________________
બ્લીસુધારી
પ્રવચન ૭૦
માધ્યસ્થ ભાવના ૨ : સંકલના :
જોર-જુલમથી ધર્મ પળાવી શકાતો નથી. બીજાં પાસે વધારે અપેક્ષાઓ ન રાખો. હૃદયને નિર્લેપ રાખવું જોઈએ. પુદ્ગલોથી હું લિપ્ત નથી થતો. માધ્યસ્થ્ય ભાવના માટે નિઃસ્પૃહતા આવશ્યક. નિઃસ્પૃહ બનવા માટેના કેટલાંક ચિંતન. આચાર્ય બપ્પભટ્ટી અને આમ રાજા. આચાર્ય બપ્પભટ્ટી : વ્યક્તિત્વ. દોસ્તીની દીવાલમાં તિરાડ.
♦ આચાર્યદેવનો ગોપાલગિરિ છોડવાનો નિર્ણય. આચાર્યદેવ ગૌડદેશ તરફ.
બપ્પભટ્ટી ધર્મરાજાની રાજસભામાં.
આમ રાજા દ્વિધામાં.
આમ રાજાની સમસ્યાપૂર્તિ બપ્પભટ્ટી કરે છે. બીજી પાદપૂર્તિ.
બપ્પભટ્ટી ગોપાલગિરિ પાછા ફરે છે.
ઉદાસીનભાવ અમૃત છે.