________________
આ ત્રણ વાર બોલ્યા. સાંભળીને શય્યભવ ભટ્ટને આશ્ચર્ય થયું. જૈન મુનિ અસત્ય નથી બોલતા' એ એમનો વિશ્વાસ હતો. તે ઊભા થયા અને જ્યાં પ્રભવસ્વામી ઊતર્યા હતા ત્યાં ગયા. “અહો વર્ણ..” નું રહસ્ય પૂછ્યું. પ્રભવસ્વામીએ કહ્યુંઃ યજ્ઞના યૂપની નીચે શ્રીજિનપ્રતિમા છે. એના પ્રભાવથી યજ્ઞ સફળ થાય છે.' શäભવે યજ્ઞનો ધૂપ કઢાવીને ત્યાં ખોદકામ કરાવ્યું, તો જિનપ્રતિમા નીકળી. શય્યભવ ફરીથી પ્રભવસ્વામી પાસે ગયા. દીક્ષા લઈ લીધી. એ સમયે શäભવની પત્ની સગર્ભા હતી. જ્યારે પુત્રનો જન્મ થયો તો તેનું નામ મનકી રાખવામાં આવ્યું.
જ્યારે મનક આઠ વર્ષનો થયો તો પિતાને શોધવા એ ચંપાપુરી પહોંચ્યો. નગરના દ્વાર ઉપર જ શäભવ સ્વામી એને મળી ગયા. તેમણે પુત્રને ઓળખ્યો. મનકને લઈને તે ઉપાશ્રયે આવ્યા. જ્ઞાનબળથી તેમણે મનકનું આયુષ્ય જોયું, એ તો સ્તબ્ધ જ થઈ ગયા. આયુષ્ય માત્ર છ માસ જ બાકી હતું. તેમણે મનકને દીક્ષા આપી અને એ જ દિવસે સાયંકાળે મનક માટે દશવૈકાલિક સૂત્ર'ની રચના કરી. મનકને ભણાવતા રહ્યા. ૬ માસ પૂર્ણ થતાં મનક મુનિનો સ્વર્ગવાસ થઈ ગયો. શઠંભવસૂરિજી ૨૮ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. ૩૪ વર્ષ ચારિત્રપયયનું પાલન કર્યું હતું. ૬૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, વીર સંવત ૯૭માં એમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. એ “મનકપિતા'ના નામે પણ પ્રસિદ્ધ છે. સ્થૂલભદ્ર સ્વામી
૮૪ ચોવીસી સુધી જેમનું નામ સંસારમાં લેવામાં આવશે, એ સ્થૂલભદ્ર સ્વામી વીર સંવત ૧૧૬માં પાટલીપુત્ર (પટણા)માં જન્મ્યા હતા. પિતા શકટાલ નંદરાજાના મહામંત્રી હતા. માતા હતી લાછલદે. યૌવનમાં તે મગધનતંકી કોશાના પરિચયમાં આવ્યા હતા. પાછળથી તે કોશાના ઘરમાં જ રહેતા હતા. પિતાની હત્યા થતાં તે વિરક્ત બની ગયા. ૩૦ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લઈ લીધી હતી. એમની સાત બહેનો પણ સાધ્વી બની હતી.
સ્થૂલભદ્રજીએ તત્કાલીન મહાન મૃતધર મહર્ષિભદ્રબાહુ સ્વામીની પાસેથી ૧૪ પૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દીક્ષા લીધા પછી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યા. સ્વયં નિર્વિકાર, શાન્ત, દત્ત રહ્યા અને કોશાને બાર વ્રતધારિણી શ્રાવિકા બનાવી દીધી હતી. તેમણે વૈભારગિરિ ઉપર ૧૫ દિવસના ઉપવાસ કર્યો. વીર સંવત ૨૧૫માં એમનો સ્વર્ગવાસ થયો હતો. સ્થૂળભદ્ર સ્વામી દક્ષા પછી મન-વચન અને કાયાથી બ્રહ્મચારી રહ્યા હતા. આજે પણ એમના નામમંત્રની માળા ફેરવવાથી મનુષ્ય બ્રહ્મચારી બનવામાં સફળ રહે છે. આવા મહાન ઋષિને પ્રતિદિન યાદ કરીને એમને વંદન કરીએ અને એમના મહાન ગુણોની અનુમોદના કરીએ. [ પ્રમોદ ભાવના ES U
૧૬૧]