________________
દૃષ્ટાંત ઃ બે મહિલાઓ - બે શિલ્પીઓ
બે સ્ત્રીઓ છે. બંનેને સૂતર કાંતવું છે. બંને સાથે સાથે જ કાંતવાનો પ્રારંભ કરે છે. પરંતુ જે સ્ત્રીને સૂતર જાડું કાંતવું છે તે જલદી જલદી કાંતી લેશે. પરંતુ જે મહિલાને બારીક કાંતવું છે એને વાર લાગશે. એ રીતે બે શિલ્પી છે. બંનેને પથ્થર ઘડવાના છે. બંને સાથે જ કોરવાનું ચાલુ કરે છે. પરંતુ જેને થાંભલો બનાવવાનો છે તે જલદી બનાવી દેશે, જ્યારે જેને કલાત્મક મૂર્તિ બનાવવાની છે એને વધારે સમય લાગશે.
આ નિયમ શરીર ઇત્યાદિ નિર્માણમાં લાગુ પડે છે.
કયા જીવને કેટલી પર્યાપ્તિઓ ?:
દરેક જીવને છ પર્યાપ્તઓ નથી હોતી. એનું સ્પષ્ટીકરણ સમજી લો.
– એકેન્દ્રિયને ૧થી ૪ ૫ર્યાપ્તિઓ હોય છે.
– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય જીવોને ૧થી ૫ પર્યાપ્તિઓ હોય છે.
– સંશી પંચેન્દ્રિય જીવોને ૧ થી ૬ ૫ર્યાપ્તિઓ હોય છે.
એવો કોઈ નિયમ નથી કે દરેક જીવ પોતપોતાની તમામ પર્યાપ્તિઓ પૂરી કરે છે. પર્યાપ્તિ પૂરી કર્યા વગર પણ જીવ મરી શકે છે.
પ્રશ્ન ઃ એવું કેમ હોય છે ? કોઈ જીવ પોતાની તમામ પર્યાપ્તઓ પૂરી કરે છે જ્યારે કોઈ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જ મરી શકે છે ?
ઉત્તર ઃ એમાં નિયામક હોય છે જીવોનું પોતપોતાનું કર્મ. ‘નામકર્મ’ની એક અવાંતર પ્રકૃતિનું નામ છે પર્યાપ્ત’. આ પર્યાપ્ત નામકર્મનો ઉદય થાય છે તો જીવ પોતાની તમામ પર્યાપ્તિઓ પૂરી કરી શકે છે. પરંતુ જો “અપર્યાપ્ત નામકર્મ’નો ઉદય થાય છે તો એ પૂરી કરી શકતો નથી અને મરી જાય છે. ઉપસંહાર :
આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે છ પર્યાપ્તિઓ પૂર્ણ કરી છે, આપણે સંશી - મનવાળા બન્યા છીએ. હજુ આપણું આયુષ્યકર્મ પૂર્ણ થયું નથી, આવું મનુષ્યજીવન... દુર્લભ મનુષ્યજીવન મળ્યું છે. એવા જીવનમાં અજ્ઞાની જીવ શું કરી રહ્યો છે. એ વાત આગળ પર કરીશું.
આજે બસ, આટલું જ.
૬૪
શાન્તસુધારસ : ભાગ ૩