________________
| પત્નીના દુરાચારનો ભય. v પુત્રીના શીલની રક્ષાનો ભય. . છોકરાની ઉડાઉગીરીનો ભય.
અપકીર્તિનો ભય. દુશ્મનોનો ભય. સરકારનો ભય, ટેક્ષનો ભય. પૈસાની લેવડદેવડનો ભય. i વિશ્વાસઘાતનો ભય.
આવા ભયોમાં ગ્રસ્ત મનુષ્યમાં તત્ત્વજિજ્ઞાસા કેવી રીતે થઈ શકે? ભયાકાન્ત મનુષ્ય તત્ત્વજિજ્ઞાસુ ન જ બની શકે. એટલા માટે તો મહાયોગી આનંદઘનજીએ ધર્મની ભૂમિકા બતાવતાં ત્રણ ગુણ બતાવ્યા છે -
(૧) અભય (૨) અષ અને (૩) અખેદ
અભય-નિર્ભય બનવાની વાત પહેલી છે. અભય મનુષ્ય જ ધર્મની જિજ્ઞાસા. કરી શકે છે તેને જ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ શકે છે. ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય, પરંતુ ભયભીત હશે તો એનામાં ધમજિજ્ઞાસા ઉત્પન નહીં થઈ શકે. મનમાં ખિન્નતા જ ભરી હશે, તો પણ ધમજિજ્ઞાસા ઉત્પન્ન નહીં થાય. મૈથુન સંજ્ઞાથી ધર્મજિજ્ઞાસા નહીં
આમ તો જેનું મન કામવિકારોથી ગ્રસ્ત હોય છે, જે વાસનામય હોય છે, તે પણ ધર્મજિજ્ઞાસાથી વિમુખ હોય છે. ધર્મતત્ત્વની રમમાણતા એના મનમાં નથી હોતી. ભલેને તે વ્રત, જપ તપ કરે પરંતુ એ ધર્મચિંતન કરી શકતો નથી. ગૃહસ્થ મૈથુનસેવન કરે છે, પરંતુ પોતાની પત્નીમાં જ સંતોષ માને છે. પત્ની સાથે પણ વિવેકથી મૈથુનસેવન કરે છે. પંચમી, અષ્ટમી, ચતુર્દશી જેવા પવિત્ર દિવસોમાં એ મૈથુનસેવન કરતો નથી, પણ મૈથુન સંજ્ઞાવાળો મનુષ્ય પરસ્ત્રીગમન, વેશ્યાગમન અને કન્યાગમન પણ કરે છે. એ સજાતીય વ્યવહાર પણ કરે છે. પ્રબલ પુરુષવેદના ઉદયથી પુરુષ મૈથુન સંજ્ઞાથી આક્રાન્ત થાય છે. એવી રીતે સ્ત્રી પણ સ્ત્રીવેદના (મોહનીય કમ)ના પ્રબલ ઉદયથી મૈથુનવાસનાથી વિલાસિની બની જાય છે. જે સમયે નંદીષેણ મુનિ ભિક્ષા માટે ભૂલમાં વેશ્યાને ઘેર જઈ ચડ્યા, ત્યારે એમનું મન શાન્ત હતું, પરંતુ જ્યારે એમણે પોતાની તપસિદ્ધિથી સુવર્ણ વર્ષ કરી દીધી અને વેશ્યાએ નંદીષેણ મુનિનો હાથ પકડી લીધો. ત્યારે મુનિવરની અંદર મૈથુન સંજ્ઞાની આગ પ્રકટી ઊઠી, એ વેશ્યાગામી બની ગયા. [ ૮૮ : '
શાનસુધારસ ભાગ ૩