________________
અપૂર્વ શાન્તિ અને આનંદની અનુભૂતિ થશે. જીવન સાર્થક લાગશે અને પુણ્યકર્મનો સંચય થશે. આ વિષયમાં રાજા રંતિદેવની એક વાત સંભળાવું છું. રાજા રતિદેવઃ
દુષ્કાળને કારણે ધરતીનો ચહેરો સ્થળે સ્થળે ભયાનક બની ગયો હતો. લીલોતરીનું ક્યાંય નામનિશાન હતું નહીં. માણસોના ભોજનની અને જાનવરોના ચારાની તો વાત દૂર રહી, હવે તો પીવાનું પાણી શોધવા માટે માઈલો દૂર ભટકવું પડતું હતું. આર્યાવર્તનું સૌથી સુખી અને સંપન્ન રાજ્ય, આજે દુકાળના જડબામાં ફસાઈને ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યું હતું, મહારાજ રંતિદેવ સામાન્ય માણસોની પીડાથી પરેશાન હતા. તેમની સમજમાં આવતું ન હતું કે પોતાની પ્રાણપ્રિય પ્રજાને આ સંકટમાંથી કેવી રીતે ઉગારવી? જેમની ધર્મનિષ્ઠા, દયાળુતા, પરોપકારવૃત્તિ અને શક્તિ-સમૃદ્ધિની કથાઓ દેશ-દેશાન્તરમાં ગવાતી હતી; સંભળાવવામાં આવતી હતી તે પોતે આજે અસહાય હતા.
રાજકોષ અને અન્નભંડાર ખાલી થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે રાજા અને રાજપરિવાર પણ ભૂખની પીડાથી વિકલ હતાં.
ભિક્ષા માગવી તેમના સ્વભાવમાં ન હતું અને માગે તો પણ આપે ય કોણ? ચારે તરફ ભૂખમરાનું તાંડવ ચાલી રહ્યું હતું. રાજા રંતિદેવ, રાણી અને રાજકુમારની સાથે રાજમહેલમાંથી ચાલી નીકળ્યા. વનમાં કંદમૂળ, ફળ પાન.જે કંઈ મળ્યું યા વગર માગે જે કંઈ મળ્યું, કોઈએ કંઈ આપ્યું, એના દ્વારા પોતાની અને પોતાના પરિવારની ભૂખ-જ્વાળા શાન્ત કરતા હતા.
તરસથી તપ્ત કંઠને ભીનો કરવા બે બિંદુ પાણી પણ મળવું મુશ્કેલ હતું. આવી પરિસ્થિતિ ૪૮ દિવસ સુધી ચાલતી રહી. રાજપરિવાર શારીરિક વૃષ્ટિથી દુર્બળ થતો ગયો, હવે આ ત્રણે જણાં પ્રભુનું નામસ્મરણ કરતાં જીવનની અંતિમ ક્ષણની પ્રતીક્ષા કરવા લાગ્યાં.
૪૯મા દિવસનો સૂર્યોદય થયો. થોડી વાર પછી રાજા રંતિદેવનો એક જૂનો મિત્ર આવ્યો અને સત્કારપૂર્વકમિષ્ટાનભોજન અને અનેકવ્યંજન-શાકઅર્પણ કર્યા પાણી પણ આપ્યું. ત્યારે એક બ્રાહ્મણે આવીને કહ્યું: “મહારાજ! હું ખૂબ જ ભૂખ્યો છું. કંઈ ભોજન હોય તો આપો. રંતિદેવે એ બ્રાહ્મણને આદર સાથે બેસાડીને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ તૃપ્ત થયો. આશીર્વાદ આપીને ચાલ્યો ગયો. રાજાએ બાકીના ભોજનના ત્રણ ભાગ કર્યા, એક ભાગરાણીને અને બાકીનો ભાગ રાજકુમારને આપ્યો. તેઓ પોતાનો ભાગલઈને ભોજન કરવા બેઠા, એવામાં જએકલુદ્રઅતિથિઆવ્યો, રાજાએ એને પણ ભોજન આપ્યું. તે પણ ભોજન કરીને ચાલ્યો ગયો. જે ભોજન બાકી હતું, તેમાંથી એક
૨૨૪
| શાન્તસુધારસઃ ભાગ ૩]