________________
શ્લોકનો અર્થ બતાવ્યો. હરિભદ્ર આચાર્યશ્રીના શિષ્ય બની ગયા. ગુરુદેવ પાસે તેમણે વિદ્યાઅધ્યયન કર્યું. તેમના બે ભાણેજો - પરમહંસ અને હંસ વિરક્ત બન્યા અને હરિભદ્રસૂરિજીના શિષ્ય બની ગયા.
બંને શિષ્યો બૌદ્ધ દર્શનનો વિશેષ અભ્યાસ કરવા માટે ગુપ્ત રીતે બૌદ્ધ મઠમાં ગયા. પછીથી બંનેનું મૃત્યુ થઈ જાય છે, તો હરિભદ્રજી પ્રચંડ ક્રોધમાં રાજા સુરપાળની રાજસભામાં બૌદ્ધોની સાથે વાદવિવાદ કરે છે. ૧૪૪૪ બૌદ્ધ ભિક્ષુઓની હત્યાનો સંકલ્પ કરે છે. ગુરુદેવને ખબર પડે છે, ‘સમરાદિત્ય કેવલી’ના નવભવની ત્રણ ગાથાઓ આપીને બે સાધુઓને તેમની પાસે મોકલે છે. ત્રણ ગાથાઓ વાંચીને તેઓ ઉપશાન્ત થઈ જાય છે. ગુરુદેવની પાસે જાય છે. ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત્ત માગે છે. ગુરુ ૧૪૪૪ નવા ગ્રંથોની રચનાનું પ્રાયશ્ચિત્ત આપે છે.
હરિભદ્રસૂરિ શિષ્યવિરહથી વ્યથિત હતા. અંબિકાદેવી પ્રકટ થઈને કહે છે - ‘તમારા ભાગ્યમાં હવે શિષ્ય નથી. ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ કરો.’ # હરિભદ્રસૂરિજીને ઉપદેશ આપીને ૮૪ જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું.
હંસ-પરમહંસના કાકા પરમ શ્રાવક લલ્લિગ એવું રત્ન લઈ આવ્યા હતા કે રાત્રિના સમયે એ રત્નના પ્રકાશમાં હરિભદ્રસૂરિજી ગ્રંથરચના કરતા હતા. બપોરે ગોચરી કરવા પૂર્વે સર્વ ભિક્ષુઓને, ભૂખ્યાજનોને ભોજન કરવાની લલ્લિગ દ્વારા ઘોષણા કરાવતા હતા. હિરભદ્રસૂરિ ‘ભવવિરહસૂરિ’ અને ‘યાકિની મહત્તરાસૂનુ’ના નામથી પ્રસિદ્ધ હતા. વિ. સં. ૭૮૫માં એમનો સ્વર્ગવાસ થયો.
આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી :
વિક્રમ સંવત ૧૧૪૫માં ધંધુકા ગામ(ગુજરાત)માં હેમચંદ્રસૂરિજીનો જન્મ થયો હતો. પિતાનું નામ હતું ચાચગ શ્રેષ્ઠી, માતાનું નામ હતું પાહિણીદેવી. તેમનું નામ હતું ચંગદેવ. વિ. સં. ૧૧૫૪માં ગંગદેવે ગુરુદેવશ્રી દેવચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી અને એમનું નામ સોમચંદ્ર મુનિ રાખવામાં આવ્યું.
સોમચંદ્ર મુનિ ઉપર શાસનદેવી પ્રસન્ન થઈ હતી. ગિરનારના પહાડ ઉપર એમને મંત્ર આપ્યો હતો. એક મંત્રથી દેવોને બોલાવી શકાતા હતા, તો બીજા મંત્રથી રાજા-મહારાજાઓ વશ થતા હતા.
ગુરુદેવે સોમચંદ્ર મુનિને આચાર્યપદ પ્રદાન કર્યું અને તેમનું નામ રાખવામાં આવ્યું - ‘આચાર્ય હેમચંદ્રસૂરિ' હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમ વ્યાકરણ'ની રચના કરી. રાજા સિદ્ધરાજ જયસિંહ તેમનો પરમ ભક્ત હતો, પછી કુમારપાળ તેમનો ભક્ત બન્યો હતો. આચાર્યદેવે સંપૂર્ણ ગુજરાતમાં જીવહિંસા બંધ કરાવી હતી. પોતાના
૧૬૪
શાન્તસુધારસ : ભાગ ૩