ विनय. પરમ ઉપકારી ઉપાધ્યાય વિનયવિજયજી પ્રમોદ ભાવનાનું ગાન પ્રારંભ કરતાં કહે છે ઃ ‘ઓ વિનય ! તું ગુણો પ્રત્યે અત્યંત આદરયુક્ત બન. ઈર્ષ્યાભાવ છોડી દે. જેમને પણ એમના કર્મોના પ્રભાવથી કેટલીક વિશેષતાઓ પ્રાપ્ત થઈ છે, એમાં તું આનંદનો અનુભવ કર.' ઈર્ષ્યાને છોડી દો ઉન્નત, ઉદાત્ત અને ઉત્તમ જીવન જીવવાના માર્ગમાં કદાચ કોઈ મોટો અવરોધ હોય તો તે છે ઈર્ષ્યાભાવ. ઈર્ષ્યા પણ એક પ્રકારની નથી હોતી, અનેક પ્રકારની હોય છે. બીજાંના યશની ઈર્ષ્યા, બીજાંના ધનની ઈર્ષ્યા, બળની ઇર્ષ્યા, બીજાંના રૂપની ઈર્ષ્યા, કલાની ઈર્ષ્યા ! ભાઈ ભાઈની ઈર્ષ્યા કરે છે. બહેન ભાઈની ઈર્ષ્યા કરે છે. નણંદ ભાભીની ઈર્ષ્યા કરે છે. કોઈ વાર મિત્ર મિત્રની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યાથી સંબંધો બગડે છે - તૂટે છે. ઈર્ષ્યાથી પરસ્પર વેરભાવ થઈ જાય છે. ઈર્ષ્યાથી બીજાંને દુઃખી કરવાની પાપેચ્છા પ્રકટ થાય છે. ઈર્ષ્યાથી કેવાં પાપકર્મો બંધાય છે એ તમે જાણો છો ? સતી અંજનાને ૨૨ વર્ષ સુધી પતિનો વિયોગ કેમ થયો ? પૂર્વજન્મમાં એ ‘કનકોદરી’ નામની રાજરાણી હતી. બીજી શોક્ય રાણી લક્ષ્મીવતી પ્રત્યે એના હૃદયમાં ઘોર ઈર્ષ્યાભાવ હતો. ઈર્ષ્યાથી પ્રેરિત થઈને લક્ષ્મીવતીના ગૃહમંદિરમાં પરમાત્માની મૂર્તિની ચોરી કરાવી હતી અને મૂર્તિને એણે ગંદા સ્થળે સંતાડી હતી. ત્યાં એણે એવું પાપકર્મ બાંધી લીધું હતું કે જેને કારણે તે અંજનાના ભવમાં ૨૨ વર્ષ સુધી પતિ-વિયોગિની રહી અને એની ઉપર વ્યભિચારિણીનું કલંક આવ્યું. ઈર્ષ્યા ક૨વાથી આ જીવનમાં અશાંતિ મળે છે. આવનારાં જન્મોમાં દુઃખ મળે છે. ઈર્ષ્યા - સર્વનાશી ભાવના કોઈને માન-સન્માન મળે છે, એવોર્ડ મળે છે, પદોન્નતિ મળે છે; ત્યારે માણસ બહારથી દેખાવ કરે છે કે “મને સાંભળીને આનંદ થયો છે.' પરંતુ વાસ્તવમાં મનુષ્યને એ વાત પસંદ પડી ન હોય, તેથી થોડી વાર પછી તે એવોર્ડ વિજેતાના, માન પ્રાપ્ત કરનારનાં દોષ-ભૂલો બોલવા લાગે છે. આ રીતે સામાજિક સંતોષ અને વ્યક્તિગત અસંતોષ પ્રકટ કરે છે. મનુષ્યની આવી ભાવના સર્વનાશી હોય છે. સંહારક અને વિનાશક હોય છે. અવિનાશી બનવું હોય તો ઈર્ષ્યાની સર્વનાશી ભાવનાને દૂર કરી દો. ઈર્ષ્યાથી મનુષ્ય કોઈના આનંદને લૂંટી લેવાનો, ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરે છે. એ વિનાશનો ૧૯૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ માર્ગ છે. આંખોને સંબોધિત કરીને એક કવિએ કહ્યું છે - વારી જાઉં આંખ ! તારા અજબ ચાતુર્યમાં, જે જોવાનું છે તે તું કોઈ દિ' જોતી નથી. સેંકડો ોજનથી શોધે કોઈકની ભૂલ-કાંકરી, પણ તારા જ વધેલા પાપના ડુંગર તું જોતી નથી. રે આંખ ! તારા ચાતુર્ય પર હું ખુશ છું. જે જોવા યોગ્ય છે તે તું જોતી નથી. પરંતુ હજારો યોજન દૂરથી કોઈના કાંકરી જેવડા દોષને ય જોઈ લે છે. વાહ ! તારા પોતાના પાપોના પહાડને તું જોતી નથી. બીજાંની ઈર્ષ્યા-દ્વેષ કરનારાઓ, મત્સર અને પરિવાદ કરનારાઓને પૂછો કે એ શું સર્વગુણ સંપન્ન છે ? તેમના જીવનમાં દોષો, ભૂલો નથી ? પોતાની અંદર પાપોની મોટી ગટરો વહે છે, એ જોતા નથી અને બીજાંનાં સુખોની, ગુણોની, યશની, ઈર્ષ્યા કરે છે. આ બળતરા ક્યાં સુધી યોગ્ય છે ? જે કોઈને જે કંઈ સારું, સુંદર અને ભવ્ય મળે છે તે તેના જ પુણ્યકર્મના ઉદયથી. મળે છે. એના પ્રત્યે પ્રમોદભાવ રાખવાનો છે. दिष्ट्यायं वितरति बहुदानं वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरिभागं यद्विभजसि तत्सुकृतविभागम् ॥ २ ॥ કેટલું સરસ છે, કોઈ ભાગ્યશાળી દાન આપે છે અને દુનિયામાં એની વાહવાહ થાય છે. અન્યના ઉત્કૃષ્ટ ભાગ્ય માટે એવા પરસુખસંતુષ્ટિના વિચાર કેમ નથી કરતો ? પરસુખસંતુષ્ટિથી તને પણ એના સુકૃતમાં ભાગ મળી શકે છે. પરસુખ સંતુષ્ટ બનો : નિરંતર સુખ પામવાની, નિરંતર મનને પ્રસન્ન રાખવાની આ દિવ્ય કલા છે. બીજાંનાં સુખ જોઈને પ્રસન્ન રહેવું. આ દુનિયામાં સુખી જીવોની ભરપૂરતા છે. જોવાની આપણી દૃષ્ટિ જોઈએ. તમારી દૃષ્ટિમાં સૌન્દર્યનું અંજન જોઈએ. સારાપણાનું કાજળ જોઈએ. એક કવિએ કહ્યું છે - સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં, ત્યારે અગોચર કોઈ ખૂણે પ્રમોદ ભાવના ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ લીલાવરણાં ડોલતાં, હસતાં કૂણાં તરણાં તણું ગાણું મુખે મારે હજો. બીજાના સુખનાં ગાણાં ગાતા રહો. જ્યારે જીવનમાં કઠોર આઘાત લાગે, ચારે કોર વિરૂપતા છવાઈ જાય, વેદના વ્યાપ્ત થઈ જાય, ચારે તરફ આગ લાગી જાય, ત્યારે પણ તમારા હૃદયમાં કોઈ અગોચર હરિત-કોમલ અને ડોલતા-નાચતા તૃણસમૂહનું ગાન ગાતા રહેવાનું છે. સૌ જીવોમાં એકાદ પણ ગુણ જુઓ, એકાદ પણ સુખ જુઓ.. ખુશીનો અનુભવ કરો. येषां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानां, नाम जपामो वारंवारं ॥ ३ ॥ જે મહાપુરુષોનાં મન વિકાર રહિત છે, આ જગતમાં રહીને જેઓ ઉપકાર કરે છે, એવા ઔચિત્ય-ગુણથી અલંકૃત મહાપુરુષોનાં નામ આપણે વારંવાર લઈએ છીએ.” યુધિષ્ઠિર - ઔચિત્યપાલન જે મહાપુરુષોનાં નામ વારંવાર લેવાનો ગ્રંથકારે ઉપદેશ આપ્યો છે એવા એક મહાપુરુષ થઈ ગયા યુધિષ્ઠિર, પાંચ પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા. એમના મનમાં કૌરવો પ્રત્યે વેર-વિકાર નહતાં. પરોપકાર અને ઔચિત્યપાલનમાં અદ્વિતીય હતા. એમના જીવનનો એક પ્રસંગ સાંભળો. એ સમયે પાંડવો વનમાં હતા. દુર્યોધન પોતાના વૈભવનું પ્રદર્શન કરવા અને પાંડવોને માનસિક પીડા પહોંચાડવા સામંત અને સૈન્ય સાથે એ વનમાં આવ્યો. એ વનમાં ચિત્રરથ ગધવનો ઉદ્યાન હતો. સરોવર હતું. દુર્યોધનના સૈનિકોએ સરોવર અને ઉદ્યાન બગાડી નાખ્યાં. ચિત્રરથ ગન્ધર્વે ક્રોધે ભરાઈને દુર્યોધનની સેનાનો નાશ કર્યો અને દુર્યોધનને કેદી બનાવી દીધો. આ સમાચારયુધિષ્ઠરવગેરે પાંડવોને મળ્યા, ત્યારે ભીમવગેરેતોનાચવા લાગ્યા - “સારું થયું, ખૂબ સારું થયું, પરંતુ યુધિષ્ઠિર સ્વસ્થ અને ગંભીર રહ્યા. તેમણે કહ્યું: “દુર્યોધન આપણો ભાઈ છે. આ ઘડીએ તે સંકટમાં છે. આપણું યોગ્ય કર્તવ્ય તો તેને ગન્ધર્વરાજ પાસેથી મુક્ત કરાવવાનું છે. આ પરોપકાર કરવાનો સમય છે. યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો. અર્જુને ગન્ધર્વરાજ પાસેથી દુર્યોધનને મુક્ત કરાવ્યો. અપકારી ઉપર ઉપકાર કરનારા મહાપુરુષોનાં નામ લેવાથી, એમનો ગુણાનુવાદ કરવાથી આત્મભાવ નિર્મળ થાય છે. દુષ્ટોની દુષ્ટતાની વાતો કરવાને બદલે ઉત્તમ પુરુષોની ઉત્તમતાનાં ગાણાં ગાતા રહેવું એ સારું છે. એનાથી આપણામાં પણ ઉત્તમતા સંક્રમિત થાય છે. ૧૯ર , શાન્તસુધારસઃ ભાગ ૩| Page #207 -------------------------------------------------------------------------- ________________ अहह तितिक्षागुणमसमानं, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानं झटिति विघटते कर्मवितानम् ॥ ४॥ એક સહનશીલતા ગુણ જ એવો છે કે જેની તુલના અન્ય કોઈ ગુણ સાથે થઈ શકતી નથી, મુક્તિ પ્રાપ્તિ માટે પરમ સાધનરૂપ આ ગુણને હે આત્મન્ ! તું તીર્થંકર પરમાત્મામાં જો. એનાથી ક્રોધ અને અહંકારના દોષ નષ્ટ થઈ જાય છે અને વધતાં જતાં કર્મોનાં મૂળિયાં નષ્ટ થઈ જાય છે. સહનશીલતા - મુક્તિનું પરમ સાધનઃ તીર્થંકર પરમાત્મા પ્રત્યે સહનશીલતા - તિતિક્ષાગુણના માધ્યમથી પ્રમોદભાવ ગ્રંથકારે અભિવ્યક્ત કર્યો છે. આ ગુણ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે, એટલા માટે આ ગુણને વિશેષ રૂપે જોવાનો નિર્દેશ કર્યો છે. જેમ જેમ પરમાત્મામાં તિતિક્ષાગુણની વ્યાપકતાને જોતા જશો, તેમ તેમ આપણી અંદર એક મોટું પરિવર્તન શરૂ થઈ જશે. ઈષ્ય, ક્રોધ, રોષ, અભિમાન, માન, અહંકાર આદિ દોષો વિલીન થવા લાગશે... અને કર્મોનાં મૂળિયાં સુકાતાં જણાશે. જો વાસ્તવમાં આ પરિવર્તન ઈચ્છતા હો તો પ્રક્રિયા સરળ છે. ૨૪મા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વર્ષો સુધી કષ્ટ સહન કર્યા હતાં. સાડા બાર વર્ષ સુધી સ્વેચ્છાથી કષ્ટો સહ્યાં હતાં. . ગોવાળિયાએ એમના કાનમાં ખીલા ઠોક્યા હતા. | ચંડકૌશિક નાગે પગમાં ડંખ માર્યો હતો. શૂલપાણિ યક્ષે એક રાત્રિમાં પ્રભુની ઉપર અનેક કષ્ટ વરસાવ્યાં હતાં. - સંગમદેવે અનેક પ્રાણઘાતક ઉપસર્ગો કર્યા હતા તથા પ્રભુના પગનો ચૂલો. બનાવીને એની ઉપર રસોઈ બનાવી હતી. v પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા. ત્યાંના લોકોએ પ્રભુને ઘણો ત્રાસ આપ્યો હતો. તીર્થકર થયા પછી પણ ગોશાલકે ભગવાનની ઉપર તેજલેશ્યાનો પ્રયોગ કર્યો હતો. પ્રભુનું શરીર શ્યામ પડી ગયું હતું અને છ માસ સુધી લોહીના ઝાડા થયા હતા. તમે ભગવાન મહાવીરનું જીવનચરિત્ર વાંચો, એ રીતે ભગવાન પાર્શ્વનાથનું દશ ભવોનું ચરિત્ર વાંચો. કેટલી અદ્ભુત સહનશક્તિ હતી તેમની! દરેક મનુષ્ય ભવમાં કમઠે પ્રભુને માય જ છે. પ્રભુ સમતાભાવથી સહન કરતા જ રહ્યા. કમઠ પ્રત્યે રોષની રેખા સુદ્ધાં તેમનામાં ન હતી. સહન કરતાં કરતાં તે સિદ્ધ થયા. મુક્તિ પામ્યા. સહનશીલતા ગુણને આપણે આપણા જીવનમાં લાવવો જોઈએ. [ પ્રમોદ ભાવના . ૧૯૩] Page #208 -------------------------------------------------------------------------- ________________ નાનીમોટી હરકતો મૌન ધારણ કરીને સહન કરવાથી ખૂબ લાભ થાય છે. જો ‘તિતિક્ષા તમારી પસંદગી હશે તો તમારા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરશો. જો સર્વોત્તમ પામવાની તમન્ના હોય તો એને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરો. તમારું હૃદય સાચા આનંદથી સજ્જ હોવું જોઈએ. તમે ચેતનાના ઊર્ધ્વકરણના માર્ગ ઉપર ચાલતા રહો. જિનાજ્ઞામાં રહીને જીવતા રહો. ભગવાન પાર્શ્વનાથના ૧૦ ભવોની પરંપરાનું એકાગ્રતાથી ધ્યાન કરો. ઉત્તમોત્તમ તીર્થંકરપદ તેમણે ૧૦મા ભવમાં પ્રાપ્ત કરી લીધું હતું. મરુભૂતિના ભવમાંથી સહનશીલતાની યાત્રા શરૂ કરી હતી. પાર્શ્વનાથના ભવમાં એ યાત્રા પૂર્ણ થઈ - તે પરિપૂર્ણ બન્યા. એક કાવ્ય સંભળાવું છું. શાન્તિથી સાંભળો - प्रभु ! मुझे माध्यम कर दे तेरा माध्यम बनना तेरा, प्रभु मुझे माध्यम बनना तेरा । जहाँ धिक्कार हो हिये में, बीज प्रेम के बोऊँ, जहाँ दिखे दोष भूल जाऊँ, बीज क्षमा के बोऊँ...प्रभु.. संशय के तुफान जहाँ हो, श्रद्धा के बीज बोऊँ, घोर निराशा छायी जहाँ हो, आशा के बीज बोऊँ...प्रभु. प्यारे प्रभु ऐसी शक्ति देना, आश्वासन नहीं माँगु, दुःखी जनों को आश्वासन दें, ऐसी शक्ति मैं माँगु...प्रभु. दूसरा मुझे न समझे तो भी, दिल उसका मैं जानें, दूसरे मुझसे प्रेम करे ना, मैं उनको नित चाहूँ...प्रभु.. सहने की क्षमता मैं माँगु, अवश्य मुझ को देना, हे प्रभो, मुझे प्रेम आपका, निश्चित रूप से पाना...प्रभु. सभी जीवों के गुण मैं गाता, सबके सुख में राजी, प्रमोद भावना भाते भाते चेतना ऊर्ध्व में जाती...प्रभु. ગ્રંથકાર પાંચમી કારિકામાં શ્રેષ્ઠ શીલનું પાલન કરનારાઓની પ્રશંસા કરે છે. अदधुः केचन शीलमुदारं गृहिणोऽपि परिहतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेषां विलसति फलिताऽफलसहकारम् ॥५॥ કેટલાક ગૃહસ્થ પુરુષો પરસ્ત્રીનો ત્યાગ કરીને શ્રેષ્ઠ શીલવ્રતનું પાલન કરે છે. અફળ આમ્રવૃક્ષને પણ લચીલું બનાવી દે એવો એમનો યશ આજે પણ સંસારમાં ફેલાયેલો છે. | १८४ प न्त सुधURA : ([13] Page #209 -------------------------------------------------------------------------- ________________ પરસ્ત્રીત્યાગી શ્રેષ્ઠ શીલવંત પુરુષઃ જેનશાસનની પરંપરામાં પરસ્ત્રીના ત્યાગના વિષયમાં સુદર્શન શ્રેષ્ઠીનું તથા રાણી અભયાનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. તમે લોકોએ સાંભળ્યું પણ હશે. એટલા માટે આજે બે નવાં દ્રષ્ટાંત કહું છું. પ્રથમ દ્રષ્ટાંત છે શ્રી રામચંદ્રજીનું. જ્યારે તે વનવાસમાં હતા, દંડકારણ્યમાં નિવાસ કરતા હતા, એ સમયે રાવણની બહેન અને ખર વિદ્યાધરની પત્ની ચંદ્રનના ત્યાં પહોંચી હતી. એના બે પુત્રો શંબૂક અને સુંદ હતા. શંબૂક સૂર્યહાસ ખડ્રગની આરાધના કરવા દંડકારણ્યમાં આવ્યો હતો. બાર વર્ષ અને સાત દિવસની એ સાધના હતી. જ્યારે ત્રણ દિવસ બાકી હતા અને સૂર્યહાસ ખડ્રગ આકાશમાં તેજ અને સુગંધ ફેલાવતું તરી રહ્યું હતું ત્યાં ફરતા ફરતા લક્ષ્મણજી પહોંચ્યા. તેમણે ખગ જોયું. તેની તીક્ષ્ણતાની પરીક્ષા કરવા માટે વાંસની ઘટા ઉપર ચલાવ્યું. ઘટામાં શબૂક લટકી રહ્યો હતો, તે મરી ગયો. ખગ રક્તથી રંગાઈ ગયું. લક્ષ્મણજીને દુઃખ થયું. આ બાજુ એની માતા ચંદ્રનખા (સુર્પણખા) પુત્રને પારણું કરાવવા એ બાજુએ ગઈ, પુત્રના મૃત્યુથી તે રડવા લાગી. પછી તે રોપાયમાન થઈ અને લક્ષ્મણજીનાં પદચિહ્નો જોતી જોતી જ્યાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા હતાં તે પ્રદેશમાં પહોંચી. દૂરથી તેણે શ્રીરામને જોયા. રામનું અદ્ભુત રૂપ જોઈને તે કામવશ બની ગઈ! તેણે નાગકન્યા જેવું રૂપ ધર્યું અને તે શ્રીરામની પાસે ગઈ. શ્રીરામને કહ્યું હે સ્વામી! હું એક કુલિન કુમારિકા છું. એટલા માટે આપ મારી સાથે લગ્ન કરો. મહાપુરુષો પાસે કરવામાં આવેલી યાચના નિષ્ફળ જતી નથી.” એને જોતાંની સાથે જ રામ-લક્ષ્મણ પરસ્પર પ્રફુલ્લિત નેત્રોથી વિચારવા લાગ્યા- “આ કોઈ માયાવી સ્ત્રી છે. રૂપ પરિવર્તન કરીને કૂટ-નાટક રચીને આપણને છેતરવા આવી છે.” છતાં પણ હસતાં હસતાં શ્રીરામ બોલ્યા: ‘મારે તો આ પત્ની છે જ, આ લક્ષ્મણ સ્ત્રીરહિત છે. એની પાસે જા.’ ચંદ્રનખાએ લક્ષ્મણને જોયા. લક્ષ્મણ પણ અનુપમ રૂપવાળા હતા. ચંદ્રનખાએ એમને લગ્ન કરવા માટે પ્રાર્થના કરી. લક્ષ્મણે કહ્યું “તું પહેલાં મારા મોટા ભાઈ પાસે ગઈ હતી તેથી મારે માટે પૂજ્યા થઈ ગઈ! એટલા માટે મારી સાથે લગ્નની વાત ન કર.” આ રીતે શ્રીરામે પરસ્ત્રી ચંદ્રનખાનો સ્વીકાર ન કર્યો. બીજું દ્રષ્ટાંત છે- ડાકુ વંકચૂલનું. કદાચ તમે વંકચૂલની વાત જાણતા હશો. તે પાંચસો ચોરોનો નેતા હતા, તેની પોતાની એક પલ્લી હતી. અચાનક એક આચાર્ય પોતાના શિષ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા. વર્ષા શરૂ થઈ ગઈ હતી. રસ્તા કાચા હતા. રસ્તામાં નદી આવતી હતી. વંકચૂલે પોતાની પલ્લીમાં સર્વ સાધુઓને પ્રમોદ ભાવના ૧૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ વષકાળ કરવા માટેની જગા આપી, પરંતુ શરત રાખી કે “આપ અહીં ધમપદેશ નહીં કરો.” ચાતુર્માસ પૂર્ણ થતાં આચાર્યશ્રીએ વિહાર કર્યો. વંકચૂલ વિદાય આપવા સાથે ચાલ્યો. પલ્લીની બહાર આવીને આચાર્યશ્રીએ વંકચૂલને ઉપદેશ આપ્યો. સુસ્થિત સદ્ગુરુ સે ઉસને પાયે નિયમ દો ચાર રે, ફલ અનજાન, માંસ કાગ ક, રાજરાની પરિહાર રે. રિપુ શિર પે ઘાવ કરેં તબ સાત ચરણ પીછે હટ કર વાર રે, અને જ્યારે તે રાજમહેલમાં ચોરી કરવા ગયો ત્યારે રાણીવાસમાં રાણી એકલી જ હતી. વંકચૂલ આમ તો રાજકુમાર જ હતો. સ્વરૂપવાન, બળવાન હતો. રાણી કામવશ બની. વંકચૂલને ભોગસુખ માટે પ્રાર્થના કરી, પરંતુ વંકચૂલ પોતાના વ્રતમાં દૃઢ રહ્યો. તેણે રાણીની વાત ન માની. કથા તો લાંબી છે, પરંતુ આજે પરસ્ત્રીત્યાગી પુરુષોની સ્તુતિ જ આપણે કરવાની છે. એમનું નામસ્મરણ કરવાનું છે. વર્તમાનકાળમાં જે કેપરસ્ત્રીત્યાગનું વ્રતપાલનઅતિમુશ્કેલ છે, છતાં પણ જે કોઈ મહાપુરુષ આ વ્રતના નિયમનું પાલન કરે છે, તો તેમની અનુમોદના કરવાની છે. या वनिता अपि यशसा साकं कुलयुगलं विदधति सुपताकम् । तासां सुचरितसंचितराकं दर्शनमपि कृतसुकृतविपाकम् ॥ ६ ॥ विनय. જે સ્ત્રીઓ પોતાના પિયર અને સાસરિયા - બંને કુળોની કીર્તાિપતાકાને પોતાના. ગુણોથી લહેરાવે છે, તે સચ્ચરિત્રયુક્ત, પવિત્ર સ્ત્રીઓનું દર્શન પણ મહાન સુકૃતપુણ્યોદય હોય તો જ મળે છે.. સચ્ચરિત્રી સ્ત્રીઓનાં દર્શન - મહાન સુકતઃ જેમ સ્વસ્ત્રીમાં તુષ્ટ અને પરસ્ત્રીનો ત્યાગી પુરુષ પ્રશંસનીય છે, એ રીતે સ્વપુરુષમાં સંતુષ્ટ અને પરપુરુષની ત્યાગી નારી પણ પ્રશંસનીય છે. આવી સ્ત્રીઓને મહાસતી કહેવામાં આવે છે. સંસારી હોવા છતાં પણ, કામભોગ કરતી હોવા છતાં પણ એ અભિનંદનીય છે. આમેયસ્ત્રીપુરુષ-યુગલમાં મૈથુનની - સેક્સની વાસના વધારે પ્રબળ હોય છે. આ પ્રબળ વાસના સ્વપુરુષ-પરપુરુષનો ભેદ ભુલાવી દે છે. કામાન્ધ બનેલી સ્ત્રી કદી સ્વપુરુષમાં સંતુષ્ટ નથી રહેતી. રાજા પ્રદેશની રાણી સૂર્યકાન્તા અને રાજા ભર્તુહરિની રાણી એનાં પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે. જે સ્ત્રી શીલવંતી હોય છે, સહનશીલ હોય છે, ઉદાર હોય છે અને મૈત્રી આદિ ભાવનાઓથી સભર હોય છે, તે પોતાના સ્વસુર પક્ષને અને પિયર પક્ષને | ૧૯૬ શાન્તસુધારસ ભાગ ૩] Page #211 -------------------------------------------------------------------------- ________________ શોભાયમાન કરે છે. એવી સ્ત્રીમાં વેર, ઈર્ષા, તિરસ્કાર, કૃપણતા ઈત્યાદિ દોષો નથી હોતા. તે પોતાનાં ઉચિત કર્મોમાં તેનાં કાર્યોના પાલનમાં ઉદ્યત રહે છે. સજગ રહે છે. સેવા, અનુકંપા અને કરુણાથી તે પરિવારમાં, આસપાસમાં અને સમાજમાં સન્માન્ય બને છે. લોકો એનાં દર્શન કરીને કૃતાર્થ બને છે. तात्त्विकसात्त्विकसुजनवतंसा, केचन युक्ति विवेचन हंसाः । अलमकृषत् किलभुवनाभोगं स्मरणममीषां कृत शुभयोगम् ॥ ७ ॥ विनय. ‘તત્ત્વના જ્ઞાતા મહાપુરુષ, સાત્ત્વિક યોગીપુરુષ અને સજ્જનોમાં શ્રેષ્ઠ પુરુષ તથા જ્ઞાનમાં વિશદ, બુદ્ધિમાન મહાપુરુષ - આ બધાંએ આ વિશ્વને આલોકિત કર્યું છે. તેમનાં નામસ્મરણ પણ સુખદ ઘટના બને છે.’ મહાપુરુષોનું નામસ્મરણ કરો: મહાપુરુષોનાં નામ સ્મરીને તેમની ગુણસ્તુતિ કરવાની છે. : ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી સ્થૂલભદ્રજીને ૧૪ પૂર્વનું જ્ઞાન આપ્યું હતું. ભગવાન ઉમાસ્વાતિજીએ ૫૦૦ ગ્રંથોની રચના કરી હતી. શ્રીમદ્ આનંદઘનજી જેવા અનેક યોગીપુરુષો થઈ ગયા. . શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રસૂરિજી, ઉપાધ્યાય વિનયવિજયજી, ઉપાધ્યાય યશોવિજયજી આદિ મહાપુરુષો પોતાના અપૂર્વ જ્ઞાનથી આ વિશ્વને જ્ઞાનથી પ્રકાશિત કરી ગયા છે. શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં તત્કાલીન આચાયાદિ મુનિવરોને એકત્ર કરીને આગમગ્રંથોને લિપિબદ્ધ કર્યા હતા. . વર્તમાનકાળમાં પણ જે મહાપુરુષો નિઃસ્વાર્થભાવથી સમ્યગૃજ્ઞાનનું દાન કરતા રહ્યા છે, એમની પણ અનુમોદના કરતા રહો. જ્ઞાન આપવું, જ્ઞાનદાનમાં સહાયક બનવું અને જ્ઞાન આપનાર-લેનારની વૈયાવચ્ચ કરવી, એ મહાન ભાગ્યોદય હોય તો મળે છે. . જેમ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીએ પેથડશાહને ૪૫ આગમ સંભળાવ્યાં હતાં. 1 આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ રાજા કુમારપાળને સંસ્કૃત વ્યાકરણ શીખવ્યું હતું અને અનેક ગ્રંથો ભણાવ્યા હતા. આ સર્વે મહાપુરુષોના કે જે વિશિષ્ટ પ્રજ્ઞાવાળા હતા એમનાં નામસ્મરણ કરતા રહેવાનું છે. એમનાં સુતોની અનુમોદના કરતા રહેવાનું છે. પ્રમોદ ભાવના ૧૭] Page #212 -------------------------------------------------------------------------- ________________ इति परगुणपरिभावनसारं सफलय सततं निजमवतारम् । कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ॥८॥ विनय. આ રીતે અન્યોના ગુણોનું સ્મરણ-કીર્તન-સંકીર્તન કરીને એમાં આનંદ પામવો અને એનું ચિંતન કરવું. આ પ્રકારના જીવનને સાર્થક કરવું અને સફળ બનાવવું. સુવિહિત ગુણોના નિધિના ગુણગાનની સાથે તું શાન્ત સુધારસનું પાન કર.. જીવનને સાર્થક કરો: ગુણીજનોનાં ગુણકીર્તન કરતાં-કરતાં પ્રમોદગુણ શ્વાસ લેવા જેવું સહજ બની જશે. એનાથી તમારું હૃદય ખૂલી જશે. તમે જેટલા પ્રમાણમાં સ્નેહ, પ્રેમ, પ્રમોદ વધારે વહેવડાવશો એનાથી વધારે પ્રાપ્ત કરશો. આ નિયમ છે. પ્રેમ-પ્રમોદનો તત્કાલ પ્રતિસાદ ન મળે તો નિરાશ ન થતા. સમજી લો કે મોડા મોડા પણ એ મળવાનો છે. પ્રેમ-પ્રમોદ કદીપરાજિત નથી થતો. લેશમાત્ર શંકા વગર, સજજનોનાં ગુણકીર્તન કરતાં રહો. એનાથી તમારી અંદર ભરેલો શાન્તરસ ઊભરાઈ ઊભરાઈને બહાર આવશે. તમે શાન્તસુધાનું આસ્વાદન કરજો. તમે અતિ નિરાશાજનક સ્થિતિમાં હો, ભગ્નોત્સાહ હો, વિષાદથી વ્યાપ્ત હો, એ સમયે પણ ગુણીજનોને યાદ કરજો. સુખીજનોને યાદ કરીને રાજી થવું. જો આ રીતે જીવન-વાદ્ય બજશે તો જીવનમાં સંવાદિતા આવશે. એક વાત યાદ રાખજો - જ્યારે જ્યારે નિરાશા ઘેરીલે ત્યારે મૌન અને નીરવતામાં ડૂબી જવું. કલ્પનાસૃષ્ટિમાં આપણા પ્રિય - ઉત્તમ પુરષોને સાકાર કરવા! એમની જોડે વાત કરવી અથવા એમનાં દર્શન કરતા રહો. જીવનને સાર્થક કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ગાતા રહો धिक्कारते हो भले मुझको, मैं प्रेम दूंगा सभी को, .. भले मान मत दो मुझको, मैं तो मान दूंगा सभी को । .. भले वे मुझे ना चाहते, मैं प्रेम करता रहूँगा सर्वदा, मुझे भले वे साथ ना दें, मैं उनको साथ दूंगा सर्वदा । પ્રમોદ ભાવના - એક સક્ઝાયઃ કુશલદીપના શિષ્ય દેવનું આ કાવ્ય છે. સુંદર રચના છે. परगुण-अमृतपान से बनें इष्ट सदैव, धर्मवंत-गुणवंत को देख दिल हर्ष सदैव । विषय कषाय विदारते, धरते जिनवरध्यान, भाग्यवंत उस भविक के नित करते गुणगान । [૧૯૮ ક. શાનસુધારસ ભાગ ૩] Page #213 -------------------------------------------------------------------------- ________________ અભય સુપાત્ર અને અનુકંપા દાન-ગુણો બહુ સોહે, સુકૃતના સંચયને કરતા. દુરિત પંકને ધોએ. ગુણીજન ! ગાવો રે પરમ પ્રમોદ વધારી...૧ શીલસનાહ ઘરે વડભાગી, મદનની ફેજ હટાવે, નિર્વિકાર નિજગુણમાં વરતે, સુરનર તસ ગુણ ગાવે...૨ દ્વાદશવિધ તપગુણથી રાજે, મન-ઈન્દ્રિય વશ રાખે વિવિધ લબ્ધિને તે પ્રકટાવે, જિન આગમ રસ ચાખે...૩ નિમલ ભાવ ધરી સવિ કિરિયા, સાધે ધર્મ આચાર. શ્રદ્ધાવાસિત વ્રત અજવાળે શાસનના શણગાર...૪ સંયમ-સમિતિ-ગુપ્તિધારકચરણ-કરણ અભિરામી, જ્ઞાનારાધક દુમતિ-બાધક, શિવસુંદરીના કામી...૫ સુકૃત અને સમતાના સાગર, સંત મુનિ ગુણવંતા, કુશલદીપ ગુણ ગૌરવ કરતા દેવ સદા જયવંતા....૬ પ્રમોદ ભાવના'ના વિષયમાં વિવેચન આજે પૂર્ણ કરું છું. તમે બધાં પ્રમોદભાવથી તમારા અંતઃકરણને ભાવિત કરતા રહો અને શાન્તસુધારસનું અભિનવ પાન કરીને પરમ તૃપ્તિ પ્રાપ્ત કરો. એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ, [ પ્રમોદ ભાવના | | ૧૯૯] Page #214 -------------------------------------------------------------------------- ________________ લ્શિllGીસ્@ારી પ્રવચન ક્ય કરુણા ભાવના ૧ સકલના: ૦ મનઃસ્થિરતા કેમ નથી? જીવનદર્શન પણ ત્રુટિપૂર્ણ છે. એક ચિત્રકારનાં ત્રણ ચિત્રો. ટેલિવિઝને મનુષ્ય જીવનને બરબાદ કર્યું છે. ટી.વી. બાળકોને અફીણ પાઈ રહ્યું છે. ટી.વી. જોઈને યુવકો ઘોર હિંસા તરફ. ટી.વી.થી શારીરિક નુકસાન. ૦ ટી.વી.નો દુષ્યભાવ અધ્યયન ઉપર. • ધનવાન થવાની મહેચ્છા સતત આર્તધ્યાન. ચિંતા એક વ્યાપક ચિંતન ચિંતાનિવારણનો ઉપાયઃ ધનસંચય ૦ મિલાવટઃ સિંથેટિક દૂધ. ૦ ગો-માંસમાં મિશ્રણ. • ચાર વાતો ઉપર ગંભીર ચિંતન કરો. Page #215 -------------------------------------------------------------------------- ________________ प्रथममशनपानप्राप्तिवांछाविहस्तास्तदनु वसनवेश्माऽलंकृतिव्यग्रचित्ताः । परिणयनमपत्याऽवाप्तिमिष्टेन्द्रियाऽर्थान, सततमभिलषन्तः स्वस्थतां क्वाऽश्नुवीरन् ? ॥ १ ॥ આ જગતનાં પ્રાણી ખાવાપીવામાં, કપડાં, ઘર, ઘરેણાં વગેરે માટે વ્યગ્ર રહે છે. લગ્નાદિ, મનપસંદ સુખભોગ વગેરેમાં વ્યાકુળ અને વ્યસ્ત રહેનારાઓનાં મન સ્થિર પણ કેવી રીતે થઈ શકે? મન સ્થિરતા કેમ નથી? મૂર્ધન્ય મનીષી એરિક ફ્રોમે પોતાના પુસ્તક ધ સેન સોસાયટીમાં વધતા જતા માનસિક વ્યાધિનું મુખ્ય કારણ ભૌતિકવાદને બતાવ્યું છે. ગ્રંથકારે પણ આ જ વાત કરી છે. ભૌતિક સુખ-સાધનો એકઠાં કરવામાં અને ભૌતિક સુખોપભોગમાં વ્યગ્ર મનુષ્ય વ્યસ્ત અને વ્યાકુળ જ રહેવાનો. દરેક મનુષ્ય, દરેક સમાજ ભૌતિકતામાં પ્રતિસ્પર્ધી બની ગયો છે. દરેક વ્યક્તિ એકબીજાની સ્પર્ધા જ કરી રહી છે. ગરીબ અમીરનો સ્વાંગ ધારણ કરે છે અને નાનો માણસ મોટા જેવું સન્માન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. ઇચ્છા માત્ર આકાંક્ષા ન રહેતાં મહત્ત્વાકાંક્ષા બની બેઠી છે. આ બાબત ભયાનક છે. કરુણાજનક છે. મનુષ્યમાં ઈચ્છા તો રહે જ છે, પરંતુ કોઈક કારણને લીધે સાફલ્ય ન મળે તો તેને સામાન્ય રૂપે જ લેવું જોઈએ. પરંતુ મહત્ત્વાકાંક્ષી માણસ અસફળ રહે છે, તો અસફળતા એને હલાવી દે છે. એનું મન વિકૃતિઓથી ભરાઈ જાય છે અને અહીંથી એની માનસિક પરેશાની શરૂ થાય છે. શરીરમાં અનેક પ્રકારનાં વિષાણુઓ પ્રવેશ કરે છે અને વિવિધ લક્ષણોવાળા રોગ ઉત્પન્ન કરે છે. એ રીતે મનોભૂમિમાં પણ કેટલાય પ્રકારના વિકારો પ્રવેશ કરે છે અને પોતાનાં મૂળ નાખે છે. પરિપૂર્ણ ઉન્માદ નહીં પરંતુ એને મળતા એટલા જ ભયાનક રોગ ઉત્પન્ન કરે છે. કેટલીય વિકત મનઃસ્થિતિઓ એવી છે કે જે બુદ્ધિ અને વિવેકને અવ્યવસ્થિત કરી દે છે અને જ્યારે જે કોઈ ધૂન સવાર થઈ જાય છે એમાં જ ચિત્ત એટલી જ તીવ્ર ગતિથી ગતિમાન થઈ જાય છે. પોતાની જાતને કાબૂમાં રાખવી મુશ્કેલ થઈ જાય છે. જીવનદર્શન પણ ત્રુટિપૂર્ણ છે? માનસિક વિકતિનું વાસ્તવિક કારણ જીવનદર્શનમાં રહેલું છે. આજનું જીવન જ ત્રુટિપૂર્ણ છે. મનુષ્યજીવન માનસિક વિક્ષેપોની ભ્રમ-જંજાળમાં પડીને એક રીતે તો, કરુણા ભાવના Page #216 -------------------------------------------------------------------------- ________________ નષ્ટ થઈ જાય છે. જીવનદર્શન તો એવું હોવું જોઈએ કે જેમાં શાન્તિ, સંતોષ અને પ્રગતિ - ત્રણેનું સામંજસ્યપૂર્ણ સંતુલન હોય. આજે દેખીતી પ્રગતિ હશે, પરંતુ વાસ્તવિક શાન્તિ અને સંતોષનો પૂર્ણ અભાવ છે. આ યુગમાં ભૌતિક પ્રગતિ દ્વારા શાન્તિ પામવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ પ્રયત્ન સફળ નથી થતો. કારણ, શાન્તિ અંદરની ઊપજ છે; પ્રગતિ બહારનો પ્રયાસ છે. ભૌતિક પ્રગતિમાં અસંતોષ વધતો જાય છે. આ અસંતોષ વિકત થઈને અનેકાનેક પ્રકારની માનસિક વિકૃતિઓનું કારણ બની જાય છે. જીવનદર્શન સાચું હોવું જોઈએ. જો મનુષ્યની અંદર સત્ય, સંતોષ, પ્રેમ, સહયોગ, સહકાર, કરુણા, ઉદારતા જેવા ગુણો હોય તો માનસિક વિકૃતિઓ ઉત્પન થતી નથી. પ્રતિકૂળ પરિસ્થિતિઓ કદાચ મનને અનુકૂળ ન પણ હોય, તો સહિષ્ણુ બનીને એનો સામનો કરવો જોઈએ. આ સ્થિતિમાં માનસિક ગૂંચવણોમાંથી છુટકારો મેળવી શકાય છે. એક ચિત્રકારનાં ત્રણ ચિત્રોઃ ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં જે વાત મનની વ્યસ્તતા અને વ્યાકુળતા અંગે કહી છે એ વાતને એક ચિત્રકારે ત્રણ ચિત્રોમાં બતાવી છે - એક માણસ વિચારમાં પડ્યો હતો. . બીજો હાથ મસળી રહ્યો હતો. ત્રીજો માથું ધુણાવી રહ્યો હતો. પૂછવામાં આવ્યું તો ચિત્રકારે બતાવ્યું કે ત્રણે ચિત્રો એક જ માણસની ત્રણ સ્થિતિઓનાં ચિત્રો છે. વિવાહ પહેલાં એ કલ્પનાલોકમાં ઊડે છે અને ક્યાંથી સુંદર પત્ની હાથ આવે, ક્યાંથી સારી સુવિધાપૂર્ણ બંગલો મળે, એ વિચારમાં બેસી રહ્યો. છે. બીજું ચિત્ર વિવાહિતનું છે. ગૃહસ્થ જીવનમાં જે જવાબદારીઓ આવે છે.... ખાવાપીવા. કપડાંલત્તાં, ઘરેણાં, સંતતિ ઈત્યાદિની ચિંતા અને જે સમસ્યાઓનું સમાધાન કરવું પડે છે એ જંજાળને જોઈને એ હાથ ઘસે છે કે શા માટે આવી જંજાળઝંઝટ વહોરી લીધી?” ત્રીજુંચિત્રએ સ્થિતિનું છે કે જેમાં સર્વનો વિયોગ અને વિરોધ ત્રાસ આપે છે. સંતાનો દુખ આપે છે, ત્યારે આદમી માથું કૂટે છે અને વિચાર કરે છે કે મારાં ભાગ્ય એવાં ફૂટેલાં છે કે મેં મારા જ હાથે પોતાના પગ ઉપર કુહાડી મારી - 'કાશ ! જીવનને સાચી દિશા મળી હોત.' છે ને સાચી વાત? તમારાં જ આ ત્રણે ચિત્રો છે ને? જરા ગંભીરતાથી વિચારો અને જીવનદર્શન કરીને સાચા માર્ગે ચાલો. તમારા લોકોનું આવું અશાંત અને વ્યાકુળ જીવન જોઈને જ્ઞાની પુરુષોના હૃદયમાં કરુણા ઊભરાઈ આવે છે અને તમને શાન્તસુધારસઃ ભાગ ૩| ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ જીવનની સાચી દિશા બતાવવાની ઇચ્છા થાય છે. અમે તો દિશાનિર્દેશ જ માત્ર કરી શકીએ છીએ. તમારા ભાગ્યનું નિમણિ તો તમારે જ કરવાનું છે. ભવિષ્યનું નિધરણ તમારા ચિંતન ક્ષેત્ર પર નિર્ભર છે. એવો એક નિયમ છે - જેવું જ વિચારે છે તે તેવો જ બને છે.' તમે લોકો અહીં જે ઉપદેશ સાંભળો છો એની ઉપર ચિંતન કરો છો ખરા? સભામાંથી ના, અમે તો ટેલિવિઝન જોઈએ છીએ અને જે કંઈ જોઈએ છીએ એના પર વિચાર ચાલે છે. આચાર્યશ્રી આ જ તો વાત છે ! જે જોવું ન જોઈએ તે તમે જુઓ છો. જે ન સાંભળવું જોઈએ તે સાંભળો છો અને જે ન વિચારવું જોઈએ તે વિચારો છો ! આને કારણે જ જીવનમાં વિકૃતિઓ આવી ગઈ છે. જીવન અનેક વિકૃતિઓથી ભરાઈ ગયું છે. ટેલિવિઝને મનુષ્યજીવનને બરબાદ કર્યું છે? ૧૯૯૬માં રમાયેલ વિલ્સ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પછી એક સર્વેક્ષણ અનુસાર નાનાં બાળકો અને કિશોરો ફૂંક (સિગારેટની) મારતાં થઈ ગયાં હતાં. એવું જાહેર થયું હતું, ત્યારે એક વિચાર આવ્યો કે ટી.વી. ઉપર ક્રિકેટ મેચ જોતી વખતે માત્ર વારંવાર આંખોની સામે આવનાર વિલ્સ’ શબ્દ પણ આ કોમળ માનસને આટલું પ્રભાવિત કરી શકતો હોય તો પછી વિવિધ ચેનલો ઉપર બીભત્સ સેક્સી, હિંસક ચલચિત્રો કેવું પરિણામ લાવી શકે એની તમે લોકો કલ્પના કરો. ફિલ્મ અને ટી.વી. માધ્યમ સમાજમાં, શહેરમાં, ગામમાં ગુનાવૃત્તિ, અપરાધવૃત્તિને ઉત્તેજિત કરે છે. ફિલ્મોમાં જે ફેન્સી અને ફેશનેબલ ડ્રેસ બતાવવામાં આવે છે, તે સામાજિક જીવનમાં પ્રવેશી જાય છે. આ વાસ્તવિકતા છે. જો ડ્રેસ સ્ટાઈલ અને હેર સ્ટાઈલ જેવી વાતોનો પ્રવાહ ફિલ્મમાંથી સમાજ તરફ વહેતો જોવા મળે છે, તો પછી ગુનાખોરીનો પ્રવાહ પણ “ફ્રોમ સિનેમા ટુ સોસાયટીની દિશામાં વહે જ છે એ માનવું પડે. સર્વથા દૂષણમુક્ત હોય એને વિશ્વ નહીં પરંતુ વૈકુંઠ યા મોક્ષ જેવા શબ્દોથી અભિવ્યક્ત કરવામાં આવે છે. વિશ્વમાં ગુના તો થતા જ રહેવાના. પરંતુ ૧૫-૨૦ વર્ષમાં ગુનાઓની જે વૃદ્ધિ થઈ રહી છે તે ભયપ્રેરક છે. આજનો છોકરો ૧૮ વર્ષનો થાય છે ત્યારે આશરે દશ હજાર કલાકો તેણે ટી.વી.ની સામે વિતાવેલા હોય છે. આ હજારો કલાકોમાંથી તેણે જોયેલાં હજારો સ્ટેબિંગ, ફાયરિંગ, ખૂન અને બળાત્કારનાં દ્રશ્યો એના માનસપટ ઉપર કેવું સામ્રાજ્ય સ્થાપિત કરતાં હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. વિંટન ચર્ચિલે એક વાર કહ્યું હતું કે ભવિષ્યના સામ્રાજ્યનો મૂળ આધાર કરુણા ભાવના Page #218 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના માનસ પર જામેલા સામ્રાજ્ય ઉપર હશે.” શિક્ષક દ્વારા વિદ્યાર્થીની ઉપર યા પોલીસ દ્વારા મહિલા ઉપર બળાત્કારના સમાચાર હવે સામાન્ય બની ગયા છે. પારિવારિક સંબંધોને પણ અનૈતિકતાના વાયરસે ઘેરી લીધા છે. નારીવાદના બ્યુગલધ્વનિ વચ્ચે ભારતમાં પ્રતિ કલાકે બળાત્કારના ત્રણ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જે કેસો પોલીસ સ્ટેશને નથી આવતા એ કેસોની સંખ્યા ઘણી વધારે છે. છેડછાડના કેસો તો હવે દિવસે પણ રાજમાર્ગ ઉપર, ટ્રેનોમાં, ગલીઓમાં નિર્ભયતાથી બને છે. મનોરંજનના નામે લોકમાનસને વિકૃત કરીને, મનુષ્યને સ્વચ્છંદી બનાવીને ખોટા માર્ગે લઈ જનારી ફિલ્મો અને ચેનલોનું આક્રમણ કાશ્મીરના આતંકવાદ કરતાં પણ વધારે ભયંકર છે. સેન્સર બોર્ડની ઉપર બીજું સેન્સર બોર્ડ રચવું પડે એવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કોઈ કોઈ વાર હિંસાચાર અને બળાત્કારના પ્રસંગે થોડીક બૂમાબૂમ થાય છે. કોઈ વાર સંસદમાં યા વિધાનસભામાં વાત ચાલે છે, પરંતુ કોઈ સ્થાયી ‘પ્રિવેન્ટિવ એક્શન પ્લાન બનતો નથી. દેશની કેટલી કરુણતા છે? કંઈ જ સમજમાં આવતું નથી. વિદેશી ટી.વી. ચેનલો હિન્દી, અંગ્રેજી ફિલ્મો, બીભત્સ નૃત્ય-ગીતો, અધમ કક્ષાની ચેષ્ટાઓ, દ્વિઅર્થી સંવાદો... આ રાક્ષસી દાંતોની વચ્ચે દેશનું યૌવન ચવાતું જાય છે. બજારમાં શાકભાજીની જેમ બીભત્સ સામયિકોનો જુલમ પણ વરસાવવામાં આવે છે. કેટલાક છાપાઓમાં નિયમિત રૂપે ચાલતી વૈજ્ઞાનિકતાના નામે પોર્નોગ્રાફિક કૉલમો’ વાસનાની આગમાં પેટ્રોલ રેડવાનું કામ કરે છે. વર્તમાન છાપાઓમાં કેટલીક તસવીરો તો એવી છપાય છે કે જે છાપાંઓસામયિકો ઘરમાં વાંચી ન શકાય. નાટકનાં નામ, એનાં સચિત્ર વિજ્ઞાપનો અને લખાણ સંસ્કારિતાની મર્યાદાઓને તોડી પાડે છે. “વલ્ગારિટી' એ જાહેરાતોનો પર્યાય બની જાય છે. આ બધું જોતાં નિશ્ચિત રૂપે લાગે છે કે આપણા દેશમાં સેન્સર બોર્ડ જેવી કોઈ વાત જ નથી ! આ સાંસ્કૃતિક આક્રમણ છે. એણે આપણા દેશમાં અનેક રાક્ષસો પેદા કર્યા છે. સ્ટાર ટી.વી.ના માલિક અને મિડિયા મુગલ કહેવાતા “રૂપર્ટ મુડેક થોડા વખત પહેલાં ભારતમાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીજીની સાથેની વાતચીતમાં તેમણે કબૂલ કર્યું હતું કે “હું મારાં સંતાનોને ટી.વી. જોવા દેતો નથી. કારણ કે ટી.વી. જોવાથી એમનાં મન વિકત થઈ જાય છે અને એમનો સ્વચ્છ વિકાસ થતો નથી.” વર્તમાન સમયમાં અમેરિકાની સ્થિતિ તો એવી છે કે ૧૪ વર્ષનો છોકરો બળાત્કાર કરી શકે છે અને ૧૦ વર્ષનો છોકરો કોઈની પણ હત્યા કરી શકે છે. કેવી | ૨૦૪ શાન્ત સુધારસ : ભાગ ૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ દયનીય સ્થિતિ છે એ દેશની? સંભવ છે કે આપણા દેશનું ભવિષ્ય પણ એવું જ હશે ! ચીન, કેનેડા જેવા દેશોમાં તો જે ચેનલોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે હલકી કક્ષાની ચેનલોની આપણા દેશમાં તો હારમાળા ઊતરી આવી છે. ટી.વી. બાળકોને અફીણ પાઈ રહ્યું છેઃ ૧૯૯૦માં “સ્વામિનારાયણ પ્રકાશ' નામની પત્રિકામાં એક લેખ ટી.વી. અંગેનો છપાયો હતો. બૉબ હોજ અને ડેવિડ ટ્રીપ’ નામના બે અમેરિકનઓસ્ટ્રેલિયન સંશોધકોએ “બાળકો અને ટેલિવિઝન” નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના અનેક તરુણોની સાથે વાર્તાલાપ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. એમાં લેખકે લખ્યું છે : “અમે એક છોકરીને મળ્યા. એ એક ઢીંગલીનું રમકડું પોતાની પાસે રાખતી હતી. એ છોકરી દરરોજ ટી.વી. ઉપરની હિંસક ફિલ્મો જોતી હતી અને ફિલ્મ જોયા પછી રસોડામાં જઈને ચપ્પાથી એ ઢીંગલીને મારી નાખતી હતી !' અમેરિકાની ઈન્ટરનેશનલ કંપનીઝ અગેઇન્સ્ટ વાયોલન્ટ એન્ટરટેનમેન્ટ નામની સંસ્થાના બે મનોવૈજ્ઞાનિકો કહે છે: “પશ્ચિમના દેશોમાં ટી.વી.-વીડિયોનું સામ્રાજ્ય વધતાં હિંસાના કેસોમાં પ૦૦ ટકા વધારો થયો છે.” આ મનોવૈજ્ઞાનિક ડૉક્ટરે ૫૦૦ કિશોરોનો, એમણે જોયેલી વીડિયોની બાબતનો ઈન્ટરવ્યુ લીધો અને બાળકોએ જે જવાબો આપ્યા તે ચકિત કરી દે તેવા છે. બાળકોએ પોતાની પસંદગીની ફિલ્મોનાં નામોની સાથે મનપસંદ દ્રશ્યો કહી બતાવ્યા. એમાંના કેટલાક અંશો આ પ્રમાણેના હતા - પણ આ ફિલ્મમાં ચંદ્ર ઉપરથી મનુષ્ય પૃથ્વી ઉપર આવે છે અને એક સ્ત્રીનું માથું કચકચાવીને બાંધે છે અને ખાય છે. એ જોવું મને ખૂબ પસંદ પડ્યું. આ ફિલ્મમાં એક વૃદ્ધ સ્ત્રીને ચારે બાજુથી ચપ્પ મારવામાં આવે છે અને લોહીના ફુવારા ઊડે છે એ જોવું મને ખૂબ પસંદ છે. . આ ફિલ્મમાં ખલનાયક એક સ્ત્રીને પકડીને એના સો ટુકડા કરી દે છે એ જોવાની મને મજા પડી. I આ ફિલ્મમાં એક સમુદ્રતટ ઉપર એક હાથ રેતમાંથી બહાર આવે છે અને કોઈક સ્ત્રીનું ગળું દબાવી દે છે એ જોવાની મને ખૂબ મજા પડે છે. આ ઈન્ટરવ્યું અને આપણી ‘રામાયણ’ ટી.વી. સિરિયલ જોઈને રામ-રાવણ યુદ્ધમાં ધનુષ્ય-બાણ ચલાવવાનું શીખનારાં આપણાં ભારતીય બાળકો વચ્ચે ઝાઝું અંતર નથી. ટી.વી.-વીડિયોનું પાગલપણું આપણી નવી પેઢીનું જે અધપતન કરી રહી છે એ ખૂબ ગંભીરતાથી વિચારવા જેવું છે. એની ભયાનકતાથી આપણે જાગૃત કરુણા ભાવના ૨૦૫] Page #220 -------------------------------------------------------------------------- ________________ બનવાનું છે. અમદાવાદના એક અનુભવી મનોવૈજ્ઞાનિકનું અભ્યાસાત્મક દોહન લક્ષ્યમાં લેવા જેવું છે. એમણે કહ્યું હતું - એક ભૂત યા તો મેલી વિદ્યાનો પ્રભાવ ઘરમાં જે બરબાદી-અશાંતિ ઊભી કરી દે છે, એવું જ સ્વરૂપ ટી.વી.નું છે. Television means Ghost in your house. એક ભૂતના રૂપમાં ટેલિવિઝન આપણાં બાળકો ઉપર હાવી થઈ રહ્યું છે એ સમજવાનો સમય આવી પહોંચ્યો છે. ટી.વી. દ્વારા માત્ર માનસિક વિકૃતિ જ થાય છે એવું નથી, બાળકોના શારીરિક અને ભૌતિક વિકાસ ઉપર પણ પ્રતિકૂળ અસર પડે છે. ટી.વી. આજે લોકો માટે અફીણ બની ગયું છે. બાળકોનું મન વધારે સંવેદનશીલ અને રિસેપ્ટિવ હોય છે. તે સારી ખોટી વાતો જલદી ગ્રહણ કરી લેતાં હોય છે. ટી.વી.નું બાળકોને ય વ્યસન થઈ ગયું છે. ટી.વી. અને નશાયુક્ત દવાઓનું વ્યસન એક જેવું મળતું આવે છે. ટી.વી. જોવાથી યુવકો ઘોર હિંસા તરફ ઃ ઇંગ્લેન્ડમાં ‘માયકલ સ્પાન’ નામના એક યુવકે વીડિયો ફિલ્મ ‘ફર્સ્ટ બ્લડ’ જોઈને એ ફિલ્મના હીરો રેમ્બો'ની જેમ માત્ર ૮ કલાકમાં ૧૯ હત્યાઓ કરીને હાહાકાર મચાવી દીધો હતો ! આ વાત આખી દુનિયા જાણે છે. આવી ભયંકર દુર્ઘટનાઓ આપણે ત્યાં પણ બને છે ને ? ટી.વી. જોઈને ૮-૧૦ વર્ષની છોકરી ઢીંગલીને ચપ્પાથી કાપે છે, તો કાલે એ પોતાના નાના ભાઈ યા બહેનને પણ કાપી શકે ને ? ભારતમાં દરરોજ ૪૩ કરોડ લોકો ટી.વી. જુએ છે. એમાંથી પ્રેરણા લઈને માત્ર એક હજાર. બાળકો જ હિટલરના માર્ગે ચાલશે તો ? દિલ્હીનો એક બાર વર્ષનો છોકરો ટી.વી. જોઈને ત્રણ મિત્રોની સાથે બેંક લૂંટવાનો પ્લાન બનાવે - આ પરિસ્થિતિ ચિંતાજનક નથી ? ટી.વી. જોઈને - તેની અંદર મશીનગનથી મરતા મનુષ્યોને જોઈને કોમળ દિમાગનાં બાળકો એવું જ વિચારશે કે મનુષ્ય પણ ફુગ્ગાની જેમ ફોડવાની વસ્તુ છે અને એના હાથમાં મશીનગન આવી જશે તો તે માનવ-ફુગ્ગા ફોડવા માંડશે ને ? થોડાંક વર્ષો પૂર્વે ન્યૂયોર્કમાં એક દશ વર્ષના કિશોરે નાનકડી વાતમાં પોતાના પિતાને ગોળીથી મારી નાખ્યા હતા ! ટી.વી.થી શારીરિક નુકસાન ટી.વી. જોવાથી બાળકોની કલ્પનાશક્તિ કમજોર થઈ જાય છે અને એમની સંવેદનશીલતા પણ મૃતપ્રાયઃ થઈ જાય છે. એટલું જ નહીં, પણ ટી.વી. જોવાથી બાળકોના શારીરિક વિકાસને પણ નુકસાન પહોંચે છે અને એમાં વધારે જોખમ છે. અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર જ્હોન એમ. ઓટ્ટેએ એવી શોધ કરી છે કે ટી.વી. સેટની ૨૦૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ સામે વટાણાના છોડ વાવ્યા, તો ટી.વી.માંથી નીકળતા ટોટિક્સ રેડિયેશનને કારણે એ છોડ વિકૃત થઈ ગયા. છોડનાં મૂળ જમીનમાંથી વાંકા વળીને બહાર નીકળી ગયાં હતાં. ટી.વી. જોવાથી બાળકો થાકેલાં લાગે છે. આ વાત વાંચીને ઓટ્ટને આ શોધ કરવાની પ્રેરણા મળી હતી. વિશ્વપ્રસિદ્ધ પેગ્વિન’ પ્રકાશન કંપનીએ પાંચ-સાત વર્ષ પૂર્વે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું- The plugin drug. - આ પુસ્તક દ્વારા ટી.વી.ની બાળકો ઉપર શું અસર પડે છે એની અભ્યાસાત્મક વાતો બહાર આવી છે. ઓસ્ટ્રેલિયામાં શિક્ષક, માનસશાસ્ત્રી, ડૉક્ટર વગેરેએ કેટલાંય બાળકોનાં માતાપિતાએ નોંધેલી વાસ્તવિક વાતો આ પુસ્તકમાં આપવામાં આવી છે. એક અનુભવસિદ્ધ કથન આ પુસ્તકમાં બતાવ્યું છે કે ટી.વી. જોવાથી બાળકોની આંખો ઉપર અને વિકાસ કેન્દ્રો પર ટી.વી.નાં કૃત્રિમ પ્રકાશનો દુપ્રભાવ પડે છે. એનાથી બાળકોની બુદ્ધિ અને દિમાગનો વિકાસ અટકી જાય છે. સતત ટી.વી. જોનારા બાળકોની ઊંઘ પણ ઓછી થઈ જાય છે. એમની ક્રમબદ્ધતા બદલાઈ જાય છે. જ્ઞાનતંતુઓ શિથિલ થઈ જાય છે. બાળકો-કિશોરો વારંવાર હતાશા-નિરાશ થઈ જાય છે. સ્વપ્નો પણ સારાં નથી આવતાં. ભૂખ, તરસ, મળમૂત્ર વિસર્જન વગેરેનો ક્રમ તૂટી જાય છે. ૧ ટી.વી.નો દુwભાવ એવો હોય છે કે જેને આપણે આંખો દ્વારા જોઈ શકતા નથી. બાળકોના દિમાગનું સેટિંગ જ એવું હોય છે કે એ કોઈ પણ વિચારને ગ્રહણ કરી શકે છે. સતત ટી.વી. જોવાથી બાળકોના ડાબા મગજમાં ભાષા, હાલવું, ચાલવું, તરંગો અને વિચારો મુદ્રિત થાય છે અને બધું યોગ્ય છે કે અયોગ્ય છે એ નિશ્ચય કરવાનું કાર્યડાબું મગજ કરે છે. પણ ટી.વી જોનારાઓનું ડાબું મગજ પ્રાયઃ નિષ્ક્રિય રહે છે. આથી સત્ય-અસત્યનો નિર્ણય બાળક સ્વયં નથી કરી શકતું. જેમ જેમ બાળક મોટું થાય છે અને મગજનું કાર્ય વધે છે અને ડાબું મગજનિષ્ક્રિય થઈ જતાં તે સક્રિય કામ કરી શકતું નથી. ટી.વી.નો દુગ્ધભાવ અધ્યયન ઉપરઃ અભ્યાસ-અધ્યયનમાં મંદતા લાવનાર ટી.વી.ને લાત મારીને ૧૯૮૭માં બારમા ધોરણમાં બોર્ડમાં ફર્સ્ટ આવનાર કિશોરે કહ્યું - “મારી સફળતાનું રહસ્ય ટી.વી. ત્યાગમાં છે. પ્રતિદિન ટી.વી. ઉપર આંખો માંડીને બેસનારા હજારો વિદ્યાર્થીઓ પોતાના લાખો કલાકો વેડફી મારે છે અને પોતાની કારકિર્દીને ભૂમિશરણ કરી દે છે. પોતાના અધ્યયન માટેનો કીમતી સમય વ્યર્થ ગુમાવે છે, બગાડે છે. આ વાત તેમનાં માતાપિતા કેમ સમજતાં નહીં હોય? | કરુણા ભાવના ૨૦૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તમે ટી.વી. જોવા બેસો છો ત્યારે સ્ક્રીન પાછળથી જે કેથોડ રેગનમાંથી પ્રકાશનો તીવ્ર પ્રવાહ વહે છે - કલર ટી.વી.માં તો એની શક્તિ ૨૫ હજાર કિલોવોટની હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં ૧૮ હજાર કિલોવોટની હોય છે. સ્ક્રીન ઉપર જે ફોફેટનાં બિંદુ હોય છે, એમની ઉપર જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે તેને પ્રકાશના રૂપમાં પ્રેક્ષક જુએ છે. પુરાવા સાથે એવું નિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોમળ બાળક જેટલું વધારે ટી.વી. જુએ છે એટલા પ્રમાણમાં એની ભાષા ગ્રહણ કરવાની શક્તિ ઓછી થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે એ બાળક ટી.વી.ની સામે પડયું રહે છે, લોકોની સાથે વાત પણ ઓછી કરે છે. આપણે ત્યાં તો એવાં અજ્ઞાની માતાપિતા પણ છે કે જો બાળકો ટી.વી.ના ડાયલોગ યા વિજ્ઞાપનનાં વાક્યો બોલે છે તો તે ઘણાં જ ફલાઈ જાય છે. કહે છે? જુઓ, અમારું આ બાળક કેટલું સ્માર્ટ છે? ટી.વી.માં જે આવે છે તે તેને યાદ રહી જાય છે.' કેટલીય વાર બાળકો ટી.વી.ની સામે લાંબાં ટૂંક... ઊંધાં પડ્યાં રહે છે અને ટી.વી. જુએ છે. એ રીતે પડ્યા રહેવાથી શારીરિક રોગ થાય છે. બાળકોમાં શિસ્ત ઓછી થાય છે. એ બાળક વ્યાયામ, યોગાસન અને બીજી દોડમાં, તરવામાં અને એવી રમતોમાં રસ નથી લેતું. આજે તો તમને ટી.વી.ના પ્રદૂષણ અંગે ઘણું બધું કહ્યું છે, પરંતુ તમે લોકો એ તથ્યોને સમજશો? ઘરમાંથી ટી.વી.ને દૂર કરશો? ઘરના માણસોને સમજાવવા પડશે. ગમે તેમ કરો, પરંતુ ટી.વી.