________________
કહ્યું: ‘મિત્ર! જે લોકો શિવમંદિરમાં જતાં હશે. તેઓ જિનમંદિરમાં પણ આવશે. આપણે શ્વેત આરસના પથ્થરનું મંદિર બનાવીશું અને સોનાની નયનરમ્ય મૂતિ બનાવીશું.’ જિનધર્મ હર્ષોલ્લાસપૂર્વક સાંભળી રહ્યો હતો. એણે સાગરદત્તને સાવધાન કરતાં કહ્યું મિત્ર!તારી ભાવના શ્રેષ્ઠ છે, સંકલ્પવૃઢ છે, પરંતુ સાવધાની રાખજે. શૈવમતાવલંબીઓને ખબર પડશે કે સાગરદત્ત જિનમંદિર બનાવડાવે છે, તો એ લોકો તને રોકવા પ્રયત્ન કરશે. તારી નિંદા કરશે. તારા કાર્યમાં વિઘ્ન નાખશે. અવરોધો ઊભા કરશે. એ સમયે તારે ખૂબ વીરતાથી કાર્ય કરવું પડશે.”
સાગરદને કહ્યું 'મિત્ર ! તું મારી સાથે છે પછી મારે ચિંતા કઈ બાબતની? જેને જે બોલવું હોય તે બોલે ! આપણે સાંભળવાનું જ નહીં. જો એ લોકો વધારે પરેશાન કરશે તો કહીશ, “જિનમંદિર જિનધર્મ શ્રેષ્ઠી બનાવી રહ્યા છે. બંને મિત્રો હસી પડ્યા. જિનમંદિરનું નિમણિ પ્રતિષ્ઠા
બીજા દિવસે શિલ્પીઓને બોલાવીને જિનમંદિરના નિમણિની વાત પણ કરી દીધી. શુભ મુહૂર્તમાં કાર્યનો પ્રારંભ પણ કરી દીધો. સાગરદત્તે ઉદારતાથી નિમણ કાર્ય કરાવવાનો પ્રારંભ કરી દીધો. જિનધર્મ શ્રેષ્ઠીએ સંપૂર્ણ સહયોગ આપવાનું શરૂ કર્યું. બે વર્ષમાં ભવ્ય જિનમંદિર તૈયાર થઈ ગયું. ભગવાન શ્રી ઋષભદેવની સુવર્ણમયી, રમણીય પ્રતિમા પણ તૈયાર થઈ ગઈ. સાગરદત્તના હૃદયમાં અપૂર્વ હર્ષોલ્લાસ પણ પ્રકટ થયો. જિનધર્મ શ્રેષ્ઠીના આનંદની પરાકાષ્ઠા થઈ ગઈ! બંને મિત્રો એક બીજાને ભેટી પડ્યા. જિનધર્મે સાગરદત્તના આ ભવ્ય સુકતની ખૂબ જ પ્રશંસા પણ કરી.
પરંતુ શૈવધર્મવાળાઓએ સાગરદત્તની ઘોર નિંદા કરી. જનસંઘે સાગરદત્તનું ભિવ્ય સ્વાગત કર્યું. સુકૃતની ખૂબ જ અનુમોદના કરી. બંને મિત્રો પ્રતિદિન ભગવાન
ઋષભદેવનું પૂજન અર્ચન કરવા લાગ્યા. ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા લાગ્યા.
એક દિવસે શિવમંદિરના પૂજારી સાગરદત્તની હવેલી પર ગયા અને કહ્યું: સાગરદ, કાલે શિવમંદિરમાં પૂજા છે, ઉત્સવ છે, તારું જ બનાવેલું મંદિર છે, તારે આવવું જોઈએ.’
સાગરદને કહ્યું: ઠીક છે, કાલે હું આવીશ અને પૂજામાં સંમિલિત થઈશ.' બીજે દિવસે સાગર શિવમંદિરે ગયો. મંદિરમાં દુર્ગંધ ફેલાયેલી હતી. તે ગર્ભગૃહની પાસે પહોંચ્યો. ત્યાં એક બાજુ ઘીના ભરેલા ઘડા પડ્યા હતા. આસપાસ માટી પણ જામેલી હતી. ક્યાંક-ક્યાંક ઉંદરો પણ દોડતા હતા. અન્ય જીવજંતુઓ પણ ફરી | માધ્યચ્ય ભાવના
[૨૩]