________________
अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं धर्मोद्योगं कारयेयुः प्रसह्य ? दधुः शुद्धं किन्तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥ ४ ॥
“તીર્થંકર પરમાત્મા અપ્રતિમ બળવાળા હોય છે છતાં પણ એ જોર-જુલમથી ધર્મપ્રવૃત્તિ કરાવતા નથી, પરંતુ યથાર્થ ધર્મનો ઉપદેશ જરૂર આપે છે. હા, પ્રાણી જો એમનો ધર્મ સ્વીકારે તો તે સંસારસાગરની પાર ઊતરી જાય છે.” જોરજુલમથી ધર્મ પળાવી શકાતો નથી .
અતિ મહત્ત્વની વાત કરી છે ગ્રંથકારે ! જોર-જુલમથી ધર્મનું આચરણ કરાવી શકાતું નથી. તમે ગમે તેવા શક્તિશાળી કેમ ન હોય, પણ શક્તિનો ઉપયોગ કરીને બીજાં પાસે ધર્મ-આચરણ ન કરાવી શકો. પરમાત્મા તીર્થંકર કેટલા શક્તિશાળી છે? તેમણે કદીય કોઈ જીવ ઉપર પરાણે - બળપૂર્વક ધર્મપ્રવૃત્તિ કરાવી છે? છે એક પણ દ્રષ્ટાંત? બીજી વાત એ છે કે તીર્થકર તો સર્વજ્ઞ-વીતરાગ હોય છે. એ દ્વેષ કર્યા વગર પણ કોઈની પર જોર-જુલમથી ધર્માચરણ કરાવી શકતા હતા, પરંતુ જે છદ્રસ્થ છે, સંસારી છે, રાગદ્વેષનાં બંધનોથી બંધાયેલો છે, તે કષાય વગર કોઈની પાસે પરાણે ધર્મ-આચરણ કરાવી શકે ખરો? . બીજાં પાસે ધર્મનું આચરણ કરાવવું હોય તો એમને ધમપદેશ આપો. પ્રેમથી, કરુણાથી સમજાવવાનો પ્રયત્ન કરો, પરંતુ જોર-જબરદસ્તી ન કરો.
પુત્ર હોય કે પુત્રી હોય, પત્ની હોય કે બહેન હોય, ભાઈ હોય કે મિત્ર હોય, તમે એમને પ્રેમથી ધમોપદેશ કરતા રહો. જો તમારી વાત એમને સ્પર્શશે, તે ધર્મપ્રવૃત્તિ કરશે. તો તે ભવસાગર તરી જશે. ધર્મપ્રવૃત્તિ કરશે તો તેનું વર્તમાન જીવન અને આગામી જન્મ પણ સુધરી જશે. આપણે તો આ જ ભાવના રાખવી જોઈએ. પરંતુ જો તે આપણો ઉપદેશ, અપિણી વાત ન સમજે તો એના ઉપર ક્રોધ ન કરવો, કેષ ન કરવો, કટુ શબ્દપ્રયોગ પણ ન કરો. એની ઉપેક્ષા કરો, એના પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરો. બીજા પાસે વધારે અપેક્ષાઓ ન રાખોઃ
સર્વ લોકો, પરિવારના લોકો તમારી સાથે તમારી વાતોમાં સહમત હોય અને તમારા કહેવા અનુસાર, તમારી ઈચ્છા અનુસાર કરતાં રહે - ચાલતાં રહે- એવી અપેક્ષા કદી ન રાખો. જો તમારી આ આદત બની જશે, તો તમે એક ક્ષણ પણ રાગદ્વેષ વગર નહીં રહી શકો. એના કરતા મૌન રહો, જોતા રહો. તમારું કાર્ય કરતા રહો. બીજાંને એમના કર્મ અનુસાર જીવવા દો.
મિત્રો, સ્વજનો, સર્વે તમારા જેવાં જ હોવાં જોઈએ એવી અપેક્ષા ન રાખવી.
[ માધ્યસ્થ ભાવના
માધ્ય ભાવના
૨૭૩]