________________
નાનીમોટી હરકતો મૌન ધારણ કરીને સહન કરવાથી ખૂબ લાભ થાય છે. જો ‘તિતિક્ષા તમારી પસંદગી હશે તો તમારા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરશો. જો સર્વોત્તમ પામવાની તમન્ના હોય તો એને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરો. તમારું હૃદય સાચા આનંદથી સજ્જ હોવું જોઈએ. તમે ચેતનાના ઊર્ધ્વકરણના માર્ગ ઉપર ચાલતા રહો. જિનાજ્ઞામાં રહીને જીવતા રહો. ભગવાન પાર્શ્વનાથના ૧૦ ભવોની પરંપરાનું એકાગ્રતાથી ધ્યાન કરો. ઉત્તમોત્તમ તીર્થંકરપદ તેમણે ૧૦મા ભવમાં પ્રાપ્ત કરી લીધું હતું. મરુભૂતિના ભવમાંથી સહનશીલતાની યાત્રા શરૂ કરી હતી. પાર્શ્વનાથના ભવમાં એ યાત્રા પૂર્ણ થઈ - તે પરિપૂર્ણ બન્યા.
એક કાવ્ય સંભળાવું છું. શાન્તિથી સાંભળો - प्रभु ! मुझे माध्यम कर दे तेरा माध्यम बनना तेरा, प्रभु मुझे माध्यम बनना तेरा । जहाँ धिक्कार हो हिये में, बीज प्रेम के बोऊँ, जहाँ दिखे दोष भूल जाऊँ, बीज क्षमा के बोऊँ...प्रभु.. संशय के तुफान जहाँ हो, श्रद्धा के बीज बोऊँ, घोर निराशा छायी जहाँ हो, आशा के बीज बोऊँ...प्रभु. प्यारे प्रभु ऐसी शक्ति देना, आश्वासन नहीं माँगु, दुःखी जनों को आश्वासन दें, ऐसी शक्ति मैं माँगु...प्रभु. दूसरा मुझे न समझे तो भी, दिल उसका मैं जानें, दूसरे मुझसे प्रेम करे ना, मैं उनको नित चाहूँ...प्रभु.. सहने की क्षमता मैं माँगु, अवश्य मुझ को देना, हे प्रभो, मुझे प्रेम आपका, निश्चित रूप से पाना...प्रभु. सभी जीवों के गुण मैं गाता, सबके सुख में राजी, प्रमोद भावना भाते भाते चेतना ऊर्ध्व में जाती...प्रभु. ગ્રંથકાર પાંચમી કારિકામાં શ્રેષ્ઠ શીલનું પાલન કરનારાઓની પ્રશંસા કરે છે. अदधुः केचन शीलमुदारं गृहिणोऽपि परिहतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेषां विलसति फलिताऽफलसहकारम् ॥५॥
કેટલાક ગૃહસ્થ પુરુષો પરસ્ત્રીનો ત્યાગ કરીને શ્રેષ્ઠ શીલવ્રતનું પાલન કરે છે. અફળ આમ્રવૃક્ષને પણ લચીલું બનાવી દે એવો એમનો યશ આજે પણ સંસારમાં ફેલાયેલો છે.
| १८४
प
न्त सुधURA : ([13]