________________
ગુણોની પ્રશંસા કરતા રહોઃ
સારાં કાર્યો કરનારાઓની પ્રશંસા કરવી જ જોઈએ. કોઈના સારા ગુણોની, સારાં કાર્યોની, સાચી સિદ્ધિની પ્રશંસા કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિને અન્યાય કરે છે, સાથે સાથે તે પોતાની જાતને પણ અન્યાય કરે છે. કોઈમાં પણ અનન્ય, અપૂર્વયા અસાધારણ તત્ત્વ જોતાં તમે વહી જાઓ. પ્રશંસા કરો. જો કશું પણ સુંદર પ્રકટ થાય તો તેનો સ્વીકાર-સન્માન કરવું જોઈએ. કોઈની સારપ, ગુણવૈભવ, સુખશાન્તિ જોઈને તમારો આનંદ ઉદધિ ઊછળતો હોય તો ઊછળવા છે અને એ વ્યક્ત કરીને કોઈના આનંદને વધવા દો.
મનનાં પ્રપંચોની પાર જઈને જે હૃદયને અનુમોદના કરવા દઈએ તો ગુણોનો ગુણાકાર થતો રહેશે. કદીય બીજાંનો ગુણવૈભવયા સુખવૈભવ જોઈને બળવું નહીં નહીંતર તમે અંધકારમાં ભટકાઈ પડશો.
કોઈ પણ હોય, તેના સારા કાર્યોની, નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરવી જ જોઈએ. એને ધન્યવાદ આપવા જ જોઈએ. જો ધન્યવાદ ન આપીએ તો આપણે કતબ કહેવાઈશું. અલબત્ત, બધા લોકો સરખા નથી હોતા, કેટલાક લોકો જોધપુરી પથ્થર જેવા હોય છે. તે કદી કોઈની સામે પોતાનું મન ખોલતા જ નથી. કદીય પોતાની પસંદગી-નાપસંદગી બતાવતા નથી કે નથી કદી કોઈનીય પ્રશંસા કરતા. આવા લોકો કદરદાનીની મહત્તા સમજતા નથી.
આ રીતે સંસારમાં એવા પણ લોકો હોય છે કે જેઓ સરળ અને ગુણાનુરાગી હોય છે. તેઓ કોઈમાં પણ કશુંક સારું જુએ છે, તો પોતાની ખુશીની ભાવના વ્યક્ત પણ કરે છે. આવા ગુણગ્રાહી સજજન હંસની જેમ દૂધ-પાણી અલગ કરીને દૂધની ધારામાં વહી જાય છે. વચનોમાં દરિદ્ર ન બનો. પ્રિય અને વાસ્તવિક વચને બોલતા રહો. જેને ભવરાગ નથી એની પ્રશંસા કરોઃ
જે વ્યક્તિમાં સંસાર અને સંસારનાં ભૌતિક સુખ-સાધનો પ્રત્યે રાગ ન હોય, આસક્તિ ન હોય, એવા લોકો ભલેને ગમે તે ધર્મના હોય તેમની પ્રશંસા કરવી જોઈએ - અનુમોદના કરવી જોઈએ.
આપણા ધર્મમાં સુવ્રત શ્રેષ્ઠીની વાત આવે છે તેવી કેટલાક અંશોમાં મળતી આ વાત છે - અંગ્રેજ કવિ “જેરેમી ટેલરની. તે મહાન કવિ અને લેખક તો હતા જ, સાથે સાથે તે સંતપુરુષ હતા. - એક વાર ટેલરના ઘરમાં ચોરી થઈ ગઈ. ચોર બધું જ લઈ ગયા. સવારે ખબર પડતાં જ એમના મિત્રો-શુભેચ્છકો તેમને ઘેર આવ્યા. તે બધાંએ ટેલરને આશ્વાસન [૧૮૪| O
| શાન્તસુધારસ ભાગ ૩]