________________
સિદ્ધસેન દિવાકરજી ઃ
સિદ્ધસેન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. પિતાનું નામ હતું દેવર્ષિ અને માતાનું નામ હતું દેવશ્રી. એમનો જન્મ ઉજૈનમાં થયો હતો. જ્યારે તે યુવાવસ્થામાં આવ્યા હતા ત્યારે તે સમર્થ વિદ્વાન અને વાદી બન્યા હતા. પરંતુ એક દિવસે નગરની બહાર જૈનાચાર્ય વૃદ્ધવાદસૂરિજી સાથે વાદવિવાદમાં હારી ગયા. તો તેમણે સંસારનો ત્યાગ કર્યો અને વૃદ્ધવાદીસૂરિના શિષ્ય બની ગયા.
તેમણે પોતાની અપ્રતિમ કાવ્યપ્રતિભાથી રાજા વિક્રમાદિત્યનું હૃદય જીતી લીધું હતું. રાજાએ એક કરોડ સોનામહોરો સિદ્ધસેન દિવાકરને આપવા ઇચ્છા કરી, તો તેમણે ના પાડી દીધી! એ સોનામહોરોથી સિદ્ધસેન દિવાકરજીએ નૂતન જિનમંદિર બંધાવ્યાં અને પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
આ રીતે તેમણે કુમારપ્રામના રાજા દેવપાળને પણ પ્રતિબદ્ધ કર્યો હતો. સંમતિતર્ક નામનો અદભૂત દાર્શનિક ગ્રંથ એમની અમર રચના છે. કલ્યાણમંદિર' સ્તોત્ર પણ તેમની રચના છે કે જે મહાપ્રભાવિક છે. એમને યાદ કરી ભાવપૂર્વક વંદના કરીએ. આર્ય વજસ્વામી
આર્ય વજસ્વામીનો જન્મ વીર સંવત ૪૯૬માં તુંબવન(માલવ)માં થયો હતો. પિતાનું નામ ધનગિરિ હતું, માતાનું નામ હતું સુનંદા. જ્યારે વજકુમાર માતાના ઉદરમાં હતા ત્યારે ધનગિરિએ આચાર્યશ્રી સિંહગિરિની પાસે દીક્ષા લઈ લીધી હતી. પુત્રનો જન્મ થયા પછી છ માસનો પુત્ર થયો અને તેને પણ પિતા મુનિને આપી દીધો. સાધ્વીજીના ઉપાશ્રયમાં પારણું બાંધવામાં આવ્યું અને વજકુમારને ત્યાં રાખવામાં આવ્યો. સાધ્વીજીના મુખેથી ૧૧ અંગ (આગમશાસ્ત્ર) સાંભળી સાંભળીને યાદ કરી લીધાં! નાની ઉંમરે જ તેને દિક્ષા આપવામાં આવી.
અવન્તીમાં દેવોએ વજસ્વામીની પરીક્ષા લીધી. દેવોએ પ્રસન્ન થઈને વૈક્રિય લબ્ધિ’ અને ‘આકાશગામિની લબ્ધિ' પ્રદાન કરી.
તેમણે ભદ્રગુપ્તાચાર્યજીની પાસે રહીને ૧૦ પૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ વિશિષ્ટ કોટિના વિદ્વાન હતા. જ્યારે તેઓ પાટલીપુત્ર(પટણા)માં ગયા હતા ત્યારે ત્યાંના કરોડપતિ ધનદેવની પુત્રી રૂક્ષ્મણીએ વજસ્વામીના અપૂર્વ સૌંદર્યનું વર્ણન સાંભળીને નિર્ણય કર્યો હતો કે હું વજસ્વામી સાથે લગ્ન કરીશ.' એને ખબર પડી કેવજસ્વામીએના નગરમાં આવ્યા છે તો પિતા ધનદેવની સાથે તેજસ્વામીની પાસે ગઈ. ધનદેવે કહ્યું: “મારી પુત્રીનો સ્વીકાર કરો અને કરોડો રૂપિયાનો પણ સ્વીકાર કરો.” વજસ્વામીએ રુક્ષ્મણીને પ્રતિબોધ આપ્યો અને દીક્ષા આપી.
શાન્તસુધારસઃ ભાગ ૩|
૧૬૨