________________
ઉત્તર પ્રદેશમાં દુષ્કાળ પડ્યો હતો. વજસ્વામી જૈનસંઘને ત્યાંથી આકાશમાર્ગે જગન્નાથપુરીમાં લઈ ગયા. ત્યાંના બૌદ્ધરાજાને પ્રતિબદ્ધ કર્યો. પાલીતાણા (શત્રુંજય)માં કપર્દી યક્ષનો ઉપદ્રવ હતો, એ દૂર કર્યો અને નવા યક્ષની સ્થાપના કરી. શ્રેષ્ઠી જાવડશાહને ઉપદેશ આપીને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. જાવડશાહે વીર સંવત પ૭૦માં પ્રતિષ્ઠા કરાવી. જાવડશાહ અને તેની પત્ની મંદિરમાં આનંદવિભોર થઈને નાચવા લાગ્યાં, હર્ષોલ્લાસ મનાવવા લાગ્યાં. આયુષ્ય પૂર્ણ થયું અને બંનેનો સ્વર્ગવાસ થઈ ગયો. આવા ઉત્તમ, શ્રેષ્ઠ આચાર્યદેવને ભાવપૂર્વક વંદના-અનુમોદના કરીએ. આચાર્યશ્રી રક્ષિતસૂરિજી ઃ
આચાર્યશ્રી રક્ષિતસૂરિજીનો જન્મ દશપુર(મંદસોર-માળવા)માં વીર સંવત પર૨માં થયો હતો. પિતાનું નામ સોમદેવ હતું, માતાનું નામ રુદ્ર સોમા હતું. બે પુત્રો હતા - રક્ષિત અને ફલ્યુ. રક્ષિત પાટલીપુત્રમાં ૧૨ વર્ષ સુધી વેદ-વેદાંગ ભણ્યો, ષડદર્શનનો વિદ્વાન બન્યો. દશપુરના રાજાએ આર્ય રક્ષિતનું સન્માન કર્યું. માતા જૈનધર્મી હતી. માતાએ આર્ય રક્ષિતને દ્રષ્ટિવાદ' ભણવાની પ્રેરણા આપી હતી. આર્ય રક્ષિતના મામા તોસલીપુત્ર હતા. તે મામાની પાસે જવા નીકળ્યો. રસ્તામાં શેરડીના સાડા નવ સાંઠા લઈને એક સંબંધી મળ્યો. શુભ શુકન થયા. તે ઉપાશ્રયમાં ગયો. ત્યાં ઢક્કર નામનો શ્રાવક વંદન કરી રહ્યો હતો. જોઈને, સાંભળીને તેણે તે પ્રકારે વંદન કર્યાં.
આચાર્ય તોસલીપુત્રે આર્ય રક્ષિતને દીક્ષા આપી અને વજસ્વામી પાસે દૃષ્ટિવાદ' ભણવા માટે મોકલ્યા. રસ્તામાં અવન્તીનગરીમાં આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિજીને વીર સંવત પ૬૩માં અનશન કરાવી અંતિમ આરાધના કરાવી.
પોતાના ભાઈ ફલ્ગ-રક્ષિતને દીક્ષા આપી. સાડા નવ પૂર્વોનું અધ્યયન કર્યું અને તે દશપુરમાં પધાર્યા. પોતાનાં માતા-પિતાને દિક્ષા આપી. પછી અનશન કરીને દશપુરમાં જ સ્વર્ગવાસી થયા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીઃ
૧૪ વિદ્યાઓના પારગામી હતા પંડિત હરિભદ્ર. ચિતોડના રાજા જિતારિના તે રાજપુરોહિત હતા. એમની એક પ્રતિજ્ઞા હતી કે “જેનું વચન હું સમજું, તેનો શિષ્ય બની જઈશ.” એક દિવસે પ્રભાતમાં જૈન સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા. તેમના કાને પ્રાકૃત ભાષાનો એક શ્લોક પડ્યો. તેનો અર્થ તેઓ સમજી ન શક્યા. તેઓ ઉપાશ્રયમાં ગયા. ત્યાં યાકિની મહત્તરા’ સાધ્વીજીના પરિચયમાં આવ્યા. સાધ્વીજીએ તેમને આચાર્યશ્રી જિનભટ્ટસૂરિજી પાસે મોકલ્યા. તેમણે
પ્રમોદ ભાવના
૧૬૩