________________
રહ્યાં હતાં. સાગરદત્ત આ બધું જોઈ રહ્યો હતો. ત્યાં બે પૂજારીઓ આવ્યા. તેમણે ઘીના બે ઘડા ઉપાડ્યા, ત્યાં ઘડાઓની નીચે નાના નાના જીવ દેખાયા. પૂજારીઓ એ જીવોને મારવા લાગ્યા. સાગરદતનું હૃદયદ્રવિત થઈ ગયું. તેણે કહ્યું “અરે, તમે લોકો શું કરી રહ્યા છો ? જીવોને ન મારો.”
પૂજારીએ કહ્યું: ‘તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ.' પૂજારીએ જ્યારે આવો ઉદ્ધત જવાબ આપ્યો ત્યારે સાગરદત્તે કહ્યું: ‘આ મંદિર છે. મંદિરમાં જીવહિંસા ન થવી જોઈએ. તમે લોકો નિદૉષ જીવોને ન મારો, એ મોટું પાપ છે. પૂજારીએ કહ્યુંઃ પાપપુણ્ય અમે સમજીએ છીએ. અમને સમજાવવાની જરૂર નથી.’ હવે સાગરદનને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું તમે કહેવા શું માગો છો? હું અહીં મંદિરમાં જીવહિંસા થવા નહીં દઉં.' વિવાદ અને સમસ્યાઃ
પૂજારીઓ ભેગા થઈ ગયા. બરાડા પાડવા લાગ્યા, “આ મંદિર તારું નથી. તારું મંદિર તો જિનમંદિર છે. આ મંદિર અમારું છે, નીકળી જા અહીંથી...' સાગરદત્તે પણ જોરમાં આવીને કહ્યું હું જીવહિંસા નહીં થવા દઉં અને આ મંદિરમાંથી જઈશ પણ નહીં. પૂજારી બોલ્યો તે તો ધર્મભ્રષ્ટ છે, પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મનો સ્વીકાર કર્યો છે. હવે આ મંદિરમાં તારો કોઈ અધિકાર નથી.”
પૂજારીવર્ગ સાથે શૈવધર્મના બીજા લોકો પણ ભળ્યા અને સાગરદનને ગાળો બોલવા લાગ્યા. સાગરદત્તને ધક્કા મારવા લાગ્યા અને એને ઘસડીને મંદિરની બહાર કાઢ્યો.
સાગરદન પોતાને ઘેર આવ્યો. એના મનમાં પ્રશ્ન ઊભો થયો - કુલપરંપરાગત શિવધર્મ સાચો યા અહિંસાપ્રધાન જૈનધર્મ સાચો? એનું મન શંકા-કુશંકાઓથી ઘેરાઈ ગયું. તેણે પોતાની હવેલીમાંથી બહાર જવાનું છોડી દીધું. મિત્ર જિનધર્મને મળવાનું છોડી દીધું. એ આર્તધ્યાન કરવા લાગ્યો. એનો શ્રદ્ધાભાવવિચલિત થઈ ગયો. શૈવમંદિરમાં એનું જે ઘોર અપમાન થયું હતું, એનાથી તે અતિ બેચેન અને સંતપ્ત થઈ ગયો હતો. અસ્વસ્થ બની ગયો હતો. એક દિવસે એનું મોત થઈ ગયું. જિનધર્મ સાગરદત્તના મોતના સમાચારથી ખૂબ રડ્યો.' સાગરદાનો જીવ - રાજાનો અશ્વઃ
ભગવાન મુનિસુવ્રતે રાજ તિશત્રુને કહ્યું: “રાજ ! સાગરદર મરીને પશુયોનિમાં ગયો, પશુયોનિમાં એણે અનેક જન્મ-મૃત્યુ પ્રાપ્ત કર્યો એ સાગરદનનો જીવ જ તારો અશ્વ હતો.'
[૨૪
૨૪.
શાનસુધારસ ભાગ ૩]