________________
પરસ્ત્રીત્યાગી શ્રેષ્ઠ શીલવંત પુરુષઃ
જેનશાસનની પરંપરામાં પરસ્ત્રીના ત્યાગના વિષયમાં સુદર્શન શ્રેષ્ઠીનું તથા રાણી અભયાનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. તમે લોકોએ સાંભળ્યું પણ હશે. એટલા માટે આજે બે નવાં દ્રષ્ટાંત કહું છું. પ્રથમ દ્રષ્ટાંત છે શ્રી રામચંદ્રજીનું. જ્યારે તે વનવાસમાં હતા, દંડકારણ્યમાં નિવાસ કરતા હતા, એ સમયે રાવણની બહેન અને ખર વિદ્યાધરની પત્ની ચંદ્રનના ત્યાં પહોંચી હતી. એના બે પુત્રો શંબૂક અને સુંદ હતા. શંબૂક સૂર્યહાસ ખડ્રગની આરાધના કરવા દંડકારણ્યમાં આવ્યો હતો. બાર વર્ષ અને સાત દિવસની એ સાધના હતી. જ્યારે ત્રણ દિવસ બાકી હતા અને સૂર્યહાસ ખડ્રગ આકાશમાં તેજ અને સુગંધ ફેલાવતું તરી રહ્યું હતું ત્યાં ફરતા ફરતા લક્ષ્મણજી પહોંચ્યા. તેમણે ખગ જોયું. તેની તીક્ષ્ણતાની પરીક્ષા કરવા માટે વાંસની ઘટા ઉપર ચલાવ્યું. ઘટામાં શબૂક લટકી રહ્યો હતો, તે મરી ગયો. ખગ રક્તથી રંગાઈ ગયું. લક્ષ્મણજીને દુઃખ થયું.
આ બાજુ એની માતા ચંદ્રનખા (સુર્પણખા) પુત્રને પારણું કરાવવા એ બાજુએ ગઈ, પુત્રના મૃત્યુથી તે રડવા લાગી. પછી તે રોપાયમાન થઈ અને લક્ષ્મણજીનાં પદચિહ્નો જોતી જોતી જ્યાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા હતાં તે પ્રદેશમાં પહોંચી. દૂરથી તેણે શ્રીરામને જોયા. રામનું અદ્ભુત રૂપ જોઈને તે કામવશ બની ગઈ! તેણે નાગકન્યા જેવું રૂપ ધર્યું અને તે શ્રીરામની પાસે ગઈ. શ્રીરામને કહ્યું હે સ્વામી! હું એક કુલિન કુમારિકા છું. એટલા માટે આપ મારી સાથે લગ્ન કરો. મહાપુરુષો પાસે કરવામાં આવેલી યાચના નિષ્ફળ જતી નથી.”
એને જોતાંની સાથે જ રામ-લક્ષ્મણ પરસ્પર પ્રફુલ્લિત નેત્રોથી વિચારવા લાગ્યા- “આ કોઈ માયાવી સ્ત્રી છે. રૂપ પરિવર્તન કરીને કૂટ-નાટક રચીને આપણને છેતરવા આવી છે.” છતાં પણ હસતાં હસતાં શ્રીરામ બોલ્યા: ‘મારે તો આ પત્ની છે જ, આ લક્ષ્મણ સ્ત્રીરહિત છે. એની પાસે જા.’ ચંદ્રનખાએ લક્ષ્મણને જોયા. લક્ષ્મણ પણ અનુપમ રૂપવાળા હતા. ચંદ્રનખાએ એમને લગ્ન કરવા માટે પ્રાર્થના કરી. લક્ષ્મણે કહ્યું “તું પહેલાં મારા મોટા ભાઈ પાસે ગઈ હતી તેથી મારે માટે પૂજ્યા થઈ ગઈ! એટલા માટે મારી સાથે લગ્નની વાત ન કર.”
આ રીતે શ્રીરામે પરસ્ત્રી ચંદ્રનખાનો સ્વીકાર ન કર્યો. બીજું દ્રષ્ટાંત છે- ડાકુ વંકચૂલનું. કદાચ તમે વંકચૂલની વાત જાણતા હશો. તે પાંચસો ચોરોનો નેતા હતા, તેની પોતાની એક પલ્લી હતી. અચાનક એક આચાર્ય પોતાના શિષ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા. વર્ષા શરૂ થઈ ગઈ હતી. રસ્તા કાચા હતા. રસ્તામાં નદી આવતી હતી. વંકચૂલે પોતાની પલ્લીમાં સર્વ સાધુઓને
પ્રમોદ ભાવના
૧૫