________________
જીવનકાળમાં સાડા ત્રણ કરોડ સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોની રચના કરી હતી. વિક્રમની બારમી શતાબ્દીમાં તે ભારતના પુરાતન - ઉત્કર્ષકાળના સર્વશ્રેષ્ઠ શાસ્ત્રકાર હતા. જ્ઞાનજ્યોતિ સ્વરૂપ હતા, કલિકાલમાં સર્વજ્ઞ સમાન હતા. એમનું વ્યક્તિત્વ અદ્ભુત હતું. તેમનું સમગ્ર જીવન તેજસ્વી હતું, એમનામાં અપૂર્વ ઉપદેશ શક્તિ હતી. આધ્યાત્મિક ઉજ્વળતાની સાથે એમનામાં અપૂર્વ માનવતા હતી.
એમનો સ્વર્ગવાસ પાટણ(ગુજરાત)માં વિ. સં. ૧૨૨૯માં થયો હતો. તેમનું સંપૂર્ણ આયુષ્ય ૮૪ વર્ષનું હતું. આમ અનેક આચાર્ય ભગવંતો થઈ ગયા. કે જેઓ પરમજ્ઞાની હતા, જિનશાસનના પ્રભાવક હતા, અનેક ગુણોના ભંડાર હતા. આચાર્યશ્રી જગચંદ્રસૂરિજી, આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજી, આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી, આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી, ઉપાધ્યાર્યશ્રી યશોવિજયજી, ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી... વગેરે ઉચ્ચ પ્રમોદપાત્ર મહાપુરુષ થઈ ગયા.
તમારે એવા મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાં જોઈએ. તમારા હૃદયમાં પ્રમોદ ભાવનાની ઊર્મિઓ ઊઠશે. તમે ગુણાનુરાગી, ગુણપક્ષપાતી, ગુણાનુમોદક બનશો. હવે પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણોની અનુમોદના કરીને પ્રવચન પૂર્ણ કરીશ. • अणुमोएमि सव्वेसिं अरहंताणं अनुट्ठाणं ।
હું સર્વ અરિહંત-તીર્થંકરોની તીર્થસ્થાપનારૂપ અનુષ્ઠાનની અનુમોદના કરું છું. सव्वेसिं सिद्धाणं सिद्धभावं ।
હું સર્વ સિદ્ધ ભગવંતોની અક્ષય સ્થિતિની અનુમોદના કરું છું.
सव्वेसि आयरियाणं आयारं ।
હું સર્વ આચાર્યોના પંચાચાર પાલનની અનુમોદના કરું છું.
• सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं ।
હું સર્વ ઉપાધ્યાયોના સૂત્ર પ્રદાનની અનુમોદના કરું છું. ♦ સન્થેસિ સાદાં સાઇનિયં
હું સર્વે સાધુપુરુષોની સાધુક્રિયાની અનુમોદના કરું છું. આજે બસ, આટલું જ.
પ્રમોદ ભાવના
૧૬૫