________________
પ્રિયદર્શના સાધ્વીને ઢેક કુંભાર દ્વારા પ્રતિબોધઃ
શ્રાવસ્તીમાં પ્રિયદર્શના સાધ્વી પોતાની સાધ્વીઓની સાથે ઢંક કુંભારની કાર્યશાળામાં રોકાઈ હતી. ઢેક શ્રાવક હતો, ભગવાન મહાવીરનો પરમ ભક્ત હતો. એ જમાલિની માન્યતા જાણતો હતો. પ્રિયદર્શના જમાલિની અનુયાયિની બની હતી. એ પણ તે જાણતો હતો. તેણે પ્રિયદર્શનાને સાચો સિદ્ધાંત સમજાવવા એક પ્રયોગ કર્યો. એણે પ્રિયદર્શનાની ચાદર ઉપર અગ્નિકણ ફેંક્યો. ચાદર સળગવા લાગી, પ્રિયદર્શના ચિત્કારી ઊઠી, “આર્ય! આ શું કર્યું? મારી ચાદર બાળી નાખી!” કે કહ્યું ચાદર બળી ગઈ નથી; બળી રહી છે. આપનો મત તો બળી ગયેલાને બળી ગયું છે એમ કહે છે. આપ બળી રહેલી ચાદરને બળી ગઈ' શા માટે કહો છો?” - પ્રિયદર્શના ટંકનું લક્ષ્ય સમજી ગઈ અને તે ફરીથી ભગવાન મહાવીરના સંઘમાં ભળી ગઈ. જમાલિએ પોતાનો આગ્રહ ન છોડ્યો. ભગવાન એને ન સમજાવી શક્યા, એટલા માટે એવા જીવો પ્રત્યે ઉદાસીનતા જ હિતકારી છે.
આજે બસ, આટલું જ.
કરી
uધ્યચ્ય ભાવના દિકરા
૨૭૧ |
કરી છે. જો