ના આ રાક્ષસને-ભૂતને ઘરમાંથી બહાર કાઢો. તમારી ઘણી ચિંતાઓ, વ્યગ્રતાઓ અને ફાલતું ટેન્શનો દૂર થઈ જશે. उपायानां लक्षः कथमपि समासाद्य विभवं भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नातिहृदयम् । अथाकस्मादस्मिन् विकिरतिरजः क्रूरहृदयो रिपूर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ २ ॥ આડુંઅવળું, મન ફાવે તે રીતે ગમે તે ભોગે, સાચું-જૂતું. ઊલટું સુલટું અહીંતહીં -ગમે તેમ કરીને માણસ વૈભવ પૈસા) એકત્ર કરે છે અને આદતથી મજબૂર બનીને એને ચિરસ્થાયી સમજી એની સાથે હૃદયથી જોડાઈ જાય છે. પરંતુ રોગ, ભય, વૃદ્ધત્વ અથવા મોત જેવા ક્રૂર શત્રુઓ આ સમગ્ર વૈભવોની સ્વપ્નસૃષ્ટિ ઉપર ધૂળ વાવી દે છે - રાખ નાખી દે છે! | ૨૦૮ શાન્ત સુધારણ ભાગ ૩] Page #223 -------------------------------------------------------------------------- ________________ ધનવાન થવાની મહેચ્છા - સતત આર્તધ્યાન: મનુષ્યને ભોજનની ચિંતા હોવી એ સહજ છે. પરંતુ ભોજન મળ્યા પછી ઉત્તમ. ષડ્રરસયુક્ત ભોજનની મહેચ્છા સતાવે છે. કપડાં જોઈએ. કપડાં મળી જાય છે. પરંતુ હવે તો મારે ફેશનેબલ કીમતી, સુંદર કપડાં જોઈએ. - આ પ્રબળ ઈચ્છા વધારે ધનવાન બનાવવા માટે ઉત્તેજિત કરે છે. રહેવા ઘર જોઈએ, મળી ગયું ઘર. હવે તો મારે બંગલો જોઈએ, તમામ સગવડતા-સુવિધાવાળો ફ્લેટ જોઈએ. બસ, પછી એ... લાખો રૂપિયા કમાવા માટે ખરા-ખોટા ઉપાયો શોધવા લાગે છે. મહિલા માટે સૌભાગ્યનાચિહ્નરૂપ સુવર્ણ કંકણ મળ્યું, ગળામાં સોનાનો દોરો મળ્યો, પરંતુ એનાથી સંતોષ ક્યાં છે? વધારે ઘરેણાં જોઈએ! સોનાનાં... હીરાનાં. મોતીનાં.. લાખો રૂપિયાનાં ઘરેણાં જોઈએ. સંતાન નથી, ચિંતા થાય છે. સંતાન થયું પરંતુ છોકરી આવી! મારે તો દીકરો જોઈએ. બીજી પણ છોકરી જન્મી... ત્રીજી છોકરી. બસ, જુઓ એનો ઘોર સંતાપ અને કલ્પાન્ત, પરંતુ ચોથું સંતાન છોકરો આવ્યો. અતિશય ખુશી મનાવી, ફરી છોકરીઓના વિવાહની ચિંતા. વિવાહ થતાં તેમના સાસરાપક્ષની ચિંતા. ચિન્તા - એક વ્યાપક ચિંતનઃ સતત ચિંતા કરનારો માણસ એક યોદ્ધા કરતાં વધારે તનાવ સહન કરે છે. યુદ્ધમાં જે લડે છે તે યોદ્ધો વોરિયર (Warrior) કહેવાય છે. ચિંતા (વરિ) કરે તે વરિયર (warriorકહેવાય છે. આમ એક ચિંતકે ચિંતાનું પૃથક્કરણ કરીને કહ્યું છે: ત્રીસ ટકા જેટલી ચિંતાઓ એવા નિર્ણયના વિષયમાં હોય છે કે જેનિર્ણયો બદલી શકાતા નથી. પ બાર ટકા જેટલી ચિંતાઓ બીજા લોકો આપણી ટીકા-નિંદા કરે છે એ વિષયની હોય છે. એમાં મોટા ભાગની ચિંતાઓ સાચી નથી હોતી. - દશ ટકા ચિંતાઓ આપણા સ્વાચ્યવિષયક હોય છે. | ચાલીસ ટકા ચિંતાઓ આપણા ભવિષ્યની બાબતમાં અને કામવિષયક હોય છે. સાથે સાથે કેટલીક એવી ઘટનાઓ વિષે હોય છે કે જે ઘટનાઓ ભવિષ્યમાં કદી બનતી જ નથી !! માત્ર આઠ ટકા ચિંતાઓ સાચી હોય છે, જેનું નિવારણ આપણે યોગ્ય સમયે કરી શકીએ છીએ. ચિંતા આપણો પીછો છોડતી નથી. આ પણ એક પ્રકારનું બ્લેક મેઈલ જ છે ને! આજના મનુષ્યને જૂના જમાનાના મનુષ્યની અપેક્ષાએ વધારે ચિંતા રહે છે. કરૂણા ભાવના ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ પહેલાં માણસ ધનવૈભવ ઈચ્છતો હતો, પરંતુ ભાગ્ય અને નીતિ-ધર્મના માર્ગે ચાલતાં તે ધન કમાતો હતો. આજના યુગમાં તો માણસ ધનદોલતની પાછળ પાગલ બની બેઠો છે. એની પાછળ દોડે છે. ચિંતા નામની ડાકણ એને ઊંઘમાં પણ સતાવે છે. આ ચિંતાને કારણે જ કદાચ સ્લીપિંગ ટેબ્લેટ્સ - ઊંઘવાની ગોળીઓની શોધ થઈ હશે. ચિંતાનિવારણનો ઉપાયઃ સર્વચિંતાઓથી મુક્ત થવા માટે ઉપાય પહેલાં “ધર્મ માનવામાં આવતો હતો. હવે અત્યારે ધન માનવામાં આવે છે. એટલા માટે તો મનુષ્ય “અર્થપ્રધાન’ બની ગયો છે. અર્થચિંતા અતિપ્રબળ બનતી જાય છે. ગમેતેમ કરીને ધન કમાવું, લાખો, કરોડો રૂપિયા કમાવાની લાલસા વધતી જાય છે. એને લીધે સત્ય, નીતિ, ઇમાનદારી જેવી વાતો લુપ્ત થતી જાય છે. વધતી જતી ધનેચ્છા -સ્વાર્થપરાયણતા આપણને ક્યાં લઈ જશે અને કેટલી હદે સંવેદનશૂન્ય બનાવશે - આ એક સળગતો પ્રશ્ન છે. આપણે આનું તત્કાલ નિવારણ કરવું જોઈએ અને નિર્ણય લેવો જોઈએ કે આપણે આ બાબતમાં શું કરીએ? સમગ્ર સમાજને પતનની ઊંડી ખાઈમાં ધકેલી દઈએ યા ઉત્થાનના શિખર ઉપર પ્રતિષ્ઠિત કરીને એનું ગૌરવ વધારીએ? આમ તો આપણા દેશની એક મૌલિકતા છે. આપણે આપણી આધ્યાત્મિકતાને કારણે સંપૂર્ણ વિશ્વમાં અલગ ઓળખાઈએ છીએ. આસ્તિકતા અને આદર્શવાદિતા, આપણી નસેનસમાં પ્રવેશેલી છે. કર્તવ્ય પ્રત્યે આપણે પૂર્ણતયા નિષ્ઠાવાન છીએ. ઈમાનદારી આપણને વારસામાં મળી છે. ધાર્મિકતામાં આપણે ઊંડી શ્રદ્ધા રાખીએ છીએ. સેવા આપણો આત્મા છે અને સાધના અનિવાર્યતા છે ! ઉચ્ચ નૈતિક મૂલ્યોની સ્થાપના આપણું લક્ષ્ય છે. આ તમામ વિશેષતાઓ હોવા છતાં સમાજની અવનતિ અને અનૈતિકતામાં જે વૃદ્ધિ થઈ છે તે એકદમ અકલ્પનીય છે. આપણો અંતરાત્મા એકદમ મૂચ્છિત થયો છે કે આપણે નીતિ-અનીતિનો ભેદ કરી શકતા નથી. આપણા તુચ્છ સ્વાર્થમાં અને થોડાક અર્થલાભમાં આપણે આપણું ઈમાન વેચીએ છીએ. આપણી સમજદારી ક્યાં ખોવાણી છે? પરાક્રમ કેમ સૂઈ ગયાં છે?પરોપકારની ભાવનાને કોણે લૂંટી લીધી છે? આપણી કરુણાનો ચિત્કાર કેમ ઊઠતો નથી? પથ્થરમાં ય પ્રાણ પૂરનારી આપણી શ્રદ્ધા ક્યાં ખોવાઈ ગઈ છે? ધનલોલુપ લોકોની ધન કમાવાની ઉદ્દામ લિપ્સાની અનેક રીતો - પદ્ધતિઓ ઊપસીને આપણી સામે આવી રહી છે. ૨૧૦ શાન્ત સુધારસ: ભાગ ૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ મિલાવટ - સિક્વેટિક દૂધઃ ગમે તે ભોગે, ગમે તે રીતે, સાચું-જૂઠું, ઊલટું-સીધું ગમે તે કરીને માણસ જ્યારે ધન કમાવા લાગી જાય છે ત્યારે એ વૈભવની સાથે એનો પ્રગાઢ મમતાભાવ બંધાય છે. એ ધનલોલુપ માણસ સમાજમાં - ભાતભાતની વિસંવાદિતાઓ, અવાંચ્છનીયતાઓ અને અનેક સમસ્યાઓ પેદા કરે છે. આવી એક સમસ્યાની વાત કરું છું - તે છે “ સિક્વેટિક દૂધ'. અંતે તો આ શું વસ્તુ છે? એને આપણે ધનલાલચુ માણસોએ ધન કમાવા માટે ઊભો કરેલ એક કુત્સિત પ્રયોગ કહી શકીએ. આ વાસ્તવમાં તો યુરિયા ખાદ, ખાદ્યતેલ અને ડીટરજન્ટ (વોશિંગ) પાવડરનું એક સંમિશ્રણ જ છે. આ ત્રણેને એક વિશેષ પ્રમાણમાં મેળવવાથી દૂધ જેવો એક શ્વેત રંગનું મિશ્રણ તૈયાર કરવું એ ટેનિકલ રૂપે સંભવ છે. પરંતુ એમાં ઇચ્છિત સ્વાદનો અભાવ હોવાથી લોકો એકદમ કુત્રિમ દૂધ તૈયાર કરવાને બદલે આ મિશ્રણની અલ્પ માત્રા કુદરતી દૂધમાં મેળવી દે છે. | સર્વ વિદિત છે કે સારા દૂધની ઓળખાણનો એક સરળ ઉપાય એ માનવામાં આવે છે કે એમાં મલાઈ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ઉકાળવાથી જો તેમાં વધારે પ્રમાણમાં મલાઈ નીકળે તો દૂધ સારું માનવામાં આવે છે. ડેરી ફાર્મોમાં આ નિધરણા મલાઈની માત્રા પર આધારિત છે. જેમાંથી વધારે પ્રમાણમાં માખણ નીકળે તેને એટલા પ્રમાણમાં દૂધ સારું માનવામાં આવે છે. કેટલાંક સંશોધક ભેજાંઓએ આનો ય કામચલાઉ ઉપાય શોધી કાઢ્યો છે. કેટલાકમાં તેમણે બ્લોટિંગ પેપર મેળવવાની શરૂઆત કરી છે. કેટલાક લોકોએ શિંગોડાના લોટ જેવી અન્ય વસ્તુઓ મેળવવાનું શરૂ કર્યું છે. કેટલાકે તો એનાથી ય આગળ વધીને ડૂકરની ચરબી મેળવવાની શરૂ કરી છે અને એમાંથી મીઠાઈઓ પણ બનવા માંડી છે. આ પ્રકારના અનૈતિક ધંધામાં મોટે ભાગે મોટા ઉત્પાદકોને જ મોટો નફો કમાવાનું મળે છે. ગો-માંસમાં મિશ્રણઃ પાશ્ચાત્ય રાષ્ટ્રો વધારેમાં વધારે ઉત્પાદન લેવા અને અધિક ધન કમાવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. હમણાં થોડાક દિવસ પહેલાં ઇંગ્લેન્ડમાં મેડકાઉ ડીસીજનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અહીં ગાયોના શરીરનું માંસ વધારવા માટે ચારાની સાથે એમને ઘેટાંનાં આંતરડાં પણ ખવડાવવામાં આવતાં. એનાથી ઓછા ચારાથી જ ગાયોનાં શરીર માંસલ તો થઈ જવા લાગ્યાં, પણ એ ગાયો મગજના એક ઘાતક રોગનો ભોગ બનવા લાગી. ગાયોના પાગલપણાની આ ઘટના જ્યારે મોટી સંખ્યામાં સામે આવી તો યુરોપના બીજા દેશોએ ત્યાંનું ગોમાંસ આયાત કરવા અંગે પ્રતિબંધ મૂક્યો. કરુણા ભાવના ૨૧૧] Page #226 -------------------------------------------------------------------------- ________________ ચાર વાતો પર ગંભીર ચિંતન કરો :5 લાખો સાચા-ખોટા ઉપાય કરીને ધન-વૈભવ પ્રાપ્ત તો કરી લીધાં અને તેમના ઉપર આસક્તિ-મમત્વ પણ બાંધી લીધું; પરંતુ વિચાર્યું નહીં કે - અચાનક રોગોએ શરીર ઘેરી લીધું તો ? કોઈ શત્રુએ તમારું ધન લૂંટી લેવા ઇરાદો કર્યો તો ? ધન-વૈભવ વધારતાં વધારતાં વૃદ્ધત્વ આવી ગયું તો ? અને અચાનક મોત આવી પહોંચ્યું તો ? આ ચાર વાતો ઉપર ગંભીરતાથી વિચાર કરવો પડશે. રોગોનું આક્રમણ અચાનક લકવો પડી ગયો તો ? અચાનક બ્રેઇન હેમરેજ થઈ ગયું તો ? એ રીતે કેન્સર, ટી.બી., એઇડ્ઝ - કોઈ પણ રોગ થઈ ગયો તો પાપ કરીને મેળવેલા કરોડો રૂપિયાનું શું થશે ? રોગગ્રસ્ત શરીરે સુખભોગ ભોગવી નથી શકાતાં અને વૈભવની સુરક્ષાની ચિંતા સતાવે છે. શત્રુઓનો ભય ઃ શ્રીમંતોનેશત્રુઓ વધારે હોય છે. સ્નેહી-સ્વજન પણ શત્રુ બની જાય છે. સરકારનો પણ ભય રહે છે. ચારે કોરથી ભય સતાવે છે. ભય એવું તત્ત્વ છે કે મનુષ્યને શાંતિથી જીવવા દેતું નથી. હૃદયરોગ પેદા કરે છે. સ્વભાવને પણ બગાડે છે. વૃદ્ધત્વની પરવશતા ઃ જો તમારું આયુષ્ય વધારે હોય ને તમે વૃદ્ધ બન્યા, શું કરશો કરોડો રૂપિયાને ? દાન આપશો ? ભોગવશો ? બીજી રીતે તે વૈભવ નષ્ટ થઈ જશે. કરોડો રૂપિયા હોવા છતાં વૃદ્ધત્વની પરવશતા તો સતાવતી જ રહેશે. પરિવારના લોકોને પ્રેમ આપ્યો હશે, એમની સાથે ઉદારતાર્થા વ્યવહાર કર્યો હશે, તો તે લોકો તમારી સેવા ક૨શે. નહીંતર વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. મોત ગમે ત્યારે આવી શકે છે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તમામ વસ્તુઓ ધન-દોલત, બંગલાપરિવાર અહીં જ પડ્યું રહેશે અને આત્મા પરલોકમાં પ્રયાણ કરી જશે. આ નિશ્ચિત છે. એટલા માટે ખોટા માર્ગોથી - પાપમાર્ગોથી ધન સંચય કરવાનો ઇરાદો પણ ન રાખો. પુણ્યકર્મના ઉદયથી, સાચા ઉપાયથી ધન મળી પણ જાય; તો દાનધર્મનું પાલન કરો, મમત્વ ન કરો. આજે બસ, આટલું જ. ૨૧૨ શાન્તસુધારસ : ભાગ ૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ શાન્તીધારા પ્રવચન 6 કરુણા ભાવના ૨ ઃ સકલના : ૦ એક આત્માવલોકન. સ્વનિર્મિત ખાડામાં પોતે જ પડે છે. રાષ્ટ્રીય મિથ્યાચાર. નાસ્તિકવાદ : પ્રવર્તકો પ્રત્યે ભાવકરુણા. નાસ્તિકવાદનું પરિણામ પ્રમાદાચરણ. ન હિતોપદેશ જોઈએ, ન ધર્મ. ♦ એક રાજકુમારીની વાર્તા. લાતોના દેવ વાતોથી ન માને. પરદુઃખવિનાશિની કરુણા. રાજા રતિદેવ. Page #228 -------------------------------------------------------------------------- ________________ स्पर्धन्ते केऽपि केचिद् दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धाः, युध्यन्ते केऽप्यरुद्धा धनयुवति-पशुक्षेत्रपदादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदे दूरदेशानटम्तः, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतद् ॥ ३॥ ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ કરુણા ભાવનાની પ્રસ્તાવના ત્રીજા શ્લોકમાં કહે છેઃ કેટલાક લોકો અધીમાં ડૂબેલા છે. કેટલાક ગુસ્સાની અને ઈષ્યનિી આગમાં બળતા-શેકાતા દિલમાં માત્સર્ય રાખે છે. કેટલાક ધન, સ્ત્રી, જમીન માટે લડાઈઓ કરે છે, ઝઘડે છે. કેટલાક સંપત્તિ બનાવવા દેશવિદેશમાં ભટકી ભટકીને દુઃખી થાય છે. આખું ય વિશ્વ આપત્તિમાં ઘેરાયેલું છે. શું કરીએ અને શું કહીએ ? આવા લોકો માત્ર કરુણાપાત્ર જ છે !' એક આત્માવલોકનઃ અહીં એક આત્માવલોકન - આલોચના સ્વરૂપે બતાવું છું. આ બધી વાતો આ આલોચનામાં આવે છે, ધ્યાનથી સાંભળો. મારા આ સૌભાગ્યશાળી મનુષ્ય જીવનમાં એક નહીં, નવ નવ આવા અવસરો આવ્યા, જ્યારે મેં મારી મહાનતાને ગલિત થતી જોઈ અને પોતાની જાતને શુદ્ધ બનતી નિહાળી.” જ્યારે હું સંસારમાં પોતાની સફળતા, યશ, કીતિ અને પ્રતિષ્ઠા વધારવા માટે બૌદ્ધિક વિચારશીલતાને કુટિલતાપૂર્ણ વિચારહીનતામાં બદલવા માટે તૈયાર થયો. મેં છલ-કપટપૂર્ણ એવાં એવાં કાર્યો કર્યો કે જેનાથી મારી મહાનતા ક્ષુદ્રતામાં બદલાઈ ગઈ. આ બધા ક્ષુદ્ર સ્વાર્થી પૂર્ણ કરવામાં હું મિત્રો સાથે, સ્વજનો સાથે સ્પર્ધા કરવા લાગ્યો. ક્રોધ અને ઈર્ષ્યા કરવા લાગ્યો. ધન, જમીન, સ્ત્રીને માટે ઝઘડા કરવા લાગ્યો.... કોઈ કોઈ વાર યાચક બનીને પરમાત્માને બદલે માનવ સામે પ્રાર્થના કરવા લાગ્યો. દરેકની સામે દીન-હીન બનીને કરગરવા લાગ્યો અને એ જાણે મારા ભાગ્યવિધાતા હોય એમ સમજીને યાચના ય કરવા લાગ્યો. ક્ષુદ્રતાનો આ પ્રથમ અવસર મારા જીવનમાં આ રૂપમાં આવ્યો. શુદ્ધતાની બીજી અનુભૂતિ એ સમયે થઈ કે જ્યારે મેં અનુભવ કર્યો કે હું મારા કરતાં અધિક શક્તિશાળી વ્યક્તિઓની સામે તો દીન-હીન બની જાઉં છું ! પરંતુ મારાથી કમજોર અને આશ્રિત લોકો સાથે અહંકાર અને ઘમંડભરી વાતો કરું છું. જાણે મારી આ શક્તિ મારા વિકાસ માટે નહીં, પરંતુ દુર્બળો-નિબળો ઉપર રોફ જમાવવા માટેનું જ સાધન ન હોય? | ૨૧૪ શાન્તસુધારસઃ ભાગ ૩ | Page #229 -------------------------------------------------------------------------- ________________ મારા કર્તવ્ય હેતુ કંટકાકીર્ણ માર્ગ ઉપર ચાલતાં કષ્ટ સહન કરીને પણ કર્તવ્યપૂર્તિ કરતા રહેવું અથવા સરળ-સુમાર્ગ અપનાવીને અસ્થાયી-ક્ષણિક સુખ પ્રાપ્ત કરવાના બે ભાગમાંથી એક માર્ગ પસંદ કરવાનો અવસર આવ્યો ત્યારે મેં સસ્તા સુખનો માર્ગ પસંદ કર્યો અથવા કર્તવ્યપરાયણતાને પૂરી રીતે ભૂલી ગયો - આ મારી ત્રીજી ક્ષુદ્રતા હતી. ક્ષુદ્રતાનો ચોથો અવસર મારા જીવનમાં ત્યારે આવ્યો, જ્યારે મારા દ્વારા કોઈ અનૈતિક યા અનુચિત કામ યા અપરાધ થઈ જતાં મેં ન એનો પશ્ચાત્તાપ કર્યો કે ન પરિમાર્જન કર્યું. એવું વિચાર્યું કે આવું તો ચાલ્યા કરે છે. બીજા પણ આવું જ કરે છે. આ તો આજની પરિસ્થિતિમાં એ સાધારણ શિષ્ટાચાર થઈ પડ્યો છે. એમાં દુઃખ શાનું કરવાનું? આ જૂઠી પ્રતિષ્ઠા અને છમ અહંભાવનાથી આત્માની જ્યોતિ ધીમે ધીમે મંદ પડવા લાગી. જીવન પતનના અંધકારમાં ઢળવા લાગ્યું. મારા જીવનની ક્ષુદ્રતાની એ પાંચમી ક્ષણ હતી, જ્યારે મેં મારા મનમાં ધન, જમીન અને સ્ત્રીની તૃષ્ણાને પાંગરવા દીધી. મનોમન જ આ ત્રણ વાતો માટે અધોગામી ચિંતન કરવા લાગ્યો. મનની સપાટી ઉપર આ ત્રણ વાતોનાં જ દ્રશ્યો ઊપસવા લાગ્યાં. હું વિચલિત થઈ ગયો. આત્મા-મહાત્મા-પરમાત્માને ભૂલી ગયો. આત્મસત્તાની દિવ્યતાની અવગણના કરવા લાગ્યો એ મારી પાંચમી ક્ષુદ્રતા હતી ! છઠ્ઠી ક્ષુદ્રતા મારામાં એ સમયે થઈ કે મેં કુરૂપને ધૃણાની દ્રષ્ટિથી જોયું, એટલું જ નહીં, મેં અસહાય, અપંગ વગેરે લોકોની અવહેલના કરી અને એમને ઉપેક્ષાની નજરે જોયાં. મેં એ ન જાણ્યું કે ધૃણાનો જ પડદો કુરૂપતા છે અને સ્નેહનો પરદો સૌન્દર્ય છે. - કોઈના દ્વારા થયેલી પ્રશસ્તિથી સાચે જ પોતાને જ્યારે હું મોટો માનવા લાગ્યો અને બીજાંની પ્રશંસાને મેં મારી સારાપણાની કસોટી માની લીધી - આ મારી દ્રતાની સાતમી ઘડી હતી. આ ક્ષણોમાં મારી વિવેકની આંખો બંધ થઈ. મેં મારા જીવનની લગામને એ અજાણ્યા હાથોમાં સોંપી દીધી કે જે સ્વયં ગુમરાહ હતા. હું પણ રાહ ભૂલ્યો. આઠમી ક્ષુદ્રતા મારા જીવનમાં એ ક્ષણે પ્રવેશી કે જ્યારે મેં બીજાંના દોષ-દુર્ગુણો તપાસ્યા, એ જોવા, છિદ્રાન્વેષના પ્રયાસમાં હું સ્વધર્મથી વિમુખ થતો ગયો. ક્ષુદ્રતાની નવમી ઘડી ત્યારે આવી કે હું ખૂબ ધનવાન બનવા દેશવિદેશમાં ભટક્યો. ભક્ષ્ય-અભક્ષ્યનો, પેચ-અપેયનો, ગમ્ય-અગમ્યનો વિવેક વિસરી ગયો. આ બધું મારી વિચારહીનતાને કારણે જ બન્યું. જ્યારથી બુદ્ધિ અને વિવેકનો કરૂણા ભાવના ૨૧૫. Page #230 -------------------------------------------------------------------------- ________________ મહિમા સમજ્યો છું, વિચારું છું કે આ જીવનમાં હવે એવું કોઈ કામ ન થાય કે જે મને વધારે ક્ષુદ્ર બનાવે. स्वयं खनन्तः स्वकरेणगर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद् विरमन्ति नैव ॥ ४ ॥ માણસ પોતે જ ખોદેલા ખાડામાં પોતે જ એટલો ઊંડો પડે છે કે બહાર નીકળવાનો ખ્યાલ જ નથી હોતો. એ તો વધારે ને વધારે ઊંડો ઊતરતો જાય છે. િવુક્ષ્મ વિ વવાનો દૃશમરતિશતા ં વિશ્વમેતત્ ।શું કરીએ ? શું કહીએ ? આખું વિશ્વ અતિશય વ્યાકુળ થઈ ગયું છે. એટલે કે વિશ્વના જીવો પ્રત્યે કરુણા ભાવના જ રાખવી પડશે. સર્વ જીવોનાં દુઃખ દૂર થાઓ, નષ્ટ થાઓ. સ્વનિર્મિત ખાડામાં પોતે જ પડે છે ઃ મિથ્યાચારી મનુષ્યોના જીવનમાં કદીય સુખશાન્તિ નથી આવતી. મિથ્યાચારીનો અર્થ જ એ કે એ બધું નથી કરતો. જે કરવું જોઈએ એ નથી કરતો અને એ જ કરે છે જે કરવું ન જોઈએ. અકરણીય કાર્યો અજ્ઞાનવશ કરવાથી પણ કોઈ એના કુળથી બચતું નથી. તો પણ જે જાણતો હોવા છતાં અકરણીય કાર્ય કરે છે એની દુર્દશાની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે. ધૂર્ત અને દુષ્ટ લોકો એનાથી ગમે તેટલા ખુશ કેમ ન દેખાતા હોય, પરંતુ અંદરથી તેઓ અતિવ્યગ્ર, વિકળ અને દરિદ્ર જ રહે છે. એમના હૃદયમાં દરેક વખતે એક જલન અને આત્મગ્લાનિ કણસી રહી હોય છે. આ આંતરિક અશાંતિ લોકપરલોકમાં આગ લગાડી દે છે. મિથ્યાચારી લોકો સ્વયં દુર્ગીતનો ખાડો ખોદે છે અને જાતે જ એમાં પડે છે અને નરકગતિ તથા પશુયોનિમાં અસંખ્ય જન્મમરણ પામે છે. મિથ્યાચારી મનુષ્ય અવિશ્વસનીય અને અસન્માન્ય બને છે. એવી વ્યક્તિ બેઇમાન, ધૂર્ત, કપટી સિદ્ધ થાય છે. લોકો એની સાથે વ્યવહાર નથી કરતા, લોકો પોતાનાં કોઈ કામ મિથ્યાચારીને નથી સોંપતા કે નથી તેનું કોઈ કામ કરતા. મિથ્યાચારીના વચનમાં કોઈ વિશ્વાસ કરતું નથી. મિથ્યાચારી સાથે ઘૃણા કરવી એ તો એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. લોકો એને મોઢે જ બેઇમાન, ચોર, ધૂર્ત સુદ્ધાં કહે છે. સમાજમાં એની આબરૂ બે કોડીની જ હોય છે. જ્યાં સુધી એનો થોડોક પુણ્યોદય હોય છે ત્યાં સુધી તે પોતાને બુદ્ધિમાન માનીને પ્રસન્ન રહે છે. પરંતુ ભેદ ખૂલતાં જ એ દયનીય બની જાય છે. જીવનભર પસ્તાવા અને દુઃખી થયા સિવાય અન્ય કોઈ માર્ગ હોતો નથી. પોતાના જ ખોદેલા ખાડામાં એ પડે છે. શું કરે ? એવા લોકો પણ કરુણાપાત્ર હોય છે. ૨૧૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય મિથ્યાચાર ઃ રાષ્ટ્રીય જીવનનો મિથ્યાચાર સૌથી વધારે ભયાનક હોય છે. આ મિથ્યાચાર પરાધીનતા, શોષણ, અત્યાચારનો હેતુ બને છે, એટલું જ નહીં, કોઈ કોઈ વાર તો રાષ્ટ્રીય સ્તરનો મિથ્યાચાર રાષ્ટ્રોને જ મિટાવી દે છે. આજે ખેદ સાથે કહેવું પડે છે કે ભારતીય જીવનમાંથી ઇમાનદારી, સચ્ચાઈ દિનપ્રતિદિન ઘટતી જાય છે. સચ્ચાઈ અને નૈતિકતા માટે પ્રસિદ્ધ ભારત આજે મિથ્યાચાર અને અનૈતિકતા માટે ખરાબ રીતે બદનામ થઈ ગયો છે. આજના વિસ્તરેલા આર્થિક દુરાચાર, ગોટાળા આદિના મૂળમાં ધનની અપરિમિત લિપ્સા જ કામ કરી રહી છે. એ સ્પષ્ટ જ છે કે જીવનની વાસ્તવિક આવશ્યકતાઓ કોઈને ય ભ્રષ્ટાચાર માટે વિવશ કરતી નથી, કારણ કે માનવની અનિવાર્ય આવશ્યકતાઓ એટલી ઓછી હોય છે કે ઇમાનદારીની કમાણીથી જો મિતવ્યયિતા અને સાદગીનું જીવન જીવવામાં આવે તો સહજ રીતે પૂર્ણ થઈ શકે તેમ છે. આજનો સમગ્ર મિથ્યાચાર આવશ્યકતાઓ અને આડંબરપૂર્ણ, નિરર્થક ખર્ચની આદતોને કારણે ફેલાયો છે. આજના યુગમાં લોકો ભારે પ્રદર્શની અને દુર્વ્યસની બની ગયા છે. બિનજરૂરી અપવ્યયે તેમની આવશ્યકતાઓને જમીન ઉપરથી આસમાને પહોંચાડી દીધી છે. આપણા જીવનમાં ધર્મવાદનું સ્થાન ભોગવાદે લીધું છે. ઓછામાં ઓછા પરિશ્રમે અધિકમાં અધિક ધન પેદા કરવાની પ્રવૃત્તિએ લોકોને ભ્રષ્ટાચારના પાપ તરફ અગ્રેસર કરી દીધા છે, જ્યાં આ પતનમાં મનુષ્યની માનસિક દુર્બળતા કામ કરી રહી છે તેમાં કંઈ કેટલા ખર્ચાળ સામાજિક રીતરિવાજો એને માટે જવાબદાર છે. માણસને કોઈ પણ પ્રકારે વધારે પૈસા કમાવા માટે મજબૂર કરી રહ્યા છે. આની સાથે જ સમાજમાં પૈસો જ આદર, સન્માન અને મોટાઈનો માપદંડ બનતો ગયો છે. જેની પાસે જેટલા વધારે પૈસા એ આદમી એટલો જ મોટો અને આદરપાત્ર માનવામાં આવે છે. પાપથી પૈસા કમાનાર મનુષ્યને પણ આદર મળી શકે તો કોઈ પ૨સેવાની કમાણી ઉપર વિશ્વાસ શા માટે રાખે ? લોકો નિષ્ઠા, પરિશ્રમ અને પુરુષાર્થ સિવાય ધૂર્તતા, ભ્રષ્ટાચાર તથા બેઇમાની દ્વારા વધારે પૈસા ભેગા કરવા લાગ્યા છે. એટલા માટે પૈસાને કારણે ગમે તેને સન્માન આપવું એટલે ભ્રષ્ટાચાર અને બેઇમાનીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. આ બાબત કેટલી કરુણાસ્પદ છે ! ભ્રષ્ટાચાર અને બેઇમાનીનાં પરિણામ સ્વરૂપ જીવોને કેટલાં... કેવાં ઘોર દુઃખો ભોગવવાં પડશે ? આપણે તો એમના પ્રત્યે કરુણાભાવ જ રાખવાનો છે કે એ લોકો કરુણા ભાવના ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ પાપ ન કરે અને દુર્ગતિના ખાડામાં ન પડી જાય. નાસ્તિકવાદ - પ્રવર્તકો પ્રત્યે ભાવકરુણાઃ ગ્રંથકાર કરુણાભાવની પ્રસ્તાવનામાં પાંચમા શ્લોકમાં કહે છે - प्रकल्पयन् नास्तिकवादिवादमेवं प्रमादं परिशीलयन्तः ।। मग्ना निगोदादिषु दोषदग्धाः दुरन्तदुःखानि हहा ! सहन्ते ॥५॥ કેટલાક લોકો નાસ્તિકવાદનું પ્રવર્તન કરીને પ્રમાદને થાબડે છે દોષોના વમળમાં ફસાઈને નિગોદ વગેરેમાં અપરંપાર દુઃખોને સહન કરે છે.’ નાસ્તિકવાદનો અર્થ છે - “આત્મા, પરલોક, સ્વર્ગ, મોક્ષ પરમાત્માદિ પરોક્ષ તત્ત્વોને માનવાં. પુણ્યપાપને ન માનવા! કર્મબંધ અને કર્મફળને ન માનવાં અને આ બધાં ન માનીએ તો પછી પાંચે પ્રમાદોનું સેવન કરવામાં શા માટે અટકશે ? માંસાહાર, મદ્યપાન, જુગાર, દુરાચાર, ચોરી ઈત્યાદિ પાપ નિસંકોચ કરશે. આવા પાપી લોકો મરીને નરકનિગોદમાં અપાર દુઃખ સહન કરે છે. આવા જીવો પ્રત્યે પણ દયા-કરુણાભાવ જ રાખવો પડશે. કની પરવશતા એવા જીવોને દુર્ગતિઓમાં ભટકાવે છે.” વાસ્તવમાં આપણાં શાસ્ત્રોમાં, આગમોમાં, વિભિન્ન કથાઓમાં વિભિન્ન જીવોનું વર્ણન મળે છે. નરકના જીવોનું અને સ્વર્ગના જીવોનું વર્ણન મળે છે. દેવસૃષ્ટિ તો પૃથ્વીવાસીઓને મદદ પણ કરે છે. એ સૂક્ષ્મ દેહધારી હોય છે. એટલે કે વૈક્રિય શરીરધારી હોય છે. આ કારણે એમની સ્થિતિ “ફોર્થ ડાયમેંશન” અર્થાત્ ચતુર્થ આયામથી પણ પર છે. પરંતુ સાધના અને તપશ્ચર્યાથી અર્જિત દિવ્યદ્રષ્ટિસંપન્ન શરીરધારી સાધક એ દેવદેવીઓનું સાનિધ્ય પ્રાપ્ત કરીને માર્ગદર્શન પામી શકે છે. ઈચ્છિત વસ્તુ પણ પામી શકે છે. શાસ્ત્રો પ્રમાણે જન્મ-મરણના ચક્કરમાં ઘૂમતો જીવ સ્વર્ગ-નરક, પ્રેત, પિશાચ, કૃમિ, કીટક, પશુપક્ષી અને મનુષ્યયોનિ પ્રાપ્ત કરે છે. બૃહદ્ સંગ્રહણીમાં આનું વિસ્તૃત વર્ણન મળે છે. થિયોસોફિકલ સોસાયટીનાં મેડમ બ્લેવસ્કી અને લેડવીટર જેવા મૂર્ધન્ય મનીષીઓને મરણોત્તર જીવન (પરલોક) ઉપર પૂર્ણ વિશ્વાસ રહ્યો છે. પ્રત્યક્ષવાદને જ મુખ્ય માનનાર કેટલાક વૈજ્ઞાનિકોના પરિહાસની ઉપેક્ષા કરીને કેટલાય મૂર્ધન્ય પરામનોવૈજ્ઞાનિકો અને ભૌતિકવિદોએ એવી ઘટનાઓનું સંકલન કરીને વિશ્લેષણ કર્યું અને જાણ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ કે જેની આજ સુધી શોધ થઈનથી તે આવા પ્રસંગોનું કારણ બને છે. જેને પરોક્ષ અનુદાન સહાયતાના રૂપમાં જોવામાં આવે છે. સુપ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની માર્ટિન ગાર્ડનરે લખ્યું છે કે આ સંસારમાં નિત્ય | શાન્તસુધારસ ભાગ ૩| ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ હજારો વ્યક્તિઓની સાથે એવી નાનીમોટી ઘટનાઓ બને છે, તેમાંથી કેટલીકને સંયોગ યા તો અપવાદ માની લેવામાં આવે તો પણ કેટલીક તો વિલક્ષણ હોય છે કે જેમને માત્ર સંયોગ ન કહી શકાય.” “ધ રુટ્સ ઓફ કો-ઈન્સિડન્સ' નામે પુસ્તકમાં આર્થર કોસ્લરે લખ્યું છે કે આ માધ્યમથી બ્રહ્માંડવ્યાપી અદ્રશ્ય ચેતનશક્તિઓ શરીરધારી મનુષ્યો સાથે સંપર્ક સાધતી, એમને પૂવભાસ કરાવતી, માર્ગદર્શન આપતી અને સંકટના સમયે મનોબળ વધારતી હોય છે અને ઉત્કટ ચિંતન જન્માવે છે. એમને અદ્રશ્ય સહાયકની ‘ઇન્વિસિબલ હેલ્પર્સ'ની ઉપમા આપી શકાય. નાસ્તિકવાદનું પરિણામ પ્રમાદાચરણઃ કહેવાનું તાત્પર્ય એ છે કે વર્તમાન સમયમાં પણ આત્માના, પુનર્જન્મના, સ્વર્ગના, અદ્રશ્ય ચેતનાશક્તિના અસ્તિત્વને મોટા મોટા વૈજ્ઞાનિકો, પરામનોવૈજ્ઞાનિકો અને મૂર્ધન્ય કોટિના મનીષી લોકો માને છે, છતાં પણ કેટલાક વિલક્ષણ બુદ્ધિવાળા, કુટિલ અને પ્રપંચી લોકો આત્મા નથી. પુનર્જન્મ નથી. બધું જ અહીં પંચભૂતમાં વિલીન થવાનું છે... પછી શા માટે ધર્મ આચરવો? શા માટે દાન આપવું? શા માટે શીલધર્મનું અને તપનું આચરણ કરવું? જે ઈચ્છા હોય તે ભોગવો, ખાઓ, પીઓ અને મોજથી જીવો!! છળ, કપટ, વંચના, હિંસા, બળાત્કાર આદિ અનેક પાપો નાસ્તિક લોકો ખચકાટ વગર કરે છે. આવા લોકો મરીને નર્કયા નિગોદમાં ઉત્પન્ન થાય છે. ત્યાં અસંખ્ય વર્ષો સુધી વિવિધ દુઃખો સહન કરે છે. શું કરવાનું?એમના પ્રત્યે પણ કરુણા ભાવના. જ ભાવવાની છે. ગ્રંથકાર આગળ વધતાં કહે છે - श्रुणवन्ति येनैव हितोपदेशं, न धर्मलेशं मनसा स्मरन्ति । रुजः कथंकारमथाऽपनेयास्तेषामुपायस्त्वयमेक एव ॥ ६ ॥ જે પ્રાણીઓ હિતનો ઉપદેશ સાંભળતાં નથી, ધર્મની એક પણ વાત મનમાં લેતા નથી, તો પછી એમની ઉપાધિઓનો અંત આવે પણ કેવી રીતે? આવા જીવો પ્રત્યે કરુણા ભાવના જ રાખવાનો એક માત્ર ઉપાય છે.” ન હિતોપદેશ જોઈએ, ન ધર્મઃ અનેક દૃષ્ટાંતોથી, તર્કથી સમજાવીએ છીએ કે જડ પ્રકૃતિની અંદર એક જ્ઞાનવાન પરોક્ષ ચેતના કામ કરી રહી છે. આપણે ભલે એનું સ્વરૂપ ન જાણતા હોઈએ, એના ક્રિયાકલાપ ન જાણતા હોઈએ, પરંતુ એ અનુભવ કરીએ છીએ કે સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે તે અનાયાસ, આકસ્મિક યા અવિચારપૂર્ણ નથી. વિખ્યાત મનીષી હર્બર્ટ સ્પેન્સર, ડૉ. ગાલ વગેરે કહે છે કે સંસારની મુખ્ય સત્તા જડ પદાર્થ નહીં, પરંતુ ચેતનસત્તા છે. જે સમજે છે, અનુભવ કરે છે, વિચારે છે, યાદ કરૂણા ભાવના ફક . ૨૧૯] Page #234 -------------------------------------------------------------------------- ________________ રાખે છે અને રાગદ્વેષ કરે છે. મૃત્યુ ઉપરાંત જીવનની પુનરાવૃત્તિનું સનાતન ચક્ર એ ચેતનસત્તા (આત્મા) દ્વારા ગતિશીલ રહે છે. આ સંસાર નિર્જીવ યંત્ર માત્ર નથી. આ બધું અનાયાસ, અકસ્માત જ નથી બની ગયું. ચેતન અને અચેતન, દરેક પદાર્થમાં એક જ્ઞાનશક્તિ કામ કરી રહી છે. એનું નામ ભલેને ગમે તે આપવામાં આવે. આ ચેતનશક્તિ જ વિશ્વ - બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. વસ્તુતઃ હવે વિજ્ઞાનનું જડ પદાર્થો સાથેનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું છે. ચેતના, મન અને આત્માના અસ્તિત્વને માનવામાં વધી રહ્યું છે. આમ તો અધ્યાત્મ અને વિજ્ઞાન બંને આ વિશ્વની મહાન શક્તિઓ છે. બંનેના સમર્થન અને સહયોગથી સત્યની વધારે નજીક પહોંચવાનો અવસર મળશે. અધ્યાત્મ વિજ્ઞાન કરતાં ઊતરતું નથી, ચડિયાતું છે. જો આત્માનું અસ્તિત્વ માનીએ તો અધ્યાત્મવાદ માનવો જ પડશે અને ત્યારે આત્મહિતનો વિચાર આવવો સ્વાભાવિક છે, આત્મહિતનો ઉપદેશ સાંભળવો પસંદ પડે છે. આત્મહિત માટે ધર્મનું ચિંતન, મનન અને પાલન કરવું આવશ્યક બની જાય છે. પરંતુ જે માણસોને આત્મહિતનો ઉપદેશ સાંભળવો પસંદ નથી, મનમાં ધર્મનો વિચાર માત્ર પણ કરતા નથી અને અનેક દુઃખ-ત્રાસ અને ઉપાધિઓથી દુઃખી થાય છે એમને શું કહીએ ? એમના પ્રત્યે કરુણાભાવ જ ભાવવાનો છે. એવા લોકોને સન્મતિ પ્રાપ્ત થાય... એમનાં દુઃખ નષ્ટ થાય... એ જ ભાવના શ્રેયસ્કર છે. હિતોપદેશ રાજકુમારીએ ન સાંભળ્યો તો ? એ એક રાજકુમારી હતી. અપાર રૂપસંપત્તિની સ્વામિની ! પરંતુ એનું રૂપ ગર્વમંડિત હતું ! અહંકારની સ્વાભાવિક આભા એના હાવભાવ અને વ્યવહારમાં સહજ પરિલક્ષિત થતી હતી. એ દિવસોમાં રાજાઓની સત્તા અબાધિત હતી. સમગ્ર શક્તિ અને સત્તા તેમની આજુબાજુ ફરતી હતી. એમની મરજીને માત્ર કાયદો જ નહીં પરંતુ ઈશ્વરની શક્તિ માનવામાં આવતી. આવી અબાધિત સત્તા ભોગવનાર રાજાની રાજકુમારી પોતાની સામે કોઈને ય ગણતી ન હતી. એને ગરીબ દુઃખી લોકોની મજાક ઉડાવવામાં મજા પડતી હતી. કોઈની પણ મજાક કરવી, એને પોતાનાં વ્યંગ-બાણોથી ઘાયલ કરવો એ એની પ્રિય આદત થઈ ગઈ હતી. રાજમહેલ નદીને કિનારે હતો. એક દિવસ રાજકુમારી પોતાની સહેલીઓ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તેણે ત્યાંથી પાછા ફરતાં આવતા-જતા અનેક લોકો ઉપર ભાતભાતનાં વ્યંગ-બાણો છોડવાં શરૂ કર્યાં - જુઓ તો, પેલા આદમીના કાન કેવા છે. જાણે હાથીના કાન... અને પેલાનું નાક... જાણે સૂવરનું નાકર ચોંટાડ્યું ! દાંત શાન્તસુધારસ : ભાગ ૩ ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ જાણે વરુના દાંત.” એની ખુશામત કરનારી સખીઓ સદાય એની હામાં હા મેળવતી હતી. એમના હાસ્યધ્વનિથી કોણ જાણે કેટલાયના હૃદયને પીડા થતી હતી. નદીકિનારે ઊભેલા એક વૃદ્ધ સાધુ એમના આ વ્યવહારને ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા. સાધુની પારદર્શક દ્રષ્ટિ રૂપવાન શરીરમાં છુપાયેલા કુરૂપ વ્યક્તિત્વને પારખી ગઈ હતી. એ સાધુ વિચારવા લાગ્યાઃ “આ રાજકુમારીનું શરીર આટલું સુંદર છે, કાશ ! એનું મન પણ એટલું જ સુંદર હોત તો !' કંઈક વિચારતાં એમણે રાજકુમારીને હિતોપદેશ આપ્યો: “બેટી ! તું આ રાજ્યની રાજકુમારી છે. તને સુખસંપન્ન જીવન એટલા માટે મળ્યું છે કે તું પ્રજા ઉપર કૃપા કરી શકે. આ લોકો તારી પ્રજા છે. તારે એમને સહારો આપવો જોઈએ. તારે એમનાં દુઃખ દર્દ દૂર કરવાં જોઈએ. પરંતુ આવું કરવું તો દૂર રહ્યું, ઉપરથી તું એમની મશ્કરી કરે છે. એમને તારી કટુઉક્તિઓથી ઘાયલ કરે છે, એમને પીડા કરી રહી છે! આમ કરવું તને શોભતું નથી.” સાધુની વાત સાંભળીને રાજકુમારીનો પારો એકદમ ઊંચો ચડી ગયો. એણે સાધુ તરફ ક્રોધમાં જોઈને કહ્યું છે વૃદ્ધ, તને ખબર છે ને કે તું કોની સાથે વાત કરી રહ્યો છે? હું અહીંની રાજકુમારી છું. હું શું ખોટું કહું છું? કુરૂપને કુરૂપ ન કહેવામાં આવે તો શું કહેવું? ખબરદાર, જો હવે પછી કદી મારી આગળ આવું ડોઢ ડહાપણ કર્યું છે તો!” સાધુને ધમકાવીને રાજકુમારી આગળ વધી. કેટલાક દિવસો પછી આ જ ઘટનાક્રમ દોહરાવાયો. રાજકુમારી પોતાની સખીઓની સાથે સ્નાન કરવા નદીએ ગઈ. જ્યારે સ્નાન કરીને નીકળી અને જોયું તો એક બ્રાહ્મણ નદીકિનારે બેસીને જપ-ધ્યાન કરી રહ્યો હતો. એનું નાક કંઈક મોટું હતું. મુખ ઉપર દાઢી પણ હતી. રાજકુમારીએ બ્રાહ્મણને જોઈને એને કટુવચનોથી મમઘિાત કરવાની શરૂઆત કરી દીધી. તેણે પોતાની સખીને ચૂંટલો ભય, “અરે ‘ચિત્રા! જેને આ રીંછ જેવો બગભગત બેઠો છે. એનું આટલું લાંબું નાક અને મુખ ઉપર વાળ પૂરો રીંછ જણાય છે. કેવા કેવા કદરૂપા માણસો છે આ દુનિયામાં?” બ્રાહ્મણના કાને આ શબ્દો પડ્યા, પરંતુ એ કરી પણ શું શકે ? ચુપચાપ અપમાનનો ઘૂંટડો પી ગયો. એની આંખો છલકાઈ ગઈ. સંજોગવશાત એ દિવસે પણ પેલા સાધુ દૂર ઊભા રહીને આ તમામ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમણે બ્રાહ્મણના મુખ ઉપર ઊપસી આવેલી પીડાની રેખાઓ સ્પષ્ટરૂપે જોઈ, એની સાથે રાજકુમારીના ચહેરા ઉપર ઊપસેલી દઈની રેખાઓ ય જોઈ લીધી. આ ઉદ્ધત દર્પને સાધુ સહન ન કરી શક્યા, એમને અચાનક શાસ્ત્રવચન યાદ આવી ગયું - જ્યારે રાજ્યસત્તા નિરંકુશ હોય ત્યારે યોગીઓએ પોતાના યોગબળથી અને તપબળથી એનો પ્રતિકાર કરવો જોઈએ. [ કરુણા ભાવના . ૨૨૧] Page #236 -------------------------------------------------------------------------- ________________ તેમણે રાજકુમારીને ફરી વાર સમજાવવા પ્રયત્ન કર્યો સૌન્દર્ય શરીરસૌષ્ઠવનો પર્યાય નથી; એનું માપ અને મૂલ્યાંકન તો આંતરિક સગુણોના આધારે જ થઈ શકે છે. આ રીતે અસંખ્ય લોકોની મશ્કરી કરવી સારું નથી. કોઈ વાર પોતાની કુરૂપતા તરફ પણ જુઓ; આત્મસૌંદર્યને જાગૃત કરવાનો મોકો મળશે.' સાધુની શીખામણની કોઈ અસર એ ધૃષ્ટ રાજકુમારી ઉપર ન પડી. ઊલટાનું એણે નદીકિનારાની ધૂળની મુઠી ભરીને સાધુના મુખ ઉપર નાખી ! એના આ વ્યવહારથી તપસ્વીનો પારો ચરમ સીમા ઉપર પહોંચી ગયો. તે ગુસ્સે થઈને બોલ્યાઃ “ઘમંડી છોકરી! તેં બ્રાહ્મણના મુખની તુલના જે જાનવર સાથે કરી છે, એના જેવો તારો ચહેરો થઈ જશે.' એ દિવસે જ્યારે સાંજના રાજકુમારી રાજ-ઉદ્યાનમાં ફરતી હતી ત્યારે એની દ્રષ્ટિ સુંદર ફૂલો ઉપર પડી. જ્યારે એ ફૂલ તોડીને એની મધુર-માદક સુવાસનો આનંદ લેવા લાગી ત્યારે તેને આશ્ચર્ય થયું. જેમ જેમ રાજકુમારી ફૂલ સૂંઘતી ગઈ તેમ તેમ એનું નાક મોટું થતું ગયું. એને સંભાળવું મુશ્કેલ થઈ પડ્યું. એટલું જ નહીં પરંતુ એના ચહેરા ઉપર વાળના જથ્થા પણ ઊગી નીકળ્યા. હવે તેનો દેખાવ રીંછ જેવો બદસુરત થઈ ગયો. પાસે રહેલી દાસીએ જ્યારે આ જોયું તો તેણીએ આ બનાવની સૂચના રાજાને આપી, રાજારાણી દોડતાં બગીચામાં આવ્યાં. રાણી રાજકુમારીનો દેખાવ જોઈને રડી પડી. તરત જ રાજવૈદ્યને બોલાવવામાં આવ્યા. ઉપચારો શરૂ કર્યો, પરંતુ કોઈ લાભ ન થયો. થાકી-હારીને રાજદ્દે કહ્યું : “રાજન ! આ કોઈ શારીરિક વ્યાધિ નથી, કોઈક દેવી કોપ છે ' લાતોનો દેવ વાતોથી નથી માનતો! દિવસો વીતી ગયા. રાજકુમારીના મુખ ઉપર વાળ વધવા લાગ્યા, નાક ફૂલતું ગયું. રાજકુમારીએ તેના માતાપિતાને સાધુનો શાપ કહી સંભળાવ્યો. પોતાને સૌન્દર્યની દેવી માનનારી રાજકુમારી હવે પોતાનું મુખ કોઈને ય બતાવી શકતી ન હતી. પોતે પણ દર્પણમાં પોતાનો ચહેરો જોઈ શકતી ન હતી. હવે તેને ખ્યાલ આવતો હતો કે અસંખ્ય લોકો ઉપર કટુઉક્તિઓની શું અસર પડતી હશે. એની વાતોથી કેટલાં મન ઘવાયાં હશે ! આ બાજુ રાજા સાધુને શોધવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યો હતો. સાધુનો પત્તો લાગ્યો કે તરત જ રાજા પાલખીમાં રાજકુમારીને લઈને સાધુ પાસે ગયો. સાધુએ ખૂબ આત્મીય ભાવથી પૂછ્યું “રાજન ! તમે ખૂબ ચિંતિત દેખાઓ છો, કારણ?” રડતાં રડતાં રાજાએ કારણ બતાવ્યું અને કહ્યું: “મહારાજ! આપનું રહસ્યમય હાસ્ય સૂચવે છે કે આપ મારી પરેશાનીનું કારણ જાણો છો.” ૨૨૨ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #237 -------------------------------------------------------------------------- ________________ સાધુએ કહ્યું ઠીક છે રાજનું! માત્રચિંતા જ નહીં, પરંતુ ચિંતાનિવારણનું કારણ પણ જાણું છું.” સાધુની વાત સાંભળીને તો રાજાને જાણે ખોવાયેલા પ્રાણ પાછા. મળ્યા, રાજાએ સાધુના પગમાં પોતાનું મસ્તક મૂકીને કહ્યું : “જલદી બતાવો મહારાજ! અમે ખૂબ દુઃખી છીએ. પરંતુ સાધુએ કહ્યું : “તમારા કરતાં તમારા રાજ્યમાં લોકો વધારે દુઃખી છે. એ પણ એક-બે નહીં, હજારોની સંખ્યામાં! પરંતુ, તમારી આ ઘમંડી છોકરી એમની સેવાસહાય કરવાની તો દૂર, ઊલટાનો એમનો ઉપહાસ-મજાક કરે છે.” રાજકુમારીએ પ્રાયશ્ચિત્તના સ્વરમાં કહ્યું “મહારાજ ! હું આ માટે લજ્જિત છું. મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ !' સાધુએ કહ્યું : 'તો પછી સાંભળો ! હું એક ઔષધિ આપું છું. પંદર દિવસ રાજકુમારી એ લેપને પોતાના ચહેરા ઉપર લગાડે. પણ એક શરત છે.” “કઈ શરત? આપ બતાવો, એ શરત હું પૂર્ણ કરીશ.” “ઔષધિનો લેપ જે જળથી તૈયાર થશે તે જળ નદીકિનારે બેસનાર અંધ, લૂલા, અપાહિજ લોકોના પગનું ધોવણ હોવું જોઈએ અને એમના પગ રાજકુમારી જાતે જ ધૂએ.” - બીજા જ દિવસથી સાધુએ બતાવેલી રીતે રાજકુમારી ઔષધ ઉપચારમાં લાગી ગઈ. પંદર દિવસ પૂરા થતાં સુધીમાં તો તેનું શરીર પૂર્વવત્ થઈ ગયું. હવે એને સાધુનો ઉપદેશ સાર્થક લાગ્યો. સમજાવતાં જે સમજતી ન હતી. તે દુઃખી થઈને સમજી. ત્યારથી તેણે કોઈ પણ માણસને સતાવાનું બંધ કરી દીધું અને દીનદુઃખી લોકોની સેવા કરવામાં તત્પર બની. હવે કરુણા ભાવના'ની પ્રસ્તાવનાનો સાતમો શ્લોક સાંભળો - परदुःखप्रतीकारमेवं, ध्यायन्ति ये हृदि । लभन्ते निर्विकारं ते सुखमायतिसुंदरम् ॥ ७ ॥ આ રીતે અન્યનાં દુખોને દૂર કરવાનો ઉપાય જે માણસ પોતાના હૃદયમાં શોધે છે, તે ભવિષ્યમાં સ્વયે ઉત્તમ નિર્વિકાર સુખને પામે છે. પરદુખવિનાશિની કરુણા પ્રસ્તાવનાના ૧ થી ૬ શ્લોકમાં જે પ્રકારે દુઃખી જીવોનું વર્ણન કર્યું છે, એ જીવોનાં દુઃખ દૂર કરવાની - વિનષ્ટ કરવાની જે મનુષ્ય એના હૃદયમાં કરુણા ભાવના ભાવે છે તે માણસ ભવિષ્યમાં સ્વયં શ્રેષ્ઠ અને ઉત્તમ સુખ પામે છે. એક વાત પોતાના મનમાં નિશ્ચિત કરી લો કે કોઈ પણ જીવને દુઃખી કરવાનો વિચાર ક્ષણભર પણ કરવાનો નથી. વિચારો તો દુઃખ દૂર કરવાના જ કરવાના છે. સ્વયં દુઃખ સહન કરીને પણ બીજાનાં દુઃખો દૂર કરવાની ભાવનામાં પ્રવૃત્ત થવાનું છે. એથી તમારા મનને કરુણા ભાવના ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ શાન્તિ અને આનંદની અનુભૂતિ થશે. જીવન સાર્થક લાગશે અને પુણ્યકર્મનો સંચય થશે. આ વિષયમાં રાજા રંતિદેવની એક વાત સંભળાવું છું. રાજા રતિદેવઃ દુષ્કાળને કારણે ધરતીનો ચહેરો સ્થળે સ્થળે ભયાનક બની ગયો હતો. લીલોતરીનું ક્યાંય નામનિશાન હતું નહીં. માણસોના ભોજનની અને જાનવરોના ચારાની તો વાત દૂર રહી, હવે તો પીવાનું પાણી શોધવા માટે માઈલો દૂર ભટકવું પડતું હતું. આર્યાવર્તનું સૌથી સુખી અને સંપન્ન રાજ્ય, આજે દુકાળના જડબામાં ફસાઈને ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યું હતું, મહારાજ રંતિદેવ સામાન્ય માણસોની પીડાથી પરેશાન હતા. તેમની સમજમાં આવતું ન હતું કે પોતાની પ્રાણપ્રિય પ્રજાને આ સંકટમાંથી કેવી રીતે ઉગારવી? જેમની ધર્મનિષ્ઠા, દયાળુતા, પરોપકારવૃત્તિ અને શક્તિ-સમૃદ્ધિની કથાઓ દેશ-દેશાન્તરમાં ગવાતી હતી; સંભળાવવામાં આવતી હતી તે પોતે આજે અસહાય હતા. રાજકોષ અને અન્નભંડાર ખાલી થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે રાજા અને રાજપરિવાર પણ ભૂખની પીડાથી વિકલ હતાં. ભિક્ષા માગવી તેમના સ્વભાવમાં ન હતું અને માગે તો પણ આપે ય કોણ? ચારે તરફ ભૂખમરાનું તાંડવ ચાલી રહ્યું હતું. રાજા રંતિદેવ, રાણી અને રાજકુમારની સાથે રાજમહેલમાંથી ચાલી નીકળ્યા. વનમાં કંદમૂળ, ફળ પાન.જે કંઈ મળ્યું યા વગર માગે જે કંઈ મળ્યું, કોઈએ કંઈ આપ્યું, એના દ્વારા પોતાની અને પોતાના પરિવારની ભૂખ-જ્વાળા શાન્ત કરતા હતા. તરસથી તપ્ત કંઠને ભીનો કરવા બે બિંદુ પાણી પણ મળવું મુશ્કેલ હતું. આવી પરિસ્થિતિ ૪૮ દિવસ સુધી ચાલતી રહી. રાજપરિવાર શારીરિક વૃષ્ટિથી દુર્બળ થતો ગયો, હવે આ ત્રણે જણાં પ્રભુનું નામસ્મરણ કરતાં જીવનની અંતિમ ક્ષણની પ્રતીક્ષા કરવા લાગ્યાં. ૪૯મા દિવસનો સૂર્યોદય થયો. થોડી વાર પછી રાજા રંતિદેવનો એક જૂનો મિત્ર આવ્યો અને સત્કારપૂર્વકમિષ્ટાનભોજન અને અનેકવ્યંજન-શાકઅર્પણ કર્યા પાણી પણ આપ્યું. ત્યારે એક બ્રાહ્મણે આવીને કહ્યું: “મહારાજ! હું ખૂબ જ ભૂખ્યો છું. કંઈ ભોજન હોય તો આપો. રંતિદેવે એ બ્રાહ્મણને આદર સાથે બેસાડીને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ તૃપ્ત થયો. આશીર્વાદ આપીને ચાલ્યો ગયો. રાજાએ બાકીના ભોજનના ત્રણ ભાગ કર્યા, એક ભાગરાણીને અને બાકીનો ભાગ રાજકુમારને આપ્યો. તેઓ પોતાનો ભાગલઈને ભોજન કરવા બેઠા, એવામાં જએકલુદ્રઅતિથિઆવ્યો, રાજાએ એને પણ ભોજન આપ્યું. તે પણ ભોજન કરીને ચાલ્યો ગયો. જે ભોજન બાકી હતું, તેમાંથી એક ૨૨૪ | શાન્તસુધારસઃ ભાગ ૩] Page #239 -------------------------------------------------------------------------- ________________ કોળિયો લઈને મુખમાં મૂકવા જતા હતા તેવામાં જ એકચંડાળ પોતાના કૂતરાને લઈને ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું “મહારાજ! અમારી રક્ષા કરો. હું અને મારો કૂતરો ઘણા દિવસોથીભૂખ્યા છીએ. ભોજન વગરઅમારા પ્રાણ નીકળી જશે. રતિદેવેબધું ભોજન તેને આપી દીધું. રાજાની પાસે હવે થોડુંક પાણી બચ્યું હતું. રાજાએ પાણીનું પાત્ર પાણી પીવા ઉપાડ્યું એવામાં જ સાંભળ્યું કે “હે મહારાજ! હું એક નીચ કસાઈ છું. તરસને લીધે મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે. જો આપ મને પાણી નહીં આપો તો હું મરણ પામીશ.' આટલું બોલતાં બોલતાં તે જમીન ઉપર પડી ગયો. રાજાએ એની પાસે જઈને તેને પાણી પાયું. પાણી પાતાં રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યાઃ હે પ્રભુ! જીવનની લાલસામાં વ્યાકુળ પ્રાણીના રૂપમાં આપ જ મારી સન્મુખ છો. આ જળ હું આપને જ સમર્પિત કરું છું. જળ આપતાં મારી ભૂખ, તરસ, દીનતા, ખિન્નતા, વિષાદ, મૂચ્છી આ બધું જ દુઃખ દૂર થઈ ગયું.’ અને રાજા લથડિયું ખાઈને નીચે પડી ગયા. પરંતુ એમને કોઈ કોમળ હાથોએ સંભાળી લીધા! શરીરને જરીયે વાગ્યું નહીં! એ આશ્ચર્યથી આંખો ખોલીને જોવા લાગ્યા. એમની સામે એક તેજસ્વી દેવ ઊભો હતો. તેણે કહ્યું: - ધન્ય છે મહારાજ આપને, બ્રાહ્મણ, શૂદ્ર, ચંડાળ અને કસાઈ કોઈમાં આપની ભેદબુદ્ધિ નથી. સૌમાં આપે આપનો આત્મા જ જોયો. આપની આ દિવ્ય કરુણાથી હું પ્રસન્ન છું. આપ ઇચ્છામાં આવે તે માગી લો.” ભાવવિભોર રંતિદેવના હૈયામાં દેવની વાત સાંભળીને ભાવબિંદુઓ છલકાયાં. ગદ્ગદ કંઠે તે બોલ્યા - नत्वहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामर्तिनाशनम् ॥ હે દેવેન્દ્ર, હું રાજ્ય, સ્વર્ગ અને પુનર્જન્મ ઇચ્છતો નથી. મને તો તમામ પ્રાણીઓનાં બધાં દુઃખ નષ્ટ કરવાની શક્તિ આપો, જેથી સર્વ જીવો દુઃખમુક્ત થઈ જાય.” કરુણા ભાવનાની આ ઉત્કટ વાત છે. એની ઉપર ચિંતન કરજો, બીજાંનાં દુખ દૂર કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરજે. આજે બસ, આટલું જ. [ કરુણા ભાવના છે. ૨૨૫] Page #240 -------------------------------------------------------------------------- ________________ elloTSIZN પ્રવચન કરૂણા ભાવના ૩ : સંકલના : ભગવાનની અપૂર્વ કરુણા. અશ્વાવબોધ - વાર્તા • ભગવાનની દેશનાઃ અશ્વને પૂર્વજન્મનું સ્મરણ. સ્થિર મનથી શાસ્ત્રશ્રવણ કરો. • અવિવેકી ગુરનો ત્યાગ કરો. ધર્માચાર્યનું એક સ્વપ્ન. - સદ્ગુરુનું એકાદ વચન પણ સાંભળતા રહો. હરિબળ માછીમાર - ભવને પેલે પાર • સાચા અને વાસ્તવિક માર્ગની પૃચ્છા ક્યાં કરવી? બહુશ્રુત મુનિની વિશેષતાઓ. • વ્યવહારમાર્ગમાં કોની સલાહ લઈશું? Page #241 -------------------------------------------------------------------------- ________________ सुजना ! भजत मुदा भगवन्तं, सुजना ! भजत मुदा भगवन्तम् । शरणागतजनमिह निष्कारणकरुणावन्तभवन्तं रे ॥ १ ॥ હે સજ્જનો ! હૃદયના હર્ષોલ્લાસ સાથે તમે ભગવાનનું ભજન કરો. પ્રભુની આરાધના કરો. જે પરમાત્મા શરણે આવેલાં પ્રાણીમાત્ર માટે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરુણાવાન છે.” क्षणमुपधाय मनः स्थिरतायां पिबत जिनागमसारम् । कापथघटना विकृतविचारं त्यजत कृतान्तमसारं रे ॥ २ ॥ ‘મનને જરા સ્થિર કરીને જિનાગમ-સારનું સુધાપાન કરો. ખોટા રસ્તાઓ તમને ભટકાવી દેશે. ખોટા અને શંકા-સંદેહવાળા વિચારોને પૂર્ણતયા છોડી દો.” परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतं प्रथयति परमानन्दं रे ॥ ३ ॥ અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે જે ગુરુને હિત-અહિત અને સારાખોટાનો ખ્યાલ ન હોય એને દૂર કરવા જોઈએ - એમનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે એવા અવિવેકી ગુરુ પોતાના વાક્યાતુર્યથી ભોળા અને ઓછી બુદ્ધિવાળા લોકોને ભટકાવી દે છે. જ્યારે સદ્ગુરુનું એકાદ વચન પણ સારી રીતે સ્વીકારવામાં આવે અને એ રીતે જીવવામાં આવે તો પરમાનંદનો અનુભવ થાય છે.” कुमततमोभरमीलितनयनं किमुपृच्छत पन्थानम् । दधिबध्या नर जलमन्थन्यां किमु निदधतमन्थानम् रे ॥४॥ ખોટા માર્ગ અને વિપરીત માન્યતાનો અંધકાર જેની આંખો ઉપર છવાઈ ગયો હોય એમની પાસે તું વાસ્તવિક માર્ગની પૂછપરછ કરે છે ? અરે પાણીને દહીં સમજીને મનુષ્ય જે તેને વલોવે તો શું મળે? ભગવાનની અપૂર્વ કરુણા: તમારે શું જોઈએ? તમે શા માટે દુનિયામાં આથડી આથડીને દુઃખી થઈ રહ્યા છો? શા માટે નિરાશ થઈને આંસુ વહાવો છો? તમે વીતરાગ પરમાત્માને શરણે ચાલ્યા જાઓ. હર્ષોલ્લાસની સાથે તેમની મનવચનથી સેવા કરો. એ પરમ કરણાવાન છે. તમારાં દુઃખ દૂર કરશે અને મનોવાંચ્છિત સુખ મળશે. પરમાત્માની કરેલી આરાધના, ભક્તિ, સેવા નિષ્ફળ નથી જતી. તમે પૂર્ણ વિશ્વાસથી પ્રભુનું શરણું લઈ લો. એમના જ શરણમાં જીવન સમર્પિત કરી દો. પરમાત્મા કેવા કરુણાવંત હોય છે એનું એક શાસ્ત્રીય દ્રષ્ટાંત સંભળાવું છું - એ દ્રષ્ટાંત છે ૨૦મા તીર્થંકર મુનિ સુવ્રતસ્વામીનું. કરણા ભાવના ૨૨૭ | Page #242 -------------------------------------------------------------------------- ________________ અશ્વને પ્રતિબોધ કરવા એક રાતમાં ૬૦ યોજન વિહારઃ રાજગૃહી નગરીના નીલગુહા ઉદ્યાનમાં ભગવાન મુનિસુવ્રતને કેવળજ્ઞાન પ્રકટ થયું. કેવળજ્ઞાનના આલોકમાં તેમણે ચરાચર વિશ્વને પ્રત્યક્ષ જોયું અને જાણ્યું. ત્રણે કાળનાં તમામ દ્રવ્યોનાં પયયોને જોયા. - તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી, - ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, - ગણધરોની સ્થાપના કરી અને - ધર્મદશના આપી. સમવસરણ વિસર્જિત થયો.ભગવાન દેવછંદામાં પધાર્યા, સૂર્ય અસ્તાચળ ઉપર ડૂબી રહ્યો હતો. ભગવાન મુનિસુવ્રતે શ્રમણોને કહ્યું: હે શ્રમણો ! અત્યારે જ આપણે ભરૂચ તરફ વિહાર કરવાનો છે. સવારે ભરૂચ પહોંચી જવાનું છે.” શ્રમણોએ કહ્યું: “ભગવન! જેવી આપની આજ્ઞા.' ભગવાને રાત્રિના પ્રારંભમાં જ વિહાર કરી દીધો. એક રાત્રિમાં ૬૦ યોજન વિહાર કરીને પ્રભાતમાં ભરુચના બાહ્યોદ્યાનમાં પહોંચી ગયા. દેવોએ સમવસરણની રચના કરી, ભરુચની ગલી ગલીમાં ધર્મયીવન રમમાણ થયું. વનપાલકે જઈને રાજા જિતશત્રુને નિવેદન કર્યું - “મહારાજ! ત્રણે ભુવનના તારણહાર તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી વિશાળ મુનિવૃંદની સાથે બાહ્યોદ્યાનમાં પધાર્યા છે અને દેવોએ દિવ્ય સમવસરણની રચના કરી છે.” રાજા જિતશત્રુ રોમાંચિત થઈ ગયા. ઊભા થઈને હર્ષથી વનપાલકને રહાર ભેટ આપ્યો અને મંત્રીને આજ્ઞા આપી કે “ભરુચમાં સર્વત્ર ઢંઢેરો પિટાવો કે નગરના બાહ્યોદ્યાનમાં ભગવાન મુનિસુવ્રત પધાર્યા છે અને તેમનું સમવસરણ મંડાયું છે. ભગવાનનાં દર્શન કરવા અને એમનો ઉપદેશ સાંભળવા સર્વ પ્રજાજનો આવે. મહારાજા પણ સપરિવાર પધારી રહ્યા છે.' ભરૂચની ગલગલીમાં અને રાજમાર્ગ ઉપર આ ઉદ્ઘોષણા થવા લાગી. પ્રજાજન હર્ષવિભોર બન્યાં. સુંદર, શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર ધારણ કરીને સમવસરણમાં જવા લાગ્યાં. સમવસરણની દિવ્ય શોભા નિહાળીને સર્વ લોકો રોમાંચિત થયા. સમવસરણમાં રત્નજડિત સિંહાસન ઉપર બિરાજમાન ભગવાન મુનિસુવ્રતનું અદ્વિતીય-અદ્ભુત રૂપ જોઈને ભરુચની પ્રજા ભાવવિભોર બની ગઈ. રાજા જિતશત્રુ પોતાના અતિપ્રિય અશ્વ ઉપર આરુઢ થઈને સપરિવાર [૨૨૮ | શાન્તસુધારસ : ભાગ ૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં પધાર્યા, અશ્વ ઉપરથી ઊતરીને ભગવાનને ભાવપૂર્વક વંદના કરી, કુશળપૃચ્છા કરીને યોગ્ય સ્થાને બેઠા. રાજાનો અશ્વ રાજાની પાસે જ ઊભો રહ્યો. ભગવાનની દેશના - અશ્વને પૂર્વજન્મનું સ્મરણ ભગવાને ધર્મદેશનાનો પ્રારંભ કર્યો - મહાનુભાવો ! આ સંસાર અનાદિ-અનંત છે. સંસાર દુઃખરૂપ છે, દુઃખલક છે અને દુઃખોની પરંપરા છે. સંસાર દુઃખોનો દાવાનળ જ છે. કદીય આ દાવાનળ બુઝાતો નથી. એટલા માટે જે જીવાત્મા પ્રબુદ્ધ થાય છે, મોહનિદ્રામાંથી જાગ્રત થાય છે એ દાવાનળમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ગૃહસ્થ જીવનમાં આ ધર્મપુરુષાર્થ મુખ્યરૂપે બે પ્રકારનો છે ઃ એક જિનપૂજા, બીજો ગુરુસેવા. પરમાત્મા અને સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી જીવોને શ્રદ્ધા, સંવેગ, નિર્વેદ અનુકંપા અને પ્રશમની પ્રાપ્તિ થાય છે. વ્રત-મહાવ્રત ગ્રહણ કરવાની પ્રેરણા મળે છે અને મોક્ષમાર્ગની આરાધના કરવા જીવ શક્તિમાન થાય છે. પ્રતિદિન ત્રિકાળ જિનપૂજા કરવા જિનમંદિરનું નિર્માણ કરવું જોઈએ. જિનમંદિરમાં જિનમૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પથ્થરની, સોનાની, રત્નની પ્રતિમા બનાવી શકો છો. વીતરાગ અવસ્થાની મૂર્તિનું પ્રતિદિન પ્રભાતમાં, મધ્યાહ્ને અને સંધ્યા સમયે દર્શન, પૂજન, સ્તવન કરવું જોઈએ. આ કરવાથી ચિત્તના સંતાપ દૂર થાય છે. ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે છે. ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ મળે છે. આત્મા મહાત્મા બને છે. સદ્ગુરુના પરિચયથી મોક્ષમાર્ગનું જ્ઞાન મળે છે. ધર્મપુરુષાર્થ કરવાની શક્તિ મળે છે. એટલા માટે સમર્થ સદ્ગુહસ્થોએ જિનમંદિરનું નિર્માણ કરવું જોઈએ.’ ભગવાન મુનિસુવ્રતનો આ ઉપદેશ હેતુલક્ષી હતો, જેમ દેવ અને મનુષ્ય ઉપદેશ સાંભળે છે એમ રાજા જિતશત્રુનો અન્ય પણ પોતાની ભાષામાં ઉપદેશ સાંભળી રહ્યો હતો. તીર્થંકરની વાણી પ્રત્યેક જીવાત્મા પોતપોતાની ભાષામાં સમજી શકે છે. રાજાના પ્રિય અશ્વને ઉપદેશ સાંભળતાં સાંભળતાં પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયા ! પૂર્વજન્મ યાદ કરાવવા માટે જ આ પ્રકારનો ઉપદેશ આપવામાં આવ્યો હતો અને આ ઉપદેશ આપવા માટે તો પ્રભુએ એક રાતમાં ૬૦ યોજન વિહાર કર્યો હતો. અશ્વ ચારે પગે નાચવા લાગ્યો. હર્ષધ્વનિ કરવા લાગ્યો. એણે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી. પરમાત્માની સામે, પરમાત્માની દૃષ્ટિમાં વૃષ્ટિ મેળવીને ઊભો રહ્યો. પછી તે ધીમે ધીમે બેસી ગયો. સમવસરણમાં સોપો પડી ગયો. અલ્પ સમયમાં જ અશ્વનું મૃત્યુ થઈ ગયું. રાજા જિતશત્રુ હતપ્રભ અને વ્યાકુળ થઈ ગયો. પ્રિય અશ્વના મોતથી રાજાની આંખો કરુણા ભાવના ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ ભરાઈ આવી. એ સમયે ભગવાને કહ્યું: રાજનું ! શોક ન કર. તારા અશ્વનો જીવ ઉત્તમ હતો. મરીને તે આઠમા દેવલોકમાં દેવ બન્યો છે. એનો જન્મ દેવગતિમાં થયો છે.' ભગવાન મુનિસુવ્રતનાં વચનો સાંભળીને જિતશત્રુએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંસુ લૂછીને બે હાથ જોડી, મસ્તક નમાવી વિનંતિ કરી કહ્યું હે ત્રિકાળ જ્ઞાની ભગવંત! હે કરુણાવંત! આપે જે કહ્યું તે સત્ય છે. હું માનું છું કે મારો પ્રિય અશ્વ દેવગતિમાં ઉત્પન્ન થયો છે. આ સાંભળીને મારો શોક દૂર થયો છે. પરંતુ પ્રભો! મારા મનમાં એક જિજ્ઞાસા જાગી છે. આપ આજ્ઞા આપો તો હું જિજ્ઞાસા પ્રકટ કરું.” “રાજન ! પૂછ, જે પૂછવું હોય તે.' પ્રભુ! આપ એક રાતમાં ૬૦યોજનનો વિહાર કરીને અહીં પધાર્યા, મારા અશ્વે ઉપદેશ સાંભળ્યો, તે હર્ષથી નાચ્યો, આપને ત્રણ પરિક્રમા આપી. આપને વારંવાર વંદના કરી અને તે મરી ગયો. આ તમામ વાતો મને રહસ્યપૂર્ણ લાગી છે. કૃપા કરીને આ રહસ્યની સ્પષ્ટતા કરો તો મને ઘણો સંતોષ થશે, મનનું સમાધાન થશે.” રાજ! આ અશ્વ મારો પૂર્વભવનો મિત્ર હતો. મેં મારા જ્ઞાનમાં એને તારે ત્યાં અથરૂપે જોયો. એનું અલ્પાયુષ્ય જોયું. એને પ્રતિબોધ આપવા માટે રાત્રે ૬૦યોજન ચાલીને અહીં આવ્યો ! એને સદ્ગતિ થઈ... મિત્રધર્મનું પાલન કર્યું !' પરમાત્મા કેવા પરમ ઉપકારી હોય છે તે તમે જોયું ને? એટલા માટે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાન બનો. એમના શરણમાં રહો. એમનાં ગીત ગાતાં રહો. હર્ષથી એમનાં દર્શન-પૂજન કરો, સ્તુતિ-પ્રાર્થના કરો. બીજી વાત ગ્રંથકારે કહી છે - જિનાગમ એટલે કે સમ્યગૃજ્ઞાનનું પ્રતિદિન પાન કરો. સદ્ગુરુની પાસે વિનયપૂર્વક બેસીને સાંભળો. પરંતુ મનને સ્થિર કરીને સાંભળજો. સામુપાય મન થિતયાન ! થોડી ક્ષણો માટે મનની ચંચળતા દૂર કરીને શાસ્ત્રશ્રવણ કરવું જોઈએ. જે શાસ્ત્રશ્રવણ, જ્ઞાનપ્રાપ્તિ ન કરી તો ખોટા માર્ગે ભટકાશો. મનમાં પોતાના જ ધર્મના વિશે શંકાઓ અને સંદેહ ભરાઈ જશે અને તમે શ્રદ્ધાભ્રષ્ટ થઈ જશો. સ્થિર મનથી શાસ્ત્રશ્રવણ કરો: પ્રકૃતિની પ્રતિકૂળતા, જમાનાનો દોષ, કળિયુગનો પ્રવાહ અને ભાગ્યનું ચક્ર આદિ કારણો બતાવીને પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન ન કરો. એનાથી કશું સમાધાન નથી મળતું. તથ્યના મૂળ સુધી પહોંચવું હોય તો એનિષ્કર્ષ સુધી પહોંચવું પડશે કે વ્યક્તિની અન્તસ્થિતિ જે પ્રગતિ યા તો અવગતિ માટે જવાબદાર છે. મનનો એ વિવેક હોવો જોઈએ કે શું કરવું અને શું ન કરવું? આ નિર્ણય-નિશ્ચય | ૨૩૦ ા ા શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #245 -------------------------------------------------------------------------- ________________ તમારે જ કરવાનો છે. શરીર તો મનનો આજ્ઞાવર્તી સેવક માત્ર જ છે. મન જેવું કહે છે, આદેશ આપે છે એવું જ શરીર કરે છે. તમે નિર્ણય કરો કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે શાસ્ત્રોનું શ્રવણ કરવાનું છે, દ્રઢ નિર્ણય કરવાનો છે, ત્યારે એવા જ્ઞાની સદ્ગરનું સાનિધ્ય પ્રાપ્ત થશે! તમારું સંકલ્પબળ એવા જ્ઞાની પુરુષનો સંપર્ક કરાવી દેશે અને તમે જિનાગમોના અમૃતનું પાન કરી શકશો. હા, જિનાગમોનું શ્રવણ કરવું હોય તો આડીઅવળી ફાલતું ચોપડીઓ નવાંચો. આવાં નિમ્નસ્તરના સાપ્તાહિકોમાસિકો વગેરે ન વાંચો. ગમે તેવા વક્તાઓનાં ભાષણો ન સાંભળો. જિનધર્મથી પર, એવા અજ્ઞાની - મિથ્યાજ્ઞાનીના કુતક પ્રચુર ભાષણ પણ ન સાંભળો. નહીંતર તમે ખોટા માર્ગે ભટકાઈ જશો. આ સંસાર છે, સંસારમાં અનેક પ્રકારના લોકો હોય છે. વાણી મધુર હોય, તર્કબદ્ધ હોય છે. કેટલાંય વૃચંતો હોય છે. તમે સાંભળીને નાચી ઊઠો. તમને પસંદ પડે તેવી વાતો કરે છે ! પરંતુ તમે અંદર ઊતરશો ત્યારે જ ઈન્દ્રજાળનું રહસ્ય જાણી શકશો. તમારા મનમાં જિનધર્મ વિશે શંકા-કુશંકાઓ ભરી દેશે.. બીજા બધા ખોટા છે, અમે જ સાચા છીએ..” એવી જ વાતો કરશે. ખાવાપીવામાં અને વૈષયિક સુખ ભોગવવામાં એ લોકો કોઈ રીતે અટકતા નથી! હા, એમનાં આશ્રમો હોય છે, સુંદર સ્થાનો હોય છે, ત્યાં સારી સગવડો પ્રાપ્ત થાય છે. જો તમારું મન ગુણસંપન્ન ગુણપક્ષપાતી નહીં હોય અને સુખરાગી હશે તો સુખપક્ષપાતી હશે, તો તમે નિશ્ચિતરૂપે પથભ્રષ્ટ થઈ જશો. કુપથી ઉપર ચાલ્યા જશો. એટલા માટે સમય કાઢો, સદ્ગરનો સંપર્ક કરો અને જિનમાર્ગનાં શાસ્ત્રોનું વિનયપૂર્વક અધ્યયન કરો. ' અવિવેકી ગુરુનો ત્યાગ કરો: જિનાગમોનું અમૃતપાન કરવા માટે તમારે ગુરુની પાસે જવું પડશે. ત્યાં સાવધાની બતાવતાં ગ્રંથકાર કહે છે - અહિયો ગુઝરવિવેકી i અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ. જે ગુરુને હિત-અહિતનું જ્ઞાન ન હોય, સારાખોટાનો ખ્યાલ ન હોય, એવા અવિવેકી ગુરુથી દૂર રહેવું જોઈએ. આવા ગુરુ હિતકારીને અહિતકારી બતાવશે અને અહિતકારીને હિતકારી બતાવશે. જે વાસ્તવમાં સુખકારી હશે એને દુખકારી બતાવશે અને દુઃખકારી હશે તેને સુખકારી કહેશે! આવા ધૂર્ત ગુરુ પોતાની વાક્યાતુરીથી ભોળા -ઓછી બુદ્ધિના લોકોને ભટકાવી મારે છે. એક એવા જ ધમચાર્યની ઉપનયકથા સંભળાવું છું. [ કરુણા ભાવના , ' ૨૩૧] Page #246 -------------------------------------------------------------------------- ________________ ધર્માચાર્યનું એક સ્વપ્ન ઃ એક ધર્માચાર્યને એ વાતનું ભારે ઘમંડ હતું કે એમની દેશ-દેશાન્તરમાં મોટી ખ્યાતિ છે. તેમને ખૂબ વિશાળ શિષ્યસમુદાય છે. અપાર ધનસંપત્તિ છે. વૈભવ છે. અનેક શાસ્ત્રો કંઠસ્થ છે. એમનો પૂરો વિશ્વાસ હતો કે મર્યા પછી સ્વર્ગમાં દેવતાઓ એમનું સ્વાગત કરશે, સ્વર્ગમાંથી દેવેન્દ્ર જાતે જ એમને આવકારવા આવશે. એક દિવસે ધર્માચાર્યને ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે એ મરીને સ્વર્ગના દરવાજા ઉપર પહોંચી ગયા છે, પરંતુ એ જોઈને એમને ઘણું આશ્ચર્ય થયું કે સ્વર્ગના દ્વારે ન કોઈ સ્વાગત માટે આવ્યું છે કે ન તો દેવેન્દ્ર પણ આવ્યા છે. સર્વત્ર સૂનકાર જોઈને એ સ્તબ્ધ થઈ ગયા. એમણે જોયું કે સ્વર્ગના દરવાજા પણ બંધ છે. દરવાજા વિશાળ . હતા, એઓ દરવાજા ખટખટાવવા લાગ્યા. પરંતુ આવડા મોટાં દરવાજા ઉપર એમની થપાટ દેડકાના ઢોલ બજાવવાથી વધારે ન હતી. કલાકો વીતી ગયા, પરંતુ દરવાજો ન ઊઘડ્યો. એ વિચારમાં પડી ગયા કે ક્યાંક હું વહેલો તો મરીને અહીં નથી આવ્યો ને ? વિચાર્યું કે એક વાર ફરીથી દરવાજો ખટખટાવું. ફરી વાર પ્રયત્ન કરતાં એક બારી ખૂલી. કોઈકે નજર કરી. ધર્માચાર્યને લાગ્યું કે કોઈ સૂર્ય ઊગી નીકળ્યો છે. ધર્માચાર્ય ગભરાઈને આડાશે ઊભા રહીને કહેવા લાગ્યા ઃ પરમદેવ ! આપ જરા પાછા પડો, હું આપનો પ્રકાશ સહન કરી શકતો નથી.’ એમને જવાબ મળ્યો : 'ક્ષમા કરો દેવ, હું તો અહીંનો દ્વારપાળ છું. દેવેન્દ્ર અને મારી વચ્ચે તો લાખો યોજનનું અંતર છે. મને તો હજુ સુધી એ દેવેન્દ્રનાં દર્શનનો અવસર જ મળ્યો નથી.’ આ વચન સાંભળીને ધર્મગુરુ ગભરાયા, છતાં પણ એમણે છુપાઈને કહ્યું : ‘તમે દેવેન્દ્રને સૂચના આપી દો કે ધરતી ઉપરથી અમુક ધર્મગુરુ આવ્યા છે. ધરતી ઉપર મારી ખૂબ ખ્યાતિ હતી. મારું નામ એમણે જરૂર સાંભળ્યું હશે.’ દ્વારપાળે કહ્યું : ‘ક્ષમા કરો, પહેલાં તો આપ એ બતાવો કે આપ કઈ ધરતી ઉપરથી આવ્યા છો ?' હવે તો ધર્મગુરુ ચમક્યા. કઈ પૃથ્વી ઉપરથી'નો શો અર્થ? ‘અરે, તમે એટલું પણ નથી જાણતા કે ત્યાં મારા લાખો અનુયાયીઓ વસે છે ?' આ સાંભળી દ્વારપાળે મહામહેનતે પોતાના હાસ્યને રોકીને કહ્યું : ‘તો આપનું જ્ઞાન અતિ અલ્પ છે. બ્રહ્માંડમાં અનેક પૃથ્વીઓ છે. તો તમે તમારી પૃથ્વીનો સાચો નંબર બતાવો.' હવે ધર્મગુરુ ગૂંચવાડામાં પડી ગયા. એ તો વિચારતા હતા કે એમની ખ્યાતિ અને વૈભવની જાણકારી નિશ્ચિત રૂપે દેવેન્દ્રને હશે, ત્યાં તો દ્વારપાળે કહ્યું : “ચાલો, પૃથ્વીનો સાચો નંબર નહીં તો આપની આકાશગંગા અથવા સૌરમંડળનું નામ બતાવી દો. જેથી નોંધ જોઈને જાણકારી મેળવી શકાય કે આપ ક્યાંથી આવી રહ્યા શાન્તસુધારસ : ભાગ ૩ ૩૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ છો ?’ આ સાંભળીને ધર્મિચાર્યના આશ્ચર્ય અને પરેશાનીની સીમા ન રહી. એ વિચારવા લાગ્યા : ‘જીવનભર આડુંઅવળું કરીને, પ્રશંસા મેળવીને, અનુયાયીઓની સંખ્યા વધારવામાં જ મંડ્યો રહ્યો, પોતાની તુચ્છતાને જ પોતાની મહાનતા સમજતો રહ્યો. કદી દેવરાજ ઇન્દ્રના વિરાટ સ્વરૂપની કલ્પના ય ન કરી' આ ગભરાટમાં અને રઘવાટમાં એની નિદ્રા ઊડી ગઈ. સદ્ગુરનું એકાદ વચન પણ સાંભળતા રહો : સદ્ગુરુનું એકાદ વચન પણ શ્રદ્ધાથી સાંભળો તો આપણને જાગૃત કરનારું બને, આપણા અંતઃકરણને જગાડે છે. એ આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. કદાચ આપણે ક્યાંક ભટકાઈ પડ્યા હોઈએ તો એ ગુરુવચનથી ભટકી ગયાનો ખ્યાલ આવે છે. સદ્ગુરુના વચનથી કેટલાય લોકોના જીવનમાં અકલ્પનીય - સુંદર પરિવર્તનો આવ્યાં છે અને હજી પણ આવી રહ્યાં છે. રિબળ માછીમાર - ભવને પેલે પાર ઃ અતિ પ્રાચીન સમયની આ વાર્તા છે. કંચનપુર નામનું નગર હતું. એ નગરમાં ‘હિરબળ' નામનો એક માછીમાર રહેતો હતો. શાંત અને સરળ પ્રકૃતિના હરિબળને પત્ની મળી હતી અવિવેકી, અવિચારી અને કર્કશા ! એનું નામ હતું સત્યા ! અસત્યનું આચરણ કરનારીનું નામ હતું સત્યા ! સંસારમાં આવાં ગુણ વિનાના માનવીઓનાં ગુણવાળાં નામો સાંભળવા મળે છે. હરિબળ પોતાની પત્નીથી હંમેશાં ડરતો હતો. સ્વપ્નમાં પણ એને પત્નીનું સુખ ન હતું. એક મહર્ષિએ કહ્યુ છે ઃ અનાર્ય ગામમાં રહેવું, મૂર્ખ રાજાની સેવામાં રહેવું, કુપથ્ય-ભોજન કરવું, ક્રોધી પત્ની હોવી, ઘણી કન્યાઓ હોવી અને દરિદ્રતા હોવી, આ પૃથ્વી ઉપરની નરક છે ! હરિબળને મુનિસંપર્ક : હરિબળ સૌમ્ય મુખાકૃતિવાળો હતો. એનો માછીમારનો ધંધો વંશપરંપરાગત હતો. છતાં એ વિવેકી હતો, વિનયી હતો. એક દિવસ એ માછલાં પકડવા જાળ લઈને નદીના કિનારે ગયો. ત્યાં કિનારા પર ઊભેલા એક સાધુપુરુષને જોયા. હરિબળે વિનયથી બે હાથ જોડી નમસ્કાર કર્યા. મુનિરાજે હરિબળ સામે બે ક્ષણ જોયું અને પૂછ્યું ઃ ‘હે ભદ્રપુરુષ, તું કોઈ ધર્મ જાણે છે ?” કરુણા ભાવના ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ હરિબળે કહ્યું : “મહાત્મા, હું તો સ્વકુળાચારને ધર્મ માનું છું અને એ ધર્મને એકાગ્રચિત્તે આરાખું છું.' મુનિરાજે કહ્યું ઃ ‘હે ભદ્ર ! એવો કુળાચાર ધર્મ ન કહેવાય કે જેમાં હિંસા થતી હોય, દુરાચાર સેવાતો હોય અને બીજાં નિંદિત કાર્યો થતાં હોય. હીન કક્ષાનો કુળાચાર પાળવાનો ન હોય, તે તો છોડવાનો હોય. સાચો ધર્મ તો જીવદયાનો છે ! જીવદયાનો ધર્મ કલ્પવૃક્ષ સમાન છે. તમે જે માગો તે આપે. તે નિરંતર સુખ આપનાર છે. જીવહિંસા તો મહાપાપ છે. જીવહિંસા કરનાર આ ભવમાં અને પરભવમાં દુઃખ પામે છે. ભાઈ, તું સરળ છે. જો તું દુઃખોથી કંટાળ્યો હોય, દુઃખ ટાળવા ઇચ્છતો હોય, સુખ પામવાની તારી અભિલાષા હોય તો હે માછીમાર, તું જીવદયાના ધર્મનું પાલન કર.’ હરિબળે કહ્યું : ‘હે મહાત્મા, તમે કહ્યું તે સાચું છે. દયા જ સાચો ધર્મ છે. પરંતુ હું માછીમાર છું. મારો ધંધો જમાછલાં પકડવાનો અને મારવાનો છે. તો હું કેવી રીતે જીવદયા પાળી શકું ?’ મુનિરાજે કહ્યું ઃ ખેર, તું તારો ધંધો છોડી ન શકતો હોય તો એક નિયમ પાળજેતારી જાળમાં જે પહેલું માછલું આવે, તેને તું જીવતું છોડી દેજે ! જો તું આ એક નિયમનું સારી રીતે દૃઢતાપૂર્વક પાલન કરીશ તો તને મહાન્ સુખની પ્રાપ્તિ થશે. વ્રતના વૃક્ષને ભાવના પાણીથી રોજ સીંચજે.’ હરિબળ વ્રત લે છે : તેણે મુનિરાજ પાસે વ્રતનો સ્વીકાર કર્યો : મહાત્મા, મારી જાળમાં જે પહેલું માછલું પકડાશે, એને હું છોડી દઈશ, એના પ્રાણ નહીં લઉં.’ મુનિરાજ હરિબળને પ્રતિજ્ઞા આપી, આશીર્વાદ આપી ચાલ્યા ગયા. હરિબળના મનમાં આજે અપાર આનંદનો અનુભવ થવા લાગ્યો. તેણે પોતાની જાતને કૃતાર્થ માની. એણે નદીમાં પોતાની જાળ નાખી. પાણી ઊંડું હતું. એની જાળમાં એક મોટો મત્સ્ય આવી ગયો...આવો મોટો મત્સ્ય ક્યારેય એની જાળમાં ફસાયો ન હતો. એ રાજી થયો પણ એને નિયમ યાદ હતો. એણે જાળ ખેંચી લીધી. મત્સ્યના ગળે એક કોડી બાંધીને એને પાછો પાણીમાં નાખી દીધો. ફરીથી એણે પાણીમાં જાળ નાખી. પરંતુ બીજી વાર પણ એ જ મત્સ્ય જાળમાં આવી ગયો. પાછો એને પાણીમાં વહાવી દીધો ! ત્રીજી વાર જાળ નાખી.... પેલો જ મત્સ્ય જાળમાં આવ્યો. પાછો એને પાણીમાં પધરાવી દીધો. રિબળે જગા બદલી. નદીના દૂરના કાંઠે જઈને એણે જાળ નાખી... ત્યાં પણ એ જ મત્સ્ય જાળમાં આવ્યો ! આ રીતે, સંધ્યા થઈ ગઈ છતાં જાળમાં એનો એ જ ૨૩૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ એક મત્સ્ય આવતો રહ્યો અને હરિબળ એને છોડતો રહ્યો. એને એક પણ માછલી મળી નહીં. છતાં એના મનમાં નિયમ લીધાનો કોઈ પશ્ચાત્તાપ થયો નહીં. નિયમનું દ્રઢતાથી પાલન કર્યું. છેલ્લે છેલ્લે જ્યારે હરિબળે પોતાની જાળમાં આવેલા એ મત્સ્યને પાણીમાં તરતો મૂક્યો ત્યારે એ મત્સ્ય મનુષ્ય-વાણીમાં બોલ્યોઃ દેવ પ્રસનઃ હે સાહસિક ! હે સત્ત્વશીલ ! તારા સત્ત્વથી હું તારા પર પ્રસન્ન થયો છું, તુષ્ટમાન થયો છું. માટે વચન માગ. તું જે માગીશ તે હું આપીશ.” હરિબળે કહ્યું તું તો મત્સ્ય છે ! તું મને શું આપીશ?” મન્ચે કહ્યું: હરિબળ, તું મને મત્સ્ય ન માનીશ. હું તો લવણસમુદ્રનો અધિષ્ઠાયક દેવ છું. તારા નિયમપાલનની વૃઢતાની મેં પરીક્ષા કરી. નિયમ લઈને દૃઢતાથી તેં નિયમનું પાલન કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. એટલે તું જે વરદાન માગીશ, તે હું આપીશ.' મત્સ્યની વાણી સાંભળી હરિબળ હર્ષિત થઈ ગયો. તેણે કહ્યું: હે દેવ, જ્યારે મને કોઈ દુઃખ આવે, આપત્તિ આવે ત્યારે તત્કાલ મને તમે છોડાવજો. હું આટલું વચન માગું છું.' દેવે વરદાન આપ્યું અને તે અદ્રશ્ય થઈ ગયો. સૂર્ય અસ્ત થઈ ગયો હતો. હરિબળ વિચારે છેઃ “આજે એક પણ માછલી પકડાણી નથી. આજે જો હું ઘેર જઈશ તો મારી પત્ની મારી સાથે ઝઘડો કરશે જ. માટે આજે હું અહીં દેવીના મંદિરમાં રાત રોકાઈ જાઉં.' દેવીની મૂર્તિને પ્રણામ કરી તે મંદિરના ઓટલે બેઠો. એણે વિચાર્યું: હું તો માછીમાર છું, છતાં મને મારા લીધેલા નિયમનું ફળ મળ્યું! આજે જ મળ્યું. માત્ર એક જ જીવને અભયદાન આપ્યું તો દવે મારા પર પ્રસન્ન થઈ વરદાન આપ્યું. હવે જો હું સર્વ જીવોની દયા પાળું તો મને કેટલું બધું ફળ મળે? ખરેખર, તે લોકો ધન્યાતિધન્ય છે કે જેઓ સર્વે જીવોની દયા પાળતા હશે. મને ધિકકાર છે કે હું હંમેશાં જીવોને મારું છું. જો કોઈ પણ રીતે મારી આજીવિકાનો નિહિ થઈ જાય તો હું આ ઘોર હિંસાનો ત્યાગ કરી દઉં. મને મહાત્માએ સમજાવ્યું કે હિંસા તો વિષલતા. છે, સુકૃતનો નાશ કરનારી છે.' આ રીતે સરળ પ્રકૃતિવાળો હરિબળ વિચાર કરતો-કરતો મંદિરમાં ઊંઘી ગયો. બીજી બાજુ નગરમાં એક બીજી રોમાંચક ઘટના બની. હરિબળ નામના એક કરુણા ભાવના . ૨૩૫] Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીપુત્ર સાથે ત્યાની રાજકુમારી પ્રેમમાં પડી. કાળી ચૌદસના દિવસે રાત્રે નગરની બહાર દેવીના મંદિરમાં મળવાનું નક્કી કર્યું. એ આ જ દિવસે હતો કે જ્યારે પેલો હરિબળ માછીમાર દેવીના મંદિરમાં જઈને સૂતો હતો. શ્રેષ્ઠીપુત્ર હરિબળ વિચારે છે - “રાજકુમારી તો કામપરવશ બની છે, ઘેલી થઈ છે, પણ હું એવો ઘેલો નથી. વળી સ્ત્રી જાત છે, કંઈક કપટ કરે તો? ભવિષ્યમાં એની સાથે હું સુખી જ થઈશ એની ખાતરી શું? વળી, આ તો રાજકુમારી છે. હું રાજાનો અપરાધી થાઉં. રાજા જાણે તો મને પકડીને શૂળી પર ચઢાવે. માતા-પિતાનો.વિયોગ. થાય, એ મને કેમ પોસાય? મારે કોઈ વિશેષ પરિચય રાજકુમારી સાથે નથી. માત્ર આંખો મળી અને એણે મને પત્ર લખ્યો, એટલું જ! ના, મારે જવું નથી.' વણિકપુત્ર હતો ને! એટલે સ્વાભાવિક રીતે બીકણ હોય! એક સુભાષિતમાં કહેવાયું છેઃ “સ્ત્રીમાં કપટભાવ ઘણો હોય, વણિકમાં ભય ઘણો હોય, ક્ષત્રિયમાં રોષ ઘણો હોય અને બ્રાહ્મણમાં લોભ ઘણો હોય.' પેલી રાજકુમારી સાહસિક હતી. નિશ્ચિત કરેલા દિવસે, તે રત્નો, આભૂષણો, વસ્ત્રો વગેરેનો થેલો ભરી કાલિકાદેવીના મંદિરે પહોંચી ગઈ. રાત્રિનો પહેલો પહોર પૂરો થયો હતો. મંદિરમાં આવીને તેણે ધીરેથી હરિબળ... ઓ હરિબળ તું ક્યાં છે? હું આવી ગઈ છું.' હરિબળને પત્ની મળે છે? માછીમાર હરિબળ જાગી ગયો હતો. તેણે મંદિરના દરવાજા પર દેવીના જેવી દિવ્ય વસ્ત્ર-અલંકારથી સુશોભિત રાજકુમારીને જઈ. એનાં હરિબળ. ઓ હરિબળ એવાં મધુર વચન પણ સાંભળ્યાં. તે રાજી થયો. વિસ્મય પામ્યો. તેણે માત્ર હું હું કરીને જવાબ આપ્યો. હુંકાર સાંભળીને રાજકુમારી બોલી - સ્વામિનાથ ! ઝટ તૈયાર થઈ જાઓ. અત્યારે જ દેશાંતર જવા નીકળવાનું છે.” મંદિરમાં ઘોર અંધારું હતું. એકબીજાની માત્ર આકૃતિ જ દેખાતી હતી. હરિબળ વિચારે છે: “મારા નામનો બીજો કોઈ હરિબળ હશે. તેની સાથે આ કન્યાએ સંકેત કર્યો હશે. પણ વિના મહેનતે મને સ્ત્રી મળે છે, પ્રેમથી બોલાવે છે, તો શા માટે તેની સાથે ન જાઉં?” એમ વિચારીને તે મંદિરની બહાર નીકળ્યો. રાજકુમારી એની પાછળ ચાલી. હરિબળ વિચારે છે - “આ બધું સુખ, એક જીવની દયા કરવાથી મને મળ્યું છે. હવે મારે માછીમારનો ધંધો કરવો નથી.” તેણે માછલાં પકડવાની જાળ ફેંકી દીધી. થોડું ઝખું અજવાળું થયું એટલે કુમારીએ હરિબળને માત્ર લંગોટીભેર જોયો. તેણે પૂછ્યું: ‘તમે આમ કેમ છો ? તમારી પાસેથી વસ્ત્ર, અલંકાર, વાહન કોઈ લઈ િ૨૩૬ શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #251 -------------------------------------------------------------------------- ________________ ગયું ? લૂંટી ગયું ?’ હરિબળે જવાબમાં માત્ર હુંકાર જ કર્યો. રાજકુમારી સમજી કે “એનું બધું લૂંટાઈ ગયું લાગે છે, માટે તે ખિન્ન થઈને માત્ર હુંકાર કરે છે.’ તેણે પોતાના થેલામાંથી સુંદર વસ્ત્ર અને અલંકાર કાઢીને આપ્યા અને કહ્યું : ‘હે પ્રિય ! મારી પાસે વિપુલ ધન છે, માટે તમે ચિંતા ના કરશો. આપણી ઇચ્છા પૂર્ણ થશે.' પછી તો કુમારી હિરબળ સાથે પ્રેમરસભરી વાતો કરે છે, પણ હરિબળ માત્ર હુંકારથી જ જવાબ આપે છે... તેથી રાજકુમારીને શંકા પડી. એ વિચારે છે ઃ ‘શું આ અહંકારી હશે ? મારાથી દૂર ચાલીને હુંકારો આપે છે... મારી સામે ય જોતો નથી... મારા ઉપર રીસાયો હશે ? વળી, આની ચાલવાની રીત પણ ઉદ્ધત લાગે છે... શું આ હિરબળના બદલે બીજો કોઈ પુરુષ તો નથી ?” રાજકુમારીનો કલ્પાંત આ પ્રમાણે વિચારતી હતી, ત્યાં અચાનક ચન્દ્રનું અજવાળુ થયું. અજવાળામાં કુમારીએ નજીક જઈને હરિબળને જોયો... ને એની આંખો પહોળી થઈ ગઈ. વ્યથિત થઈ ગઈ. તે રુદન ક૨વા લાગી. હું બે બાજુથી ભ્રષ્ટ થઈ. રાજલક્ષ્મી ખોઈ, માતા-પિતાને છોડ્યાં અને મળ્યો બીજો જ નંગ-ધડંગ પુરુષ... મારી સ્વચ્છન્નતાનું જ આ ફળ મને મળ્યું છે. ‘હવે મારે જીવીને શું કરવું છે ?’ તે જમીન પર આળોટી પડી. બેભાન થઈ ગઈ. ઠંડા પવનથી એની મૂર્છા દૂર થઈ. તે જમીન પર આળોટવા લાગી. રિબળ ગમગીન બની ગયો. એ વિચારે છે ઃ ‘આ કન્યા સાથે ગૃહવાસ માંડવો શક્ય નથી લાગતો. આ તો મને જોઈને જ જાણે ડઘાઈ ગઈ ! જાણે હું રાક્ષસ ન હોઉં ! હવે મારે શું કરવું ? હા, જો દેવ આ સમયે મને સહાય કરે તો કામ થઈ જાય !' એ જ સમયે રાજકુમારી વિચારે છે ઃ ‘હવે મારે શા માટે શોક કરવો જોઈએ ? મારા ભાગ્યે મને જે ભર્તાર આપ્યો, તેનો જ સ્વીકાર કરી લઉં ! કદાચ ભવિષ્યમાં એ ભાગ્યશાળી બને પણ ખરો.’ દેવવાણી થાય છે ઃ એ જ વખતે આકાશમાં દેવવાણી થઈ : ‘હે રાજકુમારી, જો તું સમૃદ્ધિને ઇચ્છતી હોય તો તું આ હિરબળને જ વરજે. તારો અને એનો મહાત્ ભાગ્યોદય થશે. માટે તું એને પતિરૂપે સ્વીકારી લે.' દેવવાણી સાંભળીને રાજકુમારી આનંદિત થઈ ગઈ. તેણે ખૂબ પ્રેમથી, મધુર વાણીથી હિરબળને બોલાવીને કહ્યું : ‘હે પ્રિયે, મને ખૂબ તરસ લાગી છે. મને પાણી લાવી આપ.’ હિરબળ તરત જ અંધકારમાં ઓગળી જાય છે. અલ્પ સમયમાં પાણી લાવીને કરુણા ભાવના ૨૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ કુમારીને આપે છે. કુમારીને હરિબળ સાહસિક અને પરાક્રમી લાગ્યો. એણે હરિબળને વરવાનો નિર્ણય કર્યો. પ્રભાત થયું. તેણે હરિબળને સ્પષ્ટરૂપે જોયો. હરિબળનું સુંદર રૂપ જોઈને તે ખૂબ રાજી થઈ. હરિબળના રૂપ-સૌભાગ્યને વખાણવા લાગી. તેણે કહ્યું “હે પ્રિય. આ લગ્નવેળા છે. માટે મારું પાણિગ્રહણ કરો.' ગંધર્વવિધિથી લગ્ન કર્યાં: હરિબળ વિચારે છેઃ “અહો! પેલા મુનિરાજે મને જેનિયમ આપ્યો, તેનો મહિમા કેવો છે !' આમ વિચારી તે ગંધર્વવિધિથી રાજકુમારી વસંતશ્રીને પરણ્યો. દેવે હરિબળનું રૂપ-સૌન્દર્યદેવકુમાર જેવું બનાવી દીધું હતું. રાજકુમારીએ પોતાની પાસેની બધી સંપત્તિ હરિબળને સોંપી દીધી. તેઓ ચાલતા ચાલતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં જઈને હરિબળે એક લક્ષણવંતો ઘોડો ખરીદી લીધો. દાસ-દાસીને નોકરીમાં રાખી લીધાં. રાજકુમારી માટે સુંદર પાલખી બનાવરાવી લીધી અને તે બધાની સાથે હરિબળે વિશાલપુર તરફ પ્રયાણ કર્યું. વિશાલપુરમાં આગમન વિશાલપુરની પાંથશાલામાં ઉતારો કરી, ભોજનાદિથી નિવૃત્ત થઈ, હરિબળ નગરમાં ફરવા નીકળ્યો. ત્યાં તેણે સાત માળનું એક ભવ્ય મકાન જોયું. એને ગમી. ગયું. એના માલિકને મળીને એ મકાન એણે ખરીદી લીધું. સારા મુહૂર્ત વસંતશ્રી સાથે એણે મકાનમાં પ્રવેશ કર્યો. એક રાતે હરિબળ આત્મચિંતન કરે છે હું ક્યાં નીચ જાતિનોમાછી? અને ક્યાં આ રાજકુમારી વસંતશ્રી ! વળી, આટલું બધું ધન મને વિના મહેનતે મળ્યું છે. આ બધો પ્રતાપ પેલા મુનિરાજે આપેલા વ્રતનો છે. દેવની કૃપા છે. તો આ લક્ષ્મીનો સદુપયોગ કેમ ન કરું!”, તેણે દીન-દુઃખી જીવોને, અપંગ અને અંધજનોને ખૂબ દાન આપવા માંડ્યું. તેનું સૌભાગ્યવિકસવા લાગ્યું. તેનો યશ વિસ્તરવા લાગ્યો. વાત આખા નગરમાં ફેલાઈ ગઈ “એક પરદેશી રાજકુમાર આવ્યો છે. તે ખૂબ દાન આપે છે. ઉદાર દિલનો છે ને ગુણોનો ભંડાર છે.' દાનધર્મનો મહિમા અપરંપાર છે. એક રષિએ કહ્યું છેઃ પાત્રને દાન આપવાથી ધર્મનું કારણ બને છે. બીજાઓને આપવાથી દયા-કરુણાનું કારણ બને છે. મિત્રને દેવાથી પ્રીતિ વધે છે. શત્રુને દેવાથી વૈર નાશ પામે છે. ચાકરને આપવાથી તેની સેવા-ભક્તિ વધે છે. રાજાને આપવાથી માન, સન્માન અને સત્કાર વધે છે. ચારણભાટ વગેરેને આપવાથી યશોવાદ વધે છે, માટે આપેલું દાન ક્યાંય પણ નિષ્ફળ જતું નથી ! ૨૩૮ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #253 -------------------------------------------------------------------------- ________________ પછી તો રાજસભામાં હરિબળને સ્થાન મળે છે. રાજા-પ્રજાનો પ્રેમ મળે છે.. છતાં મનુષ્યની જિંદગી સરળ રીતે પસાર થતી નથી. વિઘ્નો આવે છે. પરંતુ દેવની સહાયથી હરિબળ વિનો પર વિજય મેળવે છે. દેવની સહાયથી લંકા પણ જાય છે. ત્યાંથી વિભીષણના માળીની પુત્રી કુસુમશ્રીને પરણીને લાવે છે.. | વિશાલપુરનો રાજા મદનવેગ કામીનવિકારી હતો. તે હરિબળને કપટથી મારી નાખી એની બે પત્નીઓને પોતાની રાણીઓ બનાવવા ધમપછાડા કરે છે. કાવાદાવા રમે છે, પણ છેવટે એ હારે છે... અને હરિબળ જીતે છે! હરિબળ રાજા બને છેઃ છેવટે રાજા મદનવેગ હરિબળને પોતાની પુત્રી પરણાવે છે અને પોતાનું રાજ્ય આપે છે. રાજા પોતાનાં પાપોને ધોવા સદ્ગુરુ પાસે જઈદીક્ષા લે છે. તપ કરી, કમોને બાળી મોક્ષે જાય છે. જન્મભૂમિ કંચનપુર તરફ કંચનપુરના રાજા વસંતસેને, પોતાની પુત્રી વસંતશ્રીને શોધવા ઘણા પ્રયત્નો કર્યો, પરંતુ વસંતશ્રીના સમાચાર ન મળ્યા. એક દિવસ કોઈ પરદેશીએ રાજસભામાં આવી, વિશાલપુરના હરિબળના સમાચાર આપ્યા. એના દાનગુણની ખૂબ પ્રશંસા કરી. રાજાને સમજાયું કે હરિબળ જ મારો જમાઈ છે અને વિશાલપુરનો રાજા બન્યો છે. તરત જ પ્રધાન પુરુષોને વિશાલપુર મોકલી, રાજા હરિબળને સપરિવાર કંચનપુર આવવા નિમંત્રણ મોકલ્યું. નિમંત્રણ મળતાં જ હરિબળ પોતાની ત્રણે રાણીઓ સાથે વિશાળ સેના લઈને કંચનપુર આવ્યો. રાજા વસંતસેને ભવ્ય સ્વાગત કર્યું. વસંતશ્રીને મળી રાજા-રાણી ખૂબ રાજી થયાં. રાજાએ હરિબળની ખૂબ પ્રશંસા કરી, હરિબળને કહ્યું “રાજનું, હવે અમે આ સંસારથી વિરક્ત થયા છીએ. તમારો રાજ્યાભિષેક કરી અમે ચારિત્ર લઈ મોક્ષમાર્ગે જવા ઈચ્છીએ છીએ.' હરિબળ કંચનપુરનો રાજા બન્યો. રાજા વસંતસેન અને રાણી વસંતસેનાએ દીક્ષા લીધી. કર્મોને ખપાવ્યાં અને મોક્ષગામી બન્યાં.. હરિબળનું આત્મચિંતનઃ હરિબળ રાજા પોતાના નિયમનું યથાર્થ પાલન કરે છે. તે વિચારે છેઃ “ક્યાં મારું માછીનું કૂળ, અધમ દરિદ્રતા અને ક્યાં આ બે-બે રાજ્યોની સંપત્તિ? આ બધાં સુખ અને સંપદાનું એક જ કારણ છે - જીવદયા! માટે હું મારાં બંને રાજ્યોમાં જીવદયાનો [ કરુણા ભાવના ૨૩૯] Page #254 -------------------------------------------------------------------------- ________________ ખૂબ પ્રસાર કરું.' વળી, જીવદયાનો ઉપદેશ આપનારા, મારા એ પરમ ઉપકારી ગુરુદેવ અહીં પધારે તો એમનાં દર્શન-વંદનથી કૃતાર્થ થાઉં... અને આ બંને રાજ્ય એમના ચરણે ધરી દઉં !' જાણે હરિબળનું પુણ્ય જ મુનિરાજને કંચનપુર ખેંચી લાવ્યું. તેઓ નગરની બહાર ઉદ્યાનમાં ઊતર્યાં. રાજાને ખબર પડી... એ હર્ષથી નાચી ઊઠ્યો. તે ભવ્ય આડંબર સાથે, ત્રણે રાણીઓ અને રાજપરિવારને લઈ ગુરુદેવની પાસે પહોંચ્યો. વંદના કરી, વિનયપૂર્વક ગુરુદેવની સામે બેઠો. ગુરુદેવે ધર્મનો ઉપદેશ આપ્યો. હરિબળ દીક્ષા લે છે - મુક્તિ પામે છે ઃ ધર્મનો ઉપદેશ સાંભળી, હરિબળ ગદ્ગદ્ સ્વરે કહે છે ઃ ‘હે પુણ્યનિધિ ! આપની કૃપાથી જ હું આ જન્મમાં અદ્ભુત ઐશ્વર્ય પામ્યો. પરંતુ હે મહાત્મન્, હું તો પાપી છું. નિંદનીય છું. મારા ઉપર કરુણા કરો. હે દયાનિધાન ! મને હવે મોક્ષ પમાડો...’ આમ કહી હિરબળ મહામુનિને વારંવાર પ્રણામ કરવા લાગ્યો. ગુરુદેવે કહ્યું : “રાજન્ ! તું સાધુધર્મ અંગીકાર કર. મોહને હણીને આત્મસામ્રાજ્યનો માલિક બન.’ હરિબળ રાજમહેલે આવ્યો. મોટા પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને ત્રણે રાણીઓ સાથે તેણે દીક્ષા લીધી. દુષ્કર તપ કરી, કર્મોનો ક્ષય કરી તે મુક્તિને પામ્યો. ગુરુવચન સાંભળવાનું, પાળવાનું આ ઉચ્ચતમ ફળ છે. માટે હંમેશાં ગુરુમુખે, સદ્ગુરુના મુખે ધર્મોપદેશ સાંભળો અને શક્ય એટલો ધર્મ જીવનમાં દૃઢતાથી પાળો. હરિબળ જેવો માછીમા૨ જો ભવપાર થઈ શકે તો તમે કેમ નહિ ? તમે તો ઉચ્ચ કુળમાં જન્મેલા છો ને ? ઘણા સદ્ગુરુઓના પરિચયમાં આવ્યા હશોને ? વ્રત અને નિયમો દૃઢતાથી પાળતા હશોને ? એકાદ ધર્મ પણ દૃઢતાથી બાંધછોડ વિના પાળો ! તમે પણ મોક્ષગામી બની શકશો. कुमततमोभरमीलितनयनं, किमु पृच्छतं पन्थानम् ? दधिबुद्धया नर जलमन्थन्यां किमु निदधत मंथानं रे ॥ ४ ॥ સાચા અને વાસ્તવિક માર્ગની પૃચ્છા ક્યાં કરવી ?ઃ જો તમારે સાચા - આત્મકલ્યાણનો માર્ગ પૂછવો હોય તો ખૂબ સમજી-વિચારીને પૂછો. એવા લોકોને ન પૂછો કે જે ઉન્માર્ગે ચાલે છે અને ખોટી માન્યતાઓનાં અંધારાં જેમની આંખો ઉપર છવાયાં હોય. સલાહ કોની માનવી - આ પ્રશ્ન દીર્ઘકાળથી ચાલ્યો આવે છે. એક કવિએ એટલા માટે તો કહ્યું છે ઃ ૨૪૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ મારગ સાચો કોણ બતાવે? જાકો નઈકે પૂછીએ તે તો અપની અપની ગાવે! મારગ. જો સાધુપુરુષોને સન્માર્ગના વિષયમાં પૂછીએ તો - આપણા પ્રશ્નોનું સમાધાન કરવું હોય, તો સાધુપુરુષોમાં આટલી વાતો જોવી જોઈએ - 1 નિમિત્ત હોય યા ન હોય, સાધુ અટ્ટહાસ્ય ન કરે. v ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારો હોય. બીજાંની નિંદા ન કરે. મમઘાતી વચન ન બોલે. શીલવાન હોય. અતિચારોથી પોતાના વ્રતોને મલિન ન બનવા દે. . રસલંપટતા (રસગારવ) ન હોય. ક્ષમાશીલ હોય. સત્યનિષ્ઠ હોય. ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. | ગતિ-સ્થાન, ભાષા અને ભાવની અપેક્ષાથી ચંચળ ન હોય. | ગુરુજનો સાથે સરળ-નિષ્કપટ વ્યવહાર હોય. કૌતુકતા ન હોય. | કોઈનો પણ તિરસ્કાર ન કરે. ક્રોધને પોતાના) અલ્પજીવી રાખનારો હોય. આગમજ્ઞાની હોવા છતાં પણ અભિમાન ન હોય. આચાર્ય આદિનાં છિદ્રાન્વેષણ કરનારો ન હોય. અપરાધી એવા મિત્રો ઉપર પણ ક્રોધ ન કરે. મિત્ર ઉપર ઉપકાર કરનારો હોય, ભલેને મિત્ર સેંકડો અપકાર કરનારો હોય! પરોક્ષે પણ એનો દોષ પ્રકટ ન કરે. . વચનયુદ્ધ ન કરે. શારીરિક યુદ્ધ પણ ન કરે. i કર્તવ્યપાલન કરનાર કુલીન હોય. 1 લજ્જાશીલ હોય, મન મલિન થવા છતાં અકાર્ય ન કરે. " ગુરુજનો પાસે રહેનારો હોય એટલે કે ગુરુકુલવાસી હોય. [ કરુણા ભાવના ૨૪૧] Page #256 -------------------------------------------------------------------------- ________________ યાવજીવન ગુરુઆજ્ઞામાં રહેનારો હોય. . સધર્મમાં ઉદ્યમી હોય, શાસ્ત્રાભ્યાસી હોય, તપસ્વી હોય. I અપ્રિય કરનારાઓ પ્રત્યે પણ પ્રિય વચન બોલનાર હોય. u શાસ્ત્રાર્થને ગ્રહણ કરનાર હોય. બહુશ્રુત મુનિની વિશેષતાઓ • બહુશ્રુત મુનિ, મુનિધનિ, જિનાગમનને અને જૈનશાસનના યશને વિશિષ્ટ રીતે શોભાયમાન કરે છે. . બહુશ્રુત મુનિ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. બહુશ્રુત મુનિ રાતદિવસ સ્વાધ્યાયલીન રહેવાથી, અભિમાની એવા પરવાદીની સામે પરાજિત નથી થતા, પરવાદીને જીતે છે. વિવિધ વિદ્યાઓથી અલંકૃત બહુશ્રુત મુનિ સ્થિર પ્રજ્ઞાવાળા હોય છે, એટલા માટે એ બળવાન અને પરવાદી-વિજેતા હોય છે. બહુશ્રુત મુનિ સ્વ-પર શાસ્ત્રોના પારગામી હોય છે. સાધુસમુદાયના અધિપતિ હોય છે. આચાર્યપદ ઉપર શોભાયમાન હોય છે. - બહુશ્રુત મુનિ સ્વાભાવિક પ્રતિભાવાળા અને સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રથી અલંકૃત હોય છે. કર્મશત્રુને જીતનારા હોય છે. ' બહુશ્રુત મુનિ દાન-શીલાદિ ધર્મોથી કર્મશત્રુનું હનન કરનારા હોય છે. આમષઔષધિ આદિ મહાન ઋદ્ધિવાળા હોય છે. ૧૪ પૂના જ્ઞાતા હોય છે. બહુશ્રુત મુનિ શ્રુતજ્ઞાનથી સર્વ અતિશયોના જ્ઞાતા હોય છે. પ્રશસ્ત લક્ષણવાળા હોય છે. હાથમાં વજનું ચિહ્ન હોય છે. ઘોર તપશ્ચર્યા કરવાથી કુશ શરીરવાળા હોય છે. ઉત્કૃષ્ટ ક્રિયાઓથી વિશિષ્ટ શક્તિવાળા હોય છે. ધર્મદ્રઢતાને કારણે દેવપૂજિત હોય છે. બહુશ્રુત મુનિ અજ્ઞાનરૂપી અંધકારના વિનાશક હોય છે અને સંયમસ્થાનોમાં ક્રમશઃ શુદ્ધ-શુદ્ધતર અધ્યવસાયોને કારણે તપ તેજથી તીવ્ર રૂપે શોભાયમાન હોય છે, બહુશ્રુત મુનિ નક્ષત્ર સમાન અનેકવિધ મુનિવરોના સ્વામી હોય છે અને શ્રમણjદથી પરિવરિત સકલ કલાઓથી પૂર્ણ હોય છે. બહુશ્રુત મુનિ અમૃતફળ સમાન શ્રુતજ્ઞાનથી યુક્ત, દેવોથી પૂજ્ય અને સર્વ સાધુઓમાં પ્રવર હોય છે. ૨૪૨ - શાન્તસુધારસઃ ભાગ ૩] Page #257 -------------------------------------------------------------------------- ________________ અન્ય અનેક વિશેષતાઓ બહુશ્રુત મુનિવરોમાં હોય છે. અલબત્ત, આ કલિકાલમાં - વર્તમાન સમયમાં એવા બહુશ્રુત મુનિ નથી, છતાં પણ આમાંની કેટલીક વિશેષતાવાળા જ્ઞાની મુનિરાજને પોતાના વિશિષ્ટ પ્રશ્નો પૂછવા જોઈએ અને સમાધાન પ્રાપ્ત કરવું જોઈએ. જે જ્ઞાની ન હોય, સંયમી ન હોય, દેશજ્ઞ-કાલજ્ઞ ન હોય, એમને પ્રશ્નો પૂછવા ન જોઈએ. વ્યવહારમાર્ગમાં કોની સલાહ લઈશું ? : આમ તો સલાહ કોની માનીએ ? ખૂબ ગૂંચવણભર્યો પ્રશ્ન છે. એનો સાચો જવાબ એ છે કે પ્રથમ એ વિચારો કે ‘તમારો સાચો હિતેચ્છુ કોણ છે ?' આનો નિર્ણય કરતાં આ જ તથ્ય ધ્યાનમાં રાખવું ોઈએ કે ઔચિત્ય, ન્યાય અને વિવેકની કસોટી ઉપર કર્યું માર્ગદર્શન સાચું ઊતરે છે ? જો સાચી વાત માનવાને કારણે, સાચા માર્ગે ચાલવાને કારણે અન્ય તરફથી ઉપહાસ સહન કરવો પડે છે તો એને હાથી ચાલે છે અને કૂતરાં ભસે છે'વાળી નીતિ જ અપનાવવી જોઈએ. પણ કોઈ દબાણમાં આવીને અનીતિ ન અપનાવવી જોઈએ. જો સલાહ પોતાપણાના આધારે જ માનવાની હોય, તો આપણાપણાનો ડાયરો થોડોક વિસ્તૃત ક૨વો જોઈએ. લોહીના સંબંધો કરતાં વધારે સગા એ માણસો હોય છે કે જેઓ સ્વાર્થ અને અહંથી પર હોય છે. જેમની વૃત્તિમાં શોષણનું ક્લુમ ન હોય, એવા વિશિષ્ટ પ્રજ્ઞાવાન સંયમી પુરુષ આપણા સગાંઓ કરતાં વધારે ‘આપણા’ હોય છે. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ, આચાર્યશ્રી બપ્પભટ્ટીસૂરિ, આચાર્યશ્રી હીરસૂરિજી જેવા જ્ઞાની પુરુષોએ પોતાના જમાનામાં અનેકોને અનન્ય સલાહ આપીને તુચ્છ જેવા લોકોનો જબરદસ્ત ભાવ વિકાસ કરીને ઉત્તુંગતાના શિખરે પહોંચાડ્યા હતા. જ્ઞાની-પ્રજ્ઞાવંતની સલાહ અને પ્રેરણા કોઈને પણ મહામાનવ બનાવવા સમર્થ બને છે. શરત માત્ર એટલી કે તેને પૂરા હૃદયથી સ્વીકારવામાં આવે. જ્યાં જિંદગીની સમસ્યાઓને ઉકેલવાની સલાહનો મામલો હોય ત્યાં આ કામ માત્ર પ્રામાણિક વ્યક્તિના વિશ્વાસે જ કરવું જોઈએ. પ્રામાણિક તો એ છે કે જેમણે પોતાની વૃત્તિઓનું પરિમાર્જન કર્યું છે. જેમને આપણી સાથે કોઈ સ્વાર્થ નથી. જેમની પાસે આપણને આપવા માટે જિંદગીનો અનુભવ છે, અમૂલ્યવિચારો છે. ભાવસભર સંવેદનાઓ છે. એવી વ્યક્તિઓના પરામર્શમાં જીવનની દિશાને બદલી નાખવાની શક્તિ હોય છે. એમની સલાહ આપણા ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરે છે. એટલા માટે સલાહ સ્વીકારવામાં પૂરેપૂરી સતર્કતા રાખવી જરૂરી છે. કોની કેટલા પ્રકારની, કેટલી સલાહ સ્વીકારવી જોઈએ અને કેટલી ઉપેક્ષા કરવી જોઈએ કરુણા ભાવના ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ અથવા અસહમતિ પ્રકટ કરવી જોઈએ, એ નિર્ણય સૂક્ષ્મદૃષ્ટિ વિવેકશીલ અને દૂરદર્શિતાના આધારે કરવો જોઈએ. જે કોઈ સંપર્કમાં આવ્યું, એની ઊલટી-સીધી સલાહને માનીને પ્રભાવિત થઈ જવામાં ભારે ખતરો છે. એવું કરતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે આપણી દુર્બળ મનોવૃત્તિ અને વલણના કારણે આપણે પથભ્રષ્ટ થઈને કુમાર્ગની કાંટાળી ઝાડીઓમાં ભટકાઈ જઈશું અને સંકટ સહન કરવા પડશે. મિત્રોમાંથી કેટલાય આપણને દુર્વ્યસનોમાં સાથ આપવા સલાહ આપે છે. આધુનિકતાના નામે નશાખોરી, મોંઘી હોટલોમાં ગંદા નાચગાનની આવારાગર્દી જેવી અનેક ખરાબીઓ પ્રાયઃ મિત્રમંડળની સલાહમાં ખેંચાઈને જ અપનાવવી પડે છે. પાછળથી આ જ બુરાઈઓ આદત બનીને જીવનને પતનના ગર્તમાં ધકેલી દે છે. ખરેખર તો એમ બનવું જોઈએ કે દોસ્તીના પ્રારંભે જ સૌથી વધારે સાવધાની એ વાતની રાખવાની કે દુર્ગુણી, કપટી, ધૂર્ત પ્રકૃતિના માણસોની મિત્રતા ન કરવામાં આવે. કારણ કે એવા લોકો મિત્રતાની જાળમાં ફસાવીને શત્રુ કરતાંય વધારે બરબાદી કરાવે છે. આવા અનુચિત-અયોગ્ય વ્યક્તિઓની મિત્રતા ન કરવી. એટલા માટે એમની ઉપેક્ષા કરવી, એમાં જ ભલાઈ છે. એમનાથી સો હાથ દૂર રહેવું. આજે બસ, આટલું જ. ૨૪૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૬૮ કરૂણા ભાવના ૪ : સંકલના : | અનિયંત્રિત મનથી રોગોનો જન્મ. અંધત્વનું કારણ મનની વિકૃતિ. મનને વિકારોથી બચાવો. અધ્યાત્મથી મનને સુખ-શાન્તિ. જીવનમાં મૂલ્યવાન શું છે? જીવનને ઊર્ધ્વગામી બનાવનારાં આઠ મૂલ્યો. અનાદિ મિત્ર આસવોનો ત્યાગ કરો. સંવર. વિકથાઓ. ત્રણ ગારવો. દુખદાયી વિષયસેવન. એક વાર્તા - બે મિત્રોની. વિમલ મંદિરમાં કમલ વેશ્યાને ત્યાં. બંને મિત્રો ભર્તુહરિ ગુફામાં. શંકાનું સમાધાન. સંસાર અનર્થોથી ભય છે. પરમાત્મા પરમ કર્ણાવત. સુખ અને પુણ્ય દેનાર શાન્તરસ. કરુણાં ભાવનાઃ એક કાવ્ય. Page #260 -------------------------------------------------------------------------- ________________ अनिरुद्धं मन एव जनानां जनयति विविधाऽऽतंकम् । सपदि सुखानि तदेव विधत्ते आत्माराममशंकम् रे ॥ ५ એકદમ નિરંકુશ મન ભાતભાતના આતંક ફેલાવે છે, ઉપદ્રવ મચાવે છે; પરંતુ એ જ મન જે અધ્યાત્મના ઉપવનમાં નિઃશંક થઈને ક્રીડા કરવા લાગે તો અનાયાસે સુખોની પ્રાપ્તિ થઈ જાય છે. અનિયંત્રિત મનથી રોગોનો જન્મ વિશ્વભરમાં ભૌતિકવાદી દૃષ્ટિકોણ છવાઈ જતાં લોકોની રહેણીકરણી, ચિંતન અને ચેતનામાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું છે. લૂંટફાટ અને હુંસાતુંસીભર્યા આ યુગમાં અધિકાંશ સ્ત્રી-પુરુષો ભાવનાત્મક ઉથલપાથલને કારણે તનાવમય બનીને પોતાનું સ્વાસ્થ્ય ગુમાવતાં જાય છે. ‘નો યૉર ઓન માઇન્ડ' નામે પોતાના પુસ્તકમાં હેરાલ્ડ શેરમને લખ્યું છે કે મેં જીવનભર લોકોનું અધ્યયન કર્યું છે કે તેઓ કઈ રીતે રહે છે ? કેવી રીતે વિચારે છે અને અનુભવો કરે છે ? તેમના પ્રત્યેક દિવસના ક્રિયાકલાપ અને વ્યવહારમાં કયા કયા ચડાવ-ઉતાર આવે છે ? શા માટે આપણે જાતે જ આપણું વિશ્લેષણ કરવાની શરૂઆત ન કરી દઈએ ? અને શોધી કાઢીએ કે કયું ખોટું ચિંતન અને ખરાબ વિચાર અથવા ભાવનાત્મક પ્રતિક્રિયા રોગોના રૂપમાં પ્રકટ થઈ છે ? આ રીતે આત્મવિશ્લેષણની ક્રિયા અપનાવીને આપણે જાતે જ આપણા રોગોનાં મૂળ કારણો જાણીને એ રોગોને રોકી શકીએ છીએ. જે ખરાબ આદતોએ, સંકીર્ણ ચિંતન અને દૂષિત ભાવનાઓની પ્રતિક્રિયાઓએ આપણને રોગગ્રસ્ત બનાવ્યા છે તથા કષ્ટમય જીવન જીવવા મજબૂર કર્યા છે એનાથી આપણે સહજ રીતે છુટકારો પામી શકીએ.’ રોગ કશું જ નથી. માત્ર આપણી વૈચારિક અને ભાવનાત્મક વિકૃતિનું જ પરિણામ છે. ચિંતન-ચેતનાની વિકૃતિ અને માનસિક ખેંચતાણ જ આ રીતે રોગોનું મુખ્ય કારણ છે. આ બાબતમાં હેરાલ્ડ શેરમન ઉદાહરણ આપતાં કહે છે - એક સાચી ઘટનાનો ઉલ્લેખ કરે છે. અંધત્વનું કારણ - મનની વિકૃતિ મારી સાથે ભણતા એક વિદ્યાર્થીને અંધત્વે ઘેરી લીધો. એની પાસે માત્ર ત્રીસ ટકા જ દૃષ્ટિ બચી. એના અંધત્વનાં કારણો શોધતાં શોધતાં ડૉક્ટર પરેશાન થઈ ગયા. આનું કોઈ સ્થૂળ કારણ ડૉક્ટરની સમજમાં આવતું ન હતું. આ અંગે મને ૨૪૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ પૂછવામાં આવ્યું, તો મેં બતાવ્યું કે એવાં સ્ત્રી-પુરુષોને આવા પ્રકારનો અંધાપો આવે છે અથવા બહેરાપણું આવે છે કે જેઓ કોઈ વ્યક્તિ, વસ્તુ યા પરિસ્થિતિનો સામનો કરવા ઈચ્છતાં નથી.” - ઊંડાણથી તપાસ કરતાં ખબર પડી કે ઉક્ત વ્યક્તિને સવારે સૂઈને ઊઠ્યા પછી પ્રાયઃ ૫-૧૦ મિનિટ સુધી સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ પાછળથી આંખોની સામે અંધારું છવાતું હતું અને નહીંવત્ દેખાતું હતું. જ્યારે એને માનસિક અને ભાવનાત્મક પરેશાનીઓ અંગે પૂછવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમે વસ્તુતઃ અંધ નથી, પણ તમારું અચેતન મન વિશેષ પરિસ્થિતિઓમાં અંધ બની રહેવાનું પસંદ કરે છે. જો આ વાતોનો ખુલાસો થઈ જાય તો તમે માત્ર જોઈ જ ન શકો પણ તમારી ચેતના ય પાછી આવી જશે. એ સિવાય આ દ્રષ્ટિ પાછી નહીં પ્રાપ્ત થાય. જ્યાં સુધી મસ્તકમાં પ્રવેશેલી પેલી નકારાત્મક ક્ષુબ્ધતાને ધોઈ નહીં નાખો. ત્યાં સુધી તો નહીં જ.’ ખૂબ કહ્યા પછી આ માણસે પોતાની માતાના નિરંકુશ શાસનની હૃદયવિદારક ઘટના સંભળાવી કે કેવી રીતે એના ક્રિયાકલાપોએ એના હસતા, ખેલતા, ખાતા પિતા અને ખુશખુશાલ પરિવારને માત્ર બરબાદ ન કર્યો, પરંતુ બધાં બાળકોના મનમાં ઝેર ઘોળીને એમના કોમળ માનસમાં કાળાં ધબ્બાં મૂકી દીધાં. એ બાળકો જાણતાં ન હતાં કે માના આ ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માટે કોને જવાબદાર ઠેરવવો અને એનો ઉત્તર કેવી રીતે આપવો? એ તો એટલું ઈચ્છતાં હતાં કે ન તો માને જુએ અને ન તો એના શબ્દો સાંભળે. એટલા માટે તેઓ અંધાપાનો શિકાર બની ગયાં. જ્યારે એમને ફરીથી માતૃવત્ સ્નેહ અને મમત્વનું આશ્વાસન આપવામાં આવ્યું અને તેઓ ફરીથી પૂર્ણરૂપે આશ્વસ્ત થઈ ગયા, તો એમની દ્રષ્ટિ ધીમે ધીમે પાછી મળી ગઈ. આ ગાળામાં જ્યારે પણ એમના મનમાં જૂનો દ્વેષ ઊભરાઈ આવતો ત્યારે એની સીધી અસર આંખો ઉપર પડતી હતી. પાછળથી એ પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને તેઓ પૂર્ણતઃ સ્વસ્થ થઈ ગયાં. મનને વિકારોથી બચાવોઃ આપણી સ્વાથ્ય સમસ્યાનું નિદાન સ્વયં આપણી જ પાસે છે અને એમાં આપણે સમર્થપણ છીએ. યાદ રાખવા જેવું તથ્ય એ છે કે એક પરમ ચેતના આપણા મન અને મસ્તિષ્ક અંતઃકરણના માધ્યમથી કાર્ય કરી રહી છે. જે માનસિક અને ભાવનાત્મક ક્ષેત્રની પવિત્રતા પ્રત્યે વિશેષ જાગૃત રહેવામાં આવે અને એને ભય, ક્રોધ, આવેશ, ઈષ્ય, દ્વેષ જેવા વિકારોથી બચાવવામાં આવે તો એવું કોઈ કારણ નથી કે રોગના શિકાર બનવું પડે અને અસમયે કાળનો કોળિયો બનવું પડે! [ કરુણા ભાવના ] Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મથી મનને સુખ–શાન્તિઃ ગ્રંથકાર કહે છેઃ 'તપદિ સુનિ દેવ વિખ્ત, માત્માનામમાં રે ! આપણું એ જ મન જો અધ્યાત્મના ઉપવનમાં નિશંક થઈને ક્રીડા કરવા લાગે તો અનાયાસ સુખોનાં પુષ્પો ખીલવા લાગે.” મનને વિષયોથી વિમુખ કરીને આત્મસન્મુખ કરવું જોઈએ. અધ્યાત્મસન્મુખ રહેલું મન અપૂર્વ સુખ-શાન્તિ પ્રદાન કરે છે.. જ્યારે મન ગૂંચવણોમાં હોય, દિશાશૂન્ય થઈ ગયું હોય, અકથ્ય નિરાશાના ઘેરાવામાં હોય, સ્નેહીજનના મૃત્યુથી, અકાળ મૃત્યુથી મન વિષાદગ્રસ્ત બની ગયું હોય ત્યારે તમે શું કરો છો? હું તો કોઈને કોઈ ગ્રંથનો સહારો લઉં છું. આવું એક પુસ્તક છેઃ “વોટ રીયલી ઈઝ વર્ણવાઈલ' જીવનમાં મૂલ્યવાન શું છે? - આ એક નાનકડી પુસ્તિકા છે. ૧૮૮૩માં એ છપાઈ હતી. આ પુસ્તિકા લખી હતી એના રોબર્ટસન બ્રાઉન' નામની લેખિકાએ. અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. ૭ વર્ષ સુધી આ પુસ્તિકા છપાતી રહી! અને ૭૩ આવૃત્તિઓ પ્રકાશિત થઈ! લેખિકાએ અંગ્રેજી વિષયમાં અમેરિકાની પેન્સિલ્વેનિયા વિદ્યાપીઠમાંથી Ph. D. પ્રાપ્ત કરી હતી. એમણે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં અધ્યયન કર્યું હતું. આ પુસ્તકનો સંક્ષેપ “વેલી ન્યૂઝ (Pally News)માં નવેમ્બર, ૧૯૯૪માં પ્રકાશિત થયો હતો. સંક્ષેપકાર છે - નાડ રીડર કેમ્પિયન (Nardi Reeder Campion). આ એક જિંદગી જીવવાની છે. એનો જેટલો બની શકે એટલો સદુપયોગ કરી લેવાનો છે. સંભવ છે કે આપણા સમગ્ર જીવન પર આપણો કાબૂ-નિયંત્રણ ન પણ હોઈ શકે, પરંતુ જીવનોપયોગી અને મહત્ત્વનું શું છે? કોઈ પણ નુકસાન વગર આપણે શું છોડી શકીએ છીએ તે વિચારવાનું છે - જે આપણે આપણી સાથે શાશ્વત જીવનમાં નથી લઈ જઈ શકતા તે બધું છોડી શકીએ છીએ. આપણે આપણા જીવનને ભારથી લાદવું ન જોઈએ. એટલા માટે ચાર વાતો કરવા જેવી છે: ૧. દભ અને દેખાવ કરવો છોડી દો દંભ છોડી દો. બનાવટ કરવાનું તેમજ જૂઠાં મહોરાં પહેરીને જીવવાનું છોડી દો. એનાથી મન ભાર વગરનું બનશે. ૨. ચિંતાઓ છોડી દો ચિંતા કરવી એ અનાધ્યાત્મિક છે. એમાં દ્રષ્ટિ સંકુચિત થાય છે. ચિંતાનો અર્થ છે - નાની-નિરર્થક વાતોને મહત્ત્વ આપવું. શું આપણી ચિંતા. બહુધા કાલ્પનિક નથી હોતી? દુખ આવતા પહેલાં કદાચ આવું થશે તો?” આવા વિચારો કરીને આપણે નિરર્થક દુખી થઈએ છીએ. નાનીશી હરકતને ૨૪૮ | શાન્તસુધારસઃ ભાગ ૩| Page #263 -------------------------------------------------------------------------- ________________ અથવા અભાવને મહત્ત્વ આપીને મનના શાંત જળમાં કાંકરીચાળો કરી નાખીએ છીએ. ૩. અસંતોષને જવા દો મનુષ્યનો સ્વભાવ છે કે એની પાસે જે નથી એની તીવ્ર ઇચ્છા કરે છે. આપણી પાસે જ હોય છે એનો વિચાર કરવાને બદલે બીજાંની પાસે શું હોય છે એ સતત જુએ છે. મનમાં નિરંતર અસંતોષની આગ સળગતી રહે છે. પછી સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? શાન્તિ કેવી રીતે મળે? જીવનનો આનંદ ક્યાંથી મળે? એટલા માટે લેખિકા અના રોબર્ટસન બ્રાઉન કહે છે: “જે આપણી સમક્ષ ઊભું છે, હાજર છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો. જે આપણી પાસે નથી, એનો વિચાર કરવાને બદલે જે આપણી પાસે છે, એનો વિચાર કરીને એને કાયન્વિત કરો.” ૪. સ્વાર્થનો વિચાર છોડી દો જે શાશ્વત જીવન છે એમાં લોભને કોઈ સ્થાન નથી. એમાં તમારે “આ મારું, “આ તારું સાંભળવા નહીં મળે. . જીવનને ઊર્ધ્વગામી બનાવનારાં આઠ મૂલ્યોઃ જીવનમાં એવું શું શું છે તે આપણે સાંભળવું જોઇએ, જાણવું જોઈએ...એવા મૂલ્યો કે જે રોખવાના છે. જેનો ઉપયોગ કરવાનો છે ! ને ઉપયોગમાં લેવું જોઈએ? જીવનમાં એવાં આઠ મૂલ્યો છે, જે આપણા જીવનને ઊર્ધ્વગામી અને ગતિશીલ બનાવી શકે છે. એ આઠ મહત્ત્વપૂર્ણ મૂલ્યોની વાતો સાંભળોઃ ૧. સમયનો ઉપયોગ શાણપણથી કરો તમારી જિંદગી કેટલી લાંબી છે એ પ્રશ્ન નથી, આપણી પાસે કેટલો સમય છે એ પણ સવાલ નથી, પ્રશ્ન એ છે કે આપણે એ સમયનું શું કરીએ ? જન્મની ક્ષણથી મૃત્યુની ક્ષણ પર્યત જે સમયખંડ આપણને મળ્યો છે, એનું આપણે શું કરીશું એ વિચારવાનું છે. એનો સદુપયોગ કરવાનો છે. ૨. તમારા કાર્યનું મહત્ત્વ સમજો કામ અવશ્ય મહત્ત્વનું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું કામ નહીં ! કામ નિશ્ચિત કરતી વખતે પોતાની જાતને પૂછો: “શું આ કામ મહત્ત્વનું છે? પાયાનું છે? આ કામ મારા ચરિત્રનું નિર્માણ કરીને તેને મજબૂત બનાવનારું છે? દુનિયાને કોઈ પણ પ્રકારે સહાયક બની શકે તેવું છે? ૩. પ્રતિદિન સુખની શોધ કરો સુખી થવાનું કારણ તો સરળ છે. આજે જો તમને સુખ નહીં લાગે તો તમે કદી સુખી થવાના નથી. ધૈર્ય ધારણ કરો. નિસ્વાર્થી બનો. વૃઢ બનો. ઉત્સાહપૂર્વક સંપૂર્ણ શક્તિથી કામ કરો. જો તમે કૃતજ્ઞદ્રષ્ટિથી કામ કરશો, તો અવશ્ય સુખી થશો. ૪. પ્રેમનું હૃદયપૂર્વક જતન કરી પ્રેમને સારી રીતે નિભાવવાનો છે. સાચો પ્રેમ કદી [ કરુણા ભાવના | ૨૪૯] Page #264 -------------------------------------------------------------------------- ________________ દોષ જોતો નથી. એ તો વિશ્વાસ કરે છે. પ્રેમ અધિકાર નથી. એ તો શાશ્વત હોય છે. ૫. તમારી મહત્ત્વાકાંક્ષાને સંયમમાં રાખો મહત્ત્વાકાંક્ષા પવિત્ર ધ્યેય માટે પણ હોય છે અને તુચ્છ સ્વાર્થ માટે પણ હોય છે. તમારી મહત્ત્વાકાંક્ષાને સીમિત રાખો. મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણભાન હોવું જરૂરી છે. કોઈ કોઈ વાર મનુષ્ય મહત્ત્વાકાંક્ષા પાછળ પાગલ બનીને દોડે છે અને નિરાશ તેમજ નિષ્ફળ થઈને પાછો ફરે છે. મહાન વિજેતાઓએ પણ, જેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાને સંયમિત ન રાખી શકયા અને એ કારણે વિનાશ પ્રાપ્ત કર્યો છે. ૬. મૈત્રીનું હૃદયથી સ્વાગત કરો । સાચા મિત્ર હોવા માટે આત્મા મહાન જોઈએ. મૈત્રી માટે માણસે ઘણું બધું ભૂલવું જોઈએ. મૈત્રી ક્ષમાશીલતા ઇચ્છે છે. મૈત્રી માટે ધૈર્ય જોઈએ. સાચો મિત્ર પામવા માટે સાચા મિત્ર બનવું પડે છે, તો જ મૈત્રીનું અમૃત મળે છે. ૭. દુઃખોથી ડરો નહીં ઃ દુઃખોથી ડરવું નહીં. આપણે દુઃખથી ડરીએ છીએ. જીવનમાં કોઈ કોઈ વાર નિરાશા આવી જાય છે. દુઃખ આપણા પ્રારબ્ધમાં હોય જ છે. પરંતુ એવું નહીં કે દુઃખ આવે ત્યારે રુદન કરીએ, વિલાપ કરીએ. દુઃખ સમતાભાવથી સહન કરો. રુદન-કલ્પાંત કર્યા પછી આપણે મૈત્રી અને પ્રેમનું મહત્ત્વ સમજીએ. દુઃખાગ્નિમાં તપ્યા બાદ આપણે શુદ્ધ સ્વરૂપમાં પ્રકટ થઈએ છીએ. ૮. શ્રદ્ધા-વિશ્વાસને હૃદયમાં સુરક્ષિત રાખો પરમ કૃપાનિધિ પરમાત્માની કરુણામાં દૃઢ સૌમ્ય અને પૂર્ણ વિશ્વાસ જ આપણને ક્ષણભંગુર જીવનના અંત સુધી લઈ જશે. શાશ્વત જીવનના દ્વાર સુધી લઈ જશે. આ વિશ્વાસ અને અવિચળ શ્રદ્ધા આપણને આપણું જીવન સુંદર અને સમર્થ રીતે જીવવા માટે સહાયક બનશે. જીવનને સાર્થક અને મૂલ્યવંતુ બનાવવા માટે આ આઠ વાતો સાચા અર્થમાં સહાયક છે, માર્ગદર્શક છે. . परिहरताश्रवविकथागौरव मदनमनादिवयस्यम् । क्रियतां सांवर साप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ॥ ६ ॥ આસ્રવ, વિકથા, ગારવ અને કામેચ્છાના કચરાને હવે બહાર કાઢી ફેંકી દે. સંવર આત્માના શાસનને તું તારો મિત્ર બનાવ, સાથીદાર બનાવ. ખરેખર આ એક રહસ્યની વાત છે. અનાદિ મિત્ર આસ્રવોનો ત્યાગ કરો ઃ જરા વિચાર કરો, વાત કરુણા ભાવનાની ચાલી રહી છે. વિષય કરુણાનો છે અને શાન્તસુધારસ : ભાગ ૩ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર આસવ, વિકથા, ગારવ અને કામેચ્છાનો ત્યાગ કરવાની વાત કરી રહ્યા છે. વાત સંવરથી સંબંધ જોડવાની છેઆ જ રહસ્ય છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી મનુષ્ય આસ્રવાદિ દોષોનો ત્યાગ નથી કરતો અને સંવરનો માર્ગ ગ્રહણ નથી કરતો ત્યાં સુધી કરુણા ભાવના સાચા રૂપમાં જાગૃત નથી થતી. સર્વ પ્રથમ આસ્રવ અને સંવરની પરિભાષાની વાત કરીને પાછળથી વિકથા આદિની વાત કરીશ. “પ્રશમરતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ યોઃ શાહપુથાવતુ પાપી તતિપથ वाक्कायमनोगुप्तिर्निर्जरामवः संवरस्तूक्तः ॥ २२० ॥ શુદ્ધ યોગ પુણ્યનો આસ્રવ છે. અશુદ્ધ યોગ પાપનો આસ્રવ છે. મન, વચન, કાયાની ગુપ્તિ નિરાસવ છે, એટલે કે એ સંવર કહેવાય છે.' મન-વચન-કાયાની ક્રિયાઓને યોગ કહેવામાં આવે છે. એ યોગ જ આસવ છે. આત્માની સાથે કર્મોનો સંબંધ કરનાર હોવાથી એને ‘આસ્રવ કહેવામાં આવે છે. તાત્ત્વિક દ્રષ્ટિકોણથી વયન્તિરાય કર્મના ક્ષયોપશમથી અને પુદ્ગલોના આલંબનથી થાય છે આત્મપ્રદેશોનું પરિસ્પંદન - કંપનક્રિયા - એને યોગ” કહેવામાં આવે છે. આગમ જિનવચન) વિહિત વિધિ અનુસાર જ્યારે મન, વચન, કાયાની પ્રવૃત્તિ થાય છે ત્યારે પુણ્યકર્મનો આસ્રવ થાય છે. એટલે કે પુણ્યકર્મ આત્મામાં વહેતું આવે છે. સ્વચ્છેદી પ્રવૃત્તિ કરવાથી પાપકર્મનો આત્મામાં આસ્રવ થાય છે. પુણ્યાસ્ત્રવ દયા, દાન, બ્રહ્મચર્યપાલન વગેરે શુભ કાયયોગો છે. નિરવદ્ય સત્ય ભાષણ, મૃદુ અને સભ્ય ભાષણ, શુભ વચનયોગ છે. મૈત્રી, પ્રમોદ આદિના વિચારો શુભ મનોયોગો છે. , પાપાત્રવઃ હિંસા, ચોરી, અબ્રહ્મ સેવન ઈત્યાદિ અશુભ કાયયોગ છે. સાવધ - મિથ્યા ભાષણ, કઠોર વચન વગેરે અશુભ વચનયોગ છે. બીજાંના અહિતનો વિચાર, મારવાનો વિચાર.. વગેરે અશુભ મનોયોગ છે. સંવરઃ આ આસવોનો નિરોધ એટલે સંવર. કર્મના હેતુ આસ્રવ કહેવાય છે. એ હેતઓને રોકવા એ સંવર છે. જેટલી માત્રામાં આ આસવો રોકાય, એટલી માત્રામાં આત્મવિશુદ્ધિ થાય છે. મન, વચન, કાયાની ગુપ્તિથી આસવોને રોકી શકાય છે. ગુપ્તિ સમિતિ, ધર્મ-અનુપ્રેક્ષા, પરીષહ જયે - ચારિત્ર દ્વારા આસવોનો સંવર થઈ શકે છે. અર્થાત્ મન-વચન-કાયાના યોગ નિયંત્રિત બને છે. વિકથાઓ વિકથા એટલે કે વિકૃત કથા. મનના ભાવોને વિકૃત કરનારી ચાર પ્રકારની વિકથાઓ બતાવવામાં આવી છેઃ (૧) સ્ત્રીકથા (૨) ભોજનકથા [ કરણા ભાવના . . . ૨૫૧] Page #266 -------------------------------------------------------------------------- ________________ (૩) દેશકથા (૪) રાજકથા. આમ તો અશુભ વચન આસવ જ છે. વિકથાઓ કરનારો મનુષ્ય કોઈ કોઈ વાર તીવ્ર રાગદ્વેષમાં વહી જાય છે. એ સમયે એનાચિત્તમાં મૈત્રી, કરુણા આદિ ભાવનાઓ રહેતી નથી. જ્યારે મનમાં સ્ત્રીવિષયક રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે એ વાતો પણ એવી જ રીતે કામવિકારવિષયક કરે છે. ભોજનના વિષયમાં જ્યારે રાગદ્વેષ ઊભરાય છે ત્યારે રસલોલુપતાના સ્વરમાં જ વાત કરે છે. એ રીતે દેશકથા અને રાજકથામાં ડૂબીને આલોચના-પ્રત્યાલોચના કરે છે, ત્યારે તે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાના ભાવો ભૂલી જાય છે. તીવ્ર રાગદ્વેષમાં પડી જાય છે. ત્રણ ગારવોઃ મનપસંદ ભોજનમાં આસક્ત વ્યક્તિનું મન જેમ ભોજનમાં જ ડૂબું રહે છે, પ્રિય વ્યક્તિના પ્રેમમાં આસક્ત મનુષ્યનું મન જે રીતે પ્રિયજનમાં જ રમમાણ રહે છે, પ્રિય કીડામાં આસક્ત વ્યક્તિનું મન ક્રીડામાં જ ઘૂમે છે, એ જ રીતે શાન્ત સુધારસના સુખમાં આસક્ત સાધક આત્માનું મન શાન્તરસમાં જ, પ્રશમરસમાં જ નિમગ્ન રહે છે. આત્માનંદની અનુભૂતિમાં આકંઠ ડૂબ્યો રહે છે. એવી સાધક વ્યક્તિના જીવનમાં સુખશીલતા નથી હોતી, આરામપ્રિયતા નથી હોતી. એ તો અપ્રમત્તભાવથી આત્મામાં રહે છે. શારીરિક સુખનો વિચાર માત્ર તેના ચિત્તમાં આવતો નથી, એને વૈભવશાળી જીવનનો મોહ પણ નથી હોતો. જનસંપર્કથી એ સદા દૂર રહેવાનું પસંદ કરે છે. દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરવાની લાલસા એને માટે કશું જ મહત્ત્વ ધરાવતી નથી. દુન્યવી માન-સન્માનનું મૂલ્ય એમને માટે ધૂળ બરાબર હોય છે. એવા લોકોના દિલમાં નથી હોતી દુનિયાને ખુશ કરવાની રજમાત્ર ઇચ્છા કે નથી હોતી દુનિયાની પ્રશંસાની હૃદયમાં લેશમાત્ર પણ કામના. અલબત્ત, સકળ સૃષ્ટિ પ્રત્યે એમના હૃદયગિરિમાંથી વિશુદ્ધ મૈત્રી-કરુણાનું ઝરણું અવશ્ય વહે છે. કરુણાથી એમનું હૃદય કોમળ હોય છે. અંદરથી અને બહારથી તેઓ નિબંધન હોય છે. રસનેન્દ્રિયની સૂક્ષ્મ ઉત્તેજના પણ એમના મનમાં નથી હોતી. રસવૃત્તિ પર એમણે વિજય પ્રાપ્ત કર્યો હોય છે. કોઈ પણ ઐદ્રિક વિષયની રુચિ એમનામાં નથી હોતી. દુઃખદાયી વિષયસેવનઃ કરુણાને આત્મસાત્ કરવા માટે આસવોનો, વિકથાઓનો, ગારવોનો જે રીતે ત્યાગ કરવાનો છે, એ રીતે મદનનો એટલે કે વિષયવાસનાનો પણ ત્યાગ કરવો આવશ્યક છે. આસવાદિ સૌ અનાદિકાલીન મિત્રો (શત્રુ?) છે આત્માના! “સંવર સાથે મૈત્રી સંબંધ બાંધવાનો છે. ચાલો, હવે દુઃખદાયી વિષયસેવનની વાત કરીએ. શાન્ત સુધારસ: ભાગ ૩ ૨૫૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ આ વિષયો પ્રારંભમાં ઉત્સવ જેવા લાગે છે, મધ્યમાં શૃંગાર અને હાસ્યને ઉદ્દીપન કરનારા છે અને અન્તમાં બીભત્સ, કરુણાસ્પદ, લજ્જા અને ભયોત્પાદક હોય છે. યૌવનની એ ઉત્સુકતા! યૌવનનાં એ મદભર સ્વપ્ન ! મન:પ્રિય-પ્રિયતમના. મધુર સંગમની રંગીન કલ્પનાઓ ! યુવાન હૃદયમાં થનાર આ મહોત્સવમાં જેઓ રાચે છે એ જ એ આનંદની અનુભૂતિનું વર્ણન કરી શકે છે. વૈષયિક સુખના આનંદની એ પ્રારંભિક ક્ષણો ઠીકઠીક ઉત્તેજનાભરી હોય છે. વણજોયેલું જોવાની ઉત્સુકતા, અનનુભૂત અનુભવવાનું કુતૂહલ યુવાનીના સમયમાં સહજ અને સ્વાભાવિક હોય છે. આ ત્રણ અવસ્થાઓનું વર્ણન પ્રશમરતિમાં કરવામાં આવ્યું છે - આદિ, મધ્ય અને અંત! આદિમાં ઉત્સુકતા અને કુતૂહલ થવાથી શાન્તિ અને સ્વસ્થતા રહેતી નથી. મધ્યમાં આવેગની ક્ષણોમાં તીવ્ર મોહની વેદના-વ્યાકુળતા હોવાથી ત્યારે પણ શાન્તિ યા તો સ્વસ્થતા રહેતી નથી. અંતમાં કરૂણાજનક રૂદન, શરમ અને ભયની ભાવનાઓ પેદા થવાથી શાંતિ અને સ્વસ્થતા રહેતાં નથી. વિષયસેવન પૂર્વે સ્વસ્થતા નથી રહેતી. વિષયસેવન સમયે શાંતિ-સ્વસ્થતા નથી ટકતાં અને પછી ય શાંતિ-સ્વસ્થતા ન રહે! તો પછી વિષયસેવન શા માટે કરવું? જ્ઞાની પુરુષ, આત્મદ્રા મહર્ષિ ક્ષણિક સુખ કરતાં અંતરાત્માની સ્થાયી શાંતિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં ભલે ક્ષણિક સુખની અનુભૂતિ મનુષ્ય કરી લેતો હોય, પણ એ થોડી ક્ષણો વીતી ગયા પછી ? એ વાસનાનો ઝેર-જ્વર શાન્ત થયા પછી શું? માત્ર અશાંતિ અને અસ્વસ્થતા જ ને? એક વાર્તા - બે મિત્રોનીઃ વિમલ અને કમલની મૈત્રી ઉપર જનમત આશ્ચર્યચકિત હતો, અભિભૂત પણ ખરો. એમના વૈચારિક વિરોધાભાસથી પણ બધા પરિચિત હતા. વિમલને જ્યાં શાસ્ત્રી, સત્સંગથી પ્રીતિ હતી તો કમલ રંગરાગનો રસિયો હતો. છતાં પણ કંઈક એવું હતું કે જે એમને બાંધી રાખતું હતું. એમના પિતા શ્રેષ્ઠી સોમપ્રભ અને સોમદેવની ખ્યાતિ અવંતિકામાં જ નહીં, આસપાસનાં નગરોમાં પણ હતી. બંને મિત્રો એક દિવસે સંધ્યા સમયે ક્ષિપ્રા તરફ ચાલી નીકળ્યા હતા. માર્ગમાં એક સ્થળે મલ્લયુદ્ધનું આયોજન થઈ રહ્યું હતું. સવિખ્યાત મલ્લો પોતાના શરીરસૌષ્ઠવનું પ્રદર્શન કરીને સ્વયંની અને પોતાના સ્થાનની કીતિ દ્વિગુણિત કરી રહ્યા હતા. બંને મિત્રો ત્યાંથી પસાર થયા. વિમલનું મન એક ક્ષણ માટે રોકાવા તૈયાર થયું, કમલના રસિક મનમાં મલ્લયુદ્ધ માટે કોઈ દિલચસ્પી ન હતી. એણે વિમલનો હાથ પકડીને ખેંચ્યો અને આગળ ચાલ્યો. કરુણા ભાવના Page #268 -------------------------------------------------------------------------- ________________ થોડેક દૂર જતાં કમલ અને વિમલ એક ગલીમાં પ્રવેશ્યા. ત્યાં વેશ્યાઓનાં ઘર હતાં. જ્યાં મીઠી મીઠી સુગંધ અને વીણા-મૃદંગના મધુર સ્વર સાથે નૃત્યાંગનાઓના નાચગાન સાથેનો ઉત્તેજક ગીતનાદ સંભળાતો હતો. કમલનું મન એ વિલાસમયી વિથિકામાં મનોરંજનાર્થે રોકાવા અધીરું બન્યું. એનાં કદમ આગળ વધી ન શક્યાં. તેણે વિમલને કહ્યું: “એક જ વાર, પણ આપણે બંને વેશ્યાને ત્યાં જઈએ.” કમલની વાત સાંભળીને વિમલ સ્તબ્ધ થઈ ગયો. એણે આશ્ચર્યથી કહ્યું “આજ તું આવી વિચિત્ર વાતો કેવી રીતે કરે છે? આ નીચ કામ સિવાય, તું કહે તે હું કરી શકે પરંતુ આ દુર્ગતિના દ્વારમાં પ્રવિષ્ટ થવું મને સર્વથા નાપસંદ છે. વિલાસિતા અને કામુક ઉખલતાને ભડકાવનારી વેશ્યાને ઘેર જવાથી કફમાં ફસાયેલી માખીની જેમ સ્વચ્છ રહેવું અતિ કઠિન છે.” કમલે કહ્યું: “મારા માટે જો તને પ્રેમ હોય તો એક વાર અવશ્ય વેશ્યાને ત્યાં આવવું પડશે. નહીંતર આજથી જ સંબંધ વિચ્છેદ!' વિમલે કહ્યું “આજે નહીં કાલે જઈશું.' કહીને વાત ટાળી દીધી. બીજે દિવસે બંને મિત્રો પાન-ફૂલ, મિષ્ટાન્ન આદિ આહાર લઈને સાથે જ નીકળી પડ્યા. માર્ગમાં અવંતીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવ્યું. ભક્તજનોએ એ મંદિરને અને મૂર્તિને સજાવ્યાં હતાં. રંગમંડપ દિપકોના પ્રકાશથી ઝળહળી રહ્યો હતો, જાણે કે દીપાવલીનું મહાપર્વ આવ્યું ન હોય ! વીણા, વેણુ, મૃદંગો પર તાલ અને ઠેકા આપવામાં આવતા હતા. ભક્તજનો આવી ચાવીને પોતાને સ્થાને ગોઠવાઈ જતાં હતાં. અહીં આજે રાત્રિજાગરણનો સમારોહ હતો. વિમલનું સત્સંગપ્રિય માનસ દેરાસરના સાત્વિક વાતાવરણ પ્રત્યે સહજ આકર્ષિત થયું. એણે કહ્યું: 'મિત્ર, આજે તો મંદિરમાં બેસીએ. વેશ્યાને ત્યાં કાલે જઈશું.’ કમલે કહ્યું: “મારે તો આજે જ વેશ્યાને ત્યાં જવું છે.' વિમલે ધીરે ધીરે પોતાનો હાથ છોડાવતાં કહ્યું “જેવી તારી મરજી, હું તો મંદિરે જાઉં છું.' વિમલ મંદિરમાં ગયો. એણે ફલ-ફૂલ, મિષ્ટાન આદિ મંદિરમાં ચડાવ્યાં અને ભક્તિભાવથી બેસી ગયો. ત્યાં કલાકો સુધી ભક્તિભાવના ચાલતી રહી. વિમલ એમાં લીન થતો ગયો. હવે થોડીક જ રાત્રિ બાકી રહી તો તે ઊઠીને પોતાને ઘેર જવા માટે મંદિરની બહાર નીકળ્યો. સીડી ઉપરથી ઊતરતાં જ એના પગમાં એક ખીલી ભોંકાઈ ગઈ, અસહ્ય પીડાથી તે નીચે પડી ગયો. ત્યાં ઉપસ્થિત લોકોએ એને ઉપાડીને ઘેર પહોંચાડ્યો. કુશળ વૈદ્યરાજને બોલાવી તેની ખીલી કઢાવી. તે પથારીમાં પડીને વેદના ભોગવતો રહ્યો, પરંતુ એનું મન સમતાભાવમાં હતું. મારા કોઈ પાપકર્મોના ઉદયને લીધે આ દુખ આવ્યું છે. એવું એ સમજતો હતો. ૨૫૪ શાન્ત સુધારસ : ભાગ ૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ કમલ વેશ્યાને ત્યાં આ બાજુ કમલ વેશ્યા મંગલાના કોઠા ઉપર પહોંચી ગયો, એને જોઈને પોતાની સધબુધ ભૂલી ગયો. નર્તકી મંગલાનું મુખ અંગરાગથી મંડિત હતું. શરીર સુગંધતરબોળ હતું. એના અધરબિંબફળ જ હતા. ભૃકુટીઓ શિવ ઉપર વિજય સંકલ્પથી ખેંચાયેલી હતી. આ કર્ણ આમ્રની ફાડ જેવી આંખો હતી. ચીનાંશુક જેવા શુભ્ર, મસુમ કપોલોમાં કૂપ બનતા હતા અને હસતાં ચંદ્રિકા જેવી છોળો ઊડતી. મંગલાના શરીર ઉપર ગુલાબી સાડી અને ગુલાબી કંચુકી હતી, એ સાજ છેડાતાં પગમાં બાંધેલા ઘુઘરાઓથી છમછમ કરતી ત્રિભંગી મુદ્રામાં ઊભી હતી. મંગલાની દ્રષ્ટિ કમલ ઉપર પડી, કમળને લાગ્યું કે એની શિરાઓ એનો સાથ છોડી રહી છે અને જો એ ઊભો રહ્યો તો રૂપનો ભાર એને નીચે પાડી નાખશે. એ નમીને એક બાજુ બેસી ગયો. મંગલા હર્ષિત થઈને મલકાઈ અને એણે નૃત્ય શરૂ કરી દીધું. તેણે બાદલનૃત્ય, મયૂરનૃત્ય આદિ વિવિધ પ્રકારનાં નૃત્યો કર્યા. કમલના શરીરમાં મૃદંગની ગૂંજ, થાપ, તાલ, આલાપ અને ઘૂંઘરુંઓના ઝંકારથી તરંગ ઉપર તરંગ ઉત્પન્ન થતા અને ઊતરતા. આ બધામાં રાત વીતી ગઈ. જ્યારે તે ઘેર જવા નીકળ્યો તો મંગલાના ઘરમાંથી બહાર નીકળતાં જ એને સુવર્ણમુદ્રાઓની એક પોટલી મળી. એ ઉપાડીને એ ઘેર લાવ્યો. એણે જ્યારે સવારે જાણ્યું કે વિમલના પગમાં ખીલી વાગી છે અને તે પથારીવશ છે, તો એને જોવા માટે તે નીકળ્યો. સ્વાથ્યના હાલ પૂછીને પછી તેણે કહ્યું: ભાઈ ! તેં મંદિરમાં જઈને આ ફળ મેળવ્યું અને મેં વેશ્યાગૃહમાંથી પાછા ફરતાં આ સુવર્ણમુદ્રાઓ મેળવી.” કમલનો પ્રશ્ન એવો પ્રશ્ન હતો કે જે આજે પણ અનેક મનુષ્યોને ઉલિત કરતો રહ્યો છે. આવા પ્રકારનાં અનેકાનેક ઉદાહરણો સંસારમાં રોજ બનતાં જ રહે છે. જ્યારે સાધુ, સદાચારી વ્યક્તિ કષ્ટ ભોગવે છે અને ચોર લૂંટારા મોજ કરે છે. વિમલે કહ્યું: “ભાઈ! હું શું કરું? આ વાતની સંશયનિવૃત્તિ તો કોઈક મહામુનિમહાયોગી જ કરી શકે છે. આ દિવસોમાં ભર્તુહરિ ગુફામાં એક યોગી -મહાતપસ્વી મુનિરાજ સ્થિરતા કરી રહ્યા છે. આપણે કેટલા દિવસો પછી એમની પાસે જઈશું.' બંને મિત્રો ભર્તુહરિ ગુફામાં : થોડા દિવસો પછી બંને મિત્રો ભર્તુહરિની ગુફામાં પહોંચ્યા. ત્યાં એક શિલા ઉપર મહામુનિ બિરાજમાન હતા. એમના મસ્તક ઉપર કેશની જટા હતી. નિકટથી જોતાં એ મુનિરાજનો ચહેરો દિવ્ય લાગતો હતો. સુવર્ણ જેવા તપેલા ગૌર વર્ણમાં એમનો કંઠ શંખાકાર હતો અને ભવ્ય મુખ ઉપર મોટામોટા કટોરા જેવા નેત્રોમાં કરુણાનું જળ ભરેલું હતું. મુનિની નાસિકા પોપટ જેવી હતી. અધરોનો વળાંક કલાત્મક હતો. આ ક્ષણે તેઓ ચિંતનની મુદ્રામાં હતા. કરુણા ભાવના ૨૫૫ | Page #270 -------------------------------------------------------------------------- ________________ વિમલ અને કમલને જોઈને તેઓ મલકી ઊઠ્યા. એમના આસ્મિતમાં પ્રેમ હતો, વાત્સલ્ય હતું અને ઊંડું નિજત્વ હતું. આ સ્મિત સાથે તેમણે પ્રેમભર્યા શબ્દોમાં કહ્યુંઃ ધર્મલાભ! કહો તમે બે જણા શું કહેવા ઇચ્છો છો?” સંકોચ અનુભવતા, કચવાતા કમલે પોતાની અને વિમલની કથા કહી સંભળાવી - “ભલા એવું કેમ બન્યું પ્રભુ! મંદિરમાં ભાવભક્તિ કરવાનું ફળ પગમાં ખીલો વાગવો અને વેશ્યાને ત્યાં રંગ-રાગ કરવાનું ફળ સુવર્ણમુદ્રાઓની પોટલી મળવી?” શંકાનું સમાધાનઃ મુનિરાજે બંને જણાં ઉપર પોતાની કોમળ દ્રષ્ટિ નાખી અને બે ક્ષણ મૌન રહીને બોલ્યા: “મહાનુભાવો ! કેટલાંક કર્મો એવાં હોય છે, જેમને આજે કરવા છતાં પરિણામ કાલે મળે છે. એ રીતે વિગત જન્મોમાં ઉપાર્જિત કર્મ પણ. વર્તમાન જીવનનાં કર્મોના સ્વરૂપ એમના પ્રભાવને વધારી-ઘટાડી શકે છે.' ' તેમણે વિમલને કહ્યું: “વત્સ! તારા માટે શૂલીકર્મનો ઉદય હતો. પરંતુ તેં ભગવાન પાર્શ્વનાથના મંદિરમાં બેઠાંબેઠાં એ ભયંકર કર્મને શિથિલ કરી દીધું. જો તું ત્યાં બે ઘડી વધારે મંદિરમાં તલ્લીનતાપૂર્વક પ્રભુચરણે બેસી રહ્યો હોત તો તને ખીલી પણ ન વાગત. તેં ભક્તિભાવથી ફૂલી કર્મને ટાળી દીધું હતું.' એક સમાધાન પર મુનિ બે પળ રોકાયા. તેમણે કમલને કહ્યું: “વત્સ! તારો રાજ્યયોગ આવી રહ્યો હતો. આ મહાપુણ્યને તેં વેશ્યાને ત્યાં રંગ-રાગમાં સમાપ્ત કરી દીધો. કેવળ સુવર્ણમુદ્રાઓ પ્રાપ્ત કરી. જો તું ત્યાં બે ઘડી વધારે રોકાયો હોત તો તે પણ ન મળત.” કમલને આજે કર્મફળનો રહસ્યબોધ થઈ રહ્યો હતો. એણે મહામુનિના ચરણોમાં સોગંદ ખાધા કે પોતાની રુચિઓમાં અને પ્રવૃત્તિઓમાં પરિવર્તન કરશે અને પોતાના મિત્રની જેમ સત્કર્મમાં નિરત રહેશે.” બંને મિત્રો આસવ, વિકથા, ગારવ દુરાચારના માર્ગથી હટીને સંવરના માર્ગ ઉપર ચાલવા લાગ્યા. આમ તો વિમલ વિકથાદિ દોષોથી દૂર જ હતો, પણ કમલને સન્માન મળી ગયું. ' सह्यत इह किं भवकान्तारे गदनिकुरम्बमपारम् । अनुसरताऽऽहितजगदुपकारं जिनपतिमगदंकारम् ॥ ७ ॥ “સંસારવનમાં ભટકીને શા માટે આટલી અપાર પીડા વહન કરે છે? જિનેશ્વર પરમાત્મા કે જે જગત ઉપર ઉપકાર કરવા માટે સદૈવ સજજ છે, તત્પર છે, તું એમનું અનુસરણ કર.” સંસાર અનર્થોથી ભય છેઃ સંસારમાં રહેલાં અનર્થોની પ્રચુરતા તમારા દિલને કંપાવી નાખે છે ને? શાન્ત સુધારસઃ ભાગ ૩| ૨૫૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ કર્મોના ઉદયમાંથી ઉત્પન્ન થયેલી અસંખ્ય વિટંબણાઓ તમારા મનને હલાવી નાખે છે ને? ચૌદ રાજલોકમય વિરાટ સૃષ્ટિમાં થઈ રહેલા જીવોના અવિરત પરિભ્રમણને જાણીને તમારો દેહ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે ને? સંસાર તમને ડરાવનારા ભયંકર દૈત્ય કરતાંય વધારે ભયંકર લાગે છે ને? એટલા માટે કહું છું કે સંસારમાં જાગ્રત રહો. પરમાત્મા વીતરાગ દેવનું શરણું લો. એ પરમ ઉપકારી છે. કરુણાનિધિ છે. તમે એનું ધ્યાન કરો. એમણે કેટલા જીવોને દુખમાંથી મુક્ત કર્યા છે એનો વિચાર કરો. પરમાત્મા પરમ કર્ણાવતઃ. અહીંતહીં ભટકવાની જરૂર નથી. સંસારસાગરમાં પરમાત્મા નૌકાની જેમ છે - જહાજ છે. તે પરમ શરણ્ય છે. તેમણે યથાર્થ તત્ત્વદર્શન કરાવ્યું છે. કેટલો સવાંગસુંદર મોક્ષમાર્ગ બતાવ્યો છે?પરસ્પર વિરોધ રહિત - અવિસંવાદી કેટલી અદૂભુત. ધમપદ્ધતિ બતાવી છે? સ્યાદવાદની કેવી દિવ્યદ્રષ્ટિ પ્રદાન કરી છે? જે કોઈ સમર્પિત મનુષ્ય પ્રભુના કહ્યા પ્રમાણેના માર્ગને અનુસરે, તે આત્માની અપાર સુખસંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આત્માનું નિત્ય અને સ્વાધીન સુખ પ્રાપ્ત કરી લે છે. - તમને લોકોને મેં સમવસરણ ધ્યાનની પ્રક્રિયા બતાવી હતી. તમે પ્રતિદિન એ ધ્યાન કરો. પરમાત્મા સાથે તદાકાર બની જાઓ. અપૂર્વ આનંદની અનુભૂતિ કરો. બસ, ભગવાનનું જ અનુસરણ કરતા રહો. દુઃખ દૂર થઈ જશે. સુખ સામે આવી જશે. श्रुणुतेकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत कृतसुखशतसंधानं, शान्तसुधारसपानम् ॥ ८ ॥ ‘વિનયે (ગ્રંથકાર) જે કહ્યું છે એ અવશ્ય હિતકારી છે. તું એને ધ્યાનથી સાંભળ. વિવિધ સુખોની સાથે અને વિભિન્ન પુછ્યો સાથે જોડનાર શાન્તસુધારસનું અમૃતપાન કર.” સુખ અને પુણ્ય આપનાર શાન્તરસઃ પરમ કર્ણાવંત પરમાત્માની કરુણાના પાત્ર બનવાની જે વાત ગ્રંથકારે કહી છે તે પરમ હિતકારી છે. રાગદ્વેષથી થોડો સમય મુક્ત બનીને આ શાન્ત સુધારસનું શ્રવણ કર. એનાથી તું પુણ્યકર્મનો બંધ તો કરીશ જ, સાથે સાથે વિવિધ સુખોની પ્રાપ્તિ પણ કરીશ. પરમાત્માની કરુણાના પાત્ર બનનાર જીવ પુણ્યશાળી બને જ છે. સુખોનો વૈભવ એને પ્રાપ્ત થાય છે. - હવે કરુણા ભાવનાના વિષયમાં કવિ દીપની એક કાવ્યરચના છે, એ સંભળાવીને આજનું પ્રવચન સમાપ્ત કરીશ. કરુણા ભાવના . ૨૫૭] Page #272 -------------------------------------------------------------------------- ________________ કરુણા ભાવના - એક કાવ્ય મામોહ પંજ૨ વિષે જગત-જીવ મુંઝાય, કર્મવશ તે બાપડા, આમતેમ અથડાય .'.૧ ક્રૂર ધર્મીનંદક સહુ, કરુણાપાત્ર ગણાય, સજ્જનને તે ઉપરે, ઘટે ન ક્રોધ કરાય...૨ કરુણા ભાવના ચિત્ત ધરો, ભવિક ! કરુણા મનોહાર રે, કર્મવશ પ્રાણિયા દુઃખ સહે, રડવડે ભીમ સંસાર રે...૧ કરુણા મોહની તીવ્ર મદિરાવશે, સત્વર થાય મતિહીન રે, સુગુરુ-ઉપદેશ નવ સાંભળે, વિષયવાસે બને દીન રે....૨ કરુણા કુમત-અજ્ઞાન ફંદે ફસ્યા, પ્રવચન પંથ ન સુહાય રે, પથ્ય અમૃતરસને ત્યજી, વિષય-વિષપાનને ચહાય ...૩ કરુણા ક્રોધ અનલે બને દગ્ધ તે, હૃદય મચ્છર વહે મૂઢ રે, નરક-તિર્યંચ દુઃખ પામતા, કિમ ધરે બોધિગુણ રે...૪ કરુણા સદ્ગુરુ દેવ સેવે નહીં, દેખી કરુણા ઉપદંત રે, મંદ પ્રાણી સંસારમાં મમત ન લહે ભવ અંતરે...૫ કરુણા એમ કરુણા સદા માનીએ, ધારીએ ક્રોધ નવ લેશ રે, કુશલચંદ્રસૂરિની રહેમથી ‘દીપ'ને જ્ઞાન સુવિશેષ રે.... કરુણા કાવ્ય ગુજરાતી ભાષામાં જ છે. છતાંયે સંક્ષેપમાં અર્થ સમજાવું છું. કરુણા ભાવનાને હૃદયમાં ભાવતા રહો, આ ભાવના મનોહારી છે. કર્મવશ પ્રાણી દુઃખ સહન કરે છે. ભીષણ સંસારમાં ભટકાય છે. મોહરૂપ તીવ્ર શરાબ પીનારા તત્કાલ મતિહીન થઈ જાય છે. સદ્ગુરુનો ઉપદેશ સાંભળતો નથી, વિષયવાસનામાં પરવશ બને છે. મિથ્યામતનો ફંદો ગળામાં નાખે છે. શુદ્ધ મોક્ષમાર્ગ પસંદ નથી આવતો. સુખકારી અમૃતરસનો ત્યાગ કરીને વિષયરૂપ વિષપાન કરે છે. ક્રોધાગ્નિથી બળે છે, હૃદયમાં ઈર્ષ્યાભાવથી મૂઢ બને છે. નરક-તિર્યંચગતિનાં દુઃખ સહન કરે છે. એમાં બોધિગુણ કેવી રીતે થઈ શકે ? મંદમતિવાળો મનુષ્ય સંસારમાં ભટકતો રહે છે. એની મુક્તિ થતી નથી. સદ્ગુરુ અને સુદેવની સેવા નથી કરતો. એવા જીવોને જોઈને હૃદયમાં કરુણા ભરાઈ જાય છે, એમના પ્રત્યે લેશ માત્ર પણ ક્રોધ નથી આવતો. આજે બસ, આટલું જ. ૨૫૮ શાન્તસુધારસ : ભાગ ૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ શી]GG@ાર્લી પ્રવચન ૬૯ માધ્યથ્ય ભાવના ૧ સંકલના ! માધ્યચ્યભાવમાં વિશ્રામ. માધ્યચ્યભાવમાં પ્રીતિ. સહજ ઔદાસીન્ય પ્રાપ્ત કરો. બે મિત્રો જિનધર્મ અને સાગરદત્ત. સદ્દગુરનો યોગ. જિનમંદિરનું નિર્માણ પ્રતિષ્ઠા. વિવાદ અને ગૂંચ. સાગરદત્તનો જીવઃ રાજાનો અશ્વ. સાગરદત્ત પ્રત્યે જિનધર્મનો ઉદાસીનભાવ. જિનધર્મ શ્રેષ્ઠી જ ભગવાન મુનિસુવ્રત. મધ્યસ્થતા ન રાગ, ન ફ્લેષ. મિથ્યાત્વી અને પાપી પ્રત્યે મધ્યસ્થતા. કોઈ કોઈને રોકી શકતું નથી. જમાલિ જ્યારે દીક્ષા લે છે. જમાલિની તપશ્ચર્યા અને બીમારી. બીમારીમાં ઉત્સુત્ર-ભાષણ પ્રથમ નિલવ. જમાલિભગવાન મહાવીર પાસે. પ્રિયદર્શના સાધ્વીને હૅક કુંભારનો પ્રતિબોધ. Page #274 -------------------------------------------------------------------------- ________________ श्रान्ता यस्मिन् विश्वमं संश्रयन्ते, रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः । लभ्यं रागद्वेषविद्वेविरोधा दौदासीन्यं सर्वदा तत्प्रियं नः ॥ १ ॥ માધ્યસ્થ્યભાવમાં વિશ્રામ : આત્મસ્વભાવમાં નિમગ્ન રહેવું, ન કોઈ પ્રત્યે રાગ, ના દ્વેષ, આ માધ્યસ્થ્યભાવ છે. મધ્યસ્થતા કહો યા ઔદાસીન્ય કહો - એક જ વાત છે. જડ-ચેતન દ્રવ્યો પ્રત્યે રાગદ્વેષ ક૨વાથી મન બહિર્મુખ બને છે. બહિર્મુખ મનુષ્ય પોતાના અયોગ્ય વિચારવ્યવહારને પ્રામાણિક સિદ્ધ કરવા માટે કુતર્કનો આધાર લે છે. પરિણામ એ આવે છે કે એવા જીવોને વિવિધ પ્રકારનાં ઉપાલંભોનો સામનો કરવો પડે છે. લોકનિંદાના ભોગ બનવું પડે છે. એનાથી એ થાકી જાય છે અને કલાન્ત બની જાય છે. જો માણસ ઉદાસીનભાવ ધારણ કરે છે તો તે સદૈવ માનસિક આરામ પામે છે; પરંતુ એને માટે તેણે ત્રણ પ્રકારનો પુરુષાર્થ ક૨વો જોઈએ ઃ – રાગદ્વેષનો ત્યાગ, અત્તરાત્મભાવની સાધના, – કુતર્કોનો ત્યાગ. આ ત્રણે વાતો મહત્ત્વપૂર્ણ છે. જે જડ યા ચેતન પદાર્થ પ્રત્યે રાગ હોય, તીવ્ર આસક્તિ હોય અને એમાં દ્રવ્યાત્મક કે ભાવાત્મક અણધાર્યું પરિવર્તન આવે છે, તો માણસ દુઃખી થઈ જાય છે અને જો એ દુઃખ વધતું જાય છે, તો હૃદય ઉપર અસર કરે છે અથવા ચિત્ત ઉપર અસર કરે છે. પરિણામે તે મનનો રોગી બની જાય છે. એટલા માટે જો માનસિક યા શારીરિક સુખ પામવું હોય તો મધ્યસ્થભાવ ઉદાસીનભાવની આરાધના કરો. નાદું, ન મમ - આ મંત્રની આરાધના કરો. માધ્યસ્થભાવમાં પ્રીતિ - જો માણસ રોગી હોય, પરંતુ શરીર પ્રત્યે એ રાગી ન હોય, આસક્ત ન હોય, તો તે પ્રસન્નતા અનુભવે છે. મને રોગ નથી, મારા શરીરને છે.’ આ સત્ય એના મનને રોગજન્ય ગ્લાનિથી દૂર રાખે છે. એટલા માટે તો સ્વયં સ્કંદકમુનિજીના ૫૦૦ શિષ્યોને પાલક રાજાએ ઘાણીમાં પીલી નાખ્યા, તો પણ તે શિષ્યો ધર્મધ્યાનમાં રહ્યા, શુક્લધ્યાન પામ્યા અને મુક્તિમાં પહોંચી ગયા. એમના મનમાં ન પાલક પ્રત્યે રોષ આવ્યો, ન શરીર પ્રત્યે સૂગ આવ્યો. તેઓ તો મધ્યસ્થ બન્યા અને મુક્તિ પામી ગયા. પરંતુ આચાર્ય સ્કંદકસૂરિજીને પાલક પ્રત્યે રોષ - ઘોર રોષ પ્રદીપ્ત થયો, તેઓ ૨૬૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ પણ ઘાણીમાં પિસાયા, પણ તેઓ મુક્તિ ન પામી શક્યા ! એ અગ્નિકુમાર દેવ બન્યા ! પ૦૦ શિષ્યો મધ્યસ્થભાવથી મુક્તિ પામ્યા, જ્યારે એમના ગુરુ મોક્ષમાં ન જઈ શક્યા ! મહત્ત્વની વાત એ છે કે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં રાગદ્વેષનાં નિમિત્તો મળે, ત્યાં સાવધાન થઈ જવું અને મનને રાગદ્વેષથી બચાવવું. વિશેષતઃ જ્યારે શરીર રોગગ્રસ્ત થઈ જાય ત્યારે તો મનને ઉદાસીનભાવમાં જ રાખવું, રાગદ્વેષથી મનને બચાવી રાખવું. સહજ ઔદાસીન્ય પ્રાપ્ત કરો ઃ જેમ જેમ તમારા રાગદ્વેષ ઓછા તેમ તેમ સહજ ઔદાસીન્ય તમારી અંદ૨ પાંગરવા માંડશે. તમારું અપ્રિય કરનારાઓ તરફ પણ દ્વેષ-રોષ-પરિવાદ, મત્સર ક૨વાનાં નથી, અપ્રિય શબ્દ બોલવાનો નથી. તમને મેં થોડા દિવસો પહેલાં ભગવાન મુનિસુવ્રતસ્વામીનો એક પ્રસંગ સંભળાવ્યો હતો. યાદ છે ને ? એક અશ્વને પ્રતિબુદ્ધ કરવા એ રાતમાં ૬૦ યોજન ચાલીને રાજગૃહથી ભરુચ પધાર્યા હતા અને ત્યાંના રાજાનો અશ્વ સમવસરણમાં ભગવાનની દેશના સાંભળીને નાચ્યો હતો. તેણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી હતી અને ત્યાં મૃત્યુ પામ્યો હતો. રાજા જિતશત્રુએ ભગવાનને પ્રશ્ન કર્યો ‘ભગવન્ ! મને આ ઘટના રહસ્યમય લાગે છે, આપ પૂર્ણ જ્ઞાની છો. આ રહસ્યને પ્રકટ કરવાની કૃપા કરો.’ ભગવંતે અશ્વના પૂર્વજન્મની વાર્તા સંભળાવી હતી. બે મિત્રો - જિનધર્મ અને સાગરદત્ત ઃ – પદ્મિનીખંડ નામે એક નગર હતું; એમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ હતું જિનધર્મ અને બીજાનું નામ હતું સાગરદત્ત, બંનેના પોતપોતાના ધર્મ હતા. જિનધર્મ જૈનધર્મનો આરાધક હતો, સાગરદત્ત શૈવધર્મ પાળતો હતો. બંને ગુણવાન હતા. સાગરદત્ત સરળ હતો, નિરભિમાની હતો, નિરાડંબરી હતો. વૈભવશાળી હોવા છતાં પણ એ વિનમ્ર હતો. ભગવાન શિવનો ભક્ત હતો. એણે ભવ્ય શિવમંદિર બંધાવ્યું હતું. મંદિરમાં પૂજાસેવા માટે અને સારસંભાળ માટે એણે પૂજારીઓ નિયુક્ત કર્યા હતા. જિનધર્મ ધર્મનો મર્મ સમજતો હતો. તેણે સાગરદત્તને શૈવમંદિર બાંધવા દીધું, નિષેધ ન કર્યો, એણે શૈવધર્મની નિંદા પણ ન કરી. પરંતુ જૈનધર્મના અહિંસા-ધર્મની વાત એ રીતે કરતો કે સાગરદત્તના હૃદયમાં એ સ્પર્શી જતી. જૈનધર્મની ઘણી બધી મૌલિકતા - તત્ત્વજ્ઞાનની વાતોથી સાગરદત્ત પ્રભાવિત થતો રહ્યો. જિનધર્મ સાગરદત્તને ભવ્ય, રમણીય જિનમંદિરોમાં લઈ જતો હતો. માધ્યસ્થ ભાવના ૨૬૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિરની ભવ્યતા, સ્વચ્છતા અને કલાત્મકતાથી સાગરદત્ત આકર્ષિત થયો. વિતરાગ પરમાત્માની કરુણામયી મૂર્તિને એ અનિમેષ નજરે જોયા કરતો. જિનધર્મ શ્રેષ્ઠી જે પ્રાર્થના કરતા, સ્તવના કરતા તે સાગરદન તાય ચિત્તથી સાંભળતો. એક દિવસે સાગરદત્તને જિનધર્મને કહ્યું “મિત્ર ! મને જિનમંદિરમાં અપૂર્વ શાન્તિનો અનુભવ થાય છે. વીતરાગ પરમાત્માની મૂર્તિનાં દર્શન, મારા ચિત્તમાં અપૂર્વ આનંદનાં સંવેદનો પેદા કરે છે.' જિનધર્મી પ્રસન્ન ચિત્તથી કહ્યું: “મારા મિત્ર! આ પરમાત્મા તો સમગ્ર જીવસૃષ્ટિ તરફ કરુણાવંત છે. પ્રત્યેક જીવાત્માને જીવમાંથી શિવ બનાવવાની શ્રેષ્ઠ ભાવના એમણે ભાવી છે. એ તો ભવવનમાં ભટકતા જીવોના સાર્થવાહ છે. ભવસાગરમાં ડૂબતા જીવોના એ તારક છે અને ભવવનમાં ભયભીત બનેલા જીવો માટે મહાગોપ છે, રક્ષક છે. સાગર! તારા મનમાં આ પરમાત્માના સ્વરૂપ વિશે જે પ્રેમ જાગ્યો છે એ તારા આત્માની ઉન્નતિની નિશાની છે.” સાગરદત્તે કહ્યું મિત્ર, મને તારી આ સર્વ વાતો ખૂબ સારી લાગે છે. હવે આપણે બંને સાથે જ જિનમંદિરમાં જઈશું.” સદ્ગુરુનો યોગઃ એક દિવસે જિનમેં સાગદત્તને કહ્યું “મિત્ર! આજે નગરના બાહ્ય ઉદ્યાનમાં એક જ્ઞાની-તપસ્વી મુનિજી પધાર્યા છે. ચાલ, આપણે એમનાં દર્શન-વંદન કરીએ અને ધમોપદેશ સાંભળીએ.” બંને મિત્રોએ ‘અમિતગતિ' નામના મુનિરાજનાં દર્શન કયાં અને વિનયપૂર્વક એમની સામે હાથ જોડીને બેઠા. મુનિરાજે બંનેને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને ચંદનશીતળ વાણીમાં ઉપદેશ આપ્યો. આત્મતત્ત્વ, ગુરુતત્ત્વ અને પરમાત્મતત્ત્વ સમજાવ્યું, ધર્મતત્ત્વનો પ્રભાવ સમજાવ્યો. મોક્ષસ્વરૂપ સમજાવ્યું. સાગરદત્તે કહ્યું: ‘ગુરુદેવ! મને જિનમંદિર ખૂબ પ્રય લાગે છે. એટલા માટે હું એક જિનમંદિરનું નિર્માણ કરીશ. આપની સામે હું પ્રતિજ્ઞા કરું છું.' ગુરુદેવે કહ્યું: “વત્સ ! તારો સંકલ્પ સારો છે. વૃઢતાથી સંકલ્પનું પાલન કરજે, મારા આશીવદ તારી સાથે છે.' બંને મિત્રો પાછા ફર્યા. જિનધર્મ સાગરદત્તને પોતાને ઘેર લઈ ગયો. તેણે કહ્યું “સાગર, તારી પ્રતિજ્ઞા સાંભળીને હું હર્ષવિભોર બની ગયો છું. તેં ખૂબ ભારે પ્રતિજ્ઞા કરી છે. સાગરે કહ્યું: મિત્ર! જિનમંદિરનું નિમણિ તારે જ કરાવવાનું છે. મને તો જિનમંદિર વિષયક જ્ઞાન જ નથી! હા, મારી ઈચ્છા શિવમંદિરની પાસે જે મેદાન છે, ત્યાં જિનમંદિર બંધાવવાની છે, બરાબર છે ને?”. " જિનધર્મે કહ્યું: “એ સારી જગ્યા છે. ત્યાં જિનમંદિર સારું લાગશે.' સાગરદને ૨૬૨ શાન્તસુધારસ: ભાગ ૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ કહ્યું: ‘મિત્ર! જે લોકો શિવમંદિરમાં જતાં હશે. તેઓ જિનમંદિરમાં પણ આવશે. આપણે શ્વેત આરસના પથ્થરનું મંદિર બનાવીશું અને સોનાની નયનરમ્ય મૂતિ બનાવીશું.’ જિનધર્મ હર્ષોલ્લાસપૂર્વક સાંભળી રહ્યો હતો. એણે સાગરદત્તને સાવધાન કરતાં કહ્યું મિત્ર!તારી ભાવના શ્રેષ્ઠ છે, સંકલ્પવૃઢ છે, પરંતુ સાવધાની રાખજે. શૈવમતાવલંબીઓને ખબર પડશે કે સાગરદત્ત જિનમંદિર બનાવડાવે છે, તો એ લોકો તને રોકવા પ્રયત્ન કરશે. તારી નિંદા કરશે. તારા કાર્યમાં વિઘ્ન નાખશે. અવરોધો ઊભા કરશે. એ સમયે તારે ખૂબ વીરતાથી કાર્ય કરવું પડશે.” સાગરદને કહ્યું 'મિત્ર ! તું મારી સાથે છે પછી મારે ચિંતા કઈ બાબતની? જેને જે બોલવું હોય તે બોલે ! આપણે સાંભળવાનું જ નહીં. જો એ લોકો વધારે પરેશાન કરશે તો કહીશ, “જિનમંદિર જિનધર્મ શ્રેષ્ઠી બનાવી રહ્યા છે. બંને મિત્રો હસી પડ્યા. જિનમંદિરનું નિમણિ પ્રતિષ્ઠા બીજા દિવસે શિલ્પીઓને બોલાવીને જિનમંદિરના નિમણિની વાત પણ કરી દીધી. શુભ મુહૂર્તમાં કાર્યનો પ્રારંભ પણ કરી દીધો. સાગરદત્તે ઉદારતાથી નિમણ કાર્ય કરાવવાનો પ્રારંભ કરી દીધો. જિનધર્મ શ્રેષ્ઠીએ સંપૂર્ણ સહયોગ આપવાનું શરૂ કર્યું. બે વર્ષમાં ભવ્ય જિનમંદિર તૈયાર થઈ ગયું. ભગવાન શ્રી ઋષભદેવની સુવર્ણમયી, રમણીય પ્રતિમા પણ તૈયાર થઈ ગઈ. સાગરદત્તના હૃદયમાં અપૂર્વ હર્ષોલ્લાસ પણ પ્રકટ થયો. જિનધર્મ શ્રેષ્ઠીના આનંદની પરાકાષ્ઠા થઈ ગઈ! બંને મિત્રો એક બીજાને ભેટી પડ્યા. જિનધર્મે સાગરદત્તના આ ભવ્ય સુકતની ખૂબ જ પ્રશંસા પણ કરી. પરંતુ શૈવધર્મવાળાઓએ સાગરદત્તની ઘોર નિંદા કરી. જનસંઘે સાગરદત્તનું ભિવ્ય સ્વાગત કર્યું. સુકૃતની ખૂબ જ અનુમોદના કરી. બંને મિત્રો પ્રતિદિન ભગવાન ઋષભદેવનું પૂજન અર્ચન કરવા લાગ્યા. ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા લાગ્યા. એક દિવસે શિવમંદિરના પૂજારી સાગરદત્તની હવેલી પર ગયા અને કહ્યું: સાગરદ, કાલે શિવમંદિરમાં પૂજા છે, ઉત્સવ છે, તારું જ બનાવેલું મંદિર છે, તારે આવવું જોઈએ.’ સાગરદને કહ્યું: ઠીક છે, કાલે હું આવીશ અને પૂજામાં સંમિલિત થઈશ.' બીજે દિવસે સાગર શિવમંદિરે ગયો. મંદિરમાં દુર્ગંધ ફેલાયેલી હતી. તે ગર્ભગૃહની પાસે પહોંચ્યો. ત્યાં એક બાજુ ઘીના ભરેલા ઘડા પડ્યા હતા. આસપાસ માટી પણ જામેલી હતી. ક્યાંક-ક્યાંક ઉંદરો પણ દોડતા હતા. અન્ય જીવજંતુઓ પણ ફરી | માધ્યચ્ય ભાવના [૨૩] Page #278 -------------------------------------------------------------------------- ________________ રહ્યાં હતાં. સાગરદત્ત આ બધું જોઈ રહ્યો હતો. ત્યાં બે પૂજારીઓ આવ્યા. તેમણે ઘીના બે ઘડા ઉપાડ્યા, ત્યાં ઘડાઓની નીચે નાના નાના જીવ દેખાયા. પૂજારીઓ એ જીવોને મારવા લાગ્યા. સાગરદતનું હૃદયદ્રવિત થઈ ગયું. તેણે કહ્યું “અરે, તમે લોકો શું કરી રહ્યા છો ? જીવોને ન મારો.” પૂજારીએ કહ્યું: ‘તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ.' પૂજારીએ જ્યારે આવો ઉદ્ધત જવાબ આપ્યો ત્યારે સાગરદત્તે કહ્યું: ‘આ મંદિર છે. મંદિરમાં જીવહિંસા ન થવી જોઈએ. તમે લોકો નિદૉષ જીવોને ન મારો, એ મોટું પાપ છે. પૂજારીએ કહ્યુંઃ પાપપુણ્ય અમે સમજીએ છીએ. અમને સમજાવવાની જરૂર નથી.’ હવે સાગરદનને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું તમે કહેવા શું માગો છો? હું અહીં મંદિરમાં જીવહિંસા થવા નહીં દઉં.' વિવાદ અને સમસ્યાઃ પૂજારીઓ ભેગા થઈ ગયા. બરાડા પાડવા લાગ્યા, “આ મંદિર તારું નથી. તારું મંદિર તો જિનમંદિર છે. આ મંદિર અમારું છે, નીકળી જા અહીંથી...' સાગરદત્તે પણ જોરમાં આવીને કહ્યું હું જીવહિંસા નહીં થવા દઉં અને આ મંદિરમાંથી જઈશ પણ નહીં. પૂજારી બોલ્યો તે તો ધર્મભ્રષ્ટ છે, પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મનો સ્વીકાર કર્યો છે. હવે આ મંદિરમાં તારો કોઈ અધિકાર નથી.” પૂજારીવર્ગ સાથે શૈવધર્મના બીજા લોકો પણ ભળ્યા અને સાગરદનને ગાળો બોલવા લાગ્યા. સાગરદત્તને ધક્કા મારવા લાગ્યા અને એને ઘસડીને મંદિરની બહાર કાઢ્યો. સાગરદન પોતાને ઘેર આવ્યો. એના મનમાં પ્રશ્ન ઊભો થયો - કુલપરંપરાગત શિવધર્મ સાચો યા અહિંસાપ્રધાન જૈનધર્મ સાચો? એનું મન શંકા-કુશંકાઓથી ઘેરાઈ ગયું. તેણે પોતાની હવેલીમાંથી બહાર જવાનું છોડી દીધું. મિત્ર જિનધર્મને મળવાનું છોડી દીધું. એ આર્તધ્યાન કરવા લાગ્યો. એનો શ્રદ્ધાભાવવિચલિત થઈ ગયો. શૈવમંદિરમાં એનું જે ઘોર અપમાન થયું હતું, એનાથી તે અતિ બેચેન અને સંતપ્ત થઈ ગયો હતો. અસ્વસ્થ બની ગયો હતો. એક દિવસે એનું મોત થઈ ગયું. જિનધર્મ સાગરદત્તના મોતના સમાચારથી ખૂબ રડ્યો.' સાગરદાનો જીવ - રાજાનો અશ્વઃ ભગવાન મુનિસુવ્રતે રાજ તિશત્રુને કહ્યું: “રાજ ! સાગરદર મરીને પશુયોનિમાં ગયો, પશુયોનિમાં એણે અનેક જન્મ-મૃત્યુ પ્રાપ્ત કર્યો એ સાગરદનનો જીવ જ તારો અશ્વ હતો.' [૨૪ ૨૪. શાનસુધારસ ભાગ ૩] Page #279 -------------------------------------------------------------------------- ________________ રાજા જિતશત્રુ પોતાના પ્રિય અશ્વના પૂર્વજન્મની કથા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એણે કહ્યું: “ભગવંત ! સાગરદત્તના મિત્ર જિનધર્મ શ્રેષ્ઠીનું શું થયું?” ભગવાને કહ્યું: “જિનધર્મ શ્રેષ્ઠીને સાગરદાના મંદિરમાં થયેલા અપમાનથી ખૂબ દુઃખ થયું હતું. પરંતુ સાગરદત્ત પોતાની હવેલીમાંથી બહાર આવતો ન હતો, તેથી તે જિનધર્મને મળી શકતો ન હતો.” સાગરદત્ત પ્રત્યે જિનધર્મનો ઉદાસીનભાવઃ જિનધર્મને જાણવા મળ્યું હતું કે સાગરદત્તની જૈનધર્મ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે વિચલિત થઈ ગઈ હતી. તેણે જિનમંદિરમાં જવાનું છોડી દીધું હતું. તો પણ જિનધર્મ શ્રેષ્ઠીએ સાગરદત્ત પ્રત્યે રોષ ન કર્યો પરંતુ મધ્યસ્થભાવ-ઉપેક્ષાભાવ રાખ્યો. એ સમજતો હતો કે કર્મવશ જીવ કઈ ભૂલ નથી કરતો? બસ, મારે તમને આ જ વાત સમજાવવી છે. મિત્ર પણ ભૂલ કરે છે. એ સમયે એના પ્રત્યે રોષ યા ક્રોધ ન કરવો જોઈએ. એના પ્રત્યે માધ્યચ્ય ભાવના - ઔદાસીજે જ રાખવું જોઈએ. ભગવંતે કહ્યું: “સાગરદત્તના મૃત્યુ પછી જિનધર્મ શ્રેષ્ઠીને ઘણું જ દુઃખ થયું. ખૂબ જ પસ્તાવો થયો-“મારે ગમે તેમ કરીને સાગરદત્તને મળવું જોઈતું હતું. એની શ્રદ્ધાને દ્રઢ કરવી જોઈતી હતી. એના મનમાં જૈનધર્મ પ્રત્યેની શંકાઓ દૂર કરવી જોઈતી હતી. હું કર્તવ્ય નિભાવી ન શક્યો. મારો એ પરમ મિત્ર મર્યા પછી કઈ ગતિમાં ગયો હશે? એ દુર્ગતિમાં તો નહીં ગયો હોય ને?” જિનધર્મ શ્રેષ્ઠી વિરક્ત બન્યા. ઉગ્ર તપ કરવા લાગ્યા. પુષ્કળ ધન આપવા લાગ્યા. ધર્મધ્યાનમાં લીન બન્યા. પરમાત્મ ધ્યાન કરવા લાગ્યા. સંસાર-વ્યવહાર છોડી દીધો. એ મરણ પામ્યા. જિનધર્મ શ્રેષ્ઠી જ ભગવાન મુનિસુવતઃ - જિનધર્મનો આત્મા દેવલોકમાં ઉત્પન થયો. દેવલોકનું અસંખ્ય વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરીને સદ્ગતિઓમાં જનમતા રહ્યા. પછી તે પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં ચંપાનગરીમાં જન્મ્યા. રાજકુળમાં જન્મ થયો. તે સુરશ્રેષ્ઠ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજ્ય કર્યું. એક દિવસ ચંપાના બાહ્ય ઉદ્યાનમાં નંદન” નામના મુનિરાજ પધાર્યા. રાજાએ ઉદ્યાનમાં જઈને મુનિરાજને વંદના કરી. મુનિરાજે ધમપદેશ આપ્યો. રાજાને મુનિરાજનો ઉપદેશ આત્મસ્પર્શી લાગ્યો. એક માસ સુધી રાજા ઉપદેશ સાંભળતો રહ્યો ને વૈરાગી બન્યો. રાજાએ દીક્ષા લીધી. સુરશ્રેષ્ઠ મુનિરાજે વીશ સ્થાનક તપ કર્યું અને એમની અંદર ઉચ્ચતમ કરુણા ભાવના જાગૃત થઈ. “સંસારના તમામ જીવોને મોક્ષમાર્ગના આરાધક બનાવું!મારું ચાલે તો સર્વ જીવોને મોક્ષમાં લઈ જાઉં. | માધ્યચ્ય ભાવના ૨૫] Page #280 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવોનાં તમામ દુઃખો દૂર કરું. પરમ સુખ... પરમ શાન્તિ પ્રદાન કરું.’ આ ભાવના અને આ આરાધનાથી સુરશ્રેષ્ઠ મુનિરાજે તીર્થંકર નામકર્મ બાંધી લીધું. દીર્ઘકાળપર્યંત સંયમધર્મનું પાલન કરીને સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા. અસંખ્ય વર્ષપર્યંત અનાસક્તભાવથી દેવલોકનાં સુખ ભોગવતા રહ્યા. આયુષ્ય પૂર્ણ થતાં તેમનો જન્મ ભરતક્ષેત્રની રાજગૃહી નગરીમાં રાજા સુમિત્રની રાણી પદ્માવતીની કુક્ષિએ પુત્રરૂપે થયો. એમનું નામ મુનિસુવ્રત રાખવામાં આવ્યું. ‘હે રાજન્ ! એ મુનિસુવ્રત હું છું.’ રાજા જિતશત્રુ આર્શ્વથી અને હર્ષાવેગથી ઊભો થઈ ગયો, ‘અહો પ્રભુ ! આપના પૂર્વજન્મના મિત્રનો ઉદ્ધાર કરવા, મિત્રધર્મનું પાલન કરવા આપ એક રાતમાં ૬૦ યોજન ચાલીને અહીં પધાર્યા ! મિત્રનો ઉદ્ધાર કર્યો... એને આઠમા દેવલોકમાં દેવ બનાવ્યો..... હવે આ અદ્ભુત ઘટના પર વિચાર કરો. જિનધર્મ શ્રેષ્ઠીએ જો સાગરદત્તે જિનમંદિરમાં આવવાનું છોડી દીધું હતું ત્યારે તેનો તિરસ્કાર કરીને નિંદા કરી હોત તો અશ્વ-અવબોધની ઘટના બની શકી હોત ? વિચારજો, ગંભીરતાથી વિચારજો. માધ્યસ્થ્ય ભાવના કેટલી પ્રભાવશાળી છે તે સમજાશે. लोकेलोकाः भिन्नभिन्नस्वरूपाः भिन्नैर्भिन्नैः कर्मभिर्मर्मभिद्भि । रम्यारम्यैश्चेष्टितैः कस्यकस्य, तदविद्वद्भिः तुष्यते रुष्यते वा ॥ २ ॥ આ જગતમાં લોકો ભાતભાતનાં કર્મોને કારણે વિવિધ પ્રકારની મનગમતી અને અણગમતી મર્મભેદી વાતો કરે છે. એમાં સમજદાર અને વિવેકી મનુષ્ય કોની પ્રશંસા કરે અને કોના પર રોષ કરે ? મધ્યસ્થતા - ન રાગ, ન દ્વેષ ઃ ય આ સંસારમાં જીવોની સર્વ ગતિવિધિઓ કર્મપ્રેરિત છે. સર્વે જીવો કર્મ બાંધે છે અને કર્મ ભોગવે છે. શા માટે કોઈની નિંદા કરવી ? શા માટે કોઈની ય પ્રશંસા કરવી ? મધ્યસ્થ પુરુષ વિવેકી હોય છે. એ નથી તો રાગ કરતો કે નથી દ્વેષ કરતો. ‘જ્ઞાનસાર’માં કહેવામાં આવ્યું છે - स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः । ન વાળું નાપિ = તેવું, મધ્યસ્થસ્તેવુ પદ્ધતિ ॥ ૪ ॥ તાત્પર્ય એ છે કે જેમ જેમ વિશ્વના પદાર્થોનું યથાર્થ દર્શન થતું જશે એમ રાગદ્વેષ ક્ષીણ થતા જશે. વાસ્તવમાં રાગદ્વેષની ઉત્પત્તિ વિશ્વના અસ્પષ્ટ અને ઊંધા દર્શનથી થાય છે. અહીં સંસારી જીવો પ્રત્યે જોવાનો એક યથાર્થ દૃષ્ટિકોણ અપનાવવામાં શાન્તસુધારસ : ભાગ ૩ ૨૬૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ આવ્યો છે કે રાગદ્વેષને નષ્ટ કર્યા સિવાય કોઈ માર્ગ નથી. જે જીવ પ્રત્યે જે જે કાર્ય સંયોગ અને પરિસ્થિતિના સંદર્ભમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે કાર્ય સંયોગ અને પરિસ્થિતિ વગેરે એ જીવના પૂર્વક કર્મોને કારણે હોય છે. કર્મો ઉપાર્જિત કરનાર જીવ પોતે છે અને એને રોતાં-હસતાં, ભોગવનારો પણ જીવ સ્વયં જ છે. | સર્વ જીવોના સમગ્ર જીવન અને વ્યક્તિત્વની પાછળ એના પોતાનાં કર્મો જ કારણરૂપ છે. ઉપાદાન કારણ એનો આત્મા છે અને નિમિત્ત કારણ એનાં પોતાનાં જ કર્મો છે. જો આ વાત વાસ્તવિક રીતે આપણા ચિત્તમાં બેસી જાય, તો રાગદ્વેષ પેદા થવાનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. મિથ્યાત્વી અને પાપી પ્રત્યે મધ્યસ્થતા કોઈ એક નયના વિચારધારાના આગ્રહી મનુષ્ય પ્રત્યે પણ આપણે આ જ વૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. મિથ્યાત્વી મોહનીય કર્મનો ઉદય બિચારો ભોગવી રહ્યો છે. કર્મબંધ ખુદ કરે છે અને ખુદ ભોગવે છે, આથી આપણે શા માટે એના તરફ દ્વેષ કરવો જોઈએ? – આવું ચિંતન કરવું જોઈએ. આ રીતે અધમાધમ વ્યક્તિ પ્રત્યે પણ સદા આ જ દ્રષ્ટિ રાખવી જોઈએ. બિચારો કોણ જાણે કયા જન્મોનાં પાપ ભોગવી રહ્યો છે? આ સંસાર જ આવો છે. પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસારમાં કહ્યું છે - निन्द्यो न कोऽपि लोके पापिष्ठेष्वपि भवस्थितिश्चित्या । વિશ્વમાં કોઈની યુ નિંદા. ત.કરો. પાપી વ્યક્તિ પણ નિંદનીય નથી. એની ભવસ્થિતિનો હંમેશાં વિચાર કરો. ભવસ્થિતિનું ચિંતન કરવાનો આદેશ સાચે જ સુંદર છે. ભવસ્થિતિનું ચિંતન એટલે ચાર ગતિમય સંસારમાં નિરંતર ચાલતા રહેતા જડ-ચેતન દ્રવ્યના પર્યાયોનાં પરિવર્તનનું યથાર્થ ચિંતન! સાથે જ વિશુદ્ધ આત્મદ્રવ્યનું પણ સતત ચિંતન કરતા રહેવું જોઈએ. स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निन्दया जनैः ।। જો કોઈ આપણી પ્રશંસા કરતું હોય, તો સ્વયં પોતાનાં જ કમથી પ્રેરિત થઈને કરે છે. આપણે ભલા, એમાં અનુરાગ શા માટે કરીએ? બરાબર એ જ રીતે અગર કોઈ નિંદા કરતું હોય તો પણ તે પોતાનાં કમથી પ્રેરિત થઈને કરે છે. એના પ્રત્યે ષ શા માટે કરવો? આપણે તો માત્ર આ જ ચિંતન કરવાનું છે કે જીવો ઉપર કયાં કર્મોનો પ્રભાવ પડે છે? કયા કાર્યની પાછળ કયાં કર્મ કારણરૂપ છે? એનાથી મધ્યસ્થ વૃષ્ટિનો વિકાસ થાય છે? માધ્યશ્મ ભાવના ૨૬૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ मिथ्या शंसन् वीरतीर्थेश्वरेण, रोडुं शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात्र तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥ ३ ॥ સ્વયં પરમાત્મા મહાવીર સ્વામી પણ પોતાના શિષ્ય જમાલિને અસતુ-મિથ્યા પ્રરૂપણાનો પ્રચાર કરતાં રોકી શક્યા નહીં તો પછી કોણ કોને પાપથી રોકી શકે છે ? એટલા માટે ઉદાસીનતા જ આત્મહિતકર છે. કોઈ કોઈને રોકી શકતું નથી? એ તો વીતરાગ પરમાત્મા હતા, તેમણે તો રાગદ્વેષનો પૂર્ણતયા વિનાશ કર્યો હતો. એમનું તીર્થંકર નામકર્મ શ્રેષ્ઠ હતું. છતા પણ તેઓ પોતાના શિષ્ય અને જમાઈ જમાલિને એમના ઉસૂત્રપણામાંથી રોકી શક્યા ન હતા. એ જ રીતે દુનિયામાં એવા પાપી જીવો હોય છે કે જેમને સમજાવવામાં આવે છતાં સમજતા નથી અને પાપત્યાગ કરતા નથી. એટલા માટે એવા લોકો પ્રત્યે ઉદાસીનભાવ જ ધારણ કરવો જોઈએ. એમને કશું જ કહેવું નહીં. આ જ આત્મહિતકારી વાત છે. જમાલ જ્યારે દીક્ષા લે છેઃ બ્રાહ્મણકુંડ ગ્રામના પશ્ચિમમાં “ક્ષત્રિયકુંડ' નામનું નગર હતું. એ નગરમાં જમાલિનામનો રાજકુમાર રહેતો હતો. એ જમાલિ સાથે ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાને પરણાવવામાં આવી હતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી “ક્ષત્રિયકુંડ' નગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હતા, દેવોએ સમવસરણ રચ્યો હતો. રાજા નંદિવર્ધન પરિવાર સહિત પ્રભુને વંદન કરવા સમવસરણમાં પધાર્યા, ત્યારે જમાલ પણ પોતાના રથમાં બેસીને પ્રભુને વંદન કરવા આવ્યો. બહુશાલ ચૈત્યની પાસે પહોંચીને એણે રથના ઘોડાઓને રોકી રાખ્યા. રથમાંથી ઊતરીને પુષ્પ, તાબૂલ, આયુધ, ઉપાનહ આદિ ત્યાં જ મૂકીને ભગવાનની પાસે પહોંચ્યો. ત્યાં આવીને તેણે ત્રણ વાર પ્રદક્ષિણા આપી અને વંદન કરીને ત્યાં બેઠો. ભગવાને ધર્મદિશના આપી. ધદિશના સાંભળીને જમાલિ પ્રસન્નતાથી બોલ્યોઃ भयवं ! तुमए जह मज्झ देसिओ मोक्ख-सोक्खदाण-खमो ! धम्मो तह न केण वि अन्नेण निऊणमइणावि । मन्ने पुव्वभवेसुबाढं समुवज्जियं मए पुण्णं .. तेण जयनाह ! तुमए सद्धिं मह दंसणं जायं ॥ ૨૬૮ શાન્ત સુધારસ: ભાગ ૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ હે ભગવંત! આપે જે ધર્મ બતાવ્યો એ જ મોક્ષસુખ આપવામાં સમર્થ છે. એવો ધર્મ બીજા કોઈ નિપુણ બુદ્ધિવાળાએ બતાવ્યો નથી. હું તો માનું જ છું કે પૂર્વજન્મમાં મેં ખૂબ પુણ્ય ઉપાર્જિત કર્યું હશે, તેથી તો નાથ! આપનાં મને દર્શન થયાં!” “હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. મને એની ઉપર વિશ્વાસ છે. હું એ રીતે આચરણ કરવા તૈયાર છું. મારાં માતાપિતાની અનુમતિ લઈને હું સાધુવ્રત લેવા તૈયાર છું.’ આમ કહીને પુનઃ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના કરી. ત્યાંથી પાછો ફરીને તે પોતાને ઘેર ક્ષત્રિયકુંડમાં આવ્યો અને પોતાનાં માતાપિતાની પાસે જઈને તેણે દીક્ષા લેવાની અનુમતિ યાચી. માતાપિતાએ જમાલિને દીક્ષા ન લેવા ખૂબ સમજાવ્યો, પરંતુ તે પોતાના વિચારમાં વૃઢ રહ્યો અને ભગવાન પાસે જઈને પ00 વ્યક્તિઓની સાથે તેણે દીક્ષા લીધી. જમાલિ મુનિની સાથે એની પત્ની - ભગવાનની પુત્રી પ્રિયદર્શનાએ પણ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. જમાલિની તપશ્ચય અને બીમારીઃ જમાલિ મુનિએ અગિયાર આગમોનો અભ્યાસ કર્યો અને ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ પંદર ઉપવાસ, માસખમણ આદિ વિવિધ તપ કરવા લાગ્યા. વર્ષાકાળ સમાપ્ત થયા પછી ભગવાને વિહાર કર્યો અને બ્રાહ્મણકુંડના બહુશાલ ચૈત્યમાં પધાર્યા. ભગવાનને કેવળજ્ઞાન થયે ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં હતાં. જમાલિએ ભગવાનની પાસે જઈને કહ્યું: 'ભગવન્! આપની આજ્ઞાથી હું મારા પરિવારની સાથે પૃથક વિહાર કરવા ઇચ્છું છું.' ભગવાને કશો જવાબ ન આપ્યો. જમાલિએ બીજી, ત્રીજી વાર પૂછ્યું, અનુમતિ માગી. પરંતુ ભગવાન મૌન રહ્યા. પણ જમાલિએ ભગવાનને નમન કરીને, વંદના કરીને પોતાના પરિવારની સાથે સ્વતંત્ર વિહાર કરી દીધો. એ ભગવાનથી જુદા થઈ ગયા. બીમારીમાં ઉત્સુત્ર ભાષણ - પ્રથમ નિકૂવઃ એક વાર જમાલિ મુનિ વિહાર કરતા શ્રાવસ્તી પહોંચ્યા અને ત્યાંના કોષ્ઠક ચૈત્યમાં સ્થિર થયા. લૂખો-સૂકો આહાર ખાવાના કારણે જમાલિને પિત્તજ્વર થયો અને તેઓ બીમાર પડ્યા, એમને ભયંકર વેદના થતી હતી. પોતાના શ્રમણોને બોલાવીને એમણે કહ્યું: “મારા માટે સંથારો (પથારી) પાથરો. શ્રમણો સંથારો પાથરવા લાગ્યા. વેદનાથી પીડિત જમાલિએ ફરીથી પૂછ્યું: “મારા માટે પથારીસંસ્તારક કરી ચૂક્યા છો કે કરી રહ્યા છો?' શિષ્ય કહ્યું: “સંસ્તારક થઈ ગયો છે.” જમાલિએ જોયું તો મુનિઓ હજુ સંથારો પાથરી રહ્યા હતા. સંથારો પૂરો પથરાયો | માધ્યસ્થ ભાવના દ ૨૬૯ | Page #284 -------------------------------------------------------------------------- ________________ નહોતો. તેમણે મુનિઓને કહ્યુંઃ સંથારો પથરાયો નથી તો પછી કેમ કહો છો કે પથરાઈ ગયો? મુનિઓએ કહ્યું: “ભગવાન મહાવીરે કહ્યું છે કે જે ક્રિયા થતી હોય એને થઈ ગઈ છે એવું વ્યવહારથી કહી શકાય!જમાલિએ વિચાર કર્યો - શ્રમણ ભગવાન મહાવીર કહે છે તેમાળ વડે- એટલે કે જે કરવામાં આવે છે તે કર્યું! એવો સિદ્ધાંત છે તે મિથ્યા છે. કારણ હું પ્રત્યક્ષ જોઉં છું કે જ્યાં સુધી શય્યા કરવામાં આવી રહી છે ત્યાં સુધી તે કરી દીધી છે. તેમાં કેવી રીતે કહી શકાય? આવો વિચાર કરીને તેણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું: “દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર કહે છે -ડેમાળે હે ! પરંતુ એ ખોટું છે, હું કહું છું - વહેં-જે કરવામાં આવ્યું હોય તે જ કર્યું કરવામાં આવ્યું બોલી શકાય.” કેટલાક સાધુઓને જમાલિનો તર્ક સાચો લાગ્યો, એ એમની સાથે રહ્યા અને કેટલાય સ્થવિર મુનિવરોએ એમનો વિરોધ કર્યો. તે બધા જમાલિથી જુદા પડીને ભગવાન મહાવીરની પાસે ચાલ્યા ગયા. જો કે સ્થવિર, વિદ્વાન મુનિવરોએ જમાલિને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ભગવાન મહાવીરનું માને છે - કથન નિશ્ચયનયની અપેક્ષાથી સત્ય છે. નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને અભિન્ન માને છે. એટલા માટે તાર્કિક દ્રષ્ટિથી ભગવાન મહાવીરનું કથન તદ્દન સત્ય છે. બીજી પણ અનેક દ્રષ્ટિઓથી સ્થવિરોએ જમાલિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જમાલિ પોતાના મંતવ્ય પર દૃઢ રહ્યો. જમાલિ ભગવાન મહાવીર પાસેઃ કેટલાક સમય પછી રોગમુક્ત બનીને કોષ્ટક ચૈત્યથી વિહાર કરીને જમાલિ ચંપામાં ભગવાન પાસે આવ્યો અને એમની સન્મુખ ઊભો રહીને બોલ્યોઃ “હે દેવાનુપ્રિય ! આપના. ઘણા શિષ્યો છવાવસ્થામાં વિહાર કરી રહ્યા છે, પરંતુ હું છઘસ્થ નથી. હું કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરું છું અને અહનુ-કેવલી સ્વરૂપે વિહાર કરું છું.’ ગૌતમ સ્વામીએ જમાલિને બે પ્રશ્નો પૂછીને એના કેવળજ્ઞાન-દર્શનની પોકળતા સિદ્ધ કરી દીધી. ભગવાને જમાલિને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ જમાલિએ પોતાનો આગ્રહ ન છોડ્યો. એ ત્યાંથી ચાલ્યો ગયો. એના ૫૦૦ સાધુઓમાંથી કેટલાક સાધુઓ અને સાધ્વી પ્રિયદર્શના ૧૦૦૦ સાધ્વીઓમાંથી કેટલીક સાધ્વીઓની સાથે જમાલિના પક્ષમાં ચાલી ગઈ. સાધ્વી પ્રિયદર્શના વિહાર કરતી શ્રાવસ્તી નગરીમાં પહોંચી. | ૨૭૦ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શના સાધ્વીને ઢેક કુંભાર દ્વારા પ્રતિબોધઃ શ્રાવસ્તીમાં પ્રિયદર્શના સાધ્વી પોતાની સાધ્વીઓની સાથે ઢંક કુંભારની કાર્યશાળામાં રોકાઈ હતી. ઢેક શ્રાવક હતો, ભગવાન મહાવીરનો પરમ ભક્ત હતો. એ જમાલિની માન્યતા જાણતો હતો. પ્રિયદર્શના જમાલિની અનુયાયિની બની હતી. એ પણ તે જાણતો હતો. તેણે પ્રિયદર્શનાને સાચો સિદ્ધાંત સમજાવવા એક પ્રયોગ કર્યો. એણે પ્રિયદર્શનાની ચાદર ઉપર અગ્નિકણ ફેંક્યો. ચાદર સળગવા લાગી, પ્રિયદર્શના ચિત્કારી ઊઠી, “આર્ય! આ શું કર્યું? મારી ચાદર બાળી નાખી!” કે કહ્યું ચાદર બળી ગઈ નથી; બળી રહી છે. આપનો મત તો બળી ગયેલાને બળી ગયું છે એમ કહે છે. આપ બળી રહેલી ચાદરને બળી ગઈ' શા માટે કહો છો?” - પ્રિયદર્શના ટંકનું લક્ષ્ય સમજી ગઈ અને તે ફરીથી ભગવાન મહાવીરના સંઘમાં ભળી ગઈ. જમાલિએ પોતાનો આગ્રહ ન છોડ્યો. ભગવાન એને ન સમજાવી શક્યા, એટલા માટે એવા જીવો પ્રત્યે ઉદાસીનતા જ હિતકારી છે. આજે બસ, આટલું જ. કરી uધ્યચ્ય ભાવના દિકરા ૨૭૧ | કરી છે. જો Page #286 -------------------------------------------------------------------------- ________________ બ્લીસુધારી પ્રવચન ૭૦ માધ્યસ્થ ભાવના ૨ : સંકલના : જોર-જુલમથી ધર્મ પળાવી શકાતો નથી. બીજાં પાસે વધારે અપેક્ષાઓ ન રાખો. હૃદયને નિર્લેપ રાખવું જોઈએ. પુદ્ગલોથી હું લિપ્ત નથી થતો. માધ્યસ્થ્ય ભાવના માટે નિઃસ્પૃહતા આવશ્યક. નિઃસ્પૃહ બનવા માટેના કેટલાંક ચિંતન. આચાર્ય બપ્પભટ્ટી અને આમ રાજા. આચાર્ય બપ્પભટ્ટી : વ્યક્તિત્વ. દોસ્તીની દીવાલમાં તિરાડ. ♦ આચાર્યદેવનો ગોપાલગિરિ છોડવાનો નિર્ણય. આચાર્યદેવ ગૌડદેશ તરફ. બપ્પભટ્ટી ધર્મરાજાની રાજસભામાં. આમ રાજા દ્વિધામાં. આમ રાજાની સમસ્યાપૂર્તિ બપ્પભટ્ટી કરે છે. બીજી પાદપૂર્તિ. બપ્પભટ્ટી ગોપાલગિરિ પાછા ફરે છે. ઉદાસીનભાવ અમૃત છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं धर्मोद्योगं कारयेयुः प्रसह्य ? दधुः शुद्धं किन्तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥ ४ ॥ “તીર્થંકર પરમાત્મા અપ્રતિમ બળવાળા હોય છે છતાં પણ એ જોર-જુલમથી ધર્મપ્રવૃત્તિ કરાવતા નથી, પરંતુ યથાર્થ ધર્મનો ઉપદેશ જરૂર આપે છે. હા, પ્રાણી જો એમનો ધર્મ સ્વીકારે તો તે સંસારસાગરની પાર ઊતરી જાય છે.” જોરજુલમથી ધર્મ પળાવી શકાતો નથી . અતિ મહત્ત્વની વાત કરી છે ગ્રંથકારે ! જોર-જુલમથી ધર્મનું આચરણ કરાવી શકાતું નથી. તમે ગમે તેવા શક્તિશાળી કેમ ન હોય, પણ શક્તિનો ઉપયોગ કરીને બીજાં પાસે ધર્મ-આચરણ ન કરાવી શકો. પરમાત્મા તીર્થંકર કેટલા શક્તિશાળી છે? તેમણે કદીય કોઈ જીવ ઉપર પરાણે - બળપૂર્વક ધર્મપ્રવૃત્તિ કરાવી છે? છે એક પણ દ્રષ્ટાંત? બીજી વાત એ છે કે તીર્થકર તો સર્વજ્ઞ-વીતરાગ હોય છે. એ દ્વેષ કર્યા વગર પણ કોઈની પર જોર-જુલમથી ધર્માચરણ કરાવી શકતા હતા, પરંતુ જે છદ્રસ્થ છે, સંસારી છે, રાગદ્વેષનાં બંધનોથી બંધાયેલો છે, તે કષાય વગર કોઈની પાસે પરાણે ધર્મ-આચરણ કરાવી શકે ખરો? . બીજાં પાસે ધર્મનું આચરણ કરાવવું હોય તો એમને ધમપદેશ આપો. પ્રેમથી, કરુણાથી સમજાવવાનો પ્રયત્ન કરો, પરંતુ જોર-જબરદસ્તી ન કરો. પુત્ર હોય કે પુત્રી હોય, પત્ની હોય કે બહેન હોય, ભાઈ હોય કે મિત્ર હોય, તમે એમને પ્રેમથી ધમોપદેશ કરતા રહો. જો તમારી વાત એમને સ્પર્શશે, તે ધર્મપ્રવૃત્તિ કરશે. તો તે ભવસાગર તરી જશે. ધર્મપ્રવૃત્તિ કરશે તો તેનું વર્તમાન જીવન અને આગામી જન્મ પણ સુધરી જશે. આપણે તો આ જ ભાવના રાખવી જોઈએ. પરંતુ જો તે આપણો ઉપદેશ, અપિણી વાત ન સમજે તો એના ઉપર ક્રોધ ન કરવો, કેષ ન કરવો, કટુ શબ્દપ્રયોગ પણ ન કરો. એની ઉપેક્ષા કરો, એના પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરો. બીજા પાસે વધારે અપેક્ષાઓ ન રાખોઃ સર્વ લોકો, પરિવારના લોકો તમારી સાથે તમારી વાતોમાં સહમત હોય અને તમારા કહેવા અનુસાર, તમારી ઈચ્છા અનુસાર કરતાં રહે - ચાલતાં રહે- એવી અપેક્ષા કદી ન રાખો. જો તમારી આ આદત બની જશે, તો તમે એક ક્ષણ પણ રાગદ્વેષ વગર નહીં રહી શકો. એના કરતા મૌન રહો, જોતા રહો. તમારું કાર્ય કરતા રહો. બીજાંને એમના કર્મ અનુસાર જીવવા દો. મિત્રો, સ્વજનો, સર્વે તમારા જેવાં જ હોવાં જોઈએ એવી અપેક્ષા ન રાખવી. [ માધ્યસ્થ ભાવના માધ્ય ભાવના ૨૭૩] Page #288 -------------------------------------------------------------------------- ________________ નહીંતર તમે અશાન્ત, ચિંતિત અને ક્ષુબ્ધ બની જશો. તમે તો સદૈવ શિષ્ટ, સહ્રદય, મૈત્રીપૂર્ણ અને નિષ્કપટ રહેવાનો પ્રયત્ન કરો. એવું ન વિચારો કે ‘સર્વ સ્વજનો-મિત્રો વગેરેએ મારી વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ.’ ન હૃદયને નિર્લેપ રાખવું જોઈએ * માધ્યસ્થ્ય ભાવનાને હૃદયમાં સ્થિર રાખવી હોય તો તમારે નિર્લેપ રહેવું પડશે. નિર્લેપ રહેવા માટે જ્ઞાનસિદ્ધ બનવું પડશે. જ્ઞાનમિષ્ઠો ન હિપ્પતે । જ્ઞાનસિદ્ધ આત્મા કાજળ સમા આ સંસારમાં રહેતો હોવા છતાં નિરંતર અલિપ્ત રહે છે. જો આત્માને જ્ઞાનરસાયણથી લિપ્ત કરવામાં આવે તો કર્મકાજળ એને સ્પર્શી શકશે નહીં. જેવી રીતે કમલદળ ઉપર જળબિંદુઓ ટકી શકતાં નથી, જળબિંદુઓથી કમળ ભીંજાતું નથી, એ જ રીતે કર્મકાજળથી જ્ઞાનસિદ્ધ આત્મા લેપાતો નથી. એટલા માટે શીઘ્રાતિશીઘ્ર આત્માને જ્ઞાનસિદ્ધ બનાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. સભામાંથી : કયો પ્રયત્ન કરીએ ? આચાર્યશ્રી : ‘જ્ઞાનસાર’ ગ્રંથમાં બતાવ્યું છે કે - नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च । नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥ ‘હું પુદ્ગલભાવોનો કર્તા, પ્રેરક યા અનુમોદક નથી' એવા વિચારવાળો આત્મજ્ઞાની કેવી રીતે લેપાય ? એટલે કે એ લેપાતો નથી - અલિપ્ત રહે છે.’ નિરંતર પૌદ્ગલિક ભાવમાં અનુરક્ત જીવાત્મા એના રૂપરંગ અને કમનીયતામાં ખોવાઈને પૌદ્ગલિક ભાવ દ્વારા સર્જિત હૃદયવિદા૨ક વ્યથા-વેદના અને નાટકીય યાતનાઓને ભૂલી જાય છે, વિસ્મરણ કરી દે છે. વાસ્તવમાં પૌદ્ગલિક સુખ તો દુઃખ પર આચ્છાદિત ક્ષણજીવી પાતળું પડ છે અને તે કર્મોના આક્રમણ સામે કોઈ પણ રીતે ટકી શકતું નથી. ક્ષણાર્ધમાં એને ચિરાતાં, ફાટતાં વાર લાગતી નથી અને જીવાત્મા લોહીના આંસુ પાડતો કરુણ ક્રંદન કરે છે. પૌદ્ગલિક સુખોનાં સ્વપ્નોમાં ખોવાયેલો જીવાત્મા ભલેને ઐશ્વર્ય અને વિલાસિતામાં ઉન્મત્ત હોય, પરંતુ હલાહલ કરતાં ય વધુ ઘાતક ઐશ્વર્ય અને વિલાસિતાનું ઝેર જ્યારે એના અંગ-પ્રત્યંગમાં વ્યાપ્ત થઈ જાય ત્યારે એનું કરુણ ચંદન સાંભળનાર આ ધરતી પર કોઈ નથી હોતું. એ માથા પછાડી-પછાડીને રડશે છતાંયે તેને શાન્ત કરનાર કોઈ નહીં મળે ! “હું ખાઉં છું, હું કમાઉં છું, હું ભોગોપભોગ કરું છું, હું મકાન બનાવું છું.” આદિ કર્તૃત્વનું અભિમાન જીવાત્માને પુદ્ગલપ્રેમી બનાવે છે. પુદ્ગલપ્રેમી જીવ અનાદિથી શાન્તસુધારસ : ભાગ ૩ ૨૭૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ કર્મકાજળથી લિપ્ત થતો આવ્યો છે. રાગદ્વેષ અને મોહમાં જકડાયેલો છે. તે માધ્યસ્થ્યભાવથી ભાવિત થતો નથી. બીજી વાસના છે પુદ્ગલભાવોના પ્રેરકત્વની. મેં દાન અપાવ્યું, મેં ઘર અપાવ્યું, મેં દુકાન કરાવી....’ આ પ્રકારની ભાવનાથી જીવ સ્વયંને પુદ્ગલભાવનો પ્રેરક માનીને મિથ્યાભિમાની બને છે. ફળસ્વરૂપ એ કર્મ-કાદવમાં ફસાતો જાય છે. એટલા માટે “પુદ્ગલભાવનો હું પ્રેરક નથી.’ એ ભાવનાને દૃઢ બનાવવી જોઈએ. આ રીતે ત્રીજી ભાવના છે – પુદ્ગલભાવોની અનુમોદના એટલે કે આંતરિક અને વાચિકરૂપથી એની પ્રશંસા કરવી. ‘આ શબ્દ મધુર છે, મંજુલ છે. આ રસ મીઠો છે, આ સ્પર્શ સુખદ છે...’ ઇત્યાદિ ચિંતનથી અને પ્રશંસાથી આત્મા પુદ્ગલભાવનો અનુમોદક બને છે - કર્મલેપથી લેપાઈ જાય છે. એટલા માટે ‘હું પુદ્ગલભાવોનો અનુમોદક નથી,’ એ ભાવનાને દૃઢ કરવી રહી. પુદ્ગલોથી હું લિપ્ત નથી થતો નિર્લિપ્તતા ટકાવી રાખવા માટે બીજું ચિંતન ‘જ્ઞાનસાર’માં આ રીતે બતાવ્યું लिप्यते पुद्गलस्कंधो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमांजनेनेव ध्यायन्निति न लिप्यते ॥ ८३ ॥ લિપ્ત થાય પુદ્ગલ બધાં, પુદ્ગલોથી હું નહીં. અંજન સ્પર્શે ન આકાશને, છે શાશ્વત સત્ય આ. આત્માની નિર્લિપ્ત અવસ્થાનું ધ્યાન ધરવાનું છે. જ્યાં સુધી ધ્યાનની ધારા અવિરત પ્રવાહિત રહેશે, ત્યાં સુધી આત્મા કર્મોથી લિપ્ત નહીં થાય. જે રીતે અંજનથી આકાશ લિપ્ત થતું નથી, બરાબર આ જ રીતે પુદ્ગલોથી ચૈતન્ય લિપ્ત નથી થતું. આ ચિંતનથી, આ ધ્યાનથી, પુદ્ગલોથી મને લાભ થાય છે, પુદ્દગલોથી તૃપ્તિ મળે છે.’ એવી માન્યતા સર્વથા નષ્ટ થઈ જાય છે. પુદ્ગલ પ્રત્યે રહેલ આકર્ષણ તથા પરિભોગવૃત્તિ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. એક પુદ્ગલ બીજા પુદ્ગલ સાથે કેવી રીતે જોડાય છે એનું વર્ણન શ્રી જિનાગમોમાં સૂક્ષ્મતાપૂર્વક કરવામાં આવ્યું છે. પુદ્ગલમાં સ્નિગ્ધતા અને રુક્ષતા - બંને ગુણોનો સમાવેશ છે. સ્નિગ્ધ પરિણામવાળાં અને રુક્ષ પરિણામવાળાં પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. તેઓ પરસ્પર જોડાય છે. પરંતુ આમાં પણ અપર્વાદ છે. જઘન્ય ગુણવાળાં સ્નિગ્ધ પુદ્ગલો અને જઘન્ય ગુણવાળાં રુક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જ્યારે ગુણોની વિષમતા હોય છે માધ્યસ્થ ભાવના ૨૭૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સજાતીય પુદ્ગલોનો પણ પરસ્પર બંધ થાય છે. આત્માની સાથે કર્મપુદ્ગલોનો જે સંબંધ છે તે ‘તાદાત્મ્ય સંબંધ’ નથી, પરંતુ ‘સંયોગ સંબંધ’ છે. આત્મા અને પુદ્ગલના ગુણધર્મ પરસ્પર વિરોધી, એકબીજાથી બિલકુલ ભિન્ન છે. આથી તે બંને એક સ્વરૂપ બની શકતાં નથી. એટલા માટે પુદ્ગલ અને આત્માનું ભેદજ્ઞાન પરિપક્વ થઈ જતાં કર્મપુદ્ગલથી લિપ્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી. માધ્યસ્થ્ય ભાવના માટે નિઃસ્પૃહતા આવશ્યક માધ્યસ્થ્ય ભાવનાને હૃદયમાં દૃઢ કરવાનો બીજો ઉપાય છે - નિઃસ્પૃહતા. સ્પૃહાઓ – કામનાઓ અને અસંખ્ય અભિલાષાઓનાં બંધનોથી મુક્ત બનવું પડશે. એમનાથી મુક્ત બન્યા સિવાય, તમે માધ્યસ્થ્યભાવ ન રાખી શકો. એટલા માટે મહાનુભાવો ! જરાક તો તમારો અને તમારા ભવિષ્યનો ખ્યાલ કરો ! આજ સુધી તમે સ્પૃહાઓના ધખધખતા અગ્નિની અસહ્ય જ્વાળાઓમાં કોણ જાણે કેટલી યાતનાઓ સહન કરી છે ! અનાદિકાળથી સ્પૃહાના ઝેરના પ્યાલા ગળામાં ઉતારતા રહ્યા છો - પી. રહ્યા છો, શું હજુ સુધી તૃપ્ત નથી થયા ? હજુ ય પીવાનું બાકી છે ? ના, હવે તો નિઃસ્પૃહી બનવું જ કલ્યાણકારી છે. મનનાં ઊંડાણોમાં લદાયેલી સ્પૃહાઓના મૂળને ઉખેડીને ફેંકી દો અને પછી જુઓ કે જીવનમાં શું પરિવર્તનો આવે છે. અકલ્પિત સુખ, શાન્તિ અને સમૃદ્ધિના તમે માલિક બની જશો. એની સાથે આજ સુધી જેનો અનુભવ ન કર્યો હોય એવો દિવ્યાનંદ તમારી અંદર આકંઠ ભરાઈ જશે. નિઃસ્પૃહી બનવાનું કંઈક ચિંતન ઃ પહેલાં તો આ યાદ રાખો કે - પરસ્પૃહા મહાદુર્ખ, નિઃસ્પૃહત્વ મહાસુખમ્ ” પૌદ્ગલિક સુખોની સ્પૃહા કરવી એ મહાદુઃખ છે. જ્યારે નિઃસ્પૃહતામાં સુખનો અક્ષયનિધિ છુપાયેલો છે. તમે જેટલા નિઃસ્પૃહી બનશો તેટલા સુખી. મારી પાસે સર્વસ્વ છે. મારો આત્મા સુખ અને શાન્તિથી પરિપૂર્ણ છે. મને કોઈ વાતની કમી નથી. મારા આત્મામાં તો સર્વોત્તમ સુખ ભર્યું પડ્યું છે. દુનિયામાં એવું સુખ ક્યાંય નથી.’ એવી ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરતા રહો: હું જે પદાર્થોની સ્પૃહા કરું છું, જેમની પાછળ પાગલ બન્યો છું અને તેમની પાછળ રાત-દિવસ ભટકતો રહું છું, એ મળવું સર્વથા પુણ્યાધીન છે. પુણ્યોદય નહીં હોય તો નહીં મળે. જ્યારે એની નિરંતર સ્પૃહા કરવાથી મન મલિન બને છે. પાપનું બંધન વધુ સખત બને છે. એટલા માટે પરપાર્થોની સ્પૃહામાંથી પાછા ફરી જવું જોઈએ. ૨૭ શાન્તસુધારસ : ભાગ ૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ જો હું પરપદાર્થોની સ્પૃહા કરીશ, તો શંકા નથી કે આ પદાર્થો જેમની પાસે હશે તેમની ગુલામી કરવી પડશે. એમની આગળ દીન બનીને યાચના કરવી પડશે. પ્રાપ્ત થશે તો રાગ અને રતિ ઉત્પન્ન થશે. પ સદેવ નિસ્પૃહી આત્માઓનો પરિચય અધિકાધિકે કરવો જોઈએ. નિસ્પૃહી આત્માઓનાં જીવનચરિત્રોનો અભ્યાસ પુનઃપુનઃ કરવો જોઈએ. . હા વિષલતા છે, એ જીવાત્માને દીન બનાવે છે, મૂચ્છિત કરે છે. તેને જ્ઞાનરૂપ હથિયારથી કાપી નાખો. આચાર્ય બપ્પભટ્ટી અને રાજા આમઃ આજે હું એવા નિસ્પૃહી, નિર્લેપ અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય ભાવનાઓથી ભાવિત એક મહાપુરુષની કથા સંભળાવું છું. વિક્રમની નવમી શતાબ્દીની આ વાત છે - રાજા અને ઋષિની. ભોગી અને જગીની. રાગી અને ત્યાગીની. સંસારી અને સાધુની. એક સમર્થ સરસ્વતીપુત્ર જૈનાચાર્ય બપ્પભટ્ટી અને સમ્રાટ આમની વચ્ચેની મૈત્રી, બચપણની દોસ્તી, કેવી અજીબોગરીબ રીતે પસાર થાય છે? ક્યાંક ચઢાવ-ઉતાર, ક્યાંક તડકો-છાંયો... કેટલાં રૂપ લે છે? પરંતુ ભીતરી સંબંધોની શરણાઈ બેસુરી નથી બનતી. ન વાગે ત્યાં સુધી ન વાગે, પણ જ્યારે ગુંજી ઊઠે ત્યારે જિંદગીને ખુશીથી ભરીભરી બનાવી દે છે. કોઈ કોઈ વાર વિષમ પરિસ્થિતિઓની પરીક્ષા અને અવહેલનાની આંધી છવાઈ જાય છે, વૈમનસ્યનાં વાદળો ઘેરાઈ જાય છે - સંબંધોના આકાશમાં! પરંતુ દિલની દોસ્તીનો દીપક બુઝાતો નથી. પ્રેમની જ્યોત ડગતી નથી. એની જ્યોત તો સદાય જલતી રહે છે. આ બધો ચમત્કાર હતો આચાર્ય બપ્પભટ્ટીની નિસ્પૃહતાનો, નિર્લેપતાનો અને ઉદાસીનભાવનો. હું આજે એમના જીવનના એક-બે પ્રસંગો જ કહીશ, જે ઉદાસીનભાવના માધ્યચ્ય ભાવનાના દ્યોતક છે. એમના ઉદાસીન, નિસ્પૃહી અને નિર્લેપભાવે જ મૈત્રીની ઉત્તમ ભાવનાને અખંડ રાખી હતી. આચાર્ય બપ્પભટ્ટી જે દિવસે તેઓ આચાર્યપદ ઉપર આરુઢ થયા તે દિવસથી પ્રારંભીને તેમણે જિંદગીભર ઘી, દૂધ, દહી, તેલ, મીઠાઈ-ગોળ આદિવિગઈઓનો - જે માદક પદાર્થો કહેવાય છે - તે તમામનો તેમણે ત્યાગ કરી દીધો હતો. તેઓ ઈન્દ્રિયવિજેતા હતા, કામવિજેતા હતા. દેવી સરસ્વતીના માનસપુત્ર હતા, એમને યોગશક્તિ સિદ્ધ હતી. વિશિષ્ટ શક્તિઓ અને સિદ્ધિઓને તેમણે પચાવી દીધી હતી. જ્ઞાન, ગુણ અને શક્તિના ત્રિવેણી સંગમથી બપ્પભટ્ટસૂરિ હજારો શ્રદ્ધાવાન અને જ્ઞાનવાન પુરુષો માટે તીર્થરૂપ બન્યા હતા. LIST ૨૭૭ માધ્ય ભાવના Page #292 -------------------------------------------------------------------------- ________________ આમ રાજાની સાથે તેમનો ગાઢ મૈત્રીસંબંધ ગાઢ-ગાઢતર થતો જતો હતો. આમ રાજાના દિલનો પ્રત્યેક ખૂણો બપ્પભટ્ટીનો પરિચિત હતો. બપ્પભટ્ટીની જ્ઞાન પ્રતિભા એટલી જાજરમાન હતી કે ખુદ આમ રાજા વિચારવા લાગ્યાઃ “શું બપ્પભટ્ટી સર્વજ્ઞ છે? મારા મનનો એકાદ ભાવ પણ એમનાથી અજાણ્યો નથી. શું એ મનઃ પર્યવજ્ઞાની છે? શું એ અન્તર્યામી છે? બપ્પભટ્ટી સાચે જ આમ રાજાના મનની વાતો પણ કહી દેતા હતા.” પરંતુ કોઈ આર્ષપુરુષે એક સત્ય પ્રકાશિત કર્યું છે અતિપરિયાદ્ અવજ્ઞા | અતિ પરિચય અવજ્ઞા કરે છે - કરાવે છે. બીજા એક મહર્ષિએ જિંદગીની સફળતા એક સૂત્રમાં આપી છે અતિ સર્વત્રવત્ - સર્વ સ્થળે ‘અતિ’નો ત્યાગ કરવો. નિર્લેપતાને, નિસ્પૃહતાને અને મધ્યસ્થતાને ક્ષતિ પહોંચાડે એવું ‘અતિ સર્વત્રવજ્ય આમ રાજા અને બપ્પભટ્ટીની મૈત્રી શું ‘અતિની સીમાને પાર કરી ગઈ હશે? યા તો કોઈ અશુભ કર્મનો ઉદય આવ્યો હશે? એક દિવસ અણધાર્યું થઈ ગયું! બનવાનું બની ગયું! દોસ્તીની દીવાલમાં તિરાડઃ સવારની રમ્ય વેળા હતી. ક્ષિતિજનો પાલવ સૂરજદેવનો સ્પર્શ પામીને દીપી ઊઠ્યો હતો. સવારનાં કાર્યો પતાવીને આમ રાજા બપ્પભટ્ટી પાસે આવીને બેઠા હતા. અન્ય કોઈ પણ આસપાસ બેઠું ન હતું. બંને મિત્રો એકલા જ વાતો કરી રહ્યા હતા. એકાએક આમ રાજાએ પોતાના અંગત જીવનનો એક પ્રશ્ન આચાર્ય સામે મૂકી દીધો. આચાર્યદિવે પણ સંકેતભર્યા શબ્દોમાં જવાબ આપી દીધો. જવાબ તદ્દન યોગ્ય જ હતો. પરંતુ રાજાએ અર્થઘટનમાં ભૂલ કરી દીધી. ભૂલ એટલી ભારે હતી કે એક ભયંકર અનર્થ થઈ ગયો. આમ રાજાનું અધૂરું વાક્ય હતું. હજુપણ એ કમલિની તેના પ્રમાદથી પરિતાપ અનુભવી રહી છે.' શ્લોકનો આ અર્ધભાગ હતો. બાકીનો ભાગ આચાર્યદેવે પૂરો કરવાનો હતો. આચાર્યદેવે કહ્યું: “કારણ કે પહેલેથી જાગેલા તેં જેનાં અંગોને ઢાંક્યાં...' રાજા વિસ્મયથી સ્તબ્ધ થઈ જાય છે. “મારા અન્તપુરની અત્યંત રહસ્યપૂર્ણ ઘટના બપ્પભટ્ટીએ કેવી રીતે જાણી લીધી ?” રાજાના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો -તેણે વિચાર કર્યોઃ બપ્પભટ્ટી સર્વજ્ઞ તો નથી, સર્વજ્ઞતા વગર આવી ગુપ્ત વાત એમણે જાણી કેવી રીતે ? તો બપ્પભટ્ટીનો પ્રવેશ મારા રાણીવાસમાં થતો હશે? શું મારી રાણી એમની આગળ તમામ વાતો કરતી હશે? ૨૭૮ શાન્ત સુધારસ: ભાગ ૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ શું રાણી સાથે તેમનો આડો સંબંધ હશે?એના વગર આવો સચોટ જવાબ કેવી રીતે આપી શકે?’ રાજાના મુખ પર વિષાદની છાયા ઊતરી આવી. બપ્પભટ્ટીની તીક્ષ્ણ નજર રાજાના ચહેરા પર બદલાતા, બગડતા ભાવોને બરાબર જોઈ રહી છે. જ્યારે જ્યારે બપ્પભટ્ટી તરફથી સચોટ પાદપૂર્તિ મળતી, કાવ્યની ચમત્કૃતિથી ચમકતો-દમકતો જવાબ મળતો, ત્યારે રાજાના મુખ ઉપર અહોભાવની ઊ ઊભરાતી હતી. આજે રાજાના મુખ ઉપર કદી ન જોયેલી વિષાદની રેખાઓ વર્તાવા લાગી. બપ્પભટ્ટી રાજાના મનોભાવોને ઓળખી ગયાં. આચાર્યદિવનો ગોપાલગિરિ છોડવાનો નિર્ણયઃ રાજા તો નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો ગયો. બપ્પભટ્ટી રાજાના ચિત્તની ચંચળતા અંગે વિચારમાં પડી ગયાઃ “મને મારી પ્રજ્ઞાના પ્રકાશમાં જે સત્ય લાગ્યું એ મેં સાહજિક રીતે કહ્યું. રાજા કદાચ એ ખ્યાલમાં છે કે મારા શયનખંડની ગુપ્ત વાત બપ્પભટ્ટી કયા જ્ઞાનથી જાણી શકે છે ? અને એના દિલમાં મારા ચારિત્રની બાબતમાં ખોટી ધારણા ઉત્પન્ન થઈ ગઈ છે. કદાચ આ ધારણા સમય આવતાં પાંગરશે અને જ્યારે એના મનમાં મારા ચારિત્ર વિશે સંદેહ છે તો મારે અહીં રહેવું ન જોઈએ, મારે તરત જ ગોપાલગિરિ છોડી દેવું જોઈએ.’ વરસોની દોસ્તીનો શું આ અંજામ હતો? ના, દોસ્તીની બાહ્ય અભિવ્યક્તિ ઉપર આ તો વચ્ચેનો એક પટાક્ષેપ હતો. એમના મનમાં રાજા માટે એક ઉદાસીનતાનો ભાવ ઉત્પન્ન થયો. મિત્રને એની ભૂલનો અહેસાસ કરાવવાનો આ એક અવસર હતો. કેટલાક સમય માટે રાજાથી દૂર રહેવું, અલગ થઈ જવું હવે જરૂરી થઈ ગયું હતું. બપ્પભટ્ટીના દિલમાં રાજા માટે રજમાત્ર રોષ, દુભવ ન હતો. એમણે એના પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કર્યો. છતાં પણ એની ભૂલ સમજાવવાનું એમને આવશ્યક - જરૂરી લાગ્યું. બીજે જ દિવસે એમણે રાજમહેલના દરવાજા ઉપર લખ્યું હે રોહણગિરિ, અમે તો ચાલ્યા જઈએ છીએ. તારું કલ્યાણ થાઓ. તારે સ્વપ્નમાં પણ એવું ન વિચારવું કે મારા વગર આચાર્ય ક્યાં રહેશે? જો તેં અમને મણિ સમજીને તારા માથે ચડાવ્યા તો શૃંગારપરાયણ અન્ય અનેક નરેશ્વરો અમને મસ્તક ઉપર રાખશે.' હે રાજન્ ! લાંબા સમય સુધી તારી સાથે રહેલા અમને તું શા માટે છોડી રહ્યો છે? ભલે તું અમને છોડી દે. હે સુંદર મોર ! દુઃખની વાત એ છે કે આમાં નુકસાન તને જ છે. અમે તો કોઈ બીજા ભૂપતિના માથા પર આરુઢ થઈ જઈશું.' માધ્યચ્ય ભાવના ૨૭૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદવ ગૌડદેશ તરફ આ રીતે લખીને આચાર્યદવ નીકળી ગયા. ગોપાલગિરિથી દૂર-સુદૂર ચાલ્યા ગયા. મનમાં ન તો ખેદ હતો, ન ઉગ હતો ! ક્યાં જઈશું?' એવી કોઈ ચિંતા ન હતી. વિચરતાં વિચરતાં બપ્પભટ્ટી ગૌડદેશની રાજધાની લક્ષણાવતી નગરીમાં પહોંચ્યા. ત્યાંનો રાજા હતો ધર્મ'. ધર્મરાજાની રાજસભામાં પણ પંડિતો, વિદ્વાનો અને કવિજનોની જ્ઞાનગોષ્ઠીઓ સતત ચાલતી રહેતી. બપ્પભટ્ટી લક્ષણાવતીના બાહ્ય ઉદ્યાનમાં રોકાયા. ધીરે ધીરે નગરવાસીઓને આચાર્યદિવના આગમનની ખબર પડી. લોકો આવવા લાગ્યાં; દર્શન, વંદન કરીને કતાર્થ થવા લાગ્યાં. આ વાત કવિ વાલ્પતિના કાને આવી. તેને આશ્ચર્ય થયું. - શું એ જ બપ્પભટ્ટી છે કે જે આમની સભામાં અલંકારરૂપ છે?નક્કી થયું કે આ એ જ બપ્પભટ્ટી છે, જેમને આમ રાજા પોતાના અંતરંગ મિત્ર માનતા હતા. વાપતિએ તરત જ ધર્મરાજાને વાત કરી, ધર્મરાજા વાક્યુતિને સાથે લઈને બપ્પભટ્ટીના દર્શને ગયો. બપ્પભટ્ટીનું વ્યક્તિત્વ જોઈને રાજા અને મહાકવિ બંને અભિભૂત થઈ ગયા. રાજાએ ગુરુદેવને નગરમાં પ્રવેશવા માટે વિનંતિ કરી. આચાર્યદર્વે રાજાની વિનંતિનો સ્વીકાર કર્યો. રાજાએ શાનદાર સ્વાગત કર્યું અને નગરના મધ્યભાગમાં એક સુંદર આવાસમાં એણે આચાર્યદેવને બિરાજિત કર્યા. બપ્પભટ્ટી ધર્મરાજાની સભામાં ધર્મરાજાની સભામાં બિરાજિત થઈને બપ્પભટ્ટીએ એક-એકથી ચડિયાતાં મનોહર કાવ્યોનું પઠન કર્યું તો વાક્યતિરાજ જેવા કવિ પણ ડોલી ઊઠ્યા. વાલ્પતિએ કેટલીક ગૂઢ સમસ્યાઓ પૂછી. બપ્પભટ્ટીએ પળનોય વિલંબ કર્યા વગર પાદપૂર્તિ કરી, એ પણ આલંકારિક શૈલીમાં. ગૌડદેશમાં તેમની કીર્તિ અત્યંત ઝડપથી ફેલાઈ ગઈ. રાજા પણ બપ્પભટ્ટી પ્રત્યે પ્રગાઢ અનુરાગવાળો થતો ગયો. એક દિવસે રાજાએ બપ્પભટ્ટીને કહ્યું હે ગુરુદેવ! જ્યાં સુધી આપનાં દર્શન ન કર્યો હોય, ત્યાં સુધી દર્શનની ઉત્કંઠા રહે છે અને દર્શન થયા પછી આપના વિરહનો ભય સતાવે છે. આમ કહીને રાજાએ આચાર્યશ્રીને આ લક્ષણાવતીમાંથી ન જવાનો આગ્રહ કર્યો. બપ્પભટ્ટીએ કહ્યું હે રાજ! આમ રાજા પોતે જ મને બોલાવવા આવશે, ત્યારે જ હું અહીંથી જઈશ, અન્યથા અહીં જ રહીશ.” ધર્મરાજા આશ્વસ્ત થયા. તે માનતા હતા કે અભિમાની આમ રાજા સ્વય આચાર્યદિવને બોલાવવા ગૌડદેશમાં આવી રહ્યો ! હવે તો આચાર્યદેવની અદ્ભુત કાવ્યપ્રતિભાનો આસ્વાદ કરવાનો લાભ અમને નિયમિત રીતે મળતો રહેશે. | શાન્તસુધારસઃ ભાગ ૩] ૨૮૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મરાજાએ પુનઃપુનઃ ગુરુદેવના ચરણોમાં વંદના કરી. આમ રાજા દ્વિધામાં આ બાજુ ગોપાલગિરિમાં આમ રાજાએ બીજે દિવસે સવારે બપ્પભટ્ટીને જોયા નહીં. જ્યારે આચાર્યદેવ રાજસભામાં પણ ન પધાર્યા ત્યારે રાજાએ નગરમાં અને નગર બહાર તપાસ કરાવી. રાજપુરુષો જે શોધવા ગયા હતા, તે નિરાશ થઈને પાછા ફર્યા. ત્યાં જ રાજાની નજર રાજમહેલના દરવાજા ઉપર લખેલા શ્લોક ઉપર પડી. અક્ષરો તરત જ ઓળખ્યા. રાજાએ શ્લોક વાંચ્યો, તો મુખ ઉપર વિષાદ ઘેરાઈ આવ્યો. તેણે રાજપુરુષોને કહ્યું : ‘હવે ગુરુદેવની તપાસ ન કરતા, તે અન્યત્ર વિહાર કરી ગયા છે.’ પળવા૨ તો રાજાએ મનમાં વિચાર્યું : ‘જવા દો એમને. મારે તો એમના વગર ચાલશે; મારા અંતઃપુરમાં એમનો પ્રવેશ યોગ્ય પણ થોડો હતો ?’ પણ હવે રાજસભામાં પહેલા જેવી રંગત જામતી ન હતી. બપ્પભટ્ટીનાં જ્ઞાનભરપૂર, રસપ્રચુર કાવ્યોનો આસ્વાદ લીધા પછી અન્ય કોઈનાં ય કાવ્યોમાં રાજાને રસાનુભૂતિ થતી ન હતી. આમ રાજાનું મન રાજકાર્યમાં ચોંટતું નહોતું, અતડું-અતડું રહેતું હતું. કોઈક વાર રાજા આચાર્યના વિચારોમાં ડૂબી જતો હતો, તો કોઈક વાર અલગ અલગ મૈત્રી-પ્રસંગોની સ્મૃતિઓની યાદમાં ઊતરી પડતો હતો. એક વાર આમ રાજા જંગલમાંથી મહેલ તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યાં રસ્તામાં તેણે એક મોટો સાપ જોયો. રાજાએ એને મુખથી પકડ્યો, કપડાથી ઢાંક્યો અને મહેલમાં લઈ આવ્યો. એણે કવિઓને પૂછ્યું, વિદ્વાનોને પણ પૂછ્યું, પંડિતોને બોલાવીને સમસ્યા પૂછી. 'શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા અને અન્ય જેનાથી પોષાય છે.' રાજાએ એટલું કહીને કહ્યું કે - ‘મારા હૃદયગતભાવને તમે બતાવો વાસ્તવમાં હું શું કહેવા માગું છું.’ આમ રાજાની સમસ્યાપૂર્તિ બપ્પભટ્ટી કરે છે : કોઈના ય પ્રત્યુત્તરથી રાજા સંતુષ્ટ ન થયો. આ સમયે એને બપ્પભટ્ટીની સ્મૃતિ થઈ આવી. રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે “જે કોઈ વ્યક્તિ મારી સમસ્યાની પૂર્તિ કરી દેશે, મારા મનોગત ભાવોને કહેશે, એને એક લાખ સુવર્ણમુદ્રાઓ ભેટ આપીશ.' ગોપાલગિરિનો એક જુગારી ગૌડદેશમાં લક્ષણાવતી નગરીમાં પહોંચ્યો. એણે આચાર્યદેવનાં દર્શન કર્યાં. એણે વિનયપૂર્વક આચાર્યદેવની સામે આમ રાજાની સમસ્યા પ્રસ્તુત કરી - ‘શાસ્ત્ર, શસ્ત્ર, ખેતી, વિદ્યા અને અન્ય જેનાથી પોષાય માધ્યસ્થ ભાવના ૨૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ (જીવાય). આચાદવે તરત જ ઉત્તર આપ્યોઃ કૃષ્ણસના મુખની જેમ એ બધાંને ગ્રહણ કરવાં.” જુગારી તો આ પાદપૂર્તિ લઈને ઝડપથી રવાના થયો. ગોપાલગિરિ પહોંચ્યો. રાજસભામાં પાદપૂર્તિનું પદ સંભળાવ્યું. આમ રાજા સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. જુગારીના બે હાથ પકડીને પૂછ્યું: “સાચે સાચું બતાવી દે, આ સમસ્યાપૂતિ કોણે કરી? મહારાજ ! ગૌ દેશની રાજધાની લક્ષણાવતીમાં બિરાજમાન પૂર્ણ જ્ઞાની શ્રી બપ્પભટ્ટીએ આ સમસ્યાપૂર્તિ કરી છે.' “ઓહો ! તું શું ગુરુદેવની પાસે ગયો હતો? તદ્દન સાચું છે, તેમના વગર મારા મનના ભાવ કોણ જાણી શકે છે?' રાજાએ જુગારીને મૂલ્યવાન ભેટ આપીને ખુશ કર્યો. રાજા બપ્પભટ્ટીના વિચારોમાં ખોવાઈ ગયો - “મેં કૃષ્ણસર્પને એના મુખથી પકડ્યો, એ વાત લક્ષણાવતીમાં બેઠેલા બપ્પભટ્ટીએ કેવી રીતે જાણી હશે ?” બીજી પાદપૂર્તિ હવે એક બીજી ઘટના બને છે. આમ રાજા નગરના બાહ્ય પ્રદેશમાં ફરવા ગયો. ત્યાં વટવૃક્ષની નીચે એક મુસાફરનું શબ પડેલું જોયું. વૃક્ષની ડાળી ઉપર એક કરપાત્ર લટકાવેલું હતું. એમાંથી પાણીનાં બિંદુઓ મૃતદેહ ઉપર પડતાં હતાં. મૃતદેહ પાસે પડેલા પથ્થર ઉપર એક અધ શ્લોક લખ્યો હતો એ સમયે હું બહાર નીકળ્યો ત્યારે પ્રિયાએ ચૂળ આંસુઓ સાથે જે રુદન શરૂ કર્યું.' રાજાએ પથ્થરને સાથે લઈ લીધો. બીજે દિવસે વિદ્વાનોની સામે આ અડધા શ્લોકને રાખીને એને પૂર્ણ કરવા આજ્ઞા આપી. રાજાનું મન સંતુષ્ટ થાય એવી પાદપૂર્તિ કોઈ ન કરી શક્યું. રાજાને ઘણી ગ્લાનિ થઈ અને બપ્પભટ્ટી યાદ આવ્યા. રાજાએ પેલા જુગારીને બોલાવ્યો. અડધો શ્લોક આપીને તેને લક્ષણાવતી મોકલ્યો. જુગારી ઘોડા ઉપર સવાર થઈને ખુશીથી ચાલ્યો ગયો લક્ષણાવતી તરફ. લક્ષણાવતી પહોંચીને એણે વંદના કરી અને આમ રાજાની સમસ્યા પ્રસ્તુત કરી. . આચાર્યદિવ બે પળ ધ્યાનસ્થ થઈ ગયા અને પાદપૂર્તિ કરી - કરપાત્રનાં બિંદુઓ પડવાથી મને યાદ આવ્યું.” જુગારી ગુરુદેવને વંદના કરીને ગોપાલગિરિમાં પાછો આવ્યો. આમ રાજા એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેણે બપ્પભટ્ટીએ આપેલી પાદપૂર્તિ પ્રસ્તુત કરી - કરપાત્રનાં બિંદુઓ પડવાથી મને યાદ આવ્યું.” [૨૮૨ | | શાન્ત સુધારસ : ભાગ ૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ આમ રાજા પ્રસન્નતાથી ડોલી ઊઠ્યો. એણે જુગારીને મૂલ્યવાન ભેટ આપીને રાજસભા વિસર્જિત કરી. રાજા રાજમહેલમાં ગયો. એનું મન હવે સર્વથા બપ્પભટ્ટી પ્રત્યે નિઃશંક બની ગયું હતું. “મારા અન્તઃપુરની વાત એ પૂર્ણજ્ઞાનીએ પોતાના જ્ઞાનપ્રકાશ દ્વારા જોઈને બતાવી હતી, મેં અજ્ઞાનવશ એમના ચારિત્ર અંગે શંકા કરી. હવે મારે ગમે તે ભોગે એમને પાછા લઈ આવવા જોઈએ.’ બપ્પભટ્ટી ગોપાલગિરિમાં પાછા આવે છે ઃ મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ગુરુદેવના મનમાં આમ રાજા માટે દ્વેષ યા દુર્ભાવ હતો નહીં. કેટલાક સમય માટે રાજાની ઉપેક્ષા કરવી જરૂરી હતી. આમ રાજા ગુપ્તવેશે લક્ષણાવતી જાય છે. ગુરુદેવને ફરી ગોપાલગિરિ પધારવા વિનંતિ કરી આવે છે. મૈત્રીનો રત્નદીપક પ્રજ્વલિત જ હતો. આચાર્યદેવ ગોપાલગિરિ પધારે છે. વાર્તા તો ખૂબ લાંબી છે, પરંતુ મારે તો બપ્પભટ્ટીની મધ્યસ્થતા-ઉપેક્ષાઉદાસીન ભાવનાના વિષયમાં બતાવવાનું હતું, તે બતાવી દીધું. આમ રાજાએ ભલેને આચાર્યશ્રીના ચારિત્ર ઉપર શંકા-કુશંકાઓ કરી હોય; પરંતુ ગુરુદેવે રોષ, રીસ યા ક્રોધ ન કર્યો. મૈત્રી ન તોડી. માધ્યસ્થ્ય ભાવનાની પ્રસ્તાવનાનો પાંચમો શ્લોક સાંભળો - तस्मादौदासीन्यपीयूषसारं, વારે વારે હન્ત ! સન્તો ! હિન્દુ । आनन्दानामुत्तरङ्गतरंङ्गै जीवद्भिर्यद् भुज्यते मुक्तिसौख्यम् ॥ ५ ॥ ‘એટલા માટે હે સંત પુરુષી ! તમે ઉદાસીનતારૂપ અમૃતરસનો નિરંતર આસ્વાદ કરતા રહો. ઊછળતા અને ઉભરતા આનંદની એ ઊર્મિઓની ઉપર સવાર થઈને પ્રાણી મુક્તિ પામે છે.’ ઉદાસીનભાવ અમૃત છેઃ માધ્યસ્થ્ય ભાવનાની પ્રસ્તાવના પૂર્ણ કરતાં ગ્રંથકાર કહે છે કે સંત સજ્જન પુરુષોએ નિરંતર ઉદાસીનભાવરૂપ અમૃતરસનો આસ્વાદ કરતા રહેવું જોઈએ. ઉદાસીનભાવ અમૃત છે. અનુભવ કરવાથી તમને ખબર પડશે કે આ અમૃત છે. મધુરતમ અમૃત. પછી તો આ અમૃતપાનનું વ્યસન થઈ જશે. અંદર આનંદનાં તરંગો ઊછળશે - ઊભરાઈને બહાર આવતાં રહેશે અને તમે મુક્તિ - મોક્ષ તરફ ચાલવા લાગશો. એક દિવસે તમે મોક્ષે પણ પહોંચી જશો. માધ્યસ્થ ભાવના ای ૨૮૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનભાવ આવશે ત્યારે નહીં રહે વિષયનવિકલ્પ અને નહીં રહે વિષયવિકાર, શુભ વિષયોમાં ઈષ્ટ બુદ્ધિ નહીં રહે, અશુભ વિષયો પ્રતિ અનિષ્ટ બુદ્ધિ પણ નહીં રહે. ઉદાસીનભાવને હૃદયમાં સ્થિર કરનાર મહાનુભાવ જે પરમાનન્દ પામે છે, એ પરમાનન્દ જ્ઞાન-ધ્યાન-તપ-શીલ અને સભ્યત્વવાળો મનુષ્ય પણ પામી નહીં શકે. ઉદાસીનભાવ આવતાં મન-વચન-કાયાના વિકારો નથી રહેતા. મદ અને મદન શાન્ત થઈ જાય છે. એમનો ઉન્માદ નષ્ટ થઈ જાય છે અને પુદ્ગલની એક પણ. તૃષ્ણા શેષ રહેતી નથી. આવા મનુષ્યો માટે અહીં જ મોક્ષ છે. ઉદાસીનભાવથી પ્રશમભાવથી શાન્તરસથી ભરેલા મહાત્માને રાગરૂપ કૃષ્ણસ"નું વિષ કશું કરતું નથી. એટલા માટે ઉદાસીન ભાવનામાં, માધ્યચ્ય ભાવનામાં જ મનને તૃપ્તિ પામવા દો. દુનિયાથી કોઈ મતલબ નથી. સુખદુઃખને “કમના ઉદય-અસ્ત પર છોડી દો. આજે બસ, આટલું જ. ૨૮૪ શાન્ત સુધારસ : ભાગ ૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૦૧ માધ્યચ્ય ભાવના ૩ : સંકલના: ઉદાસીનતાનું સુખ. પારકી ચિંતાઓ છોડી દો. પોતાના અવિકારી આત્મસ્વરૂપનું ધ્યાન કરો. ચિદાનંદજીનું એક કાવ્ય. કોઈને કશું ન કહો. હિત સમજાવવાનો આગ્રહ છોડી દો. સંસારમાં અંધ-મૂક-બધિર બનો. ભગવાન-ઋષભદેવનો પૌત્ર મરીચિ. આત્મસ્વભાવમાં રહો. જીવવિજયજીનું એક કાવ્ય. શાસ્ત્ર કોને કહે છે? શાસ્ત્રાધ્યયનનો પ્રભાવ. શ્રીપાલચરિત્રમાં મયણાસુંદરી. શાસ્ત્રોની વાતો - સર્વકાળ ઉપકારી. શાસ્ત્રોની ઉપેક્ષા-ઉત્સુત્ર પ્રરૂપણા. રોહગુપ્ત - ઐરાશિક મત. ગુરુ સાથે વાદવિવાદ. Page #300 -------------------------------------------------------------------------- ________________ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી માધ્યચ્ય ભાવનાનું કાવ્ય ગાય अनुभव विनय सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे । कुशल समागममागमसारं, कामितफलमंदारं रे ॥१॥ अनुभव. ઓ વિનય ! તું ઉદાર અને શ્રેષ્ઠ એવા ઉદાસીનતાના સુખનો સતત અનુભવ કર. ઉદાસીનભાવ પરમ કલ્યાણની સાથે સંગતિ કરાવનાર છે. સર્વ શાસ્ત્રોના સારભૂત અને મનોવાંચ્છિત ફળ આપનાર ઉદાસીન ભાવનો અનુભવ કર. ઉદાસીનતાનું સુખઃ ઉદાસીનતાનો અર્થ ઉદાસી ન કરવો. ઉદાસીનતા એટલે મધ્યસ્થતા! જડચેતન પદાર્થો પ્રત્યે ન રાગ, ન દ્વેષ. રાગદ્વેષથી મુક્ત ઉદાસીનભાવનું પણ એક સુખ છે. એ સુખ પાંચ વિશેષતાઓવાળું છે. I એ સુખ ઉદાર છે. એ સુખ શ્રેષ્ઠ છે. એ સુખ પરમ કલ્યાણકારી છે. એ સુખ સર્વશાસ્ત્રોનો સાર છે. i એ સુખ મનોવાંચ્છિત ફળ આપનાર છે. પરંતુ પ્રથમ વાત એ છે કે ઉદાસીનતાનો ભાવ પામવા માટે અંદરની તમન્ના જોઈએ - આ વાત કોઈ પૌગલિક અને વૈષયિક સુખોની નથી ! આપણે લોકો અનંત જન્મોથી પૌદ્ગલિક અને વૈષયિક સુખોના જ અભિલાષી છીએ. અથવા કોઈ બાહ્ય ધર્મક્રિયાનો આનંદ પામીને સંતુષ્ટ થયા છીએ. પરંતુ ઉદાસીનતાના બાહ્ય સુખનો, ઉદાસીનતાની મગ્નતાનો આપણે કોઈ અનુભવ કર્યો નથી. ઉદાસીનતા સુખ આપવામાં ઉદાર છે. જેટલું સુખ જોઈએ એટલું સુખ આપે છે. તમે ઉદાસીનતા પાસે જાઓ, પછી જુઓ એની ઉદારતા. કહે છે: ઉદાસીનતા સુરલતા, સમતારસ ફળ ચાખા પર પેખન મેં મત પરે, નિજ મેં ગુણનિજ રાખ ઉદાસીનતા જ્ઞાનફળ, પwવૃત્તિ હૈ મોહા શુભ જાનો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ . સુરલતા એટલે કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષ કેટલો ઉદાર, જે માગો તે આપે. જે આપે છે તે શ્રેષ્ઠ આપે છે. એવી છે ઉદાસીનતા! એ શ્રેષ્ઠ સમતાસુખ આપે છે ભરપૂર ૨૮૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ આપે છે. એટલા માટે સુખ માટે બીજી તરફ ન જુઓ. અહીંતહીં ભટકો નહીં. પોતાની અંદર જ ઉદાસીનતાને સ્થિર કરો. પરંતુ એ માટે વાસ્તવમાં આત્મજ્ઞાની બનવું પડશે. પરપ્રવૃત્તિ માત્ર મોહ છે; અજ્ઞાન છે, પપ્રવૃત્તિથી નિવૃત્ત થવું જ પડશે. એમાં પણ અમારો કોઈ આગ્રહ-દુરાગ્રહ નથી. તમે જેને શુભ માનો તે કરો ! વિવેકથી કરો. ઉદાસીનતાનું આંતરસુખ તમને મોક્ષસુખ સુધી લઈ જાય છે. આ જીવનમાં જ મોક્ષસુખનું ‘સેમ્પલ’ ચાખવા મળે છે. સર્વ ધર્મશાસ્ત્રોનો સાર આ ઉદાસીનતા છે. ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહ્યું છે કે - निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ! विनिवृत्तपराशानामिहैव मोक्ष सुविहितानाम् ॥ २३८ ॥ મન-વચન-કાયાના વિકારોથી જેઓ મુક્ત છે, મદ અને મદન પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે અને પરાશા-પસ્પૃહાથી જે સર્વથા નિવૃત્ત થઈ ગયા છે એવા મહાત્માઓને અહીં જ મોક્ષ છે. પાંચમી વાત કહી છે - ઉદાસીનતા મનોવાંચ્છિત ફળ આપે છે. સાચી વાત છે. પરંતુ જ્યારે આત્મા વાંચ્છાઓથી જ મુક્ત થઈ જાય છે, સર્વથા નિઃસ્પૃહ બની જાય છે ત્યારે સર્વ પ્રકારનાં સુખ સ્વતઃ મળી જાય છે. હવે આ મનુષ્ય જીવનમાં એક જ ઉદાસીનતાભાવ - માધ્યસ્થતા પ્રાપ્ત કરીને આંતર અનુભૂતિ કરવી જ શ્રેયસ્કર છે. કામ નાનું અને સરળ તો નથી જ. પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. परिहर परचिन्तापरितापं चिन्तय निजमविकारं रे । તવ નિ જોષ વિનોતિ પીવું, ચિનુàન્યઃ સહાર ...। ? ।। પારકી ચિંતા, પરાઈ પંચાતની જંજાળને છોડીને તું તારા સ્વયંના અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કર. કોઈ કાંટાળા કેરને એકત્ર કરે યા કોઈ મીઠી મધુર કેરીઓ - આમ્રફળો એકત્ર કરે, કરવા દે ! તારે એમાં શું લેવાદેવા ? પારકી ચિંતાઓ છોડી દો : પરદ્રવ્યના ગુણદોષોનો વિચાર કરશો તો પાકીચિંતાઓ ચિત્તમાં ઊઠશે જ, શી જરૂર છે પારકા દ્રવ્યના ગુણદોષોનો વિચાર કરવાની? આવા ગુણદોષોના વિચારથી જ મન રાગી અને દ્વેષી બને છે. રાગીદ્વેષી મન સમભાવનો આસ્વાદ ન લઈ શકે. કોઈ પણ સંજોગોમાં આપર્ણા મનને પરદ્રવ્ય તરફ આકર્ષિત થવા દેવું ન જોઈએ. મનને આત્માના અવિકારી સ્વરૂપમાં જ મગ્ન કરી દેવાનું છે. માધ્યસ્થ ભાવના ૨૮૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ પરાયા ગુણદોષ જોવામાં જ્યારે બેચેની લાગશે ત્યારે આ આદત છૂટી શકે. પરાયા ગુણદોષ જોવાની, બોલવાની ગંદી ટેવ પડી ગઈ છે, જેથી દૃષ્ટિ મધ્યસ્થ થઈ જ શકતી નથી. વગર કારણે મન કોઈનું પક્ષપાતી અને કોઈનું કટ્ટર વિરોધી બની બેસે છે. કોઈનો અનુરાગી તો કોઈનો દ્વેષી ! આવા લોકો પ્રાયઃ એ પણ નથી સમજી શકતા કે તેઓ ગંભીર ભૂલ કરી રહ્યા છે. તેઓ તો ગુણદોષ જોનાર મનને પંપાળ્યે રાખે છે અને વિધવિધ યુક્તિઓથી એને પરિપુષ્ટ કરતા રહે છે. આ રીતે અસત્ તત્ત્વોનો આગ્રહ પણ બીજાંના ગુણદોષ જોવા માટે નિરંતર પ્રેરિત કરે છે. આપણી સ્થૂળ બુદ્ધિની સમજમાં આ ન આવવાને કારણે એ મોક્ષને પણ ગુણદોષની દૃષ્ટિથી જુએ છે. પરિણામ શું આવે છે ? એ રાગદ્વેષથી ગ્રસિત થઈ જાય છે. આ સર્વ વિષમતાઓથી મુક્ત થવાનો એક રાજમાર્ગ છે... પોતાના અવિકારી આત્મસ્વરૂપનું ધ્યાન ધરો ઃ સદૈવ આત્મભાવમાં તન્મય થવું અને પંચાયતને તિલાંજલિ આપી દેવી. ‘સ્વ’ પ્રત્યે એકાગ્રચિત્ત થયું. જ્યાં સુધી પરનો વિચાર દિલ-દિમાગમાં રાગદ્વેષની હોળી સળગાવતો હોય, ત્યાં સુધી ‘સ્વ’માં લીન થવું એ કલ્યાણકારી છે. ‘નિશ્ચયનય’થી આત્મા નિર્વિકાર, નિર્મોહ, વીતરાગ અને ચૈતન્યસ્વરૂપ છે. પરંતુ એને જોનારની દૃષ્ટિમાં ક્રોધાદિ વિકારોનો રોગ હોય છે. એટલા માટે ક્રોધાદિ વિકારોથી યુક્ત, અવિવેકી દૃષ્ટિને કારણે એને આત્મામાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ મત્સરાદિ દોષ દેખાય છે અને તે બોલતો રહે છે કે “આત્મા તો ક્રોધી, કામી.... વિકારી છે.’ નિશ્ચયનય આપણને આપણા આત્માના મૂળસ્વરૂપનું વાસ્તવિક દર્શન કરાવે છે. કર્મોની જુલ્મી સત્તા નીચે દબાયેલા-કચડાયેલા જીવો એના દ્વારા લાદવામાં આવેલ સ્વરૂપને જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજી બેઠા છે. પરિણામસ્વરૂપ દીનતા, હીનતા અને પરાધીનતાની ભાવના એમના રોમેરોમમાં વસી ગઈ છે. પરમ ઉપકારી તીર્થંકર ભગવંત કહે છે ઃ ‘જીવાત્માઓ ! આ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમે તમારી રીતે - મૂળ સ્વરૂપમાં તો શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન નિરાકાર છો ! અક્ષય અને અવ્યય છો ! અજરામર છો. તમે તમારા મૂળરૂપને તો સમજો !’ ‘અધ્યાત્મસારમાં કહ્યું છે - आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मना ॥ ૨૮૮ શાન્તસુધારસ : ભાગ ૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન માટે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. માત્ર આત્માને જાણી લો, બાકીનું બધું જાણવાની જરૂર નથી. આત્મજ્ઞાનથી જ મુક્તિ પામશો. આત્મસ્વરૂપની લીનતા પ્રાપ્ત કરો અને એટલા જ માટે કોઈ શું કરે છે તે જોવાનું નથી. ભલેને તે આમ્રફળો એકઠાં કરતો હોય કે પછી કેર ફળ એકઠાં કરતો હોય, જેને જે કરવું હોય તે ભલે કરે. કોઈને કશું જ ન કહો. એક આધ્યાત્મિક કવિએ સુંદર ગાયું છેઃ આતમ ધ્યાનથી રે સંતો! સદા સંતોષે રહેવું, કમfધીન છે સૌ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ. ૧ કોઈ જન નાચે, કોઈ જન ખેલે, કોઈ જન યુદ્ધ કરંતા, કોઈ જન જન્મે, કોઈ જન એ, દેશાટન કોઈ કરતા.. આતમ. ૨ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે, બાવલિયો વાવીને આંબા કેરી રસ શું ચાખે ?... આતમ. ૩ વેરી સાથે વેર ન કીજે, રાગીશું નહીં રાગ. * સમભાવે સૌ જીવને નીરખે, તો શિવસુખનો લાગ... આતમ. ૪ જૂઠી જૂગની પુદ્ગલ બાજી, ત્યાં નવ રહીએ રાજી, તન ધન જોબન સાથ ન આવે, આવે ન માતપિતાજી... આતમ. પ લક્ષ્મી સત્તાથી શું હોવે? મનમાં જો વિચારી. એક દિન ઊઠી જવું જ અંતે દુનિયા સહુ વિસારી... આતમ. ૬ ભલાભલા પણ ઊઠી ચાલ્યા, જોને કેંઈક ચાલે, બિલાડીની દોટે ચડીઓ, ઉંદરડો શું મહાલે ?.. આતમ. ૭ કાળ-ઝપાટા સૌને વાગે, યોગીજન જગ જાગે, ચિદાનંદ ઘન આતમઅર્થી, રહેજો સૌ વિરાગે. આતમ. ૮ હવે આ કાવ્યનો સંક્ષેપમાં અર્થ સાંભળી લો. - હે સજ્જનો! સદેવ આત્મસ્વરૂપમાં રહો. સર્વસંસારી જીવો કમધિીન છે. કોઈને કશું જ ન કહો. i કર્મવશ જીવો નાચે છે, ખેલે છે, યુદ્ધ કરે છે. કોઈ જન્મે છે, કોઈ મરે છે, કોઈ રડે છે....કોઈ દેશ-પરદેશમાં ભટકે છે. v મૂર્ખમનુષ્ય રેતીને પીસીને તેલની આશા રાખે છે, બાવળ વાવે છે અને કેરીની આશા રાખે છે. શું કહેવું આવા લોકોને? . કોઈ ભલે તારાથી વેર રાખે, પરંતુ તું એનાથી વેર રાખીશ નહીં. ભલે કોઈ તારાથી સ્નેહ રાખે, તું રાગી ન બન. તું તો સમભાવે જીવોને જો. અને તો જ મોક્ષ મળશે. માધ્યશ્મ ભાવના ૨૮૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં આખી ય પુદ્ગલ બાજી જૂઠી છે. પૌદ્ગલિક સુખોમાં ન રાચો. પરલોકમાં તન, ધન, યૌવન સાથે ચાલનાર નથી. માતાપિતા આદિસ્વજનો પણ સાથે નહીં ચાલે. આમ તો સત્તા અને લક્ષ્મી પણ સાથે નહીં આવે. આખી દુનિયા છોડીને એક દિવસે આ જીવને ચાલ્યા જવાનું છે. મનમાં વિચારજે. મોટામોટા લોકો ચાલ્યા ગયા. ચાલ્યા જઈ રહ્યા છે. બિલાડીના સકંજામાં ફસાયેલો ઉંદરડો શું મહાલી શકે? એ જ રીતે મહાકાળની નજર સમગ્ર સંસાર પર છે ! જાગતા રહો. વિરક્ત - ઉદાસીનભાવમાં રહો. योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या कुरुषे निजसुखलोपं रे ॥ ३ ॥ કદાચ તેં કહેલી હિતકારી વાતો ઉપર કોઈ કાન ન ધરે ન સાંભળે, તો તું એની ઉપર નારાજ ન થતો. ગુસ્સો ન કરતો. નિરર્થક પરાઈ ચિંતામાં પડીને તું તારાં સુખ શા માટે વેડફી નાખે છે? તું શા માટે દુઃખી થાય છે? હિત સમજાવવાનો આગ્રહ છોડી દોઃ મનુષ્યનો એક એવો સ્વભાવ થઈ ગયો છે કે જે વાતો એને હિતકારી, સુખકારી અને કલ્યાણકારી લાગે છે તે વાતો તે પોતાનાં સ્વજનો, મિત્રો, પરિજનોને કહેતો રહે છે, ઉપદેશ આપતો રહે છે અને એવો આગ્રહ પણ કરતો રહે છે કે બીજાં એની વાતો માને! પણ આવા ઉપદેશકો પ્રાયઃ જાણતા નથી કે બીજાં લોકો તમારી વાત ત્યારે જ માનશે કે જ્યારે તમારું “આદેય નામકર્મ' ઉદયમાં હશે. આદેય નામકર્મ તમારી હિતકારી યા અહિતકારી વાતો બીજાંની પાસે મનાવતું રહે છે. છતાંય ક્યારેક અનાદેય નામકર્મનો ઉદય થતાં તમારી હિતકારી વાત હોય, સુખકારી વાત હોય તો પણ બીજાં માણસો નહીં માને. એટલા માટે એવો આગ્રહદુરાગ્રહ ન રાખવો કે મારો સ્વજનોએ મારી વાત માનવી જ જોઈએ. જે એવો દુરાગ્રહ રાખશો તો હંમેશાં રોષથી, રીસથી ક્રોધથી બળતા રહેશો. અશાંતિ અને ક્લેશ-સંતાપથી દુખી થઈ જશો.' તમને બે-ચારયા પાંચ-સાત વખત ખબર પડી - અનુભવ થયો કે ઘરમાં તમારી વાત કોઈ માનતું નથી. મિત્રો પણ તમારી વાત માનતા નથી. જ્ઞાતિજનો ય તમારી વાત માનતાં નથી, તો મનથી સમાધાન કરી લો કે - “મારા અનાદેય કર્મનો ઉદય ચાલી રહ્યો છે. એટલા માટે મારે મૌન રહેવું એ જ ઉચિત છે. આમેય સર્વ જીવો પોતપોતાના કર્મો અનુસાર જ જીવી રહ્યાં છે. સર્વ આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ મારું નથી, હું કોઈનો નથી. તમામ સંબંધો સ્વપ્નવત છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે.” | ૨૦ £ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #305 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં અંધ-મૂક-બધિર બનોઃ તમે તમારી આસપાસ અણગમતું જોતા હો છો, નાપસંદ સાંભળો છો, ત્યારે કંઈક કહેવાની ઈચ્છા થઈ જાય છે ને? જ્ઞાની પુરુષો કહે છે. આ જગતને જોવા અંગે અંધ બની જાઓ. જગતના ગુણદોષ કહેવામાં મૂક બની જાઓ અને જગતનો બકવાસ સાંભળવામાં બહેરા બની જાઓ. પ્રશ્નઃ સંસારમાં રહીએ છીએ તો કશુંક બોલવું પડે છે, સાંભળવું પડે છે અને જોવું પણ પડે છે. ઉત્તર : ભલે તમે બોલો, સાંભળો અને જુઓ; પણ ઉદાસીનભાવ અખંડ રાખીને! અંદર તીવ્ર રાગદ્વેષ ઉત્પન્ન ન થવા જોઈએ અને વિવેક તો સર્વત્ર જોઈએ જ ! ક્યાં શું બોલવું, કેટલું બોલવું, ક્યાં મૌન રહેવું.... કેટલું સાંભળવું, શું જોવું, શું ન જેવું, કેટલું જોવું.... વગેરેનો વિવેક તો જોઈએ જ ને? જો આ વિવેક નહીં હોય તો તમે સદા પારકી ચિંતાઓ કરતા રહેશો, ક્રોધ, રોષ કરતા રહેશો અને જીવન દુઃખોથી ભરી દેશો. બીજાંની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. ઓછું બોલો, ઓછું સાંભળો, ઓછું જુઓ, તો જ તમારા અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કરી શકશો. ભગવાન ઋષભદેવનો પૌત્ર મરીચિઃ મરીચિ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. એમણે ભગવાન ઋષભદેવની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. અગિયાર અંગ (આગમગ્રંથો)નું અધ્યયન કર્યું હતું. એ ગુણવાન હતા, ચારિત્રવાન હતા. ગ્રીષ્મકાળ હતો. ભગવાનની સાથે વિહાર કરી રહ્યા હતા. મધ્યાહુનના સમયે માર્ગો અતિ તપ્ત બન્યા હતા. અગ્નિજ્વાળા જેવા ઉષ્ણ વાયુ માર્ગને અતિ ઉષ્ણ બનાવી રહ્યા હતા. મરીચિનું શરીર મસ્તકથી ચરણો સુધી આર્ટ થઈ ગયું હતું. વસ્ત્રો મલિન હતા. વસ્ત્રોમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી અને અતિશય ગરમીને કારણે એ તૃષાતુર થઈ રહ્યો હતો. એ સમયે એના ચિત્તમાં આર્તધ્યાનની આંધી ઊઠી, હવે હું એક ક્ષણ પણ આ ચારિત્રભારને વહન કરી શકતો નથી. મારે માટે ચારિત્રનું પાલન મુશ્કેલ છે. પરંતુ હુંત્રિભુવનપતિ ભગવાન ઋષભદેવનો પૌત્ર છું અને ભરત ચક્રવર્તીનો પુત્ર છું. મેં મારી ઇચ્છાથી આ મહાવ્રતોનો સ્વીકાર કર્યો છે. એટલા માટે પાછા ઘેર જવું ઉચિત નથી. ઘેર જાઉં તો કુળને મલિનતા લાગે. શું કરું? એક તરફ નદી, તો બીજી બાજુ સિંહ! એટલા માટે મારે કોઈ નવો જ માર્ગ શોધવો પડશે.' મરીચિ નવા જીવનની કલ્પના કરી રહ્યા હતા. હું ત્રિદંડી બનીશ. હવે હું કેશ લંચન નહીં કરું, પરંતુ શસ્ત્રથી મુંડન કરાવીશ. શિખાધારી બનીશ. હું માત્ર સ્થૂળ ૨૯૧ માધ્ય ભાવના Page #306 -------------------------------------------------------------------------- ________________ હિંસાથી વિરત રહીશ. હું સુવર્ણમુદ્રાઓ આદિ દ્રવ્યમારી પાસે રાખીશ. હું પગરખાં પહેરીશ, ચંદનાદિનો લેપ કરીશ. હું શિર ઉપર છત્ર ધારણ કરીશ. હું લાલ વસ્ત્ર ધારણ કરીશ અને પરિમિત જળથી સ્નાન પણ કરીશ.' મરીચિએ વાસ્તવમાં એ પ્રકારે જીવનપરિવર્તન કર્યું અને તે ભગવાનની સાથે જ વિહાર કરવા લાગ્યા!મરીચિ મુનિ પણ ન રહ્યા કે ગૃહસ્થ પણ ન બન્યા. નવો વેશ બનાવ્યો. મારે જે વાત જણાવવાની છે, તે એ છે કે મરીચિએ આ રીતે જીવનપરિવર્તન કર્યું છતાં ભગવાન ઋષભદેવ મૌન રહ્યા, સર્વ સાધુઓ મૌન રહ્યા. ભગવાને એને રોક્યો નહીં ટોક્યો નહીં. આનંદસાગરજીએ માધ્યચ્ય ભાવનાની સઝાયમાં કહ્યું છે: કચ્યો વીર જિનેશ્વરે રે ભવ મરીચિ નવ વેશ, ઋષભ-પ્રભુ નવિ વારીયો રે જાણી કમનો વેશ રે, - ભવિકા ધરજો મધ્યસ્થભાવ. આમ તો તમે લોકો જાણો જ છો કે મરીચિ, ભગવાન મહાવીરનો આત્મા હતો! જો આપણે કર્મસિદ્ધાંતને માનીએ છીએ તો બીજાંની ચિંતા કરવી, બીજાને કહેવું-સાંભળવું... વગેરે નિરર્થક છે. જીવાત્માના મન-વચન-કાયા ઉપર કમનું પ્રભુત્વ છે. નહીંતર મરીચિ જેવો મુનિ. ભગવાનની સાથે રહેનારો આવું હીન જીવન પરિવર્તન કરી શકે ખરો? પરંતુ કમનું પ્રબળ આક્રમણ થતાં મોટા મોટા પાષાણમહેલો પણ તૂટી પડે છે ! શું થયું નંદીષેણ મુનિનું? કેમ વેશ્યાને ત્યાં પતન થયું? શું થયું હતું આષાઢાભૂતિ મુનિનું? એમનું પતન શા માટે થયું? એટલા માટે કોઈ પડે છે, ભૂલ કરે છે, ખોટા માર્ગે ચાલે છે, તો એના પ્રત્યે દ્વેષ ન કરો. એની નિંદા ન કરો. એનો તિરસ્કાર ન કરો. એના પ્રત્યે મધ્યસ્થભાવ - ઉદાસીનભાવ જાળવી રાખો. જીવોની કર્મપરવશતાનું ચિંતન કરો. આત્મસ્વભાવમાં રહોઃ પરચિંતા છોડો. પોતપોતાનાં કર્મો અનુસાર સર્વ જીવો જીવે છે. તમારા કહેવા અનુસાર કોઈ જીવવાનું નથી. તમે તમારી શાન્તિપ્રસન્નતા જાળવી રાખો. સાંભળો, એક કવિએ આ વિષયમાં અતિસુંદર કાવ્ય લખ્યું છે - આપ સ્વભાવમાં રે અવધૂ! સદા મગનમાં રહના. જગત-જીવ હૈ કમધીના, અચરજ કછુઆ ન લેના.... આપ. ૧ તું નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા? તેરા હૈ સો તેરી પાસે, અવર સભી અનેરા.... આપ. ૨ શાન્ત સુધારસઃ ભાગ ૩| ૨૯૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ વધુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઈનકા વિલાસી. વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવ કા વાસી... આપ. ૩ રાગને રીસા દોય ખવીસા, એ તુમ દુખ કા દિસા. જબ તુમ ઉસકો દૂર કરીસા, તબ તુમ જગ કા ઈસા... આપ. ૪ પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજન પાસા. વો કાટન કે કરો અભ્યાસ, લહો સદા સુખવાસા... આપ. પ કબીક કાજી, કબહીક પાજી, કબીક હુઆ અપભ્રાજી. કબીક કીતિ, જગ મેં ગાજી, સબ પુદ્ગલ કી બાજી... આપ. ૬ શુદ્ધ ઉપયોગને સમતાધારી, જ્ઞાન-ધ્યાન મનોહારી. કર્મકલંક કુ દૂર નિવારી, જીવ વરે શિવનારી... આપ. ૭ આ કાવ્યનો સંક્ષેપમાં અર્થ સાંભળી લોઃ u અવધૂ એટલે આત્મા, હે આત્મન ! પોતાના સ્વભાવમાં સદેવ મગ્ન રહો. જગતમાં સૌ જીવો કર્માધીન છે. એમાં કોઈ આશ્ચર્યન માનવું. એટલે કે કર્મવશ જીવ શું નથી કરી શકતો? 1 તું કોઈનો નથી, કોઈ તારું નથી, તો પછી શા માટે “મારું..મારું કહે છે? જે - વાસ્તવમાં તારે છે (જ્ઞાનદર્શનાદિ ગુણો) તે તારી પાસે જ છે, બીજું બધું જ પારકું છે. પરાયું છે. - શરીર વિનાશી છે. તું અવિનાશી છે. પણ તું હજુ શરીરનો રાગી છે. જ્યારે તું શરીરનો રાગ છોડી દઈશ ત્યારે તું મોક્ષમાં ચાલ્યો જઈશ. v પરદ્રવ્યોની આશા કરવાની નથી, એમાં નિરાશા જમળશે. પરની આશા જ એક મોટું બંધન છે. એ બંધનને કાપે તો તું સદેવ સુખી રહીશ. - કોઈ વાર તું ન્યાયાધીશ બને છે, તો કોઈ વાર તું બુદ્ધિહીન બને છે... તો કોઈ વાર કલંકિત બને છે. કોઈ વાર જગમાં તારી કીતિ ફેલાય છે - આ બધા પદ્ગલિક પ્રપંચો છે. એટલા માટે આત્માના શુદ્ધ સ્વરૂપમાં રહો. સમભાવ ટકાવી રાખો. જ્ઞાનધ્યાનમાં લીન રહો. તમારાં તમામ કર્મો નષ્ટ થશે અને જીવાત્મા શિવાત્મા બની જશે. તે મોક્ષ પામી જઈશ. सूत्रमपास्य जडा भाषन्ते केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो यदि पिबन्ति मूत्रं रे ॥ ४ ॥ કેટલાક જડબુદ્ધિ અને કદાગ્રહી લોકો શાસ્ત્રોની વાતો છોડી દઈને, ખોટી વાતો કરે છે. શાસ્ત્રોને ખોટાં પાડવા માટે દલીલો કરે છે, વ્યર્થ બકવાસ કરે છે, તો આપણે માધ્યશ્મ ભાવના Page #308 -------------------------------------------------------------------------- ________________ શું કરીએ ? જો કોઈ દૂધ છોડીને મૂત્ર પીએ, તો આપણે શું કરીએ ? શાસ્ત્ર કોને કહે છે ? : ચૌદ પૂર્વધર જ્ઞાની પુરુષો 'રામ્' ધાતુનો અર્થ અનુશાસન કરે છે અને ત્રૈક્ ધાતુનો અર્થ સર્વ શબ્દવેત્તાઓએ પાલન’ના અર્થમાં સુનિશ્ચિત કર્યો છે. એટલા માટે રાગદ્વેષથી જેમનાં ચિત્ત વ્યાપ્ત છે એમને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે તે શાસ્ત્ર, દુઃખોથી બચાવે છે તે શાસ્ત્ર. આથી સજ્જન લોકો એને શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહો યા સૂત્ર કહો, એક જ અર્થ છે. શાસ્ત્ર સર્વશવચન જ છે. શાસ્ત્રાધ્યયનનો પ્રભાવ ઃ શાસ્ત્ર, સંસારના સ્વભાવને વાસ્તવિક સ્વરૂપમાં બતાવનાર છે. સર્વ બંધનોથી મુક્ત, પૂર્ણ આત્મસ્વરૂપને બતાવનાર છે. શરણાગત જીવોનું નિષ્પાપ ઉપયોગથી પરિરક્ષણ કરનાર છે. એવું શાસ્ત્ર એટલે દ્વાદશાંગી પ્રવચન. એવું શાસ્ત્ર એટલે સર્વજ્ઞનું કથન-વચન. એવું શાસ્ત્ર એટલે વીતરાગ-વીતદ્વેષ અને ગતમોહ પરમાત્માનું વચન. જે વીતરાગ નથી, દોષમુક્ત નથી, એવા લોકોનાં વચન, ગ્રંથ, શાસ્ત્ર, સૂત્ર ન બની શકે. કારણ કે એવા રાગદ્વેષ મોહથી ઘેરાયેલા, બની બેઠેલા ‘ભગવાનો’નાં વચનો ન તો સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાવી શકે છે કે ન તો મોક્ષમાર્ગનું યથાર્થ નિરૂપણ કરી શકે છે કે ન એ નિષ્પાપ ઉપાયોથી શરણાગત જીવોનું પરિરક્ષણ કરી શકે છે; તો પછી એમને શાસ્ત્ર કહીએ કેવી રીતે ? જેના અધ્યયનથી મનુષ્યના હૃદયમાં, ભાવુક હૃદયના જીવોમાં સંસારનાં સુખો પ્રત્યે વૈરાગ્ય ભાવના ન જાગે, જેના અધ્યયનથી શિવ-અચલ-અનુજ, અનંત-અક્ષય, અવ્યાબાધ એવા મોક્ષનું આકર્ષણ ન જાગે, એને શાસ્ત્ર યા સૂત્ર કેવી રીતે કહી. શકાય ? શ્રીપાલચરિત્રમાં મયણાસુંદરી : શ્રીપાલચરિત્રમાં મયણાસુંદરીનું લગ્ન ગુસ્સે થયેલા તેના પિતાએ-રાજાએ એક કુષ્ઠરોગી ઉંબરરાણા (શ્રીપાલ) સાથે કરી દીધું, ત્યારે ઉબુદ્ધ એવી મયણાસુંદરી સર્વજ્ઞવચનને સહારે જ સ્વસ્થ, નિર્ભય અને નિાકુલ રહી શકી હતી. એણે સદ્ગુરુની પાસે એવાં શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન કર્યું હતું. સંસારમાં કર્મોને કારણે આવું બધું તો બનતું રહેવાનું. તેના દિલમાં પોતાના શાન્તસુધારસ : ભાગ ૩ ૨૯૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ પિતા માટે રજમાત્ર ગુસ્સો આવ્યો ન હતો. એના મનમાં... હાય, હાય, મારું સુખ લૂંટાઈ ગયું..” એવી કોઈ પીડા પણ ન થઈ અને જ્યારે તે પોતાના ગુરુદેવની પાસે પહોંચી ત્યારે ગુરુદેવે એને નિર્દોષ, નિષ્પાપ ધર્મ આરાધના બતાવી કે જેથી મયણાસુંદરીએ ઉંબરરાણાનાં કોઢને જડમૂળથી મટાડી દીધો ! તન અને મનનાં તમામ સંતાપોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞ વચનમાં જ - શાસ્ત્રોમાં જ છે. જો સાધક આત્મા મોક્ષમાર્ગનો યાત્રી આત્મા પોતાની મોક્ષયાત્રાને નિરાપદ બનાવવા માગતો હોય, તો એણે એવાં સૂત્ર-શાસ્ત્રોનું જ અધ્યયન કરવું જોઈએ. મનને રાગદ્વેષ અને મોહથી ભરી દેનારાં પુસ્તકોને સ્પર્શ પણ ન કરવો જોઈએ. આવા પ્રકારના વાચનથી મન રોગી બને છે, બીમાર બને છે. અશુભ પાપવિચારોનો કાફલો ઊતરી આવે છે મનમાં. એનાથી અનંત અનંત પાપકર્મો બંધાય છે અને પરિણામ સ્વરૂપ જીવ દુર્ગતિનાં ધરુણ દુઃખોનો શિકાર બને છે. શાસ્ત્રોની વાતો સર્વકાળ ઉપકારી છેઃ જે સર્વજ્ઞ નથી, વીતરાગ નથી; એમનાં પુસ્તકો, એમનાં ગ્રંથો કદી ય ન વાંચો. એમનાં વચનો પણ કદી ન સાંભળો. જે સર્વજ્ઞ હતા, વીતરાગ હતા પૂર્ણજ્ઞાની હતા, એવા પરમ પુરુષોનાં વચનો જે ગ્રંથોમાં ગુંફિત છે એ ગ્રંથોનું અધ્યયન કરો. ‘શાસ્ત્રોની વાતો તો પુરાણી થઈ ગઈ. શાસ્ત્રોની વાતોમાં તો ઘણી બધી મિલાવટ થઈ ગઈ છે. આજના સમયમાં શાસ્ત્રોની વાતો શું કામ કરે? શા કામમાં આવે?” આવી બેહુદી વાતોમાં ફસાવું નહીં સત્ય સદૈવ નિત્ય નૂતન રહે છે. એ કદી પુરાણું થતું જ નથી. આજના સમયમાં તો સર્વજ્ઞનાં વચનો જ સાચી સમજ આપી શકે છે. અનેક દુઃખ, ત્રાસ, ચિંતા, વ્યથા અને પીડાના મહાસાગરમાં ડૂબતા મનુષ્ય માટે એક સર્વજ્ઞ-વચન જ ત્રાણ-શરણરૂપ છે. એ જ એને બચાવી શકે છે. સાચી શાન્તિ, સમતા. તૃપ્તિ અને પ્રસન્નતા સર્વજ્ઞ શાસનનાં શાસ્ત્ર-સૂત્રોથી જ મળી શકે છે, એટલા માટે શાસ્ત્રોનો આદર કરો. જ્ઞાનસારમાં કહેવામાં આવ્યું છેઃ शास्त्रे पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः ।। पुरस्कृते ततस्तस्मिन् नियमात् सर्वसिद्धयः ॥ १८८ ॥ શાસ્ત્રોનો પુરસ્કાર કરવો એટલે વીતરાગનો પુરસ્કાર કરવો અને વીતરાગનો પુરસ્કાર કરવો એટલે નિશ્ચિત જ સર્વસિદ્ધિની પ્રાપ્તિ. ષોડશક પ્રકરણમાં કહ્યું છે | માધ્યસ્થ ભાવના છે ૨૫] Page #310 -------------------------------------------------------------------------- ________________ अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीदं इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वसिद्धयः ॥ ‘જ્યારે તીર્થંકર પ્રણિત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકર જ સ્વયં હૃદયમાં બિરાજમાન છે. કારણ કે તે જ આગમના પ્રણેતા છે. એ રીતે તીર્થંકર સાક્ષાત્ હૃદયમાં હોય ત્યારે સકલ અર્થની સિદ્ધિ થાય છે.' શાસ્ત્રોની ઉપેક્ષા - ઉસૂત્ર પ્રરૂપણાઃ શાસ્ત્રોનું મહત્ત્વ જાણવા છતાં પણ કેટલાક મહત્ત્વાકાંક્ષી, બુદ્ધિશાળી અને અહંકારી લોકો શાસ્ત્રોની વાતોની ઉપેક્ષા કરીને એનાથી પોતાની વિપરીત માન્યતાને સિદ્ધ કરવામાં તત્પર હોય છે. એ સૂત્રથી વિપરીત ઉત્સવ-કથન કહે છે. જે વચનશક્તિ, વસ્તૃત્વશક્તિ, તર્કશક્તિ અને પુણ્યબળ હોય છે, તો શાસ્ત્રવિરુદ્ધ વાતોને સાંભળનારા, માનનારા લોકો મળી જાય છે. દૂધ છોડીને મૂત્ર પીનારા લોકો શું આપણે નથી જોયા?પીવા દો, આપણે શું કરીએ? જાણીજોઈને જે મૂત્ર પીએ છે, એમને રોકી નથી શકતા - એ રીતે શાસ્ત્રોને જાણતા હોવા છતાં પણ એમનાથી વિપરીત બોલનારાઓને આપણે શું કહીએ ? ભગવાન મહાવીર જેવા સર્વજ્ઞ વીતરાગ પણ જમાલિને સમજાવી શક્યા ન હતા ને? આવી જ એક ઐતિહાસિક વાત, જિનશાસનની પરંપરામાં બનેલી દુર્ઘટનાની એક વાત સંભળાવું. રોહગુપ્ત વૈરાશિક મતઃ શ્રમણ ભગવાન મહાવીરનાં નિવણિને પ૪ વર્ષ વીતી ગયાં હતાં. અન્તરંજિકા નગરીમાં ‘ભૂતગૃહ ચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય પધાર્યા હતા. એ નગરીનો રાજવી હતો - બલશ્રી. બલશ્રીની રાજસભામાં પોટ્ટશાલ' એક મહાઅભિમાની તાપસ આવ્યો. તેણે રાજાને કહ્યું: “રાજનું! જો તારી રાજસભામાં કોઈ વાદી હોય તો મારી સામે વાદ કરે. રાજનું! નગરમાં ઘોષણા કરાવી દે!' નગરમાં ઘોષણા થવા લાગી. આ બાજુ આચાર્ય શ્રીગુપ્તને વંદન કરવા આર્યમહાગિરિનો શિષ્ય રોહગુપ્ત નગરમાં આવ્યો હતો. તેણે રાજાની ઘોષણાનો સ્વીકાર કરી લીધો અને શ્રીગુપ્તાચાર્ય પાસે ગયો. આચાદિકે કહ્યુંઃ મહાનુભાવ! એ તાપસની પાસે અનેક વિદ્યાઓ છે. એમાં વૃશ્ચિક, સર્પમૂષક, મૃગી, વારાહી, કાકી, શકુનિકા આદિ મુખ્ય વિદ્યાઓ છે, એટલા માટે તારી પાસે પ્રતિવિઘાઓ હોવી જોઈએ. હુતને આપું છું.' આચાયૅરોહગુપ્તને મયૂરી, બિલાડી, નકુલી, વ્યાઘી, સિંધી, ઉલૂકી અને શ્યની - આ સાત વિદ્યાઓ આપી. તદુપરાંત શેષ ઉપદ્રવ્યોનું નિવારણ કરનાર અભિમંત્રિત રજોહરણ આપ્યું. ગુરુદેવને વંદન કરીને તે રાજસભામાં ગયો. [૨૯૬ છે કે એક શાન્તસુધારસઃ ભાગ ૩] Page #311 -------------------------------------------------------------------------- ________________ તાપસે ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, સુખ-દુઃખ, રાત્રિદિવસ, ચંદ્ર-સૂર્ય, જીવ-અજીવ આ રીતે બે રાશિ સ્થાપિત કર્યા. રોહગુપ્ત ત્રણ દેવ, ત્રણ ભુવન, ત્રણ સ્વર, ત્રણ ગુણ, ત્રણ પુરુષ, ત્રણ અવસ્થા અને ત્રણ જીવ-અજીવ-નોજીવ - એ રીતે ત્રણ રાશિ સ્થાપિત કર્યા. પછી જ્યારે તાપસે વૃશ્ચિક આદિ વિદ્યાઓનો પ્રયોગ કર્યો ત્યારે રોહગુપ્ત તેની મયૂરી વિદ્યા આદિ વિદ્યાઓનો પ્રયોગ કરી વિજય પ્રાપ્ત કર્યો. તાપસે જ્યારે રાસભવિદ્યાનો પ્રયોગ કર્યો ત્યારે રોહગુપ્ત રજોહરણથી વિજય પ્રાપ્ત કર્યો. રાજાએ કહ્યું: ‘તાપસ હારી ગયો, જૈનમુનિ વિજેતા બન્યા.” જૈનસંઘ ત્યાં ઉપસ્થિત હતો. રોહગુપ્તને ભવ્ય સ્વાગતની સાથે ગુરુદેવની પાસે લાવવામાં આવ્યો. રોહગુપ્ત ગુરુદેવને વંદન કરી બધી વાત કરી. ગુરુદેવે કહ્યું: “વત્સ! તેં શ્રેષ્ઠ કામ કર્યું. જિનશાસનની શોભા વધારી. પરંતુ તેં જે ત્રણ રાશિ - જીવ, અજીવ, નજીવની સ્થાપના કરી એ ઉસૂત્રપ્રરૂપણા છે; એટલા. માટે રાજસભામાં જઈને મિચ્છામિ દુક્કડમ્ દઈ આવ.” ગુરુ સાથે વાદવિવાદઃ રોહગુખે કહ્યું “જે વાત મેં કરી, હવે એ જ વાતનું ખંડન હું કેવી રીતે કરું? ના, ગુરુદેવ, હું એવું ન કરી શકું.” ગુરુદેવે કહ્યું: “વત્સ! વાદવિવાદમાં તે ત્રણ તત્ત્વોની સ્થાપના કરી એ ઠીક છે, પરંતુ જૈનદર્શન “નો જીવ’ માનતું નથી. “નોજીવ’ના કારણે છ માસ સુધી શ્રીગુપ્તાચાર્ય સાથે રોહગુપ્તવિવાદ કરતો રહ્યો, ન માન્યો; તો ગુરુદેવે એના મસ્તક ઉપર રાખ નાખી, મસ્તક મુંડન કરાવ્યું અને સંઘમાંથી બહિષ્કૃત કરાવ્યો. ગુરુદેવે એના પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કર્યો.” . રોહગુપ્ત અભિમાની હતો. ઉસૂત્ર ભાષણનો એના મનમાં કોઈ ભય ન હતો. કોઈ દુઃખ ન હતું. શું એ નહીં જાણતો હોય કે સાવિ શાસ્ત્રનુષ | સાધુ શાસ્ત્રવૃષ્ટિવાળા હોય છે. છ માસ સુધી ગુરુદેવે એને શું નહીં સમજાવ્યો હોય? પરંતુ કુપાત્ર હિતોપદેશ માટે યોગ્ય હોતો નથી. જેને મૂતર જ પીવું છે એને જબરદસ્તીથી તમે દૂધ ન જ પાઈ શકો. આજે બસ, આટલું જ. [ માધ્યમ્મ ભાવના છે [૨] ૨૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ શિબિલસ્@ારી પ્રવચન ૦૨ માધ્યચ્ય ભાવના ૪ : સંકલના : • મનુષ્ય મરીને ચાર ગતિઓમાં જઈ શકે છે. દરેક જીવની ભવિતવ્યતા નક્કી છે. કારણવાદ. કાલ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ, પુરુષાર્થ. પુદ્ગલ પરવશતાને તોડી નાખો. માયાજાળને તોડો. સમતાને હૃદયમાં ભરો. યથાખ્યાત ચારિત્ર - અનુપમ તીર્થ આધ્યાત્મિક સાધનાનો ક્રમ. યથાખ્યાત ચારિત્ર તરફ વિતરાગતાથી કેવળજ્ઞાન. માધ્યચ્ય ભાવના - એક સઝાય. Page #313 -------------------------------------------------------------------------- ________________ पश्यसि किं न मनःपरिणामं निज निज गत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं तद्भवता दुर्वारिं रे ॥ ५ ॥ अनु. જે જીવની જેવી ગતિ હોય છે એવી એની મતિ હોય છે. મનના વિચારો હોય છે. આ વાત તું કેમ સમજી શકતો નથી? જે મનુષ્યની જેવી ભવિતવ્યતા હોય છે, એને બદલવી અતિ મુશ્કેલ છે, અશક્ય છે.” ગ્રંથકાર ઉપાધ્યાયજી આ કાવ્યમાં બે મહત્ત્વપૂર્ણ વાતો કરીને આપણું ધ્યાન આકર્ષિત કરે છે. પ્રથમ વાત છે – મનના વિચારોની. એ કહે છે: પોતપોતાની ગતિ અનુસાર મનુષ્યના વિચારો હોય છે. જે ગતિમાં મનુષ્યને મૃત્યુ પછી જવાનું છે, તે અનુસાર એની વિચારયાત્રા ચાલે છે. બીજી વાત છે - ભવિતવ્યતાની. પ્રત્યેક જીવાત્માની પોતપોતાની ભવિતવ્યતા નિશ્ચિત હોય છે. એને બદલી શકાતી નથી. મનુષ્ય મરીને ચાર ગતિઓમાં જઈ શકે છે? ખૂબ સમજવા જેવી વાત છે. “જેવી ગતિ તેવી મતિ' - એમ કહેવાય છે. મનુષ્ય મરીને દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં અને નરકગતિમાં જઈ શકે છે. એને માટે ચારે ગતિનાં દ્વાર ખૂલાં હોય છે. એ જે ગતિમાં જવાનો હશે, એ ગતિને અનુરૂપ અહીં એના મનોવિકારો હશે. જો તે મરીને દેવલોકમાં જવાનો હશે; તો એનામાં પરમાત્માભક્તિ, ગુરુસેવા, ધર્મોત્સવ, સાધર્મિક ભક્તિ, મૃદુ ભાષા, સવ્યવહાર આદિ ગુણો હશે. એના વિચારો એવા જ પવિત્ર - સારા હશે. મરીને જો તે મનુષ્યગતિમાં સારા ક્ષેત્રમાં, સારા કુળમાં જન્મ લેનારો હશે; તો તે કિરૂણાવંત હશે, દયાળુ હશે, દાનપ્રિય હશે, સ્વજનપ્રિય હશે, પરોપકારી હશે. દેવગુરુનો રાગી હશે. મરીને જો તે તિર્યંચ યોનિમાં (પશુપક્ષીની યોનિમાં) જનારો હશે, તો એને ખાવાપીવાના વિચારો વધારે આવશે. મરીને નરકગતિમાં જનારો હશે, તો તે દૂર હશે, હિંસક હશે, ઈષ્ય-પ્રપંચ અને તીવ્ર રાગદ્વેષવાળો હશે, દુરાચારી-વ્યભિચારી હશે, અનેક દૂષણોથી ભરેલો હશે. પોતપોતાની ગતિ અનુસાર જ્યારે મનુષ્ય વિચાર કરે છે ત્યારે એને શું કહેવું? તમારા ઉપદેશથી પણ તેના વિચારો બદલાશે નહીં. કેટલાક લોકો કહે છેઃ મહારાજ સાહેબ ! અમે મંદિરમાં જઈએ છીએ, ત્યાં પણ ખરાબ વિચારો આવે છે. અમે સામયિક પ્રતિક્રમણની ક્રિયા કરીએ છીએ, તો ત્યાં પણ ખરાબ વિચારો આવે છે. માધ્ય ભાવના ૨૯૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ માળા ફેરવતી વખતે તો દુનિયાભરના ગંદા વિચારો આવે છે, શું કરીએ ?' | વિચારોનું પરિવર્તન તો માણસ જાતે જ કરી શકે છે. અમે તો માત્ર માર્ગદર્શન આપી શકીએ છીએ. ખરાબ વિચારોને રોકવા અને સારા વિચારો કરવા, એ પણ કર્મોને આધીન છે. ઓછામાં ઓછું બીજાંને માટે તો આ જ વિચારવું અને ખરાબગંદા વિચારો કરનારાઓ પ્રત્યે ઉદાસીનભાવ - ઉપેક્ષાભાવ જ રાખવાનો છે. દરેક જીવની ભવિતવ્યતા નિશ્ચિત છે: બીજા જીવો પ્રત્યે રજમાત્ર પણ રાગદ્વેષ-ઈષ્ય, કલહ આદિ કોઈ પણ પ્રકારના દુભવ ન થાય એટલા માટે આ વિશિષ્ટ તત્ત્વચિંતન બતાવવામાં આવે છે. પ્રાયઃ આપણે આવા પ્રકારનું ચિંતન કરતા નથી. આજે હું તમને જૈનદર્શનનો ‘કારણવાદ બતાવું છું. ધ્યાનથી સાંભળજો અને સમજવા કોશિશ કરજો. કારણવાદઃ કારણ વગર કાર્ય બનતું નથી. જેટલાં કાર્યો દેખાય છે. એ બધાંનાં કારણો હોય છે. જ્ઞાનીઓએ વિશ્વમાં એવાં પાંચ કારણો જોયાં છે, જે સંસારના કોઈ પણ કાર્યની પાછળ હોય છે. એમાંથી એક પ્રમુખ કારણ હોય છે અન્ય ચાર સામાન્ય કારણો હોય છે. ૧. કાળઃ વિશ્વમાં એવાં કેટલાંય કાર્યો દેખાય છે કે જેમાં કાળ (સમય) જ કાર્ય કરતો દેખાય છે. ત્યાં કાળને મુખ્ય કારણ સમજવું જોઈએ અને અન્ય ચાર કારણોને ગૌણ સમજતાં રહ્યાં - (૧) સ્ત્રી ગર્ભવતી બને છે, તે નિશ્ચિત સમયે જ બાળકને જન્મ આપે છે. (૨) દૂધમાંથી અમુક સમયે જ દહીં જામે છે. (૩) તીર્થંકર પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી અને નિશ્ચિત સમયમાં જ એમનું પણ નિવણ થાય છે. (૪) છ ઋતુઓ પણ પોતપોતાના સમયે જ આવે છે અને જાય છે. આ બધામાં કાળ પ્રમુખ કારણ છે. ૨. સ્વભાવઃ સ્ત્રીને મૂછો કેમ નથી આવતી?આ સ્વભાવ છે. હથેળીમાં વાળ કેમ નથી ઊગતા? લીમડાના ઝાડ પર કેરી કેમ નથી આવતી? મોરનાં પીંછાં એવાં રંગબેરંગી અને કલાયુક્ત શા માટે હોય છે?બોરડીના કાંટા એવા અણીદાર કેમ હોય છે? ફળફૂલ આવાં વિવિધરંગી શા માટે હોય છે? પર્વતો સ્થિર અને વાયુ શા માટે ચંચળ હોય છે? આ તમામ પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દમાં થાય છે - “સ્વભાવ'. ૩. ભવિતવ્યતા આંબાના ઝાડ ઉપર ફળ આવે છે અને કેટલાંય નીચે પડી જાય ૩૦૦ શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #315 -------------------------------------------------------------------------- ________________ છે. કેટલીક કેરીઓ મીઠી હોય છે તો કેટલીક ખાટી. શા માટે હોય છે ? જેની સ્વપ્નમાં ય આશા ન હોય એવી વસ્તુ માણસને મળી જાય છે, એવું શા માટે બને છે? એક માણસ યુદ્ધમાંથી જીવતો પાછો આવે છે અને ઘરમાં મરી જાય છે. આ તમામ કાર્યોમાં મુખ્ય ભવિતવ્યતા છે. ૪. કર્મઃ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, એ કમને કારણે જ. રામને વનમાં જવું પડ્યું અને સતી સીતા ઉપર કલંક આવ્યું, એ કર્મને કારણે જ થયું. ભગવાન મહાવીરના કાનોમાં ખીલા ઠોકાયા, આ બધું જ કર્મને કારણે જ થયું. ભૂખ્યો ઉંદર ટોપલી જોઈને એ કાપીને એની અંદર પ્રવેશે છે, અંદર પૂરાઈને બેઠેલો સાપ ઉંદરને ગળી જાય છે અને સાપ બહાર નીકળી જાય છે. આ કર્મને કારણે જ બને છે. આ તમામ કાર્યોનું મુખ્ય કારણ છે કર્મ. પ. પુરુષાર્થ રામે પુરુષાર્થથી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તલમાંથી તેલ કેવી રીતે મળે છે? લતા મકાન ઉપર કેવી રીતે ચડે છે?પુરુષાર્થથી. પુરુષાર્થ વગર વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ પ્રાપ્ત થતાં નથી. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે - “આ પાંચ સમૂહમાં મળ્યા સિવાય કોઈ પણ કાર્ય પૂર્ણ થતું નથી. એક ઉદાહરણ સાંભળો. તંતુઓમાંથી કપડું બને છે. આ સ્વભાવ છે. કાળક્રમથી તંતુ બને છે. ભવિતવ્યતા હોય તો કપડું તૈયાર થાય છે, નહીં તો વિઘ્ન આવે છે. અધૂરું રહે છે. કાંતનારનો પુરુષાર્થ અને ભોગવનારનો પુરુષાર્થ પણ જોઈએ.” ભવિતવ્યતાના યોગથી જ જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. પુણ્યકર્મના ઉદયથી મનુષ્યભવ મળે છે. કાળ (ભવસ્થિતિ) પરિપક્વ થતાં એનું વીર્ય (પુરુષાર્થ) ઉલ્લસિત થાય છે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે? નિયતિવશે હળુકર્મી થઈને, નિગોદ થકી નીકળીયો રે, પુણ્ય મનુષ્યભવાદિ પામી, સદૂગરને જઈ મળીયો રે, • ભવસ્થિતિનો પરિપાક થયો તવ પંડિતવીર્ય ઉલ્લસિયો. ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસીયો. પ્રાણી! સમક્તિ-મતિ મન આણો, નય એકાંત ન તાણો.. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવને જેવા થવાનું નિશ્ચિત હોય છે, તે જ્ઞાની પુરષોની દ્રષ્ટિમાં એવો બનવાનો જ છે. એમાં પરિવર્તનની કોઈ શક્યતા હોતી નથી. એટલા માટે એવો આગ્રહ ન રાખો, એવી જીદ ન કરો કે - [ માધ્યશ્મ ભાવના ૩૦૧] Page #316 -------------------------------------------------------------------------- ________________ - હું આને સુધારી દઉં. હું આને સાધુ બનાવી દઉં. - હું આને નિર્વ્યસની બનાવી દઉં. - હું આને મહાન જ્ઞાની બનાવી દઉં. - હું આનો પરલોક સુધારી દઉં. આ સંભવ નથી. હા, તમે એવી પરોપકારી ભાવના ભાવી શકો છો. પરંતુ કર્તવ્ય રૂપમાં કરવા જશો, તો પ્રાયઃ સફળ નહીં બની શકો અને તમારા પ્રયત્નો નિષ્ફળ જશે અને ત્યારે તમે નિરાશ થઈ જશો અને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ, તિરસ્કાર પેદા થશે. તમારી સમતા-શાન્તિ-પ્રસન્નતા નષ્ટ થઈ જશે. એટલા માટે હવે હૃદયમાં સમતારસ, ઉપશમરસ, શાન્તરસ ભરતા રહો. ગ્રંથકાર એ જ વાત બતાવે છે. __रमय हृदा हृदयंगम समतां संवृणु मायाजालं रे । वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ॥ ६ ॥ ચિત્તને આહ્લાદ અને અહોભાવથી ભરનારી સમતાને દિલમાં વસાવી લો અને એટલા માટે માયાજાળને સમેટી લો. તારી જિંદગી ખૂબ જ સીમિત છે. તું નકામો પરપુગલની ગુલામી કરી રહ્યો છે.” પ જિંદગી થોડી છે, સીમિત છે, ચંચળ છે. - પરપુદ્ગલની પરવશતા છે, એને તોડવાની છે. . વિરાટ માયાજાળમાં ફસાયો છે, એમાંથી બહાર નીકળવાનું છે. v સમતાને, શમને, પ્રશમને હૃદયમાં ભરવાના છે. હે ચેતન! હવે પ્રમાદ ન કર. આયુષ્ય ચંચળ છે. વાયુની લહેર જેવું તરલ છે. ક્યારે આયુષ્ય પૂર્ણ થઈ જશે અને તારે પરલોકની યાત્રાએ જવું પડશે એની ખબર નથી. એટલા માટે જે મહત્ત્વપૂર્ણ કાર્યો કરવાનાં છે, એ અવિલંબિત કરી લે. પુદ્ગલ પરવશતાને તોડી નાખોઃ તારો આત્મા અનાદિકાળથી પુદ્ગલને વશ છે, પુદ્ગલરાગી છે, હવે એ રાગ તોડવાનો છે. એ પરવશતાથી મુક્ત થવાનું છે. પુદ્ગલગીતામાં શ્રી ચિદાનંદજી કહે છેઃ પુદ્ગલથી ન્યારા સદા જે, જાણ અફરસી જીવ | તાકા અનુભવ ભેદજ્ઞાનથી ગુરુગમ કરો સદીવ : આત્મા પુદ્ગલથી ભિન્ન છે. આ ભેદજ્ઞાન કરવાનું હોય તો સદ્ગુરુનો સદૈવ [ ૩૦૨ શાન્તસુધારસઃ ભાગ ૩] Page #317 -------------------------------------------------------------------------- ________________ સમાગમ કરતા રહો. ભેદજ્ઞાનનો અનુભવ થશે. ક્રોધી, માની, માયી, લોભી, પુદ્ગલરાગે હોય । પુદ્ગલસંગ વિના એ ચેતન, શિવનાયક નિત જોય ॥ પુદ્ગલરાગથી જ મનુષ્ય કષાયી બને છે. પુદ્ગલસંગ છૂટી જતાં એ મોક્ષગામી બની જાય છે. જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પાવે પુદ્ગલસંગ નિવારત તિણ દિન, અજરામર હો પાવે પુદ્ગલથી જ આત્મા જન્મ-જરા-મૃત્યુ આદિ વિવિધ દુઃખો પામે છે. જ્યારે પુદ્ગલસંગ દૂર થઈ જાય છે, તો આત્મા અજર અમર થઈ જાય છે. પુદ્ગલરાગ કરી ચેતન કું, હોત કર્મકો બંધ । પુદ્ગલરાગ વિસારત મનથી, નિરાગ નિબંધ ॥ કર્મબંધ પણ પુદ્ગલરાગથી થાય છે. મનમાંથી પુદ્ગલરાગ નીકળી જવાથી આત્મા વિરાગી અને નિર્બંધ થઈ જાય છે. પુદ્ગલ-પિંડ, લોલુપી ચેતન, જગ મેં રાંક કહાવે । પુદ્ગલનેહ નિવાર પલક મેં, જગપતિ બિરુદ ધરાવે ॥ પૌદ્ગલિક સુખોનો લોલુપી જીવ જગતમાં પણ રંક કહેવાય છે, પણ જ્યારે એ પુદ્ગલપ્રેમ ત્યજી દે છે ત્યારે જગતમાં યશ પામે છે, સુખ પામે છે. કાલ અનંત નિગોદધામ મેં, પુદ્ગલરાગે રહિયો । દુઃખ અનંત નરકાદિકથી તું અધિક બહુવિધ સહિયો I અનંતકાળ તેં નિગોદમાં વિતાવ્યો - તે પુદ્ગલરાગને કારણે. ત્યાં તેં નકાદિક ગતિઓનાં દુઃખોથી વધારે અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યાં છે. લહી ક્ષયોપમ મતિજ્ઞાન કો, પંચેન્દ્રિય જબ લાધી । વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ઘોર નરકગતિ સાધી. || મતિજ્ઞાનનો કંઈક ક્ષયોપમ થતાં તું પંચેન્દ્રિય થયો, પરંતુ પુદ્ગલરાગથી વિષયાસક્ત બન્યો અને નરકે ગયો. પુગલિક સુખ સેવત અહનિશ, મન-ઇન્દ્રિય ન ધાવે । જિમ ઘૃત મધુ આહુતિ દેતાં, અગ્નિ શાન્ત નવિ થાવે જે રીતે અગ્નિમાં ઘી અને મધની આહુતિ આપતાં અગ્નિ શાન્ત થતો નથી, પ્રદીપ્ત થાય છે, એ રીતે પૌદ્ગલિક સુખ ભોગવવાથી મન અને ઇન્દ્રિયો કદી તૃપ્ત થતા નથી. માધ્યસ્થ્ય ભાવના ૩૦૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયજનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે ! પણ કિંપાક તણાં ફલની પરે, નવિ વિપાક તસ જાણે II ઈન્દ્રિયજન્ય વૈષયિક સુખ વર્તમાનમાં તો સુખરૂપ લાગે છે, પરંતુ કિંપાક ફળની જેમ તે દુઃખદાયી હોય છે, આ વાત પુદ્ગલરાગી જીવ નથી સમજી શકતો. એહવું જાણી વિષયસુખોથી વિમુખ રૂપ મિત, રહીએ, ત્રિકરણયોગે શુદ્ધભાવ ધર, ભેદ યથારથ લહીએ. એવું સમજીને હે મિત્ર, વિષયસુખોથી વિમુખ રહેવું. મન, વચન, કાયાથી શુદ્ધભાવ ધારણ કરીને આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરી લેવું. માયાજાળને તોડોઃ હું અનંત દોષોની, અનંત કમની માયાજાળમાં ફસાયેલો છું, બંધાયેલો છું. આ વિચાર એ આત્માને આવી શકે છે કે જે સમભાવમાં, પ્રશમભાવમાં સ્થિર હોય. એના અંતરંગ દોષ, ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ શાન્ત પડ્યા હોય. ઈન્દ્રિયોની વિષયાનુકળ દોડાદોડી થોડી ઓછી થઈ ગઈ હોય, મન પ્રશમરસમાં નિમગ્ન હોય. વાણી મૌનમાં પરાવર્તન પામી ચૂકી હોય અને શરીર સ્થિરતા પ્રાપ્ત કરી ચૂક્યું હોય, એને જ અવૃશ્ય માયાજાળની કલ્પના આવી શકે છે. એ જાળમાં જેમ પોતાના આત્માને જુએ. એ રીતે જાળમાં જકડાયેલા અનંત અનંત જીવાત્માઓ એની નજરમાં આવી જાય અને માયાજાળને છિન્નભિન્ન કરીને મુક્ત બની જીવનારા અનંત સિદ્ધાત્માઓ તરફ ભાવવિભોર નજરોથી જોતો રહે. એનું મન શીઘ્ર યોજના ઘડવાનું ચાલુ કરી દે, જાળને તોડવાની અને મુક્ત બનવાની યોજના બનાવીને પ્રયત્ન પ્રારંભ પણ કરી દે. પુરુષાર્થ શરૂ કરે. જાળને તોડવા માટે જાળને ઓળખવી જરૂરી છે. જાળ શાની બનેલી છે? કેવી રીતે ગૂંથવામાં આવી છે? કેવી રીતે તે ગહન બનતી ગઈ છે? ક્યાંથી એને તોડી શકાય તેમ છે? વગેરે દોષોની અને કર્મોની જાળને જીવાત્માએ બરાબર ઓળખી લેવી જોઈએ. કદી ય આ વિકટ અને ગહન માયામાં મન અકળાઈ ઊઠ્ય છે? શું એટલું ય સમજી શક્યા છો કે હું રાગ-દ્વેષ આદિ અનંત કમની જાળમાં ફસાયો છું!' સૌથી પહેલાં તો આ સમજ સ્પષ્ટ થઈ જવી જોઈએ. પરંતુ હા, આ વિચાર આવતાં નિરાશ ન થઈ જવું. જો ઉદાસ બની ગયા કે હાય! કેટલી મજબૂત છે આ જાળ? આપણે કેવી રીતે તોડી શકીશું આ જાળને? એ રીતે એ જાળમાં જ જીવવાનું સ્વીકારી લેશો, તો એ માયાજાળને તોડવાનો કોઈ સંકલ્પ તમે કરી નહીં શકો!' ૩૦૪ શાન્ત સુધારસઃ ભાગ ૩] Page #319 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર કહે છે : 'સંવૃત્તુ માયાનારું રે ।'માયાજાળને તોડવાથી જ હૃદયમાં સમતા આવશે અને રહેશે. સમતાને હૃદયમાં ભરો ગ્રંથકાર કહે છેઃ 'રમયા હૃદયંશમસમતામ્ । ‘હૃદયથી હૃદયંગમ સમતામાં રમણ કર !' બધું કાર્ય હૃદયમાં ક૨વાનું છે. હાર્ટનું આધ્યાત્મિક ઑપરેશન કરવાનું છે. હૃદયમાંથી મમતાને હટાવવાની છે અને સુંદર, સુદૃઢ સમતાને સ્થિર કરવાની છે. મહાનુભાવો ! પદાર્થોમાં પ્રિય-અપ્રિયની કલ્પનાને છોડી દો. આવી કલ્પના ન કરવી. એનાથી તમે સમતાની નજીક પહોંચી જશો. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ સંકલ્પવિકલ્પોમાં જીવને ગૂંચવી નાખે છે. એટલા માટે એ કલ્પનાઓ છોડી દો, સ્વભાવનું આલંબન લો અને તમે સમતાની વધારે નજીક પહોંચી જશો. હું તમને પૂછું છું - શું નિશ્ચિત વૃષ્ટિથી પદાર્થોમાં કંઈ પણ ઇષ્ટ-અનિષ્ટ, પ્રિયઅપ્રિય રહેલું છે ? નથી ને ? તો પછી શા માટે પદાર્થમાં રાગદ્વેષ કરવો ? ન જ કરવો. રાગદ્વેષના વિકલ્પો કરવાના નથી. તમે તમારી આસપાસ જુઓ, ધ્યાનથી જુઓ. એક વસ્તુ તમને પ્રિય છે, તમારા ભાઈને અપ્રિય છે. તમારી માતાને પ્રિય છે, બહેનને અપ્રિય છે ! આનો અર્થ સમજાયો ? પ્રિયાપ્રિયતા માત્ર કલ્પના જ છે. એ પરમાર્થથી સત્ય નથી. પ્રિય-અપ્રિયત્વના વિકલ્પો ઉપશાન્ત થતાં જ, ઇષ્ટઅનિષ્ટની કલ્પના વિરામ પામતાં જ સમતા હૃદયનાં દ્વાર ખખડાવતી આવે છે. મહાનુભાવો, વાસ્તવિક સુખ તો તમને આધીન છે. બાહ્ય પદાર્થો સાથે તમારો કોઈ સંબંધ નથી. એટલે કે તમારાં સુખો બાહ્ય પદાર્થો પર આધારિત નથી. બાહ્ય પદાર્થોમાં સુખ મળે છે’ એ તો ભ્રાન્તિ છે. આ ભ્રાન્તિ દૂર થતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે, રાગદ્વેષની તીવ્રતા નષ્ટ થશે અને સમતા હૃદયમાં પ્રવેશશે. એક વાત માનશો ? માનવી પડશે. હવે શુદ્ઘનયની દૃષ્ટિથી માત્ર વિશુદ્ધ આત્માને જુઓ. 'મષ્વિવાનપૂર્વીન મૂળ નવેક્ષ્યતે । સચ્ચિદાનંદથી પૂર્ણ બનીને જગતને પૂર્ણ જુઓ. બસ, સમતા આવી ગઈ સમજો. આ રીતે આત્મસત્તાનુ એકત્વ નિશ્ચિત થતાં આત્મગુણોથી અને માધ્યસ્થ્યભાવથી મન આત્મામાં રમણતા કરતું રહેશે, એ જ શ્રેષ્ઠ સમતા હશે. સમતાનો એક વિશિષ્ટ લાભ બતાવું ? તમે લોકો તો સર્વત્ર લાભ જ જુઓ છો ને ? સમતા જ્યારે પરિપક્વ બનશે, ત્યારે વિષયોનો આગ્રહ છૂટી જશે ! મન-વચનકાયાથી પૌદ્ગલિક વિષયો પ્રત્યે વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચી જશે, ત્યારે આત્માની સ્થિતિ કેવી હશે, ખબર છે ? કોઈ ચંદનથી પૂજા કરે યા કોઈ શસ્ત્રથી ઘા કરે - ન માધ્યસ્થ ભાવના ૩૦૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ રાગ, ન દ્વેષ ! પૂજા અને પીડા સમાન ! આ કહેવાય સમતા ! સમતાને હૃદયમાં ધારણ કરીને એમાં રમમાણ સાધકોની સ્તુતિ કરવી જોઈએ. એમની પાસે જનારા જીવો વૈરભાવ ભૂલી જાય છે. નિર્દેર બની જાય છે. અહો ! સમતાભાવની કેટલી પ્રશંસા કરીએ ? માનું છું કે તમે લોકો દાન આપતા હશો, તપશ્ચર્યા પણ કરતા હશો, વ્રતનિયમોનું પાલન પણ કરતા હશો; પરંતુ આટલું કરવા છતાં તમને વિશ્વાસ છે કે તમે ભવસાગર તરી જશો ? નથી જ ને ? કેમ કે તમે ક્રોધ, માન, માયા, લોભની જંજીરોમાં ઘેરાયેલા છો. એટલા માટે કહું છું કે જો તમારે ભવસાગર તરવો હોય, તો ‘સમતા’ પ્રાપ્ત કરો, હૃદયમાં સમતાને સ્થિર કરી લો. એક વાત સાંભળી લો - સ્વર્ગ દૂર છે. મોક્ષ વધારે દૂર છે. ત્યાં ક્યારે પહોંચશો, ખબર નથી. હજારો જન્મો ય વીતી જાય. પરંતુ જો મોક્ષ જેવું સુખ પામવું હોય, તો તે સમતાનું સુખ છે !! એ હૃદયમાં સંનિહિત છે, દૂર જવાની જરૂર નથી. સમતાસુખનો અનુભવ કરી જુઓ. સજ્જનો ! તમારી દૃષ્ટિને અવિકારી બનાવવી છે ? તમારા મનમાંથી ક્રોધ, સંતાપ નષ્ટ કરવા છે ? અને ઔદ્વત્યનો નાશ કરવો છે ? તો સમતાના સરોવરમાં સ્નાન કરતા રહો. આ સરોવરમાં જે પાણી હોય છે, તે અમૃત હોય છે - 'સમતામૃતમનમ્ ।' તમને એક વાત પૂછી લઉં ! તમે આ સંસારને શું માનો છો ? આ અરણ્ય છે, જંગલ છે... માનો છો ? એટલું જ નહીં, એમાં જરા અને મૃત્યુરૂપ દાવાનળ બળી રહ્યા છે, એ જુઓ છો ? બળતરા થાય છે ? તો જ્યાં અમૃતમય સમતા-મેઘની વર્ષા થતી હોય ત્યાં ચાલ્યા જાઓ. થાય છે ભવારણ્યમાં સમતા-મેઘની વર્ષા ? શું તમારા મનમાં શંકા છે કે ‘શું માત્ર સમતાથી જ મોક્ષ મળે છે ?' હા, માત્ર સમતાના સહારે જ ભરત ચક્રવર્તી, મરુદેવા માતા આદિ મોક્ષ પામ્યાં હતાં. એમણે કોઈ કષ્ટકારી ક્રિયાનુષ્ઠાનો નથી કર્યાં. તેમણે તો સમતાથી જ મુક્તિ પ્રાપ્ત કરી હતી.. સમતાની ત્રણ વિશિષ્ટ સિદ્ધિઓ જાણો છો ? હૃદયમાં સમતા આવતાં નક પ્રવેશ બંધ, મોક્ષમાર્ગનો પ્રકાશ અને ગુણરત્ન પ્રાપ્ત કરવા માટે રોહણાચલ ! મહાનુભાવો ! સંસારમાં વધારે પ્રમાણમાં લોકો મોહાચ્છાદિત નેત્રવાળા હોય છે. મોહાવૃત્ત વૃષ્ટિથી તેઓ આત્મસ્વરૂપ જોઈ શકતા નથી. તમને એમના પ્રત્યે કરુણા હોય અને તમે ચાહો કે એ લોકો આત્મદૃષ્ટા બને, તો તમે સમતાનું દિવ્ય અંજન એમની આંખોમાં આંજો. ૩૦૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ હું કહું છું. અથવા ગ્રંથકાર કહે છે. એટલા માટે તમે સમતાને હૃદયમાં વસાવો, ના એવું નહીં. પહેલાં સમતાસુખનો અનુભવ જાતે કરી લો. એક ક્ષણ માટે ચિત્તને વિષયોમાંથી ખેંચી લો અને સમતાનો અનુભવ કરો. એવા સુખનો અનુભવ થશે કે વાણીમાં તમે એનું વર્ણન નહીં કરી શકો. યોગીઓનું સમતાસુખ કામી-ભોગી મનુષ્ય સમજી શકતા નથી. માની લીધું કે તમે શ્રેષ્ઠ વ્યક્તિ છો, ધાર્મિક છો, સંત છો; છતાં પણ તમે ઇચ્છાઓથી મુક્ત નથી બન્યા ને ? કોઈ તમારી પ્રશંસા કરે, કોઈ નમસ્કાર કરે, એવી તીવ્ર ઇચ્છાનાં તીર તમારા દિલને ઘાયલ તો નથી કરતાં ને ? ચિંતા ન કરો. એ દિલ ઉપર સમતાનું લોહકવચ પહેરી લો. નિર્ભય રહો. આમે ય તમારે ઇચ્છાઓથી મુક્ત થવાનું જ છે, કારણ કે તમારે તો કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામવાની છે ને ? પરંતુ કોટિકોટિ જન્મોમાં ઉપાર્જિત અનંત-અનંત કર્મોનો નાશ કેવી રીતે કરશો ? તમે તીવ્ર - ઉગ્ર તપશ્ચર્યા તો કરી શકવાના નથી ! ચિંતા નહીં, તમે સમતાનો આશ્રય લો. એક ક્ષણમાં સમતા સર્વકર્મોનો નાશ કરે છે - 'ક્ષિળોતિ સમતા ક્ષળાત્ । પ્રશ્ન એ છે કે મુક્ત થવું છે ? સિદ્ધ બનવું છે ? હા, ગૃહસ્થાવસ્થામાં પણ સિદ્ધ બની શકો છો. અન્ય વેશમાં સિદ્ધ પણ થાય છે. એ કેવી રીતે બને છે ? કઈ સાધનાઆરાધના હોય છે ? સમતાની ! સમતાથી જ એમને શ્રેષ્ઠ રત્નત્રયી (દર્શન-જ્ઞાનચારિત્ર)ની પ્રાપ્તિ થઈ જાય છે અને તેઓ સિદ્ધ બની જાય છે. તમે પૂછો છો કે ‘તો પછી આ સમગ્ર ધર્મક્રિયાઓ અર્થહીન છે ને ?’ ના, સર્વ ધર્મક્રિયાઓ સમતા સિદ્ધ કરવા માટે જ છે. માત્ર પુણ્ય બાંધવા માટે જ નથી. મુક્તિ પામવાનો અનન્ય ઉપાય સમતા છે - નહીં કે ક્રિયાઓ ! સમતા આત્માનું સર્વોત્કૃષ્ટ અને અતિગૂઢ તત્ત્વ છે. એ અતિગૂઢ તત્ત્વની પાસે પહોંચવાનો માર્ગ છે - અધ્યાત્મ. આ રીતે નાનકડી જિંદગીમાં સમતાને આત્મસાત્ કરવાની છે. વિરાટ માયાજાળનો મૂળથી ઉચ્છેદ કરવાનો છે અને પુદ્ગલ પરવશતાથી મુક્તિ પામવાની છે. આ બધી વાતો ઉદાસીનભાવ પર નિર્ભર છે. अनुपमतीर्थमिदं स्मर चेतन ! अन्तः स्थितमभिरामम् रे । विरतिभावविशदपरिणामं लभसे सुखमविरामं रे ॥ ७ ॥ अनु. “હે ચેતન ! તારી અંદર એક અનુપમ તીર્થ છે, રમણીય છે, તે છે વિરતિભાવનો શ્રેષ્ઠ આવિર્ભાવ ! એટલે કે યથાખ્યાત ચારિત્ર ! તું એને યાદ કર. તું અવિરામ - નિરંતર સુખ પામીશ.” માધ્યસ્થ ભાવના ૩૦૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ યથાખ્યાત ચારિત્ર - અનુપમ તીર્થઃ આત્માના આધ્યાત્મિક ઉત્થાનની પ્રક્રિયા જૈનદર્શનમાં ૧૪ ગુણસ્થાનકના રૂપમાં બતાવવામાં આવી છે. યથાખ્યાત ચારિત્ર ૧૧-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનોમાં હોય છે. સંપૂર્ણ મોહના ઉપશમ પછી અથવા ક્ષયની પછી જે ચારિત્ર ગુણ પ્રકટ થાય છે, એનું નામ છે યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્રી મહાત્માની આત્મસ્થિતિની વાત પાછળથી કરીશ. પહેલાં છઠ્ઠા ગુણસ્થાનક ‘અપ્રમત્તસયત’થી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી પહોંચવાનો આધ્યાત્મિક માર્ગ બતાવું છું. આંતરિક સાધનાનો ક્રમ બતાવું છું. ભીતરી સુખની અનુભૂતિ કરવાની પ્રક્રિયા બતાવું છું. આધ્યાત્મિક સાધનાનો ક્રમ ૧. જિનાજ્ઞાઓનું ચિંતન કરો. ૨. પાપોના અપાયોનું ચિંતન કરો. ૩. કર્મવિપાકોનું ચિંતન કરો. ૪. સંપૂર્ણ લોકાકાશનું ચિંતન કરો. ૫. સંસારથી ભયભીત રહો. ૬. ભાવોદ્વેગથી મહાત્મા ક્ષમાશીલ બનતો રહે. ૭. નિરભિમાની બનતા જાઓ. ૮. સરળ બનતા રહો. ૯. નિર્લોભી બનો. ૧૦. તૃષ્ણાવિજેતા નિર્મોહી બનો, ૧૧. આત્મરમણતામાં લીન રહો, પરબ્રહ્મની મસ્તીમાં રહો. ૧૨. શાસ્ત્રાધ્યયન-ચિંતન-મનનમાં ડૂબ્યા રહો. ૧૩. કાયોત્સર્ગ ધ્યાનમાં રહો. ૧૪. સંયમયોગોના પાલનમાં અપ્રમત્ત રહો. ૧૫. અધ્યવસાય (લેશ્યાઓ) વિશુદ્ધ-વિશુદ્ધતર થતા જાય છે. ૧૬. ચારિત્ર પરમ શુદ્ધ બને છે. ૧૭. તૃણ, મણિ, સોનું અને માટીને સમાન માનનારો થાય છે. ૧૮. એનાથી એ કલ્યાણમૂર્તિ-ભદ્રમૂર્તિ બને છે. ૩૦૮ શાન્તસુધારસ : ભાગ ૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ઘાતી.કર્મોના આંશિક ક્ષયથી પણ આત્મગુણોનું વિપુલ પ્રકટીકરણ થાય છે. ૨૦. ઘાતીકર્મોના ક્ષયોપશમથી અનેક પ્રકારની વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સ્વયંભૂ લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. એ આકાશમાર્ગેથી ઊડી શકે છે. એ મનપસંદ રૂપ ધારણ કરી શકે છે. ૨૧. અને એ ‘અપૂર્વકરણ’ નામના આઠમા ગુણસ્થાને પહોંચી જાય છે. યથાખ્યાત ચારિત્ર તરફ બીજાં માટે અપ્રાપ્ય એવી વિભૂતિઓ - લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ એ તે પ્રાપ્તિમાં મમત્વ રાખતા નથી. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં આસક્તિ રાખતા નથી. પ્રશમરસમાં નિમગ્ન રહે છે. આ રીતે તે મહાત્માઓ પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિઓ પ્રત્યે પૂર્ણતયા નિરપેક્ષ બને છે. ક્રોધાદિ કષાયો ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે, ત્યારે એમને યથાખ્યાત ચારિત્ર' નામનો શ્રેષ્ઠ ચારિત્રગુણ પ્રાપ્ત થાય છે. જેને ગ્રંથકાર ઉપાધ્યાયજી ‘અનુપમ તીર્થ’ કહે છે. યથાખ્યાત સંયમી મહાત્મા વીતરાગ હોય છે. યથાખ્યાત ચારિત્રી યા તો નિગ્રંથ હોય છે યા સ્નાતક હોય છે. આ ચારિત્ર નિરતિચાર હોય છે. તીર્થંકરના તીર્થંકાળમાં અને તીર્થસ્થાપનાની પૂર્વે પણ હોય છે. # યથાખ્યાત ચારિત્રી કર્મભૂમિમાં જ પેદા થાય છે. કોઈ એમનું અપહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, એ જુદી વાત છે. ॥ ૧૧મા ગુણસ્થાનવાળા યથાખ્યાત ચારિત્રી મૃત્યુ પછી અનુત્તર દેવલોકમાં જાય છે. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનવાળા મોક્ષમાં જ જાય છે. યથાખ્યાત ચારિત્રી અકષાયી હોય છે. – પરમ શુક્લલેશ્યાયુક્ત હોય છે, અક્લેશી પણ હોય છે. # ૧૧-૧૨મા ગુણસ્થાનક ઉપર વર્ધમાન વધતાજતા પરિણામવાળા હોય છે. ૧૩મા ગુણસ્થાનક ઉપર અવસ્થિત સ્થિર પરિણામવાળા હોય છે. ૧૧મા ગુણસ્થાનકના યથાખ્યાત ચારિત્રીના વધારેમાં વધારે ત્રણ ભવ હોય છે. # નવમા ગુણસ્થાનક ઉપર ઉપશમભાવ હોય છે. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનક પર ક્ષાયિકભાવ હોય છે. ॥ ૧૩મા ગુણસ્થાનક ઉપર રહેલા તીર્થંકર પરમાત્મામાં જેવું યથાખ્યાત ચારિત્ર માધ્યસ્થ ભાવના ૩૦૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ હોય છે, એવું જ ચારિત્ર ૧૨મા ગુણસ્થાનક ઉપર રહેલા મહાત્માનું હોય છે. એટલા માટે આ ચારિત્રની અપેક્ષાથી તે મહાત્મા તીર્થંકરની સમાન હોય છે. વારિત્રકથાક્યાત સંતતીર્થગૃતતુલ્યમ્ II (પ્રીમ. રૂ૮) છે ને આ અનુપમ તીર્થ! પોતાની અંદર જ સ્મરણ કરો. પોતાની અંદર જ યથાખ્યાત ચારિત્રની કલ્પના કરો. અનુપમ તીર્થની યાત્રા થશે. આ રીતે ૯૯ વાર યા ૧૦૮ વાર આ ભાવતીર્થની અનુપમ યાત્રા કરતા રહો. परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलज्ञानं रे ।। विरचय विनयविवेचितगानं शान्तसुधारसपानं रे ॥ अनु. પરબ્રહ્મના પરમ સાધનરૂપ ઉદાસીનભાવ (વીતરાગભાવ) જો કે કેવળજ્ઞાનને પ્રદીપ્ત કરે છે, એને પ્રાપ્ત કરવા માટે તું વિનય દ્વારા રચિત આ શાન્તસુધારસ- . કાવ્યનું અમૃતપાન કર્યા કર.” વીતરાગતાથી કેવળજ્ઞાનઃ અપૂર્વ સાહસથી આત્મા બારમા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ત્યાં તે મોહનીય કર્મનો નાશ કરી દે છે. વર્ષવિનાશો દિ મોહનીય નિત્યમ્ | આત્મા વીતરાગ બની જાય છે. બીજું શુક્લધ્યાન ચાલુ થઈ જાય છે. બે ઘડી એ જેવો વિશ્રામ લે છે, શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત થઈ જાય છે. જ્યારે આ ધ્યાનના બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયમાં દર્શનાવરણ કર્મની બે પ્રકૃતિઓ નિદ્રા અને પ્રચલા’નો નાશ કરે છે. બીજા સમયમાં શેષ દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને અન્તરાયકર્મનો નાશ કરે છે, ત્યારે એને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જે પરબ્રહ્મ-મોક્ષનું કારણ છે. ચાર ઘાતકર્મોનો નાશ થતાં આત્મામાં કેવળજ્ઞાન પ્રકટ થાય છે. હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવું છું. ૧. કેવળજ્ઞાન શાશ્વત હોય છે. આત્મામાં પ્રકટ થતાં સદાકાળ રહેનાર હોય છે. ૨. કેવળજ્ઞાન અનંત હોય છે. કદીય આ જ્ઞાનનો અંત નથી આવતો. ૩. કેવળજ્ઞાન મહાતિશયયુક્ત હોય છે. એટલે કે એનાથી આગળ કોઈ જ્ઞાન હોતું નથી. ૪. કેવળજ્ઞાન અનુપમ હોય છે. દુનિયામાં એની કોઈ ઉપમા નથી. પ. કેવળજ્ઞાન અનુત્તર હોય છે. આ જ્ઞાનથી વધીને કોઈ ઉત્કૃષ્ટ જ્ઞાન નથી. ૬. કેવળજ્ઞાન નિરવશેષ હોય છે. એટલે કે આત્મસ્વરૂપ હોય છે. ૭. કેવળજ્ઞાન સંપૂર્ણ હોય છે. સર્વ શેય પદાર્થોને જાણનાર હોય છે. [૩૧૦ શાન્તસુધારસ ભાગ ૩] Page #325 -------------------------------------------------------------------------- ________________ ૮. કેવળજ્ઞાન અપ્રતિહત હોય છે. આ જ્ઞાનમાં પૃથ્વી, પર્વત, સાગર રુકાવટ કરી શકતા નથી. વીતરાગ બન્યા વગર કેવળજ્ઞાની બની શકાતું નથી. એનું તાત્પર્ય એ છે કે જેમ જેમ રાગદ્વેષ ઓછા થાય છે તેમ તેમ ઉદાસીનભાવ વધતો જાય છે અને તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે. સંપૂર્ણ રાગદ્વેષ નષ્ટ થઈ જતાં કેવળજ્ઞાનનો શાશ્વત પ્રકાશ આત્મામાં પ્રકટ થાય છે. એ પ્રકાશ લોકાલોક વ્યાપી હોય છે. જો તમે એવા પ્રકારનું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માગતા હો, તો વિનયવિજયજી રચિત આ શાન્તસુધા૨સનું અમૃતપાન કર્યા કરો. માધ્યસ્થ્ય ભાવના - એક સજ્ઝાય ઃ ભિન્ન ભિન્ન કર્મે કરી, ભિન્ન ભિન્ન મતિ થાય, ભિન્ન ભિન્ન સવિ જીવને, એહ કર્મનો ન્યાય. શિષ્યાદિક પરિવાર તે, વરતે કદી અનુકૂળ, કદા કર્મે વ્યાકુળ બને, વરતે તે પ્રતિકૂળ. ★ ★ ભવિયણ ! સોળમી ભાવના ભાવો, મધ્યસ્થભાવ ઉદાર રે ! સમભાવે રહેતાં નવ બાંધે ચેતન બંધ પ્રકાર રે... ભવિયણ. ૧ જડમતિ પ્રવચન સુરતરુ ત્યાગી કુમત ખદિરને બાઝે રે, દુર્ગતિના દુઃખથી નવિ છૂટે, મદ અભિમાને ગાજે રે... ભવિયણ. ૨ કર્મબહુલતાથી ન વિચારે, હિતશિક્ષા હિતકારી રે, તેહની ઉપર રોષ ન કીજે, મધ્યસ્થવૃત્તિ ધારી રે... ભવિયણ. ૩, પુણ્ય વિના સત્પંથ ન સૂઝે, ધર્મ ભાવના નહીં આવે રે, પાપ ઉદયના પ્રબલ પ્રતાપે, મૂઢપણું પ્રગટાવે રે... ભવિયણ. ૪ વંદક જન આવી ગુણ ગાવે, નિંદક નિંદા રચાવે રે, રાગ-દ્વેષ અંતર નિવ લાવે, શમરસ ભાવ જગાવે રે... ભવિયણ. ૫ એ અધ્યાત્પ ગુણ અભિરામી, જેથી વરે શિવનારી રે, કુશલચંદ્રસૂરિ સમતાધારી, દીપદેવ હિતકારી રે... ભવિયણ. ૬ હવે આ સજ્ઝાયનો અર્થ સંક્ષેપમાં સમજાવું છું. ભિન્ન ભિન્ન જીવ પોતપોતાના કર્મોને કારણે ભિન્ન ભિન્ન બુદ્ધિવાળા થાય છે. શિષ્યાદિક પરિવાર કર્મોને કા૨ણે કોઈ વાર પ્રતિકૂળ તો કોઈ વાર અનુકૂળ થાય છે. હે ભવિક જન ! આ સોળમી મધ્યસ્થ ભાવના છે. સમભાવમાં જીવ રહે તો માધ્યસ્થ ભાવના ૩૧૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધ કરતો નથી. | પરંતુ જડબુદ્ધિ મનુષ્ય જિનપ્રવચનરૂપ કલ્પવૃક્ષનો ત્યાગ કરીને કુમત ઉન્માર્ગના બાવળવૃક્ષને વળગે છે, બાઝે છે, શું કરીએ? . પ્રગાઢ પાપકર્મોના ઉદયથી જીવ હિતકારી ઉપદેશ સાંભળતો નથી. એવા લોકો ઉપર રોષ ન કરવો, પણ માધ્યચ્ય ભાવના રાખવી. પુણ્યકર્મ વગર સન્માર્ગ મળતો નથી અને ધર્મ ભાવના આવતી નથી. પાપકર્મના ઉદયથી જીવમાં પ્રબળ મૂઢતા પેદા થાય છે. I કોઈ વ્યક્તિ આવીને પ્રશંસા કરે છે, કોઈ નિંદા કરે છે, પરંતુ મધ્યસ્થ વૃત્તિવાળો સાધક રાગદ્વેષ કરતો નથી. સમતામાં લીન રહે છે. . આ માધ્યસ્થ ભાવના આધ્યાત્મિક ગુણ છે, શ્રેષ્ઠ ગુણ છે. એનાથી જીવ શિવ બને છે. I આ સઝાયની રચના કુશલચંદ્રસૂરિજીના શિષ્ય દીપદેવ મુનિએ કરી છે. આ રીતે આજે માધ્યચ્ય ભાવનાનું વિવેચને પૂર્ણ કરું છું. એની સાથે ૧૬ ભાવનાઓનું વિવેચન પૂર્ણ થાય છે. આ પ્રવચનોમાં મારી મતિમંદતાવશ અથવા પ્રમાદના કારણે નિાશાથી વિપરીત કંઈપણ કહેવાયું હોય તો એ માટે મિચ્છામિ દુક્કડમ્! આજે બસ, આટલું જ. [૩૧૨ , શાન્ત સુધારસ ભાગ ૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ તીરીરા પ્રવચન ઉપસંહાર ૧ - સંકલના : ♦ સદ્ભાવનાઓથી હૃદય સુવાસિત થાઓ. ભાવનાઓથી હૃદય નિઃશંક થાઓ. આત્મતત્ત્વનું ચિંતન કરો. નિશ્ચયવૃષ્ટિથી આત્મતત્ત્વનું ચિંતન. આત્મચિંતનથી મોહ-મમત્વ દૂર થાય છે. સત્ત્વશીલ બનવું પડશે. સાત્ત્વિક બનવાના બે ઉપાયો. આત્મજ્ઞાનનું કવચ પહેરી લો. આચાર્ય બપ્પભટ્ટીસૂરિજી અને નૃત્યાંગના. રાજા આમ શંકાશીલ. નર્તકી આચાર્યદેવના ઉપાશ્રયે. નર્તકીની ભયંકર હાર. ભાવનાભાવિત હૃદયનું આ સત્ત્વ. ભાવનાભાવિત અંતઃકરણનું સુખ. સુખ અને યશનો પ્રસાર. મોક્ષશ્રીની પ્રાપ્તિ. Page #328 -------------------------------------------------------------------------- ________________ एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयाऽतीतगीतोनीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वासत्त्वाममत्वातिशयमनुपमा चक्रिशक्राधिकानां, सौख्यानां मक्षुलक्ष्मी परिचितविनयाः स्फारकीर्ति श्रयन्ते ॥१॥ પરમ ઉપકારી ઉપાધ્યાય વિનયવિજયજી “શાન્તસુધારસ ગેય કાવ્યનો ઉપસંહાર કરતાં કહે છે આ રીતે સંભાવનાઓથી સુવાસિત હૃદયવાળા મહાત્મા નિશંક થઈને આત્મતત્ત્વના ચિંતનથી મોહનિદ્રા-મમત્વ વગેરેને તત્કાલ દૂર કરી દે છે. સત્વશીલ થઈને નિર્મમત્વભાવને ધારણ કરે છે. અનુપમ અને ચક્રવર્તીદેવેન્દ્રનાં સુખથી ય અધિક, ભાવનાભાવિત મનનું સુખ વધારે સઘન હોય છે. એ સુખને ચારે કોર પ્રસારિત કરીને પોતાનો યશ ફેલાવે છે અને અંતમાં મોક્ષશ્રી પ્રાપ્ત કરે છે.’ સદ્ભાવનાઓથી હૃદય સુવાસિત થાઓ, અનિત્યાદિ બાર ભાવનાઓના ચિંતનથી અને મૈત્રી આદિ ચાર ભાવનાઓને આત્મસાત્ કરવાથી હૃદય સુવાસિત-સુગંધયુક્ત બની જાય છે. દુભાવનાઓની દુર્ગધ દૂર થઈ જાય છે. હૃદય સુવાસિત થઈ જાય તો મનુષ્યના વિચારો શુભ, નિર્મળ અને કલ્યાણકારી થાય છે. એની વાણી વિનમ્ર વિનીત. સત્ય અને મધુર બને છે. એનો બીજા લોકો સાથે સારો વ્યવહાર હોય છે. બીજા લોકો એની પાસે બેસવાનું બોલવાનું પસંદ કરે છે. ભાવનાઓથી હૃદય નિઃશંક થાઓઃ જેમ જેમ મનુષ્ય આ ભાવનાઓથી ભાવિત -પ્રભાવિત થતો જાય છે, તેમ તેમ એનું હૃદય નિઃશંક થતું જાય છે. વિશેષ રૂપે આત્મતત્ત્વ પ્રત્યે એ શ્રદ્ધાપૂર્ણ બનતો જાય છે. એને આત્મતત્ત્વ વિષયમાં કોઈ શંકા રહેતી નથી અને આત્મતત્ત્વ પ્રત્યે નિઃશંક થતાં પરલોક અને મોક્ષ પ્રત્યે પણ મનુષ્ય શ્રદ્ધાવાન બની જ જાય છે. તમે લોકોએ બધી જ - સોળ ભાવનાઓનાં પ્રવચનો સાંભળ્યાં છે. જો તમે એની ઉપર ચિંતન-મનન કરતા રહેશો તો સાંસારિક પ્રવૃત્તિઓમાં ઉદાસીનતા આવ્યા સિવાય નહીં રહે અને આત્મતત્ત્વનું શુભચિંતન શરૂ થઈ જશે! આત્મતત્ત્વનું ચિંતન કરોઃ વિચાર કરો: ધનવાન નથી, સૌન્દર્યવાન નથી, પિતા નથી, માતા નથી. મનુષ્ય નથી, ગુરુ નથી, લઘુ નથી, શરીર નથી, શક્તિશાળી નથી, સત્તાધારી નથી, વકીલ નથી, ડૉક્ટર નથી, અભિનેતા નથી..... હું માત્ર એક શુદ્ધ આત્મદ્રવ્ય છું.' સંસારનાં ધનધાન્યમારાં નથી, માતાપિતા મારાં નથી, પુત્રપુત્રીઓ મારાં નથી, (૩૧૪ | શાનસુધારસઃ ભાગ ૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ સ્વજન મારાં નથી, રિદ્ધિસિદ્ધિઓ મારી નથી, તો પછી મારું શું? શુદ્ધ જ્ઞાન - કેવળજ્ઞાન મારું છે.' "शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञान गुणो मम ।" આ આત્મતત્ત્વવિચાર મોહપાશને છિન્નભિન્ન કરનારું અમોઘ શસ્ત્ર છે. તાત્પર્ય એ છે કે શુદ્ધ આત્મદ્રવ્યનો પ્રતિભાવ, આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલાસ્તિકાયના પ્રીતિભાવને નષ્ટ કરવામાં સર્વશક્તિમાન છે. બધી જ રીતે સમર્થ છે. બસ, જીવનનો એક જ ઉદ્દેશ બનાવી દો કે આત્મતત્ત્વથી પ્રેમ કરવાનો. છે અને પુદ્ગલ દ્રવ્યોથી કોશો દૂર રહેવાનું છે. એટલા માટે સૌથી પ્રથમ આપણું ધ્યાન શુદ્ધ આત્મદ્રવ્ય પર જ કેન્દ્રિત કરવાનું રહેશે. એને માટે આપણે “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું'ની ભાવનામાં ઓતપ્રોત થવાનું છે. निर्मलं स्फटिकस्येव सहजं स्पमात्मनः । . અધ્યોપથસભ્યો પડતર વિમુરારિ ! (જ્ઞાનસાર ૩૦) આત્માનું વાસ્તવિક સિદ્ધસ્વરૂપ સ્ફટિક રત્નની જેમ વિમલ, નિર્મલ અને વિશુદ્ધ છે. એમાં ઉપાધિનો સંબંધ આરોપિત કરીને અવિવેકી જીવ આકુળવ્યાકુળ થાય છે.” સ્ફટિકની શ્યામલતા, લાલિમા, ગૌરતા જોઈને એને લાલ, કાળો યા ગૌરવણય કહેવું એ અજ્ઞાન છે. એમ નિશ્ચયદ્રષ્ટિથી જીવાત્માને એકેન્દ્રિયાદિ કહેવો એ પણ અજ્ઞાન જ છે. રૂપ-રંગ, સૌન્દર્ય-બેડોળતા.... વગેરે શરીરના ગુણદોષો છે - આત્માના નથી. આત્મા તો સહજભાવે નિર્મળ જ છે. નિશ્ચયદ્રષ્ટિથી આત્મતત્ત્વનું ચિંતન શુદ્ધાત્મા અનુભવગમ્ય ચેતન-દ્રવ્ય છે. ગ્રહણ ન કરવા યોગ્ય રાગદ્વેષાદિને એ ગ્રહણ નથી કરતો અને ગ્રહણ કરેલ અનંતજ્ઞાનાદિ ગુણોને છોડતો નથી. એ સર્વ પદાર્થોને દ્રવ્યગુણ પયયસહિત જાણે છે. જે નિજભાવને છોડતો નથી અને પરભાવને ગ્રહણ કરતો નથી, સર્વને જાણે છે, જુએ છે, તે હું છું. નિર્વિકલ્પ દશામાં આત્મસ્વરૂપનો અનુભવ કરતી વખતે જીવને પરદ્રવ્યનું ગ્રહણ અને ત્યાગવા યોગ્યનો ત્યાગ સ્વયં થઈ જાય છે. આત્મસ્વરૂપ સ્વસંવેદ્ય હોય છે, એ સ્વાનુભવગોચર હોય છે. આત્મા જાતે જ એનો અનુભવ કરી શકે છે. દેહાદિકમાં પુરુષની કલ્પના કરીને જે ઉપકાર-અપકારની કલ્પનારૂપ ચેષ્ટા કરતો હતો એ બંધ થઈ જાય છે. એ રીતે અંતરાત્માને ભેદવિજ્ઞાનથી શરીર અને ઉપસંહાર ૩૧૫ | Page #330 -------------------------------------------------------------------------- ________________ આત્માની એકતાનો ભ્રમ દૂર થતાં જ શરીરાદિમાં ઉપકાર-અપકારરૂપ બુદ્ધિ રહેતી નથી. ॥ જ્ઞાની પોતાના આત્માને શરીરથી જુદો માને છે, કારણ કે શરીર રૂપી છે, આત્મા અરૂપી છે, શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. શરીર અંધ છે, આત્મા જોઈ શકે છે. શરીર ઇન્દ્રિયગ્રાહ્ય છે, આત્મા અતીન્દ્રિય છે. શરીર બાહ્ય પરતત્ત્વ છે, આત્મા અંતરંગ સ્વપ્નવત્ છે. આ રીતે વિવેકથી જીવને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે શરીરાદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે. દેહાદિક પદાર્થો પ્રત્યે જ્ઞાતાબુદ્ધિ પેદા થાય છે અને તે ચૈતન્યરૂપમાં થવા લાગે છે. આ રીતે જ્યારે જીવને ભેદજ્ઞાન દ્વારા સ્વ-૫૨નું ભાન થાય છે અને ત્યારે તે પરભાવથી મુક્ત થઈને સ્વસન્મુખ થાય છે. # હું સ્વસંવેદન દ્વારા સ્વયં મારા આત્મસ્વરૂપને મારા આત્મામાં અનુભવું છું. અર્થાત્ હું ચૈતન્યસ્વરૂપે સ્વસંવેદનગમ્ય છું. એમાં નથી સ્ત્રીપુરુષાદિ જાતિભેદનું અસ્તિત્વ કે નથી એક-બે સંખ્યાનો વિકલ્પ. અંતરાત્મા વિચાર કરે કે જીવમાં સ્ત્રીપુરુષ આદિનો વ્યવહાર માત્ર શરીરને કારણે છે. એક-બે આદિ બહુવચનનો વ્યવહાર પણ શરીરાશ્રિત છે. જ્યારે શરીર મારું રૂપ જ નથી, મારું શુદ્ધ સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. પછી જાતિભેદ અને વચનભેદનાં વિકલ્પો કેવી રીતે બની શકે ? *જે શુદ્ધાત્મસ્વરૂપ અતીન્દ્રિય છે, વચન-અગોચર છે અને સ્વાનુભવગમ્ય છે - તે હું છું.’ એવું જ્ઞાન જ્યાં સુધી ન હતું ત્યાં સુધી જીવ અજ્ઞાન નિદ્રામાં સૂતો હતો. જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે, તે જ જાગે છે અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી તે સૂતેલો છે. જ્યારથી તે ચિદાનંદસ્વરૂપનો સ્વસંવેદન દ્વારા અનુભવ કરે છે ત્યારથી તે સદૈવ જાગ્રત થાય છે. # નિશ્ચયથી હું એક છું. શુદ્ધ છું, મમત્વરહિત છું. જ્ઞાનદર્શનથી પૂર્ણ છું. સ્વભાવમાં લીન છું. ચૈતન્યસ્વરૂપમાં લીન થતો હું ક્રોધાદિ સર્વ આસ્રવોનો નાશ કરું છું. અજ્ઞાની લોકો મારા આત્માને જોતા-જાણતા નથી. મારું આત્મસ્વરૂપ અતીન્દ્રિય હોવાથી ઇન્દ્રિય-અગોચર છે, તો પછી એ લોકો મારે માટે શત્રુમિત્રની કલ્પના કેવી રીતે કરી શકે ? તેઓ તો મારા જડ શરીરને જ જુએ છે ! શરીરથી અત્યંત ભિન્ન મારો આત્મા તો દેખાતો જ નથી, તો પછી ભલેને એ અજ્ઞાની લોકો મારા શરીરને શત્રુ યા મિત્ર માને ! મારે શું લેવાદેવા ? ૩૧૬ શાન્તસુધારસ : ભાગ ૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ આત્મચિંતનથી મોહ-મમત્વ દૂર થાય છે? રાગદ્વેષાદિ વિભાવોમાં વર્તમાન જીવાત્મા જ મોહ-મમત્વની, માન-અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે. પરંતુ જેનું ચિંતન રાગદ્વેષ મોહાદિ વિભાવોથી મુક્ત બનીને પોતાના જ્ઞાનસ્વરૂપમાં લીન થાય છે, એને મોહ-મમત્વની, માન-અપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી. જ્ઞાનાનંદમાં લીન મહાત્મા તો સદા જ્ઞાતા-દ્રા જ બનેલો રહે છે. સમ્યગુષ્ટિ જીવને પોતાની ભૂમિકા અનુસાર રાગદ્વેષ રહે છે, પરંતુ એ સમયે ભીતરમાં આત્માનું ભેદજ્ઞાન થાય છે. એ બાહ્ય નિમિત્તોને અને વિકારોને પોતાના આત્મસ્વરૂપથી ભિન માને છે, એટલા માટે એને એમાં આદરભાવ નથી થતો. અસ્થિરતાને કારણે જ રાગદ્વેષ થાય છે. રાગદ્વેષને તે પોતાનું સ્વરૂપ નથી માનતો. એ મહાત્માની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ પ્રત્યે હોય છે. એ અસ્થિરતાજન્ય રાગદ્વેષને મિટાવવા ચૈતન્યસ્વરૂપની ભાવના ભાવતો હોય છે. એટલા માટે જ્ઞાની પુરષો કહે છે : જ્યારે ચારિત્રની નબળાઈના કારણે રાગદ્વેષાદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય ત્યારે આત્મસ્વરૂપની ભાવના ભાવવી, એનાથી વૃત્તિઓ શાન્ત થઈ જશે. રાગદ્વેષાદિના શમન માટે શુદ્ધાત્માની ભાવના જ શ્રેષ્ઠ ઉપાય છે. ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગનું અનુસંધાન કરવું એ જ રાગદ્વેષ, મોહ-મમત્વને દૂર કરવાનો ઉપાય છે. બાહ્ય પદાર્થોમાં આકર્ષણ થશે તો રાગદ્વેષ કદી દૂર નહીં થાય. પ્રથમ તો દેહાદિથી ભિન્ન અને રાગાદિથી ભિન્ન એવા ચિદાનંદસ્વરૂપનું ભાન થતાં જ એમાં ઉપયોગની લીનતા થાય છે. ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર કરવા માટે સર્વપ્રથમ પોતાના સ્વરૂપને દેહાદિથી અને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું પડશે. સર્વ પૌદ્ગલિક વિષયોમાં, એમના રાગમાં કદીય, ક્યાંય પણ મને સુખશાન્તિ મળવાની નથી અને જગતમાં ક્યાંય પણ મારું સુખ હોય તો તે મારા - નિજસ્વરૂપમાં જ છે. અન્યત્ર ક્યાંય નથી. એટલા માટે હવે હું મારા સ્વરૂપમાં જ ઉપયોગનું અનુસંધાન કરું છું.' આત્મભ્રાન્તિથી અર્થાત્ શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખો ઉત્પન્ન થાય છે એ ભેદજ્ઞાનથી નષ્ટ થાય છે. આથી ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. ભેદજ્ઞાનમાં દ્રઢતા આવતાં આત્મસ્વરૂપમાં સ્થિરતા આવશે અને આત્મા મુક્તિ પામશે. ઉપસંહાર ૩૧૭. Page #332 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વશીલ બનવું પડશેઃ ગ્રંથકાર કહે છે - સત્ત્વશીલ મન નિર્મમત્વભાવ સ્થિર કરે છે. તાત્પર્ય એ છે કે સત્ત્વશીલ નિર્ભય બન્યા સિવાય આત્મામાં નિર્મમત્વભાવ ઉત્પન્ન થતો નથી. ઉત્પન્ન થાય છે તો તે સ્થિર રહેતો નથી. નિર્મમનિમહ બનેલા રહેવા માટે સાત્ત્વિકતા -નિર્ભયતા તો જોઈએ જ. નિ:સત્ત્વ અને કાયર મનુષ્ય મોહવિજય કરી શકે નહીં. નિર્મમ બની ન શકે. સાત્ત્વિક બનવાના બે ઉપાયોઃ (૧) પરપદાર્થોની ઉપેક્ષા કરો. (૨) અદ્વૈતની અપેક્ષા રાખો. પદાર્થ એટલે કે આત્માથી ભિન્ન પદાર્થ. જગતમાં એવા પદાર્થો અનંત છે. અનાદિકાળથી જીવ આ પરપદાર્થોના સહારે રહેવાને ટેવાઈ ગયો છે. જીવાત્માની એવી દ્રઢ માન્યતા થઈ ગઈ છે કે પરપદાર્થોને સહારે જ જીવી શકાય છે. શરીર વૈભવ, સંપત્તિ, સ્નેહી સ્વજન મિત્ર પરિવાર, માનસન્માન અને એમનાથી સંબંધિત પદાર્થોની સ્પૃહા, મમત્વ અને રાગાદિથી તે વારંવાર ભયાક્રાન્ત, નિ:સત્ત્વ અને કાયર બની જાય છે. એટલા માટે આત્મસ્વભાવ પ્રત્યે ઉપેક્ષાભાવને ત્યજી દો. આત્મસ્વભાવમાં રમણતા થતાં જ વિવશતા, વ્યાકુળતા, નિ:સત્ત્વતા અને વિષાદ નામશેષ થઈ જાય છે. પરપદાર્થોની અપેક્ષાવૃત્તિ ખતમ થઈ જશે. તમારી અંદર આત્મસ્વભાવની મસ્તી જાગી જશે. સાત્ત્વિકતાની ખુમારી અને વિષયવૈરાગ્યની પ્રભાવશાળી અભિવ્યક્તિ થઈ જશે. સત્ત્વશીલ બનવા માટે ત્રણ વાતો વિચારતા રહોઃ (૧) વિશ્વમાં કશું જ છુપાવવા જેવું નથી. (૨) વિશ્વમાં લેણદેણ કરવા જેવું કશું નથી. (૩) વિશ્વમાં સંગ્રહ કરવા જેવું કશું નથી. આ ત્રણ બાબતો ઉપર ગંભીરતાથી ચિંતન-મનન કરતા રહો, સત્ત્વ ઉલ્લસિત થશે, મોહનું મર્દન કરીને તમે ઉત્સાહિત થશો. બ્રહ્મજ્ઞાન (આત્મજ્ઞાન) રૂપી એક શસ્ત્ર ધારણ કરીને મોહસેનાનો સંહાર કરતા રહો. બ્રહ્માસ્ત્રની સહાયતાથી રણક્ષેત્રમાં રણશિંગુ ફુકીને મોહરિપુની વિરાટ સેનાને મારી હટાવીને આગળ વધતા ચાલો. તમારી પાસે બ્રહ્માસ્ત્ર છે તો બિચારો મોહ તો નિસ્તેજ, અશક્ત અને નિર્જીવ સાબિત થશે. આત્મજ્ઞાનીની આગળ એનું કશું નહીં ચાલે. આત્મજ્ઞાનનું કવચ પહેરી લોઃ મોહની વિરુદ્ધ સંગ્રામ ખેલવાનો છે. આત્મજ્ઞાની જ એ સંગ્રામ ખેલી શકે છે. | ૩૧૮ દિ શાન્ત સુધારસઃ ભાગ ૩ | Page #333 -------------------------------------------------------------------------- ________________ કારણ કે આત્મજ્ઞાની જ નિર્ભય, નિશ્ચલ અને અજેય હોય છે. એનામાં કાયરતાનું નામોનિશાન હોતું નથી. ધસી આવતાં મોહાસ્ત્રોની વર્ષા થવા છતાં પણ આત્મજ્ઞાનીના મુખારવિંદ ઉપર ભયની રેખા ય ઊપસતી નથી. એના મનમાં તો અદમ્ય ઉત્સાહ અને અપૂર્વ ઉલ્લાસ જ હોય છે – મોહ પર વિજય પામવાનો. એવા મહાત્માનું કવચ તો જુઓ ! એ લોખંડનું નથી હોતું, કાચબાની ઢાલનું પણ નહીં ! એ કવચ છે જ્ઞાનનું ! જ્ઞાનકવચ ! જ્ઞાનકવચ ધારણ કરી રાખો. મોહ લાખ પ્રયત્નો કરે, મોહાસ્ત્રોનો ભંડાર ખાલી કરી દે, પરંતુ જ્ઞાનકવચની સામે બધું નિષ્ફળ ! રૂપસુંદરી કોશાને ત્યાં મહાયોગી સ્થૂલભદ્રજી આ જ્ઞાનકવચને ધારણ કરીને બેઠા હતા. ચાર માસ સુધી મોહાસ્ત્રની વર્ષા થતી રહી છતાં કોઈ અસર ન થઈ. મુનિરાજ નિર્ભય હતા, સત્ત્વશીલ હતા, એટલા માટે મોહ ઉપર વિજય પામીને બહાર આવ્યા. તમે લોકોએ શાલિભદ્રજી અને ધનાજીની વાત સાંભળી છે ને ? તેમના ત્યાગમાં કેવી સાત્ત્વિકતા હતી ? અને વૈભારગિરિ ઉપર, પથ્થરની ચટ્ટાન ઉપર અનશન કરીને એ સૂતા હતા અને માતા ભદ્રા શાલિભદ્રની પત્નીઓની સાથે ત્યાં વંદન કરવા ગયાં, તો આંખો પણ ખોલી નહીં. એક શબ્દ પણ ન બોલ્યા ! નિરંજનના ધ્યાનમાં લીન રહ્યા. કોઈ મમત્વ રહ્યું ન હતું. તમે લોકો મંદિરમાં અથવા થોડી વાર માટે પણ નિર્મમત્વ ધારણ કરી શકો છો ? પૂજા કરતી વખતે પરમાત્મામાં અને ધર્મોપદેશ સાંભળતી વખતે સદ્ગુરુમાં લીન રહી.શકો છો ? એક નવકારવાળી ગણતી વખતે મનને પંચપરમેષ્ઠીમાં લીન રાખી શકો છો ? શા માટે નથી રાખી શકતા ? કારણ કે મમત્વ ભર્યું છે હૃદયમાં ! સમ્યગ્ જ્ઞાન નથી. ! પછી મોહતત્ત્વ ઉપર વિજય કેવી રીતે પામશો ? ત્યાગને માટે મહાન કાર્ય કરવા માટે સાત્ત્વિકતા જોઈએ અને મોહમાયા પર વિજય પામવા માટે જ્ઞાનનું કવચ જોઈએ. આચાર્ય બપ્પભટ્ટીસૂરિજી અને નૃત્યાંગના આજે હું તમને લોકોને એક અનોખી વાર્તા સંભળાવું. આ વાર્તામાં આચાર્ય બપ્પભટ્ટીસૂરિજીની શ્રેષ્ઠ સાત્ત્વિકતા, અપૂર્વ નિર્મમત્વ ભાવના તેમજ મોહવિજય અને વિશિષ્ટ ગુણોનો વૈભવ જાણવા મળશે. એક દિવસે ગોપાલગિરિમાં રાજા આમની સભામાં આચાર્યદેવ બિરાજમાન હતા. રાજસભામાં એક નૃત્યાંગનાનું નૃત્ય ચાલી રહ્યું હતું. એના પગ નૃત્યમય હતા અને પ્રેક્ષકો ડોલતા હતા. આચાર્યદેવના હાથમાં એક પુસ્તક હતું. એ વાંચવામાં લીન હતા. વાંચતાં વાંચતાં એમની આંખોમાં ઝાંખપ વળી. એમણે પુસ્તકમાંથી ઉપસંહાર ૩૧૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ આંખ ઉઠાવીને સામે જોયું. વસ્ત્રના છેડાથી આંખો સાફ કરીને ફરી પાછા પુસ્તક વાંચવામાં તન્મય થઈ ગયા. રાજા આમ શંકાશીલ આમ રાજાની નજર આચાર્ય તરફ હતી. બપ્પભટ્ટીએ નજર ઉઠાવીને સામે જોયું, તો આમ રાજાને લાગ્યું કે તે નર્તકી તરફ જોઈ રહ્યા છે. રાજાના મનમાં ગ્લાનિ થઈ. “આત્મજ્ઞાની... સિદ્ધાંત પારગામી યોગી પુરુષના મનમાં જો મૃગનયની સ્થાન જમાવી લેતી હોય, તો સંસારમાં કંઈ પણ સારરૂપ હોય તો આ મૃગલોચના. જ છે. આમ રાજા વિકલ્પોની જાળમાં ફસાઈ ગયો. એણે વિચાર કર્યો: ‘મારે આચાર્યશ્રીની અગ્નિપરીક્ષા લેવી પડશે. એમના બ્રહ્મચર્યને કસોટીએ ચડાવવું પડશે.' રાજાએ નર્તકીને ગુપ્ત મંત્રણા માટે પોતાની પાસે બોલાવી અને કહ્યું: “તારે પુરુષવેશે રાતના સમયે આચાર્યદિવના ઉપાશ્રયે જવાનું છે અને એમને વિચલિત કરવાનો પ્રયાસ કરવાનો છે.' રાજાએ નર્તકીને કીમતી હાર ભેટ ધર્યો. નર્તકી ખુશ થઈને પોતાના નિવાસે ગઈ. નર્તકી આચાર્યદેવના ઉપાશ્રયેઃ બપ્પભટ્ટીએ નિત્ય ક્રમ અનુસાર પોતાની આવશ્યક ક્રિયાઓ કરી અને આત્મચિંતન કરતા કરતા એ નિદ્રાધીન થયા. ઉપાશ્રયમાં અંધકાર હતો. નીરવ શાન્તિ હતી. રાતનો બીજો પ્રહર ચાલુ થઈ ગયો હતો. એ સમયે એક સુંદર યુવકે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને આચાર્યદેવના સંથારાની પાસે જઈને બેસી ગયો. તેણે પોતાના મુલાયમ હાથોથી આચાર્યશ્રીના પગ દબાવવાનું પ્રારંભી દીધું. હાથનો સ્પર્શ થતાં જ આચાર્યદિવની નિદ્રા તૂટી ગઈ. “આ સ્પર્શ પુરુષનો નથી. સ્ત્રીના કોમળ હાથોનો સ્પર્શ છે.' તેમણે પૂછ્યું: ‘તું કોણ છે? આ સમયે તું અહીં શા માટે આવી છે? આચાર્યશ્રી બેઠા થઈ ગયા. નર્તકીએ કહ્યું હું આપના પ્રત્યે પ્રેમથી પાગલ બની ગઈ છું. આપ મારો સ્વીકાર કરો.” આચાદવે કહ્યું: ‘તું ભોળી લાગે છે. તું શું જાણતી નથી કે હું બ્રહ્મચારી છું? તારો કોઈ ઉપાય મારી પાસે ચાલશે નહીં.' નર્તકી બોલીઃ યોગીશ્વર ! તમે આમ કહીને મારાથી છૂટી નહીં શકો. તમે દિલથી તો મને ચાહો છો, તો શા માટે મારા પ્રેમને ઠોકર મારી રહ્યા છો ? ચાલો બહાર ઝરૂખામાં - ચાંદનીમાં મારું રૂપ જુઓ.’ આચાદિવે ગંભીરતાથી કહ્યું: “અરે મુશ્કે! તો અંધારામાં પણ જોઈ શકું છું. તારા શરીરની આરપાર જોઈ શકું છું. તારા શરીરમાં ભરેલ હાડમાંસ, ચરબી વિઝા [૩૨૦ શાન્તસુધારસ ભાગ ૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ અને મૂત્રને જોઈ રહ્યો છું. શરીરમાં કશું સારું છે જ નહીં. કોના ઉપર મોહિત થવાય ?” નર્તકીએ પ્રત્યુત્તરમાં કહ્યું: “તો શું તમને શરીરનું અદ્ભુત રૂપ, અપ્રતિમ લાવણ્ય અને મદભર જવાની નથી દેખાતી? તમારું દર્શન અધૂરું છે, યોગી!” આચાર્યદેવે કહ્યું: “અરે! આનાથી વધારે સુંદર તો અરૂપી આત્માનું રૂપ છે. તે મેં જોયું છે. આનાથી ય વધારે ઉત્તમ આત્માનું ચિર યૌવન મેં પ્રાપ્ત કર્યું છે કે જે રૂપ અને યૌવન કદીય કરમાતાં નથી. કદી એમનો નાશ થતો નથી. જે લોકો પરબ્રાહ્મમાં મગ્ન બન્યા છે, તેમનો આનંદ તું નહીં સમજી શકે અને એ બહ્મની મસ્તીમાં ડૂબી જનારાઓને તું તારા આલિંગનમાં લઈ શકીશ નહીં. તારો પ્રયત્ન મિથ્યા છે.' નર્તકી આમ ચાલી જાય તેવી ન હતી. ચતુર હતી. તેણે કહ્યુંઃ યોગી! આ બધી વાતો તો રાજસભામાં યા તો ધર્મસભામાં કરવાની હોય છે. જ્યારે એક સર્વોત્તમ સુંદરી તમારી સામે પ્રણયની પ્રાર્થના કરી રહી છે અને સંપૂર્ણ એકાંત મળ્યું છે તો હવે...' - આચાર્યદિવનો સ્વર કંઈક કઠોર થયો. તે બોલ્યા: “બસ કર સુંદરી! તું તારી વૈષયિક વાસનામાં વહેતી ઉત્તેજિત થતી જાય છે. જ્યારે મેં તો મારી વિષયવાસનાઓને નષ્ટ કરી દીધી છે. તારો આનંદ તું દુનિયામાં શોધે છે, મારો આનંદ મારી અંદરની દુનિયામાં છે. હું મારા સુખમાં તૃપ્ત છું, તું અતૃપ્તિની આગમાં બળી રહી છે.”, નર્તકીએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું હું તમારો ઉપદેશ સાંભળવા નથી આવી. તમારા કદમોમાં સમર્પિત થવા આવી છું. કારણ કે તમે મારા પ્રાણવલ્લભ છો. ચોરીછૂપીથી હું અહીં આવી નથી. આમ રાજાની રજા લઈને આવી છું. તમારા એ પરમ મિત્ર રાજા પણ તમને સુખી કરવા ઇચ્છે છે. સંસારનું સારભૂત સુખ સુંદરીમાં જોવા મળે છે. તમે એ સુખનો મુક્ત મને ઉપભોગ કરો.” નર્તકીની કારમી હારઃ નર્તકીએ પુરુષનો વેશ ઉતારી નાખ્યો. પોતાનાં સુંદર વસ્ત્રો ધારણ કરી લીધાં અને ભાવાવેશમાં તમામ બારીઓ ખોલી નાખી. ચંદ્રની ચાંદની આખોય ખંડમાં છવાઈ ગઈ. એણે નૃત્ય શરૂ કર્યું. પરંતુ નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલક આચાર્યદિવના મનમાં વિકારની એક રેખા સરખી ઉત્પન ન થઈ! એ તો મોહવિજેતા હતા. એ સમજી ગયા કે “રાજા આમનું જ આ કૃત્ય છે. રાજસભામાં જ્યારે હું આંખોને સાફ કરી રહ્યો હતો ત્યારે એનો રાજાએ ખોટો અર્થ કર્યો અને તેણે જનર્તકીને મારી પાસે મોકલી, મારા બ્રહ્મચર્યની પરીક્ષા કરવા માટે.” ઉપસંહાર ૩ર૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ તેમણે નર્તકીને કહ્યું: “નર્તકી! તું તારી સર્વ કળાઓ પૂરી તાકાત સાથે અજમાવીશ, તો પણ તું મને રજમાત્ર ચલિત કરી શકીશ નહીં. શા માટે આટલો નિરર્થક શ્રમ કરી રહી છે? તું રાજાની પાસે જા, એમને કહી દે કે આચાર્યની સમતાપ્રિયા એમની પાસે રાતદિવસ રહે છે અને તે પોતાની સમતાપ્રિયાની સાથે સુખી છે, તૃપ્ત છે. હવે એમને બીજી પ્રિયાની આવશ્યકતા નથી. હવે તું અહીંથી ચાલી જા.' આખરે નર્તકી હારી ગઈ. એણે જતાં જતાં કહ્યું: ‘ગુરુદેવ! સાચે જ આપ મહાત્મા નહીં, પરમાત્મા છો. આપ સહજ પણ વિચલિત ન બન્યા. હે મારા દેવ ! મારા અપરાધોની ક્ષમા આપો. હું આપની સામે ક્ષમા યાચું છું.' ભાવનાભાવિત હૃદયનું આ સત્ત્વઃ આચાર્યદિવમાં કેવું અદ્ભુત સત્ત્વ હશે? કેટલો દૃઢ ઇન્દ્રિયસંયમ હશે? કેવો મનોનિગ્રહ હશે? હવે આમ રાજા ગુરુદેવની પાસે ગયો, ત્યારે તે આંખો બંધ કરીને બે હાથ જોડીને બોલ્યોઃ કમલનયના યૌવનાથી, ગનત, અલંકૃત વક્ષસ્થળવાળી, પાતળી કમર પર ત્રિવતલતા દ્વારા શુંગારયુક્ત નારીને જોઈને પણ જેનું મન વિકારથી પરેશાન નથી થતું એવા શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજીના ચરણોમાં મારી વંદના.' આમ બોલીને રાજાએ દંડવત્ પ્રણામ કર્યા. સોળ ભાવનાઓથી ભાવિત થઈને તમે પણ સત્ત્વશીલ અને મોહવિજેતા બની શકો છો. સાધુએ તો રોજ પ્રતિક્રમણ, પ્રતિલેખન કરવાનું હોય છે. એમ દરરોજ ૧૬ ભાવનાઓનું ચિંતન કરવાનું હોય છે. આ નિશ્ચિત કર્તવ્ય છે. તમે લોકો સાંભળો છો, પણ ચિંતન-મનન નથી કરતા. એટલે તો સત્ત્વહીન અને મોહાસક્ત બની ગયા છો. મમત્વનાં બંધનોમાં જકડાયેલા રહો છો. ભૌતિક સુખોની શોધમાં જીવન બરબાદ કરી રહ્યા છો. ભાવનાભાવિત અંતઃકરણનું સુખઃ સુખ પામવું હોય તો અંતઃકરણનું અનુપમ સુખ પામી લો. ગ્રંથકાર કહે છે કે - ચક્રવર્તી અને દેવરાજ ઈન્દ્રના સુખથી ય વધારે સુખ ભાવનાભાવિત હૃદયવાળાને મળે છે. પરંતુ તમને તો ચક્રવર્તીનું સુખ જોઈએ ને?દેવલોકના ઈન્દ્રનું સુખ જોઈએ ને? ભટકાઈ જશો આ ભીષણ ભયારણ્યમાં. ભૌતિક સુખોની આસક્તિ છોડી દો. બની શકે એટલાં ભૌતિક સુખોનો ત્યાગ કરતા રહો. જો તમે ૧૬ ભાવનાઓનું એકાન્તમાં ચિંતન કરતા રહેશો, તો અવશ્ય સુખાસક્તિ તૂટી જશે. ભીતરના અનુપમ સુખનો અનુભવ થશે. પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે: ૩૨૨ શાન્તસુધારસ : ભાગ ૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १२८ ॥ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત આરાધકને જે સુખ આ જન્મમાં મળે છે, એ સુખ ન તો ચક્રવર્તીને મળે છે કે ન તો દેવેન્દ્રને ઉપલબ્ધ થાય છે. ભાવનાભાવિત સાધુપુરુષ કદીય મનનાં દુઃખોથી તડપતો નથી. વિકલ્પોની જાળમાં એ કદીય ફસાતો નથી. રાગદ્વેષની ભયાનક આગમાં એ કદી બળતો નથી. એનું આત્મજ્ઞાન અને સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત કરાવીને નિવૃત્તિ તરફ લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં એને અનુપમ આત્મસુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે : “આત્મજ્ઞાનને સહારે નિવૃત્તિની ગુફામાં પહોંચી જાઓ.’ જવું છે ખરું? પ્રવૃત્તિઓમાં જ રહેશો તો મોહવિજય પામી શકશો નહીં. રાગદ્વેષમાં જ ગૂંચવાયા કરશો. મોક્ષથી દૂર જતા જશો. સંસારની ચાર ગતિઓમાં જન્મમરણ પામ્યા કરશો. આ મનુષ્યભવમાં આવી ભૂલ કરવાની નથી. આ જીવનમાં તો મોક્ષના પથ ઉપર પ્રયાણ શરૂ કરી દેવાનું છે. ભાવનાઓથી હૃદયને સુવાસિત બનાવીને, સત્ત્વશીલ બનાવીને, આત્મજ્ઞાની બનીને મોહજિત બનવાનું છે. નિર્મમત્વભાવને વૃઢ બનાવવાનો છે. સુખ અને યશનો પ્રસાર: ગ્રંથકારે ઉપસંહારના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે આ ભાવનાઓથી ભાવિત મહાત્માઓનો યશ સર્વત્ર અને સર્વકાળમાં ફેલાય છે. સાંભળો, એક એક ભાવના લઈને કયા કયા મહાપુરુષોનો યશ ફેલાતો રહે છે. અનિત્ય ભાવનાના વિષયમાં શ્રીરામના પુત્ર લવ-કુશને યાદ કરો. શ્રી લક્ષ્મણજીનું મૃત્યુ - આયુષ્યની અનિત્યતા જાણીને બંને ભાઈઓ સંસારનો ત્યાગ કરીને શ્રમણ-સાધુ બની ગયા હતા. અશરણ ભાવનાના વિષયમાં અનાથી મુનિની વાત ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં વાંચવા મળે છે. ૨૫૦૦ વર્ષો પછી પણ આપણે એમનું યશસ્વી નામસ્મરણ કરીએ છીએ. ' સંસાર ભાવના - આ ભાવનાથી રાજા પ્રદેશની કીતિ ફેલાઈ હતી. પત્ની સૂર્યકાન્તાએ ગળું દબાવીને માર્યા છતાં એ સમાધિમૃત્યુ પામ્યા હતા. વિશેષ રૂપમાં તો રાજા સમરાદિત્યની મહાકથા સંસાર ભાવનાને પરિપુષ્ટ કરે છે. સમરાદિત્ય ચરિત્ર આજે પણ વિશ્વસાહિત્યમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકત્વ ભાવનાના વિષયમાં નમિ રાજર્ષિ, ભરત ચક્રવર્તી અને મહારાજા જનકનાં નામ આજે પણ યશસ્વી છે. એમનાં નામ લેવાથી પાપ નષ્ટ થઈ જાય છે. ઉપસંહાર ૩૨૩ Page #338 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવનાની સાથે સુવ્રત શ્રેષ્ઠીનું નામ, સનત ચક્રવર્તીનું નામ અને રાજા ભતૃહિરનું નામ આજે પણ અહોભાવપૂર્વક લેવાય છે. અશુચિ ભાવનાની સાથે સનત્કુમાર ચક્રવર્તીનું નામ સુપ્રસિદ્ધ જ છે. એ રીતે ઋષિ અષ્ટાવક્રનું નામ પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત છે. આસ્રવ ભાવનાની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર, બાહુબલિ અને પુંડરીક-કંડરીકનાં નામ સારી રીતે જોડાયેલાં છે. સંવર ભાવનાનું ચિંતન કરતી વખતે શ્રેષ્ઠી સુદર્શનને અને મહાશ્રાવક અન્નકને યાદ કરો. એમનો યશ મુનિવરો પણ ગાય છે. નિર્જરા ભાવનાનું અનુચિંતન કરતી વખતે દુલિકા પુષ્યમિત્ર મુનિ અને દિલ્હીની ચંપા શ્રાવિકાને યાદ કરો. છ માસના ઉપવાસ કરીને બાદશાહ અકબરને જિનધર્મ પ્રત્યે એ શ્રાવિકાએ આકર્ષિત કર્યો હતો. ધર્મ ભાવના ભાવતી વખતે ધર્મનો અદ્ભુત પ્રભાવ સિદ્ધ કરનારી મહાસતી સીતાને યાદ કરો. નરવીરને યાદ કરો. ધર્મના જ પ્રભાવથી નરવીર કુમારપાળ રાજા બન્યો હતો. લોકસ્વરૂપ ભાવનાનું ચિંતન કરતી વખતે એવાં સાધુસાધ્વીને યાદ કરો કે જેઓ સમગ્ર ૧૪ રાજલોકનું ચિંતન કરતાં હોય, ધર્મધ્યાન ધરતાં હોય. બોધિદુર્લભ ભાવના ભાવતી વખતે મહાન યશસ્વી અંબડ પરિવ્રાજક કે જે ભગવાન મહાવી૨નો અનન્ય શિષ્ય-ભક્ત હતો એને અને મહાન શ્રાવિકા સુલસાને યાદ કરો. મૈત્રી ભાવનાનું ચિંતન કરતી વખતે મહાસતી અંજનાને યાદ કરો અને સુવ્રત શ્રેષ્ઠીને યાદ કરો. અપરાધી પ્રત્યે પણ મૈત્રી ભાવના રાખનાર આ બે વ્યક્તિઓ મહાયશસ્વી હતી. પ્રમોદ ભાવનાનું મનન કરતી વખતે ગુણપક્ષપાતી શ્રીકૃષ્ણને યાદ કરો. શ્રીકૃષ્ણ સદૈવ ગુણદૃષ્ટા જ રહ્યા. ગુણાનુરાગી અને ગુણપ્રશંસક રહ્યા. કરુણા ભાવના ભાવતી વખતે શ્રમણ ભગવાન મહાવીરને સ્મૃતિમાં લાવતા રહો. સંગમદેવ પ્રતિ એમની કરુણા, ચંડકૌશિક સર્પ પ્રત્યે એમની કરુણા અને કાનોમાં ખીલા ઠોકનાર ગોપાલક પ્રતિ એમની કરુણા સ્મૃતિમાં લાવો. માધ્યસ્થ ભાવના ભાવતી વખતે પણ ભગવાન મહાવીર સ્વામીને યાદ કરો. જમાલિ પ્રત્યે, સાધ્વી પ્રિયદર્શના પ્રત્યે, ગોશાલક પ્રત્યે એમનો કેવો અપૂર્વ મધ્યસ્થભાવ હતો ! ૩૨૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ મોક્ષશ્રીની પ્રાપ્તિ ગ્રંથકાર કહે છે કે આ રીતે પરમ સુખ અને શ્રેષ્ઠ યશ પ્રાપ્ત કરીને એ મહાત્માઓ કર્મક્ષય કરીને મુક્તિ પામી જાય છે. આમ તો ભાવનાઓને આત્મસાતુ કરનારા મહાત્માઓ આ જન્મમાં મોક્ષસુખનો અનુભવ કરે છે. તમારે લોકોને આ જીવનમાં મોક્ષસુખનો નમૂનો ચાખવો છે? તો ભાવનાઓનું પ્રતિદિન ચિંતન કરતા રહો. આમ તો ૧૬ ભાવનાઓની બાબતમાં ૭૨ પ્રવચનો આપવામાં આવ્યાં છે, છપાઈ પણ ગયાં છે - ત્રણ ભાગમાં. તમે એ વાંચતા રહો. વારંવાર વાંચતા રહો. શાન્તિ મળશે, સમતા મળશે, મોહમાયાનાં બંધનો તૂટશે. કેટલાક પાપોનો ક્ષય પણ થશે. આત્મા નિર્મળ, પવિત્ર અને પ્રસન્ન થશે. આજે બસ, આટલું જ. ઉપસંહાર ૩૨૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ IિGGીસ્હારી પ્રવચન ૯૪ ઉપસંહાર ર : સંકલના : દુધ્ધન પ્રતપીડા જ છે. • એક સત્ય ઘટના-પ્રેતની. હું પૂર્વજન્મનો તારો પતિ છું.” હવે હું તને આપણા લોકમાં લઈ જઈશરિલેકાનું મોત.. રેલેકાની કબર બની. આ ઘટના પરથી કંઈક સમજો. A • અનિર્વચનીય સુખમાં વૃદ્ધિ. A • તૃપ્તિનો અપાર દરિયો લહેરાય છે. ૦ સપનાની જેમ સંસારમાં તૃપ્તિ. E નિન્તને પરમ તૃપ્તિઃ પરમ તૃપ્તિના ત્રણ ઉપાયો. પુદ્ગલોથી પુદ્ગલ તૃપ્ત- આત્મા નહીં. - પરમ બ્રહ્મની તૃપ્તિ, લોકો જાણતા નથી. તૃપ્ત સુખી, અતૃપ્ત દુઃખી. • ભાવનાઓથી સર્વસમૃદ્ધિની પ્રાપ્તિ. ઇન્દ્રની, ચક્રવર્તીની, નગેન્દ્રની, મહાદેવની, શ્રીકૃષ્ણની, બ્રહ્માની અને તીર્થંકરની સમૃદ્ધિ • પ્રશસિત. Page #341 -------------------------------------------------------------------------- ________________ दानप्रेतपीडा प्रभवति न मनाक काचिदद्वन्द्वसौख्यस्फाति प्रीणाति चित्तं प्रसरतिपरितः सौख्यसौहित्यसिन्धुः । क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः, स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् ॥ २॥ ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથનો ઉપસંહાર કરતાં કહે છે: “ભાવનાઓના પ્રભાવથી દૂધ્યનિરૂપ પ્રેતપીડા રજમાત્ર પણ પરેશાન કરતી નથી. ભાવનાઓના પ્રભાવથી અનિર્વચનીય સુખની વૃદ્ધિગત લહેરો ચિત્તને પ્રસન્નતા અર્પે છે. તૃપ્તિનો અપાર દરિયો ચારેકોર લહેરાય છે. જેની અસરથી રાગદ્વેષ વગેરે દુશ્મનો નષ્ટ થાય છે અને આત્મઋદ્ધિ સહજ રૂપે પ્રાપ્ત થાય છે. વિનયયુક્ત, નિર્મળ-સ્વચ્છ બુદ્ધિવાળો થઈને તું આ ભાવનાઓનું શરણ લઈ લે.” દુધ્યન પ્રેતપીડા જ છેઃ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખેતપીડા જેવાં જ છે. પ્રેતયોનિ હોય છે. વિશ્વાસ કરવો જ પડે છે કેટલીક ઘટનાઓ જોતાં. પ્રેત’ કોઈ કલ્પનાજન્ય તત્ત્વ નથી, વાસ્તવિકતા છે. જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારની એક સત્ય ઘટના તમને સંભળાવું. કાલકા-સિમલા માર્ગ પર આવેલા ધર્મપુરથી પાંચ-સાત કિલોમીટર દૂર વસેલી એક જગાં દાગ-એ-શાહી પર્વતીય સૌન્દર્યથી ઘેરાયેલી હતી. અતિ અલ્પ વસ્તી ધરાવતું આ ગામ પટિયાલા રાજ્યમાં આવ્યું હતું. પટિયાલાના મહારાજાએ આ ગામ અંગ્રેજોને ભેટ આપ્યું હતું. અંગ્રેજ સૈનિકો, સેનાધિકારીઓ અને અંગ્રેજી શાસકના અધિકારી લોકોમાં આ સ્થાનનું વધારે આકર્ષણ હતું. ‘દાગ-એ-શાહી' નામ બદલાઈ ગયું અને ડગશાઈ બની ગયું. મિ. વૈઅન સેનામાં ઉચ્ચ અધિકારી હતા. એ તેમની પત્ની રેલેકાની સાથે અહીં આવતા હતા. અહીં એમની બદલી થઈ હતી. ઠંડું વાતાવરણ, ચાંદની રાત અને એકાન્ત! વૈસ્ટન અને રેલેકાની યુવાન વય હતી, સુખસુવિધાની કોઈ ખોટ ન હતી. એકને ચંદા જેવી ખૂબસૂરત પત્ની મળી હતી, તો બીજાને બેહદ પ્યાર કરનારો પતિ મળ્યો હતો. પરંતુ એક દિવસ ગજબ થઈ ગયો ! રેલેકાએ સવારે વૈરુનને કહ્યું કે રાતના સમયે કોઈ બેડરૂમની બારીમાંથી અંદર જોતું હતું, જ્યારે મારી નજર બારી ઉપર પડી તો એ એકદમ ગાયબ !' ઉપસંહાર ૩૨૭] Page #342 -------------------------------------------------------------------------- ________________ વૈઅન બોલ્યો: “અસંભવ! તને જરૂર ભ્રમ થયો હશે. બંગલે દરરોજ ચાર પહેરેદારો રહે છે. આવા સખત પહેરામાં એ કેવી રીતે શક્ય બને કે કોઈ લોનમાં પ્રવેશીને બેડરૂમની બારી સુધી પહોંચી જાય !” રેલેકા ચૂપ થઈ ગઈ. વૈસ્ટને પણ આટલી વાત કરી તો ખરી, પરંતુ એ વિચારમાં પડી ગયો કે આખરે આ વર્તન કરનાર છે કોણ? કોણ હોઈ શકે? આ સત્ય ઘટના છે: રેલેકાએ ટકોર કરીઃ “ચૂપ કેમ થઈ ગયા? વૈસ્ટને કહ્યું કશું નહીં. બસ, એમ જ! તું તારો ખ્યાલ રાખતી રહેજે. હું ઓફિસમાં જતી વખતે પહેરેદારોને જાણ કરું છું. એ ચૂપચાપ બંગલાની બહાર નીકળી ગયો. ત્રણ ચાર દિવસ એમ વીતી જતાં, એકદિવસે વૈસ્ટને કહ્યું: “મારે બે દિવસ માટે દિલ્હી જવું પડશે. તું સારી રીતે તારો ખ્યાલ રાખજે. બિલકુલ ચિંતા ન કરતી.” રેલેકાએ મૂકભાવથી એને જોયો. એનાં અતિસુંદર નેત્રો આજે ઉદાસ અને ફીકા ફીકકા લાગતા હતાં. અંદર ને અંદર કોઈ અજ્ઞાત ભયથી એ આશંકિત હતી, છતાં એણે હળવા સ્મિત સાથે પતિને વિદાય આપી. હું તારો પૂર્વભવનો પતિ છું એ રાત્રેરેલેકા પોતાની પથારીમાં સૂતી કોઈ પુસ્તક વાંચી રહી હતી. એની આંખ ઘેરાવા લાગી. એણે ઊઠીને રૂમની બારી અંદરથી બંધ કરી દીધી અને બત્તી બુઝાવીને સૂઈ ગઈ, ત્યારે તેને લાગ્યું કે કોઈ અનહદ પ્રેમથી એની તરફ જોઈ રહ્યું અંધારામાં એ કંપી ઊઠી. અત્યંત ભયને લીધે તે ચિત્કાર પણ ન કરી શકી. કેટલીક ક્ષણો પછી એને લાગ્યું કે એને કોઈ કહી રહ્યું છે - હું તારો પૂર્વભવનો પતિ છું - ફિલિપ. એક વાર પૂર્વજન્મમાં હું તને અહીં લઈને આવ્યો હતો. અહીં એક વાહન-દુર્ઘટનામાં તારું અને મારું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારથી હું અહીં ભટકી રહ્યો છું જ્યારે તારા આત્માએ બ્રિટનમાં પુનર્જન્મ લઈ લીધો. તું જ્યારથી અહીં આવી છે, ત્યારથી મને તારો આભાસ મળી રહ્યો હતો.' આ વાતોથી રેલેકા વિચારમાં પડી ગઈ. એ સમયે રૂમમાં એક વિચિત્ર સુગંધ ફેલાવા લાગી. સુગંધનો નશો એના મનમસ્તક પર છવાતો ગયો. એમ લાગતું હતું કે એ જાણે વિવશ બનતી જતી હતી. તે વિચારવા લાગી - “શું ખરેખર તે કોઈ પ્રેતાત્મા હતો? એ ભયથી કંપી ઊઠી. એણે બત્તી કરી. બારણું એમને એમ બંધ હતું. દરવાજાની સાંકળ પણ અંદરથી બંધ હતી. તે ફરી વાર પથારી ઉપર સૂઈ ગઈ. વિચાર કરતી કરતી તે કોણ જાણે ક્યારે સૂઈ ગઈ.' [ ૩૨૮. શાન્ત સુધારસઃ ભાગ ૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ સવારે તે પોતાના નિયત સમય પ્રમાણે જાગી. ચા પી લીધી. ફરી વાર તેણે અંદરથી દરવાજાની સાંકળ બંધ કરી દીધી. સૂતી વખતે રાતના અજ્ઞાત પુરુષની યાદ આવતાં જ તેણે મનમાં વિચાર કર્યો - “જો ફરી વાર આવું બનશે, તો તે જરૂર બૂમો પાડીને એને પકડાવી દેશે.’ - એ સમયે કોઈએ એના કાન પાસે મંદ સ્વરે ગણગણતા કહ્યું : “પણ તું એવું નહીં કરી શકે. હું એક સૂક્ષ્મ જીવાત્મા છું. તું ઇચ્છે તો મને પ્રેતાત્મા કહી શકે છે. તું મને પકડાવી નહીં શકે અને મેં તને કશું નુકસાન પણ પહોંચાડ્યું નથી. હું તારું સાન્નિધ્ય પામવા લાલાયિત છું.’ શૈલેકા પથારીમાં બેઠી થઈ ગઈ. ભલે, તે ગમે તે હોય, પણ એનું સાન્નિધ્ય એને ગજબના આનંદથી ભરી દેતું હતું. ધીરેધીરે એનો ભય ઓછો થતો ગયો, પણ હજુ એની છાયા હતી. - 'આખરે હું તારા મોહને લીધે પ્રેતયોનિમાં છું. આ મોહ કંઈ ખોટો પણ નથી. હું તારો પૂર્વજન્મનો પતિ છું.’ એક આનંદદાયી સુવાસ ચારેકોર સઘન બનતી જતી હતી. ધીરેધીરે એ સુવાસના પ્રભાવે તે બેશુદ્ધ બની ગઈ. જ્યારે એની ચેતના પાછી આવી ત્યારે પ્રેતાત્માએ એને કહ્યું : ‘હું રાત્રે ફરી વાર આવીશ. આ વાત કોઈને ય કરતી નહીં અને તને કોઈ નુકસાન નહીં થાય કે ન તો કોઈને ખબર પડશે. અચ્છા, ગુડબાય !’ કહીને છાયા અદૃશ્ય થઈ ગઈ. આ પછી તો આ બધું નિત્યક્રમની રીતે બનતું ગયું. સમય વીતતો ગયો. તેણીએ આ વાત કોઈને ય કહી નહીં. મિ. વૈસ્ટન તો સેનાનાં કાર્યોમાં અત્યધિક વ્યસ્ત રહેતા હતા. શૈલેકા વિચારતી હતી કે ડગશાહીનો આ ઈલાકો કેમ પહેલી નજરે જ જાણીતો હોય એવો લાગ્યો હતો. એને હવે તો પૂર્વજન્મની યાદો પણ તાજી થવા લાગી હતી. ફિલિપની સાથે ભારત આવવું, મોટરની દુર્ઘટના, આ બધું યાદ આવી ગયું. આ દરમ્યાન રૈલેકા ગર્ભવતી બની ગઈ, એ અને વૈસ્ટન ખુશીને લીધે પાગલ જેવાં થઈ ગયાં હતાં, પરંતુ વૈસ્ટનને કોઈ સરકારી કામ અંગે બ્રિટેન જવાનો હુકમ મળ્યો, એ બ્રિટેન ચાલ્યો ગયો. આ બાજુ પ્રેતાત્મા ગૈલેકાની પાસે વધારે પ્રમાણમાં આવવા લાગ્યો. રેલેકા ય એને ઝંખવા લાગી હતી. હવે હું તને આપણા લોકમાં લઈ જઈશ ઃ એક રાતે ફિલિપના પ્રેતાત્માએ કહ્યું ઃ ‘હવે હું તારા વગર વધારે દિવસો રહી શકીશ નહીં. એટલા માટે તને સદાને માટે મારી સાથે લઈ જવા ઇચ્છુ છું. રૈલેકાએ પ્રતિવાદ કરતાં કહ્યું : ‘ના, અત્યારે નહીં. જ્યાં સુધી હું બાળકને જન્મ ન આપું ત્યાં સુધી હું આવવા ઇચ્છતી નથી.’ પ્રેતાત્મા ચાલ્યો ગયો. પરંતુ હવે રૈલેકાને આ આશંકાએ ઘેરી લીધી હતી કે પ્રેતાત્મા જબરદસ્તી કરશે તો ? તે ડરી ગઈ ! તે પોતાના પતિને પત્ર લખવા બેસી ગઈ. ડિયર વૈસ્ટન ! હું ઉપસંહાર ૩૨૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ બેચેનીપૂર્વક તમારી રાહ જોઈ રહી છું. જલ્દી પાછા આવી જાઓ. અહીં મારાં સ્વપ્નોમાં ઘણી વાર એક અજ્ઞાત આત્મા આવે છે, કેટલાય સમયથી હું એને મળું છું.' પોતાના પત્રમાં રેલેકાએ છેવટે પ્રેતાત્માની બાબતમાં સંકેત કરી દીધો. જો કે વૈસ્ટન આનો સાચો અર્થ સમજ્યો નહીં. શૈલેકાનું મૃત્યુઃ ચિઠ્ઠી લખીને એને પોસ્ટ ઓફિસે મોકલીને તે પથારી પર પડી, તો થોડીક ક્ષણોમાં જ ફિલિપનો પ્રેતાત્મા એના ઓરડામાં ફરીથી હાજર થઈ ગયો અને ઠંડા સ્વરમાં કહેવા લાગ્યો ઃ ‘આ તેં સારું નથી કર્યું, હવે તો તારે અત્યારે - તરત જ મારી સાથે ચાલવાનું છે.’ રૈલેકાએ પાછા ફરીને જોયું તો કોઈ હતું નહીં. એ ભારે ગભરાટના લીધે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. થોડી વારમાં જ એની તબિયત બગડવા લાગી. પહેલાં તો એને માથું ફરતું હોય તેવું લાગ્યું, પછી એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તેણે ખૂબ મુશ્કેલીથી - જેમ તેમ કરીને ઓરડાનું બારણું ખોલ્યું અને નોકરાણીને બોલાવી. તે આવી, તેણે ગૈલેકાને પથારી ઉપર સૂતેલી જોઈ: શૈલેકાની તબિયત ઘણી ખરાબ હતી. લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેને બચાવી ન શકાઈ. શૈલેકાની કબર બની ન : મિ. વૈસ્ટનને પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા. એ સ્તબ્ધ થઈ ગયો. ઇંગ્લેંડથી પાછા ફરતાં તેને ગૈલેકાની એક ગુપ્ત ડાયરી મળી, જેના આધારે એને તમામ વિગતો મળી. બધી વાતો જાણીને તે આશ્ચર્યચકિત બની ગયો. તેણે રેલેકાની સ્મૃતિમાં એક માનવકદની મૂર્તિ બનાવી. એની સાથે એક ચિત્ર પોતાના ન જન્મેલા બાળકનું પણ બનાવ્યું અને રૈલેકાની કબર પાસે ડગશાઈના કબ્રસ્તાનમાં સ્થાપિત કર્યું. પોતાની ભાવાંજલિ અર્પિત કરતાં તેણે રૈલેકાની - પોતાની અને અજન્મા પુત્રની સ્મૃતિમાં - જે ૧૦ સપ્ટેમ્બર, ૧૯૦૯માં સ્વર્ગવાસી બન્યો - પ્રતિમાઓ સ્થાપિત કરી. આ પ્રતિમાઓ જોવા માટે ડગશાઈમાં આજે પણ દૂરદૂરથી પર્યટકો આવે છે અને આ અદ્ભુત મૂર્તિઓ જોઈને વિચારમાં પડી જાય છે કે અતૃપ્ત કામનાઓને લીધે કેવી રીતે મનુષ્ય પ્રેતયોનિમાં ભટકે છે. વાસનારહિત થયા સિવાય ન તો શાન્તિ મળે છે કે ન તો સદ્ગતિ પ્રાપ્ત થાય છે. આ ઘટના પરથી કંઈક સમજો ગ્રંથકારે દુર્ધ્યાનને પ્રેત કહ્યું છે. પ્રેત પીડા આપે છે. મોતને ઘાટ ઉતારે છે અને શાન્તસુધારસ : ભાગ ૩ ૩૩૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ દુર્ગતિમાં લઈ જાય છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન પ્રેતની જેમ જીવોને અશાન્ત, સંતપ્ત કરે છે. બહુ જ વેદના આપે છે. મોત પછી નરકગતિ, તિર્યંચગતિમાં લઈ જાય છે. કેટલાય લોકોને નિરંતર અર્થચિંતા સતાવે છે, કામવાસના સતાવે છે અને માન એષણા સતાવે છે. આ ખ્યાલોમાં તે ખોવાયેલા રહે છે. દુધ્વનિનું પ્રેત અડકી જતાં એનાથી છૂટવું મુશ્કેલ પડે છે. ભૌતિક-વૈષયિક સુખોની તીવ્ર ઈચ્છા મનુષ્યને દુધ્યાનમાં જ ડૂબાડી દે છે. * અર્થચિંતા અને કામચિંતા કરતી વખતે અથવા કર્યા પછી તમને વિચાર આવે છે કે “મેં દુર્બાન કર્યું. ના, તમને તો મજા આવે છે. અનેક જન્મોનો સંબંધ છે ને અર્થચિંતા અને કામચિંતાની સાથે ! એ પ્રેત તમને દુર્ગતિમાં જ લઈ જશે. એટલા માટે સાવધાન બનો. ભાવનાઓનો સહારો લઈને દુધ્ધનના પ્રેતને ભગાડી મૂકો. ભાવનાઓથી ભાવિત-પ્રભાવિત આત્માને એ પ્રેત સ્પર્શતું નથી અને પ્રેત ભેટી ગયું હોય તો પણ ભાગી જાય છે. અનિર્વચનીય સુખમાં વૃદ્ધિઃ - ભાવનાઓથી ભાવિત આત્માનું સુખ અનિર્વચનીય હોય છે. એટલે કે એ સુખની અભિવ્યક્તિ શબ્દોમાં થઈ શકતી નથી. મૂંગો માણસ જેમ સાકરના સ્વાદનો અનુભવ કરે છે, પરંતુ એ અનુભવ વર્ણવી શકતો નથી; એ રીતે ભાવનાઓથી ભાવિત આત્મા પોતાનું આંતરસુખ અનુભવી શકે છે, પરંતુ કહી શકતો નથી. વર્ણન કરી શકતો નથી. એ વધારે પ્રમાણમાં તો મૌન જ ધારણ કરી લેતો હોય છે. ભાવનાઓના શાન્તસુધારસમાં સવાંગમગ્ન મહાત્માનું સુખ વચન - અગોચર હોય છે. આપણે તો માત્ર એની સ્તુતિ - પ્રાર્થના જ કરી શકીએ. એના સુખની કોઈ ઉપમા આ સંસારમાં નથી. આવા મહાત્માઓની દ્રષ્ટિમાંથી કૃપાની વૃષ્ટિ થાય છે અને એમની વાણી ઉપશમ-અમૃતનો છંટકાવ કરનારી હોય છે. આવા પ્રશસ્ત જ્ઞાનધ્યાનમાં સદા સર્વદા લીન રહેનાર મહાન યોગીશ્વરને નમસ્કાર કરવામાં કૃતાર્થતા તાત્પર્ય એ છે કે કરુણાવૃષ્ટિથી વિશ્વનું અવલોકન કરતા રહો અને શાન્તરસ ભરપૂર વાણીથી જીવો સાથે વ્યવહાર કરો. તૃપ્તિનો અપાર દરિયો લહેરાય છે? ગ્રંથકાર કહે છે કે ભાવનાઓથી ભાવિત આત્મામાં તૃપ્તિનો અપાર સમુદ્ર લહેરાતો હોય છે. કારણ કે એ મહાત્મા જ્ઞાનામૃતનું પાન કરતો રહે છે અને ક્રિયારૂપ કલ્પવૃક્ષનું ફળ ચાખતો હોય છે. સમતારૂપી તાંબુલ ચાખે છે, તો પછી તે પરમ ઉપસંહાર છે જ ૩૩૧] Page #346 -------------------------------------------------------------------------- ________________ તૃપ્તિનો અનુભવ કરશે જ ને?કરવો છે આવો અનુભવ?તો ક્ષણિક તૃપ્તિનો પૂર્ણ રૂપે ત્યાગ કરવો પડશે. જેવૈષયિક સુખોથી અલ્પકાલીન તૃપ્તિ થાય છે, એવા વૈષયિક સુખો પાછળ શા માટે અતૃપ્ત બનીને ભટકતા રહેવું ? અનંતકાળથી ભટકતા રહ્યા છીએ. હજુ આગળ ભટકવું છે? વિશ્વમાં એવો કયો રસ છે કે જેનું વર્ષો સુધી કેટલાય જન્મોમાં ઉપભોગ કર્યા પછી પણ જીવાત્માને તૃપ્તિ થઈ હોય? તમે લોકોએ જન્મથી લઈને આજ સુધી શું ઓછા રસોનો અનુભવ કર્યો છે? શું તૃપ્ત થઈ ગયા? મળી ગઈ તૃપ્તિ? નહીંને? તો પછી વૈષયિક રસોમાંથી તૃપ્તિ પામવાની ઇચ્છા છોડી દો. આત્મગુણોમાં.. સત્ ચિત્ આનંદની મસ્તીનો અનુભવ કરો. જ્ઞાનસારમાં કહ્યું છે કેया शान्तैकरसास्वादाद् भवेत् तृप्तिरतीन्द्रिया ।। सा न जिह्वेन्द्रिय द्वारा षड्रसास्वादनादपि ॥ શાન્તરસના અદ્વિતીય અનુભવથી આત્માને જે અતીન્દ્રિય - અગોચર તૃપ્તિ થાય છે, એ જીભના માધ્યમથી પÇરસ ભોજનથી પણ મળતી નથી. . અહીં પરસજન્ય તૃપ્તિ ઉપમા છે અને જ્ઞાનતૃપ્તિ ઉપમેય છે. “શાન્તરસનું વર્ણન કરતી વખતે સાહિત્ય દર્પણ'માં કહ્યું છે? न यत्र दुःखं न सुखं न चिन्ता, न रागद्वेषो न च काचिदिच्छा । रसः सः शान्तः कथितो मुनीन्दः, सर्वेषु भावेषु समप्रमाणः ॥ આ શ્લોકનો અર્થ સાંભળી એ શાન્તરસ કહેવાય છે કે જ્યાં ઈષ્ટ વિયોગનું દુખ હોતું નથી. ઈષ્ટ સંયોગનું સુખ હોતું નથી. ન કોઈ ચિંતા હોય છે, ન તો કોઈ પુદ્ગલ-વિશેષ પ્રત્યે રાગદ્વેષ હોય છે. ન તો કોઈ ઇચ્છાઓ-અપેક્ષાઓ કે કોઈ અભિલાષાઓ હોય છે ને મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. જગતના તમામ ભાવો પ્રત્યે સમદ્રુષ્ટિ હોય છે. પુરુષાર્થ વગર પોતાની મેળે શાન્તરસ ઉત્પન્ન થતો નથી. એને માટે સોળ ભાવનાઓનું સતત ચિંતન-મનન કરવું પડશે. વિશ્વના ભૌતિક પદાર્થોની નિસારતા, નિર્ગુણતાનો ખ્યાલ મનમાં વૃઢ બનાવવો પડશે. એને માટે એટલે કે શાન્તરસના ઉદ્દીપન માટે જ્યાં યોગી-મુનિજનોનાં પુણ્ય સાનિધ્યો હોય, ત્યાં રહેવું પડશે. એકાદ પવિત્ર, શાન્ત અને સાદા આશ્રમનું સ્થાન હોય, કોઈ રમ્ય-પવિત્ર [૩૩ર શાન્તસુધારસઃ ભાગ ૩] Page #347 -------------------------------------------------------------------------- ________________ તીર્થ હોય. જ્યાં ચારેકોરથી હરીભરી લીલીછમ લીલોતરી હોય, જ્યાં કલકલ નાદ સાથે શીતળ ઝરણાં નિરંતર વહેતાં હોય, જ્યાં મુનિ-શ્રમણોની શાસ્ત્રાધ્યયન ધૂની રમતી હોય, નિકટની પર્વતમાળા પર સ્થિત મનોહર મંદિર હોય, એની ઉપર દેદીપ્યમાન કલશ હોય અને ધર્મધ્વજ ગગનમાં લહેરાતો હોય, મધુર ઘંટનાદથી આસપાસનું વાતાવરણ આનંદમય હોય. આવા મનોહર વાતાવરણમાં શાન્તરસ ઉત્પન્ન થાય છે. એનો ભરપૂર આસ્વાદલેનારા મહાત્મા પરિતૃપ્તિનો અનુભવ કરે છે. પરસનું ભોજન આ શાન્તરસની તુલનામાં નીરસ અને સ્વાદહીન લાગે છે. જીભથી એવા શાન્તરસનો અનુભવ કેવી રીતે શક્ય બને? સપનાની જેમ સંસારમાં તૃપ્તિઃ સંસારમાં તમે લોકો વિવિધ પ્રકારની તૃપ્તિનો અનુભવ કરો છો ને? વૈષયિક સુખોમાં તમને તૃપ્તિનો ઓડકાર આવે છે ને? પરંતુ તમે સારી રીતે સમજી લો કે વૈષયિક તૃપ્તિ અસાર છે, મિથ્યા છે, સ્વપ્નવત્ છે. સ્વપ્નમાં પડ્રરસ ભરપૂર મિષ્ટાન્નનું ભરપેટ ભોજન કરી લીધું, મધુર શરબતનું પાન પણ કરી લીધું, ઉપરથી તાંબુલ-પાન પણ આરોગી લીધું, બસ તૃપ્ત થઈ ગયા! પરંતુ સ્વપ્ન પૂર્ણ થતાં જ, નિદ્રાત્યાગ કરતાં જ તૃપ્તિનો ખ્યાલ જ નથી આવતો! 'વાસ્તવિક તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન દૂર થતાં અનુભવાય છે અને એ તૃપ્તિ આત્મવીર્યને પુષ્ટ કરનારી હોય છે. સંસારમાં તો મનુષ્ય સુરા, સુંદરી અને સ્વર્ણના સ્વપ્નલોકમાં જવિચરે છે અને એમાં જતૃપ્તિ પામવાની ભૂલ કરે છે. પરમ તૃપ્તિથી તે કોશો દૂર ચાલે છે. એનાથી ક્ષણિક મનોરંજન અને મોજ-મસ્તીનો અનુભવ થશે; પરંતુ પાછળથી અકથ્ય વેદના, અસહ્ય યાતના, દીનતા, હીનતા અને ઉદાસીનતા એના જીવનમાં છવાઈ જાય છે. તે સદાને માટે બેચેન, ઉદ્વિગ્ન બનીને અશાંતિના ગહન સાગરમાં ડૂબી જાય છે. જો અશાન્તિના ગહન સાગરમાં ડૂબવું ન હોય તો નિભ્રન્તિ બનો. નિત્તિને પરમ તૃપ્તિઃ ભ્રમજાળ ફાટશે અને ભ્રાન્તિ દૂર થશે ત્યારે વાસ્તવિક તૃપ્તિનો માર્ગ સરળ બનશે. મિથ્યા તૃપ્તિનું અનાદિ આકર્ષણ દૂર થશે. આ રીતે આત્મા નિભૃત્ત થતાં જ સમકિતની દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થશે. એનાથી આત્મા મહાત્મા અને પરમાત્માના મનોરમ સ્વરૂપનું દર્શન કરશે અને ત્યારે જ આત્મા આત્મગુણોનો અનુભવ કરશે. આત્માનું વીર્ય પુષ્ટ થશે અને પરમ તૃપ્તિનો માર્ગ મળી જશે. અધ્યાત્મમાર્ગના યોગી શ્રીમદ્ દેવચંદ્રજીએ નિર્ભાન્તિ બનીને આત્માનુભવની પરમ તૃપ્તિ પામવા માટે ત્રણ ઉપાયો કહ્યા છે - | ઉપસંહાર ૩૩૩] * * * Page #348 -------------------------------------------------------------------------- ________________ ગુરુચરણનું શરણ, – જિનવચનનું શ્રવણ, = સમ્યક્ તત્ત્વનું ગ્રહણ. આ શરણ, શ્રવણ અને ગ્રહણમાં જેટલો પુરુષાર્થ થશે, એટલો જ જીવાત્મા અનાદિ ભ્રાન્તિથી મુક્ત થશે; આત્મતત્ત્વ સાથે પ્રીતિવાળો બનશે. અનુત્તર ધર્મશ્રદ્ધા જાગૃત થશે. અનન્તાનુબંધી કષાયોનો ક્ષયોપમ થશે. કર્મબંધ ગાઢ નહીં બને. પરમ તૃપ્તિની પ્રાપ્તિ માટે મિથ્યા તૃપ્તિનું અભિમાન છોડવું પડશે. વાત સમજો છો ને ? સમજવું ખૂબ જરૂરી છે. અન્યથા વૈયિક સુખોમાં જ તૃપ્તિ પામવાનો મિથ્યા પ્રયત્ન કરતાં કરતાં જીવન સમાપ્ત થઈ જશે અને આત્મા દુર્ગતિમાં ચાલ્યો જશે. માટે કંઈક ગંભીરતાથી વિચારો, સમજો અને જીવનને બદલી. નાખો. પુદ્ગલોથી પુદ્ગલ તૃપ્ત - આત્મા નહીં : આ વિષયમાં એક વાસ્તવિક પરંતુ ગૂઢચિંતન ‘જ્ઞાનસારમાં બતાવવામાં આવ્યું છે. પુદ્ગલોના માધ્યમથી પુદ્ગલોના ઉપચયરૂપ પુદ્ગલતૃપ્તિ કરે છે. આત્માના ગુણોથી આત્મા તૃપ્ત થાય છે, એટલા માટે સમ્યગ્ જ્ઞાની પુરુષ પુદ્ગલોની તૃપ્તિને આત્માની તૃપ્તિ નથી માનતો, એ વિચારે છે. “મધુર શબ્દ, રૂપ, રંગ, રસ, ગંધ અને સ્પર્શ ગમે તેટલાં સુખદ, માદક, મોહક અને પ્રિય કેમ ન હોય; પરંતુ તે છે તો જડ જ. એના ઉપયોગથી મારા જ્ઞાન-દર્શનચારિત્રમય આત્માની પરમ તૃપ્તિ થઈ ન શકે, તો પછી એ શબ્દાદિના પરિભોગનો અર્થ જ શો છે ? આવી કાલ્પનિક - મિથ્યા તૃપ્તિની પાછળ પાગલ બનીને હું મારા આત્માની દુર્દશા શા માટે કરું ? એને બદલે હું પોતાની આત્મતૃપ્તિ માટે પુરુષાર્થ કરીશ.’ - આ છે જ્ઞાની પુરુષનું ચિંતન ! આ ચિંતનને જીવનમાં અપનાવીને જડ પદાર્થોની આસક્તિ - પ્રીતિ તોડવાનો ઉદ્યમ કરો. પરમબ્રહ્મની તૃપ્તિ - લોકો નથી જાણતા ઃ પરમ વિશુદ્ધ આત્મસ્વરૂપની રમણતામાં જે તૃપ્તિ થશે, એ પામર જીવો માટે અજ્ઞાત જ હશે. એ તૃપ્તિની કલ્પના સુદ્ધાં તેઓ ન કરી શકે. સંસાર રસિક જીવો તો અનન્ત આશા, અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષાને પોતાના હૃદયમાં ભરીને સંસારમાં ભટકતા રહે છે. એમનાં મન ચંચળ હોય છે અને ઇન્દ્રિયો વિષયાસક્ત હોય છે. એ અગમ-અગોચર આત્મતૃપ્તિની કલ્પના પણ કરી શકતા નથી. તેઓ તો પુદ્ગલોના પરિભોગમાં જ તૃપ્તિ માને છે. ભલેને અતૃપ્તિની જ્વાળા પ્રજ્વલિત રહે... અને એમાં એઓ બળતા રહે. પરંતુ એમની તૃપ્તિની કલ્પના બદલાતી નથી. ૩૩૪ શાન્તસુધારસ : ભાગ ૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ એક જ્ઞાની પુરુષે કહ્યું છે : “જે પુદ્ગલ પરિભોગમાં તૃપ્તિ માને છે, એમને વિષયતરંગરૂપ ઝેરનો ઓડકાર આવે છે અને જે જ્ઞાનતૃપ્ત હોય છે, એમને ધ્યાનામૃતનો ઓડકાર આવે છે.' વિચારજો થોડુંક, તમને કેવો ઓડકાર આવે છે ? તૃપ્ત સુખી - અતૃપ્ત દુઃખી सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरंजनः ॥ ( ज्ञानसार ) દેવરાજ ઇન્દ્ર હોય કે ઉપેન્દ્ર હોય, પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સદૈવ અતૃપ્ત હોય છે તેઓ દુઃખી હોય છે, પરંતુ જે જ્ઞાનતૃપ્ત હોય છે, નિરંજન હોય છે, એ સાધુશ્રમણ સર્વદા સુખી હોય છે. તમે લોકો કહેશો - ‘અમે પાપકર્મના ઉદયથી દુઃખી છીએ.’ ના, તમને તૃપ્તિ નથી, સંતોષ નથી એટલા માટે તમે દુઃખી છો. તમે બતાવો, કયા વિષયમાં તમને સંતોષ છે ? તૃપ્તિ છે ? પ્રાપ્તિમાં સંતોષ નહીં, પરિભોગમાં સંતોષ નહીં, એટલા માટે તમે દુઃખી છો. જે માણસ ભલે સાધુ હોય કે સંસારી હોય, પણ આત્મગુણોમાં સંતુષ્ટ ન હોય તો તે દુઃખી હોય છે. એ દુઃખી રહે જ છે. ભાવનાઓથી રાગદ્વેષ નષ્ટ થાય છે ઃ અતૃપ્ત મનુષ્ય રાગી-દ્વેષી હોય જ છે. ઇષ્ટ - પ્રિયની પ્રાપ્તિ થતા રાગ અને ઇષ્ટ - પ્રિયનો વિયોગ થતા દ્વેષ ! આનાથી જીવાત્મા સદૈવ વ્યાકુળ જ રહે છે. વાસ્તવમાં ભાવનાઓથી ભાવિત આત્મા તો પોતાના શરીર ઉપર પણ રાગ કરતો નથી અને શત્રુ પ્રત્યે દ્વેષ કરતો નથી. स्वशरीरेऽपि न रज्जति, शत्रावपि न प्रदोषमुपयाति । રોાખરા-મરળ-ભીવ્યથિતો થઃ સો નિત્યસુરી ।। ન એને રોગનો ભય હોય છે કે ન વૃદ્ધાવસ્થાનો ભય હોય છે, ન તો એ મોતથી ગભરાય છે. એ વ્યથિત-ત્રસ્ત થતો નથી. એ સદૈવ સુખી... સદૈવ પ્રસન્ન રહે છે. ભાવનાઓનો આ પ્રભાવ હોય છે. તમે લોકો ભાવનાઓની ઉપેક્ષા ન કરો. ભાવનાઓનું ચિંતન-મનન કરતા રહો. જો અમે સાધુઓ પણ ભાવનાઓ ભાવીએ નહીં તો શરીરનો રાગ અને શત્રુ પ્રત્યે દ્વેષ થઈ જશે. અમને પણ રોગ, જરા અને મૃત્યુનો ભય વ્યથિત કરશે જ. અમે પણ જો પરમ તૃપ્તિનું લક્ષ્ય બનાવીને વર્તમાનમાં સંતોષથી નહીં જીવીએ તો અમારી પણ બેહાલ દશા થઈ શકે છે. ભાવનાઓથી સર્વસમૃદ્ધિની પ્રાપ્તિ ઃ જેમ જેમ ભાવનાઓ આત્મસાત્ થતી જશે તેમ તેમ ભીતરમાં તમને ઉપસંહાર ૩૩૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ સર્વસમૃદ્ધિનાં દર્શન થતાં જશે! બહાર સમૃદ્ધિ સંપત્તિ શોધવાનો પ્રયત્ન બંધ કરી છે. સમગ્ર સમૃદ્ધિ તો અંદર જ પડી છે. સૌથી પ્રથમ તો તમે ઇન્દ્રની સમૃદ્ધિ તમારી અંદર જુઓ. સમાધિરૂપ નંદનવન છે. પૈયરૂપ વજ છે. સમતારૂપી ઈન્દ્રાણી છે અને સ્વસ્વરૂપ બોધરૂપ દેવ વિમાન ઈન્દ્રની સમૃદ્ધિ અંદર છેઃ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના મિલનસ્વરૂપ સમાધિના નંદનવનમાં તમારે સદેવ વિશ્રામ કરવાનો છે. અતિ દુર્ગમ પર્વતમાળાઓને ક્ષણમાં ચૂર્ણ કરી દે એવું શક્તિશાળી વજ છે તમારી પાસે ! તમે નિર્ભય રહો. ઘેર્યરૂપ વજ તમે સદાય તમારી પાસે રાખો. કોઈ પણ ઉપસર્ગ-પરીષહ આવે તો તમે ધૈર્યવજથી એને પરાસ્ત કરતા જાઓ. સ્વસ્વરૂપ બોધરૂપ વિમાનમાં તમે સ્વસ્થ રહો. તમારી પાસે સમતા-ઇન્દ્રાણી છે. તમને એકલતા નહીં લાગે. આ ઈન્દ્રાણી સુયોગ્ય, રૂપસંપન્ન અને નવયૌવના છે. આ ઈન્દ્રાણીને હાથે તમે અમૃતપાન કરતા રહેજો અને એના પરમ સૌન્દર્યનો ઉપભોગ કરતા રહેજો. એના સંગમાં તમારું મન સદા સર્વદા પ્રેમની મસ્તીમાં રહેશે. હા, ઈન્દ્રાણીથી ક્ષણ પણ જુદા પડવાનું નથી. કહો. તમારી પાસે વિશ્વની શ્રેષ્ઠ સમૃદ્ધિ-સંપત્તિ, ઉચ્ચતમ વૈભવ અને અમોઘ શક્તિ છે ને? શક્તિ, સંપત્તિ અને સમૃદ્ધિની આ ઓળખાણ છે. એ તમારી અંદર જ છે ને? એને બહાર શોધવાની જરૂર નથી. તમે ચક્રવર્તી છો? તમે તમારી અંદર જુઓ, ચક્રવર્તીનો વૈભવ છે અંદર. તમારી પાસે ચર્મરત્ન છે, સમ્યક ક્રિયાનું ચર્મરત્ન છે. તમારી પાસે છત્રરત્ન છે, સમ્યગુ જ્ઞાનનું છત્રરત્ન છે. ભાવનાઓથી ભાવિત અંતરાત્મા એ વિચારે છે કે હું ચક્રવર્તી છું. મારી પાસે. ચર્મરત્ન છે, છત્રરત્ન છે, પછી ભલેને મોહરૂપી મ્લેચ્છ મિથ્યાત્વનું દૈન્યદળ મોકલે. ભલેને કુવાસનાઓનાં તીર છોડે, મારો એક વાળ પણ વાંકો થવાનો નથી. મોહમ્લેચ્છ મારી ઉપર વિજય પામી શકે તેમ નથી. હું એની ઉપર વિજય પામીશ.' ભાવનાઓથી ભાવિત આત્મા ક્રિયા અને જ્ઞાનમાં પરિણતિ પ્રાપ્ત કરે છે. મનવચન-કાયાના યોગોને ચારિત્રની ક્રિયાઓમાં જોડે છે. જ્ઞાન-અવબોધનો અખંડ ઉપયોગ રાખે છે. [ ૩૩૬ જાને તો શાન્તસુધારસ : ભાગ ૩| Page #351 -------------------------------------------------------------------------- ________________ તમે નાગલોકના સ્વામી છો? મુનિરાજ! આપ નાગલોકના સ્વામી છો. આપ આપની અંદર જુઓ. બહ્મચર્યનો અમૃતકુંડ આપનું નિવાસસ્થાન છે. ક્ષમારૂપ પૃથ્વીને આપે આપની ઉપર ધારણ કરી છે. તે આપને સહારે જ ટકી છે. વાસ્તવમાં આપ નાગેન્દ્ર છો. બ્રહ્મચર્યના અમૃતકુંડમાં આપ કેવો અપૂર્વ આહલાદ અનુભવી રહ્યા છો? આ આહૂલાદનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. અને આપે ક્ષમરૂપ પૃથ્વીને આપની ઉપર રાખી છે. ક્ષમા ! સહનશીલતા! વાસ્તવમાં એનું વર્ણન કરી શકાય તેમ નથી. ક્ષમા અને સહનશીલતાથી મુક્તિ મોક્ષ પામી શકાય છે. . | બ્રહ્મચર્ય અને ક્ષમાને કારણે આપ શેષનાગ છો, નાગેન્દ્ર છો ! આ છે આપનો આંતર વૈભવ! તમે મહાદેવ - શંકર છો? આ તમામ વાતો અંદરની દુનિયાની છે. તમે અંતરાત્મા બનીને તમારી અંદર જોશો તો તમામ સમૃદ્ધિ જોઈ શકાશે. જુઓ - પ આપ અધ્યાત્મરૂપી કૈલાસ પર્વત ઉપર અધિષ્ઠિત છો. : વિવેકરૂપી વૃષભ ઉપર તમે આરુઢ છો. પ તમારી બંને બાજુએ ગંગા અને પાર્વતી બેઠેલી છે. ચારિત્રકલા ગંગા છે અને જ્ઞાનકલા પાર્વતી છે. તમે મહાદેવ - શંકર છો. કહો, સમૃદ્ધિમાં કોઈ કસર છે? આવાસ માટે ઉત્તુંગ પર્વત, વાહન સ્વરૂપે બલિષ્ઠ વૃષભ અને ગંગાગૌરી જેવી પ્રિયતમાઓ. અધ્યાત્મનો પર્વત સાચે જ દિવ્ય અને ભવ્ય છે. વિવેકરૂપ વૃષભ પણ શ્રેષ્ઠ વાહન છે. સત્-અસત, દેય-ઉપાદેય, શુભઅશુભનો વિવેક તમારી પાસે છે. ભાવનાઓથી ભાવિત આત્મા અધ્યાત્મને જ પોતાનો નિવાસ માને છે. જ્યારે જ્યારે બહાર જવાનો પ્રસંગ આવે ત્યારે વિવેકારુઢ થઈને જ જવાનું છે. જ્ઞાન અને ચારિત્રની સાથે જ જવાનું છે. શંકર મહારાજ! આપ આપનું વૈરાગ્ય ડમરું બજાવી-બજાવીને રાગદ્વેષથી ભરેલી આ દુનિયાને જગાડતા રહો. તમે શ્રીકૃષ્ણ છોઃ હવે તમે તમારી અંદર જુઓ. તમને ખ્યાલ આવશે કે તમે શ્રીકૃષ્ણ છો ! સૂર્ય [ ઉપસંહાર | |૩૩૭] ૩૩૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ અને ચંદ્ર જેની બે આંખો છે, જેમણે નરકાસુરનો વધ કર્યો છે અને અમાપ સાગરમાં નિમગ્ન રહો છો. ॥ યોગી ! આપની બે આંખો છે - જ્ઞાન અને દર્શન. આ ચંદ્ર અને સૂર્ય સમાન જ તેજસ્વી છે અને વિશ્વપ્રકાશક છે. યોગી ! તમે નરકગતિનો ઉચ્છેદ કર્યો છે ને ? નરકાસુરનો અર્થ નરકગતિ ! ચારિત્રના અમોઘ શસ્ત્રથી તમે નકગતિનો વિચ્છેદ કર્યો છે. અને તમે આત્મસુખના સમુદ્રમાં સૂતેલા છો. આધ્યાત્મિક સુખના મહોદધિમાં યોગી મસ્ત બનીને શયન કરે છે. આ રીતે ભાવના યોગીએ અક્ષય, અભય અને સ્વાધીન સમૃદ્ધિનું દર્શન કરવાનું છે. ભાવના યોગી બ્રહ્મા છે ઃ હવે તમે તમારી અંદરની નવી સમૃદ્ધિનાં દર્શન કરો. તમારી અંદર બ્રહ્માની સમૃદ્ધિ કરતાં ય વધુ શ્રેષ્ઠ સૃષ્ટિ છે. જે બ્રહ્માની સૃષ્ટિ છે તે માત્ર બાહ્ય જગતરૂપ છે અને બાહ્ય કારણોની અપેક્ષા રાખનારી છે. જ્યારે ભાવના યોગીની અંતરંગ સમૃદ્ધિ-ગુણસૃષ્ટિ અપેક્ષારહિત છે. બ્રહ્માની સૃષ્ટિની તુલનામાં ભાવના યોગીની ગુણસૃષ્ટિ કેટલી ભવ્ય, દિવ્ય અને અલૌકિક છે ! આ સૃષ્ટિમાં સુખ, શાન્તિ, નિર્ભયતા અને વિશાળ સમૃદ્ધિના ભંડાર હોય છે. આનાથી યોગી પૂર્ણરૂપે તૃપ્ત થાય છે. ભાવના યોગીની આ અનુપમ, અલૌકિક, અનંત સુખ-આનંદ અને પૂર્ણરૂપે સ્વાયત્ત ગુણસૃષ્ટિની જરા કલ્પના તો તમે કરજો !? તીર્થંકરની સર્વોત્તમ સમૃદ્ધિ ઃ હવે યોગીપુરુષની શ્રેષ્ઠ અંતરંગ સમૃદ્ધિનું દર્શન કરવાનું છે. જે રીતે ત્રણ પ્રવાહોના સંગમસ્વરૂપ પવિત્ર ગંગા નદી છે, એ જ રીતે ત્રણ રત્નોથી યુક્ત એવું તીર્થંક૨૫૬ સિદ્ધયોગીથી દૂર નથી હોતું. તીર્થંકરત્વ એટલે કે સર્વોત્તમ - શ્રેષ્ઠપદ ! તીર્થંકરત્વની દિવ્યાતિદિવ્ય સમૃદ્ધિ હોય છે. સમવસરણની અદ્ભુત રચના, અષ્ટ મહાપ્રાતિહારીની શોભા, વાણીના પાંત્રીસ ગુણ અને ચોત્રીસ અતિશયો ! વીતરાગ દશા અને સર્વજ્ઞતા ! ચરાચર વિશ્વને જોવું અને જાણવું ! શત્રુમિત્ર પ્રત્યે સમવૃષ્ટિ ! ધર્મોપદેશ દ્વારા વિશ્વને સુખશાન્તિનો સાચો માર્ગ બતાવવો. સર્વ પ્રકારે શ્રેષ્ઠ-સર્વોત્તમ સમૃદ્ધિમાં તીર્થંક૨૫દને સર્વોત્તમ માનવામાં આવે છે. ભાવના યોગીની અંદર સમૃદ્ધિ ભરી પડી હોય છે. ભાવના અને આરાધના દ્વારા શાન્તસુધારસ : ભાગ ૩ ૩૩૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધિ પ્રકટ થાય છે. પરંતુ શરત એક જ છે - ભાવના યોગી બનવાની ! દુઃખ, ત્રાસ અને સંકટોથી ભરેલી દુનિયાને ઉગારવાની ઉચ્ચતમ ભાવના હોવી જોઈએ. નિર્મળ બુદ્ધિથી ભાવનાઓનું શરણું લો : ગ્રંથકાર ઉપસંહાર પૂર્ણ કરતાં કહે છે - “વિનય ! શુવિધિયો માવનાસ્તા: શ્રવઘ્નમ્ ।" હે વિનય ! વિનયયુક્ત નિર્મળ બુદ્ધિવાળા બનીને ભાવનાઓનું શરણું લઈ લે. શરણ લેવું એટલે કે ૧૬ ભાવનાઓને અનુરૂપ પોતાનું વિચારતંત્ર વ્યવસ્થિત કરવું. ૧૬ ભાવનાઓથી અતિરિક્ત બીજો કોઈ વિચાર ન કરવો. મનમાં બીજા વિચારોને પ્રવેશવા જ ન દેવા. આ રીતે આજે ઉપસંહારનું પ્રવચન પૂર્ણ કરું છું. મારી આ ભાવના છે કે ઘેરઘેર દરેક વ્યક્તિ આ ભાવનાઓનું ચિંતન કરે અને પોતાના મનને શાન્તિપૂર્ણ - પ્રશાન્ત અને પ્રસન્ન બનાવીને મોક્ષમાર્ગ પર ગતિશીલ બને અને એક દિવસે પરમ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે. પ્રશસ્તિ ઃ (પથ્યા છન્દ) श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ । श्रीसोमविजयवाचक-वाचकवरकीर्तिविजयाख्यौ ॥ १ ॥ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના બે શિષ્યો હતા કે જેઓ બંને સગા ભાઈઓ હતા. તેમના નામ હતા શ્રી સોમવિજયવાચક અને વાચકવર કીર્તિવિજયજી. (ગીતિ છન્દ) तत्र च कीर्तिविजयवाचक शिष्योपाध्यायविनयविजयेन । 'शान्तसुधारस नामा संदृष्टो भावनाप्रबन्धोऽयम् ॥ २ ॥ વાચકવર શ્રી કીર્તિવિજયજીના શિષ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ ‘શાંતસુધારસ’ નામના આ ભાવના-પ્રબંધ ગ્રંથની રચના કરી છે. (ગીતિ છન્દ) शिखिनयन सिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रसादतो यत्नः एष सफलोऽभूत् ॥ ३ ॥ વિક્રમ સંવત ૧૭૨૩માં ગંધપુર (ગાન્ધાર) નગરમાં હર્ષિત હૃદયથી થયેલો આ પ્રયત્ન તત્કાલીન જૈનાચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીની કૃપાથી સફળ થયો. ઉપસંહાર ૩૩૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ (ઉપજાતિ છન્દ) यथा विधुः षोडशभिः कलाभिः संपूर्णतामेत्य जगत् पुनीते । ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समत्रैः शिवमातनोतु ॥ ४ ॥ જેમ ચંદ્ર સોળ કળાઓવાળો બનીને પુરબહારમાં ખીલે છે અને સૃષ્ટિને આનંદથી ભરી દે છે, એ રીતે સોળ વિભાગોમાં વિભક્ત આ ગ્રંથ પણ સર્વનું કલ્યાણ કરનારો બને. (ઇન્દ્રવજા છન્દ) यावज्जगत्येष सहस्रभानुः पीयूषभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदं ज्योति, स्फुरद्वाङ्मयमातनोतु ॥ ५ ॥ જ્યાં સુધી આ વિશ્વમાં સૂર્ય અને ચંદ્ર ઉદિત થાય છે, ત્યાં સુધી આ પ્રકાશવંત શાસ્ત્રજ્યોતિ (શાન્તસુધારસ) સત્પુરુષોને પ્રસાદ-પ્રસન્નતા આપતો રહેશે અને મનઃસ્થિરતાનો માર્ગ બતાવતો રહેશે. સંપૂર્ણ. ૩૪૦ શાન્તસુધારસ : ભાગ ૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ तकचंद महेता निर्मित पक्राशन ट्रस्टभ GUT TITUTI સર્જનના 'માઈલસ્ટન [ઉપલબ્ધ સાહિત્ય] • ધમ્મ શરણં પવન્જામિ - ૧-૨-૩-૪ • પ્રશમરતિ (સંપૂર્ણ) • સમરાદિત્ય મહાકથા ભા. ૧-૨-૩ • જૈન રામાયણ ભા. ૧-૨-૩ • પર્વ પ્રવચનમાળા. મારગ સાચો કોન બતાવે • પ્રીત કિયે દુઃખ હોય • પાંપણે બાંધ્યું પાણિયારું ૦ નીલ ગગનનાં પંખેરું વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) • તારા દુઃખને ખંખેરી નાંખ • સર્વજ્ઞ જેવા સૂરિદેવા • શાંત સુધારસ (અનુવાદ) • વિચારપંખી. જેનધર્મ દોસ્તી સંદ્ધાની સામ • વાર્તાદીપ • અંજના ન ાિતે • રીસાયેલો રાજકુમાર • જિન દર્શન • લપાંદડી માંગલિક • સુવાસ સેટ (૩ પુસ્તકો) પ્રાર્થના • ગુણવૈભવ • વ્રત ધરે ભવ તરે શ્રાવક જીવન ભા. ૧-૨-૩-૪ • જ્ઞાનસાર • શોધ પ્રતિશોધ • સંયમ સાધના • શાંત સુધારસ (પ્રવચનો) • સ્વાધ્યાય • પીઓ અનુભવ રસ પ્યાલા છે મનને બચાવો Jain Ramayana - 1-2-3 • The Way of Life - 1-2-3-4 Guidelines of Jainism A Code of Conduct Treasure of Mind Science of Children - 1-2-3 (Atma-Karma-Dharma) Bury Your Worry Rising Sun Story Story • અરિહંત (હિન્દી માસિક પત્ર) • અન્ય હિન્દી સાહિત્ય Page #356 -------------------------------------------------------------------------- ________________ છારીના , sidly