________________
શોભાયમાન કરે છે. એવી સ્ત્રીમાં વેર, ઈર્ષા, તિરસ્કાર, કૃપણતા ઈત્યાદિ દોષો નથી હોતા. તે પોતાનાં ઉચિત કર્મોમાં તેનાં કાર્યોના પાલનમાં ઉદ્યત રહે છે. સજગ રહે છે. સેવા, અનુકંપા અને કરુણાથી તે પરિવારમાં, આસપાસમાં અને સમાજમાં સન્માન્ય બને છે. લોકો એનાં દર્શન કરીને કૃતાર્થ બને છે. तात्त्विकसात्त्विकसुजनवतंसा, केचन युक्ति विवेचन हंसाः । अलमकृषत् किलभुवनाभोगं स्मरणममीषां कृत शुभयोगम् ॥ ७ ॥ विनय.
‘તત્ત્વના જ્ઞાતા મહાપુરુષ, સાત્ત્વિક યોગીપુરુષ અને સજ્જનોમાં શ્રેષ્ઠ પુરુષ તથા જ્ઞાનમાં વિશદ, બુદ્ધિમાન મહાપુરુષ - આ બધાંએ આ વિશ્વને આલોકિત કર્યું છે. તેમનાં નામસ્મરણ પણ સુખદ ઘટના બને છે.’ મહાપુરુષોનું નામસ્મરણ કરો:
મહાપુરુષોનાં નામ સ્મરીને તેમની ગુણસ્તુતિ કરવાની છે. : ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી સ્થૂલભદ્રજીને ૧૪ પૂર્વનું જ્ઞાન આપ્યું
હતું.
ભગવાન ઉમાસ્વાતિજીએ ૫૦૦ ગ્રંથોની રચના કરી હતી.
શ્રીમદ્ આનંદઘનજી જેવા અનેક યોગીપુરુષો થઈ ગયા. . શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રસૂરિજી, ઉપાધ્યાય વિનયવિજયજી, ઉપાધ્યાય
યશોવિજયજી આદિ મહાપુરુષો પોતાના અપૂર્વ જ્ઞાનથી આ વિશ્વને જ્ઞાનથી પ્રકાશિત કરી ગયા છે. શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં તત્કાલીન આચાયાદિ મુનિવરોને
એકત્ર કરીને આગમગ્રંથોને લિપિબદ્ધ કર્યા હતા. . વર્તમાનકાળમાં પણ જે મહાપુરુષો નિઃસ્વાર્થભાવથી સમ્યગૃજ્ઞાનનું દાન કરતા રહ્યા છે, એમની પણ અનુમોદના કરતા રહો. જ્ઞાન આપવું, જ્ઞાનદાનમાં સહાયક બનવું અને જ્ઞાન આપનાર-લેનારની વૈયાવચ્ચ કરવી, એ મહાન
ભાગ્યોદય હોય તો મળે છે. . જેમ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીએ પેથડશાહને ૪૫ આગમ સંભળાવ્યાં હતાં. 1 આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ રાજા કુમારપાળને સંસ્કૃત વ્યાકરણ શીખવ્યું હતું
અને અનેક ગ્રંથો ભણાવ્યા હતા.
આ સર્વે મહાપુરુષોના કે જે વિશિષ્ટ પ્રજ્ઞાવાળા હતા એમનાં નામસ્મરણ કરતા રહેવાનું છે. એમનાં સુતોની અનુમોદના કરતા રહેવાનું છે.
પ્રમોદ ભાવના
૧૭]