________________
હવે ક્રમશઃ એક-એક પયપ્તિનું સંક્ષિપ્ત વિવેચન કરું છું (૧) આહાર પયપ્તિ ઃ ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ જીવ શરીર માટે યોગ્ય -
ઉપયુક્ત, ઈન્દ્રિયો માટે ઉપયુક્ત, શ્વાસોચ્છવાસ માટે ઉપયુક્ત, ભાષા માટે યોગ્ય અને મન માટે યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. જે શક્તિને સહારે તે
પુદ્ગલ ગ્રહણ કરે છે, એ શક્તિનું નામ છે - આહાર પર્યાપ્તિ. (૨) શરીર પયાપ્તિઃ શરીર માટે યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને શરીરની રચના
કરવામાં આવે છે. જે શક્તિથી શરીર-રચના કરે છે, એ શક્તિનું નામ છે -
શરીર પર્યાપ્તિ. (૩) ઈન્દ્રિય પયાપ્તિ ઇન્દ્રિયો માટે યોગ્ય ગ્રહણ કરેલાં પુગલોથી સ્પર્શન, રસન
ઘાણ, ચલું અને શ્રોત્ર પાંચ ઈન્દ્રિયોની રચના કરે છે, એ શક્તિ છે - ઇન્દ્રિય
પયપ્તિ. (૪) શ્વાસોચ્છવાસ પયપ્તિ શ્વાસોચ્છવાસ માટે યોગ્ય ગ્રહણ કરેલાં પગલોથી.
શ્વાસ લેવા-મૂકવાની શક્તિનું નિર્માણ કરે છે. જે શક્તિથી આ નિર્માણ થાય છે
એ શક્તિનું નામ છે - શ્વાસોચ્છવાસ પયપ્તિ. (૫) ભાષા પયપ્તિ ભાષા માટે યોગ્ય ગ્રહણ કરેલાં પુદ્ગલોથી ભાષાવર્ગણાનાં આ પગલોને લેવા-મૂકવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. જે શક્તિ દ્વારા આ સામર્થ્ય
ઉત્પન્ન થાય છે, એ શક્તિનું નામ છે - ભાષા પયપ્તિ. (૬) મનઃ પયપ્તિ મન માટે યોગ્ય ગ્રહણ કરેલાં પુદ્ગલોથી મનોવગણના યુગલોને છોડવા-લેવાનારુપ સામર્થ્ય ઉત્પન્ન કરે છે. જે શક્તિથી આ
સામર્થ્ય પ્રકટ થાય છે એ શક્તિનું નામ છે મનઃ પયાપ્તિ. પયપ્તિ અને સમય: . આ શરીર વગેરે છ પદાર્થોનું નિર્માણ સાથે સાથે જ થાય છે, પરંતુ સમાપ્તિ ક્રમિક રૂપમાં થાય છે. આહાર વગેરે ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મ છે. ધૂળ વસ્તુના નિમણિમાં ઓછો સમય લાગે છે જ્યારે સૂક્ષ્મ વસ્તુ બનાવવામાં વધારે સમય લાગે છે. આહાર સૌથી વધુ સ્થળ છે, એનાથી શરીર સૂક્ષ્મ છે. શરીર કરતાં ઈન્દ્રિયો, સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોથી શ્વાસોશ્વાસ સૂક્ષ્મ છે. એનાથી ભાષા સૂક્ષ્મ છે. ભાષા કરતાં મન વધારે સૂક્ષ્મ છે. એટલા માટે ઔદારિક શરીરવાળા જીવની આહાર પયાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થઈ જાય છે. એની પછીની દરેક પયાપ્તિને પૂરા થવામાં અન્તર્મુહૂર્તનો સમય લાગે છે.
| બોધિદુર્લભ ભાવના
૩ |